________________
सार्वभौमस्तमायातं, दूराद् दूतमतिप्रियम् ।
दृशा पीयूषवर्षिण्या, स्नपयामास सन्ततम् ।।९५।। ચક્રવર્તી ભરત મહારાજાએ દૂરથી આવેલા પોતાના અતિપ્રિય દૂતને જોઈને પોતાની અમીભરી દૃષ્ટિથી તેને સ્નાન કરાવ્યું.
आयातो भूरिभिर्वत्स ! वासरैस्त्वमनातुरः |
बन्धोर्बाहुबलेः कच्चिद्, भद्रमस्तीति वेदय ||९६ ।। વત્સ, તું સ્વસ્થ છે ને ? ઘણા દિવસે તું આવ્યો. મારો ભાઈ બાહુબલિ કુશળક્ષેમ છે? તે તું કહે.
इति राज्ञा स्वयं पृष्टो, नत्वा सप्रीति सोऽब्रवीत् ।
स्वामिसंभाषिता भृत्या, गच्छन्ति हि परां मुदम् ।।९७।। ભરત મહારાજાએ પોતે જ પૂછવું, તેથી આનંદવિભોર બનેલા દૂતે નમસ્કાર કરીને પ્રેમપૂર્ણ વાણીથી કહ્યું: ખરેખર પોતાનો માલિક પ્રિય સંબોધનથી સેવકને સંબોધે ત્યારે સેવકને આનંદની સીમા રહેતી નથી.
स्नेहो मयि विधीयेत, तदल्पा अपि वासराः |
बभूवुर्भूप ! भूयांसः, क्षणं स्नेहे हि वर्षति ||१८|| હે રાજન, આપનો મારા પ્રત્યે સ્નેહ છે. એટલે થોડા દિવસો પણ અધિક લાગ્યા. સ્નેહમાં એક ક્ષણ પણ વર્ષ સમાન લાગે છે.
शङ्कमानो यमो यस्मान्, नाकाले हन्ति जीवितम् । નૃMi પૃય ત૨, ૩ શાલીગ્રી !? TISSI/ કુશાગ્ર બુદ્ધિવાળા હે સ્વામિન ! જેનાથી શંકાશીલ બનેલા યમરાજની પણ અકાળે કોઈપણ જીવના જીવનને હરણ કરવાની તાકાત નથી, એવા બાહુબલિના આપ શું કુશળક્ષેમ પૂછો છો ?
मानमातङ्गमारूढः, केन प्रभ्रश्यते हठात् ।
सोयं बाहुबलिर्वीरो, वीरमानी जगत्त्रये ||१००।। બાહુબલિ પોતે પોતાની જાતને ત્રણે લોકમાં પરમ વીર માને છે અને અહંકારરૂપી હાથી ઉપર આરૂઢ થયેલા છે. એમને એ હાથી ઉપરથી કોણ નીચે પટકી શકે?
देव ! तस्य मदोद्धृतरजो नोच्चिक्षिपे मनाक् । मम व्यक्तोक्तिवात्याभि:२, पुजीभवदिवाभितः ||१०१।।
૧. વરિ-વર્ષ સુવાવતિ | ૨. વાત્સા-તોફાન (વાતૂનવાળે વાતાનાં - ગામદકિ૭)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૪૯