________________
હે સ્વામિન્ ! આપને હમણાં કોઈ જાતની ન્યૂનતા નથી. આપે ઇન્દ્રની જેમ ભરતક્ષેત્રની પર્ષદામાં સાર્વભૌમતા પ્રાપ્ત કરી છે ને ઉત્તરોત્તર અધિક અધિક લક્ષ્મી પ્રાપ્ત કરી રહ્યા છો.
न सुरो न च किन्नरो नरो, न च विद्याधरकुञ्जरोऽपि न ।
तव येन निदेशनीरजं', शिरसाऽधार्यत नो जगत्त्रये ।। ४२ ।।
*→
હે પ્રભો ! ત્રણ લોકમાં એવો કોઈ દેવ-દાનવ-કિન્નર, નર, કે વિદ્યાધરેન્દ્ર નથી કે જેણે આપના આદેશરૂપી કમળને શિરોધાર્ય કર્યું ના હોય.
तदियं तवका सरस्वती, बलवान् बाहुबलिर्ययोच्यते ।
· इतराद्रिमहोन्नतत्त्वतः, किमु नीचोत्र सुपर्वपर्वतः ? ||४३||
ત્યારે આપની વાણી બાહુબલિની આટલી બધી પ્રશસ્તિ કેમ કરી રહી છે ? શું ગમે તેટલા ઊંચા પર્વતની ઊંચાઈથી મેરુ પર્વત કયારે પણ નાનો બની શકે ખરો ?
विजितस्तव बान्धवत्वतो, न हि केनापि महीभुजा त्वयम् । कलया किलर सूर्यदत्तयाऽधिकदीप्तिर्भवतीह चन्द्रमाः || ४४ ||
બીજા રાજાઓએ આજ સુધી બાહુબલિનો પરાભવ નથી કર્યો તે શા માટે ? કે આપ તેના ભાઈ છો. એ સર્વજનપ્રસિદ્ધ છે કે સૂર્ય દ્વારા પ્રાપ્ત થયેલી કલાથી ચંદ્ર અધિક-દીપ્તિમાન બને છે.
अनुजस्तव बान्धवो बली, यदि सीमन्तकभृद्धरेरिव ३ ।
विभवत्यथ किं न तर्ह्यसौ, चतुराशान्तजयी भवानिव ।। ४५ ।।
આપના નાના ભાઈ બાહુબલિ ઇન્દ્રના નાના ભાઈ વિષ્ણુની જેમ જો બળવાન હોય તો પણ ચારે બાજુની દિશાઓને જીતવામાં આપની જેમ ક્યારે પણ સમર્થ થઈ શકે નહીં.
प्रथमं भवदत्युपेक्षणाद्, वृषकेतोस्तनयत्वतः पुनः ।
बलवानिति सर्वथा प्रथाऽभवदस्य स्मयवानयं ततः ।। ४६ ।।
પહેલી વાત તો એ છે કે આપની એના પ્રત્યેની અતિ ઉપેક્ષા અને ઋષભદેવના પુત્ર હોવાથી બાહુબલિ બળવાન છે એ પ્રમાણે લોકોમાં તેની પ્રસિદ્ધિ થઈ છે, તેથી જ તે અભિમાની બની ગયા છે. अयमीश्वर एकमण्डले, भरते त्वं पतिरस्तशात्रवः । बलरिक्तबलातिरिक्तयोरिदमेवास्ति सदन्तरं द्वयोः ।। ४७ ।।
બાહુબલિ અને આપમાં મોટું અંતર છે. બાહુબલિ એક દેશના સ્વામી છે, જ્યારે આપ તો જગતમાંથી શત્રુઓનો નાશ કરનાર અને સમસ્ત ભૂમંડલના સ્વામી છો. વળી આપણી સેના અને એની સેનામાં પણ સમુદ્ર અને ખાબોચિયા જેટલું અંતર છે.
૧. નિર્દેશનીરખું-આજ્ઞામનમ્ | ૨. વિઝન-બ્રૂયત ।
રૂ. અર્થની દૃષ્ટિથી અહીં ‘ચમન્ત મૃત્’ હોવું જોઈએ.
'‘ચમન્તર’ ભગવાન વિષ્ણુના હાથમાં રહેલ મણિનું નામ છે. (અમિ૦ ૨૧૩૭-મળિઃ ચમન્તનો દસ્તે) શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૫૯