________________
ભરત મહારાજા રાજમહેલોથી પણ અધિક શોભાવાળી તેમજ રત્નોના સમૂહથી ચિત્રિત ચંદરવાથી યુક્ત એવી રાજકુટિ૨ો જોઈને ખૂબ જ પ્રસન્ન થયા. એ કુટિરોમાં સ્થાને-સ્થાને દીપકલિકાઓ (દીવાઓ) સૂર્યના-પ્રકાશની જેમ રાત-દિવસ પ્રકાશ પાથરી રહી હતી. તે જાણે ચક્રવર્તીના ઐશ્વર્યની પુનરુક્તિ કરાવતી ના હોય !
यस्यात्रापि हि विश्वविस्मयकरः प्राचीनपुण्योदयो, जागर्त्ति प्रथिमानमेति सुषमा तद्दोहदेभ्योधिकम् । मुक्तापङ्कजिनीविसा'शनपराः सर्वत्र हंसा यतः,
काकाः कश्मलनिम्बभूरुहफलास्वादैकबद्धादराः ।। ७५ ।।
મહારાજા ભરતનો જગતમાં આશ્ચર્યકારી એવો પ્રબળ પુણ્યોદય જાગી રહ્યો છે. પૂર્વભવમાં કરેલા ધર્મનું એ પરિણામ છે. ખરેખર પુણ્યથી જ, પોતાના મનોરથો કરતાં પણ અધિક-અધિક સુખની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે :
હંસો સર્વત્ર કમળની નાલ અને મોતીના જ ચારાનું ભક્ષણ કરે છે, જ્યારે કાગડો વિષ્ટા અને કડવી લીંબોળીનું ભક્ષણ ક૨વામાં આસક્ત બને છે. એ ખરેખર પૂર્વોપાર્જિત પુણ્ય-પાપની બલિહારી છે. इति प्रथमसेनानिवेशवर्णननाम षष्ठः सर्गः
આ પ્રમાણે સેનાના પ્રથમ પડાવના વર્ણનપૂર્વકનો છઠ્ઠો સર્ગ સમાપ્ત.
૧. વિસં–કમળનીનાલ (તૃળાનું તન્તુનું વિશ્વમ્ · અમિ૦ ૪ર૩૧)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૯૩