________________
અગત્ય ઋષિએ સમુદ્રનું પાન કરી જવાથી જેમ માછલીઓ નિરાનંદ બની ગયેલી તેમ તે પ્રદેશની ભયાતુર જનતા નિરાનંદ બની ગઈ ! તેને કયાંય પણ આનંદનો અનુભવ થતો નહીં.
सर्वत्रापि खलक्षेत्रभूनिवेशाः पदे पदे ।
सस्यैहींना अदृश्यन्त, द्विजिह्वा' इव सद्गुणैः ।।८८|| | દુર્જનો જેમ સગુણોથી રહિત હોય તેમ તે પ્રદેશમાં સ્થાને સ્થાને ખળાં અને ખેતરો ધાન્ય વિનાનાં થઈ ગયાં.
इति स्वरूपं लोकानामनुत्साहैकमन्दिरम् । वीक्षमाणस्ततो दूतः, साकेतनगरं गतः ||८९ ।। આ પ્રમાણે તે પ્રદેશનું સ્વરૂપ અને લોકોના અનુત્સાહને જોતો જોતો દૂત સાકેતપુરમાં પહોંચી ગયો. .. स साकेतपुरोद्देशानवाप्य स्वर्गजित्वरान् ।
राजहंस इवाऽनन्दत्तरां मानसविभ्रमान् ।।१०।। જેમ રાજહંસ માનસરોવર પાસે જઈને જે આનંદનો અનુભવ કરે તેમ સ્વર્ગપુરીને જીતનારી અયોધ્યાનગરીના પ્રદેશમાં પહોંચીને તેણે આનંદનો અનુભવ કર્યો.
भरतेशचरोद्यैता, बहलीश्वरसन्निधेः । कि वक्ष्यतीति सोत्कण्ठचित्तैर्लोकैरनुद्रुतम् ।।११।। મહારાજા ભરતેશ્વરનો દૂત બહલીદેશના રાજા બાહુબલિ પાસેથી આવ્યો છે તે મહારાજા ભરતને શું શું કહેશે તે સાંભળવાની ઉત્કંઠાથી તેની પાછળ પાછળ લોકો ચાલ્યા આવ્યા.
बहिर्मुक्तहयस्तम्बेरमस्यन्दननीतितः । पदातीयितभूपालसुरकिन्नरसञ्चयम् ।।१२।। नैकरत्नांशुवैचित्र्यकल्पितेन्द्रायुधभ्रमम् ।। सिंहद्वारं विवेशेष, भरतस्यक्षितीशितुः ।।१३।। દૂત મહારાજા ભરતના રાજમહેલના સિંહદ્વારમાં પ્રવેશ કર્યો ! રાજમહેલના પ્રાંગણમાં હાથી, ઘોડા, રથોના કાફલાને લઈ જવાની પ્રવેશબંધી હોવાથી એને બહાર રાખી પગે ચાલતાં. રાજા, દેવો અને કિન્નરોના સમૂહોથી સિંહદ્વાર સંકીર્ણ હતું, વળી સિંહદ્વારની ભીંતો ચિત્ર-વિચિત્ર રત્નોથી અંકિત હોવાને કારણે તેમાંથી નીકળતાં કિરણો વડે તે (સિંહદ્વાર) ઇન્દ્રધનુષ્યનો ભ્રમ પેદા કરતું હતું.
मृगेन्द्रासनमासीनं, शैलश्रृङ्गमिवोन्नतम् ।।
दुःप्रेक्ष्यं सिंहवच्छौर्यात्, कौशलेन्द्रं ददर्श सः ।।९४ ।। પર્વતના શિખર સમા ઊંચા સિંહાસન પર બેઠેલા, સિંહની જેમ દુષ્યસ્ય અને સાક્ષાત્ શૌર્યની મૂર્તિ સમા ભરત મહારાજાને દૂતે જોયા. ૧. જિ-દુર્જન (શનિ મારી • મિ. ૩ ૪) ૨. કુલ-જનુ તપાછળ
થી ભરતબાહુબલિ મહાકથ૦૪૮