________________
છતાં પણ આપ બન્ને આવું કલહકારી, પ્રલયકારી ભયંકર યુદ્ધ ક૨વા માટે કેમ તૈયાર થયા છો ? સૂર્ય-ચંદ્ર જેમ કાળનો બોધ (મૃત્યુનો બોધ) કરાવે તેમ આપ બન્ને આ યુદ્ધથી સમસ્ત પ્રાણીઓનો સંહાર કરવા માટે તૈયાર થયા છો.
आदिनेतुरुदभूत् किल सृष्टिर्वामिवाखिलविशेषविधातुः ।
किन्तु वां स्फुटमियं भगिनी वां, मर्द्यते कथमसौ तत इत्थम् ? ।।१२।।
આ જગતમાં સમસ્ત પ્રકારનાં વિધિવિધાનોનાં વિધાતા પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનથી જેમ તમે બન્ને ઉત્પન્ન થયા છો, તેમ આ સૃષ્ટિ પણ ભગવાન ઋષભદેવથી જ ઉત્પન્ન થઈ છે. તેથી સ્પષ્ટરૂપે આ સૃષ્ટિ આપની સગી ભગિની (બહેન) થાય. તો પછી ભિંગની સમી સૃષ્ટિનું મર્દન કરવા કેમ તૈયાર થયા છો ?
युग्मिधर्मनिपुणत्वमलोपि, श्रीयुगादिजिनपेन युवाभ्याम् ।
स्वीकृतं तदनु सृष्टिविमर्दात्, सत्सुतैर्न पिता व्यतिलयः ।।१३।।
ભગવાન યુગાદિદેવે યુગલિક ધર્મની નિપુણતાનો જેમ લોપ કર્યો તેમ તમે બન્ને ઋષભ પુત્રોં પિતાએ બનાવેલી સૃષ્ટિનું મર્દન કરી પિતાના માર્ગનું અનુકરણ કરી રહ્યા છો, તે બરાબર ને ! સુપુત્રો પિતાના માર્ગનું ઉલ્લંઘન કરતા નથી.
त्वं तु भारतपते ! स्थितिमूलं, ज्येष्ठ एव तनयेषु युगादेः ।
आदिदेवसदृशोऽसि गुणैस्तत्, ताततो न तनयो हि भिनत्ति ।।१४।।
હે ભારતેશ્વર ભરત ! આપ તો મર્યાદાના મૂળ સમાન છો. આપ ઋષભદેવના પુત્રોમાં જ્યેષ્ઠ પુત્ર છો. આપ ગુણોમાં પણ ઋષભદેવ સમાન છો, કેમ કે પુત્ર પિતાથી ભિન્ન નથી હોતો.
अत्र यत्तरणिरस्तमुपेतः, संमदो हुतवहे विनिवेश्यः । सान्धकारपटलेऽञ्जनकेतुस्तत्पुरो भवति नक्तमिहौकः ||१५||
સંસારમાં (ગૃહસ્થ સંસારમાં) ઋષભરૂપી સૂર્ય અસ્ત થઈ ગયો છે. તેથી આપનો ઉલ્લાસ અગ્નિરૂપી પ્રકાશને પ્રદીપ્ત કરવામાં હોવો જોઈએ, કારણ કે રાત્રિમાં અંજન સમાન ઘોર અંધકારમાં જનતાની સામે દીપક જ શરણરૂપે બને છે.
भूभृतः समरमप्यवलेपाद्, भूकृते किमुत यद् रचयन्ति । तत्तदीयमतिरस्य विमर्शे, भङ्गसंशयवशादनुशेते ||१६||
રાજાઓ અહંકારને પોષવા માટે અથવા તો જમીનની ભૂખ સંતોષવા માટે યુદ્ધ કરે છે. એ બન્ને વિકલ્પમાં બુદ્ધિ સંશયમાં પડી જઈ નિર્ણય કરી શકતી નથી, તેથી પશ્ચાત્તાપ કરે છે.
मान एव भवता विदधेऽयं, नो पुनर्भरतराज ! वितर्कः ।
बन्धुना सह क एष युगान्तोऽनून आहव इयांस्तव योग्य: ? ।।१७।।
હે ભરતરાજ ! આ યુદ્ધ કરવામાં આપનો અહંભાવ પ્રદર્શિત થાય છે. તે અંગે આપે કંઈ વિચાર્યું લાગતું નથી. નાના ભાઈની સાથે આવું પ્રલયકારી યુદ્ધ ક૨વું તે શું આપના માટે ઉચિત છે ?
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૨૮