________________
उन्मिषत्कुसुमकुड्मलस्तनीश्चंपकप्रसवगौररोचिषः । कोकिलास्वरभृतः सितच्छदध्वाननूपुरमनोरमक्रमाः ।।११।। कुन्दसुन्दरदती: परिस्फुरच्चञ्चरीकनयनाः सुमस्मिताः |
पल्लवाधरवतीर्वनावनीवर्णिनीरिव विलोक्य सोऽतुषतम् ।।१२।। વનસ્થળી જોઈને મહારાજા ભરતને ઘણો સંતોષ થયો. વનસ્થળી કેવી ? વિકસ્વર પુષ્યોના ગુચ્છારૂપી સ્તનવાળી, ચંપકનાં પુષ્પોરૂપી શ્વેત કાંતિવાળી. કોયલોના કર્ણપ્રિય મધુર સ્વરવાળી, રાજહંસોના શબ્દોરૂપી નુપૂરના ઝંકારવાળી, મુચકુંદના પુષ્પોરૂપી ઉજ્વળ દંતપંક્તિવાળી, આમતેમ ઊડતા ભ્રમરોરૂપી આંખોવાળી, પલ્લવરૂપી રક્ત અધરવાળી, તેમજ વિકસ્વર ફૂલોરૂપી મિતવાળી, સુંદર સ્ત્રીની જેમ શોભતી એવી વનસ્થળીને જોઈને ભરત ચક્રવર્તી પ્રસન્ન ચિત્તવાળા બન્યા.
सर्वतोस्य फलिनीलताऽसिते, व्योमकीर्णमिह कौमुदं रजा । पक्षिपक्षपवनैः प्रपञ्चित°, कौमुदीभ्रममतीतनत्तराम् ।।१३।। .. તે વનસ્થળીમાં ઊડતાં પક્ષીઓની પાંખોથી ઉત્પન્ન થયેલા પવન વડે ચારે બાજુ ફેલાયેલી પ્રિયંગુલતાની શ્યામલ પરાગને આકાશમાં વિખરાઈ ગયેલી જોઈને મહારાજા ભરતને ચાંદની જેવો આભાસ થયો.
केकयाऽब्धसुहृदां तदा वनं, कामिनोर्वददितीव वामिह१० ।
खेलतं कलयतं फलं श्रियोऽमूदृशो ह्यवसरो दुरासदः ।।१४।। તે વખતે મયૂરોનો કેકારવ વનમાં ગુંજી રહ્યો હતો. શા માટે ? મોર કામી પુરુષોને જાણે આ પ્રમાણે કહેતો ના હોય કે “તમે પણ અમારી જેમ નાચો અને ક્રીડા કરો અને વનક્રીડાની શોભાને झूटो, म मापो अवसर भगवा हुन छ !"
संश्रितः स ललनाभिरुल्लसद्दो रुरोजकमलाभिरञ्जसा ।
वल्लरीः फलमृणालशोभिनीः, स्पर्धयेव दधतां महीरुहाम् ।।१५।। ફળ અને મૃણાલથી શોભતી વેલડીઓ જેમ વૃક્ષોને વીંટાઈ જાય તેમ સુંદર હાથ ને કઠિન સ્તનવાળી સ્ત્રીઓ મહારાજા ભરતને વીંટળાઈ ગઈ, અર્થાત્ ગાઢ આલિંગન કરીને રહી.
१. कुन्दसुन्दरदती:-कुन्दवत् सुन्दरा दन्ता यासां तास्ताः । २. सुमस्मिता:-सुमाणि-पुष्पाणि तद्वत् स्मितं-हसितं यासां, तास्ताः | ३. वनावनिः-काननवसुधा । ४. वर्णिनी-स्त्री (वर्णिनी महिलाऽबला-अभि० ३।६८) ५. फलिनीलता-प्रियंY-lau (प्रियंगु फलिनी श्यामा-अभि० ४।२१५) ६. कौमुदं रजा-कुवलयोत्थः परागः | ७. पाठान्तरम्-पभिपक्षपवनप्रपञ्चितम् । ८. अब्दसुहृद्-मयूर (नीलकण्ठो मेघसुहृच्छिखी - अभि० ४।३८५) ९. कामिनो:-स्त्रीपुरुषयोः । १०. वाम्-युवाम् । ११. दो:-भुजा (भुजो बाहुः प्रवेष्टो दोः-अभि० ३।२५३)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૯૬