________________
મહારાજા ભરતની સેનામાં સેંકડો મોટાં મોટાં ઊંટ અને ઊંટડીઓના કોલાહલને સાંભળીને જંગલનાં હિંસક પશુઓનો સમૂહ પણ ભયથી પર્વતોની ગુફામાં છુપાઈ ગયો.
गन्धेभसिन्दूरभरातिरक्तपथिद्रुमं तद् वनमाबभासे |
चम्वास्य धूलीनवमेघपङ्क्त्या, चरिष्णुसन्ध्याभ्रमिव क्षपास्यम् ।।३४ा ગંધહસ્તીઓના સિંદૂરથી લાલ બની ગયેલા માર્ગમાં આવતાં વૃક્ષોવાળું વન ભરતની સેના વડે શોભતું હતું. સેનાના ચાલવાથી ઊડતી રજકણોરૂપી નવા મેઘની શ્રેણી વડે ખીલેલી સંધ્યા (રાત્રિમુખ) શોભતી હતી.
दूरंगतानामथ सैनिकानां, साकेतसौधागशिरोप्यदृश्यम् । बभूव चैतन्यमिवातिशुद्धं, स्मरातुराणामसमाहितानाम् ।।३५ ।। ભરત મહારાજાના સૌનિકો એટલા બધા દૂર પહોંચી ગયા કે જેમ કામાતુર અને ચંચળ ચિત્તવાળી વ્યક્તિઓને અત્યંત નિર્મળ ચૈતન્ય દેખાતું નથી, તેમ સૈનિકોને સાકેતપુરની હવેલીનાં શિખરો દેખાતાં ન હતાં. ત્તાવનૈઃ જિનપિપા,
રમા રર્થવૃ!િ " अस्य प्रयाणेऽपि जनैरमानि, स्फुरद्ध्वजा जङ्गमकोशलेयम् ।।३६ ।। ભરત મહારાજાની સેનાના પ્રયાણ સમયે લોકોએ કલ્પના કરી કે “અરે, આ તો હાલતા-ચાલતી અયોધ્યાનગરી જેવી લાગે છે. સેનામાં મોટા મોટા હાથીઓરૂપી ક્રીડા પર્વતો હતા અને ફરકી રહેલી ધ્વજાઓવાળા વિશાળ રથોરૂપી મોટી હવેલીઓ શોભતી હતી. ,
तुरङ्गमैरग्रसरैः खुराणैः, क्षुण्णं रजो यावदुपैत्यनन्तम् ।। तावद् गजैः पृष्ठचरैर्मदाम्भोभरैरधोरक्षि भवीव पकैः ||३७ ।। સેનાની આગળ ચાલતા અશ્વોની ખરીઓથી ઊખડીને રજકણો જેટલામાં ઊંચે આકાશમાં પહોંચે છે, તેટલામાં પાછળ ચાલતા મદોન્મત્ત હાથીઓના ગંડસ્થલમાંથી ઝરતા મદના પ્રવાહથી નીચે આવે છે, જેમ પાપો વડે મનુષ્ય નીચે જાય છે તેમ રજ નીચે આવવાથી કાદવ બની જાય છે.
पुरस्सरैरेति बलं च पृष्ठे, तुरङ्गिभिः पृष्ठचरैरपीदम् । .
ऊचे जनानामिति पृच्छतां नो, पुरो बहु प्राग् बहु संनिबोधः ||३८|| આગળ ચાલનારા ઘોડેસવારોને લોકો પૂછે છે : “સેના કેટલે દૂર છે?” તો ઘોડેસવારો કહે છે સેના પાછળ આવી રહી છે. પાછળવાળાને પૂછે છે ત્યારે તે પણ કહે છે કે સેના પાછળ આવી રહી છે, પરંતુ પૂછનારને સમજાતું નથી કે સેના આગળ વધારે છે કે પાછળ વધારે.
कण्डूयमानैः करटं करीन्द्रस्त्वगुन्ममन्थे पथि भूरुहाणाम् ।
धर्मस्थितिश्चारुदृशां विलासैरिवाधिकप्रौढितया प्रपन्नैः ।।३९।। ૧. તુરી -ઘોડેસ્વાર (તારી જ દુર જ - મિરૂ કર૫)
શ્રી ભરતબાહુબલિ મઘાવ્યમ્ ૦ ૧૨૮