________________
ત્યાર પછી દૂતે શત્રુના પ્રદેશમાં પ્રવેશ કર્યો અને ભાવવિભોર બની ગયો, અર્થાત્ આશ્ચર્યનો અનુભવ કર્યો. જેમ કોઈ માણસ એક રસનો અનુભવ કર્યા બાદ બીજા રસનો અનુભવ કરે એટલે શબ્દાદિ રસ અથવા શૃંગાર આદિ રસમાં વિસ્મિત બને તેમ એક ભૂમિમાંથી બીજી ભૂમિમાં જતાં અનેક પ્રકારના અવનવા આશ્ચર્યકારી પદાર્થો અને ભૂભાગને જોતા વિસ્મિત બની ગયો.
(અહીં રસામૃથ્વી, રસ = શૃંગાર આદિ નવરસ, રસ = શબ્દ આદિ ઇન્દ્રિયોના વિષય, એ રીતે રસ શબ્દના ત્રણ અર્થ તેવી જ રીતે વિષય = શબ્દાદિ વિષય અને વિષય એટલે દેશ પણ થાય.).
प्रतापभृत्स्वामिबलाभिशङ्कित - स्तमोहरस्तीक्ष्णकरो' न तापकृत् ।
करेण दूरादिति वादिनस्त्विहा - वलोक्य लोकान् स विसिष्मियेऽधिकम् ।।३।। “મહાપ્રતાપી આપણા સ્વામી બાહુબલિના પ્રતાપથી તીક્ષ્ણ કિરણવાળો સૂર્ય પણ શંકિત બની પોતાનાં કિરણો વડે દૂરથી જ અંધકારને દૂર કરે છે. પરંતુ પ્રતાપને ફેલાવતો નથી,” એમ બહલી પ્રદેશના લોકોને બોલતા સાંભળી દૂત વિસ્મિત બની ગયો.
शरच्छशाङ्कद्युतिपुञ्जपाण्डुरं, स धैनुकं वीक्ष्य गवेन्द्रदूरगम् | यशा महीभर्तुरिवाङ्गमाश्रितं, ततान नेत्रे विगलत्पयोमहः ।।४।। શરદપૂર્ણિમાના ચંદ્રની ઉજ્જવલ કાંતિના પિંડ સમાન એવી ગાયોના સમૂહ કે જેના માલિક ગોવાળિયા દૂર ઊભા છે, તે જોઈ આશ્ચર્યથી દૂતનાં નેત્રો વિસ્ફારિત થઈ ગયાં, અહીં કવિ કલ્પના કરે છે કે એ ગાયોનો સમૂહ જાણે મહારાજા બાહુબલિનો મૂર્તિમંત યશનોનપિંડ ના હોય ! વળી ગાયોના આંચળમાંથી ઝરતી દૂધની ધારા રાજાનો યશ દૂર દૂર તરફ ફેલાઈ રહ્યો છે, એમ બતાવતી ન હોય!
स सौरभेयो रवलोक्य शङिकतः, क्वचिच्चरन्तीविविधा वनान्तरे ।
वपुर्यशोभिः सह जुह्वतां जवाद्, द्विषां चिताधूमततीरिवाऽसिताः ।।५।। બહલી દેશના કોઈ અરણ્યભાગમાં વિવિધ પ્રકારની કાળી ગાયો અર્થાત્ ભેંસોના સમૂહને ચરતો જોઈ શંકિત બનેલો દૂત વિચારે છે કે રાજાના યશની સાથે જલદીથી હોમાયેલા શત્રુઓના શરીરમાંથી નીકળતી જાણે ધુમાડાની શ્રેણી ના હોય !
ककुद्मतो वीक्ष्य मदोत्कटान् मिथः, क्रुधा कलिं संदधतः स दुर्धरान् ।
गवीश्वरोदीरितभूभृदाज्ञया, निषिद्धयुद्धांश्चकितश्च विस्मितः ।।६।। દુર્ધર અને મદોન્મત્ત આખલાઓ ક્રોધિત થઈને પરસ્પર ઝઘડતા હતા, ત્યારે ગોવાળિયાઓએ કહ્યું: “આપસમાં લડવાની આપણા સ્વામીની આજ્ઞા નથી” તે સાંભળતાંની સાથે જ આખલાઓ १.तीक्ष्णकरस-सूर्य २. मिङ् ईषद्धसने धातोः णबादि प्रत्ययस्य रूपम् । 3. ઘેનુ ગાયોનો સમૂહ (ચેન્ના (સમૂહ) ઘેનુ દોષ૪) ૪. સૌરમેથી-ય ( સૌરમેથી-ગામ ૪/૩૩૧) ૬. સિતા-શ્યામક | ૬. વધુ મા-બળદ (SHISનવાન વ -ભo ૪/રર૩) ૭. નિ:-નર (યુદ્ધ 7 સંધ્ય વનિઃ-ગામ ૩/૪૬૦).
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૦ ૨