________________
યુવાન મુનિવરની આંખો કમળપત્ર સમાન વિશાળ હતી. તેમની ભુજાઓ લાંબી હતી એટલે તે આજાનબાહુ હતા. વળી તે ધીરતાના ક્રીડાસ્થાનરૂપ અને કામદેવથી પણ અધિક રૂપ લક્ષ્મીના ભંડાર હતા. તેમજ બાહ્ય અત્યંતર શત્રુના સમૂહનું નિવારણ કરી રહ્યા હતા. તેમજ સ્ત્રીજનોને તૃણની જેમ માનતા તે મુનિવર નવમા શાંતરસની સાક્ષાત્ રાજધાનીની જેમ શોભતા હતા. તેવા મુનિવરને ભરત મહારાજાએ પ્રણામ કર્યાં.
नत्वाथ साधुं निषसाद भूपः पुरो धरोत्सङ्गमनूनभक्तिः ।
न चौचिताघानविचक्षणत्वं', सन्तः प्रभुत्वादिह विस्मरन्ति ।। ३६ ।।
ભાવભક્તિથી પરિપૂર્ણ મહારાજા ભરતે મુનિને પ્રણામ કરીને તેમની સામે પૃથ્વી (ધરતી) પર બેઠા. ખરેખર મહાપુરુષો પોતાની પ્રભુતા હોવા છતાં ઉચિત કર્તવ્ય કચારેય પણ ભૂલતા નથી.
प्रजावतां प्राग्रहर ेस्तमूचे, पुरावलोकादुपलक्ष्य चक्री ।
दृष्टं श्रुतं वस्तु न विस्मरन्ति, मनस्विनः सर्वविदां हि तुल्याः ।। ३७ ।।
પ્રજ્ઞાવંતોમાં શ્રેષ્ઠ એવા ભરત ચક્રવર્તીએ પૂર્વે જોયેલા હોવાથી ઓળખીને મુનિવરને પૂછ્યું. કેમ કે બુદ્ધિશાળી પુરુષો પોતે જોયેલી કે સાંભળેલી વસ્તુને ભૂલી શકતા નથી. તેથી જબુદ્ધિશાળીઓને સર્વજ્ઞતુલ્ય કહ્યા છે.
दृष्टाः पुरा त्वं विजयार्धशैले, विद्याधराधीश ! नमेरनीके ।.
भटा मम त्वद्भुजचण्डिमानमद्यापि संस्मृत्य शिरो धुनन्ति ।। ३८ ।।
ભરતે કહ્યું : “વિદ્યાધરોના અધિપતિ એવા હે મુનિવર ! મેં આપને નમિરાજાની સેનામાં જોયેલા છે. ત્યારની આપની ભુજાબળની પ્રચંડતા યાદ કરીને મારા સુભટો આજે પણ મસ્તક ધુણાવે છે. त्वदीयौ विजयप्रशस्तः, स्तम्भावभूतां भरतार्धशैले ।
सर्वत्र विद्याधरराजलक्ष्मीकरेणुकासंयमनाय सज्जौ ।। ३९ ।।
હે મુનિ ! આપની બંને ભુજાઓ વૈતાઢ્ય પર્વત પર વિજય પ્રસારિત માટેના સ્તંભ સમાન અને સર્વત્ર વિદ્યાધરોની રાજલક્ષ્મીરૂપી હાથિણીને નિયંત્રિત કરવા માટે તૈયાર હતી.
युवासि विद्याधरमेदिनीश !, वैराग्यरङ्गं समभूत् कुतस्ते ।
रसाधिराजं हि विना कुतोऽत्र, सिद्धिर्भविष्यत्यनघाऽर्जुनस्य' ।। ४० ।।
હે વિદ્યાધરેન્દ્ર, આપ તો હજી યુવાન છો. આવી ભરયુવાનીમાં વૈરાગ્યનો રંગ ક્યાંથી લાગ્યો ? ખરેખર પારા વિના સુવર્ણની નિર્મળ સિદ્ધિ ક્યાંથી થઈ શકે ?
१. औचिताधानविचक्षणत्वं-योग्यताकरणचातुर्यम् ।
૨. પ્રાગ્રહરઃ-શ્રેષ્ઠ - અથવા - પ્રધાન (અનુત્તર પ્રાદર પ્રવેó - અમિ૦ ૬ l૭૪)
રૂ. રસાધિશાન-પારો
૪. અનયા-વિત્રા |
૧. અર્જુન-સુવર્ણ (અર્જુનનિવાર્તસ્વરર્વાણિ - અમિ૦ ૪ ૧૧૦)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૪૨