________________
इतीरितः सोथ सुषेणसैन्याधिपः सदो निजगाद भूपम् । महौजसामात्मपराऽविमर्शा, न साहसश्रीः समुदेति किञ्चित् ? ||५८।। આ પ્રકારના રાજાના કથન પર સુષેણ સેનાપતિએ ગર્વ સહિત કહ્યું : “મહારાજા ! પરાક્રમી પુરુષોને પોતાનો કે પરનો વિચાર કર્યા સિવાય સાહસરૂપી લક્ષ્મી શું પ્રાપ્ત થતી નથી ? અવશ્ય થાય છે.
किं काश्यपी दैन्यवतोपचर्या, संगृह्यते साहसिभिः क्षितीश !।
एकोपि दानाकपोलभित्तीन्, न हेलया हन्ति हरिगजान् किम् ? ||५९।। રાજન ! આ સંસારમાં કાયર પુરુષો કયારેય પણ વસુંધરા પર અધિકાર જમાવી શકતા નથી. ભૂમિ પર અધિકાર સાહસિક પુરુષોનો જ હોય છે. મદઝરતા મદોન્મત્ત હાથીઓને એકલો પણ સિંહ લીલ માત્રમાં (સહેલાઈથી) શું હણી શકતો નથી ? (માટે તંત્ર સાહસ તત્ર સિદ્ધિ થાય છે.).
एषां भटानां समरोत्सुकानां, भवन्निदेशोस्ति महान्तरायी ।
रवे पुरस किं न तदीयपादा, भूमीभृदाक्रान्तिनिबद्धकक्षा ? ||६|| તેથી હે રાજન! યુદ્ધ માટે ઉત્સુક બનેલા વીર યોદ્ધાઓ માટે આપનો આદેશ ખરેખર અંતરાયરૂપ છે. સૂર્યની આગળ ફેલાતાં સૂર્યનાં કિરણો મોટા મોટા પર્વતો પર શું આક્રમણ કરી શકતાં નથી?
तवानुजोऽयं तनयो युगादेर्ममायमूहो भरताधिराज ! ।
नो चेदयं को मम सांयुगीनोऽधुना विमर्शो मम ते निदेशः ||६१।। ભરતાધિરાજ ! બાહુબલિ આપના નાના ભાઈ અને ઋષભના પુત્ર છે, એટલે જ મારે વિચાર કરવાનો રહે છે. બાકી મારી આગળ બીજો કોણ રણકુશળ પ્રતિસ્પર્ધી ટકી શકે ? એટલે આપનો આદેશ એ જ મારા માટે વિકલ્પ છે.
हठाद् रिपूणां वसुधा विशेषात्, क्रान्ता मृगाक्षीव सुखाय पुंसाम् ।।
ઉત્સાનેને સમરોત્સવે દિ, વંદુ વાતત્વ વિથાતિ ધીરઃ ? Tદર ! વિશેષ રૂપે તો અકસ્માતું આવી ગયેલી શત્રુઓની ભૂમિ શૂરવીર પુરુષોના સુખના માટે થાય છે. જેમ અચાનક મળી ગયેલી સુંદરી કામી પુરુષો માટે સુખકારક બને છે. યુદ્ધ મહોત્સવ નજીક આવ્યા પછી શું વીરપુરુષો કાયરતા બતાવે ?
पश्य स्वसेनां हरिदुःप्रधर्षा, दोष्णोर्युगे देहि दृशं नरेश !।
तावद् बली सोऽपि न यावदीये, त्वया विरोधिक्षितिभञ्जनेन ।।६३।।। હે રાજન! આપની સેના તરફ જરા નજર તો કરો! આપની સેના ઇન્દ્ર જેવાને માટે પણ દુર્જય છે. વળી આપનું ભુજાબળ કેવું છે કે જે શત્રુઓની પૃથ્વીના ટુકડેટુકડા કરી નાખે તેમ છે. આપ જ્યાં સુધી યુદ્ધમાં ઊતર્યા નથી ત્યાં સુધી જ બાહુબલિ શક્તિશાળી છે. ૧. જાપવી-પૃથ્વી (શરથજી પર્વતાધાર-મિઝારૂ) ૨, વા-મદ (કો તને પ્રવૃત્તિર-ગામ. ૪ર૪૬) ૩. અનાથ-વિમ્બ (વિપ્નડત્તરાયણભૂત • મ દ ૧૪૫). ४. निबद्धकच्छाः इत्यपि पाठः |
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૩૨