________________
અનુર્ણ સાઈ પૂર્વ પરિચય :
દૂતની વાણી સાંભળીને મહારાજા ભરત ઉદ્વિગ્ન બની ગયા. બાળપણનાં સંસ્મરણો એક પછી એક આંખ સામે તરવરી ઊઠ્યાં. નાનપણમાં બાહુબલિનાં પરાક્રમો પણ યાદ આવી ગયાં. આ પ્રમાણે મહારાજા ભરત ભૂતકાલીન વિચારોમાં ડૂબી ગયા :
એક બાજુ ચક્રવર્તીપણું અને બીજી બાજુ ભાઈની ઉદંડતા, એક બાજુ રાજનીતિ અને બીજી બાજુ ભ્રાતૃસ્નેહ...આ બન્નેમાંથી શું માર્ગ કાઢવો ? ક્યારેક મન કહે છે કે ભાઈનો ઘાત કરીને ચક્રવર્તી બનવાનો શો અર્થ? બીજું મન કહે છે કે રાજાઓએ રાજનીતિને અનુસરવું જોઈએ ! અન્યાય અને ઉદ્ધતાઈને નાબૂદ કરવી જ જોઈએ. તેમ છતાં બંધુપ્રેમ આડે આવે છે ! આ રીતની દ્વિધામાં પડેલા ભરત મહારાજા પાસે સેનાપતિ સુષેણ આવી નમસ્કાર કરીને રાજાઓની શ્રેષ્ઠ મર્યાદા, રાજનીતિ, યુદ્ધનીતિ, આદિ અનેક પ્રકારની યુક્તિપ્રયુક્તિથી મહારાજા ભરતને યુદ્ધ માટે પ્રોત્સાહિત કરે છે.
अथ दूतगिरा ज्वलन्नपि, क्षितिराजः क्षपितारिविग्रहम् ।
वचनं प्रणयाञ्चितं दघे, वदनेम्भोद इवाम्बुविद्युता ।।१।। દૂતની વાણી સાંભળીને મહારાજા ભરતનું અંતઃકરણ ક્રોધથી પ્રજ્વલિત થવા છતાં પણ મુખથી પ્રેમપૂર્ણ વચન બોલ્યા. વિદ્યુતના તાપથી તપવા છતાં પણ વાદળો શીતલ પાણી જ વરસાવે છે.
अहमेव गतो विलोलता, पवनोद्भूत इवावनीरुहः ।
यदमुं प्रजिघाय बान्धवं, प्रति दौत्याय न हीदृशा मताः ||२|| મહારાજા ભરતે કહ્યું કે આમાં મારો જ દોષ છે. પવનથી કંપી રહેલાં વૃક્ષોની જેમ ચંચળ બનીને મેં દૂતને પોતાના ભાઈ પાસે મોકલ્યો. ખરેખર તો નિકટવર્તી બંધુજનો પાસે સ્વયં જવું જોઈએ. દૂત દ્વારા સમાચાર ન મોકલાવાય.
वितनोमि यदीह विग्रहं, बलिना सार्धमहं स्वबन्धुना । .
उपमां जलवासिनस्तिमेरहमेतास्मि तदा जनोक्तिभिः ||३|| જો આ સમયે બળવાન બંધુ બાહુબલિની સાથે યુદ્ધ ન કરું તો લોકો મને જલમાં રહેલી માછલીની જેમ સરખાવશે.
निहतायनभूभृदुर्मिकेर, दिविषच्छैवलिनीरयेऽपि यः ।
न हि वेतसवृत्तिमाश्रितः, किमहं तस्य पुरोभिमानिनः ।।४।। સ્વર્ગની નદી ગંગાના ઊછળતાં તરંગો માર્ગમાં આવતા મોટા મોટા પહાડોને પણ ઉખેડી નાખે છે, તો તેની સામે ટકવા માટે વેતસ (નેતર)ના વૃક્ષનું શું ગજું? તેમ સ્વાભિમાની બળવાન બાહુબલિ સામે મારી શું ગણતરી ? १. प्रजिघाय-हिंत्-गतिवृद्धयोः धातोः, णबादिप्रयत्ययत्य उत्तमवचनस्य एकवचनम् । २. निहता...-निहताः पातिताः अयनभूभृतो-मार्गपर्वता याभिरेतादृशा ऊर्मिकाः कल्लोला यत्रासी, तस्मिन् । રૂ. લિવિય..- પૂરે !
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૦ ૫૨