________________
पंचमः सर्गः પૂર્વ પરિચય :
સેનાપતિની ઉત્સાહપ્રેરિત વાણીથી યુદ્ધ કરવા માટે ઉત્સુક બની મહારાજા ભરતે સેનાપતિને આદેશ કર્યો. યુદ્ધ માટે સૈન્ય તૈયાર કરો. માલવ, મગધ, જાંગલ, લાટ, કચ્છ, સિંધુ આદિ રાજાઓને, તેમજ ભીલ રાજાઓને પણ સમાચાર આપો કે તમે બધા પોતપોતાની સેના લઈને અયોધ્યામાં આવી જાવ. વિદ્યાધર રાજાઓને પણ કહેવડાવો કે પોતાનાં વિમાનો લઈને અહીં આવી જાય. આ પ્રમાણે રાજાના આદેશથી સુષેણ સેનાપતિએ પણ બધાયે દેશોમાં હોશિયાર દૂતોને રવાના કરી દીધા. આદેશ મળતાંની સાથે રાજાઓ, ભીલ રાજાઓ, તેમજ વિદ્યાધર રાજાઓ પણ પોતપોતાની સેના સાથે અયોધ્યામાં આવી ગયા. મહારાજા ભરત પણ શસ્ત્રાગારમાં જઈને શસ્ત્રોની વિધિપૂર્વક પૂજા કરી, રાજમહેલમાંથી બહાર નીકળી શુભ મુહૂર્ત યુદ્ધ માટે પ્રસ્થાન કરે છે. તેજસ્વી કિરણોને ફેલાવતું ચક્રરત્ન આગળ ચાલે છે, તે વગેરેનું વિસ્તૃત વર્ણન ગ્રંથકાર પાંચમા સર્ગમાં વર્ણવે છે.
नृपनियोगमवाप्य बलाधिपः, स चतुरं चतुरङ्गचमूविधिम् ।
रचयतिस्म रणाय विनिर्मिताऽहितदलं तदलद्ध्यनिदेशवान् ।।१।। મહારાજા ભરતના આજ્ઞાંકિત સુષણ સેનાપતિએ ભરત મહારાજાના આદેશ પ્રમાણે શત્રુઓનો નાશ કરનારી ચતુરંગી સેના યુદ્ધ માટે તૈયાર કરી.
करटिभिर्निपतन्मदनिरि-गिरिवरैरिव रैभरवाहिभिः । રૂમમુપસ્તુતિ વિના દેતુતો, નરવરં વરબ્બિતવારિ II II , મદ ઝરતી હસ્તીસેના મહારાજા ભરતની સેવામાં ઉપસ્થિત થઈ. તે ગજસેના સુવર્ણનાં આભૂષણોથી મેરુ પર્વત જેવી શોભાને ધારણ કરતી, પ્રચંડ ગર્જરવ કરતી, મેઘની ઘટાની જેમ શોભતી હતી.
स तुरगैर्विविधैर्मुमुदेगुणव्रजवनैर्जवनैर्हृदयैरिव ।
अनुहरद्भिरितैरगणेयतां, सुरहयं रहयन्तमवद्यताम् ।। શુભ લક્ષણોથી લક્ષિત અને મનની જેમ તીવ્ર વેગવાળા (મનોવેગા ડબ: શ્રવત્ અશ્વના ગર્વને હણનાર એવા અશ્વોની સેના જોઈને સેનાપતિ સુષેણનું હૃદય પ્રસન્નતાથી ઊભરાઈ ગયું.
अथ रथेषु रथाङ्गसनाथतां, परिचचार च चारदृगेष सः |
अनुहरत्सु ततायतविस्तरैः, कुलवरं लवरञ्जितलोचनम् ।।४।। ગુપ્તચરની જેમ તીક્ષ્ણ બુદ્ધિવાળા સુષેણ સેનાપતિએ રથસેનાનું ઉત્તરદાયિત્વ સંભાળ્યું. તે રથો ઊંચાઈ, લંબાઈ અને વિસ્તારમાં મોટાં મોટાં સુંદર ઘરોની જેમ આંખોને આનંદ આપતા હતા.
दृशमथाक्षिपदुल्वणसञ्चरद्रिपुविपत्तिषु पत्तिषु सैन्यपः | कटकरार्पितखङ्गधनुष्वसौ, गुरुकलापकलापविराजिषु ।।५।।
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ઉક