________________
યાન - યુદ્ધયાત્રા માટે પ્રયાણ કરવું.
આસન :- શત્રુપક્ષ સાથે યુદ્ધ કર્યા વિના પોતાના દુર્ગમાં અથવા તો કોઈ સુરક્ષિત સ્થાને જઈને ચૂપચાપ બેસી જવું.
હૈધઃ ભેદનીતિ - એક રાજાની સાથે સંધિ કરે અને બીજાની સાથે યુદ્ધ માટેની સલાહ આપે અથવા બન્ને બળવાન શત્રુઓમાં વચન માત્રથી આત્મસમર્પણ કરી બન્નેમાં ગુપ્તરૂપે આશ્રય કરે અર્થાત તિરાડ પાડે.
આશ્રય? - બળવાન શત્રુની સાથે પોતે યુદ્ધ કરવામાં અસમર્થ હોવાથી કોઈ બીજા અધિક બળવાન રાજાનો આશ્રય સ્વીકારે.. | સર્વે ધનુર્વેદનું પુનરાવર્તન કરો. આપના હાથોને તલવારની ધાર પર કેન્દ્રિત કરો અને આપની બન્ને ભુજાઓનો અભ્યાસ કરો, અર્થાત્ બળવાન બનાવો.
येषां यदूनं च तदर्थयध्वं, हानिर्निधौ माणवके न तस्य । यथाम्भसः प्रावृषि वारिवाहे, यथा मणेः शैवलिनीश्वरे च ।।२२।। “જેની પાસે જે વસ્તુ ના હોય તે માંગી લો. વર્ષાકાળના વાદળોમાં પાણી અને સમુદ્રમાં રત્નોની ખોટ નથી તેમ આપણા રત્નભંડારમાં કોઈપણ જાતની ન્યૂનતા નથી.
स्वसूनुसारङ्गदृशां मुखेषु, मनांसि येषां निपतन्ति तेऽपि । द्रुतं निवर्तध्वमनन्यचित्तवतां जयश्री करसङ्गिनी हि ।।२३।।
જે સુભટોનાં મન પોતાના પુત્રો અને સ્ત્રીઓમાં દોડતાં હોય તે અહીંથી શીધ્ર ચાલ્યા જાઓ, કેમ કે સંગ્રામમાં જે દત્તચિત્ત હોય છે તેના જ હાથમાં વિજયલક્ષ્મી વરે છે.
न कातरत्वादपि कम्पनीयं, क्षेत्रे कले क्षत्रियभीमहक्के । तावद्धि दीपः किल शौर्यदीपो, यावन्न धूयेत परास्त्रवातैः ।।२४।।
જ્યાં ક્ષત્રિયવીરોનો ભયંકર કોલાહલ થઈ રહ્યો છે, તેવી રણભૂમિમાં કાયર બની કંપવું ના જોઈએ, કેમ કે પરાક્રમરૂપી દિપક ત્યાં સુધી જ પ્રજવલિત રહે છે કે જે શત્રુઓનાં શસ્ત્રોરૂપી પવનથી કંપાયમાન થતા નથી.
या कापि विद्या कुलवर्तिनी वा, शक्तिश्च या काचन शक्तयोग्या ।
सा स्मारणीया त्वधुना भवद्भिस्तदेव शस्तं यदुपैति कृत्ये ।।२५।। તમારી કુળપરંપરાથી આવેલી કોઈ વિદ્યા હોય અથવા તો સમર્થ વ્યક્તિને યોગ્ય કોઈ શક્તિ હોય તેનું તમે આજે જ સ્મરણ કરી લ્યો ! કારણ કે અવસર પર એ જ કામ આવે છે અને તે જ કલ્યાણકારી છે.
ईदृग् रणो नो ददृशे भवद्भिस्तत् सावधानाः समरे भवन्तु ।
धैर्य हृदि क्रीडति यस्य नित्यं, स एव धीरोऽत्र रणाचरिष्णुः ।।२६।। . ૧. શર્ત-અસ્તિ, ત્યાગવાર (માસ્તનિ મ. ૧૫૮૬)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૭૦