________________
अयं रणो वीरमनोरथश्च, समागतो मूर्त इव प्रमोदः |
अत्रापि दैन्यं वितनोति कोपि, कामीव कान्ताधरबिम्बपाने ||४५।। “આ યુદ્ધ શુરવીર યોદ્ધાઓ માટે મનોરથ રૂપ અને સાક્ષાત્ મૂર્તિમંત આનંદસ્વરૂપ છે. આવી સ્થિતિમાં જો કોઈ દીનતા બતાવે તે ખરેખર નર્વીર્ય પુરુષ છે. જેમ કામુક વ્યક્તિ સ્ત્રીના અધર પાન માટે દીનતા બતાવે તો તેને શું કહેવાય?
सहस्रशो भूमिभुजोप्यमी ते, भटास्त्वदीया नृप ! कोटिशोऽमी । रणार्णवं दुस्तरमुत्तरीतुमिच्छन्ति दोर्दण्डतरण्ड काण्डैः ||४६ ।।
હે રાજન ! આપની સાથે હજારો રાજાઓ અને કરોડો સુભટ છે. તેઓ પોતાની ભુજાઓ રૂપી નૌકા વડે દુસ્તર એવા આ રણસમુદ્રને તરી જવા ઇચ્છે છે.
अवन्तिनाथोयमुदग्रतेजा, भवन्निदेशार्पितचित्तवृत्तिः । यस्य प्रतापज्वलनप्रतप्ता, धारागृहेष्वप्यरयस्तपन्ति ||४७ ।।
જેના પ્રતાપરૂપી અગ્નિથી સંતપ્ત થયેલા શત્રુઓ જળગૃહોમાં પણ તાપનો અનુભવ કરે છે એવા પ્રચંડ પ્રતાપી અવંતિદેશના રાજાએ આપની આજ્ઞામાં જ પોતાના બધા મનોરથ સમર્પિત કરી દીધા છે.
स्वप्नान्तरेपि द्विषतां ददाति, दृष्टोयमातङ्कमशङ्कचेताः । निश्वासघूमैश्च पराङ्गनाभिः, सितापिर सौधालिरकारि नीला ||४८|| “પરાક્રમી એવા આ અવંતિનાથ ને શત્રુઓ સ્વપ્નમાં પણ દેખે તો ભયભીત બની જાય છે અને શત્રુઓની પત્નીઓ તો એનું નામ સાંભળીને નિસાસા નાખે છે અને તેના નિસાસારૂપી ધૂમ્રથી સફેદ મહેલની પંક્તિઓ શ્યામ થઈ જાય છે.
अयं पुनर्मागधभूमिपालो, विपक्षकालोऽग्रत एव तेऽस्ति । यस्योग्रसैन्यानि हयक्षुराग्रोद्धतै रजोभिः पिदधुर्दिनेन्द्रम् ।।४९ ।।
આપની સામે ઊભા રહેલા આ મગધ દેશના રાજા શત્રુઓ માટે સાક્ષાત્ યમ સમાન છે. તેના પ્રચંડ સેનાના અશ્વોની ખુરીઓથી ઊડેલી રજ કણોએ સૂર્યને પણ આચ્છાદિત કરી દીધો છે.
स सिन्धुनाथा पुरतः स्थितस्ते, यन्नामसंसाध्वसपन्नगेन । मूर्छान्ति दष्टाः किल भूमिपाला, न जामुलीकै रपि चेतनीयाः ।।५०।। “આપની સમક્ષ રહેલા સિંધુદેશના રાજાના નામરૂપી ભયાનક સર્પના ડંસથી ડસાયેલા શત્રુરાજા એવા મૂર્ણિત થઈ જાય છે કે તેના વિષનું નિવારણ કરવા માટે કોઈ જાંગુલિવેદ્ય પણ સફળ થઈ શકતો નથી. ૧. તરઇ-નાવ (વોનો નિર-મ0 રૂ ૫૪૩) ૨. ધારાગૃહ-જાગૃહ ૩. સિત-સફેદ (શ્વેતા તર સિત ગુવાર - મ0 ર૮). ૪. નીત-કાળુ (ાનો નીનોડરિત શિતિ - ગમદારૂરૂ) ૫. નાભિવ-વિવ ઉતારનાર વૈધ (ગાફાતિ વિષ - મ રૂ ૧૩૮) (નાની )
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૦ ૧૭૪