________________
संचरद्बलरजोनिकुरम्बैश्चुम्बिताम्बरपथैः परितेने ।
संभ्रमाज्जगदपीरयदेतद्, भानुमानपरशैल' मितः किम् ? ।। २३ ।।
વિશાળ સેનાના ચાલવાથી ઊડેલી રજકણો વડે ચારેબાજુ આકાશ આચ્છાદિત થઈ ગયું, ત્યારે લોકો કલ્પના કરવા લાગ્યા કે શું સૂર્ય અસ્તાચલ પર ચાલ્યો ગયો ? અર્થાત્ સૂર્યાસ્ત થઈ ગયો ? भूवरोपरिपुरःप्रसरद्भिः छत्रचक्रमहसां समुदायैः ।
शर्वरीदिवसनायकयोगाद्, दर्श एव समयोऽभवदेषः ।। २४ ।।
ભરત મહારાજાના શિર પરના છત્રમાંથી અને આગળ ચાલી રહેલા ચક્રરત્નમાંથી નીકળતા તેજપુંજ વડે કલ્પના થતી કે સૂર્ય-ચંદ્રનો આ સંગમકાળ છે.
एक एव समयो गगनेलाचारिणां दिननिशान्तरतर्कम् ।
आततान रजसोरुविमानस्पर्शिनाऽनिततमोरिपुधाम्ना३ ।। २५ ।।
મોટાં વિમાનોને સ્પર્શ કરવાવાળી અને સૂર્યનાં કિરણોથી અસ્પૃશ્ય એવી ઊડતી રજકણોથી ગગનગામી વિદ્યાધરો અને ભૂમિચારી સૈનિકોના મનમાં એકીસાથે કલ્પના થઈ કે શું અત્યારે રાત્રિ છે કે દિવસ !
अन्तरागतविमानततिर्द्राक्, पस्पृशे गगनरत्नमहोभिः |
नैव सैनिकशिरांसि समन्तात्, पांसुपूररचितान्तरविघ्नैः ।।२६।।
સૂર્યનાં કિરણો વચમાં રહેલાં વિમાનોની શ્રેણી પર શીઘ્ર પડતાં હતાં ! પરંતુ ભૂમિ પર ચાલનારા સૈનિકોના મસ્તક પર જરા પણ પડતાં નહીં, કેમ કે ચારે બાજુ ઊડતી ધૂળની ડમરીઓથી નભોમંડળ આચ્છાદિત થઈ ગયું હતું.
भारतेश्वरमिवेक्षितुमुच्चैरारुरोह गगनं वसुधेयम् ।
सैनिकोद्धतरजश्छलतः किं पश्यतामभवदेष वितर्कः ।। २७ ।।
જોવા આવેલા લોકો કલ્પના કરતા હતા કે સૈનિકોના ચાલવાથી ઊડતી રજકણોના બહાને આ પૃથ્વી ભરતેશ્વરને જોવા માટે ઊંચે આકાશમાં તો ચઢતી નથી ને !
भूचराभ्रचरसैन्यवितानै, रोदसी भरणकोविंदचारैः |
निर्ममे जगदनेकमनोपि, प्रायशः प्रभवदेकमनस्त्वम् ।।२८।।
આકાશ અને પૃથ્વી પર ચાલવામાં નિપુણ ભૂચર અને ખેચર સૈન્યના સમૂહે વિવિધતાથી ભરેલા જગતને જાણે એક કરી દીધું ના હોય ! પ્રાયઃ જગતમાં રહેલા ભિન્ન-ભિન્ન પ્રકારના મનવાળા મનુષ્યને પણ જાણે એકમના કરી દીધા ના હોય !
૧. અપીન-અસ્તાવન પર્વત ।
૨. વર્શઃ-સૂર્ય અને ચંદ્રનો સંગમકાળ (વર્શઃ સૂર્યનુજ્ઞાન-મિ૦ ૨/૬૪) |
રૂ. તમોરિપુષાના-તમોરિપુ:-સૂર્ય:, તસ્ય ધામના-તવેન |
૪. રોવશી-આકાશ અને ભૂમિનો મધ્ય ભાગ (ઘાવામૂયોન્તુ રોલી-અમિ૦ ૬/૧૬૨)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૮૪