________________
इतरेऽपि मदीयबान्धवा, यदनापृच्छ्य ययुस्तमां च माम् ।
मम तद्विरहस्त्वरुन्तुदः', करिणोऽशान्तरुचेरिवाङ्कुशः ।।११।।
બીજા બધા મારા ભાઈઓ મને પૂછ્યા સિવાય જ ચાલ્યા ગયા અને ભગવાન પાસે દીક્ષિત બની ગયા. તેનો મર્મભેદી વિરહ હજુ પણ મને સાલે છે. મદોન્મત્ત હાથી માટે જેમ અંકુશ મર્મભેદી લાગે તેમ તેનો પ્રત્યાધાત હજુ પણ મારા દિલમાં ખૂંચી રહ્યો છે.
अयमेव समस्तबन्धुषु, स्थितिमा नेकतमोऽवशिष्यते । समसंहृततारकावलेस्तिमिरारेरिव भार्गवोऽहनि ||१२||
જેમ સમસ્ત તારાઓના તેજને હરનાર સૂર્યની સામે દિવસમાં ફક્ત એક શુક્રનો તારો જ બાકી રહે તેમ મારા બધા ભાઈઓમાં ફક્ત આ એક મર્યાદાવાન બાહુબલિ જ બાકી રહ્યો છે.
न निधिर्न मणिर्न कुञ्जरो, न च सैन्याधिपतिर्न भूमिराट् । दुरवार्यतमैकबान्धवी, मम तृष्णा न हि येन शाम्यति ।।१३।।
મારા એક માત્ર બંધુ બાહુબલિ માટેની ચાહના મારાં નિધિ, રત્નો, હાથી, સેના, સેનાધિપતિ કે રાજા કોઈ જ શમાવી શકે નહીં, કેમ કે એના પ્રત્યે મને અગાધ પ્રેમ છે.
अहमप्यभजं दविष्ठतां, किल तेनापि विदूरतः स्थितम् ।
वपुषैव पृथक्कृतावुभाविति तातेन हृदा च नौ न हि ||१४||
હું બાહુબલિથી બહુ દૂર છું અને એ મારાથી દૂર છે. આ પ્રમાણે ક્ષેત્રથી દૂર હોવા છતાં પિતાજીએ અમારા બન્નેનાં શરીર જુદાં આપ્યાં છે, પરંતુ અમારા બન્નેનાં હૃદય જુદાં નથી.
भवतात् तटिनीश्वरोन्तरा, विषमोऽस्तु क्षितिभृच्चयोन्तरा ।
सरदस्तु जलाधिकान्तरा, पिशुनो माऽस्तु किलान्तरावयोः ।।१५।।
અમારા બન્ને વચ્ચેના અંતરમાં સમુદ્ર-પર્વત, નદીઓ ભલે હોય પરંતુ અમને જુદા પાડવા માટે કોઈ ચાડીખોરનું ચાલી શકશે નહીં.
प्रणयस्तटिनीश्वरादिकैः पतितैरन्तरयं न हीयते ।
पिशुनेन विहीयते' क्षणादधिकः सिन्धुवराद्धि मत्सरी ।।१६।।
સમુદ્ર, નદીઓ આદિ વચમાં આવવા છતાં પણ પરસ્પરના પ્રેમમાં ક્ષીણતા આવતી નથી, પરંતુ કોઈ ઇર્ષ્યાખોર ચાડિયો વચમાં આવી જાય તો તે સમુદ્રથી પણ મોટું અંતર પાડી શકે છે.
अपचीयत एव संततं वयसा सार्धमिहासुमद्वपुः ।
हृदयावनिलब्धसंभवः, प्रणयः सज्जनयोर्न हि क्वचित् ।।१७।।
१. अरुंतुदः-भर्भधाती (स्यान्मर्मस्पृगरुन्तुदः - अभि० ३ १६५ )
२. स्थितिमान्-भर्भाधावान
३. भार्गवः-शुअल (उशना भार्गवः कविः - अभि० २ । ३३)
४. खडी ' दुरवार्यतमा' - ४या 'दुर्वार्यतमा' लेखे । एकबान्धवी- एक बन्धु-सम्बन्धिनी । ५. विहीयते - न्यूनीक्रियते ।
६. अपचीयते - इत्यत्र कर्मकर्तृत्वमवसातव्यम् ।
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૫૪