________________
હે ભરતેશ્વર ! બાહુબલિ મારી પાછળ અવિલંબિત પ્રયાણથી આવી રહ્યા છે. જેમ સૂર્યની પાછળ દિવસ અને પવનની પાછળ મેઘ આવે તેમ અવિચ્છિન્ન પ્રયાણથી આવે છે.”
इत्याकर्ण्य क्षितिपतिरयं चारवाचां प्रपञ्चं, दध्यावेवं प्रभवति पुरा यस्य पुण्योदयो द्राक् । मामोरगपतिपुरस्तस्य भावी जयोऽत्र, प्रोद्यत्कीर्तिप्रथिमकलनातीतशुभ्रांशुधाम्नः ||१०|| મહારાજા ભરત પોતાના ગુપ્તચરની વાણીના વિસ્તારને સાંભળીને વિચારવા લાગ્યા -“ખરેખર જેના પૂર્વના પુણ્યનો ઉદયકાળ છે, જેને દેવ, દાનવ અને મનુષ્યો સહાયક છે અને જેની ઉજ્જવલ કીર્તિ શુભ ચન્દ્રના જેવી વિસ્તરેલી છે, તેને જ ખરેખર વિજયલક્ષ્મી પ્રાપ્ત થાય છે.”
इति चरोक्तिविन्यासवर्णनो नाम एकादशः सर्गः આ પ્રમાણે ગુપ્તચરની વિસ્તારપૂર્વકની વાતોનું વર્ણન કરતો અગિયારમો સર્ગ સમાપ્ત.
ની ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૧