________________
યુદ્ધ કરવાની ઇચ્છાવાળા મહારાજા બાહુબલિ મારા રથને બળપૂર્વક ના લઈ લે એ આશયથી જાણે સૂર્ય હજુ સુધી ઉદય પામ્યો નહીં હોય ! અને રાત્રિ પૂરી થઈ નહીં હોય !
इयं त्रियामेति मता तमस्विनी, वदन्ति यच्छास्त्रविदस्तदन्यथा |
अभूदियं त्वद्य सहस्रयामजुक्, युयुत्सवस्तेऽन्तरिति व्यतर्कयत् ।।४१।। ભલે શાસ્ત્રકારો કહે છે કે રાત્રિ ત્રિયામ (ત્રણ પ્રહર)વાળી છે, પરંતુ આજે તો એ વાત ખોટી લાગે છે, કેમ કે સુભટોના મનમાં આજની રાત તો હજારો યામો (પ્રહરો)વાળી બની ગઈ.
महाहवौत्सुक्यभृतां तरस्विनां, सुधावदेषां भवतिस्म सङ्गरः ।
ततस्तदीयापि बभूव तादृशी, प्रवृत्तिरिष्टं हि मनोविनोदकृत् ।।४।। મહાન યુદ્ધની ઉત્સુકતાથી ભરેલા પરાક્રમી સુભટો માટે યુદ્ધ અમૃત સમાન લાગે છે. એ સુભટોની પ્રવૃત્તિ પણ ખુશીથી ભરેલી છે. ખરેખર ઇષ્ટ પ્રવૃત્તિ જ મનને ખુશ કરનારી હોય છે.
इतीरिणः केचन संलयान्तरे, मम क्व वर्मास्त्रकलापवाजिनः ।
समुद्यता योद्धुमलं निवारिता, बहुस्त्रियामेत्यनुशस्य चानुगैः ।।४३।।. “અરે મારું કવચ, મારો શસ્ત્રસમૂહ, મારા ઘોડાઓ ક્યાં છે?” આ પ્રમાણે ઊંઘમાં પણ બબડાટ કરતા યુદ્ધના ઉત્સુક સુભટોને તેના અનુગામી સુભટો તેનું નિવારણ કરતાં કહે છે કે “અરે...ભાઈઓ હજી રાત્રિ ઘણી બાકી છે.”
रविः किमद्यापि न हन्ति शर्वरी, कथं न शीतांशुरुपैत्यदृश्यताम् ? | दिशः प्ररुष्टा इव नो वदन्त्यमू:, कथं विरावैरिति केचिदब्रुवन् ||४|| અરે કેટલાક સુભટો તો જાણે ક્રોધિત બન્યા હોય તેમ આ પ્રમાણે બબડાટ કરી રહ્યા છે. અરે હજુ સુધી સૂર્ય રાત્રિને કેમ પૂર્ણ કરતો નથી? ચંદ્ર અહીંથી કેમ જતો નથી? દિશાઓ પણ પક્ષીઓના કલરવથી કેમ ગુંજતી નથી ?
इति क्रमाद् युद्धरसाकुलैर्भटेः, प्रभापितेव क्षणदा' क्षयं गता । ततः शशाङ्कोपि निलीनवान् क्वचिद्, वधूवियोगे विधुरीभवेन्न कः ? ||४५।। આ પ્રકારે યુદ્ધરસના લોલુપી સુભટોથી જાણે ડરી ગઈ ના હોય તેમ અનુક્રમે રાત્રિ પૂરી થવા આવી અને ચંદ્ર પણ વિલીન થઈ ગયો, કેમ કે પત્નીના વિયોગથી કયો પુરુષ વિધુર બનતો નથી?
निमीलिताक्षा हि कुमुद्वतीततिस्तदा वियोगाच्छशिनोप्यजायत । .
લય વિવસ્વાસ વિનોવચ ઇવ મે, વિમત્ર સત્ય તરાવનોવિની? T૪૬TI . ચંદ્રના વિયોગથી કુમુદિનીની શ્રેણીએ આંખો બંધ કરી દીધી, અર્થાત્ કરમાઈ ગઈ, કેમ કે એણે વિચાર્યું કે મારે સૂર્યનું મુખ જોવું નથી. કેમ કે જે સ્ત્રી પરપુરુષને જુએ તો પતિવ્રતા કે સતી કહેવાય નહીં.
करीन्द्रकुम्भप्रतिमेयमानिनीस्तनद्वयाघट्टनमन्थरो मनाक् ।
सरिद्वारावारिजपांसुपिञ्जरो, विभातवायुर्विललास भूतले ।।४७।। ૧. સારા-રાત્રિ (શર્વરી લાલા || - fમ રાજs) ૨. સરિકા-ગંગા
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૮૦