________________
હે ગજેન્દ્ર (ગો-પૃથ્વીના ઇન્દ્ર), આ ઋતુમાં ગોવાળિયાઓથી પ્રેરિત મોટી મોટી કાંપવાળા બળવાન આખલાઓ પરસ્પર મોટા અવાજને કરતા વજ ભૂમિ(ગોકુલ)માં જઈને ક્રીડા કરી રહ્યા છે.
अतिविकस्वरकाशपरिस्फुरच्चमरयाऽमरयाचितसेवनम् ।
नृपममूमुददब्जदलातपत्रपरया परयातुरपि श्रिया ।।१३।। પલ્લવિત સુંદર લીલાછમ “કાશ' નામના ઘાસથી તેમજ કમળના પાનરૂપી છત્રને ધારણ કરવાથી શરદઋતુ, દેવોથી પૂજિત એવા ચક્રવર્તી મહારાજા ભરતને ખુશ કરી રહી છે.
सममिलेश्वर ! संप्रति दीप्यते, सकलया कलया सितरोचिषः ।
पृथुतमप्रथया प्रतिपत्तिथेः, कमलयाऽमलया तव जन्मतः ।।१४।। હે પૃથ્વીનાથ, સંપૂર્ણ કળાથી યુક્ત પ્રતિપદા (પડવા)નો ચન્દ્ર આપના જન્મની જેમ નિર્મળ લક્ષ્મીની સંપત્તિ વડે વધારે ને વધારે તેજસ્વી બન્યો છે.
किल भवानुररीकृत उल्लसविनयया न ययाऽभ्युदयभिया । . '
त्वमिव नैष ऋतुर्विनिषेव्यते, जनतया नतया कलितोत्सवम् ।।१५।। ભયભીત બનેલી જે જનતાએ આપનો ઉલ્લાસ અને વિનયપૂર્વક જેમ સ્વીકાર ન કર્યો તેમ તે જનતાએ શરદઋતુનો પણ મહોત્સવ માણ્યો નથી.
शरदि पङ्कभरा न भवत्क्षया, मुमुदिरे मुदिरेभ्यविवर्द्धनात् ।
उपकृतापदि यस्तुदते युधे, विहितसज्जन ! सज्जन एव सः ।।१६।। યુદ્ધ માટે ઉત્સાહિત બનેલા એવા હે રાજન, શરદ ઋતુમાં મેઘનો ગર્જારવ બંધ થઈ જવાથી બિચારા પંક (કાદવ)ના સમૂહને પણ ક્ષય રોગ લાગુ પડ્યો, તેથી તે નિસ્તેજ શુષ્ક બની ગયો છે. સજ્જન તો જ કહેવાય કે પોતાના ઉપકારીના દુઃખે દુઃખી થાય. (અહીંયાં પંક (કાદવ)નો ઉપકારી મેઘ છે. મેઘના ચાલ્યા જવાથી પંક પણ સુકાઈ જાય છે.)
तव सभेव नरेश्वर ! सुन्दरा, तरुणयाऽरुणया सुमनाश्रिया । __ अधिकदत्तरतिर्वरसंचरन्, नवनरा वनराजिरराजत ।।१७।।
હે નરેશ્વર, આ વનરાજી આપની રાજસભાની જેમ શોભી રહી છે. રાજસભા તરુણ ને તેજસ્વી દેવો અને પંડિતોની સમૃદ્ધિથી સુંદર છે અને જેમાં અધિક રુચિવાળા એવા તરુણો અને પ્રધાનોની અવરજવર છે તેમ વનરાજી પણ તરુણ એવાં લાલ પુષ્પોની શોભાથી સુંદર, આનંદદાયી અને એમાં ફરવા માટે આવેલા તરુણો-યુવાનોની અવરજવરથી યુક્ત છે.
निववृते शिखिभिः सततोच्छलत्, कलमरालमऽरालमतिद्विषन् ! ।
इह विलोक्य शरत्समयं घनाघनगमं नगमञ्जुकलस्वनैः ।।१८।। વક્ર બુદ્ધિવાળા માટે શત્રુ સમાન એવા હે મહારાજા, જેમાં રાજહંસ કૂદાકૂદ કરી રહ્યા છે અને જેમાંથી મેઘનો અવાજ ચાલ્યો ગયો છે એવી શરદઋતુમાં પર્વતો અને વૃક્ષો પર મંજુલ કેકારવ કરવાવાળા મયૂરોએ પણ મોઢું ફેરવી લીધું છે.
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૬૮