________________
તે રણભેરીના પ્રચંડ અવાજથી દક્ષિણ દિશાના દિપાલ દંડધારી યમરાજા પણ કંપી ઊઠ્યા, જેમ મેરુ પર્વતના કંપાયમાન થવાથી પૃથ્વી ધ્રુજી ઊઠે તેમ.
भम्भाया वाद्यमानाया, सुघोषाया इव ध्वनिः ।
सज्जीचकार कृत्याय, सैनिकांस्त्रिदशानिव ।।१६।। જેમ સુઘોષાઘંટના અવાજથી દેવો તૈયાર થઈ જાય તેમ તે રણથંભાના અવાજથી સૈનિકો પોતપોતાના કાર્યમાં વ્યસ્ત બની ગયા.
पञ्चबाण इवौद्धत्यमानन्दमिव वल्लभः |
शौर्य जागरयामास, भटानां स रका क्षणात् ।।१७।। . કામદેવ જેમ ઉન્માદને જાગ્રત કરે છે, પ્રિયપતિ જેમ આનંદ આપે તેમ રણભેરીના નાદે યૌદ્ધાઓના શૌર્યને જાગ્રત કર્યું.
सारङ्गाणामिवाम्भोदध्वनी रसधरागमे ।
કુપોષામન્ડમાનન્દ, મામાનાતક ક્ષન્ II૧૮|| વર્ષાકાળમાં મેઘનો અવાજ ચાતકોના મનને આનંદદાયક બને છે, તેમ રણભેરીના અવાજે ક્ષણભર સુભટોના મનને આનંદથી ભરી દીધું!
अबला भीरवोप्युच्चैः, कातरत्वं स्वभावजम् । विहायोत्तेजयामासुभटानां शौर्यमद्भुतम् ।।१९।। તેમના સૈનિકોની ભયભીરુ એવી પણ અબળા સ્ત્રીઓ પોતાની સ્વાભાવિક કાયરતાને છોડીને સુભટોમાં અદ્ભુત પરાક્રમ ઉત્તેજિત કરી રહી છે.
कान्त ! स्वस्वामिकृत्याय, मा विषीद मनागपि । स्वर्भाणुमुखगं चन्द्रं, पश्यतो धिग् हि तारकान् ।।२०।। “હે સ્વામિનું! આપના સ્વામીના કાર્ય માટે જરાયે પાછી પાની કરશો નહીં. અર્થાત્ જરાય ખેદ લાવશો નહીં. પેલા તારલાઓને ધિક્કાર છે કે જે પોતાના સ્વામી ચંદ્રને રાહુના મુખમાં ગ્રાસ થતો જોઈ રહ્યા છે તેમ તમે કરશો નહિ.”
नाथ ! संस्मृत्य मां चित्ते, मुखं मा वालयेनिजम् । वलमानमुखा वीरा, न भवन्ति कदाचन ।।२१।।
હે સ્વામિનું ! મનમાં મને યાદ કરીને રણભૂમિમાંથી મુખને પરાફમુખ કરશો નહીં. જે કોઈ કાયર યુદ્ધભૂમિમાંથી મુખને ફેરવી લે છે તે ક્યારે પણ પરાક્રમી બની શકતો નથી.”
૧. વિશ્વનાથ-કામદેવ ૨. રસધરાને-પ્રાકૃવષકાળ 3. પવન-સ્ત્રીઓ ૪. ગુ-રાહુ (સ્મગુરૂ વિવુજુવા-મ૨ રૂ૫)
શ્રી ભરતબાહુબલિ મહાવ્યમ્ ૦ ૧૫૨