________________
શત્રુઓ માટે ભયભીત કરનારી, ધનુષ્ય; ખગ (તલવાર), બાણ વગેરે વિવિધ શસ્ત્રોથી સજ્જ પદાતિ (પાયદળ) સેના સામે સેનાપતિએ દૃષ્ટિપાત કર્યો.
इति चमूमवलोक्य चमूपतिः, प्रगुणितां गुणितान्तकविग्रहाम् ।
नृपतिमेवमुवाच तनूभवद्रसमयः समयः शरदस्त्वयम् ।।६।। વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી સજ્જ અને યુદ્ધ માટે થનગની રહેલી એવી ચતુરંગી સેનાને જોઈને સેનાપતિએ મહારાજા ભરતને કહ્યું, “રાજન, આ શરદઋતુનો સમય અલ્પ જળવાળો છે.”
शरदुपैति विधातुमनन्तरं, शुभवतो भवतो विनिषेवणम् । विकचवारिरुहाननशालिनी, विकलहं कलहंसशुचिस्मिता ।।७।। નવપલ્લવિત વૃક્ષોરૂપી મુખવાળી અને કલહંસ જેવી ઉજ્વળ સ્મિતવાળી એવી શરદઋતુ ભાગ્યશાળી એવા આપની સેના માટે પ્રેમપૂર્વક ઉપસ્થિત થઈ છે.
अरिषु ते महसा सममुग्रता, शरदि नार दिनाधिपधाम किम् ? वितनुते च गतिं तव गाधतः, सुरवहा रवहारिसितच्छदा ।।८।। શરદઋતુમાં શત્રુઓ માટે આપના તેજની સાથોસાથ સૂર્યનું તેજ પણ ઉગ્ર બન્યું છે અને આ સમયે તો કાંઠા પર રહેલા શ્વેત હંસોના મનોજ્ઞ શબ્દોવાળી ગંગા નદી પણ છીછરું પાણી હોવાથી) આપની ગતિમાં સહાયક બની રહી છે.
सुरभिगन्धिविकस्वरमल्लिकावनमहीनमहीन ! विराजते । किममुनेति ददत् परितर्केण, न विषमा विषमायुधपत्रिणः ।।९।। અખંડ ભરતના અધિપતિ એવા છે સ્વામિનું! શરદઋતુમાં નવપલ્લવિત અને સુગંધીદાર મલ્લિકાનું વન પણ સુશોભિત હોય છે. અહીંયાં કવિ ઉàક્ષા કરે છે કે એ નવપલ્લવિત મલ્લિકાના વનથી જ કામદેવનાં બાણો ભાંગી ગયા લાગે છે.
अहनि चित्तमुपास्यति कामिनां, कमलिनीमलिनीकुलसंश्रिताम् ।
जलदमुक्ततया निशि निर्मलं, सितरुचं तरुचञ्चिरुचं पुनः ||१०|| આ ઋતુમાં કામીપુરુષોનાં મન દિવસમાં ભ્રમરોના સમૂહથી લેવાયેલી કમલિનીની ઉપાસના કરે છે અને રાત્રિમાં વાદળોથી રહિત વૃક્ષોમાં વ્યાપ્ત કિરણોવાળા નિર્મળ ચંદ્રની ઉપાસના કરે છે.
नृप ! तनूभवति क्रमतोऽधुना, वनबलं नवलम्भितसस्यकम् । स्फुटविलोकयमानतटान्तरं, प्रमदयन् मदयन्नलिनीदलैः ।।११।। આ ઋતુમાં નવું ધાન્ય ઉત્પન્ન કરનાર પાણીનો વેગ ક્રમશ: ઓછો થતો જાય છે, તેથી બન્ને બાજુના કાંઠા સ્પષ્ટ દેખાય છે. વળી તે બન્ને તટ પર રહેલું પાણી વિકસિત કમલિનીનાં પર્ણો વડે મુસાફરોને હર્ષિત કરે છે.
विलसितं किमिहातुलसंमदैन वृषभैर्वृषभैरववासितैः । बलचलत्ककुदैव्रजकानने, तव गवेन्द्र ! गवेन्द्रविनोदितैः ।।१२।।
-
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૬૭