Book Title: Astittva ane Ahimsa
Author(s): Mahapragna Acharya, Rohit A Shah
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/005209/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વ અને અહિંસા આચાર્ય મહાપ્રજ્ઞા Page #2 -------------------------------------------------------------------------- ________________ જ છે. ... આ જ હિ રા એક જ કે અસ્તિત્વ અને અહિંસા આ See , 3 | આચાર્ય મહાપ્રા. T અનુવાદક-સંપાદક રોહિત શાહ અનેકાન્ત ભારતી પ્રકાશન અમદાવાદ . ૧પ. ની, Page #3 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વ અને અહિંસા હિન્દી આવૃત્તિ સંપાદક : મુનિ દુલહરાજ, મુનિ ધનંજયકુમાર ગુજરાતી આવૃત્તિ ઃ અનુવાદક-સંપાદક : રોહિત શાહ સંસ્થાપક-નિર્દેશક : શુભકરણ સુરાણા આવૃત્તિ : પ્રથમ, દીપોત્સવ : ૨000 કિંમત : ૯૦| પ્રકાશક : સંતોષકુમાર સુરાણા નિર્દેશક, અનેકાન્ત ભારતી પ્રકાશન ઈ/૨, ચારુલ ફલેટ, સહજાનંદ કૉલેજ પાસે, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ માર્ગ, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૧૫ Phone : 6307739 Fax : 91-79-6300532 e-m@il-anekant1001@yahoo.com લેસર ટાઈપ સેટિંગ : શ્રી ગ્રાફિક્સ એ/૬, જે.કે. એસ્ટેટ, દૂધેશ્વર, અમદાવાદ-૪ ફોન : પ૬ ૩૧૦૮૦ મુદ્રક : મારુતિ પ્રિન્ટર્સ એન.આર.એસ્ટેટ, પંજાબ નેશનલ બેન્કનો ખાંચો, તાવડીપુરા, શાહીબાગ, અમદાવાદ-૪ ફોન : પ૬૨૧ ૩૧૨, ૫૬૨પપપ૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ આશીર્વચન યોગક્ષેમ વર્ષનો અપૂર્વ અવસર પ્રજ્ઞા-જાગરણ અને વ્યક્તિત્વ-નિર્માણનું મહાન લક્ષ્ય. લક્ષ્યની પૂર્તિ માટે બહુમુખી સાધનો-પ્રવચન, પ્રશિક્ષણ અને પ્રયોગ. પ્રવચનના પ્રત્યેક વિષયનું પર્વનિર્ધારણ અધ્યાત્મ અને વિજ્ઞાનને એક સાથે સમજવા અને જીવવાની અભીપ્સા, સમસ્યા એક જ હતી : પ્રશિક્ષિત વ્યક્તિઓના વિભિન્ન સ્તર. એક તરફ અધ્યાત્મ અને વિજ્ઞાનનો કક્કો પણ ન જાણનારા લોકો અને બીજી તરફ અધ્યાત્મનાં ગૂઢ રહસ્યોના જિજ્ઞાસુ બન્ને પ્રકારના શ્રોતાઓને તેમની ક્ષમતા પ્રમાણે લાભાન્વિત કરવાનું મુશ્કેલ લાગતું હતું. એ સૌને કઈ શૈલીમાં, કેવી સામગ્રી આપવી જોઈએ એ બાબત ઉપર આવીને ચિંતન અટકી જતું હતું. નવાં તથ્યોને નવી રોશનીમાં જોવાની જેટલી પ્રાસંગિકતા હોય છે એટલી જ આવશ્યકતા પરંપરિત મૂલ્યોની કોઈ નવા જ પરિવેશમાં અભિવ્યક્તિની પણ હોય છે. ન્યાયશાસ્ત્રનું અધ્યયન કરતી વખતે “બરાદીપક ન્યાય' તથા ડમરૂકમણિ” ન્યાય વિશે વાંચ્યું હતું. ઊંબરા ઉપર મૂકેલો દીપક ઓરડાની અંદર અને બહાર બન્ને બાજુને એકસાથે પ્રકાશિત કરે છે. ડમરૂનો એક જ મણકો તેને બન્ને બાજુએ વગાડે છે. એ જ રીતે વક્નત્વ ક્લામાં કુશળ વક્તા પણ પોતાના પ્રવચન-પ્રવાહ વડે સામાન્ય અને વિદ્વાન બન્ને કક્ષાના લોકોને પ્રભાવિત કરી શકે છે – જો તેમનામાં પૂરેપૂરી ગ્રહણશીલતા હોય તો. યોગક્ષેમ વર્ષની પ્રથમ ઉપલબ્ધિ એ છે કે પ્રવચનની એવી શૈલીનો આવિષ્કાર- જે ન તો સરળ છે કે ન તો જટિલ છે. જેમાં ઉચ્ચ કક્ષાના જ્ઞાનની ન્યૂનતા નથી અને પ્રાથમિક જ્ઞાનનો અભાવ નથી. જે નિશ્ચયનો સ્પર્શ કરનાર છે તેમ વ્યવહારના શિખર ઉપર વિહાર કરનાર પણ છે. આ શૈલીને આવિસ્કૃત અથવા તો સ્વીકૃત કરવાનું શ્રેય છે – આચાર્ય મહાપ્રજ્ઞને. Page #5 -------------------------------------------------------------------------- ________________ યોગક્ષેમ વર્ષની પ્રવચનમાળા આ વિશેષતાઓથી અનુપ્રાણિત છે. જૈન આગમોના આધારે સમાયોજિત આ પ્રવચનમાળા વૈજ્ઞાનિક વ્યાખ્યાને કારણે સહજગમ્ય અને આકર્ષક બની ગઈ છે. તેમાં શાશ્વત તેમજ સામયિક સત્યોનો અદ્ભુત સમાવેશ છે. તેની ઉપયોગિતા યોગક્ષેમ વર્ષ પછી પણ ટકી રહેશે. એ વાત ધ્યાનમાં રાખીને ‘પ્રજ્ઞાપર્વ સમારોહ સમિતિ’એ મહાપ્રજ્ઞનાં પ્રવચનોને જનાર્પિત કરવાનો સંકલ્પ કર્યો. ‘અસ્તિત્વ અને અહિંસા' તેનું ત્રીજું પુષ્પ છે – જે યોગ્ય સમયે આપ સૌના કરકમળમાં પહોંચી રહ્યું છે. જે લોકોએ પ્રવચનો સાંભળ્યાં છે અને જેમણે નથી સાંભળ્યાં તે તમામને યોગક્ષેમ યાત્રાનું આ પાથેય અહિંસાના વિકાસની પ્રેરણા બક્ષતું રહેશે અને તેમની ચેતનાનાં બંધ દ્વાર ખોલીને તેને પ્રકાશથી સભર કરી દેશે તેવો વિશ્વાસ છે. ॥ ગણાધિપતિ તુલસી ૧૫, સપ્ટેમ્બર, ૧૯૮૯ મહાવીરનગર, પાલી (રાજસ્થાન) ૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ ma ) યોગક્ષેમ વર્ષનો મધ્ય ભાગ. ચાતુર્માસનો પ્રારંભ. વરસાદ થકી સ્નિગ્ધ ભૂમિ. ચારે તરફ બીજવપનનો ઉપક્રમ. આફ્લાદક મોસમ. મનભાવન વાતાવરણ. સુધર્મા સભાનું સમવસરણ. ગણાધિપતિ શ્રી તુલસીની પાવન નિશ્રા. સાધુ -સાધ્વીજીઓની જિજ્ઞાસાસભર ઉપસ્થિતિ. યોગક્ષેમ વર્ષમાં ભાગ લેનારા તત્ત્વજ્ઞ તથા સ્નાતક વર્ગના શિક્ષણાર્થીઓની લાંબી કતાર. હજારો સુજ્ઞ શ્રોતાઓનો શ્રદ્ધાભર્યો સમૂહ. અઢી હજાર વર્ષ અગાઉ ઉગીર્ણ મહાવીરI વાણી. તેનું એક નાનકડું સંકલન. નામ એનું આચાર A (આયારો). કેટલું બધું અંતર ! ક્યાં એ અંતર્દષ્ટિ અને 4 અંતર્નાન દ્વારા સત્યની શોધ કરનારો યુગ અને ક્યાં વૈજ્ઞાનિક સાધનો વડે સત્યને શોધનારો યુગ ! કેવું જટિલ છે આ બન્ને વચ્ચે સામંજસ્ય સ્થાપવાનું ! આમ છતાં કોઈ મુશ્કેલી ન પડી. ગણાધિપતિશ્રીની નિશ્રા એક સેતુ છે. જેના દ્વારા અતીત અને વર્તમાન બન્ને નજીક આવી જાય છે. મહાવીરનો આચાર આત્મપ્રધાન અથવા અધ્યાત્મપ્રધાન હતો તેથી વૈજ્ઞાનિક યુગમાં પણ તે અપ્રસ્તુત ન બન્યો. જો તે ક્રિયાકાંડપ્રધાન હોત તો તેની પ્રાસંગિકતા પણ ખતમ 4) થઈ ગઈ હોત. Page #7 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણ વિજ્ઞાન અથવા સૃષ્ટિ-સંતુલન-વિજ્ઞાનની એક મહત્ત્વપૂર્ણ શાખા છે. આચારાંગને તેનો પ્રતિનિધિ ગ્રંથ માની શકાય તેમ છે. તેમાં અહિંસાનાં કેટલાંક વિશિષ્ટ સૂત્રોનું પ્રતિપાદન છે – વનસ્પતિ અને માનવીની તુલના, નાના જીવોનો અપલાપ કરવો એટલે પોતાના અસ્તિત્વનો નકાર કરવો વગેરે વગેરે. પ્રસ્તુત ગ્રંથમાં આ સૂત્રો વિશે એક ચર્ચા રજૂ કરવામાં આવી છે. અઢી હજાર વર્ષ પૂર્વે પ્રતિપાદિત આચાર વાસી નથી થયા. એમ લાગે છે કે જાણે તે સાંપ્રતની સમસ્યાઓના સંદર્ભમાં લખાયેલો ગ્રંથ ના હોય ! સત્ય સૈકાલિક હોય છે. અર્થાત્ તે ક્યારેય વાસી થતું નથી. તેની ઉપયોગિતા પ્રત્યેક કાળ અને પ્રત્યેક સમયે ટકી રહે છે. હું એ બાબતને મારું સદ્ભાગ્ય સમજું છું કે મને આચારાંગના ઊંડાણમાં ડૂબકી મારવાની તક મળી. ગણાધિપતિની નિશ્રા મારા માટે એક સહજ પ્રેરણા છે. તેમની ઉપસ્થિતિમાં જે સ્ત્રોત પ્રવાહિત થાય છે તે અન્યત્ર પ્રવાહિત થતો નથી. પ્રવચન વખતે એમ લાગે છે કે જાણે હું નથી બોલતો, કોઈ આંતરિક પ્રેરણા બોલી રહી છે. મુનિ દુલહેરાજજી પ્રારંભથી જ સાહિત્ય-સંપાદનના કાર્યમાં જોડાયેલા છે, તેઓ આ કાર્યમાં નિપુણ છે. પ્રસ્તુત ગ્રંથના સંપાદનમાં મુનિ ધનંજય કુમારે નિષ્ઠાપૂર્વક પરિશ્રમ કર્યો છે. તથા તેની ગુજરાતી આવૃત્તિમાં હંમેશની જેમ શ્રી રોહિત શાહ અને શ્રી શુભકરણ સુરાણાએ સંનિષ્ઠ સક્રિયતા દાખવી છે. ૧૪, સપ્ટેમ્બર, ૧૯૯૦ આચાર્ય મહાપ્રજ્ઞા મહાવીરનગર, પાલી (રાજસ્થાન) Page #8 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય (હિન્દી આવૃત્તિ) ૦ અસ્તિત્વ એક સાર્વભૌમ સત્ય છે. જે છે, તે અસ્તિત્વ છે. જેનું અસ્તિત્વ છે, તે છે. તેનું હોવું આપણી સ્વીકૃતિ/અસ્વીકૃતિ ઉપર નિર્ભર નથી. ૦ અસ્તિત્વ શાશ્વત છે. તે ગઈકાલે પણ હતું, આજે પણ છે, આવતીકાલે પણ હશે. અસ્તિત્વ નિરંતર અસ્તિત્વમાં પરિણમન કરતું રહે છે, તેથી તેનું ક્યારેય નાસ્તિત્વ થતું નથી. એનો અર્થ છે – અસ્તિત્વ અજર-અમર છે. એક માણસ જન્મે છે, મૃત્યુ પામે છે પરંતુ આત્માનું અસ્તિત્વ ટકી રહે છે. જન્મ અને મૃત્યુની પરંપરાથી પર છે આત્માનું અસ્તિત્વ. આજે એક પુસ્તક છે. આવતીકાલે તે નાશ પામી શકે છે, પરંતુ પરમાણુનું અસ્તિત્વ ક્યારેય નાશ પામતું નથી. હિંસા મૃત્યુ છે, કોઈકને મારવું તે હિંસા છે. જે જન્મે છે તે મૃત્યુ પામે છે. જે જન્મતો જ નથી, તે મૃત્યુ પામશે કેવી રીતે ? અસ્તિત્વ અનાદિ છે. જેનો આદિ નથી, તેનો અંત કેવી રીતે હોઈ શકે? જે અમર અને શાશ્વત છે, તેને કોણ મારી શકે ? ૦ પ્રશ્ન એ પણ છે કે – શું હિંસા અસ્તિત્વ સાથે જોડાયેલી છે ? શું હિંસા થશે તો અસ્તિત્વ નહિ રહે ? શું અહિંસા અને અસ્તિત્વ વચ્ચે કોઈ સંબંધ છે ? જો બન્ને વચ્ચે સંબંધ હોય તો સંબંધસેતુ કયો છે ? Page #9 -------------------------------------------------------------------------- ________________ ૦ આપણું અસ્તિત્વ છે પરંતુ આપણને અસ્તિત્વની અનુભૂતિ નથી. આપણે વ્યક્તિત્વમાં અટવાયેલા છીએ. અસ્તિત્વની અભિવ્યક્તિ એટલે વ્યક્તિત્વ. એક અસ્તિત્વ અભિવ્યક્ત છે મનુષ્યના રૂપમાં, એક અસ્તિત્વ અભિવ્યક્ત છે પશુ અને પક્ષીના રૂપમાં, એક અસ્તિત્વ અભિવ્યક્ત છે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના રૂપમાં. ૦ અસ્તિત્વ સમાન છે, વ્યક્તિત્વ સમાન નથી. અસ્તિત્વ દશ્ય નથી, વ્યક્તિત્વ દશ્ય છે. અસ્તિત્વ શુદ્ધ છે, વ્યક્તિત્વ ભેળસેળ છે. ૦ વ્યક્તિત્વ મૃત્યુ પામે છે, અસ્તિત્વ નહિ. વ્યક્તિત્વને મારી શકાય છે, અસ્તિત્વને નહિ. ૦ મહાવીરના દર્શનનું હાર્દ છે – તમે કોઈ વ્યક્તિને મારો છો તો તે શરીર સાથે જોડાયેલી હિંસા છે, વધ છે. તમે કોઈનું અનિષ્ટ ચિંતન કરો છો, તે માનસિક હિંસા છે. તમે કોઈ વ્યક્તિને દબાવવા માટે કોઈ વ્યક્તિને ઊંચકો છો, કોઈ વ્યક્તિના ઉત્થાન માટે કોઈ વ્યક્તિને દબાવો છો તે ભાવાત્મક હિંસા છે. તમે કોઈ વ્યક્તિને મારી શકો છો, અસ્તિત્વને નહિ. તમે કોઈ વ્યક્તિને નીચે પાડી શકો છો, અસ્તિત્વને નહિ. ૦ એ સત્ય છે કે – તમે કોઈને મારી શકો છો, મિટાવી શકતા નથી. કોઈ વ્યક્તિત્વનું ઉત્થાન-પતન તમારા હાથમાં છે, એમ વિચારવું પણ યોગ્ય નથી. શક્ય છે કે ઉત્થાન પતનમાં બદલાઈ જાય અને પતન ઉત્થાનમાં. ૦ અહિંસાનો આધાર છે અસ્તિત્વ. એનો અર્થ છે – અસ્તિત્વ મરતું નથી, નાશ પામતું નથી તેથી કોઈને ન મારો, ને પછાડો. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૦ અહિંસાનો આધાર વ્યક્તિત્વ નથી કારણ કે તે સ્થાયી નથી, એક રૂપ નથી. આજે છે, કાલે નથી. ગંભીર દાર્શનિક શીર્ષક છે ‘અસ્તિત્વ અને અહિંસા.’ એમાં પ્રતિબિંબિત છે મહાપ્રજ્ઞની દાર્શનિક ચેતના. મહાપ્રજ્ઞ સ્વયં વ્યક્તિત્વથી અસ્તિત્વની અનુભૂતિ તરફ પ્રયાણ છે. પ્રસ્તુત ગ્રંથ એક અભિપ્રેરણા છે અસ્તિત્વની દિશામાં પ્રસ્થાન કરવાની. ૨ ૭ અસ્તિત્વની દિશામાં પ્રસ્થાન એટલે – અહિંસાનો વિકાસ, આત્મતુલાનો વિકાસ, સમતાનો વિકાસ. એ જ ધ્યેય છે, એ જ શ્રેય છે. આ ધ્યેય અને શ્રેયનો બોધ આપનારો ગ્રંથ છે ‘અસ્તિત્વ અને અહિંસા.’ જેની સંપૂર્તિમાં આશીર્વાદ છે ગણાધિપતિ શ્રી તુલસીના, જેની પ્રસ્તુતિમાં સહકાર છે મુનિશ્રી દુલહરાજજીનો, જેના સંકલનની જવાબદારી નિભાવી છે પ્રજ્ઞાપર્વ સમારોહ સમિતિ/અમૃતવાણી પ્રતિષ્ઠાને, જેને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં માધ્યમ બની રહી છે વિશ્વભારતી. મુનિ ધનંજયકુમાર ૭, ઓક્ટોબર, ૧૯૯૦ મહાવીરનગર, પાલી (રાજસ્થાન) ૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ મહાવીરવાણીનો પડઘો I, જે માણસ હિંસા આચરે છે, તેને પોતાના અસ્તિત્વનો ભય | અનુભવવાનો પૂર્ણ અધિકાર છે. એક ગુજરાતી કવિએ માર્મિક પંક્તિ લખી છે : બીજાને મારનારા ખુદ જીવે ના એટલા માટે, ખુદાએ કાળની તલવાર બેધારી કરી દીધી ! અહિંસામાં શ્રદ્ધા ધરાવવી અને છલોછલ હિંસા આચરતા રહેવું એ છેઆજના માનવીનું વિસ્મયપ્રેરક વર્તન છે. નવાઈની પરાકાષ્ઠા તો એ છે કે પ્રત્યેક ધર્મ અહિંસાનો આદર કરતો હોવા છતાં, માનવી ક્યારેક તો કે ધર્મના નામે જ હિંસા આચરતો હોય છે ! પોતાના ધર્મનું આવું અપમાન 4 કરનાર વ્યક્તિ પોતાને ભલે ધર્મપ્રેમી સમજે, પરંતુ હકીકતમાં તે ધર્મઝનૂની I હોય છે. આજે પર્યાવરણ પ્રદૂષિત બન્યું છે અને તેને કારણે પણ માનવીનું અસ્તિત્વ સંકટમાં મુકાયું છે, હિંસાનો વિસ્તાર થતો ગયો તેમ તેમ પ્રદૂષણ પણ વધતું ગયું. મોજશોખ વધતા ગયા, જરૂરિયાતો વધતી ગઈ, મોહ અને મોટાઈ વધતાં ગયાં. આ કારણે બિનજરૂરી હિંસા સતત વધતી રહી. જેન ધર્મ હિંસાના અલ્પીકરણને મહત્વ આપે છે, એમાં અનિવાર્ય હિંસાનો દિલગીરીપૂર્વકનો સ્વીકાર છે. અનિવાર્ય હિંસા માટે પણ જ્યારે દિલગીરીનો ભાવ જાગે, ત્યારે બિનજરૂરી હિંસા આપોઆપ બંધ થઈ જાય. અઢી હજાર વર્ષ પૂર્વે ભગવાન મહાવીરે અહિંસાનો આદર કર્યો હતો. આજે ભગવાન મહાવીર આપણી વચ્ચે હોત તો અહિંસાની તીવ્ર ગરજ વ્યક્ત કરી હોત. સો વાતની એક વાત છે કે, જો માણસે સુખશાંતિથી જીવવું હોય તો, એને કોઈપણ સ્વરૂપે હિંસા પરવડવી ના જોઈએ. આચાર્ય મહાપ્રજ્ઞના ગહન અધ્યયન અને વ્યાપક મનનના * પરિપાકરૂપે પ્રગટ થયેલો આ ગ્રંથ એક રીતે તો મહાવીરવાણીનો પડઘો જ ન Page #12 -------------------------------------------------------------------------- ________________ છે. મહાવીર નિર્વાણદિને આ જ્ઞાનદીપક પ્રગટી રહ્યો છે, તેનો દિવ્ય આલોક વર્તમાન વિશ્વને અજવાળે એવી અપેક્ષા અને શ્રદ્ધા છે. શ્રી શુભકરણ સુરાણાની પ્રેરક ચીવટ આ પુસ્તકનું જમા પાસું છે. તેમની અડગ શ્રદ્ધા અને અઢળક મહેનતને કારણે અનેકાન્ત ભારતી પ્રકાશન સંસ્થા આજે સોળે કળાએ મહોરી રહી છે. ગણાધિપતિ શ્રી તુલસીનું સૂત્ર હતું, “ચિંતા નહિ, ચિંતન કરો. વ્યથા નહિ, વ્યવસ્થા કરો.” શ્રી સુરાણાજીએ આ સૂત્રને પોતાના શ્વાસોચ્છવાસ સાથે જોડી દીધું છે. એમનું સ્વાથ્ય એમની સ્વસ્થતાને પડકારી રહ્યું છે, છતાં એમની સ્વસ્થતા મચક નથી આપતી. એમની સ્વસ્થતા પણ વંદનીય છે. રોહિત શાહ અનેકાન્ત' ડી-૧૧, રમણકલા એપાર્ટમેન્ટ, સંઘવી હાઈસ્કૂલ રેલવે ક્રોસિંગ, નારણપુરા, અમદાવાદ- ૧૩ ફોન : ૭૪૭૩૨૦૭. Page #13 -------------------------------------------------------------------------- ________________ ક્રમ-અનુક્રમ ૨૪ ૩ ૫૦ مع مي و ૧૦. لي ૧૧. આચારશાસ્ત્ર શું સૂક્ષ્મ જીવો સુખ-દુઃખનું સંવેદન કરે છે ખરા? હિંસા મૃત્યુ છે વનસ્પતિ જગત અને આપણે આ સંસાર છે ત્રાજવાનાં બે પલ્લાં નિઃશસ્ત્રીકરણ સુખ દુઃખ પોતપોતાનું તે જાણે-જુએ છે અપરિગ્રહ : પરમો ધર્મ ભોગવાદ્ય યુગમાં ભોગાતીત ચેતનાનો વિકાસ દ્રષ્ટાનો વ્યવહાર ઇચ્છે છે સુખ, જાય છે દુઃખની દિશામાં લોકરિચય : આત્માલોચન પોતાની વૃત્તિઓનું જ્ઞાની રાત્રે જાગે છે એ પાપ શી રીતે કરશે? શું અરતિ ? શું આનંદ? દુઃખનું ચક્ર જે સહન કરે છે, એ જ રહે છે શાશ્વત ધર્મ ૧ ૨. ૧૩. ૧૦૪ ૧૧૧ ૧૪. ૧૫. ૦ ૧૬. ૧૧૭ ૧ ૨ ૩ ૧૨૯ ૧ ૩૬ ૧૪૩ ૧૫૦ ૧૮. ૧૯. ૨૦. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૧. ૧૫૬ ૧૬ ૨ ૨૩. ૧૬૭ ૨૪. ૨૫. ૨ ૬. ૨૭. ૨૮. ૧૭૩ ૧૭૯ ૧૮૬ ૧૯ ૨ ૧૯૮ ૨૦૫ ૨ ૧ ૨ ૨૧૮ ૨૨ ૩ ૨૨૯ ૨૯. વિલાસ અને ક્રૂરતા સમાધિનું મહત્ત્વ સાધનાની ભૂમિકા કોણ અંદર : કોણ બહાર ? બમણી મૂર્ખામી અગાસીની પાળી ઉપર પડેલું કિરણ આવો, લડીએ બ્રહ્મચર્યના પ્રયોગો એ તું જ છે જ્યાં સ્વર મૌન બની જાય છે અસાર સંસારમાં સાર શો છે? કાચબો ફરીથી આકાશ જોઈ ન શક્યો અણાએ મામગં ધર્મો લઘુતાથી પ્રભુતા મળે જ્યારે નિષ્ક્રમણ પોતાનો અર્થ ખોઈ બેસે છે અવધૂત દર્શન સાધના ક્યાં અને ક્યારે ? ત્યારે મૌન થઈ જવું આચારાંગનું સમગ્ર અનુશીલન ૩૦. ૩૧. છે ო ო ૩૪. ૨૩૫ ૩૫. ૨૪૧ ૨૪૭ ૨૫૪ ૩૭. ૩૮. ૨૬૦ ૨૬૬ ૩૯. ૧૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્ત ભારતી પ્રકાશન પેટન (૧) શ્રી મીઠાલાલજી પોરવાલ (સિંગલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) (૨) શ્રી ચંદનમલ ભંવરલાલ સુરાણા (અરૂણા પ્રોસેસર્સ પ્રા. લિ.) (૩) શ્રી કાન્તિભાઈ અને શ્રીમતી પલ્લવીબેન ખોખાણી (સારાટોગા, કેલિફોર્નિયા, યુ. એસ. એ.) (૪) શ્રીમતી માંગીદેવી પારસમલ પારખ ચેરિટેબલ ટ્રસ્ટ પારસમલ ભૂરચંદ પારખ, પચપદરા બી.એમ. પી. ટેસ્ટાઈલ મિલ્સ લિ, અમદાવાદ. Page #16 -------------------------------------------------------------------------- ________________ C અસ્તિત્વ અને અહિંસા આચાર્ય મહાપ્રજ્ઞ ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧ સંકલિકા ૦ સુયં મે આઉસં! તેણે ભગવયા એવમકખાયું – ઇમેગેસિં ણો સણા ભવઇ, તંજા - ૦ સે આયાવાઈ, લોગાવાઈ, કમ્માવાઈ કિરયાવાઈ / (આયારો ૧/૧-૫) ૦ અકરિસ્સે થઈ, કારવેસુ ચાં, કર યાવિ સમણુણે ભવિસ્યામિ / (આયારો ૧/૬) . ૦ અધ્યાત્મ-ચેતન્યાનુભૂતિપ્રધાન સાધના ૦ ધર્મ-સંયમપ્રધાન સાધના ૦ આચાર-અધ્યાત્મ અને ધર્મની ક્રિયાવિતિ ૦ નૈતિક્તા-ધર્મની સમાજાભિમુખી સાધના ૦ સ્વનિષ્ઠ હોય છે આચાર ૦ ધર્મ, આચાર અને નૈતિક્તા ૦ નૈતિક્તાનો આધાર ૦ આચાર-શાસ્ત્રઃ સુકરાત અને મહાવીર ૦ આચારઃ પાંચ પ્રકાર ૦ નીતિશાસ્ત્રનો ઉદેશ-આત્માની ઉપલબ્ધિ 0 સ્વતઃ સાધ્ય છે આત્મા ૦ પરમશુભ સાધન નથી, સાધ્ય છે ૦ આચાર છે શસ્ત્ર ન બનવું ૦ અનાચાનું મૂળ કારણ ૦ બંધ અને મોક્ષનું કારણ --- -– અસ્તિત્વ અને અહિંસા ન ૧૭ — Page #19 -------------------------------------------------------------------------- ________________ આચાર-શાસ્ત્ર જેનાગમોને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યાં છે ? દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ અને ગણિતાનુયોગ. દ્રવ્યાનુયોગ દ્રવ્યની મીમાંસા છે, ચરણકરણાનુયોગ આચારની મીમાંસા છે, ગણિતાનુયોગ એ બન્ને માટે અનિવાર્ય છે. ધર્મકથાનુયોગમાં રૂપક, કથાનક, દ્રષ્ટાંત વગેરે દ્વારા ધર્મનું સ્વરૂપ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. આચારાંગ સૂત્ર ચરણકરણાનુયોગનું એક અંગ છે. દ્વાદશાંગીનું પ્રથમ અંગ છે આચારાંગ. તેનું નામ છે બ્રહ્મચર્ય – બ્રહ્મની ચર્યા. બ્રહ્મચર્ય અને આચાર બન્ને પર્યાયવાચક શબ્દો છે. આપણે આચારનો વિચાર કરીએ. પ્રશ્ન ઉભવે છે કે આચાર શું છે. આચારનો સંબંધ ચાર શબ્દો અત્યંત પ્રચલિત છે – અધ્યાત્મ, ધર્મ, આચાર અને નૈતિકતા. આપણે અધ્યાત્મને વ્યાખ્યાબદ્ધ કરીએ. જે ચેતનાપ્રધાન સાધના છે અથવા તો ચેતન્યાનુભૂતિ પ્રધાન સાધના છે, તે છે - અધ્યાત્મ. તેમાં આંતરિક ચેતન્ય ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, બહારના નિયમો-ઉપનિયમો ગૌણ હોય છે. ધર્મ છે સંયમપ્રધાન સાધના. જે નિગ્રહપ્રધાન હોય છે, તે છે ધર્મ. આચારનો સંબંધ ધર્મ અને અધ્યાત્મ બન્ને સાથે છે. અધ્યાત્મની ક્રિયાન્વિતિ પણ આચાર છે અને ધર્મની ક્રિયાવિતિ પણ આચાર છે, પરંતુ આચાર સ્વનિષ્ઠ હોય છે. આચારનો સંબંધ કોઈ બીજા સાથે નથી હોતો. નૈતિક્તા આચારનો જ એક પ્રકાર છે.બીજા તરફ આપણું જે સમ્યક્ આચરણ હોય છે, તેને નૈતિકતા કહેવામાં આવે છે. બીજાઓ સાથે આપણો જે વ્યવહાર હોય છે, તેની સાથે નૈતિકતા જોડાયેલી છે. જે સમાજાભિમુખી ધર્મની સાધના છે, તે ધર્મનો આચાર કે નૈતિક્તા બની જાય છે. ભેળસેળ ન કરવી તે ધર્મ છે, તે આચાર પણ છે, નૈતિકતા પણ છે. કારણ કે તે સ્વગત આચાર નથી. ભેળસેળ ન કરવી –– અસ્તિત્વ અને અહિંસા, ૧૮ –– Page #20 -------------------------------------------------------------------------- ________________ તેમાં સામાજિક સંદર્ભ પણ જોડાયેલો છે. ટુવચન ન બોલવું તે પોતાનો સંયમ છે, પોતાનો ધર્મ છે પરંતુ તે નૈતિક્તા પણ છે. પોતાની ઈન્દ્રિયોનો સંયમ કરવો સ્વનિષ્ઠ છે. તેમાં બીજાનો કોઈ સંબંધ નથી. એક વ્યક્તિ મીઠાઈ નથી ખાતી તો તે તેનો પોતાનો સંચમ છે, કોઈ બીજાનો નહિ. પોતાનો નિગ્રહ અને પોતાની સાધના એ પોતાના આચાર છે. કોઈના પ્રત્યે સંબંધનો જે પ્રશ્ન છે તે નૈતિકતા સાથે જોડાયેલો છે. આચાર સ્વગત, સ્વનિષ્ઠ હોય છે. ચિત્રકારનું કૌશલ એક રાજાએ કલ્પના કરી કે મારે એવી ચિત્રશાળા તૈયાર કરવી છે જેવી આજ સુધી કોઈએ ન કરી હોય. રાજા સમર્થ હતો. તેણે મંત્રીને આદેશ આપ્યો – ચિત્રકારોને હાજર કરો. દેશભરના ચિત્રકારોને એકઠા કરવામાં આવ્યા. તેમની પરીક્ષા લેવામાં આવી. તેમાંથી દશ શ્રેષ્ઠ ચિત્રકારોને પસંદ કરવામાં આવ્યા. તેમને સૂચના આપવામાં આવી કે છ માસનો સમય છે એટલા સમયમાં ચિત્રશાળા તૈયાર કરવાની છે. ચિત્રકારોએ કહ્યું, હે રાજા ! આવું વિશાળ કાર્ય આટલા અલ્પ સમયમાં શી રીતે શક્ય બને ? રાજાએ કહ્યું, આ બધું કરી શકતા હો તો કરો, નહિતર ચાલ્યા જાવ. મુદત આનાથી વધારે નહિ મળે. આખરે બે ચિત્રકારો તૈયાર થયા. તેમણે કહ્યું, મહારાજ ! અમને બન્નેને અડધોઅડધો રૂમ વહેંચી આપો. રાજાએ એ પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો. તેણે બન્ને ચિત્રકારો વચ્ચે પાઠશાળા અડધી અડધી વહેંચી દીધી. વચ્ચે એક પરદો લગાવી દેવામાં આવ્યો. બન્નેમાંથી કોઈ પણ એકબીજાને ન જોઈ શકે એવી વ્યવસ્થા થઈ ગઈ. ચિત્રકારોએ પોતપોતાનું કાર્ય શરૂ કરી દીધું. છ મહિના વીતી ગયા. રાજાને જાણ કરવામાં આવી કે ચિત્રશાળા તૈયાર છે. રાજાએ સભાસદો અગ્રણી વ્યક્તિઓને ચિત્રશાળા જોવા માટે આમંત્રણ આપ્યું. બીજા દિવસે પ્રાતઃ કાળે રાજા સભાસદો સહિત નવનિર્મિત ચિત્રશાળા જોવા પહોંચ્યા. ચિત્રશાળાનો એક દરવાજો ખોલ્યો. રાજા એ જોઈને આશ્ચર્યચકિત થઈ ઊઠ્યો. સુંદર, ભવ્ય, આકર્ષક અને મનોહર ચિત્રો જોઈને રાજા મુગ્ધ થઈ ગયો. એક એક ચિત્રને વિસ્ફારિત આંખે જોવા લાગ્યો. રાજાએ ચિત્રકારને ખૂબખૂબ અભિનંદન આપ્યા. રાજાનો રોષ અડધો રૂપ પૂરેપૂરો જોયા પછી બીજા વિભાગમાં જવાનો વારો - અસ્તિત્વ અને અહિંસા ૧૯ – - - - - - Page #21 -------------------------------------------------------------------------- ________________ આવ્યો. રાજા બીજા વિભાગમાં પહોંચ્યો. તેણે જોયું તો એમાં કશું જ ન હતું. દીવાલો સૂની હતી. રાજાની આંખો પહોળી થઈ ગઈ. રાજાએ પૂછ્યું, શું તને ખબર નથી, છ મહિના તો પૂરા થઈ ગયા ? ચિત્રકારે કહ્યું, ખબર છે. તેં એકપણ ચિત્ર તૈયાર કર્યું નથી ? હા, નથી કર્યું. તો તેં શું કર્યું ? શું કહું ? મેં ઘણું બધું કર્યું છે છતાં કશું જ નથી કર્યું ! તારે જીવવું છે કે મરવું છે ? તેં મારી સાથે દગો કેમ કર્યો ? મહારાજ ! મેં કોઈ દગો નથી કર્યો. ચિત્રકારે રહસ્ય છુપાવી રાખ્યું. રાજા રાતોપીળો થઈ ગયો. ચિત્રકારે કહ્યું, મહારાજ ! આપ ચિત્ર જોવા ઇચ્છતા હો તો વચ્ચેથી આ પરદો ખસેડાવી લો. જ્યાં સુધી પરદો હશે ત્યાં સુધી મારું ચિત્ર આપને દેખાશે નહિ. પરદો ખસેડવામાં આવ્યો. રાજાએ જોયું તો સમગ્ર ખંડ ચિત્રોથી ઝગમગી ઊઠ્યો. રાજાને પોતાની આંખો ઉપર વિશ્વાસ બેસતો નહોતો. રાજા વિસ્મયભર્યા સ્વરે બોલ્યો, અરે ચિત્રકાર! શું આ જાદુ છે ? હા, આ એક જાદુ છે. રાજાએ પરદો ફરીથી લગાવડાવ્યો. તમામ ચિત્રો છૂમંતર થઈ ગયાં. ફરીથી પરદો ખસેડ્યો ફરીથી સમગ્ર ખંડ ચિત્રોથી ભરાઈ ગયો. રાજાએ પૂછ્યું, આ શું છે ? તેણે કહ્યું, મહારાજ ! મેં એકપણ ચિત્ર બનાવ્યું નથી. છ મહિના સુધી દીવાલોને ઘસીઘસીને માત્ર ઘૂંટી છે. આ દીવાલો હવે પારદર્શક બની ગઈ છે. જે કંઈ તેની સામે હશે તે આ દીવાલોમાં પ્રતિબિંબિત થઈ જશે. ઘૂંટવું એટલે અધ્યાત્મ આપણી સામે પણ બે ચિત્રકારો છે ઃ એક પીંછી ચલાવનારો અને બીજો ઘૂંટવાનું કામ કરનારો. આ ઘૂંટવું એ આપણું અધ્યાત્મ છે. અધ્યાત્મ ભીતરનું રહસ્ય છે. જ્યાં કોઈ ચિત્ર નથી, માત્ર ચૈતન્ય છે, માત્ર માર્જન અને શોધન છે ત્યાં. અડધો ખંડ આપણો ધર્મ છે. જેમાં વિવિધ પ્રકારનાં ચિત્રો બનેલાં છે. ક્યારેક આપણે સહિષ્ણુતાનું માનસિક ચિત્ર બનાવ્યું અસ્તિત્વ અને અહિંસા – ૨૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ તો ક્યારેક ક્ષમાની સાધના કરીને ક્ષમાનું માનસિક ચિત્ર બનાવ્યું. તો વળી ક્યારેક વિનમ્રતાનું ચિત્ર બનાવ્યું. કારણ કે ધર્મના ક્ષેત્રમાં વિકલ્પનો નાશ કરવા માટે સારો વિકલ્પ લેવો પણ જરૂરી છે. આ વિકલ્પોનું નિર્માણ કરવું તે આપણી ધાર્મિક ચેતનાનું કામ છે. અસત્ યોગ, અસત્ પ્રવૃત્તિ અને અસત્ વિકલ્પનો નાશ કરવા માટે સત્યોગ, સત્ વિકલ્પ, સત્ પ્રવૃત્તિનું ચિત્ર બનાવવું, આચરણ કરવું, એ આપણો ધર્મ છે અને તેને પ્રતિબિંબિત કરવા માટે ઘૂંટવાનું કામ કરવું તે આપણું અધ્યાત્મ છે. ઘૂંટવાનું કામ પૂરું થઈ જશે તો ધર્મ તેમાં આપોઆપ ચિત્રિત- પ્રતિબિંબિત થઈ જશે. આચરણ આપોઆપ પ્રતિબિંબિત થઈ જશે. નીતિશાસ્ત્રનો ઉદ્દેશ અધ્યાત્મ અને ધર્મ આચાર તેમજ નૈતિકતા બન્ને સાથે જોડાયેલાં છે. અધ્યાત્મ હશે. ધર્મ હશે તો તેનું આચરણ પણ હશે. સમાજના સંદર્ભમાં તે નૈતિકતા કહેવાશે. વ્યક્તિના સંદર્ભમાં આપણું આચરણ આચાર બની જશે. એકલો એક જ માણસ હોત તો નૈતિકતાની કોઈ જરૂર ન હોત. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ - આ તમામ વ્રતો સામાજિક સંદર્ભમાં છે. જો વ્યક્તિ સમાજ સાથે જોડાયેલી ન હોત તો માત્ર અધ્યાત્મ હોત, માત્ર ચેતના હોત, રાગ અને દ્વેષનો વિલય થઈ ગયો હોત, માત્ર આત્માનુભૂતિ જ હોત. વ્યક્તિ સમાજ સાથે જીવે છે તેથી ઘણા બધા નિયમો બનેલા છે અને એ તમામનો સંબંધ સમાજ સાથે જ છે. આચારાંગ સૂત્રમાં આચારનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જ્યાં આચારનો પ્રશ્ન હશે ત્યાં અધ્યાત્મની વાત પણ આવશે. ધર્મ અને નૈતિકતાની વાત પણ આવશે. સુકરાતે એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો - નીતિશાસ્ત્રનો ઉદ્દેશ શો છે? આ ઉદ્દેશની મીમાંસા કરતાં સુકરાને કહ્યું કે નીતિશાસ્ત્રનો ઉદ્દેશ પરમ શુભ અથવા અંતિમ શુભને પ્રાપ્ત કરવાનો છે. પરમ શુભ એ હોય છે કે જે સ્વયં ઇચ્છનીય હોય, જે કોઈ બીજાની અપેક્ષાએ ન હોય. જે સાધન નથી, પરંતુ સ્વતઃસાધ્ય છે તે છે પરમ શુભ. આચારશાસ્ત્રનો ઉદેશ જૈન દૃષ્ટિએ આચારશાસ્ત્રનો ઉદ્દેશ છે આત્માની પ્રાપ્તિ. પરમશ્રેયસઃ પ્રાપ્તિઃ ઉદ્દેશ્ય તસ્ય સમ્મતમ્ / . આત્મવ પરમં શ્રેય, આચારણ સ લભ્યતે // અસ્તિત્વ અને અહિંસા, ૨૧ - Page #23 -------------------------------------------------------------------------- ________________ આત્મા જ આપણા માટે પરમ શુભ છે. તે આચાર દ્વારા પ્રાપ્ત થાય છે. આચારશાસ્ત્રનો ઉદ્દેશ છે – આત્માને ઉપલબ્ધ થવું, આત્મામાં હોવું, આત્માને પ્રાપ્ત કરવો, પોતાના સ્વરૂપમાં ચાલ્યા જવું. આત્મા સ્વતઃસાધ્ય છે તેથી આચારાંગના પ્રારંભમાં આત્માની ચર્ચા કરવામાં આવી છે. ભગવાન મહાવીરે કહ્યું કે ઘણા બધા લોકો એ નથી જાણતા કે આત્મા છે. જ્યાં સુધી આપણે આત્માને નહિ જાણીએ, ત્યાં સુધી આપણા આચારનું કોઈ મહત્ત્વ નહિ હોય. આત્મવાદી વ્યક્તિનો આચાર અને કોઈ અનાત્મવાદીનો આચાર તદ્દન અલગ હશે. જાપાનમાં એવી પ્રથા છે કે વ્યક્તિ વૃદ્ધ થઈ જાય ત્યારે સ્વયં તેનો પુત્ર તેને જંગલમાં મૂકી આવે છે કારણ કે તે પરિવાર અને સમાજ માટે ઉપયોગી હોતો નથી. જ્યાં નૈતિકતા સમાજવ્યવસ્થા સાથે જોડાયેલી હશે ત્યાં તેનો આધાર હશે ઉપયોગિતા, પરંતુ જ્યાં નૈતિકતા આત્મા સાથે જોડાયેલી હશે ત્યાં તેનો આધાર ઉપયોગિતા નહિ હોય, તેનો અર્થ બદલાઈ જશે. પરમ શુભ છે આચાર મહાવીરવાણીના આધારે આચારને વ્યાખ્યાબદ્ધ કરીએ તો તેનો નિષ્કર્ષ છે –. નિઃશસ્ત્રીકરણ એટલે આચાર. શસ્ત્ર-પરિજ્ઞા-શસ્ત્ર ન બનવું એ આચાર છે. પ્રશ્ન એ ઉભવે છે કે શું તલવાર, બોમ્બ, બંદૂક વગેરે શસ્ત્રો છે ? આ બે નંબરનાં શસ્ત્રો છે. શસ્ત્ર પ્રથમ આપણાં ભાવ કે મસ્તિષ્કમાં બને છે. આચારવાન એ છે કે જે મૂઢ ભાવ અને અવિરતિના શસ્ત્રથી દૂર રહે છે. અશસ્ત્ર કામમાચાર, શસ્ત્ર ભાવો વિમોહિતઃ | શત્રં ચાવિરતિસ્તસ્મા, દૂરમાચારવાનું મતઃ 1. સુકરાને કહ્યું કે જ્ઞાન પરમ શુભ છે. જો જૈન દૃષ્ટિકોણથી પૂછવામાં આવે કે પરમ શુભ શું છે તો એમ કહેવું પડશે કે આચાર પરમ શુભ છે. આચારના પાંચ પ્રકાર છે : જ્ઞાન આચાર, દર્શન આચાર, ચારિત્ર આચાર, તપ આચાર અને વીર્ય આચાર. જ્ઞાન પણ એક આચાર છે. જ્ઞાન એટલે દૃષ્ટિનો અંતર્બોધ. પરંતુ કોઈપણ જ્ઞાન જ્યાં સુધી આચરણમાં ઊતરતું નથી, ત્યાં સુધી તે જ્ઞાન પોતાનામાં જ પ્રતિષ્ઠિત રહેશે. જ્ઞાન માટે વિનમ્ર વ્યવહાર કરવો પણ જ્ઞાનનો આચાર છે. જ્યાં જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે બહુમાન ન હોય ત્યાં જ્ઞાનનો આચાર નથી હોતો. સમ્યગ્દર્શનનો – અસ્તિત્વ અને અહિંસા ક ૨૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ પણ પોતાનો આચાર હોય છે. ચારિત્રનો પણ પોતાનો આચાર હોય છે. સમિતિ ગુતિઓ ચારિત્રના આચાર છે. તપ અને વીર્યનો પણ પોતાનો આચાર હોય છે. મહાવીરે આચારનું આવું વ્યાપક દર્શન આપ્યું જેમાં કોઈપણ તત્ત્વ બાકી નથી રહેતું. જેટલું શુભ છે, તે બધું જ આ આચારમાં સમાવિષ્ટ છે. સર્વાગીણ દૃષ્ટિએ વિચાર કરીએ તો કહેવાય કે જેટલા પણ શુભ પક્ષ છે તે તમામ આચારમાં સમાવિષ્ટ હોય છે. પાપનું કારણ આચારના સંદર્ભમાં અનેક પ્રશ્નો ઉભવે છે – આચાર કેવો હોય? શા માટે હોય ? તેનાં કારણો શાં છે ? અમેરિકન દાર્શનિક જોનેથન એડવર્સે પ્રશ્ન પૂછ્યો કે પાપનું કારણ શું છે ? તેમણે લખ્યું – માનવી પ્રકૃતિથી સારો નથી. તે સારું કામ કરવામાં તથા બૂરાઈનો ત્યાગ કરવામાં અસમર્થ છે. આ જ તેની પ્રકૃતિ છે. આપણે આચારાંગના સંદર્ભમાં વિચાર કરીએ કે પાપનું કારણ શું છે ? દુરાચાર અને અનાચારનું કારણ શું છે ? આચારાંગના આધારે આ પ્રશ્નનો ઉત્તર હશે – વ્યક્તિનું એવું ચિંતન – મેં કર્યું છે, હું કરું છું અને હું કરીશ – એ પાપનું કારણ છે. મહાવીરની ભાષામાં તે ક્રિયાવાદ છે. આત્મા અને પુગલનો યોગ થવો અનાચારનું મૂળ કારણ છે. જો તે યોગ ન થાય તો માણસ કોઈ પાપ ન કરે. જો આત્મા આત્મા હોત અને પુગલ પુદ્ગલ હોત તો કોઈ આશ્રવ ન હોત, કર્મનો બંધ ન હોત અને પાપ પણ ન હોત. પાપ શા માટે થાય છે ? કારણ કે આત્મા પુદ્ગલ સાથે મળેલો છે તેથી આત્મા ઔપપાતિક છે, તે જન્મ અને મરણના ચક્કરમાં ચાલી રહ્યો છે. તે પુદ્ગલ સાથે બંધાયેલો છે.પુદ્ગલનો યોગ થવો એ જ બંધનું કારણ છે અને પુગલનો વિયોગ થવો એ જ મોક્ષનું કારણ છે. આચાર્ય હેમચંદ્રે સંક્ષેપમાં બંધ અને મોક્ષનો માર્ગ બતાવ્યો છે. આશ્રવો ભવહેતુઃ સ્થા, સંવરો મોક્ષકારણમ્ ઇતીય માહતી દૃષ્ટિરચદસ્યાઃ પ્રપચ્ચન કર્મનું આવવું એ બંધનું કારણ છે, કર્મનું આવવાનું રોકાઈ જવું એ મોક્ષનું કારણ છે. એ જ જૈન દૃષ્ટિનો સાર છે. બાકીનું બધું આ બે તત્ત્વોનો વિસ્તાર છે. આ શ્લોકમાં સમગ્ર આચારાંગનો સાર સમાયેલો છે, આચારશાસ્ત્રનો સાર સમાયેલો છે. અસ્તિત્વ અને અહિંસા ૨૩ — Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨ w ww સંકલિકા ૦ સે બેમિ - અખેગે અંધમભે અપેગે અંધમચ્છે ૦ અખેગે સંપમારએ અપેગે ઉદ્દવએ / ૦ અપેગે પાયમભે અપેગે પાયમચ્છ... અખેગે સીસમર્ભે અપેગે સીસમચ્છે ! (આયારો ૧/૨૮-૩૦) ૦ સંતિ પાણા પઢોસિયા (આયારો ૧/૧૬) ૦ છજજીવણિકાયા પણતા, તે જહા પૂઢવિકાઇયા, આઉકાઇયા, તેઉકાઈયા, વાઉકાઇયા, વણસ્સકાઇયા, તસકાઇયા (ઠાણું ૬/૬) ૦ પ જીવનિકાયર દુર્લભ વિષય ૦ મહાવીરનું મૌલિક અવદાન ૦ પંચભૂત : પ જીવનિકાય ૦ વ્યક્ત ચેતના : અવ્યક્ત ચેતના ૦ સંવેદનનો પ્રશ્ન ૦ બેકસ્ટરના પ્રયોગો ૦ બોગેલનો નિષ્કર્ષ ૦ પર્યાવરણનો સિદ્ધાંતઃ જીવ-સંયમ ૦ બે નિદર્શનઃ સુખ-દુઃખ સંવેદન ૦ મોડર્ન રિસર્ચનું વિશ્લેષણ ૦ પ્રશ્ન ઈન્દ્રિયાતીત ચેતનાનો ૦ ઈન્દ્રિયાતીત ચેતના જાગરણનું સૂત્ર અસ્તિત્વ અને અહિંસા, ૨૪ ––– Page #26 -------------------------------------------------------------------------- ________________ શું સૂક્ષ્મ જીવો સુખ-દુઃખનું સંવેદન કરે છે ખરા ? પજીવનિકાચનો સિદ્ધાંત આચારનું મુખ્ય તત્ત્વ અહિંસા છે- કોઈને ન પજવો, કોઈને પીડા ન આપો, કોઈને ન મારો. અહિંસાની પૂર્વે જ્ઞાનની વાત આવે છે. જ્યાં સુધી જીવ અને અજીવનું જ્ઞાન નથી થતું ત્યાં સુધી અહિંસાની ચર્ચા જ થઈ શકતી નથી. માણસ અને પશુને ન મારો, એ એક સ્થૂળ વાત છે. આપણું જગત માણસ અને પશુનું જ જગત નથી, તે પ્રાણીઓનું જગત છે. કેટલાં બધાં પ્રાણીઓ છે ! આ જ્ઞાન સૌ પ્રથમ આવશ્યક છે. આ સંદર્ભમાં કહી શકાય કે સમગ્ર તાત્વિક જગતમાં ભગવાન મહાવીરે સૌથી વધુ સૂક્ષ્મતાપૂર્વક જીવોનું પ્રતિપાદન કર્યું છે. પજીવનિકાય એક દુર્લભ વિષય છે. તેને અલૌકિક પણ કહી શકાય. તે અન્ય કોઈપણ દર્શનમાં જોવા મળતો નથી. માણસ, પશુ તથા કીડા જેવા નાનકડા જીવો સુધી ઘણા તત્ત્વજ્ઞો પહોંચ્યા છે, અને કેટલાક તત્ત્વજ્ઞો વનસ્પતિ સુધી પણ પહોંચ્યા છે. તેમણે વનસ્પતિને પણ જીવ માન્યો છે. શક્ય છે મહાવીરની અવધારણા પછી જ આ તધ્ય સ્વીકારવામાં આવ્યું હોય, પરંતુ આ ષડજીવનિકાયનો સિદ્ધાંત ક્યાંય માન્ય નથી, કોઈપણ દર્શનમાં તે માન્ય નથી. સર્વજ્ઞતાનું પ્રમાણ આચાર્ય સિદ્ધસેને લખ્યું છે – ભંતે! આપની સર્વજ્ઞતાને પ્રમાણિત કરવા માટે એક ષજીવનિકાયનો સિદ્ધાંત જ માત્ર પર્યાપ્ત છે. અન્ય કોઈ પુરાવા આપવાની મને જરૂર લાગતી નથી. ય એવ પજીવનિકા વિસ્તર પરેરનાલીઢપથસ્વયોદિતઃ | અને સર્વગ્નપરીક્ષણક્ષમાસ્વયિ પ્રસાદોદય સોત્સવાઃ સ્થિતા / સર્વજ્ઞતા વગર ષડજીવનિકાયના સિદ્ધાંતનું પ્રતિપાદન કરી શકાય નહિ. બીજા દાર્શનિકોએ પાંચ ભૂતોનો સ્વીકાર કર્યો- પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. ભગવાન મહાવીરે તેમને ભૂત ન માન્યાં, – અસ્તિત્વ અને અહિંસા . ૨૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ આકાશ સિવાય તમામને જીવ માની લીધા. પૃથ્વીકાય જીવ છે, અષ્કાય, તૈજસકાય અને વાયુકાય પણ જીવ છે. આ ચારેય જીવનિકાય છે. પાંચમો જીવનિકાય વનસ્પતિ છે અને છઠ્ઠો જીવનિકાય ત્રસ છે. જીવોની છ રાશિઓ અને છ શ્રેણિઓ છે તેમાં તમામ જીવ સમાઈ જાય છે. તેમાં પાંચ સ્થાવરકાયના જીવ સૂક્ષ્મ છે. આપણને આંખો વડે એવા જીવ દેખાતા નથી. હરતા ફરતા જીવો ત્રસ છે. તે સ્થૂળ જીવ છે. તે આંખો વડે જાણી શકાય છે. મહાવીરે સૂક્ષ્મ જીવોના અસ્તિત્વનું વિસ્તૃત વિવેચન કર્યું છે. તેમણે સૂક્ષ્મ જીવોના અસ્તિત્વની સ્વીકૃતિ માર્મિક રીતે વ્યકત કરી. સે બેમિ-સેવ સયં લોગ અભાઈખેજા, સેવ અત્તાણ અબભાઈફ્રેજા / જે લોગં અબભાઇખઇ, સે અરાણ અબ્બાઇMઇ / જે અત્તાણ અબ્બાઇમ્બઇ સે લોગ અભાઇખઇ ! હું કહું છું – વ્યક્તિએ ન તો લોકના અસ્તિત્વનો અસ્વીકાર કરવો જોઈએ કે ન તો પોતાના આત્માના અસ્તિત્વનો અસ્વીકાર કરવો જોઈએ. જેઓ લોકના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે, તે પોતાના આત્માના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે. જેઓ પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે, તેઓ લોકના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે. પોતાના અસ્તિત્વની સ્વીકૃતિ લોકની સ્વીકૃતિ છે, અન્ય જીવોના અસ્તિત્વની સ્વીકૃતિ છે. લોકની અસ્વીકૃતિ સૂક્ષ્મ જીવોના અસ્તિત્વની અસ્વીકૃતિ છે, પોતાના અસ્તિત્વની અસ્વીકૃતિ છે. પ્રશ્ન મૌલિક્તાનો પાશ્ચાત્ય વિદ્વાનોએ પ્રશ્ન કર્યો કે એ તો આદિમકાળનું જ્ઞાન છે. મહાવીરની સ્વતંત્ર પ્રસ્થાપના નથી. આદિમ લોકોએ આ ભૂતોને માન્યાં હતાં અને મહાવીરે તેમનો જીવ રૂપે સ્વીકાર કરી લીધો. હકીકતમાં આ વિધાન સાચું નથી. પૃથ્વી આપણી સામે છે. આપણે તેને જોઈ શકીએ છીએ. પાણી પણ આપણે જોઈ શકીએ છીએ. વાયુનો પણ આપણને સ્પર્શ થઈ રહ્યો છે. અગ્નિને આપણે જોઈ રહ્યા છીએ તથા વનસ્પતિને પણ આપણે જોઈ શકીએ છીએ. તેમને ભૂત માનવામાં કોઈ મુશ્કેલી નહોતી. તેમનામાં જીવ છે, એમ નહિ પરંતુ તે પોતે જીવ છે એ મહાવીરની મૌલિક સ્વીકૃતિ છે. પાણીમાં જીવ છે એ અલગ વાત છે અને પાણી – અસ્તિત્વ અને અહિંસા ન ૨૬ – Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્વયં જીવ છે એ અલગ વાત છે. માટીમાં જીવ હોવો એ અલગ વાત છે અને માટી પોતે જ જીવ છે એ અલગ વાત છે. જૈનાગમોમાં બે શબ્દો પ્રયોજાયેલા જોવા મળે છે? પઢવી જીવા, પુઠવીનિસ્સિયા જીવા. પૃથ્વીકાયિક જીવ અને પૃથ્વી નિશ્રિત જીવ, પૃથ્વીના આશ્રમમાં રહેનારા જીવો. તમામ જીવનિકાયો માટે આ શબ્દો વપરાયા છે. તે તમામને જીવ માનવા. ભગવાન મહાવીરના અતિશય જ્ઞાનનું એક સ્વયંભૂ સાક્ષ્ય છે. એ અલૌકિક વાત છે કે ચારે તરફ જીવ જ જીવ છે. પૂછવામાં આવે કે જીવ ક્યાં છે ? તો કહેવામાં આવશે કે સમગ્ર લોક જીવોથી ભરેલું છે. વ્યક્તિના શરીરનો એક અણુ જેટલો ભાગ પણ એવો નથી કે જેમાં સૂક્ષ્મ જીવ ન હોય. પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ આંગળીમાં કેટલા કાયના જીવ છે ? ઉત્તર આપવામાં આવ્યો કે એ પોતે તો જીવ છે જ, પરંતુ અસંખ્ય સૂક્ષ્મ કાય જીવ પણ તેમાં છે. તેમાં પૃથ્વીકાયિક પણ છે, અષ્કાયિક પણ છે, તેજસકાયિક પણ છે, વાયુકાયિક પણ છે અને વનસ્પતિકાચિક પણ છે. એમ કહેવામાં આવ્યું કે સોયની અણી જેટલા ભાગમાં અનંત જીવો હોઈ શકે છે. નિગોદ જીવોના સંદર્ભમાં એક ઘેહરો કહેવામાં આવતો હતો, તેમાં આ સચ્ચાઈનો પડઘો સંભળાય છે. સૂઈ અગ્ર નિગોદમેં, શ્રેણી અસંખ્યાતી જાણ, અસંખ્યાતા પ્રતર ઈક શ્રેણી મેં, ઈમ ગોલા અસંખ્યાતા પ્રમાણ | એક એક ગોલા મક્ત શરીર અસંખ્યાતા જાણ, એક એકશરીરમેં, જીવ અનંત પ્રમાણ છે. પ્રશ્ન સંવેદનનો સમગ્ર સંસાર જીવોથી ભરેલો છે. જ્યાં સુધી અહિંસાની વાત કરનાર આ સચ્ચાઈને ન જાણી લે, સૂક્ષ્મ જીવોના નિયમોને ન જાણી લે ત્યાં સુધી તે અહિંસાની વાતને સમગ્ર રીતે શી રીતે જાણશે? તેથી કહેવામાં આવ્યું કે જે જીવને નથી જાણતો, અજીવને નથી જાણતો, તે સંયમ અને અહિંસાને શી રીતે જાણશે ? જો જીવ વિ યાણાઈ, અજીવે વિ ન યાણઈ / જીવાજીવે અયાણંતો, કહે સો નાહિદ સંજમં // પ્રથમ એ જાણી લેવું આવશ્યક છે કે જીવ શું છે? અજીવ શું છે? – અસ્તિત્વ અને અહિંસા ૨૭ – Page #29 -------------------------------------------------------------------------- ________________ જીવ અને અજીવ શું છે ? આ જાણ્યા પછી અહિંસાની વાત સહજ રીતે સમજાઈ જશે. એક અન્ય પ્રશ્ન પણ પેદા થાય છે જે સૂક્ષ્મ જીવ છે તે સંવેદનશીલ છે. શું તેમને સુખ-દુઃખ થાય છે ખરાં ? સૂક્ષ્મ જીવ અત્યંત સૂક્ષ્મ છે. માટીના એક ઢેફામાં અસંખ્ય જીવો છે. વનસ્પતિના એક નાનકડા છોડમાં અનંત જીવો હોઈ શકે છે. તેમની ચેતના પણ વ્યક્ત નથી હોતી. શું તેમને સુખ-દુઃખનું સંવેદન થાય છે ખરું ? આ પ્રશ્ન વિશે અહિંસાના સંદર્ભમાં વિચાર કરવામાં આવ્યો. આ સૂક્ષ્મ જીવોને સુખ-દુઃખનું સંવેદન થાય છે, એમ સમજવાનું પણ ભારે મુશ્કેલ હતું. ભગવાન મહાવીરે કહ્યું કે એ સાચું છે કે આ નાનકડા જીવોની ચેતના અવ્યક્ત હોય છે. તેમનામાં ઈન્દ્રિય પણ એક જ હોય છે સ્પર્શેન્દ્રિય. તેમ છતાં તેમને સુખ-દુઃખનું સંવેદન થાય છે. તેમને મન નથી હોતું, પરંતુ અનિન્દ્રિય જ્ઞાન હોય છે. અનિન્દ્રિય જ્ઞાન : બે અર્થ w અનિન્દ્રિય જ્ઞાનના બે અર્થ છે. તેનો એક અર્થ છે મન અને બીજો અર્થ છે ઓઘસંજ્ઞા. આજના વિજ્ઞાને આ વાત કેવી રીતે પકડી તે વિસ્મયનો વિષય છે. વૈજ્ઞાનિકોએ માન્યું કે વનસ્પતિમાં કલેક્ટિવ માઈન્ડ (ઓઘસંજ્ઞા) હોય છે. વનસ્પતિના જીવો વાતને એવી વિચિત્ર રીતે પકડે છે કે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. આ વિષયમાં બે વૈજ્ઞાનિકો - ડોક્ટર બોગેલ અને ડોક્ટર બેકસ્ટરે અનેક પ્રયોગો કર્યાં. બોગેલે પોતાના પ્રયોગોમાં જોયું કે માણસ અને છોડ બન્ને એકબીજામાં પોતાની ચેતનાનું આદાનપ્રદાન કરે છે. બેકસ્ટરે એક દિવસ કેટલાક છોડ ઉપર પ્રયોગ શરૂ કર્યો. છોડે પોતાની ભાવના બતાવવાની શરૂ કરી. ગેલ્વેનોમીટરની સોય ફરવા લાગી. તેણે જોયું તો છોડ તરસ્યો હતો. તેણે પાણી સીંચ્યું. ગેલ્વેનોમીટરની સોય પુનઃ ફરી અને છોડે પોતાનો હર્ષ પ્રગટ કર્યો. તેણે વિચાર્યું કે છોડ સાથે અન્ય વાતો પણ કરવી જોઈએ. છોડને આવેશમાં લાવવા માટે તેણે એક પાંદડું તોડ્યું. અને તેને કોફીમાં નાંખી દીધું. કોઈ ખાસ પ્રતિક્રિયા ન થઈ. તેણે વિચાર્યું કે આ પાંદડાને સળગાવું. એવો વિચાર આવ્યો કે તરત જ ગેલ્વેનોમીટરની સોય ફરવા લાગી. બેક્સ્ટરને ભારે અચરજ થયું. તેને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે છોડ દરેક વાતને પકડે છે. અસ્તિત્વ અને અહિંસા : ૨૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ સામ્યવાદી દેશોના છોડ આપણા મસ્તિષ્કના ભાવોને પણ પકડી લે છે, હજારો પ્રયોગો પછી વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ ઉપર પહોંચ્યા છે. આ સંદર્ભમાં વૈજ્ઞાનિકોએ અત્યંત વિચિત્ર પ્રયોગો કર્યા છે. સોવિયેત કોમ્યુનિસ્ટ પાર્ટીએ છોડવાઓને પોતાની પાર્ટીના સભ્યો તરીકે જાહેર કર્યા છે. અન્ય સામ્યવાદી દેશોમાં પણ પરિવર્તનો થયાં છે, દૃષ્ટિકોણ બદલાયો છે. જેમ જેમ પેરાસાઈકોલોજીનો વિકાસ થયો તેમ તેમ વનસ્પતિ જગતના પ્રયોગો સામે આવ્યા, સૂક્ષ્મ સત્યોની માહિતી મળી તો આસ્થાઓ ખળભળી ઊઠી. અનેક વખત વિરોધ પણ થયો – આ પ્રયોગો બંધ કરી દો નહિતર માર્કસવાદનાં મૂળિયાં કાઢી નાખીશું! આપણે જ્યાં સુધી ઈન્દ્રિય જગતમાં, ઘૂળ જગતમાં રહીએ છીએ ત્યાં સુધી આપણી કલ્પનાઓ ચાર્વાકની કલ્પનાઓ બની રહે છે- આપણે કોઈ લેવાદેવા નથી, મજાથી રહેવું છે, મન ફાવે તેમ કરવું એ જ જીવનનો સાર છે. પરંતુ જ્યારે આપણે સૂક્ષ્મ સત્યોને જાણીએ છીએ, આપણી કલ્પનાઓ બદલાઈ જાય છે, આપણો દરજ્જો મોટો થઈ જાય છે ત્યારે વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે. તે એમ વિચારે છે કે આ જગતમાં બીજાઓ પણ છે, હું એકલો જ નથી તેથી મારે સંયમ રાખવો જોઈએ. જીવ-સંયમનો પ્રશ્ન મહત્ત્વનો પ્રશ્ન છે કે આ જીવસંયમ અને અજીવસંયમનો સિદ્ધાંત શા માટે આવ્યો ? આ જીવસંયમનો સિદ્ધાંત પર્યાવરણનો સિદ્ધાંત છે. જીવ પ્રત્યે સંયમ કરો. જીવસંચમ ત્યારે આવશ્યક લાગ્યો કે જ્યારે સૂક્ષ્મ સત્યો જાણવામાં આવ્યાં. આજે આપણી સમક્ષ લાઈ ડિટેક્ટર, પોલીગ્રાફ વગેરે અનેક યંત્રો છે પરંતુ એ જમાનામાં સૂક્ષ્મ વાતોને જાણવાનું કોઈ યંત્ર નહોતું. માત્ર પોતાની અતીન્દ્રિય ચેતના વડે તમામ વાતો પકડવામાં આવી હતી. મહાવીરે કહ્યું – તમે જુઓ. વનસ્પતિ વગેરેમાં અવ્યક્ત ચેતના છે. તેમની ચેતના વ્યક્ત નથી. તેમને કષ્ટ કેવી રીતે થાય છે. સુખની અનુભૂતિ કેવી રીતે થાય છે. આ બધું ધૂળ ઉદાહરણની ભાષામાં સમજાવ્યું. તેમણે કહ્યું કે કોઈ માણસ આંખે આંધળો હોય, વાણીથી મૂક હોય અને કાનથી બહેરો હોય. આંખ અને કાન આ બન્ને ઈન્દ્રિયો ન હોવાનો અર્થ છે કે જગતના સંપર્કનો વિચ્છેદ. આંખોથી જોઈને કે કાન – અસ્તિત્વ અને અહિંસા - ૨૯ -- Page #31 -------------------------------------------------------------------------- ________________ વડે સાંભળીને આપણે પોતાની ભાવના વ્યક્ત કરીએ છીએ. જીભ વડે બોલીને આપણે પોતાની વાત કહીએ છીએ. જે વ્યક્તિ અંધ પણ હોય, બહેરી અને મૂક પણ હોય તે ન બોલી શકે છે ન જોઈ શકે છે કે ન સાંભળી શકે છે. એવા પ્રાણીને જો કોઈ પજવે તો શું તેને પીડા થાય છે ખરી ? હા ભંતે, થાય છે. કેવી રીતે થાય છે ? ભંતે ! કષ્ટ થાય જ છે પરંતુ તે એને વ્યક્ત કરી શકતું નથી. ભગવાને કહ્યું – એવી જ રીતે સૂક્ષ્મ જીવોને આઘાત આપવાથી તેમને કષ્ટ થાય છે પરંતુ તેમની પાસે ન તો કાન છે, ન આંખો છે કે ન તો જીભ છે. તેમની પાસે એવું કોઈ સાધન નથી કે જેના દ્વારા તેઓ પોતાની વેદનાની અભિવ્યક્તિ કરી શકે. તેમનામાં પણ નિરંતર પ્રાણ ધારા વહી રહી છે, તેથી વેદના તો થાય જ. આજના વૈજ્ઞાનિકોએ પ્રાણધારાને કોસ્મિક રે- જાગતિક પ્રાણશક્તિ એવું નામ આપ્યું છે. તેને તમામ પ્રાણીઓ ભોગવી રહ્યાં છે. સંદર્ભ મૂચ્છિત વ્યક્તિનો આયતુલે પયાસુ” પ્રત્યેક પ્રાણીને પોતાના આત્મા સમાન સમજો – આવી અનુભૂતિ જેમને થઈ ગઈ તેમના માટે હિંસા કરવાનું અશક્ય બની ગયું. આપણે વનસ્પતિની વાત જવા દઈએ, પરંતુ આજે માણસ માણસને જ મારી રહ્યો છે. મહાવીરે બીજું ઉદાહરણ આપ્યું - એક માણસ મૂચ્છિત થઈ ગયો. પ્રશ્ન છે કે મૂચ્છની અવસ્થામાં તેને કષ્ટ થાય કે નહિ. આપણને તેની ખબર નથી પડતી, પરંતુ અંતઃચેતનામાં તે કષ્ટનું વેદન અવશ્ય કરે છે. એક જ્ઞાનની શક્તિ હોય છે જે મૂચ્છિત અવસ્થામાં પણ વાતને પકડી લે છે. એને આધારે જ તેમણે કહ્યું કે જેવી રીતે મૂચ્છિત વ્યક્તિ કષ્ટનો અનુભવ કરે છે, પણ તેને વ્યકત નથી કરી શકતી – એવી જ રીતે સૂક્ષ્મ જીવો કષ્ટનો અનુભવ તો કરે છે – ભલે તે એને વ્યક્ત કરી શકે કે ન કરી શકે. આચારાંગ સૂત્રમાં આ ઉદાહરણો દ્વારા સૂક્ષ્મ જીવોની સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. આધુનિક વૈજ્ઞાનિક પ્રયોગો આ સંવેદનાના તથ્યને વિશેષ સ્પષ્ટ કરી રહ્યા છે. આ સુખ-દુઃખની અનુભૂતિના સંદર્ભમાં “મોડર્ન રિસર્ચ” પુસ્તકમાં જે વ્યાપક વિશ્લેષણ કરવામાં આવ્યું - —*- અસ્તિત્વ અને અહિંસાન. ૩૦ – Page #32 -------------------------------------------------------------------------- ________________ છે તેનાથી એવો ખ્યાલ સ્પષ્ટ થઈ જાય છે કે સૂક્ષ્મ જગતમાં ઈન્દ્રિય ચેતના અને તેનાથી પર અતીન્દ્રિય ચેતનાનું અસ્તિત્વ વિદ્યમાન છે. અતીન્દ્રિય ચેતના જાગરણનું સૂત્ર આપણી સમક્ષ બે જગત છે – સૂક્ષ્મ જગત અને સ્થૂળ જગત. (દશ્ય જગત). સ્થૂળ જગત વ્યક્ત ચેતનાનું જગત છે અને સૂક્ષ્મ જગત અવ્યક્ત ચેતનાનું જગત છે. અવ્યક્ત ચેતના એટલે સૂક્ષ્મ જીવોની ઈન્દ્રિયો વ્યક્ત નથી, પરંતુ તેમની અંતઃચેતના તીવ્ર છે. આજે પણ માણસે પોતાની ઈન્દ્રિયો મેળવીને કંઈક ખોયું પણ છે. તેણે પોતાની અતીન્દ્રિય ચેતનાના દરવાજા બંધ કરી દીધા છે. પ્રત્યેક વ્યક્તિ પાસે ઈન્દ્રિયાતીત ચેતના છે. આપણે જેને પ્રાતિજ જ્ઞાન કહીએ છીએ અથવા પ્રજ્ઞા કહીએ છીએ – તે પ્રત્યેક માનવી પાસે છે. જરૂર છે સૂક્ષ્મ નિયમોને જાણવાની, એકાગ્ર થવાની અને ઈન્દ્રિયો પાસેથી ઓછું કામ લેવાની. અતીન્દ્રિય ચેતનાના જાગરણ માટે એક સંતુલન અપેક્ષિત છે. જો આપણે ઈન્દ્રિય પ્રતિસંલીનતાનું સૂત્ર શીખી લઈએ તો આપણી અતીન્દ્રિય ચેતના જાગી શકે છે, સૂક્ષ્મ જગતનાં સૂક્ષ્મ પ્રાણીઓ સાથે આપણું તાદામ્ય સ્થાપિત થઈ શકે છે. ——– અસ્તિત્વ અને અહિંસા, ૩૧ – Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨ સંકલિકા ૦ જંબુદીવેણં ભતે ! દીવે ઇમીસે ઓસપિણીએ દુસ્સમ-દુલ્સમાએ... સમાણુભાવેણ થ ાં ખર-ફરસ-ધૂલિ-માલા દુટ્વિસહ વાઉલા ભયંકરા વાયા સંવઠ્ઠગા ય વાહિતિ... સમયલુકMયાએ ય ર્ણ અહિયં ચંદા સીયં મોર્ચ્યુતિ / અહિયં સૂરિયા તવઇસ્મૃતિ / અદુત્તરં ચ ણ અભિખણ બહવે અરસા , વિરસમેટા, અસણિ મેટા-અવિવણિજ્જાદગા વાહિરોગવેદણોદીરણા-પરિણામસલિલા.... * વેઢગિરિવજે વિરાવેહિંતિ, સલિલબિલગઢ-દુ વિસમનિષ્ણુન્નાભાઈ ચ ગંગાસિન્ધવજઈ સમીકરેડિંતિ .... (ભગવઈ ૭/૧૧૭-૧૨૩) ૦ એસ ખલું ગંથે એસ ખલુ મોહે, એસ ખલુ મારે, એસ ખલુ હિરણ / (આયારો ૧/૧૦૭) ૦ તં પરિણાય એવી ઇયર્ણિ નો જમાઈ પુવક્નકાસી પમાણે છે (આયારો ૧/૭૦), ૦ સુપર ઈગો છે સંયમ - ઈગો છે અસંયમ 0 અહિંસા અને પર્યાવરણ ૦ પર્યાવરણ વિજ્ઞાનઃ ભોગોપભોગ સંયમ ૦ વધારે પડતું દોહનઃ પરિણામ ૦ અસંતુલનઃ કારણ છે અસંયમ ૦ છઠ્ઠો આરો –કાળખંડમાં વિશ્વ-સ્થિતિ ૦ મહત્ત્વપૂર્ણ ખ્યાલો ૦ ધર્મનું સૂત્ર વર્તમાન સંદર્ભમાં – અસ્તિત્વ અને અહિંસા ન ૩૨ – ––– Page #34 -------------------------------------------------------------------------- ________________ હિંસા મૃત્યુ છે હિંસા અને અસંયમ સંયમ વગર અહિંસાને સમજી શકાય નહિ, અસંયમ વગર હિંસાને પણ સમજી શકાય નહિ. હિંસા અને અહિંસા એ નિષ્પત્તિઓ છેપરિણામ છે. તેની પશ્ચાદ્ભૂમાં છે માણસનો સંયમ અને અસંયમ. એક રીતે એમ કહી શકાય કે સંયમ એટલે અહિંસા અને અસંયમ એટલે હિંસા. જેટલો જેટલો સંયમ તેટલી તેટલી અહિંસા અને જેટલો જેટલો અસંયમ તેટલી તેટલી હિંસા. આજે હિંસા વધી છે અને તે એટલા માટે વધી છે કે અસંયમ વધ્યો છે. આપણે હિંસાને પકડવા જઈએ તો તે હાથમાં નહિ આવે. હિંસાને ક્યારેય પકડી શકાતી નથી. આજે હિંસાને રોકવાના અઢળક ઉપાયો કરવામાં આવી રહ્યા છે. દંડસંહિતા વધી ગઈ છે. પોલીસની સંખ્યા વધી ગઈ છે. સતર્કતાનો વિભાગ શરૂ થઈ ગયો છે. પોલીસ ખાતાની શાખાઓ વધતી જાય છે. અગાઉ એક ડી.આઈ.જી. હતો. આજે અનેક ડી.આઈ.જી. અને આઈ.જી. બનાવી દેવામાં આવ્યા છે. અનેક નગરોમાં પોલીસની જાળ પથરાયેલી રહે છે છતાં અપરાધની સંખ્યા સતત વધતી જાય છે, આતંક વધતો જાય છે. તમામ ઉપાયો અસરહીન પુરવાર થઈ રહ્યા છે. તેનું કારણ એ જ છે કે જે વાત ઉપર ધ્યાન આપવું જોઈએ તે વાત ઉપર ધ્યાન આપવામાં આવતું નથી. ધ્યાન આપવા યોગ્ય વાત છે અસંયમ. સમસ્યાનું કારણ આજે માનવીમાં અસંયમ વધી રહ્યો છે. હું એક યુવક સાથે વાતચીત કરતો હતો. તેણે કહ્યું કે ઈગો તો હોવો જ જોઈએ. ઈગો નહિ હોય તો વિકાસ શી રીતે થશે ? મહત્ત્વાકાંક્ષા વગર વિકાસ શી રીતે થઈ શકે ? તેથી ઈગોનું હોવું જરૂરી છે. મેં કહ્યું કે જો ઈગોનું હોવું જરૂરી હોય તો સાથેસાથે સુપર ઈગોનું હોવું પણ જરૂરી છે. જો સુપર ઈગો નહિ – અસ્તિત્વ અને અહિંસા . ૩૩ * 8. Page #35 -------------------------------------------------------------------------- ________________ હોય તો માત્ર ઈગો ખતરનાક પુરવાર થશે. ઈગો અને સુપર ઈગો વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. જો ઈગોને આપણે અસંયમ માની લઈએ તો સુપર ઈગોને સંયમ માની શકાય. ઈગો અસંયમ છે તો સુપર ઈગો સંયમ છે. જો ઈગો હોય, સુપર ઈગો ન હોય તો હિંસાનું હોવું અનિવાર્ય બની જશે. આજે અસંયમને કારણે સમસ્યાઓ વધી રહી છે. આ જ અસંયમને ધ્યાનમાં રાખીને મહાવીરે કહ્યું હતું કે હિંસા ગ્રંથિ છે. હિંસા મોહ છે. હિંસા મૃત્યુ છે. હિંસા નરક છે. તેનો મર્મ એ છે કે જ્યારે જ્યારે અસંયમ વધે છે ત્યારે ત્યારે હિંસાની સમસ્યા વિકરાળ બને છે. તે માનવી માટે મોત બની જાય છે. હિંસા મૃત્યુ કઈ રીતે છે? આ તથ્ય વિજ્ઞાનના સંદર્ભમાં સમજીએ. આજે પર્યાવરણ (ઈકોલોજી) વિશે વ્યાપક ચર્ચા ચાલી રહી છે. વૈજ્ઞાનિકો માને છે કે જો પર્યાવરણનું અસંતુલન વધતું જશે તો એક દિવસ માનવજાત સમાપ્ત થઈ જશે. માત્ર માનવી જ નહિ પ્રાણીજગત પણ સમાપ્ત થઈ જશે! બે ભવિષ્યવાણીઓ એક ભવિષ્યવાણી છે આજની અને બીજી છે અઢી હજાર વર્ષ પ્રાચીન. હમણાં જ મેં ‘હિન્દુસ્તાનમાં એક લેખ વાંચ્યો. તેમાં વિશ્વના ભવિષ્યની સ્થિતિનું વર્ણન હતું. અઢી હજાર વર્ષ પૂર્વે રચિત ભગવતી સુત્રમાં વિશ્વ વિશે એવી જ ભવિષ્યવાણી કરવામાં આવી છે. ફ્રાન્સ, અમેરિકા વગેરે દેશોના ભવિષ્યવેત્તાઓની અનેક ભવિષ્યવાણીઓ પ્રગટ થઈ છે, પરંતુ ભગવતીસૂત્રની આ ભવિષ્યવાણી હજી સુધી પ્રકાશમાં આવી નથી. વૈજ્ઞાનિક જગત દ્વારા પ્રલયના સંદર્ભમાં કરવામાં આવતી ભવિષ્યવાણીને ભગવતીસૂત્રના સંદર્ભમાં વાંચીએ તો સ્વાભાવિક રીતે જ એવો પ્રશ્ન ઉદ્ભવશે કે શું આ લેખ ભગવતી સૂત્ર વાંચીને તો નથી લખ્યો ને ? કદાચ એવો વિકલ્પ પણ પેદા થાય કે આ લેખમાં જે લખવામાં આવ્યું છે તે ભગવતી સૂત્રના પ્રણેતાએ હજારો વર્ષ પૂર્વે કઈ રીતે લખ્યું હશે ? માત્ર ભાવ જ નહિ, ક્યારેક ક્યારેક તો ભાષામાં પણ સમાનતા જોવા મળે છે ! ભવિષ્ય વિશ્વનું લેખની ભાષા છે – “આજે પર્યાવરણનું સંતુલન બગડી રહ્યું છે. -- અસ્તિત્વ અને અહિંસા ૩૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ તેનું એક કારણ છે નાભિકીય વિસ્ફોટ. વૈજ્ઞાનિકો કહે છે કે જો નાભિકીય યુદ્ધ થશે, અણુયુદ્ધ થશે તો વિશ્વસ્થિતિમાં ભારે પરિવર્તન આવશે. સમગ્ર ધરતી અને સમગ્ર આકાશ ધૂળથી ભરાઈ જશે. ક્યાંક તાપમાન ઓછું થઈ જશે, ક્યાંક તાપમાન ઘણું બધું વધી જશે. સમગ્ર જળ અને સ્થળનો ભૂભાગ વિષાક્ત બની જશે. જીવજગત તદ્દન ખતમ થઈ જશે. ક્યાંક ભારે ઠંડી પડશે તો ક્યાંક ભયંકર ગરમી પડશે. તમામ હિમખંડો પીગળી જશે. સમુદ્રની જળસપાટી, બે-ત્રણ મીટર ઊંચી થઈ જશે. સમુદ્ર કિનારે વસેલાં નગરો અને વસતિઓ ડૂબી જશે. તેની આસપાસનો સ્થળ ભૂભાગ જળબંબાકાર બની જશે. એક પ્રકારનોં હિમયુગ આવશે, માત્ર પાણી જ પાણી નજરે પડશે. આ નાભિકીય વિસ્ફોટ અને અણુયુદ્ધ દ્વારા બનનારી સ્થિતિ છે. બીજું કારણ છે જંગલોની આડેધડ કતલ. સમગ્ર જગતમાં જંગલોની આડેધડ કતલ થઈ રહી છે. તેને કારણે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ૨૫ ટકા વધી ગયું છે. કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ જેટલું વધે છે એટલું જ વાતાવરણ ભયંકર બની જાય છે, તાપમાન વધી જાય છે. એટલો બધો ગેસ બાળી નાંખવામાં આવે છે કે જેને કારણે વાતાવરણ કાર્બન ડાયોક્સાઈડથી ભરાઈ ગયું છે. ઓઝોન વાયુનું પડ કે જે એક સુરક્ષાછત્ર છે તે છેદાઈ રહ્યું છે. કેટલાક દેશોનાં આવાં કરતુતોનું પરિણામ સમગ્ર વિશ્વ ઉપર પડી રહ્યું છે.. સંતુલન કેમ બગડી રહ્યું છે ? આ સમગ્ર સ્થિતિ એક પ્રલયની સ્થિતિ છે. શું આ સંદર્ભમાં આપણે એમ નહિ કહીએ કે હિંસા મૃત્યુ છે ? શું એમ કહેવું કે હિંસા મૃત્યુ નથી ? જે સ્થિતિમાં એક માણસનું જ નહિ, બે-ત્રણ-ચારનો નહિ પરંતુ સમગ્ર જગતનો વિનાશ છુપાયેલો છે, તેને મૃત્યુ કહેવું એ શું અતિશયોક્તિ છે ? એસ ખલુ મારે – હિંસા મૃત્યુ છે. આ વિધાનને આ વૈજ્ઞાનિક સંદર્ભ સાથે વાંચીએ તો એમ લાગશે કે તે કેટલું વ્યાપક સૂત્ર છે ! સંદર્ભ વગર આ સૂત્ર સામાન્ય લાગે છે, પરંતુ વિજ્ઞાનના સંદર્ભમાં આ સૂત્ર અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહે છે. એ પર્યાવરણ વિજ્ઞાનનું સૂત્ર છે. પર્યાવરણનું સંતુલન બગડ્યું અને જગત માટે મોતનું નિયંત્રણ આવી ગયું. પ્રશ્ન એ છે કે આ સંતુલન કેમ બગડી રહ્યું છે ? એનું કારણ છે અસ્તિત્વ અને અહિંસા – ૩૫ * Page #37 -------------------------------------------------------------------------- ________________ માણસમાં અસંયમ વધી ગયો છે. તે એટલું બધું ધન ઇચ્છે છે. એટલું બધું સુખ ઇચ્છે છે, એટલી બધી સગવડો ઇચ્છે છે કે તે માટે તે કંઈ પણ કરવા તૈયાર છે. જંગલોની કતલ કેમ થાય છે ? પૈસાના લોભને કારણે જંગલો કપાઈ રહ્યાં છે. મોટા મોટા ટેકેદારો અને અધિકારીઓની સાંઠગાંઠથી નિષિદ્ધ જંગલો ખુલ્લેઆમ કપાઈ રહ્યાં છે. કોઈ રોકનાર કે ટોકનાર નથી. અહીં પણ પૈસાનો લોભ છે અને ત્યાં પણ પૈસાનો લોભ છે. ધનનો આ લોભ, આ અસંયમ જંગલોનો સર્વનાશ કરી રહ્યો છે. તેનું પરિણામ છે ઓક્સીજનની ઊણપ અને કાર્બનનો અતિરેક. પર્યાવરણવિજ્ઞાન : અહિંસા અસંયમને કારણે જ ખનિજનું વધારે પડતું દોહન થઈ રહ્યું છે. આ વૈજ્ઞાનિક યુગમાં જીવતા વૈજ્ઞાનિકો અને ભૌતિક માણસો શું ભવિષ્યની કલ્પના કરતા નથી ? શું ખનિજનું વધારે પડતું દોહન કરીને તેઓ ભવિષ્યની પેઢીઓને દરિદ્ર બનાવી રહ્યા નથી ? જે ખનિજ સંપત્તિ હજારો વર્ષ સુધી ઉપયોગમાં આવી શકે તે જો સો વર્ષમાં સમાપ્ત થઈ જાય તો કેવી સ્થિતિ પેદા થશે ? હવે પછીની પેઢી રડતી હશે. તે કહેશે કે અમારા પૂર્વજોએ અમારી સાથે આ શું કર્યું ! અમને તદ્દન દરિદ્ર અને નકામા બનાવી મૂક્યા ! પર્યાવરણ વિજ્ઞાનનું એક સૂત્ર છે – લિમીટેશન. પદાર્થને સીમા હોય છે. કોઈ પણ પદાર્થ અસીમ નથી હોતો. શું પદાર્થની સીમાનું આ સૂત્ર સંયમનું સૂત્ર નથી ? પર્યાવરણ વિજ્ઞાનનું બીજું મહત્ત્વનું સૂત્ર છેપદાર્થ સીમિત છે તેથી તેનો ઉપયોગ ઓછો કરો. પદાર્થોનો ઉપભોગ ઓછો થાય, પાણીનો વ્યય ઓછો કરવામાં આવે, ઉપભોગનો સંયમ કરવામાં આવે- આ સૂત્ર ધર્મનું નહિ પર્યાવરણ વિજ્ઞાનનું છે. પરંતુ સચ્ચાઈ બન્નેમાં એક છે. ધર્મનો માણસ કહેશે કે ખર્ચ ઓછો કરો, સંયમ કરો. પર્યાવરણ વિજ્ઞાની એમ કહેશે કે પદાર્થો ઓછા છે અને ઉપભોક્તાઓ વધારે છે તેથી ભોગની મર્યાદા રાખો. મહાવીરે ભોગોપભોગના સંયમનું જે વ્રત આપ્યું તે પર્યાવરણ વિજ્ઞાનનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. પદાર્થ વધારે પડતા કામમાં ન લો, અનાવશ્યક ચીજોને કામમાં ન લો, આ છે સંયમ અને એનું જ નામ અહિંસા છે. પર્યાવરણ વિજ્ઞાન છે. – અસ્તિત્વ અને અહિંસા, ૩૬ – Page #38 -------------------------------------------------------------------------- ________________ ભગવતીની ભવિષ્યવાણી આપણે ભગવતીનું પ્રકરણ વાંચીએ. જૈન કાળગણના અનુસાર અત્યારે પાંચમો આરો ચાલી રહ્યો છે. જ્યારે પાંચમો આરો (કાળખંડ) સમાપ્ત થવાનો હશે, છઠ્ઠો આરો શરૂ થશે ત્યારે આ જગતમાં વિચિત્ર સ્થિતિઓ પેદા થશે. એ સમયની સ્થિતિનું વર્ણન રોમાંચક છે. સૌપ્રથમ સમવર્તક વાયુ વહેશે. તે એવો પ્રલયકારી હશે કે પહાડ પણ પ્રકંપિત થઈ ઊઠશે. આજના યુગમાં પણ ક્યારેક ક્યારેક ચક્રવાત આવે છે, એમાં બળદગાડાં, કાર વગેરે ઊડી જાય છે, વૃક્ષોમાં ફસાઈ જાય છે. એ સમવર્તક વાયુ તો એટલો બધો ભયંકર હશે કે પહાડ અને ગામ પણ નાશ પામશે. તેમનું અસ્તિત્વ જ વિલુપ્ત થઈ જશે. તીવ્ર આંધીઓ ધસી આવશે. જેથી સમગ્ર આકાશ અને સમગ્ર ધરતી ધૂળથી છવાઈ જશે. ચંદ્રમા એટલો બધો ઠંડો પડી જશે કે રાત્રે કોઈ માણસ બહાર નીકળી પણ નહિ શકે. સૂર્ય એટલો બધો ગરમ થઈ જશે, એટલો બધો તમ થઈ જશે કે માણસ બફાઈ જશે. ભયંકર ઠંડી અને ભયંકર ગરમી ! વરસાદ પણ પડશે- પરંતુ પાણીનો નહિ અગ્નિનો વરસાદ પડશે, અંગારા વરસશે ! આજે એમ કહેવાય છે કે જ્યારે પરમાણુ વિસ્ફોટ થશે, નાભિકીય યુદ્ધ થશે ત્યારે આકાશ અગ્નિની જ્વાળાઓમાં ભરખાઈ જશે, જીવજગત પ્રાયઃ સમાપ્ત થઈ જશે. જે બચશે તેઓ આંધળા, બહેરા અને રોગી બની જશે. ભગવતી સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે જે વરસાદ વરસશે, તે રોગ વધારનારો હશે. તેનું પરિણામ એ આવશે કે માણસો, પશુપક્ષીઓ, કીડા-મકોડા અને વનસ્પતિ નષ્ટ પામશે. પહાડોમાં માત્ર એક વૈતાઢ્ય પર્વત બચશે, જેને આજે હિમાલય કહેવામાં આવે છે. બાકીના તમામ પહાડો અરવલી અને વિંધ્યાચલની ઘાટીઓ સુધ્ધાં પોતાનું અસ્તિત્વ ખોઈ બેસશે. જે લોકો બચશે તેઓ હિમાલયની ગુફામાં ચાલ્યા જશે. તેઓ ન તો દિવસે બહાર નીકળી શકશે કે ન તો રાત્રે બહાર નીકળી. શકશે. માત્ર સંધ્યા કાળે થોડો સમય બહાર જઈ શકશે. નદીઓ મોટે ભાગે સુકાઈ જશે. માત્ર ગંગા અને સિન્ધુનો થોડોક તટ અવશેષરૂપે રહેશે. એ બચેલા લોકો કેટલીક માછલીઓ ખાઈને જેમ તેમ પોતાનું જીવન પસાર કરશે. જેવી રીતે ઉંદરો દરમાં પડ્યા રહે છે તેવી જ રીતે માણસો પહાડની ગુફાઓમાં ભરાઈ રહેશે. આ ભૂમિ અંગારાની જેમ અસ્તિત્વ અને અહિંસા ૩૭ - Page #39 -------------------------------------------------------------------------- ________________ તમ થઈ જશે. સમગ્ર ભૂમિ તપી ઊઠશે. અંગારા ઉપર ચાલવાનું અને જમીન ઉપર ચાલવાનું એકસરખું લાગશે. - ભગવતીસૂત્રનું આ વર્ણન શું પરમાણુ યુદ્ધ દ્વારા પેદા થનારી સ્થિતિનું વર્ણન તો નથી ને ? તેમણે અગાઉથી એ શી રીતે જોયું કે આવું કશુંક બનવાનું છે ? આજે જે ચાલી રહ્યું છે તે જોતાં એમ લાગે છે કે માનવી બરાબર એ જ દિશામાં આગળ વધી રહ્યો છે. આજના વૈજ્ઞાનિકો અને રાજનેતાઓ હિંસાની દિશામાં જઈ રહ્યા છે. એનો અર્થ એ જ છે કે તેઓ મોતની દિશામાં જઈ રહ્યા છે અને જાણી જોઈને આંખમીંચામણાં કરી રહ્યા છે, પોતાની જાત સાથે પ્રપંચ આચરી રહ્યા છે. છેતરાઈ રહ્યો છે માણસ માલિકે નોકરને કહ્યું કે આ કવર લઈ જા અને તેની ઉપર ટિકિટ લગાડીને પોસ્ટઓફિસમાં પોસ્ટ કરી આવ. નોકરે પાછા આવીને માલિકને કહ્યું કે લો આ ટિકિટ ! માલિકે પૂછ્યું કે આ ટિકિટ કેમ લાવ્યો? શું કવર પોસ્ટ ના કર્યું? નોકર બોલ્યો કે મેં કવર પોસ્ટ કરી દીધું છે. તો પછી આ ટિકિટ ક્યાંથી લાવ્યો ? જ્યારે હું કવર પોસ્ટ કરી રહ્યો હતો ત્યારે પોસ્ટમાસ્ટરનું ધ્યાન બીજી તરફ હતું એટલે મેં ટિક્ટિ ન લગાડી. ટિકિટ વગર જ કવર પોસ્ટ કરીને મેં ટિકિટ બચાવી લીધી ! માણસ બીજાને છેતરવા ઇચ્છે છે પરંતુ તે એમ નથી વિચારતો કે એ પોતે જ છેતરાઈ રહ્યો છે. ટિકિટ લગાડ્યા વગરનું કવર નોટપેડ ગણાય છે. તેને છોડાવવા માટે ટિકિટની કિંમત કરતાં વધારે કિંમત ચૂકવવી પડે છે. સવાલ છે કે છેતરાયું કોણ : માલિક કે પોસ્ટમાસ્તર? હકીકતમાં માણસ પોતાને જ છેતરી રહ્યો છે, બીજાઓને નહિ. તેનામાં એ પ્રવૃત્તિ વધી રહી છે, તે પોતાને છેતરતો જાય છે. મૂચ્છ એટલી બધી પ્રબળ છે કે માણસ સમજવા છતાં સમજતો નથી ! કાળની ઉદીરણા ન થઈ જાય આજે તમામ વૈજ્ઞાનિકો ભવિષ્ય અંગે ચિંતિત છે. વિશ્વ આરોગ્ય સંગઠનના લોકો અવારનવાર એવી જાહેરાત કરે છે કે જંગલોની કતલ ––– અસ્તિત્વ અને અહિંસા - ૩૮ -- Page #40 -------------------------------------------------------------------------- ________________ ઓછી કરો, પદાર્થો અને જળનો ઉપયોગ મર્યાદિત કરો. વેજ્ઞાનિક સ્તરે થતી આવી ચેતવણીઓ છતાં બધું એવું ને એવું ચાલી રહ્યું છે. તમામ લોકો એવું જ કરી રહ્યા છે, સરકારો પણ એવી જ રીતે ચાલી રહી છે. પૈસાનો લોભ સરકારને પણ છે, પ્રજાને પણ છે, ઠેકેદારોને અને અધિકારીઓને પણ છે. પૈસાના આ ચક્કરમાં લોભ અને અસંયમના ચક્કરમાં બધા ફસાયેલા છે. પર્યાવરણ પ્રદૂષણ પ્રત્યે ખૂબ ચિંતા વ્યક્ત કરવામાં આવે છે, પરંતુ તેની ક્રિયાવિતિની કોઈને પરવા નથી. જ્યાં સુધી અહિંસા અને સંયમનો માર્ગ સમજાશે નહિ ત્યાં સુધી પર્યાવરણની વાત સમજાશે નહિ, પર્યાવરણની સમસ્યા હલ થશે નહિ. પાંચમા કાળખંડની કાળ-અવધિ છે – એકવીસ હજાર વર્ષ. ક્યાંક કાળની ઉદીરણા ન થઈ જાય, એકવીસ હજાર વર્ષ પછી આવનારી સ્થિતિ એકવીસમી સદીમાં જ ન આવી જાય ! કારણ કે વૈજ્ઞાનિક ઉદ્ઘોષણા છે કે એકવીસમી સદીનો મધ્યકાળ જગત માટે ભયંકર બની રહેશે. તેમાં માત્ર થોડાંક જ વર્ષ શેષ છે. જે પેઢી આજે જન્મી રહી છે તેણે એ ભયાનકતામાંથી પસાર થવું પડશે. જો આપણે નહિ સુધરીએ તો સામે દેખાતું જોખમ ભયાનક બની જશે. શક્ય છે કે કાળની ઉદ્દીરણા થઈ જાય. કાળ કર્મની ઉદીરણામાં નિમિત્ત બને તો શક્ય છે કે કદાચ કર્મ પણ કોઈક કોઈક વખત કાળની ઉદીરણામાં નિમિત્ત બની જાય. સમાધાન સૂત્ર આ સમસ્યાનાં જે સમાધાન સૂત્રો છે તે અત્યંત મહત્ત્વનાં છે. જૂના લોકો કહેતા હતા કે પાણીને ઘીની જેમ વાપરો. એવો ખ્યાલ હતો કે અસંખ્ય જીવો મરે છે ત્યારે પાણીનું એક ટીપું ઉપયોગમાં આવે છે. પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો હોય છે. ધર્મનું તત્ત્વ સમજાવતી વખતે બાળકોને કહેવામાં આવતું હતું કે, જુઓ ! એક ગ્લાસ પાણીમાં તમારાં કેટલાં માબાપ છે ! એનો અર્થ એ હતો કે અનંતકાળથી પરિભ્રમણ કરતાં કરતાં જીવે કેટ-કેટલાં માબાપ બનાવ્યાં છે ! જેમની હિંસા કરવામાં આવે છે, તેમાં કોણ જાણે કેટલા જૂના પૂર્વજો પોતાના હશે ! આવી વાતો કહીને પાણીનો ઘીની જેમ ઉપયોગ કરવાનું રહસ્ય સમજાવામાં આવતું હતું. રૂપચંદજી શેઠિયા જેવા લોકો પચાસ તોલાથી વધુ પાણી ઉપયોગમાં લેતા નહોતા. જૂની પેઢીના લોકો અડધી ડોલ પાણીથી સ્નાન – અસ્તિત્વ અને અહિંસા - ૩૯ --~-- Page #41 -------------------------------------------------------------------------- ________________ કરી લેતા હતા. આજકાલ તો એમ કરવામાં સમજદારીની વાત માનવામાં આવતી નથી. જ્યાં સુધી વ્યક્તિ નળ નીચે ન બેસી જાય, દસ-વીસ ડોલ પાણી શરીર ઉપર ન વેડફે ત્યાં સુધી સારું સ્નાન થતું નથી ! કેટલો બધો અસંયમ! આજે અસંયમ કેટલો બધો વધી ગયો છે ! દરેક વાતમાં અસંયમ છે. વીજળીનો કેટલો બધો અનાવશ્યક ઉપયોગ થઈ રહ્યો છે ! લાઈટ કરવામાં આવે છે અને તે આખી રાત બળતી રહે છે. શું આખી રાત બત્તીનો પ્રકાશ જરૂરી હોય છે ખરો ? પંખો ચાલે છે અને દિવસ-રાત ચાલતો રહે છે. શું આ અસંયમ નથી ? વીજળી બળે તો રાત દિવસ બળે અને પાણી વહે તો રાત દિવસ વહે ! કેવો પ્રબળ છે અસંયમ ! આવી સ્થિતિમાં ઓઝોનનું છત્ર કેમ ન તૂટે? કાર્બનનું પ્રમાણ કેમ ન વધે? ઓક્સીજનમાં ઊણપ કેમ ન આવે? પર્યાવરણનું સંતુલન કેમ ન બગડે ? સંકલ્પ કરીએ આપણે આ સચ્ચાઈને સમજીએ. ભગવાન મહાવીરે કહ્યું કે આ સચ્ચાઈ જાણીને મેઘાવી પુરુષે એવો સંકલ્પ કરવો જોઈએ કે મેં હિંસા અને અસંયમ ખૂબ કર્યા. હવે હું એમ નહિ કરું. હું હવે અહિંસા અને સંયમની સાધના કરીશ. જેમ જેમ આ સંકલ્પ પ્રબળ બનશે શક્તિશાળી બનશે તેમ તેમ વ્યક્તિમાં પરિવર્તન આવવાનું શરૂ થઈ જશે. જેમ જેમ સંયમ વધશે, અસંયમ ઘટશે તેમ તેમ મુશ્કેલીઓ ઓછી થશે. એક અફસરનું કદ ખૂબ નાનું હતું. ઑફિસના એક કર્મચારીને તેનો એક મિત્ર મળવા આવ્યો. એણે પૂછયું કે અફસર કોણ છે ? કર્મચારીઓ સામે બેઠેલી વ્યક્તિ તરફ સંકેત કર્યો. મિત્ર બોલ્યો કે, અરે ! આ તો ખૂબ નાનો છે ! કર્મચારીએ કહ્યું કે મુસીબત જેટલી નાની હોય એટલું સારું ! વર્તમાન સંદર્ભમાં આપણે જેટલો સંયમ કરીશું, સમસ્યા એટલી નાની બનતી જશે, એ લાંબી નહિ બને, ભયંકર અને વિકરાળ નહિ બને. જો આજે ખરેખર વિશ્વને પર્યાવરણ-સંતુલનની ચિંતા હોય, તેના થકી આવનારાં પરિણામોની ચિંતા હોય તો એ માટે ધર્મનો પાઠ, અહિંસા અને સંયમનો -----અસ્તિત્વ અને અહિંસા - ૪૦ - Page #42 -------------------------------------------------------------------------- ________________ પાઠ સમજવો સૌથી વધુ આવશ્યક છે. સંયમની વાત માત્ર મોક્ષના સંદર્ભમાં જ કહેવાઈ નથી. ધાર્મિક લોકો પણ મોટે ભાગે સંયમ અને અહિંસાની વાત મોક્ષના સંદર્ભમાં કરે છે. જેણે મોક્ષમાં જવું જ નથી તે આ વાત શા માટે માનશે? મોક્ષના સંદર્ભમાં ધર્મની વાત કરવી એ એની એક બાજુ છે. પરંતુ જીવનના સંદર્ભમાં તે અત્યંત મૂલ્યવાન છે. આ સચ્ચાઈને વર્તમાન સંદર્ભમાં સમજવી અત્યંત જરૂરી છે. જો ધર્મની વાતને વર્તમાનયુગની સમસ્યાઓના સંદર્ભમાં પ્રસ્તુત કરવામાં આવે, અધર્મ અને હિંસા દ્વારા ઉત્પન્ન થનારી પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓના સંદર્ભમાં પ્રસ્તુત કરવામાં આવે તો પ્રત્યેક વ્યકિત ધર્મનું મૂલ્યાંકન કરશે, અહિંસા અને સંયમનું મૂલ્યાંકન કરશે, ધર્મની વાત અત્યંત વ્યાપક બની રહેશે. ધર્મનું એક સૂત્ર છે – અતીતની ભૂલોનું પુનરાવર્તન ન થવા દેવું. પ્રત્યેક વ્યક્તિએ એવો સંકલ્પ કરવો જોઈએ કે મેં આજ સુધી જે ભૂલો કરી છે તે ફરીથી નહિ કરું. પ્રમાદવશ જે કંઈ કર્યું છે તે પુનઃ નહિ કરું. આ સંકલ્પ સમસ્યાના ઘોર અંધકારમાં સમાધાનનો દીવડો બની રહેશે. અસ્તિત્વ અને અહિંસાન, ૪૧ —— — Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનઃY પણ સંકલિકા 0 3 ૦ મંતા મઈમ અભયં વિદિતા (આયારો ૧/૯૧) ૦ સે બેમિ - ઇમંપિ જાઈધણમય, એયંપિ જાઈધમ્મઈ / ઇમંપિ બુઢિધમ્મય, એયંપિ બુઢિઘમ્મય / ઇમંપિ ચિત્તમંતયં, એમપિ ચિત્તમંતયં / ઇમંપિ છિન્ન મિલાતિ, એમંપિ છિન્ન મિલાતિ ઇમંપિ આહારગે, એમપિ આહારગ ! ઇમંપિ અણિચ્ચયે, એમપિ અણિચ્ચયં / ઇમંપિ અસાસયું, એમપિ અસાસય / ઇમંપિ ચયાવચઈયું, એમપિ ચયાપચયં / ઇમંપિ વિપરિણામધમ્મય, એમપિ વિપરિણામધમ્મયં / (આયારો ૧/૧૧૩) ૦ ઘરની બહાર બગીચો શા માટે? ૦ વનસ્પતિજગત : માનવજગત ૦ માનવ અને કલ્પવૃક્ષ ૦ વિબના વિશ્નોઈ સમાજનું બલિદાન ૦ વૃક્ષ કાપવાનો અર્થ ૦ અર્થહિંસાઃ અનર્થહિંસા ૦ પ્રાકૃતિક ભૂખ કૃત્રિમ ભૂખ અર્થશાસ્ત્રનું સૂત્ર પર્યાવરણ-સંતુલનનો પ્રશ્ન ૦ તનની તૃષ્ણા મનની તૃષ્ણા ૦ ઇચ્છા : આવશ્યક્તા ૦ સૃષ્ટિ-સંતુલનની ચિંતા વર્તમાન ખ્યાલો - અસ્તિત્વ અને અહિંસા , ૪૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિજગત અને આપણે માણસ અને વનસ્પતિ બન્ને સાથીદાર છે. વનસ્પતિ વગર માનવીનું જીવન શક્ય નથી, પરંતુ માણસ વગર વનસ્પતિનું જીવન શક્ય હોઈ શકે છે. જો પ્રાચીન યુગની વાત કરીએ, યોગલિક યુગની વાત કરીએ તો તે વખતે જીવનની તમામ આવશ્યકતાઓ કલ્પવૃક્ષ ઉપર નિર્ભર હતી. તે દરેક કલ્પનાને સાકાર કરનારું વૃક્ષ હતું. યૌગલિક જીવોની અપેક્ષાઓ-ભોજન, વસ્ત્ર વગેરે કલ્પવૃક્ષ દ્વારા પૂર્ણ થતી હતી. મકાન, આભૂષણ, મનોરંજનના સાધનો, શૃંગાર, સાજ-સજાવટ, રહેણી-કરણી સઘળું કલ્પવૃક્ષને આશ્રિત હતું. લ્પવૃક્ષ વગર યોગલિક જીવનની લ્પના પણ કરી શકાય તેમ નથી. યોગલિક યુગ પછી માણસ સાથે રહેવાનું શીખું, ગામ વસાવવાનું શીખ્યું, મકાન બનાવવાનું અને ખેતર કરવાનું પણ શીખી લીધું. તેની પૂર્વે કલ્પવૃક્ષ જ તેનું મકાન હતું. યૌગલિક યુગના અંતિમ સમયે પ્રથમ મકાન બન્યું. મકાનનું નામ હતું અગાર. પ્રથમ મકાન લાકડામાંથી બન્યું. અગ-વૃક્ષમાંથી બન્યું તેથી મકાનનું નામ અગાર રાખ્યું. તે સમયે ન તો ઈટો હતી કે ન પથ્થર હતા. આખું મકાન લાકડામાંથી બનાવેલું હતું. જીવનનો નવો આરંભ * જીવનની જરૂરિયાતો વધી. માણસે કપડાં બનાવવાનું શરૂ કર્યું. પ્રથમ કપડું રૂમાંથી બન્યું. તેનું પ્રણયન પણ વનસ્પતિજગત ઉપર આધારિત હતું. ભોજનની પૂર્તિનો સ્રોત પણ વનસ્પતિજગત હતું. તેની પ્રાપ્તિ માટે માણસે કૃષિ-ખેતી કરવાનું શરૂ કર્યું. એક તફાવત પેદા થઈ ગયો. માત્ર કલ્પવૃક્ષ ઉપર જ નિર્ભરતા હતી તે હવે સમગ્ર વનસ્પતિજગત ઉપર બની ગઈ. પ્રવૃત્તિનો વિસ્તાર થતો રહ્યો. મકાન અને વસ્ત્રો બનવા લાગ્યાં. પાક ઊગવા લાગ્યો. જીવનની જાણે નવી શરૂઆત થવા લાગી, પરંતુ બધુંય વનસ્પતિ જગત ઉપર નિર્ભર બની રહ્યું. ----— અસ્તિત્વ અને અહિંસા ન ૪૩ ——– Page #45 -------------------------------------------------------------------------- ________________ આપણે સમાજનો ઇતિહાસ અવલોકીએ. માનવજગત અને વનસ્પતિજગત બન્ને સાથેસાથે જીવતાં રહ્યાં છે. માણસ પ્રથમ જંગલોમાં વૃક્ષોની વચ્ચે રહેતો હતો. આજકાલ મોટા ભાગના લોકો શહેરોમાં રહેવાનું પસંદ કરે છે. આપણે જોઈએ છીએ કે શહેરોમાં મોટાં મોટાં મકાનો બની રહ્યાં છે, પરંતુ તેમની ચારે બાજુ નાનકડા બગીચા બનાવેલા હોય છે. પ્રશ્ન થઈ શકે કે મકાનની સામે બગીચો શા માટે ? એમ લાગે છે કે માણસે જંગલને છોડ્યું અને ગામ વસાવ્યું. ગામમાં તેનું મન ન લાગ્યું તેથી તેણે ગામમાં ફરીથી જંગલ વસાવ્યું. પ્રાણશક્તિ ઃ મુખ્ય આધાર હકીકતમાં વૃક્ષ વગર માનવીનું મન જાગતું જ નથી. કોઈ માણસ કવિતા લખવા ઇચ્છે છે. જો તે વૃક્ષ નીચે બેસી જાય તો આપોઆપ કલ્પના આવવા લાગશે. વૃક્ષની નીચે કાગળ-કલમ લઈને લખવાનું શરૂ કરે તો વાર્તા પણ બની જશે. જ્યારે હર્યુંભર્યું, ફળો-ફૂલોથી લદાયેલું વૃક્ષ આંખોને જોવા મળે છે ત્યારે કોઈ શુષ્ક માણસ પણ સજળ બની જાય છે, સરસ બની જાય છે. - વનસ્પતિ આપણી પ્રાણશક્તિનો મુખ્ય આધાર છે. કોઈ વ્યક્તિને થોડાક સમય માટે કાળકોટડીમાં બંધ કરી દેવામાં આવે તો તેનો શ્વાસ રુંધાવા લાગશે. જ્યારે વ્યક્તિ પ્રાતઃકાળે બગીચામાં ફરવા માટે જાય છે ત્યારે તેનાં તન-મન અને ભાવ બધું સ્વસ્થ બનવા માંડે છે. માનવજગત અને વનસ્પતિજગત વચ્ચે કેવો ગાઢ સંબંધ છે ! છતાં માનવીના મનમાં તેના પ્રત્યે કરુણાનો અભાવ જોવા મળે છે. માનવીના મનમાં એક પ્રકારની ક્રૂરતા છુપાયેલી હોય છે. જે વનસ્પતિજગત પાસેથી તે આટલું બધું મેળવતો હોય છે તેના પ્રત્યે કરુણા, કોમળતા, સહૃદયતા, હમદર્દી અને ભાઈચારો હોવાં જોઈએ, પરંતુ તે તેના મનમાં નથી. જે જીવનનાં સાથી છે, જીવન આપનારાં છે તેમના પ્રત્યે પણ દયા નથી, આ એક વિડંબના છે. આત્મતુલા ભગવાન મહાવીરે આત્મતુલાના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. મહાવીરે વનસ્પતિ અને માણસની જે સમાનતાઓ રજૂ કરી છે, તેમને આજે વિજ્ઞાન પ્રમાણિત કરી ચૂક્યું છે. મહાવીરની ભાષામાં માણસ અને વનસ્પતિનું સ્વરૂપ આ પ્રમાણે છે ઃ અસ્તિત્વ અને અહિંસા ॥ ૪૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ માણસ વનસ્પતિ માણસ જન્મે છે. વનસ્પતિ પણ જન્મે છે. ' માણસ વિકસે છે. વનસ્પતિ પણ વિકસે છે. માણસ ચૈતન્યયુક્ત છે. વનસ્પતિ પણ ચેતન્યયુક્ત છે. માણસ છિન્ન થતાં દુખી વનસ્પતિ પણ છિન્ન થતાં દુખી થાય છે. થાય છે. માણસ આહાર લે છે. વનસ્પતિ પણ આહાર લે છે. માણસ અનિત્ય છે. વનસ્પતિ પણ અનિત્ય છે. માણસ અશાશ્વત છે. વનસ્પતિ પણ અશાશ્વત છે. માણસ ઉપચિત અને અપચિત વનસ્પતિ પણ ઉપચિત અને થાય છે. અપચિત થાય છે. માણસ વિવિધ અવસ્થાઓ વનસ્પતિ પણ વિવિધ અવસ્થાઓ પામે છે. પામે છે. અભચનું અવદાન મહાવીરે કહ્યું કે તમામ જીવોને પોતાના સમાન સમજો. વનસ્પતિના સંદર્ભમાં પણ તેમનું એવું જ પ્રતિપાદન હતું – “તમે જુઓ ! વનસ્પતિ બીજા જીવોની અપેક્ષાએ તમારી વિશેષ નિકટ છે. પૃથ્વી, અપ, તેજસ, વાયુ વગેરે જીવોને સમજવા ખૂબ મુશ્કેલ છે, પરંતુ વનસ્પતિકાયને સમજવાનું સરળ છે. તમે એને સમજો, તેના વિશે મનન કરો. મનન કરીને અભયદાન આપો.' “જેના થકી તમને જીવન મળી રહ્યું છે, તેને પણ તમે ભય આપી રહ્યા છો. તમે એને પજવવાનું છોડી દો. એ સત્ય છે કે તમારી આવશ્યકતાઓ તેના ઉપર નિર્ભર છે. તમે ભોજન વગર રહી શકો તેમ નથી, પરંતુ તમે ઓછામાં ઓછું એને અનાવશ્યક રીતે તો ન પજવો. મનમાં એવી ભાવના રાખો કે એ આપણા ઉપર ઉપકાર કરનારું જગત છે. એના પ્રત્યે તમારો જે ક્રૂર વ્યવહાર થાય છે, તે માટે ક્ષમાયાચના #ો. તમારે આવશ્યક્તાવશ કોઈ વૃક્ષની ડાળી કાપવી પડે કોઈ વનસ્પતિને કાપવી પડે તો તમે તેના પ્રત્યે મનમાં ક્ષમાયાચના કરો. તમારા મનમાં એવો ભાવ જાગવો જોઈએ કે “વિવશતાને કારણે હું વનસ્પતિજગતનો ઉપયોગ કરી રહ્યો છું. મારી વિશતા માટે તે મને ક્ષમા બક્ષે-' આવો ભાવ કૃતજ્ઞતાનો ભાવ બની રહેશે.” અસ્તિત્વ અને અહિંસા ૪૫ - - Page #47 -------------------------------------------------------------------------- ________________ બીમારીનું કારણ મહાવીરે જે કહ્યું તેનો મર્મ છે કે વનસ્પતિજગત પ્રત્યે કરુણા, સહયોગ, સહૃદયતા, કૃતજ્ઞતા અને ક્ષમાયાચનાનો ભાવ હોવો જોઈએ. ઘણા લોકો વૃક્ષો કાપીને બીમાર પડી જાય છે. તેમને ખબર જ નથી પડતી કે તેમની બીમારી શા માટે આવી ? જાપાનમાં એક રહસ્યવિદ્ થઈ ગયા – ડૉ. હિરોશી મોકોમામા. તેમણે એક રોગીને જોયો. તેની બીમારીની કોઈ ખબર પડતી નહોતી. મોકોમામાએ પૂછયું : તમારી સાસુનું મૃત્યુ થયું છે ? હા. તમારા ઘર સામે કોઈ જૂનું વૃક્ષ છે ? હા. બસ, એ જ છે તમારી બીમારીનું કારણ! કેટલાક લોકો એ વૃક્ષને કાપવા ઇચ્છે છે. એ વૃક્ષમાં એક પવિત્ર આત્મા રહે છે અને એની જ ચેતવણી છે તમારી આ બીમારી. ડોક્ટરની વાત સાચી પડી. થોડાક દિવસો પછી તોફાન ઊમટ્યું અને તે વૃક્ષ ઉખડી ગયું. તેણે એ જ જગાએ એક નવું વૃક્ષ ઊગાડી દીધું. એ જ દિવસથી બીમારી દૂર થવા લાગી અને થોડાક જ દિવસોમાં તે માણસ સ્વસ્થ થઈ ગયો. મહત્ત્વપૂર્ણ સ્વીકૃતિ કેટલાક મૃતાત્માઓનાં નિવાસસ્થાન પણ વૃક્ષો હોય છે. ગુરુ સમક્ષ ધારણા કરતી વખતે એક જૈન શ્રાવક એવો નિયમ સ્વીકારે છે કે હું મોટું વૃક્ષ નહિ કાપું. આ બહુ મોટી અને મહત્ત્વની સ્વીકૃતિ છે. વિશ્નોઈ સમાજે વૃક્ષો માટે જ કામ કર્યું છે તે અત્યંત અદ્ભુત છે. વિશ્નોઈ સમાજમાં એવી માન્યતા પ્રચલિત છે કે એક વૃક્ષને કાપવું એ દસ બાળકોની હત્યા સમાન છે. વિશ્નોઈ સમાજના પૂર્વજોએ વૃક્ષોની સુરક્ષા માટે પોતાના જીવનનાં બલિદાન આપી દીધાં હતાં. જ્યારે જોધપુરના રાજાએ વૃક્ષો કાપવાનું શરૂ કર્યું ત્યારે વિશ્નોઈ સમાજના લોકોએ તેની સામે સત્યાગ્રહ શરૂ કરી દીધો. તેમણે કહ્યું કે પહેલાં અમે મરીશું પછી જ વૃક્ષો કપાશે. વૃક્ષોને વિનાશથી બચાવવા માટે અનેક લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. આપણે એ સચ્ચાઈને સમજીએ કે જેટલાં વૃક્ષો કપાશે, એટલું જ -- અસ્તિત્વ અને અહિંસા ૪ ૪૬ - - - - Page #48 -------------------------------------------------------------------------- ________________ માનવીનું જીવન અસુરક્ષિત બની જશે. વૃક્ષ કાપવું એટલે હિંસા અને પોતાના સહયોગીનો વિનાશ. વૃક્ષ કાપવામાં હિંસા તો થાય છે જ પરંતુ તેની સાથોસાથ જીવન સામે પણ જોખમ પેદા થઈ જાય છે. વનસ્પતિ અને મનુષ્ય બન્નેનું અસ્તિત્વ એટલે જોડાયેલું છે કે એને અલગ કરી જ નથી શકાતું. આજે માનવી આ સચ્ચાઈ સામે આંખમીંચામણાં કરી રહ્યો છે. તે લોભને કારણે વિચાર્યા-જાણ્યા વગર વનસ્પતિજગત સાથે ઘોર અન્યાય અને ક્રૂરતાનો વ્યવહાર કરતો રહ્યો છે તથા એ જ એના માટે સમસ્યાનું કારણ બની રહ્યું છે. હિંસાના બે પ્રકાર ભગવાન મહાવીરે હિંસાના બે પ્રકાર બતાવ્યા છે- અર્થહિંસા અને અનર્થહિંસા. આ ખૂબ વૈજ્ઞાનિક વર્ગીકરણ છે. આ બન્ને શબ્દો જીવનના વ્યવહાર સાથે જોડાયેલા છે. વ્યક્તિ આવશ્યક હિંસાને છોડી નથી શકતી, જીવનની વાસ્તવિક જરૂરિયાતોને ઘટાડી નથી શકતી, પરંતુ અનાવશ્યક હિંસાથી બચી શકે છે, કૃત્રિમ જરૂરિયાતોનો સંયમ કરી શકે છે. વાસ્તવિક આવશ્યકતા તેમજ કૃત્રિમ આવશ્યકતાને સમજવી જરૂરી છે. પ્રાકૃતિક ચિકિત્સામાં બે પ્રકારની ભૂખ માનવામાં આવે છેપ્રાકૃતિક ભૂખ અને કૃત્રિમ ભૂખ. પ્રાકૃતિક ભૂખ સ્વાભાવિક રીતે લાગતી ભૂખ છે. ભસ્મક રોગને કૃત્રિમ ભૂખ માનવામાં આવે છે. જે વ્યક્તિ ભસ્મક રોગથી ગ્રસ્ત હોય છે, તેની ભૂખ એક દિવસમાં સો-સો રોટલીઓ ખાવા છતાં તૃપ્ત થતી નથી. આ કૃત્રિમ ભૂખ – ભસ્મક વ્યાધિનો ક્યારેય અંત આવતો નથી. વ્યકિત અને સમાજ બન્ને માટે તે સમસ્યા બની રહે છે. અર્થશાસ્ત્રનું સૂત્ર આજના સમાજશાસ્ત્રીઓ તથા અર્થશાસ્ત્રીઓએ કૃત્રિમ ભૂખ વધારીને સમગ્ર માનવસમાજને સંકટમાં મૂકી દીધો છે. અર્થશાસ્ત્રનું સૂત્ર છે કે ઇચ્છાઓ વધારતા જાઓ. આજે આ ખોટા સૂત્રના પરિણામે હિંસા વધી રહી છે. પર્યાવરણનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. જરૂરિયાતની પૂર્તિ કરવી જરૂરી છે, એ વાતને ઉચિત ગણી શકાય; પરંતુ કૃત્રિમ આવશ્યકતાઓ ઊભી કરવી અને તેમની પૂર્તિ કરતા રહેવું એ કોઈ રીતે યુક્તિસંગત નથી. આવશ્યક્તાની ઉત્પત્તિ અને તેની પૂર્તિનું એક વિષચક્ર અસ્તિત્વ અને અહિંસા કે ૪૭ – Page #49 -------------------------------------------------------------------------- ________________ હોય છે. તેનો ક્યાંય અંત નથી હોતો. આ સત્યથી સામાન્ય લોકો પણ પરિચિત હોય છે. રાજસ્થાની ભાષાનો એક પ્રસિદ્ધ દુહો છે : તન કી તૃષ્ણા તનિક હૈ, તીન પાવ કે સેર, મન કી તૃષ્ણા અનંત હૈ, ગિલે મેર કા મેર. આવશ્યક્તાનો પ્રશ્ન વર્તમાન જગતમાં જે સત્યનું પ્રતિપાદન કરવામાં આવી રહ્યું છે તેનાથી આ સત્ય અલગ છે. આવશ્યકતાની પૂર્તિને અનુચિત માની શકાય નહિ, પરંતુ પ્રશ્ન એ છે કે માનવીની શારીરિક આવશ્યકતાઓ કેટલી છે? તે અત્યંત સીમિત છે. જો આવશ્યક્તાના આધારે ચાલવામાં આવ્યું હોત તો જગત સામે પર્યાવરણનું સંકટ પેદા થયું ન હોત, પર્યાવરણની સમસ્યાથી સમગ્ર વિશ્વ સંત્રસ્ત થયું ન હોત. માણસે તનની તૃષ્ણાની જગાએ મનની તૃષ્ણાને બેસાડી દીધી. જ્યારે મનની તૃષ્ણા જાગી જાય છે, ત્યારે આવશ્યક્તાઓ વધતી જાય છે. તૃષ્ણા અને ઇચ્છાનો ક્યારેય અંત નથી આવતો, તેની કોઈ સીમા નથી હોતી. મહાવીરે કહ્યું, “ઇચ્છા હું આગાસસમા અંણતિયા – ઇચ્છા આકાશની જેમ અનંત છે. જ્યારે ઇચ્છા અનંત અને અસીમ બની જાય છે ત્યારે વિનાશ અવયંભાવી બની જાય છે. વિરામ ક્યાં હશે? આજે જગત વિનાશના આરે આવીને ઊભું છે. એનું કારણ છે અર્થશાસ્ત્રનો વિચાર્યા-સમજ્યા વગરનો સિદ્ધાંત. અર્થશાસ્ત્રનો ખ્યાલ છે કે ઇચ્છા જેટલી વધશે, એટલું ઉત્પાદન પણ વધશે. જેટલું ઉત્પાદન વધશે એટલી સમૃદ્ધિ પણ વધશે. આ સિદ્ધાંતે ખરેખર વિનાશને આમંત્રણ આપી દીધું છે. જો અર્થશાસ્ત્રનો આવો સિદ્ધાંત ન હોત તો ઇકોલોજીના સિદ્ધાંતની જરૂર જ ન હોત. આજે સૃષ્ટિ-સંતુલન માટે અનેક પ્રયત્નો ચાલી રહ્યા છે. લોકો ઇચ્છે છે કે સૃષ્ટિનું સંતુલન ડહોળાઈ ન જાય. પરંતુ જ્યાં સુધી અર્થશાસ્ત્રનો આ સિદ્ધાંત વ્યક્તિના જીવનવ્યવહારને ચલાવતો રહેશે ત્યાં સુધી સૃષ્ટિસંતુલનની ચિંતાનું સમાધાન મળી નહિ શકે. સૃષ્ટિ સંતુલન માટે, પર્યાવરણ માટે અર્થશાસ્ત્રની વર્તમાન સમજણ બદલવી પડશે. તેને બદલ્યા વગર આ સમસ્યાઓને ઉકેલી નહિ શકાય. ઇચ્છા વધારો, ઉત્પાદન વધારો.” આ ખોટા ખ્યાલને કારણે જ ---- – અસ્તિત્વ અને અહિંસા ૪૮ - Page #50 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિજગત સાથે અન્યાય થઈ રહ્યો છે. આજે વિકાસનાં કૃત્રિમ સાધનોએ પ્રકૃતિ સાથે અન્યાયપૂર્ણ અને ક્રૂર વ્યવહાર શરૂ કર્યો છે. તેનો વિરામ ક્યાં હશે તે કોઈ કહી શકે તેમ નથી. મહાવીરનું અહિંસા-દર્શન આપણે આ સત્યને આચારાંગ સૂત્રના સંદર્ભમાં સમજીએ. આચારાંગ સૂત્રમાં જે સચ્ચાઈઓનું ઉદ્ઘાટન થયું છે તેમને વર્તમાનમાં વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે. એ જ વાત આજથી હજાર વર્ષ પૂર્વે કહેવામાં આવી હોત તો સમજવામાં કેટલીક મુશ્કેલી પડી હોત. આજે સમગ્ર વિશ્વ ભયગ્રસ્ત છે, સમસ્યાઓથી ચિંતિત છે. જો આધુનિક સંદર્ભમાં મહાવીરવાણીને વ્યક્ત કરવામાં આવે, આચારાંગ સૂત્રનું વિશ્લેષણ કરવામાં આવે તો એમ લાગશે કે વર્તમાન સમસ્યાઓનાં અભુત સમાધાન પ્રથમ જ વખત આપણી સમક્ષ આવ્યાં છે. આજે મહાવીરવાણી અને તેમનું અહિંસા-દર્શન જગતને લોભામણું લાગી રહ્યું છે. લોકો ઇચ્છે છે કે ઉભરાતા દૂધ ઉપર કોઈ ઠંડુ પાણી છાંટનારું મળે તો સારું. આજે આંકાક્ષાઓની હોળી પ્રબળ બની છે. તેને શાંત કરવા માટે અહિંસાની વાત, જે વનસ્પતિજગત સાથે જોડાયેલી છે, તે ઠંડું પાણી છાંટવાની વાત છે. વિષયઃ આવત આચારાંગ સૂત્રનું એક મહત્ત્વનું સૂક્ત છે – જે આવડ઼ે સે ગુણે, જે ગુણે સે આવ – જે વિષય છે, તે આવર્ત છે, જે આવર્ત , તે વિષય છે. આ અર્થશાસ્ત્રીય આકાંક્ષાઓ અને વિષયોએ એટલાં બધાં આવર્ત પેદા કર્યા છે, એટલાં બધાં વમળ પેદા કર્યા છે કે વ્યક્તિ માટે પોતાના જીવનની નૌકાને લઈને સામે પાર પહોંચવાનું અત્યંત મુશ્કેલ બની ગયું છે. આ વમળમાંથી, આવર્તમાંથી બચનાર જ સમસ્યાઓના ચક્રવ્યુહને તોડવામાં સફળ થઈ શકશે. આ નાનકડું સત્ય સમજાઈ જાય તો માનવજાતિનું ઘણું મોટું કલ્યાણ થઈ શકે તેમ છે. અસ્તિત્વ અને અહિંસા ૪૯ - Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : 0. સંકલિકા ૦ સંતિ મે તણા પાણા, તું જહા - અંડયા, પોયચા, જરાઉચા, રસયા, સંસેયયા, સમુચ્છિમા, ઉમિયા, ઓવવાઇયા / ૦ એસ સંસારેતિ પવૃત્તિ ૦ મંદસ્ય અવિયાણઓ (આયારો ૧/૧૧૮-૧૨૦) સે બેમિ-અપેગે અભ્યાએ વહેંતિ... અખેગે અમ્પ્લિમિંજાએ વહેંતિ, અપેગે અચ્છાએ વહેંતિ, અખેગે અણઠાએ વહેંતિ, અખેગે હિંસિંસ મેત્તિ વા વહેંતિ, અપેગે હિંસંતિ મેત્તિ વા વહેંતિ, અપેગે હિંસિસ્મૃતિ મેત્તિ વા વહેંતિ ! (આયારો ૧/૧૪૦) ૦ પ્રેરણા છે લોભ ૦ સંસારનો અર્થ ૦ પ્રશ્ન છે ઔચિત્યનો 0 ક્રૂરતા પૃષ્ઠભૂમિ ૦ એક શબ્દ : રૂપિયો ૦ હિંસા કોને માટે? શા માટે? ૦ કવિની કલ્પના અને સચ્ચાઈ ૦ લોભની વૃત્તિઃ ભારતીય અને પાશ્ચાત્ય માનસ ૦ સંગ્રહની મનોવૃત્તિ અને હિંસા ૦ અહિંસાનું મૂલ્યાંકન કરીએ. --- અસ્તિત્વ અને અહિંસા - ૫૦ - Page #52 -------------------------------------------------------------------------- ________________ આ સંસાર છે વિકાસનો આધાર - માનવીની પ્રવૃત્તિ પાછળ અનેક પ્રેરણાઓ અને ભાવનાત્મક ઉત્તેજનાઓ હોય છે. તેમાં સૌથી મોટી પ્રેરણા લોભ છે. કષાયના ચાર પ્રકાર છે : ક્રોધ, માન, માયા અને લોભ. એમાં લોભનો પરિવાર સૌથી મોટો છે. દશમા ગુણસ્થાન સુધી તેનું અસ્તિત્વ ટકી રહે છે. એનો અર્થ એ થયો કે તે સાધનાની અગ્રિમ ભૂમિકા સુધી પોતાનો પંજો ફ્લાવી રાખે છે. ક્રોધ, માન, માયા એ તમામ લોભના જ ચમચા છે. જો લોભ પ્રબળ હશે તો ક્રોધ પણ વધુ થશે, અહંકાર પણ ખૂબ વધશે અને માયા પણ વિસ્તાર પામશે. જેટલા કષાય છે, આપણી પ્રવૃત્તિની જેટલી પ્રેરણાઓ છે એ તમામને એક શબ્દ-લોભમાં સમેટી લઈ શકાય તેમ છે. લોભે માનવીમાં ભારે ક્રૂરતા પેદા કરી છે. અન્ય પ્રાણીઓને પણ તેણે ક્રૂર બનાવ્યાં છે. સૌંદર્યની લાલસા, પ્રસાધન, સાજ-સજાવટ, આરામની ઝંખના આ તમામના મૂળમાં લોભ જ છે. આ વૃત્તિઓએ આ જગતને અત્યંત કુરૂપ બનાવી મૂકયું છે. ' આ જગત ત્રસ પ્રાણી છે અને ત્રણ પ્રાણી જગત છે. એમ કહેવું જોઈએ કે આ જગતનો, આ લૌકિક વ્યવસ્થાનો વિકાસ ગતિ થકી થયો છે. જો ગતિ ન હોત તો વિકાસ ન થયો હોત. જો બેપગાં, ચારપગાં પ્રાણીઓ ન હોત, સરીસૃપ (સાપ વગેરે) ન હોત, પક્ષીઓ ન હોત, વિશ્વમાં માત્ર સ્થાવર પ્રાણીઓ જ હોત, જંગલ, પહાડ અને તળાવો જ હોત તો સૃષ્ટિવિકાસનો કોઈ ક્રમ ન હોત. જે ક્યાં છે તે ત્યાં જ રહેત. ન ઘોડા-ગાડી હોત, ન રથ હોત. પ્રાચીન સભ્યતા પણ ન હોત. વર્તમાન યુગમાં પણ ન વિમાન હોત, ન રેલવે હોત કે ન બસો હોત. જગત ઉપર વનસ્પતિજગતનું એક માત્ર સામ્રાજ્ય હોત. વિકાસની પ્રક્રિયા : મૂળતત્ત્વ વિકાસની પ્રક્રિયાનો મૂળ આધાર ગતિ છે. બીજી રીતે એમ કહી – અસ્તિત્વ અને અહિંસાને ૫૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ શકાય કે ત્રસજીવ વિકાસની પ્રક્રિયાનાં મૂળતત્ત્વો છે. સ્થાવર સૃષ્ટિથી આપણે ત્રસસૃષ્ટિ સુધી પહોંચીએ. સ્થાવર વૃક્ષો વધી જાય છે, વનસ્પતિ વધી જાય છે પરંતુ નવું નિર્માણ કશું જ થતું નથી. આપણી ગતિ સમગ્ર નવનિર્માણનો આધાર બનેલી છે. પાંચ સ્થાવર પછી છઠ્ઠું સ્થાન ત્રસજગતનું છે. એને જ ભગવાન મહાવીરે સંસાર કહ્યો છે - એસ સંસારેત્તિ પવુચ્ચઈ. સંસારનો અર્થ જ ગતિશીલ હોવું છે. સ્થિરતાનું નામ સંસાર નથી. આપણો આ સંસાર ત્રસ જીવ છે. એણે જ મકાનો બનાવ્યાં છે, કપડાં બનાવ્યાં છે, ખેતી ઉત્પાદન કર્યું છે. કોઈ જનરલ સ્ટોરમાં એટલી બધી ચીજો રહે છે કે જેને જોવા માટે કોઈ વ્યક્તિ પહોંચી જાય તો આખો દિવસ માત્ર જોવામાં જ પસાર થઈ જાય. લોકોની ભીડથી બજારો છલકાતાં રહે છે. સાડીઓની દુકાન ઉપર મહિલાઓની ભીડ રહે છે. જનરલ સ્ટોર ઉપર રોજ-બ-રોજ ઉપયોગમાં આવનારા પદાર્થો ખરીદવા માટે લોકો આતુર બનેલા જોવા મળે છે. એટલા બધા પ્રકારની ખાવાની અને પહેરવાની ચીજોનો વિકાસ થયેલો છે કે જેની ગણતરી કરવાનું સહજ શક્ય નથી લાગતું. • ગતિનું પરિણામ પ્રશ્ન એ છે કે - શું આટલા બધા પદાર્થોની જરૂર છે ખરી ? માણસે કૃત્રિમ આવશ્યક્તાઓનો ખૂબ વિસ્તાર કરી દીધો છે. ગતિનું આ એક પરિણામ છે. આ ગતિશીલતાએ વિકાસ અને નિર્માણની ગતિને આગળ વધારી છે. સાથોસાથ તેણે માણસમાં લોભ અને સૌંદર્યની ભાવનાને પણ પ્રોત્સાહન આપ્યું છે. પરિણામે આજે માણસ સ્વયંમાં સુંદર નથી રહ્યો. તે કપડાં સુંદર પહેરે છે પરંતુ પોતે સુંદર નથી. તે સ્વયં સર્જેલો નથી, પરંતુ સ્વયંને સજાવવા ઇચ્છે છે. અનેક વ્યક્તિઓ સેન્ટ લગાવે છે પરંતુ શું તેઓ એ નથી જાણતા કે સેન્ટ કઈ રીતે બને છે ? જો વ્યક્તિ સેન્ટ બનાવવાની પ્રક્રિયા જાણી લે તો કદાચ તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દે. એક જાનવર હોય છે બિ. તેની યૌનગ્રંથિમાંથી જે સ્ત્રાવ થાય છે, તેમાં ખૂબ સુગંધ હોય છે. એ બિટ્ટુની યૌનગ્રંથિને મારીમારીને કરાવવામાં આવે છે અને એ દ્વારા સવિત પદાર્થમાંથી ઘણાં બધાં એન્ટ બને છે. એક નાનકડું પ્રાણી છે-બીવર. તેની ચામડી ખૂબ મુલાયમ હોય છે. રૂંછા કોટ બનાવવા માટે બીવરની હત્યા કરવામાં આવે છે. અસ્તિત્વ અને અહિંસા / ૫૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ ક્રૂરતાની પૃષ્ઠભૂમિ શક્તિશાળી માણસ કમજોરને મારે છે, એ એક સિદ્ધાંત જેવું બની ગયું છે. માણસને વિચારવાની શક્તિ મળી છે પરંતુ તે પ્રાણીઓ સાથે જે અન્યાય કરી રહ્યો છે એ શું સંગત છે ખરો ? માનવીના મોજ-શોખે કેટલી ક્રૂરતા પેદા કરી છે, જેની કલ્પના પણ થઈ શકે તેમ નથી. થોડાક આરામ, મોટાઈ અને સૌદર્ય માટે એ લો બધો અન્યાય આચરી રહ્યો છે ! લોકો કહે છે કે આંતકવાદ વધી રહ્યો છે. માનવીને તણખલાની જેમ મારી નાખવામાં આવે છે. જો માનવીના ચરિત્રને જોઈએ તો બીજું શું પરિણામ આવી શકે ? આ એક ચક્ર છે. જો હજાર માણસો ક્રૂરતા આચરશે તો લાખો માણસો ક્રૂર બની જશે. ક્રૂરતાની પાછળ શું છે ? એ તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. તેની પૃષ્ઠભૂમિમાં રૂપિયા, આરામ, સુંદર દેખાવાની વૃત્તિ અને મોટાઈની ભાવના છે. અખબારમાં વાંચવા મળ્યું કે કસ્તુરી મૃગ હવે સમાપ્ત થઈ રહ્યાં છે. પાશ્ચાત્ય દેશોમાં તેની માંગ ખૂબ વધી ગઈ છે. હવે તેનો ઉપયોગ શસ્ત્રોમાં થવા લાગ્યો છે તેથી તેનું મૂલ્ય વધી ગયું છે. મૃગોને મારનારાઓ અવેધ રીતે મારી રહ્યા છે. સ્તુરી મૃગનું અસ્તિત્વ જ નામશેષ થઈ ગયું છે. શિકારી માટે તો એ એક વ્યવસાય છે. રૂપિયાના લોભે, પ્રસાધન તથા સૌંદર્યના લોભે જે ક્રૂરતાને જન્મ આપ્યો છે તે દિલને આઘાત આપનારો છે. જટિલ છે લોભની વૃત્તિ અસીલે વકીલને કહ્યું કે મારો કેસ ભારે અટપટો હતો અને ખોટો પણ હતો, પરંતુ તમે તમારી હોશિયારીથી મને વિજય અપાવ્યો. હું કયા શબ્દોમાં તમારી પ્રશંસા કરે ? મને કોઈ શબ્દો મળતા નથી. વકીલે કહ્યું કે, કોઈ શબ્દ શોધવાની જરૂર જ નથી. માત્ર એક શબ્દ જાણી લોરૂપિયા ! આજે હાથીઓની હત્યા થઈ રહી છે. હાથીદાંતના વેચાણ ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. ચામડા માટે વાઘ-ચિત્તા મારવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જે કોઈ પ્રાણીની હત્યામાંથી પૈસા મળતા હોય તેને મારવામાં આવે છે. પરંતુ આ કોઈ નવી વાત નથી. આપણે આચારાંગ સૂત્ર વાંચીએ. કયાં કયાં કારણોથી જીવની હત્યા કરવામાં આવે છે એનું વિશદ્ વર્ણન આચારાંગ સૂત્રમાં જોવા મળે છે. — — — અસ્તિત્વ અને અહિંસા ક ૫૩ — — – Page #55 -------------------------------------------------------------------------- ________________ કેટલાક લોકો શરીર માટે પ્રાણીઓનો વધ કરે છે. કેટલાક લોકો ચામડું, માંસ, લોહી, હૃદય, પિત્ત, ચરબી, પાંખો, પૂંછડી, વાળ, શીંગડાં, વિશાળ-હાથીદાંત, દાંત, દાઢ, નખ, સ્નાયુ, હાડકાં અને કરોડરજ્જુ માટે પ્રાણીઓનો વધ કરે છે. કેટલાક લોકો પ્રયોજનવશ પ્રાણીઓનો વધ કરે છે, તો કેટલાક લોકો કોઈ પ્રયોજન વગર પણ પ્રાણીઓનો વધ કરે છે. કેટલીક વ્યક્તિઓ (એમણે મારા સ્વજનની) હિંસા કરી હતી, એવી સ્મૃતિ કરીને પ્રાણીઓનો વધ કરે છે. કેટલીક વ્યક્તિઓ (એ મારા સ્વજનોની) હિંસા કરી રહ્યાં છે, એમ વિચારીને પ્રાણીઓનો વધ કરે છે. કેટલીક વ્યક્તિઓ (એ મારી કે મારા સ્વજન વર્ગની) હિંસા કરશે એવી સંભાવના વિચારીને પ્રાણીઓનો વધ કરે છે. શું કરુણા જાગશે ખરી ? પ્રશ્ન છે કે શું માનવીની વૃત્તિઓ બદલાશે ? ક્રૂરતા ઘટશે ? શું કરુણા જાગશે ? એમ લાગે છે કે ત્યાં સુધી કરણાને જગાડવાનો પ્રયત્ન સફળ થઈ નહિ શકે, જ્યાં સુધી લોભને ઘટાડવાનું પ્રયોજન સફળ નહિ થઈ જાય. પ્રેક્ષાધ્યાન શિબિર દરમ્યાન એક પ્રશ્ન રજૂ થયો કે ક્રોધને ઘટાડવા માટે જ્યોતિન્દ્ર ઉપર ધ્યાન કરાવવામાં આવે છે, નશો છોડાવવા માટે અપ્રમાદકેન્દ્ર ઉપર ધ્યાન કરાવવામાં આવે છે, ભયવૃત્તિ ઘટાડવા માટે આનંદકેન્દ્ર ઉપર ધ્યાન કરાવવામાં આવે છે, તો પછી લોભની વૃત્તિ દૂર કરવા માટે કયા કેન્દ્ર ઉપર ધ્યાન કરાવવું જોઈએ ? મેં કહ્યું કે આ બાબતમાં હું પોતે જ મૂંઝવણમાં છું. અન્ય વૃત્તિઓને બદલવાનાં સૂત્રો તો મળી ગયાં છે, પરંતુ લોભની વૃત્તિને બદલવાનું સૂત્ર હજી સુધી હાથમાં આવ્યું નથી ! ક્યાં છે દિલ અને દિમાગ ? સૌથી જટિલ છે લોભની વૃત્તિ. સઘળી સમસ્યાઓ એમાંથી જ પેદા થયેલી છે. તેને બદલવી શી રીતે ? એ જ વૃત્તિને કારણે માણસ મંદ અને અજ્ઞાની બની રહ્યો છે. જે માણસ લોભી હોય, પ્રસાધન ઇચ્છતો હોય, આરામ ઇચ્છતો હોય તે ભણેલો હોવા છતાં મંદ છે. શિયાળાની ઋતુમાં દક્ષિણ દિશામાં પ્રસ્થિત સૂરજ પણ મંદ બની જાય છે. એક કવિએ અત્યંત સુંદર કલ્પના વ્યક્ત કરી છે : – અસ્તિત્વ અને અહિંસા / ૫૪ – Page #56 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણાશા પ્રવૃત્તસ્ય, પ્રસારિતકરસ્ય ચ | તેજ : તેજસ્વિનસ્તસ્ય, હોયતેવન્યસ્થ કા કથા // જે લોભની આશામાં ચાલ્યો ગયો, જે લોભની દિશામાં ચાલ્યો ગયો, જે ધનની આશામાં ચાલ્યો ગયો, તે મંદ બની ગયો. લોભની દિશામાં પ્રસ્થિત વ્યક્તિ અજ્ઞાની બની જાય છે, તેનો વિચારવાનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે, તેનાં દિલ અને દિમાગ બદલાઈ જાય છે. એક રોગી એક ડોક્ટર પાસે ગયો અને બોલ્યો – મારાં દિલ અને દિમાગમાં દર્દ છે. ડોક્ટરે તેને ઊલટો સૂવડાવીને એની પીઠ તપાસવાનું શરૂ કર્યું. રોગી બોલ્યો – મને પીઠમાં નહિ, દિલમાં દર્દ છે. ડોક્ટરે કહ્યું - આજકાલ ભારતનાં લોકોનું દિલ આગળ ક્યાં છે? એમનું દિલ અને દિમાગ પશ્ચિમ તરફ છે, પાછળ છે. વિચિત્ર ઘટના એમ લાગે છે કે લોભને કારણે દિલ અને દિમાગ બદલાઈ ગયાં છે. પશ્ચિમની કેટલીક વાતો જે સારી છે તે આપણે ઓછી અપનાવીએ છીએ. પરંતુ જો મારો અભ્યાસ સાચો હોય તો હું એમ કહી શકું છું કે લોભ અને સંગ્રહની વૃત્તિ જેટલી ભારતીય માનસમાં છે, એટલી પશ્ચિમના લોકોમાં નથી. સાત પેઢી સુધી વિચાર કરવાની વાત માત્ર હિન્દુસ્તાની લોકોમાં જ છે. પશ્ચિમનો માણસ ક્યારેય એવી કલ્પનામાં પડતો નથી. એની વિચારવાની રીત જુદી જ છે. અમેરિકામાં આજે પણ એક મોટી વિચિત્ર ઘટના ઘટી રહી છે. એક વ્યક્તિ થઈ ગઈ – બેન્જામીન ફ્રેન્કલીન. તે પ્રેસ ચલાવતો હતો. તેની પાસે એક વખત વીસ ડોલર ઓછા હતા. તેણે મિત્ર પાસે મદદ માગી. મિત્રે તેને વીસ ડોલર આપ્યા. તેનું કામ પૂરું થઈ ગયું. તેણે મિત્રના વીસ ડોલર પાછા આપવા ઇચ્છવું. મિત્ર બોલ્યો – મેં તો તને પાછા લેવા માટે આપ્યા નહોતા. જો તું આપવા માગતો હોય તો એક કામ કર, એ તારી પાસે જ રાખ. બીજી કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને આપી દેજે અને તેને પણ તું એમ કહેજે કે જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી તે રાખે. ત્યાર પછી એ વીસ ડોલર બીજી કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને આપે ! સંગ્રહની મનોવૃત્તિ ભારતમાં સંગ્રહની મનોવૃત્તિ પ્રબળ છે. મૃત્યુની ક્ષણ સુધી વ્યક્તિ અસ્તિત્વ અને અહિંસા - ૫૫ -- Page #57 -------------------------------------------------------------------------- ________________ એમ વિચારતી રહે છે કે મારી પાસે આટલું ધન છે. તે એવો સંતોષ લઈને મૃત્યુ પામે છે. એમ માનવું જોઈએ કે આ મનોવૃત્તિને કારણે હિંસાનું એક ચક્ર ચાલી રહ્યું છે. આપણું ત્રસજગત કેવું સુંદર છે ! પશુ, પક્ષી નિર્વિક્ન વિચરતાં હોત તો આ ત્રસજગત, આ સંસાર કેવો સુંદર હોત ! કૃત્રિમ અભયારણ્યો બનાવવાની કોઈ જરૂર જ ન હોત. પરંતુ માણસે પોતાનાં લોભ, સૌંદર્ય અને લાલસાની ભાવનાને કારણે ભયંકર ક્રૂરતાને જન્મ આપ્યો અને સંસારની સઘળી સુંદરતા ખતમ કરી નાખી. આજ વ્યક્તિ એમ વિચારે છે કે પર્યાવરણનું પ્રદૂષણ ન હોવું જોઈએ. આ તેની કૃત્રિમ ચિંતા છે. જ્યાં સુધી મહાવીરવાણીનું મૂલ્યાંકન નહિ કરવામાં આવે, અહિંસાના સિદ્ધાંત ઉપર ધ્યાન કેન્દ્રિત નહિ થાય ત્યાં સુધી આ સંસાર ન તો સુંદર રહેશે કે ન તો આ ત્રસૃષ્ટિ વિકાસની દિશામાં આગળ વધી શકશે કે ન તો પર્યાવરણ સુરક્ષિત રહેશે. જો આ વાત સમજાઈ જાય, માનવીનો દૃષ્ટિકોણ બદલાય અને લોભની વૃત્તિ નિયંત્રિત બને તો સમસ્યાઓથી સંત્રસ્ત સંસારને સમાધાનની દિશા મળી શકે. – અસ્તિત્વ અને અહિંસાન, ૫૬ ——– Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : - તાલ સંકલિકા ૦ એયં તુલમન્નસિં. ૦ જે અભત્થ જાણઈ સે બહિયા જાણઈ જે બહિયા જાણઈ સે અલ્પત્યં જાણઈ (આયારો ૧/૧૪૭-૪૮) ૦ તે સલ્વે પાવાયા...એગ માં મંડલિબંધ કિસ્સા એગઓ ચિઠંતિ / પુરિસે ય સાગણિયાણં ઇંગલાણં પાઇ બહુપડિપુણ અઓમાં સંડાસણ ગાય તે....એવે વયાસી-ભો પાવાદુઓ ! ઇમ...ગાય મહત્તગં મહત્તગં પાણિણા ધ૭ / તએ ણ તે... પાણિ પડિસUરતિ કમ્હા ણં તુમે પાણિ પડિસહસ્ટ? પાણી ણો ડાભેજા? દઢે કિં ભવિસ્યાં ? દુકબં? દુખં તિ મર્ણમાણા પડિસાહ૭, એસ તુલા, એસ પમાણે, એસ સમાચરણે. પયં તુલા પયં પમાણે પત્તેયં સમોસરણે . (સૂયગડો ૨/૨/૭૭) ૦ જોવાની પ્રકિયાઃ ત્રણ તત્ત્વો અનધ્યવસાય, પ્રત્યભિજ્ઞાન, અન્વેષણ ૦ સતત સંધાનનો અર્થ ૦ મુશ્કેલ છે નિયમની શોધ ૦ સ્વયંને જાણો, બીજાઓને જાણો ૦ બીજાઓના પ્રકાશમાં પોતાને જાણો ૦ પોતાના પ્રકાશમાં બીજાઓને જાણો ૦ શોષણ-પરિડાનો સિદ્ધાંત ૦ ક્રાન્તિ-સૂત્રઃ આચારાંગ – અસ્તિત્વ અને અહિંસા ક ૫૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ ત્રાજવાનાં બે પક્ષ ત્રાજવું પ્રતિક્તિ છે. એ તોલનારો બહુ મોટો છે કે જે બીજાઓને તોલી શકે. ત્રાજવાની સાથે સમતાની વાત જોડાયેલી છે. ન્યાયની વાત જોડાયેલી છે. ત્રાજવાનાં બન્ને પલ્લાં સમાન હોવાં જોઈએ. સમતા માટે ત્રાજવાની ઉપમા પ્રયોજાઈ છે અને ન્યાય માટે પણ ત્રાજવાની ઉપમા પ્રયોજાઈ છે. જો કે આપણા કવિઓએ ત્રાજવામાં પણ દોષ નિહાળ્યો છે – હે ત્રાજવા ! તું પ્રામાણિક છે, સૌને બરાબર માપે છે. છતાં તું ન્યાય નથી કરતું. કારણ કે જે ભારે હોય છે એને તું નીચે લઈ જાય છે અને જે હલકું હોય છે તેને તું ઉપર લઈ જાય છે. પ્રામાણિક પદ ગણી તુલા, યહ તુમ કરતા અન્યાય / અધ પદ દેત ગરિષ્ઠ કો, લઘુ ઉન્નત પદ પાય // અનવ્યવસાય : પ્રત્યભિજ્ઞાાન આચારાંગમાં પણ ત્રાજવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે – એયં તુલમસિં' આ ત્રાજવાનું અન્વેષણ કરો. ત્રાજવાનું સંધાન સફળ હોવું જોઈએ. એમ નથી કહ્યું કે આ ત્રાજવાને જુઓ. આપણા જોવાની પ્રક્રિયાનું એક નામ છે અધ્યવસાય. માણસ બજારમાં જાય છે, હજારો ચીજો જુએ છે. એને પૂછવામાં આવે કે અમુક દુકાનમાં કઈ કઈ ચીજો હતી ? તો એ જવાબ આપશે કે મને ખબર નથી. બજારમાં હજારો લોકો મળે છે. કોઈ વ્યક્તિને પૂછવામાં આવે કે તમે કેટલા લોકોને જોયા ? તમને કેટલી વ્યક્તિઓ મળી ? તો એ એનો સાચો - સમ્યક ઉત્તર આપી નહિ શકે. આ દર્શનનું નામ છે અનધ્યવસાય. જેની સાથે અધ્યવસાય જોડાતો નથી, તેને ઓળખી શકાતો નથી. બીજું તત્ત્વ છેપ્રત્યભિજ્ઞાન. ક્યારેક વ્યક્તિ બીજી વ્યક્તિનું નામ - સરનામું પૂછી લે છે અને જ્યારે એ ફરીથી મળે છે ત્યારે એને ઓળખી પણ લે છે. એ છે પ્રત્યભિજ્ઞાન-ઓળખવવા જેવું નિરીક્ષણ. અનધ્યવસાય અને પ્રત્યભિજ્ઞાન - આ બન્નેમાંથી કોઈ સાર્થક નિષ્પત્તિ મળતી નથી. અસ્તિત્વ અને અહિંસા, ૫૮ – Page #60 -------------------------------------------------------------------------- ________________ અન્વેષણ ત્રીજું તત્ત્વ છે – અન્વેષણ – સતત નિરીક્ષણ. સતત નિરીક્ષણ વગર જ્ઞાન અને સત્યની પ્રાપ્તિ શક્ય નથી. હકીકતમાં સતત નિરીક્ષણ એ જ અનુસંધાન છે. એક, બે કે પાંચ વખત જોવું એ સતત સંધાન નથી હોતું. સતત સંધાન એટલે જ્યાં સુધી કોઈ વસ્તુના નિયમની ખબર ન પડે, ત્યાં સુધી તેને જોતા રહેવું. જો આપણે એક શ્લોકનો મર્મ સમજવો હોય તો તેને એકાદ બે વખત વાંચીને નહિ સમજી શકાય. આપણે તે શ્લોકને વાંચીએ, વાંચતા જ રહીએ અને ત્યાં સુધી વાંચતા રહીએ કે જ્યાં સુધી એ શ્લોક પોતે જ પોતાનો અર્થ પ્રગટ ન કરી દે. જ્યારે શ્લોક પોતાનો અર્થ રજૂ કરી દેશે ત્યારે આપણે તેના મર્મ સુધી પહોંચવામાં સફળ થઈ જઈશું. અત્યંત મહત્ત્વપૂર્ણ સૂત્ર છે – ત્રાજવાનું અન્વેષણ કરો, શોધતા જાવ. જ્યાં સુધી ચાળણીમાં પાણી ન જામી જાય, નિયમની ખબર ન પડી જાય ત્યાં સુધી શોધતા જ રહો. આજે એ નિયમ જ્ઞાત છે કે જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હશે. એ અકાટ્ય નિયમ છે. પરંતુ જ્યાં અગ્નિ છે ત્યાં ધૂમાડો હોય જ એ જરૂરી નથી. અગ્નિ ધુમાડા વગર પણ હોઈ શકે છે, પરંતુ ધૂમાડો અગ્નિ વગર નથી હોતો. આ એક સામાન્ય નિયમ લાગે છે પરંતુ એ નિયમની સમજ પડવામાં કોણ જાણે કેટલી બધી પેઢીઓ ખપી ગઈ છે અને કોણ જાણે કેટલા બધા વિદ્વાનોને ખપી જવું પડ્યું છે ! જરૂરી છે પ્રયત્નનું સાતત્ય - જ્ઞાનપ્રાપ્તિ માટે સતત પ્રયત્ન કરવો પડે છે. એ વગર જ્ઞાનની પ્રાપ્તિ શક્ય નથી. જ્ઞાનપ્રાપ્તિ માટે સૌપ્રથમ નિરીક્ષણ કરવાનું હોય છે. આપણે જેમ જેમ નિરીક્ષણ કરીશું તેમ તેમ તથ્યોની ખબર પડતી જશે. તથ્યોનું નિરીક્ષણ કરવું અત્યંત જરૂરી છે. આપણે એક કપડું હાથમાં લઈએ અને તેનું નિરીક્ષણ કરતા રહીએ તો થોડીક ક્ષણો પછી કપડાનો રંગ બદલાવા લાગશે. જ્યારે આપણું નિરીક્ષણ તેના ઉપર સઘન રૂપે કેન્દ્રિત થશે ત્યારે કપડું પોતે જ પોતાની ગાથા કહેવા લાગશે – હું શું છું, હું શેમાંથી બન્યું છું અને હું કેવું છું વગેરે તમામ વાતો કપડું કહી દેશે. જે સાંભળીને આપણે આશ્ચર્ય અનુભવીશું. ધવંતરિ અને લુકમાને છોડના ગુણધર્મની માહિતી કેવી રીતે મેળવી હતી ? તેઓ છોડ પાસે - અસ્તિત્વ અને અહિંસાનું ૫૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ જઈને બેસી જતા તેનું સઘન નિરીક્ષણ કરતા અને તેને પૂછતા કહો, તમારું નામ શું છે ? તમારા ગુણધર્મો કયા કયા છે ? તમારો ઉપયોગ શો છે ? નિરીક્ષણ કરતાં કરતાં એક ક્ષણ એવી આવતી કે છોડ જાતે જ બધું કહી દેતો – મારું નામ આ છે, મારો ગુણધર્મ આ છે, હું અમુક બીમારીમાં ઉપયોગી છું વગેરે વગેરે. પ્રયોગશાળા વગર આ તમામ અન્વેષણો કરવામાં આવ્યાં અને છતાં તે સંપૂર્ણ સફળ હતાં. પરીક્ષણની ફલશ્રુતિ આજે પ્રયોગશાળામાં વૈજ્ઞાનિક બેસે છે, પરીક્ષણ, નિરીક્ષણ અને પ્રયોગ કરતો રહે છે. એમ કરતાં કરતાં તે તથ્ય અને નિયમને પકડી લે છે. ગતવર્ષે જ એક ભારતીય વૈજ્ઞાનિકે એક જીવાણુની શોધ કરી છે. આજની એક મોટી સમસ્યા છે - સમુદ્રમાં તેલવાહક જહાજ ચાલ્યા કરે છે. ક્યારેક ક્યારેક તે જહાજ તોફાન વગેરેમાં ટકરાઈને તૂટી જાય છે. ટેન્કરનું બધું તેલ સમુદ્રની સપાટી ઉપર પ્રસરી જાય છે. સમુદ્રના જળની ઉપર તેલનું પડ જામી જાય છે. સમુદ્રનું પાણી કામનું નથી રહેતું. તે જીવોને નુકસાન પહોંચાડે છે. ભારતીય વૈજ્ઞાનિકે જે જીવાણુની શોધ કરી, જો તેને સમુદ્રમાં મૂકવામાં આવે તો તે સમુદ્રના જળ ઉપર પ્રસરેલા તેલને ખાઈ જાય છે અને સમુદ્રનું પાણી પુનઃ સ્વચ્છ બની જાય છે. મહત્ત્વપૂર્ણ સૂક્ત જીવાણુની શોધનું આ કાર્ય સતત નિરીક્ષણ અને ગહન અનુસંધાન દ્વારા શક્ય બન્યું છે. એકાદ બે વખત જોવા કે વાંચવા માત્રથી સચ્ચાઈની ખબર પડી જતી નથી. જ્યારે દૃઢ સંકલ્પ અને સતત નિરીક્ષણનો યોગ થાય છે ત્યારે નિયમ અને સત્યની ખબર પડે છે. નિયમની માહિતી મેળવવાનું અને તેને પામવાનું ખૂબ મુશ્કેલ હોય છે. સત્યની પ્રાપ્તિ સહજ નથી, તેથી અન્વેષણનું મૂલ્ય વિશેષ છે. આજના વૈજ્ઞાનિક યુગમાં તે અધિક પ્રાસંગિક અને મૂલ્યવાન પુરવાર થયું છે. એમ કહેવામાં આવ્યું કે ત્રાજવાનું અન્વેષણ કરો. પ્રશ્ન થયો કે ત્રાજવું શું છે ? તેનું નિરીક્ષણ – અન્વેષણ શી રીતે કરવું ? આચારાંગનું મહત્ત્વપૂર્ણ સૂક્ત છે જે અદ્ભૂથં જાણઈ સે બહિયા જાણઈ । જે બહિયા જાણઈ સે અજ્મન્થે જાણઈ ।। - - અસ્તિત્વ અને અહિંસા . ૬૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ જે પોતાની જાતને જાણે છે તે બીજાને જાણે છે, જે બીજાને જાણે છે તે પોતાની જાતને જાણે છે. કલ્પનાસૂત્ર કલ્પના કરો – બે જીવ છે ? એક વ્યક્તિ પોતે છે અને એક બીજો માણસ છે. વ્યક્તિ પ્રથમ પોતાની જાતને જુએ છે, તે વિચારે છે કે જો મને કોઈ ગાળ આપે તો મારા ઉપર તેની કેવી પ્રતિક્રિયા થશે ? મારું મન કેવું બનશે ? મારા મનમાં કેવી ભાવના જાગશે ? ગાળની પોતાની અંદર કેવી પ્રતિક્રિયા થશે તેનું પોતે નિરીક્ષણ કરે. એ જ વ્યક્તિએ સામેની વ્યક્તિને ગાળ દીધી. હવે તે જુએ કે એ વ્યક્તિમાં શી પ્રતિક્રિયા થઈ રહી છે ? જે પોતાની અંદર પ્રતિક્રિયા થાત, શું એવી જ પ્રતિક્રિયા બીજામાં પણ થાય છે ? કે પછી બીજા પ્રકારની પ્રતિક્રિયા થાય છે ? વ્યક્તિએ સામેની વ્યક્તિની પ્રતિક્યિા વાંચવી જોઈએ અને તેના સંદર્ભમાં પુનઃ પોતાની જાતને જોવી જોઈએ... જોતા જ રહેવું જોઈએ. સુખ-દુઃખનું સંવેદન જાણીએ ઉનાળાની ઋતુમાં એક માણસ ઠંડી હવાની લહેરો નીચે બેઠો છે. ઠંડી હવાને કારણે એ માણસને સુખ મળ્યું, તમને કેમ લાગ્યું ? સામેની વ્યક્તિને ઠંડી ઠંડી હવા સ્પર્શવાથી તેને કેવું લાગ્યું? તમને ગરમ હવાનો સ્પર્શ કેવો લાગ્યો ? અને તેને ગરમ હવાનો સ્પર્શ થયો તો તેને કેવું લાગ્યું ? આપણે આ નિયમને આગળ લઈ જઈએ. એક કલ્પના કરીએ કે તીવ્ર ગરમીની ઋતુ છે. એક જ ઓરડો છે અને તેને એક જ દરવાજો છે. એક માણસ એ દરવાજામાં જઈને બેસી જાય છે. એને ત્યાં બેસવાનું કેવું લાગશે ? તમને કેવું લાગશે ? કોઈ અન્ય વ્યક્તિ આવીને તેને કહે કે અંદર જઈને બેસો તો એને કેવું લાગશે ? તમને કેવું લાગશે ? તમે આ નિયમ જાણો, એ ઘટનાનું નિરીક્ષણ કરો. એનો અર્થ એ છે કે પોતાના તેમજ સામેની વ્યક્તિના સુખ-દુઃખના સંવેદનને જાણવુંસમજવું. તમે જાણો, નિરીક્ષણ કરો, જાણતા રહો અને નિરીક્ષણ કરતા રહો. એમ કરતાં કરતાં એક ક્ષણ એવી આવશે કે જ્યારે તમને આત્મતુલાનો સાક્ષાત્કાર થઈ ગયો હશે. આત્મતુલાનો સિદ્ધાંત મહાવીરને માત્ર એક જ દિવસમાં એ સત્ય સમજાયું નહોતું કે જેવી રીતે મને સુખ પ્રિય લાગે છે અને દુઃખ અપ્રિય લાગે છે એવી જ – અસ્તિત્વ અને અહિંસા ૬૧ – - Page #63 -------------------------------------------------------------------------- ________________ રીતે સામેના પ્રાણીને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય લાગે છે. સતત નિરીક્ષણ તેમજ અન્વેષણ દ્વારા મહાવીરે આ નિયમ જાણ્યો અને એમાંથી આત્મતુલાના સિદ્ધાંતની સ્થાપના થઈ. મહાવીરે કહ્યું કે, એવા લોકો પણ હોય છે જેઓ એમ કહે છે કે આપણે બીજાઓ સાથે શી લેવાદેવા ? આપણે તો માત્ર આપણું જ જોવાનું. આપણે કેટ-કેટલાની ચિંતા કરવી ? તેઓ બીજા લોકોની ચિંતા નથી કરતા. નોકરો, કર્મચારીઓ અને શૂદ્રોની ચિંતા તેઓ નથી કરતા, પશુ-પક્ષી તથા સામાન્ય પ્રાણીઓની ચિંતા પણ તેઓ નથી કરતા. મધ્યકાળમાં સ્ત્રીઓ માટે તો એવા અત્યંત કડક નિયમો બનાવી દેવામાં આવ્યા હતા કે જેમાં માત્ર ક્રૂરતા જ જોવા મળે છે. એનું કારણ એ હતું કે આત્મતુલાના આ નિયમને ત્યારે કોઈ સમજી શક્યું નહોતું. નિદર્શનની ભાષા ભગવાની મહાવીરે આ સિદ્ધાંતને ઉદાહરણની ભાષામાં સમજાવ્યો. પચાસ માણસો બેઠા છે. વચ્ચે એક સગડીમાં અંગારા સળગી રહ્યા છે. મુખ્ય માણસે બીજા એક માણસને કહ્યું કે આ કોલસા લઈને અમુક વ્યક્તિના હાથમાં મૂકી દો. પેલી વ્યક્તિ સાણસી કે ચીપિયા દ્વારા કોલસા પકડીને બીજી વ્યક્તિના હાથમાં મૂકશે. તે એમ વિચારે છે કે જો હું મારા હાથ વડે કોલસા પકડીશ તો મારા હાથ દાઝી જશે. પરંતુ એ વ્યક્તિ એમ નથી વિચારતી કે જેવી રીતે સળગતા કોલસા પકડવાથી મારા હાથ દાઝી શકે છે તેવી રીતે અન્ય વ્યક્તિના હાથ પણ દાઝી શકે છે. અન્ય વ્યક્તિના હાથ પણ મારા જેવા જ છે. જે વ્યક્તિમાં આવું ચિંતન જાગી જાય છે, તે અન્ય વ્યક્તિના હાથમાં સળગતા કોલસા મૂકી શકતી નથી. પોતે સાણસી કે ચીપિયા વડે કોલસા પકડશે અને બીજી વ્યક્તિ તેને પોતાના હાથમાં લે એમ વિચારવામાં આત્મતુલાની વાત કે ન્યાય નથી. એમાં પક્ષપાત અને વિષમતાની વાત છે. વ્યવહાર-પરિવર્તનનો સિદ્ધાંત વ્યક્તિ પોતાના માટે સુખ ઇચ્છે છે, પરંતુ તે બીજાની મુશ્કેલી સમજતી નથી. તે વ્યક્તિ એ નિયમને નથી જાણતી કે મારા ઉપર જે કાંઈ થાય છે તેની પીડા મને કેવી થાય છે ? સામેની વ્યક્તિને પણ એવી જ પીડા થતી હશે. આપણે સામેના પ્રાણીની બાબતે વિચાર કરવો જોઈએ. ભલે તે માણસ હોય, ગાય હોય, ઘોડો હોય, કૂતરો હોય કે અસ્તિત્વ અને અહિંસા : ૬૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિ અથવા તો માટી હોય. આપણે એ વાત ઉપર ધ્યાન આપવું જોઈએ કે જો એના બદલે હું હોત તો મને કેવી અનુભૂતિ થાત ? જો આ નિયમ સમજાઈ જાય, આત્મસાત્ થઈ જાય તો માનવીનો સમગ્ર વ્યવહાર જ બદલાઈ જાય ! આત્મતુલાનો આ સિદ્ધાંત-જેનું ભગવાન મહાવીરે પ્રતિપાદન કર્યું છે તે આપણા સમગ્ર વ્યવહારના પરિવર્તનનો સિદ્ધાંત છે. જે વ્યક્તિ પોતાના અધ્યાત્મના નિયમને જાણે છે, તે બહારના નિયમોને જાણે છે અને જે બહારના નિયમોને જાણે છે તે પોતાના અધ્યાત્મના નિયમોને પણ જાણી લે છે. બહાર કે અંદર, પોતાનું કે પારકું – બન્ને માટે નિયમ સમાન હોય છે, આ વાત આપણે સમજીએ તો આપણો સંપૂર્ણ વ્યવહાર બદલાઈ જાય. - મુશ્કેલ છે નિરીક્ષણ કરવાનું વર્તમાન સમસ્યા એ છે કે વ્યક્તિની દૃષ્ટિએ પોતાના તથા પોતાના પરિવાર માટેના નિયમો અલગ હોય છે અને અન્ય લોકો માટે કંઈક જુદા જ નિયમો હોય છે. આજે ભેળસેળનો વ્યવસાય જેટલો ચાલે છે તે બીજા લોકો માટે ચાલે છે, પોતાના લોકો માટે નહિ. એનું કારણ એ જ છે કે વ્યક્તિ આત્મતુલાના સિદ્ધાંતને નથી જાણતી, તે તુલનાનું અન્વેષણ નથી કરતી. નિરીક્ષણ કરવાનું, અન્વેષણ કરવાનું અત્યંત મુશ્કેલ છે. માણસ શોર્ટકટથી જીવવાનું ઝંખે છે. આજે રાજમાર્ગો એવા સાંકડા બની ગયા છે કે તેણે પગદંડીની પસંદગી કરવી પડે છે. એને કારણે સમસ્યા પેદા થઈ ગઈ અને આત્મતુલાનો સિદ્ધાંત જટિલ બની ગયો. બીજા લોકોની વાત જવા દઈએ પરંતુ ધાર્મિક લોકો પણ આ સિદ્ધાંતનો પ્રયોગ કરતા નથી. જો ધાર્મિક લોકો આ તુલનાનો પ્રયોગ કરતા હોત તો આજે માનવીય સંબંધોમાં પરિવર્તન આવી ગયું હોત. વર્તમાન સમસ્યા આજની સૌથી મોટી સમસ્યા માનવીય સંબંધોમાં તનાવ અને સંઘર્ષની છે. જૂની પેઢીના લોકો અભણ હતા, સહન કરવાનું જાણતા હતા; પરંતુ આજે લોકોની સમજણ ખૂબ વધી છે તેથી તેમની સંવેદનશીલતા પણ વધી છે. સંવેદનશીલતાને કારણે પારસ્પરિક સંબંધોમાં તનાવ અને સંઘર્ષના તણખા ખરતા રહે છે. અસ્તિત્વ અને અહિંસા હું ૬૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરે આત્મતુલાના સિદ્ધાંતનું વ્યવહારના સંદર્ભમાં પ્રતિપાદન કર્યું. જેનશ્રાવકની આચારસંહિતા આત્મતુલાના સિદ્ધાંતનું વ્યાવહારિક રૂપ છે. શ્રાવકની આચારસંહિતાનો એક નિયમ છે કે હું મારા આશ્રિત પ્રાણીની આજીવિકાનો વિચ્છેદ નહિ કરું. ભલે તે નોકર હોય, કર્મચારી હોય કે પશુ હોય. જે આશ્રિત છે તેની આજીવિકાનો વિચ્છેદ તે નહિ કરી શકે. શોષણ-પરિહારનો સિદ્ધાંત આજે શોષણની સમસ્યા અત્યંત ગંભીર બની છે. એવો સ્વર સાંભળવા મળે છે કે શોષણ ન થવું જોઈએ, શ્રમનું ઉચિત મૂલ્ય મળવું જોઈએ. જો આપણે અતીતને જાણીએ તો આપણું તારણ એવું હશે કે શોષણનો વિરોધ સૌપ્રથમ ભગવાન મહાવીરે કર્યો હતો. મહાવીરે કહ્યું કે કોઈના ભક્તપાનનો વિચ્છેદ ન કરો. જે વ્યક્તિ જે પામવા માટે હકદાર હોય એ તમે ના છીનવો. તે શ્રમ કરે છે અને જો તમે એનો હક છીનવી લો તો એમાં ન્યાય નથી. શોષણના પરિહારનો મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે આત્મતુલાનો સિદ્ધાંત. કોઈની આજીવિકા ન છીનવો, કોઈનું શોષણ ન કરો. જો આ સિદ્ધાંતનો અમલ થતો હોત તો હડતાળો ન હોત, મિલો બંધ ન પડત. અહિંસાના માધ્યમ થકી માનવીય ચેતનાને ગાડવાનું જેટલું કામ મહાવીરે કર્યું, એટલું અન્ય કોઈએ કર્યું છે કેમ તે સંશોધનનો વિષય છે. આચારાંગ સૂત્રમાં અહિંસક સમાજરચનાનાં સૂત્રો અઢળક છે. આચારાંગ એટલે ક્રાંતિસૂત્ર. તેનું એક સૂત્ર છે – માણસ ત્રાજવાના એક પલ્લામાં પોતાની જાતને મૂકે અને બીજા પલ્લામાં સામેના પ્રાણીને મૂકે. પછી બન્નેને સમદૃષ્ટિથી તોલે, આત્મતુલાનું અન્વેષણ કરે. મહાવીરના શબ્દોમાં આ જ સાચી શોધ અને અન્વેષણ છે. -- અસ્તિત્વ અને અહિંસા ક ૬૪ – Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : હા સંકલિકા ૦ કરેમિ ભંતે સામાર્ચ સવ્વ સાવજં જોગ પચ્ચકખામિ | જાવજીવાએ તિવિષ્ઠ તિવિહેણ પણેણં વાયાએ કાણું ન કરેમિ ન કારવેમિ કરતપિ અન્ન ન સમણુજાણામિ / તસ્ય ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગિિમ અધ્ધાણં વોસિરામિ (આવશ્યક સૂત્ર) ૦ સ્થાઈ શસ્ત્ર છે ભાવ. ૦ બાહ્ય શસ્ત્ર : આંતરિક શસ્ત્ર ૦ હિંસાનું મૂળ ૦ હિંસા : વધ કે પ્રમાદ? ૦ સંયમનો અર્થ ૦ ન મારવાનો નિર્દેશ શા માટે? ૦ અહિંસા મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ ૦ માનસિક હિંસા અને પ્રમાદ ૦ શક્તિશાળી પ્રશ્ન ૦ સાવઘ યોગ અઢાર પાપ ભવિષ્યની સંભાવના ૦ શસ્ત્રીકરણ અને યાંત્રિકીકરણનું પરિણામ ૦ આચાચંગ : શસ્ત્ર-પરિજ્ઞાનું સૂત્ર ૦ નિઃશસ્ત્રીકરણનું મૂલ્ય સમજીએ ૦ – અસ્તિત્વ અને અહિંસા ક ૬૫ – Page #67 -------------------------------------------------------------------------- ________________ નિઃશસ્ત્રીકરણ શસ્ત્ર અને હિંસાને પર્યાવાચક સમજી શકાય છે. જ્યાં જ્યાં શસ્ત્ર હશે ત્યાં ત્યાં હિંસા હશે. જ્યાં અશસ્ત્ર હશે ત્યાં અહિંસા હશે. જ્યારે પ્રસ્તરયુગ હતો ત્યારે પથ્થરનાં અસ્ત્રો બન્યાં, પથ્થરનાં શસ્ત્રો બન્યાં. ક્યારેક માટીનું ઢેડું મારવામાં આવતું, તે પણ એક શસ્ત્ર હતું. ત્યારપછી લોહયુગ આવ્યો અને લોહનાં શસ્ત્રો બન્યાં, તલવારો બની. બારુદનો યુગ આવ્યો અને બંદૂકો બની, ગોળીઓ બની, તોપો બની. શસ્ત્રનો ક્રમશઃ વિકાસ થતો રહ્યો. વિકાસ થતો થતો અણુબોમ્બ અને હાઇડ્રોજન બોમ્બનો યુગ આવ્યો, અણુશસ્ત્રો બન્યાં, બનતાં જ રહ્યાં. મૂળશાસ્ત્ર છે ભાવ આ શસ્ત્રનો વિકાસ ક્રમશઃ થયો છે પરંતુ એક શસ્ત્ર સ્થાયી છે. તે પહેલાં પણ હતું, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. એ શસ્ત્ર જ આ તમામ શસ્ત્રોનું નિર્માણ કરી રહ્યું છે. તે ક્યારેય બદલાતું નથી, સ્થાયી છે અને એનું નામ છે અસંયમ. મહાવીરના શબ્દોમાં એનું નામ છે ભાવશસ્ત્ર. આચારાંગ સૂત્રમાં ષજીવનિકાય માટે વિવિધ પ્રકારનાં શસ્ત્રોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આજે કોઈ સામાન્ય માણસ શસ્ત્ર શબ્દ કહેતાં જ તલવાર, બંદૂક કે લાકડી તરફ ધ્યાન આપશે. પરંતુ પાણી એક શસ્ત્ર છે, એવી કલ્પના કોઈ કરી શકતું નથી. મહાવીરે કહ્યું કે પાણી માટીનું શસ્ત્ર છે. વાયુ અગ્નિનું શસ્ત્ર છે. મહાવીરે અત્યંત ઊંડાણમાં જઈને શસ્ત્રો વિશે ખૂબ સૂક્ષ્મતાપૂર્વક પ્રતિપાદન કર્યું છે. તેમની ભાષામાં જે શસ્ત્ર છે, તેની સૂક્ષ્મતાની કલ્પના સુધી પહોંચવામાં દાર્શનિકોને પણ ખૂબ સમય લાગ્યો છે. શક્ય છે કે વૈજ્ઞાનિકોને તેના ઊંડાણ સુધી પહોંચવામાં અનેક શતાબ્દીઓ લાગી જાય. વાસ્તવિક શસ્ત્ર છે અસંયમ તમામ શસ્ત્રોના મૂળમાં જે શસ્ત્ર છે તે છે ભાવશસ્ત્ર. માટીનું શસ્ત્ર છે, તેને બાહ્ય શસ્ત્ર માનવામાં આવે છે. તે વાસ્તવિક શસ્ત્ર નથી. – અસ્તિત્વ અને અહિંસા, ૬૬ – Page #68 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિક શસ્ત્ર તો છે ભાવશસ્ત્ર અને એ છે અસંયમ. પ્રાણીના અંતઃકરણમાં જે અસંયમ છે, એ જ વાસ્તવિક શસ્ત્ર છે અને આ તમામ શસ્ત્રોનું એ નિર્માણ કરી રહ્યું છે. જો અસંયમ ન હોત તો કોઈ શસ્ત્ર બન્યું જ ન હોત. આજે નિઃશસ્ત્રીકરણનો પ્રશ્ન પ્રબળ બનેલો છે. શક્તિસંપન્ન દેશો પ્રક્ષેપાસ્ત્રો ઓછાં કરે, દૂર કે લધુ હિંસા કરનારાં પ્રક્ષેપાસ્ત્રો ઘટાડે, ટેન્કોને સમાપ્ત કરી દે એ વાત આજે ચર્ચાનો મુખ્ય વિષય બનેલી છે. પરંતુ આ તમામની પાછળ જે ચર્ચા થવી જોઈએ તે થતી નથી. આ તમામના મૂળમાં અસંયમ છે અને અસંયમને ઘટાડવાની ચર્ચા ખૂબ ઓછી થાય છે. માત્ર થોડાંક પ્રક્ષેપાસ્ત્રો ઓછાં કરવાથી નિઃશસ્ત્રીકરણની વાત શક્ય નહિ બને. કોઈ એક શાસક શસ્ત્રો ઓછાં કરવાની વાત કરે છે તો બીજો શાસક શસ્ત્રોના વિકાસની વાત કરે છે. જ્યાં સુધી અસંયમને ઘટાડવા તરફ માનવસમાજનું ધ્યાન આકર્ષિત નહિ થાય ત્યાં સુધી નિઃશસ્ત્રીકરણની વાત સફળ થવાની નથી. ભગવાન મહાવીરે ભાવશસ્ત્ર ઉપર, અસંયમ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે મૂળને પકડો, અસંયમને ઓછો કરો. અસંયમ ઓછો થશે તો બંદૂકો, તોપો, તલવારો માનવી માટે ખતરનાક નહિ રહે. શું પ્રમાદ હિંસા નથી ? એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ભગવાન મહાવીરે સમગ્ર શસ્ત્ર-પરિજ્ઞા અધ્યયનમાં છકાયના જીવોનો વધ ન કરવાનો ઉપદેશ આપ્યો, પરંતુ માનસિક સ્તરે થતી હિંસાની કોઈ ચર્ચા નથી કરી. આમ કેમ ? એનું કારણ શું છે ? શસ્ત્ર-પરિજ્ઞા અધ્યયનમાં એમ નથી કહ્યું કે કલહ ન કરો, નિંદા ન કરો, ચાડી-ચુગલી ન કરો, કોઈના પ્રત્યે ખરાબ વિચારો ન કરો, માત્ર મારો નહિ એવો જ નિર્દેશ મળે છે. કર્મનો સમારંભ ન કરો. એટલે કે વધ ન કરો. તેમણે માત્ર વધને જ કેમ પકડ્યો ? શું વધા એ જ હિંસા છે ? શું પ્રમાદ હિંસા નથી ? સર્વે પ્રાણાઃ ન હંતવ્યાઃ અહિંસાડસૌ પ્રકીર્તિતાઃ | કિં હિંસા વધ એવાસ્તિ, પ્રમાદો વા ભવેદસૌ ? એનું સમાધાન આ પ્રમાણે છે : વધઃ કાયં પ્રમાદશ, કારણં નામ વિદ્યતે | અપ્રમત્તો વધાર્થ નો, સંતાપાયે ન ચેતે / અસ્તિત્વ અને અહિંસા 4 ૬૭ – Page #69 -------------------------------------------------------------------------- ________________ વધ કાર્ય છે, પ્રમાદ તેનું કારણ છે. જે અપ્રમત્ત હોય છે તે કોઈના વધ કે સંતાપ માટેની ચેષ્ટા કરતો નથી. પ્રશ્ન માનસિક હિંસાનો ક્યારેક ક્યારેક એમ પણ સાંભળવા મળે છે કે જેનો પ્રાણીને ન મારવાની વાત ઉપર જેટલો ભાર મૂકે છે એટલો માનસિક હિંસા અને માનસિક અહિંસા ઉપર નથી મૂકતા. તેનું કારણ શું છે? હકીકતમાં આ ખ્યાલ સાચો નથી. મહાવીરની ભાષામાં હિંસા એટલે અસંયમ. અહિંસા એટલે સંયમ. હિંસાનો અર્થ છે પ્રમાદ. અહિંસાનો અર્થ છે અપ્રમાદ. જો સંયમ જ અહિંસા હોય, અપ્રમાદ જ અહિંસા હોય તો પછી કઈ માનસિક હિંસા બાકી રહી ? કઈ વૈચારિક હિંસા બાકી રહી ? કયો ખરાબ ભાવ બાકી રહ્યો ? સંયમનો અર્થ છે નિગ્રહ કરવો. અઢાર પાપનું પ્રત્યાખ્યાન કરવું એટલે સંયમ. જે વ્યક્તિ સંયમને સ્વીકારે છે, તે આ સંકલ્પનો પણ સ્વીકાર કરે છે – ભંતે ! હું સામાયિક કરું છું અને તમામ સાવદ્ય યોગનો ત્યાગ કરું છું. તમામ સાવધનો ત્યાગ એટલે અઢાર પાપનો ત્યાગ. રાગદ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પર-પરિવાદ વગેરેનો અઢાર પાપમાં સમાવેશ છે. • સ્થળ નિર્દેશ શા માટે? હિંસા અસંયમ છે. આ વ્યાખ્યાથી કઈ હિંસા મુક્ત છે? આ એક જ સૂત્રમાં અહિંસાનું મૂળ હાર્દ સમાઈ જાય છે. મૂળને પકડવું એ બહુ મોટી વાત છે. આજનો માણસ સ્થૂળ દૃષ્ટિવાળો છે. તે સૂક્ષ્મ વાતને ઓછી પકડે છે તેથી અહિંસાના સંદર્ભમાં એવો નિર્દેશ આપવામાં આવ્યો કે કોઈને મારો નહિ. જ્યારે તમે કોઈકને મારો છો ત્યારે તે તરફડે છે. શું તમને દયા નથી આવતી? મરતી વખતે જ્યારે પ્રાણ નીકળતા હોય ત્યારે ભારે કષ્ટ પડે છે, તીવ્ર તરફડાટ થાય છે. તેથી તમે કોઈને પજવશો નહિ. કોઈને ન મારો-એમ કહીને માનવીના મનમાં કરૂણાનો ભાવ જગાડવામાં આવ્યો, અનુકંપાની લાગણી પેદા કરવામાં આવી. જ્યારે કરુણાનો વિકાસ થાય છે ત્યારે તે નહિ મારવા પૂરતો સીમિત નથી રહેતો, તે આગળ વધે છે. તેનામાં પ્રેમનો ભાવ વિકસે છે. જે વ્યક્તિમાં પ્રેમ અને મૈત્રીનો ભાવ વિકસીત હોય છે તે પ્રાણીમાત્ર માટે મૈત્રીનો વિકાસ કરશે. જ્યાં સુધી પારકાપણાનો ભાવ હોય છે, શત્રુતાનો અસ્તિત્વ અને અહિંસાને ૬૮ Page #70 -------------------------------------------------------------------------- ________________ ભાવ મનમાં છુપાયેલો હોય છે ત્યાં સુધી મૈત્રીનો ભાવ વિકસિત થતો નથી. પ્રશ્ન શસ્ત્રીકરણનો મહાવીરે મનોવૈજ્ઞાનિક રીતે આ સ્થૂળ વાત પકડી. એ વ્યાવહારિક વાત છે. અત્યંત સામાન્ય લોકોમાં પ્રથમ સૂક્ષ્મ વાત ન કરવી જોઈએ. તેથી શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં નિઃશસ્ત્રીકરણની ધૂળ વાત સમજાવવામાં આવી. પહેલાં એમ જ કહેવામાં આવ્યું કે નિઃશસ્ત્રીકરણ કરો, કોઈને મારો નહિ, કોઈને પજવો નહિ. જેમ જેમ આ સંકલ્પ પુષ્ટ થતો જશે તેમ તેમ અસંયમનો ભાવ ઘટતો જશે. જેમ જેમ અસંયમનો ભાવ ઘટતો જશે તેમ તેમ મૈત્રી વધશે, વ્યક્તિ આપોઆપ સંયમની સીમામાં પોતાનું જીવન પસાર કરશે. શસ્ત્રીકરણ અને નિઃશસ્ત્રીકરણ એવા બે શબ્દો આપણી સમક્ષ છે. આજે પણ શસ્ત્રીકરણ એક સમસ્યા છે. એકસો વર્ષ અગાઉ કોઈએ એમ વિચાર પણ નહિ કર્યો હોય કે રાજનીતિના લોકો ક્યારેક નિઃશસ્ત્રીકરણ શબ્દોનો ઉચ્ચાર કરશે. પ્રજા નિઃશસ્ત્રીકરણની વાત ઉપર આંદોલન કરશે, નિઃશસ્ત્રીકરણ એક મુખ્ય મુદ્દો બની રહેશે. પરંતુ વિચારના વિકાસને રોકી શકાતો નથી. એક વ્યક્તિએ જે વિચાર આપ્યો તે વિચાર શતાબ્દીઓ પછી બીજાઓ માટે પોતાનો વિચાર બની રહે છે. મહાવીરનો આ નિઃશસ્ત્રીકરણનો વિચાર વિસમી શતાબ્દીમાં આપોઆપ પ્રબળ બની રહ્યો છે. આજે એ પ્રશ્ન શક્તિશાળી બની ગયો છે કે જો આ શસ્ત્રોની હોડ આ જ રીતે – આ જ ગતિથી ચાલ્યા કરશે તો કોણ જાણે શું થશે ? જૈન શ્રાવકની આચારસંહિતા ઃ નિઃશસ્ત્રીકરણ ભગવાન મહાવીરે જૈન શ્રાવકો માટે જે વ્રતોની આચારસંહિતા આપી, તેનું મૂળ સૂત્ર છે – જૈન શ્રાવક શસ્ત્રોનું નિર્માણ નહિ કરે, શસ્ત્રોના સ્પેરપાર્ટ્સનું સંયોજન પણ નહિ કરે. અનેક લોકો શસ્ત્રોના નિર્માણનું કાર્ય કરી રહ્યા છે. તેઓ સ્પેરપાર્ટ્સ મંગાવે છે અને શસ્ત્રો તૈયાર કરી નાંખે છે. પ્રત્યેક ક્ષેત્રમાં શસ્ત્રોનો ગંજ ખડકાઈ રહ્યો છે. નિઃશસ્ત્રીકરણનો સ્વર શસ્ત્રીકરણની પરિણતીને કારણે પ્રબળ બની રહ્યો છે. જો અણુશસ્ત્રોના ભંડાર તરફ ધ્યાન નહિ આપવામાં આવે તો કદાચ એક સમય એવો આવશે કે સમગ્ર માનવસભ્યતાનો લોપ થઈ જશે. -----———- અસ્તિત્વ અને અહિંસા ન ૬૯ — —– Page #71 -------------------------------------------------------------------------- ________________ એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે કે જગત વળી પાછું પ્રસ્તર યુગમાં પહોંચી જાય તો સારું ! મહાભારતના યુગ પછી હિન્દુસ્તાનની સભ્યતા, સંસ્કૃતિ અને વિદ્યાનો જે હૃાસ થયો છે, તેનાથી એવી સંભાવના બળવાન બની છે. અણુઅસ્ત્રોના યુદ્ધ પછી કદાચ માણસ એવી પ્રાર્થના કરશે કે હે ભગવાન, અમને એવા જ બનાવી દો-જેવા અમે અગાઉ હતા. ચાંત્રિકીકરણનું પરિણામ વિજ્ઞાન આજે વિકસતું વિકસતું રોબોટ સુધી પહોંચી ગયું છે. જે કૃત્રિમ માનવનું નિર્માણ કરવામાં આવ્યું છે, તે રોબોટ-યંત્રમાનવ ખતરનાક બની રહ્યો છે. એના નિર્માતાઓ ચિંતા કરી રહ્યા છે કે હવે એને નિયંત્રિત શી રીતે કરવો ? અમેરિકા અને જાપાને જે રોબોટ બનાવ્યા છે તે માનવી માટે વિનાશનું કારણ બની રહ્યા છે. જો આ શસ્ત્રીકરણ અને યાંત્રિકીકરણની દોટ આ રીતે જ ચાલતી રહેશે તો આપણે ભગવાનને પ્રાર્થના કરવી પડશે કે – હે ભગવાન! અમને તો પુનઃ પાછા પ્રસ્તર યુગમાં જ લઈ જા ! આપણે ભગવાન મહાવીરને જાણીએ, આચારાંગના શસ્ત્રપરિજ્ઞા અધ્યયનનું વાંચન કરીએ તો આપણને ખબર પડશે કે આ સચ્ચાઈને મહાવીરે પકડી હતી. ભગવાન મહાવીરે કહ્યું કે શસ્ત્રીકરણ માનવજાત માટે સંહારનું કારણ બની શકે છે. તેથી આપણે પ્રારંભથી જ નિઃશસ્ત્રીકરણનું મૂલ્ય આંકીએ, તેનું મહત્ત્વ સમજીએ અને જીવનમાં વધુમાં વધુ નિઃશસ્ત્રીકરણનો પ્રયોગ કરીએ. નિઃશસ્ત્રના પ્રયોગોનો અર્થ સંયમ કરવા સાથે જોડાયેલો છે. નિઃશસ્ત્રીકરણ માનવજાત માટે કલ્યાણનું કારણ છે, વિકાસનું કારણ છે. નિઃશસ્ત્રીકરણ દ્વારા જ માનવજાત સુખ અને શાંતિ પામી શકે છે. આ સચ્ચાઈને સંયમના વિકાસ થકી જ સમજી શકાય તેમ છે. અસ્તિત્વ અને અહિંસાના ૭૦ --- Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ( સંકલિકા ૦ જાણિતુ દુકખં પયં સાયં (આયારે ૨/૨૨) ૦ જેહિં વા સદ્ધિ સંવસતિ તે વા ણે એગયા મિયગા ! તે પુલ્વેિ પોસેતિ, સો વા તે નિયને પચ્છા પોસે 0 નાલં તે તવ તાણાએ વા સરણાએ વા તુમપિ તેસિં નાલં તાણાએ વા સરણાએ વા (આયારો ૨૧૬-૧૭) ૦ જીવનના બે પક્ષ ૦ વૈયક્તિક ગુણ કર્મશાસ્ત્રીય ભાષા ૦ વૈયક્તિક છે – જ્ઞાન, ઇન્દ્રિય-સંવેદન, સુખ-દુઃખ, આનંદ, શક્તિ અને વેદનીય કર્મ ૦ સમાજ અને સામાજિક્તાનું મૂલ્ય ૦ સમાજવાદનો દૃષ્ટિકોણ ૦ અધ્યાત્મનો દૃષ્ટિકોણ ૦ મૂર્છાને તોડનારું સૂત્ર ૦ નિશ્ચય અને વ્યવહારનું સમાયોજન ૦ સુખ અને સ્વાર્થ ૦ સ્વાર્થનું ઉદારીકરણ ૦ સ્વાર્થ, સ્વાર્થથી આગળ વધવામાં પણ ૦ વિકાર : એકની સાથે પ્રેમ કરવો. ૦ પવિત્ર મનોભાવ સૌની સાથે પ્રેમ કરો. ૦ આત્મફ્તત્વનો સિદ્ધાંત ૦ દુઃખ-સુખ દુઃખ-સુખનાં સાધનો 0 સ્વગત છે સુખ અને દુઃખ ૦ વિનીમયનો પ્રશ્ન નથી. ૦ સાધન છે સામાજિક સંવેદન છે વૈયક્તિક અસ્તિત્વ અને અહિંસા ન ૭૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ સુખ-દુખ પોતપોતાનું વ્યક્તિ અને સમાજ એ બે જીવનનાં બે પાસાં છે. કેટલાક દોરા એવા હોય છે કે જે વ્યક્તિ વ્યક્તિને જોડતા રહે છે અને એક સમાજ બની જાય છે. કેટલાંક સૂત્રો એવાં છે જે વ્યક્તિને બચાવી રાખે છે, વ્યક્તિને વ્યક્તિ બનાવી રાખે છે. તેની અલગ સત્તા બની રહે છે. જીવનના બે પક્ષ છે : વૈયક્તિક અને સામાજિક. પ્રશ્ન છે કે વૈયક્તિક ગુણ શું છે, જે વ્યક્તિને વ્યક્તિ બનાવી રાખે છે ? આચારાંગ સૂત્રમાં તેમનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આપણે કર્મશાસ્ત્રીય દષ્ટિએ વિચાર કરીએ. જેમને મૂળકર્મ કહેવામાં આવે છે, જે ચાર ઘાત્ય કર્મ છે તે વ્યક્તિને વ્યક્તિ બનાવી રાખે છે. જ્ઞાન, ઇન્દ્રિય સંવેદન, સુખદુઃખ, આનંદ, શક્તિ અને વેદનીય કર્મ આ બધાં વ્યક્તિને વૈયક્તિકતા પ્રદાન કરે છે. જ્ઞાન સૌનું પોતપોતાનું હોય છે. ઇન્દ્રિય સંવેદન પણ સૌનું પોતપોતાનું હોય છે. સુખ-દુઃખનું સંવેદન સૌનું પોતપોતાનું હોય છે. આનંદ પણ સૌનો પોતપોતાનો હોય છે અને શક્તિ પણ સૌની પોતપોતાની હોય છે. અર્ધસત્ય = પુનત્ય પ્રશ્ન છે સમાજનો. વ્યક્તિ સામાજિક પ્રાણી છે. ક્વી રીતે માછલ્લી પાણી વગર જીવી શકતી નથી એવી જ રીતે વ્યક્તિ સમાજ વગર જીવી શકતી નથી. તેથી સમાજ જ સર્વોપરિ છે. આ સમાજવાદ કે સામાજિકતાનો દૃષ્ટિકોણ છે. એમાં સચ્ચાઈ પણ છે. સમાજ વગર સાહિત્ય અને સભ્યતાનો, આનંદ અને સુખદુઃખનો વિકાસ ક્યારેય થઈ શકતો નથી. આ તમામનો વિકાસ સમાજના સંદર્ભમાં થયો છે. સમાજ અને સામાજિકતા બન્ને વ્યક્તિ માટે જરૂરી છે, પરંતુ તે અર્ધસત્ય છે. માત્ર એને જ સર્વસ્વ સમજી લેવાથી સમસ્યાઓ પેદા થાય છે. પૂર્ણસત્ય પકડવા માટે સામાજિકતાની સાથે વૈયક્તિકતાને સમજવી જરૂરી છે. અધ્યાત્મ અને ધર્મશાસ્ત્રમાં વૈયક્તિકતા ઉપર ભાર - ~- અસ્તિત્વ અને અહિંસા , ૭૨ - Page #74 -------------------------------------------------------------------------- ________________ મૂકવામાં આવ્યો છે. વ્યક્તિગત જીવનને જોયા વગર સામાજિક જીવન સારું ન હોઈ શકે. વૈયક્તિક છે સુખ અને દુઃખ અધ્યાત્મનું મહત્ત્વનું સૂત્ર છે – પયં સાયં પયં વેણ – સુખ પણ પોતાનું છે અને દુઃખ પણ પોતાનું છે. આ એકદમ વૈયક્તિક વાત છે. વ્યક્તિનાં સુખ-દુઃખ સાથે સમાજને કોઈ લેવા દેવા નથી હોતી. એક માણસ બીજા માણસને ન તો સુખ આપી શકે છે કે ન તો દુઃખ આપી શકે છે, તેથી બીજાઓ ઉપર ઝાઝો ભરોસો ન કરવો જોઈએ. ભલે સમાજ હોય, પરિવાર હોય, મિત્ર હોય, સગાંસંબંધી હોય – એ તમામ ઉપર અમુક હદ સુધી જ ભરોસો કરી શકાય છે, એથી વધુ નહિ. તેઓ સુખ અને દુઃખથી ત્રાણ (રક્ષણ) આપવામાં સમર્થ નથી હોતાં. મહાવીરે કહ્યું કે સગાંસંબંધી, મિત્રો, સ્વજનો વગેરે તમને ત્રાણ કે શરણ આપવામાં સમર્થ નથી હોતાં. તમે તમારી આ અસમર્થતાનો અનુભવ કરો. આ મૂચ્છને તોડનારું સૂત્ર છે, એક પરમસત્ય છે. એમાં જ્યાં સમાજનો અનુભવ છે ત્યાં તેની સાથે પોતાના અસ્તિત્વનો અનુભવ છે. સામાન્ય રીતે કેટલાક લોકો માત્ર પોતાની જ અનુભૂતિમાં ચાલ્યા કરે છે અને સમાજનો અસ્વીકાર કરી દે છે. કેટલાક લોકો પોતાને સમાજમાં લીન કરી દે છે અને પોતાના અસ્તિત્વને વિસારી દે છે. ભગવાન મહાવીરે નિશ્ચય અને વ્યવહાર – બે નયનું પ્રતિપાદન કર્યું. તેમણે સમાજનો અસ્વીકાર નથી કર્યો, પરંતુ વ્યવહારની અમુક હદ સુધી તેનું મૂલ્યાંકન કરવાની વાત કરી છે. તેમણે વાસ્તવિક મહત્ત્વ વ્યક્તિને આપ્યું, વ્યક્તિના મૂલ્યાંકનને આપ્યું તેને વ્યક્તિ અને સમાજ બન્નેનું સમાયોજન પણ કહી શકાય. આત્મરક્ષા = આત્મતૃપ્તિ માનવીમાં ઘણી બધી ઇચ્છાઓ હોય છે. એમાં બે ઇચ્છાઓ મુખ્ય છે. આત્મરક્ષા ચાત્મતૃમિ:, મુખ્યમિચ્છાદ્વયં ભવેત્ | ઇચ્છાકુલે જગત્યસ્મિનું, તદર્થ યાતે જનઃ // વ્યક્તિ પોતાની જાતને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરે છે – એ છે આત્મરક્ષાની ઇચ્છા. ---——- અસ્તિત્વ અને અહિંસા ન ૩ ––––––– ન Page #75 -------------------------------------------------------------------------- ________________ વ્યકિત વધુમાં વધુ સુખ મેળવવાની ઇચ્છા રાખે છે - એ છે આત્મતૃપ્તિની ઇચ્છા. એના જ આધારે નીતિશાસ્ત્રમાં સુખવાદનો સિદ્ધાંત સ્થપાયો. પ્રત્યેક વ્યક્તિ સુખ ઇચ્છે છે. કારણ કે તે પોતાનું છે. વ્યક્તિ કોઈપણ કામ કરે છે તો તે સુખપ્રાપ્તિ માટે કરે છે. સુખ અને લાભને મેળવવાનું વ્યક્તિનું પ્રયોજન હોય છે. અધ્યાત્મશાસ્ત્રમાં પણ આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું. વ્યક્તિના પ્રત્યેક કાર્યનો આધાર એ જ મળશે કે સુખ મળે, દુઃખ ટળે. આ એક આધ્યાત્મિક સત્ય છે. સુખવાદની સાથે સ્વાર્થવાદ જોડાયેલો છે. સુખ અને સ્વાર્થ પરસ્પર સાથે જોડાયેલાં છે. એ બન્નેને અલગ કરવાનું કામ કપરું છે. એમ માની લેવું જોઈએ કે વ્યક્તિ સ્વભાવથી જ સ્વાર્થી છે. તે પોતાને સુખ આપવા ઇચ્છે છે અને તેને બીજા કોઈની ચિંતા નથી હોતી. આ સિદ્ધાંતનું એક ઉદારીકરણ ધર્મશાસ્ત્રોએ આપ્યું – સંયમ પાળો, સાધના કરો. પૂછવામાં આવ્યું કે શા માટે ? કહેવામાં આવ્યું કે આત્મહિત માટે, પોતાના હિત માટે. આ પણ સ્વાર્થની જ વાત છે પરંતુ તે એવો સ્વાર્થ નથી કે જેથી બીજાઓના સ્વાર્થનું વિઘટન થાય. જે સ્વાર્થને સાધવામાં બીજાઓનો સ્વાર્થ વિઘટીત થતો હોય એવો સ્વાર્થ સારો નથી હોતો, નિમ્ન કક્ષાનો હોય છે. આત્માનુકંપી ઃ પરાનુકંપી અધ્યાત્મશાસ્ત્રનો દૃષ્ટિકોણ આ સંદર્ભમાં અત્યંત ઉદાત્ત રહ્યો છે. બૌદ્ધોના મહાયાન સંપ્રદાયનું મુખ્ય સૂત્ર છે – “હું એકલો સુખી નહિ બનું, ભલે ગમે તે થાય. સૌને સાથે લઈને ચાલીશ. જે સૌને થશે તે મારે થશે. આ મહાપથ છે.” જૈનતીર્થકરોનો પણ આવો દૃષ્ટિકોણ રહ્યો છે. બે શબ્દો પ્રસિદ્ધ છે - આત્માનુકંપી અને પરાનુકંપી. વ્યકિત આત્માનુકંપી બનવી જોઈએ અને પરાનુકંપી પણ બનવી જોઈએ. આ સ્વાર્થથી આગળ વધવાની વાત છે, પરંતુ એમાં પણ સ્વાર્થની વાત તો છે જ. એમાં સ્વાર્થને એવો વિરાટ બનાવી દેવામાં આવ્યો છે કે બીજાઓના કલ્યાણમાં પણ પોતાનું કલ્યાણ છે, પોતાની નિર્જરા છે, પોતાનું હિત છે. લાભ કોને મળ્યો ? પરકલ્યાણ ક્યાં સમાયોજિત થયું? તે પોતાના કલ્યાણનું જ સાધન બની ગયું. તફાવત એટલો જ પડ્યો કે સુખવાદ અને સ્વાર્થવાદ વિરાટ બની ગયો. જ્યારે કોઈ દોષનું – અસ્તિત્વ અને અહિંસા ૭૪ – Page #76 -------------------------------------------------------------------------- ________________ નિરસન કરવાનું હોય છે ત્યારે તેને વિરાટ રૂપ આપવું પડે છે. માત્ર એકની સાથે પ્રેમ કરો એ વિકાર ગણાશે. સૌની સાથે પ્રેમ કરો એ પવિત્ર મનોભાવ ગણાશે. એકની સાથે પ્રેમ કરવો એ વિકાર છે જ્યારે સૌની સાથે પ્રેમ કરવો એ પવિત્રતા છે. નાનકડી વસ્તુને મોટું રૂપ આપી દેવાથી તે પવિત્ર બની જાય છે. માત્ર પોતાના સુખની કામના પ્રશસ્ત નથી બનતી. સૌના સુખની કામના કરો, તે વિરાટ બની જશે. તેમાં પોતાનું સુખ પણ સધાઈ જશે. સુખ અને સ્વાર્થને વિરાટ બનાવીએ મહત્ત્વની સચ્ચાઈ છે – સુખ અને સ્વાર્થને વિરાટ બનાવવાં. સુખવાદ અને સ્વાર્થવાદની મર્યાદા સમજીએ. માત્ર પોતાના સુખ અને સ્વાર્થને મહત્ત્વ ન આપીએ. ભ્રમવશ માણસ માત્ર પોતાના દુઃખને જ દૂર કરવાની વાત વિચારે છે. તે સુખ પામવા ઇચ્છે છે અને દુઃખને દૂર ધકેલવા ઝંખે છે. માણસ જુએ છે કે મેં દુઃખને દૂર ભગાડી દીધું, પરંતુ સચ્ચાઈ એ છે કે સુખ-દુઃખ પોતપોતાનું હોય છે. તેથી વ્યક્તિએ એવું આચરણ ન કરવું જોઈએ કે જેથી દુઃખ વધે અને સુખ ઘટે. આ આત્મફ્તત્વનો સિદ્ધાંત છે. આપણે વિચારીએ કે આજ સુધી આ જગતમાં કોઈ વ્યક્તિએ કોઈ વ્યક્તિને સુખી બનાવી છે ખરી ? દુઃખી બનાવી છે ખરી ? આપણે સત્ય સુધી પહોંચી શકતા નથી. કોઈ વ્યક્તિ કોઈને સુખી કે દુઃખી બનાવી શકતી નથી એ હકીકત છે. એમ કહેવું જોઈએ કે સુખની સામગ્રી એકઠી કરી શકાય છે, સુવિધાઓ એકઠી કરી શકાય છે; પરંતુ સુખ આપી શકાતું નથી. દુઃખનાં સાધનો આપી શકાય છે પરંતુ દુઃખ આપી શકાતું નથી. જો દુઃખ આપી શકાતું હોત તો મહાવીર અને આચાર્ય ભિક્ષુ ખૂબ દુઃખી થઈ ગયા હોત. મહાવીરને કેટકેટલાં દુઃખો આપવામાં આવ્યાં, આચાર્ય ભિક્ષુ સમક્ષ કેટકેટલી સમસ્યાઓ આવી; છતાં શું મહાવીર ક્યારેય દુઃખી થયા ખરા ? આચાર્ય ભિક્ષુ ક્યારેય વિચલિત થયા ખરા ? દુઃખી થવું એ પોતાના હાથમાં જ છે મહાવીરને કોઈ દુઃખી ન કરી શક્યું તેથી તેમણે કહ્યું કે પત્તેય દુઃખ- દુઃખ પોતપોતાનું હોય છે. આપણે ઘણી વખતે બીજાઓ દ્વારા દુઃખી થઈ જઈએ છીએ. આપણે એ સચ્ચાઈને ભૂલી જઈએ છીએ કે બીજું કોઈ દુઃખ આપી શકતું નથી. દુઃખી થવાનું સંપૂર્ણપણે આપણા - - અસ્તિત્વ અને અહિંસા ન ૭૫ L I - - - - - - Page #77 -------------------------------------------------------------------------- ________________ જ હાથમાં છે. જો આપણે ન ઇચ્છીએ તો આપણને કોઈ દુઃખી કરી શકતું નથી અને આપણે ઇચ્છીએ તો પણ કોઈને દુઃખી કરી શકતા નથી, કોઈને સુખી કરી શકતા નથી. સુખ અને દુઃખ સ્વગત હોય છે, પોતપોતાનું હોય છે. જેનામાં જેવી ક્ષમતા હોય છે, જેને જે મળે છે, તેણે તેનો વિકાસ કરવો જોઈએ, સુખ પેદા કરવું જોઈએ. - આપણે આત્મકર્તુત્વના આ સિદ્ધાંતનું ઊંડાણથી અધ્યયન કરીએ. અધ્યાત્મવિજ્ઞાનના આ સૂત્રને સમાજવિજ્ઞાન અને મનોવિજ્ઞાને પણ કોઈક અર્થમાં અપનાવ્યું છે. સામાજિક છે સાધન સુખ-દુઃખ નિતાંત પોતાનું અને વૈયક્તિક હોય છે. એનો અર્થ એ થયો કે સુખ-દુઃખનો વિનિમય કરી શકાતો નથી, તેને લઈ કે આપી શકાતાં નથી. પુત્ર ધન કમાય તો પિતાને મળી જાય છે. પિતા ધન કમાય તો પુત્રને મળી જાય છે. એક વ્યક્તિ કમાય છે અને તે પરિવારના દસ સભ્યોને મળી જાય છે. ધન વૈયક્તિક નથી, સામાજિક છે. ધનને વૈયક્તિક માનવું એ મૂર્ખામી છે અને સુખને સામાજિક માનવું એ મૂર્ખામી છે. સુખ-દુઃખનું જે સાધન છે તે સામાજિક છે. આપણે આ ખ્યાલને સ્પષ્ટ કરીએ – સુખ-દુઃખનાં સાધન સામાજિક છે પરંતુ સુખ-દુઃખનાં સંવેદન વૈયક્તિક છે તેથી ન તો કોઈનામાં ત્રાણનું આરોપણ કરવું જોઈએ કે ન તો કોઈને અંતિમ શરણ માનવું જોઈએ. વ્યક્તિનો પોતાનો આત્મા, વ્યક્તિનું પોતાનું આચરણ જ ત્રાણ અને શરણ આપવામાં સમર્થ છે, સુખ અને દુઃખનું કારણ છે. આપણે આ સચ્ચાઈને સમજીએ અને એવું કોઈ આચરણ ન કરીએ કે જેથી દુઃખ વધે, સુખ ઘટે. આવી જાગરૂકતા જ દુઃખમાંથી મુક્તિ અપાવી શકે છે અને સુખનો માર્ગ મોકળો કરી શકે છે. ——- અસ્તિત્વ અને અહિંસા ૭૬ ——– Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : (0 we સંકલિકા ૦ લોભ અલોભેણ દુગુંછમાણે, લદ્ધ કામે નાભિગ હઈ ! ૦ વિણઈતુ લોભ નિકખમ, એસ એકમે જાણતિ પાસતિ છે (આયારો ૨/૩૬-૩૭) ૦ સૌથી મોટો છે ચેતનાનો પ્રકાશ ૦ સકર્મી-પ્રવૃત્તિ કરનાર ૦ અકસ્મ-નિવૃત્તિ કસ્નાર ૦ પ્રવૃત્તિનું કારણ છે લોભ ૦ શેય એક ઃ જ્ઞાન અનેક ૦ અર્મા અર્થમીમાંસા – જે જ્ઞાનાવરણ કર્મરહિત છે, તે અકર્મા છે. જે ધ્યાનસ્થ છે, તે અકર્મા છે. જેનામાં લોભ નથી તે અકર્મા છે. ૦ પાતંજલ યોગ-દર્શનનો અભિમત ૦ અલોભની સાધના અને જ્ઞાતા-દ્રષ્ટા વચ્ચે સંબંધ ૦ શરીરની નિષ્ક્રિયતા ચેતનાની સક્રિયતા ૦ કાયોત્સર્ગઃ નકામા થવાની કલા ૦ રાષ્ટ્રકવિ દિનકરનું મંતવ્ય ૦ વિધાયક ભાવ: પ્રશિક્ષણ ૦ પ્રયત્ન-સાધ્ય ધર્મ છે નિવૃત્તિ ૦ સાધક તત્ત્વ છે અલોભ. ૦ જાનાતિ-પશ્યતિનું રહસ્ય સૂત્ર અસ્તિત્વ અને અહિંસા - ૭૭ – Page #79 -------------------------------------------------------------------------- ________________ તે જાણો-જુએ છે. સૂરજનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ, દીપક અને વીજળીનો પ્રકાશ, રત્નોનો પ્રકાશ અને કેટલીક વનસ્પતિઓનો પ્રકાશ. પ્રકાશ કરનારાં દ્રવ્યો અનેક છે પરંતુ સૌથી મોટો પ્રકાશ છે ચેતનાનો પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ. એ પ્રકાશ છે તો બાકીના પ્રકાશ છે અને જો તે નથી તો કશું જ નથી. ચેતનાનો પ્રકાશ હોય છે તો બીજા પ્રકાશ પણ કામ આપે છે. જો આંખ બરાબર હોય તો સૂર્યનો પ્રકાશ તથા અન્યાન્ય પ્રકાશ ઉપયોગી બને છે. જો આંખ ન હોય તો ? ન તો સૂર્યનો પ્રકાશ કામમાં આવશે કે ન તો અન્ય કોઈ પદાર્થોનો પ્રકાશ કામમાં આવશે, ન તો કોઈ વસ્તુનું દર્શન શક્ય બની શકશે. સંસ્કૃત ભાષામાં એક સૂક્ત છે-લોચનાભ્યાં વિહીનસ્ય દર્પણ: કિં કરિષ્યતિ ? આંખ નથી તો દર્પણ શું કરશે ? સકર્મા = અકર્મા ભગવાન મહાવીરે માણસને બે ભાગમાં વહેંચી દીધો – સકર્મા અને અકર્મા. સકર્મા એટલે પ્રવૃત્તિ કરનાર. જે માણસ શરીર, વાણી અને મનની પ્રવૃત્તિ કરે છે તે સકમ છે. અકર્મા એ છે કે જે શરીર, વાણી અને મન – ત્રણેયને શાંત રાખે છે. પ્રશ્ન છે કે માણસ અકર્મા ક્યારે બની શકે ? અત્યંત ઊંડાણમાં જઈને અધ્યાત્મ એ તથ્ય રજૂ કર્યું કે લોભ માનવીને ચલાવે છે. જેટલો લોભ, એટલી જ પ્રવૃત્તિ. જ્યાં સુધી લોભ હોય છે ત્યાં સુધી વ્યક્તિ અકર્મ નથી બની શકતી, જ્ઞાતાદૃષ્ટા નથી બની શક્તી, જાણનાર-જોનાર નથી બની શકતી. પ્રશ્ન એ છે કે જુએ છે કોણ? આ સંદર્ભમાં જ્ઞાનને પણ સમજવું પડશે. એક છે બૌદ્ધિક જ્ઞાન. તેને જાણવું-જોવું એમ માન્યું જ નથી. જાણવું અને જોવું તો એ હોય છે કે જેમાં કાંઈ વાંચવાનું નથી હોતું, વ્યક્તિ સીધેસીધું જોઈ લે છે. તત્ત્વાર્થ ભાષ્યની વૃત્તિમાં કહેવામાં આવ્યું છે કે શેય એક છે અને જ્ઞાતા અનેક છે. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. આપણે એક શેયને –– અસ્તિત્વ અને અહિંસા કે ૭૮ – Page #80 -------------------------------------------------------------------------- ________________ -માણસને જાણવો છે. મતિજ્ઞાની તેને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણશે. તે જાણી લેશે કે આ માણસ પર્યાય છે. શ્રુતજ્ઞાની તેને ઇન્દ્રિયો વડે નહિ જાણે, તે શબ્દ દ્વારા જાણશે. શ્રુતજ્ઞાની સંબંધ જોડશે કે આ માણસ શબ્દ છે અને આ માણસ નામની વસ્તુ છે. આ તેનો વાચક છે અને આ તેનો વાચ્ય છે. જેનામાં મનન કરવાની શક્તિ હોય છે તે માણસ હોય છે. અવધિજ્ઞાની અતીન્દ્રિય શક્તિ દ્વારા જાણી લેશે કે આ માણસ છે. કેવળજ્ઞાની તેને સાક્ષાત્ જાણી લેશે. એક શેય અને જ્ઞાન પાંચ ! ઇન્દ્રિય જ્ઞાનઃ શ્રુતજ્ઞાન ઇન્દ્રિય દ્વારા આપણે ખૂબ નજીકનું હોય તેને જાણીએ છીએ, દૂરની વાતને જાણતા નથી. જે આંખની સામે હોય તેને જોઈએ છીએ પરંતુ દીવાલની પાછળ શું છે તે આપણે જોઈ શકતા નથી. આપણા ઇન્દ્રિય જ્ઞાનની એક મર્યાદા હોય છે. શ્રુતજ્ઞાનનું કામ છે-વિપ્રકૃષ્ટને જાણવું. સ્વર્ગ છે, સિદ્ધશિલા અને નરક છે વગેરે વગેરે. પારલૌકિક વાતોને જવા દઈએ પરંતુ દિલ્હી છે, કલકત્તા છે, મુંબઈ છે વગેરે આપણે શેના આધારે જાણીએ છીએ ? શ્રુતજ્ઞાનના આધારે, આમોપદેશ કે અનુમાનના આધારે. એક વિશ્વસ્ત વ્યક્તિએ કહ્યું કે અમુક કિલોમીટર ચાલ્યા જશો તો અમુક શહેર કે ગામ આવશે. વ્યક્તિ એ દિશામાં ચાલવા માંડે છે, તે એ શહેરમાં પહોંચી જાય છે. દૂરની વસ્તુને શ્રુતજ્ઞાન વડે જાણી લેવામાં આવે છે. જાણવાના અનેક પ્રકાર હોય છે. અકર્માનું જે જ્ઞાન છે તે છે સાક્ષાત્ જ્ઞાન પ્રશ્ન છે – અકર્મા ક્વી રીતે જાણે – જુએ છે ? અકર્માનો એક અર્થ જ્ઞાનાવરણ-કર્મરહિત એવો પણ કરી શકાય છે. ધ્યાનસ્થ વ્યક્તિને પણ અકર્મા કહી શકાય છે. અહીં અકર્માનું તાત્પર્ય બનશેઅલોક. જેનામાં કશો લોભ નથી તે અકર્મા છે. એવો પ્રશ્ન થઈ શકે કે લોભને તથા જાણવા-જોવાને વળી શો સંબંધ છે ? મહત્ત્વપૂર્ણ સૂત્ર પાતંજલ યોગનું એક મહત્ત્વપૂર્ણ સૂત્ર છે – અપરિગ્રહસ્થર્યો જન્મકર્થતા સંબોધા-અપરિગ્રહ મહાવ્રત સિદ્ધ થાય છે તો પૂર્વજન્મ અને ભાવજન્મનું જ્ઞાન થાય છે. અપરિગ્રહ મહાવ્રત અને પૂર્વજન્મ-પુનર્જન્મના જ્ઞાનમાં વળી ક્યાંનો સંબંધ છે ? આપણે એનું રહસ્ય સમજીએ. તેનું અત્યંત મહત્ત્વપૂર્ણ કાર્ય છે-જ્યાં સુધી શરીરનો લોભ હશે, ભેદવિજ્ઞાન સ્પષ્ટ – અસ્તિત્વ અને અહિંસા ક૭૯ - Page #81 -------------------------------------------------------------------------- ________________ નહિ હોય ત્યાં સુધી પૂર્વોત્તર જ્ઞાન પપ્રતિબંધક રહેશે. જ્યાં સુધી લોભ રહેશે ત્યાં સુધી તે ન તો પૂર્વજન્મને જાણવા દેશે કે ન તો ભાવજન્મને જાણવા દેશે. જ્યારે શરીર પ્રત્યેનો લોભ સમાપ્ત થાય છે, વ્યક્તિ કાયોત્સર્ગની ગહન સ્થિતિમાં પહોંચી જાય છે, શરીરથી ચૈતન્યના ભેદનો સ્પષ્ટ અનુભવ થઈ જાય છે. એ વખતે શરીરની પ્રવૃત્તિ મંદ થવા લાગે છે અને ચેતના અત્યંત સક્રિય બની જાય છે. મનોવિજ્ઞાનમાં એમ માનવામાં આવે છે કે નિદ્રા દરમ્યાન મોટેભાગે ચેતનમન નિક્યિ બની જાય છે અને અચેતનમન સક્રિય થઈ જાય છે. બરાબર એવી જ વાત છે-અલોભની સ્થિતિમાં શરીર નિષ્ક્રિય જેવું બની જાય છે, ચેતના અતિસક્રિશ્ય થઈ જાય છે. આ જ સંદર્ભમાં એ તથ્ય સમજી શકાય છે કે જે અકર્મા છે તે જાણે-જુએ છે. અકર્મા થવાની સાધના અલોભ અને અપરિગ્રહની સાધના છે. કાયોત્સર્ગ: મૂળસૂત્ર કાયોત્સર્ગનું મૂળ સૂત્ર છે- નિર્મમત્વ, શરીરની મમતા છોડવી, ભેદવિજ્ઞાનનો અનુભવ કરવો. “હું ચેતના છું, શરીર નથી', “શરીર અલગ છે, આત્મા અલગ છે. આ પાર્થક્ય બોધ જેટલો સ્પષ્ટ થાય છે એટલો સારો કાયોત્સર્ગ માનવામાં આવે છે. આ જ નિર્મમત્વ ચેતનાનું નામ છે અકર્મા અને એ જ અવસ્થામાં આંતરિક જ્ઞાનનો તથા સાક્ષાત્ જ્ઞાનનો વિકાસ થાય છે. તેના વગર પ્રત્યક્ષ જાણવાની સ્થિતિ પેદા થતી નથી કારણ કે શરીર પ્રત્યે પ્રગાઢ મૂર્છા હોય છે, મમત્વ હોય છે. શરીર પ્રત્યે માણસ એટલો બધો જાગૃત રહે છે કે રખેને તેને આંચ ન આવી જાય ! પ્રવૃત્તિ ઃ નિવૃત્તિ એક સમસ્યા એ પણ છે કે ધર્મ કરવા માટે, આત્મનિરીક્ષણ કરવા માટે અથવા તો પોતાના વિશે વિચાર કરવા માટે વ્યક્તિને અવકાશ નથી મળતો. મોટા ભાગના લોકો એમ કહે છે કે, મહારાજ ! અમે શું કરીએ! સમય જ નથી મળતો. આ અત્યંત મૂંઝવણભરી સમસ્યા છે. શું કાયોત્સર્ગ નકામું કામ છે ? વ્યક્તિ સચ્ચાઈને સમજતી નથી તેથી તે સમય ન હોવાનું બહાનું કાઢે છે. જેવી રીતે કામ કરવું એ બહુ મોટી કલા છે એ જ રીતે નકામા થવું એ પણ બહુ મોટી કલા છે. પરંતુ ઘણા બધા લોકો આ નકામા થવાની વાતને કલા તરીકે જાણતા નથી. જ્યાં – અસ્તિત્વ અને અહિંસા ન ૮૦ Page #82 -------------------------------------------------------------------------- ________________ સુધી માણસ નકામો નથી થતો ત્યાં સુધી તેનું સક્રિય જીવન પણ ખાસ ચાલતું નથી. સારું જીવન જીવવા માટે નકામા થવાની કલાને પણ શીખવી જરૂરી છે. જૈન દર્શન ઃ નિવૃત્તિવાદ પ્રવૃત્તિવાદ અને નિવૃત્તિવાદ એ બન્ને ખૂબ મહત્ત્વપૂર્ણ સૂત્રો છે. જીવન ચલાવવા માટે પ્રવૃત્તિનું એક ચક્ર આવશ્યક છે પરંતુ નિવૃત્તિ પણ ઓછા મહત્ત્વની નથી. જેટલું આવશ્યક પ્રવૃત્તિનું ચક્ર છે એટલું જ આવશ્યક નિવૃત્તિનું ચક્ર પણ છે. આચાર્યશ્રી પટણા વિશ્વવિદ્યાલયમાં ગયા. સ્વાગતકર્તા તરીકે રાષ્ટ્રકવિ શ્રી રામધારીસિંહ ‘દિનકર’ હતા. શ્રી દિનકરે કહ્યું કે, ‘આચાર્યશ્રી જૈન દર્શને એક મહાન તત્ત્વદર્શન આપ્યું છે - નિવૃત્તિવાદનું. આજના આ પ્રવૃત્તિપ્રધાન યુગમાં માણસ માનસિક તનાવ અને સંક્લેશો વચ્ચે ભીંસાઈ રહ્યો છે. આ જ પ્રવૃત્તિચક્રે અણુયુગને જન્મ આપ્યો છે. હવે જો માણસ પાછો નહિ વળે તો સર્વનાશ તેની સામે જ ઊભો છે.' તેમણે વિનંતિના સ્વરમાં કહ્યું કે, ‘આચાર્યશ્રી ! આપ લોકોને હવે નિવૃત્તિનો માર્ગ બતાવો.’ સ્વાભાવિક છે પ્રવૃત્તિ - જૈન ધર્મનું મુખ્ય તત્વ સંવર – નિવૃત્તિ છે. પ્રવૃત્તિને તો માણસ જીવતો જ હોય છે. શરીરને સ્થિર કેવી રીતે રાખવું એ શીખવું પડશે. કેવી રીતે મૌન રહેવું, કેવી રીતે મનને એકાગ્ર કરવું એ શીખવું પડશે. આપણે એમ માની લેવું જોઈએ કે પ્રવૃત્તિ જીવનનો સ્વાભાવિક ધર્મ છે, પરંતુ નિવૃત્તિ પ્રયત્ન અને અભ્યાસસાધ્ય ધર્મ છે. શું ક્રોધ કરવાનું શીખવાડનારી કોઈ વિદ્યાલય છે ? શું ક્રોધનું પ્રશિક્ષણ આપનારું કોઈ પ્રશિક્ષણ કેન્દ્ર છે ? એને માટે કોઈ પ્રશિક્ષણ કેન્દ્ર નથી છતાં ક્રોધ કરવાનું સૌ કોઈ જાણે છે, ક્ષમા કરવાનું નહિ. ક્ષમાનો વિકાસ પ્રશિક્ષણ વગર શક્ય નથી. જેટલા વિધાયક ભાવો છે તે તમામ માટે પ્રશિક્ષણ જરૂરી છે. જેટલા નિષેધાત્મક ભાવો છે, તે પ્રાકૃતિક રીતે જ આપોઆપ પ્રસ્ફુટિત થઈ જાય છે. ઘઉં, ચોખા, મકાઈ, બાજરી વગેરે મેળવવા માટે તેનાં બીજ વાવવાં પડે છે. બીજ વગર આ બધું ઉપલબ્ધ થતું નથી. ઘાસનું બીજ વાવવામાં આવતું નથી, આમ છતાં એનાથી ખેતર ભરાઈ જાય છે. વિધાયક ભાવ અને નિષેધાત્મક ભાવના સંબંધમાં આ જ વાત અસ્તિત્વ અને અહિંસા ! ૮૧ S Page #83 -------------------------------------------------------------------------- ________________ છે. વિધાયક ભાવોના વિકાસ માટે તપવું પડે છે પરંતુ નિષેધાત્મક ભાવ સ્વયં ઊભરાઈ આવે છે. તે માટે વિચારવું પણ નથી પડતું. સાધકતત્ત્વ છે અલોભ આ તમામ સંદર્ભોમાં એસ એકમ્મા જાણતિ-પાસતિ-આ સૂત્રનું આપણે મૂલ્યાંકન કરીએ. આપણે માત્ર બૌદ્ધિક જ્ઞાન પૂરતા જ સીમિત ન રહીએ, પરંતુ સાક્ષાત્કારનો અભ્યાસ કરીએ. મહાવીર કહે છે કે જાણો-જુઓ. આપણે જાણીએ, જોઈએ પરંતુ આંખ વડે નહિ, મસ્તિષ્ક દ્વારા નહિ. ચેતના દ્વારા જાણીએ, ચેતના દ્વારા જોઈએ. ભગવાને અલોભ માટે જે સૂત્ર આપ્યું તેનો નિષ્કર્ષ છે-જો જ્ઞાતા-દૃષ્ટા થવું હોય તો અલોભ થવું પડશે. સૌથી મુશ્કેલ કામ અલોભ થવાનું છે. જ્યાં સુધી વ્યક્તિ અલોભ નહિ બને, ત્યાં સુધી કેવળજ્ઞાનની નજીક નહિ પહોંચે. ક્રોધ, માન, માયા વગેરે તો દૂર થઈ ગયાં પરંતુ લોભ ન ટળે તો અવરોધ ટકી રહેશે. અંતિમ અવરોધ લોભ છે. સૌથી મોટું સાધકતત્ત્વ અલોભ છે. અલોભની સાધના ત્યારે જ સધાઈ શકે છે, જ્યારે શરીર પ્રત્યે નિર્મમત્વની સાધના જાગે. અકર્માની સાધના મહત્ત્વપૂર્ણ સાધના છે. આપણે યત્કિંચિત્ પ્રમાણમાં શરીરના લોભને ઘટાડવાની દિશામાં પ્રયત્ન કરીએ, ભેદવિજ્ઞાનના વિકાસનો પ્રયત્ન કરીએ, આપોઆપ “જાનાતિ-પશ્યતિ'નું રહસ્ય આપણી સમક્ષ સ્પષ્ટ રીતે પ્રગટ થઈ રહેશે. અસ્તિત્વ અને અહિંસા, ૮૨ – Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧). સંકલિકા ૦ પ્રાચીન ઘોષ ઃ અહિંસા પરમો ધર્મ: ૦ નવો ઘોષઃ અપરિગ્રહ: પરમો ધર્મ 0 હિંસા શા માટે? ૦ ઇચ્છા, હિંસા અને પરિગ્રહ ૦ આર્થિક સમાનતાનો પ્રશ્ન માર્ક્સ અને ગાંધી ૦ ગાંધીની પ્રણાલી માક્સની પ્રણાલી 0 સમાનતાનો અર્થ ૦ પરિણામ વ્યક્તિગત સ્વામિત્વની સમાપ્તિનું 0 અપરિગ્રહઃ ગૃહસ્થ અને મુનિનો ૦ ઇચ્છા, પરિગ્રહ અને આરંભ ૦ ઇચ્છા - સમીકરણનું સૂત્ર ૦ પ્રશ્ન અહિંસક સમાજરચનાનો સમાધાન છે બે વ્રતઇચ્છા-પરિમાણ ભોગોપભોગ-પરિમાણ હિંસક ક્રાન્તિ શા માટે? : ૦ રસ્કિન અને ગાંધીનો મત ૦ સમસ્યાનું સમાધાનઃ બે સૂત્ર આર્થિક-સંયમ ઇચ્છા-સંયમ વલન્ત પ્રશ્ન – અસ્તિત્વ અને અહિંસા કે ૮૩ Page #85 -------------------------------------------------------------------------- ________________ અપરિગ્રહ : પોર્મ આકાશ ગજવનારો એ સ્વર અનેક વખત સાંભળવામાં આવ્યો છે ‘અહિંસા પરમોધર્મઃ’. ‘અપરિગ્રહ પરમોધર્મઃ'નો સ્વર ખૂબ ઓછો સાંભળવા મળ્યો છે. ‘અહિંસા પરમોધર્મઃ’ના ઉલ્લેખ દશવૈકાલિક ચૂર્ણિમાં મળે છે. મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ મળે છે – ‘અહિંસા પરમોદમઃ, અહિંસા પરમદાનમ્ આ ઘોષ અત્યંત પ્રાચીન છે. આજે એક નવા ઘોષની જરૂર છે ઃ અપરિગ્રહઃ પરમોધર્મઃ. ગણાધિપતિ તુલસીની ઉદયપુર યાત્રા દરમ્યાન આ ઘોષ પહેલી વખત મુખરિત થયો. પ્રશ્ન ઉદ્ભવશે કે આ ઘોષ શા માટે ? આશ્ચર્યની વાત એ છે કે આ ઘોષ અગાઉ કેમ મુખર ન થયો ? જ્યારે ‘અહિંસા પરમોધર્મઃ'નો સ્વર ઉચ્ચરિત થયો ત્યારે તેની સાથોસાથ ‘અપરિગ્રહ પરમોધર્મઃ'નો સ્વર પણ ઉચ્ચરિત થવો જોઈતો હતો. હિંસાનું કારણ ઃ આર્થિક વિષમતા અહિંસા અને અપરિગ્રહ બન્નેને આપણે અલગ અલગ જોઈશું તો આખી વાત સમજાશે નહિ. અપરિગ્રહ વગર અહિંસાને સમજી શકાતી નથી. અહિંસાને સમજવા માટે અપરિગ્રહને સમજવો જરૂરી છે અને અપરિગ્રહને સમજવા માટે અહિંસાને સમજવી જરૂરી છે. માણસ હિંસા શા માટે કરે છે ? શરીર માટે, પરિવાર માટે, જમીન અને ધન માટે, સત્તા માટે. આ બધું શું છે ? આ બધું પરિગ્રહ છે. હિંસાનું મુખ્ય કારણ પરિગ્રહ છે. કોઈ વ્યક્તિ અહિંસા કરવા ઇચ્છે અને અપરિગ્રહ કરવાનું ન ઇચ્છે એવું ક્યારેય શક્ય નથી. ઇચ્છા, હિંસા અને પરિગ્રહ આ ત્રણેય વચ્ચે પારસ્પરિક સંબંધ છે, ત્રણેય સાથેસાથે રહે છે. કોઈ વ્યક્તિ ધન કમાવવા ઇચ્છે તો શું હિંસા વગર ધનની કમાણી શક્ય છે ? આજે અપરિગ્રહને એક નવો સંદર્ભ પ્રાપ્ત થયો છે. વર્તમાન શતાબ્દીમાં જગતના અનેક વિચારકોએ જોયું કે હિંસા ખૂબ છે, સમાજમાં અસંતોષ વ્યાપક છે. ચારે તરફ ક્રાંતિઓ અને અસ્તિત્વ અને અહિંસા ૢ ૮૪ Page #86 -------------------------------------------------------------------------- ________________ રક્તપાત થઈ રહ્યાં છે. ખૂબ ચિંતનને અંતે તેમને લાગ્યું કે તેનું કારણ પરિગ્રહ છે. આર્થિક વિષમતાને કારણે આવી પરિસ્થિતિઓ પેદા થઈ રહી છે. માસ અને ગાંધી આજે અહિંસા આપણા ચિંતનનો ગૌણ વિષય બની ગયો અને પરિગ્રહ મુખ્ય વિષય બની ગયો. આજે ચિંતનનો સમગ્ર પ્રવાહ આર્થિક સમાનતા અને આર્થિક વિષમતા એ બે બિંદુઓ ઉપર ટકેલો છે. આર્થિક વિષમતા રહેશે તો સમાજમાં હિંસા વધશે. આર્થિક સમાનતા રહેશે તો સમાજમાં હિંસા ઓછી થશે, અહિંસાનો વિકાસ થશે. એક તરફ સામ્યવાદી વિચારધારાના પ્રવર્તક માક માસ આ બિંદુ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું તો બીજી તરફ અહિંસાના પ્રબળ સમર્થક મહાત્મા ગાંધીએ પણ એ વિષય ઉપર ચિંતન-મંથન કર્યું. માક્સ અહિંસાની દૃષ્ટિએ મુખ્ય ચિંતનપ્રવાહમાં નહોતા. ગાંધીજીની પાસે અહિંસાના ચિંતન સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. પરંતુ બન્નેનું ચિંતનબિંદુ એક જ હતું અને તે હતું આર્થિક સમાનતા. આ બિંદુ ઉપર ગાંધી અને માસ બન્નેએ વિચાર કર્યો, આર્થિક સમાનતાની બે પ્રણાલીઓ પ્રસ્તુત થઈ ગઈ. પ્રશ્ન આર્થિક સમાનતાનો ગાંધીની પ્રણાલી હતી ટ્રસ્ટીશિપની અને માની પ્રણાલીનો આધાર હતો- વ્યક્તિગત માલિકીની સમાપ્તિ. સામ્યવાદે પ્રયોગ કર્યો વ્યક્તિગત માલિકીને સમાપ્ત કરવાનો અને ગાંધીજીએ પ્રયોગ કર્યો ટ્રસ્ટીશિપનો. પરંતુ એમ લાગે છે કે બન્ને પ્રયોગ સફળ થયા નથી. આર્થિક સમાનતાનો પ્રશ્ન ભારે જટિલ છે. જો આપણે વિધાયક રૂપે ચાલીએ તો સમગ્ર વ્યવસ્થા ડહોળાઈ જશે. સમાનતા એટલે શું ? યાંત્રિક સમાનતા કે આર્થિક સમાનતા ? સમાનતાનો આધાર કયો હોવો જોઈએ ? એક પરિવારમાં બે છોકરા છે અને બીજા પરિવારમાં આઠ છોકરા છે. તો શું ત્યાં સમાનતા કામમાં આવશે ખરી ? સમાનતા એટલે સૌકોઈની પાસે સમાન સાધન. એક પરિવારમાં માત્ર પતિ-પત્ની બે જ સભ્યો છે અને બીજા પરિવારમાં દસ કરતાં વધારે સભ્યો છે. આવા સંજોગોમાં સમાનતાનો પ્રશ્ન શી રીતે ટકશે ? આ પ્રણાલીની સામે એટલી બધી મુશ્કેલીઓ આવી કે વ્યક્તિગત માલિકીની મર્યાદાની વાત સફળ થઈ ન શકી. વ્યક્તિગત માલિકીને બંધ કરવાનું પરિણામ એ --——- અસ્તિત્વ અને અહિંસા ૮૫ – Page #87 -------------------------------------------------------------------------- ________________ આવ્યું કે અર્થની પ્રેરણા ઘટી ગઈ, કમાવાની પ્રેરણા ઘટી ગઈ. આજે એમાં પણ પરિવર્તન લાવવું જરૂરી બન્યું છે. ટ્રસ્ટીશિપવાળી વાત લોકોના ગળે ન ઊતરી. જે બન્યા તે માલિક બન્યા, સંરક્ષક કોઈ ન બન્યું. મોટા મોટા ઉદ્યોગપતિઓ તથા ગાંધીજીની નજીક રહેનારા લોકોએ પોતાના માટે તેનો ઉપયોગ કર્યો. ઉદ્યોગો ચાલ્યા, મિલો ચાલી. એવા માલિકો અને સંરક્ષકો બન્યા કે પોતાના માટે લાખોકરોડોની મૂડીનાં ગેસ્ટહાઉસ તથા બંગલા બનાવી લીધાં, મજૂરો માટે પૂરતી ઝુંપડીઓ પણ ન બની. આર્થિક સમાનતાના સંદર્ભમાં ટ્રસ્ટીશિપની વાત પણ સફળ ન નીવડી. અપરિગ્રહ · ઇચ્છા-પરિમાણ આપણે મૂળ બિંદુને પકડવું પડશે. ભગવાન મહાવીરની વાણીમાં એ બિંદુ પ્રાપ્ત થાય છે. જો આપણે વિધાયક રૂપે આર્થિક સમાનતાની વાત કરીશું તો આ સમસ્યાનું સમાધાન નહિ મળે. આપણે નિષેધ દ્વારા આ સમસ્યાનું સમાધાન લાવી શકીશું. ક્યારેક નિષેધ ખૂબ ઉપયોગી બની રહે છે. દરેક જગાએ વિધાયક વાત સફળ નીવડતી નથી. અહિંસાની વ્યાખ્યા વિધાયક સ્વરૂપે કરીશું તો ઘણી મુશ્કેલીઓ થશે. અપરિગ્રહની વ્યાખ્યા પણ વિધાયકના રૂપમાં કરીશું તો અનેક મુશ્કેલીઓ નડશે. આપણે નિષેધ દ્વારા આગળ વધવું પડશે. ‘કોઈને ન મારો’, ગૃહસ્થ માટે અહિંસાની આ સૌથી સચોટ વ્યાખ્યા હોઈ શકે. ‘ઇચ્છાનું પરિમાણ કરો', ગૃહસ્થ માટે અપરિગ્રહની આ સૌથી સારી વ્યાખ્યા હોઈ શકે. ગૃહસ્થનો અપરિગ્રહ મુનિનો અપરિગ્રહ નથી હોતો. ગૃહસ્થ માટે છે ઇચ્છાપરિમાણ. ઇચ્છા, પરિગ્રહ અને આરંભ મહાવીર અત્યંત ઊંડાણમાં જનારા હતા. તેમણે એમ નથી કહ્યું કે પદાર્થનું પરિમાણ કરો, પદાર્થની મર્યાદા રાખો. એમણે એમ પણ નથી કહ્યું કે આટલું ધન ન રાખો. મહાવીરે તો કહ્યું કે ઇચ્છાનું પરિમાણ કરો. ઇચ્છા, પરિગ્રહ અને આરંભનું એક ચક્ર હોય છે. ઇચ્છા ઓછી હશે તો પરિગ્રહ અને આરંભ ઓછા થશે. જ્યાં સુધી ઇચ્છાને તમે નહિ પકડો ત્યાં સુધી ન તો વ્યક્તિગત માલિકીની મર્યાદાની વાત સફળ થશે કે ન તો ટ્રષ્ટીશિપની વાત સફળ થશે. આ બન્ને સૂત્રોની સફળતા ત્યારે જ શક્ય છે કે જ્યારે તેમની પૃષ્ટભૂમિમાં ઇચ્છાની મર્યાદાનું સૂત્ર હોય. અસ્તિત્વ અને અહિંસા ૢ ૮૬ Page #88 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છાને અધિક વધારવી સારી નથી. એ વાત સમજાયા પછી જ અપરિગ્રહનો સિદ્ધાંત સમજી શકાશે. મનમાં ઇચ્છા પ્રબળ હશે તો બહારનો ઉપદેશ ખાસ સાર્થક નહિ બને. મનમાં ઇચ્છાની એવી ભરતી ઊમટે છે, કે બહારનો ઉપદેશ ક્યાંય દૂર રહી જાય છે. માણસ વધુ ને વધુ પરિગ્રહ કરવામાં લીન રહે છે. જ્યાં સુધી આ કંઠ ટળશે નહિ ત્યાં સુધી સમસ્યાનું સમાધાન નહિ થાય. મહાવીરે કહ્યું કે ઇચ્છા ઓછી નથી, પરંતુ પરિગ્રહ અને સંગ્રહ અધિક છે. આવી અવસ્થામાં ન તો તપ થઈ શકે છે કે ન તો સંયમ થઈ શકે છે. ઇચ્છા તપ, નિયમ અને સંયમ તમામને સમાપ્ત કરી દે છે. જટિલ પ્રશ્ન આજે પણ પરિગ્રહ અને અપરિગ્રહનો પ્રશ્ન, આર્થિક સમાનતા અને વિષમતાનો પ્રશ્ન ખૂબ ગુંચવાયેલો છે. જો ધર્મ આ સમસ્યાનું સમાધાન ન આપી શકે તો કદાચ અન્ય કોઈ પણ તેનું સમાધાન આપવામાં સમર્થ નથી. જો ધર્મ આ સમસ્યાનું સમાધાન ન આપે તો તે પોતાનું કર્તવ્ય ક્યાં સુધી નિભાવે છે એ પણ એક પ્રશ્ન છે. આર્થિક સમસ્યાનું સમાધાન આપવું એ ખૂબ જટિલ બાબત છે. અહિંસક સમાજરચનાનો પ્રશ્ન લાંબા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ અહિંસક સમાજરચના અપરિગ્રહની સમાજરચના વગર ક્યારેક શક્ય નથી. આપણે એક બિંદુને પકડીએ. ભગવાન મહાવીરનાં બે સૂત્રોઇચ્છાપરિમાણ અને ભોગોપભોગપરિમાણ- આર્થિક સમસ્યાનું સમાધાન આપી શકે તેમ છે. જ્યાં સુધી ઇચ્છા અને ભોગનો સંયમ નહિ થાય ત્યાં સુધી અહિંસક સમાજરચનાનું સ્વપ્ન સાકાર નહિ થાય અને આર્થિક સમસ્યા પણ હલ નહિ થાય. વર્ગ-સંઘર્ષની ક્રાંતિઓ, હિંસક ક્રાંતિઓ એટલા માટે જ થાય છે કે વ્યક્તિ લોભી અને સ્વાર્થી બની જાય છે. તે માત્ર પોતાના ભોગોપભોગની જ ચિંતા કરે છે. તે સંગ્રહી અને પરિગ્રહી બની જાય છે. પોતાની આસપાસ તે ધ્યાન આપતો જ નથી. આવી સ્થિતિ જ ક્રાંતિને જન્મ આપે છે. આર્થિક વિકાસ : આર્થિક સંયમ આર્થિક વ્યવસ્થાનું સૌથી મોટું સૂત્ર આ હોઈ શકે – સમગ્ર સમાજની ન્યૂનતમ આવશ્યક્તાઓ પૂરી થઈ જાય. આહાર, વસ્ત્ર, મકાન, દવા અને શિક્ષણનાં સાધનો સૌ કોઈને સુલભ થઈ જાય. આર્થિક -- અસ્તિત્વ અને અહિંસા ૮૭ – -મન નનન નનનન Page #89 -------------------------------------------------------------------------- ________________ સમાનતાની વાત જવા દઈએ. દરેક વ્યક્તિની કમાવવાની રીત અલગ અલગ હોય છે, વ્યાવસાયિક કૌશલ અલગ અલગ હોય છે. કોઈ વધુ કમાય છે તો કોઈ ઓછું કમાય છે. આર્થિક સમાનતાનું યાંત્રિકીકરણ થઈ શકતું નથી. તમામ લોકો લાખોપતિ બની જાય એવું ક્યારેય શક્ય નથી. બહુ બહુ તો એટલું થઈ શકે કે જીવનની પ્રારંભિક અને મૌલિક આવશ્યકતાઓ સૌને સમાનરૂપે મળે. પોતપોતાની વિશેષ યોગ્યતા દ્વારા વ્યક્તિ લાભ પામે, તેમાં બીજા લોકોને મુશ્કેલી ન પડે. રસ્કિન અને ગાંધીનો મત હતો કે એક ન્યાયાધીશને જેટલું મળે એટલું જ એક વકીલને પણ મળે. એનો અર્થ એ છે કે જીવનની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ થઈ શકે એટલું તો અવશ્ય મળશે. આ વાત પણ ત્યાં સુધી સફળ થઈ ન શકે કે જ્યાં સુધી આર્થિક વિકાસની સાથે સાથે આર્થિક સંયમ અને ભોગપભોગના સંયમની વાત જોડાઈ ન જાય. બીજી બે વાતો જોડાય સમસ્યા એ થઈ કે આર્થિક વિકાસ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો. અધિક ઉત્પાદન, અધિક આવક અને સમાન વિતરણ- આ બધા તરફ ખૂબ ધ્યાન આપવામાં આવ્યું, પરંતુ એની સાથે સાથે બીજી બે વાતોને પણ જોડવાની જરૂર હતી- આર્થિક સંયમ અને ઇચ્છાનો સંયમ. તેમને જોડવામાં ન આવી. પરિણામ એ આવ્યું કે આર્થિક સમસ્યા હલ ન થઈ શકી. આ મુદ્દા ઉપર એમ કહી શકાય કે ધર્મ વગર સમાજની વ્યવસ્થા ખોડંગાઈ જાય છે. જો આ બન્નેનો યોગ થયો હોત, આજના અર્થશાસ્ત્રીઓ આર્થિક વિકાસની સાથે સંયમની વાત જોડી દેત તો એક નવું સમીકરણ બની ગયું હોત. ઇચ્છાસંયમ અને ભોગસંયમની સાથે આર્થિક વિકાસનો પ્રશ્ન જોડાયેલો હોત તો ગરીબ અને અમીર વચ્ચે આટલું બધું અંતર ન હોત. સમાજને નવી રીતે વિચારવાની તક મળી હોત. અર્થ અને પરિગ્રહની સમસ્યા ભયાનક ન બની હોત. આપણે ભારતનાં મોટાં શહેરોને જોઈએ. એક તરફ ગગનચુંબી મહાલયો ઊભાં છે તો બીજી તરફ એવી તૂટેલી-ફૂટેલી ઝુંપડીઓની હારમાળા છે કે જે જોઈને માનવીનું મન વિતૃષ્ણાથી છલકાઈ જાય છે. જટિલ છે પરગ્રહની સમસ્યા શું આ તફાવત દૂર થઈ શકે ખરો ? શું આ સ્થિતિમાં આર્થિક સમાનતાની વાત સફળ થઈ શકે ખરી ? આપણે જોઈએ છીએ કે એક ----- અસ્તિત્વ અને અહિંસા - ૮૮ Page #90 -------------------------------------------------------------------------- ________________ તરફ અનેક સંભ્રાન્ત વ્યક્તિઓ લગ્ન વગેરે પાછળ લાખો-કરોડો રૂપિયા ખર્ચી નાખે છે તો બીજી તરફ લાખો-કરોડો લોકો ભૂખથી પિડાઈ રહ્યા છે. આ કેવી ભયાનક સ્થિતિ છે ! ક્યાં ઇચ્છાપરિમાણની વાત અને ક્યાં અપરિગ્રહની વાત ! અપરિગ્રહની વાત કરતાં પણ સંકોચ થાય છે. ભારતમાં સેંકડો ઉદ્યોગપતિઓ છે, હજારો-લાખો વેપારીઓ છે. એ બધામાં કેટલાક એવા હશે કે જેમણે પોતાના જીવનમાં ઇચ્છાપરિમાણ અને ભોગપભોગના સંયમનો સ્વર સાંભળ્યો પણ નહિ હોય ! તેઓ માત્ર એક જ વાત જાણે છે – ખૂબ કમાઓ, ખૂબ ભોગવો અને લગ્ન વગેરેમાં છૂટા હાથે લૂંટાવો ! હિંસા કરતાં પણ પરિગ્રહની સમસ્યા અધિક જટિલ છે. વર્તમાન સમસ્યાને જોતાં અપરિગ્રહ ઉપર વધુ ભાર મૂકવાનું આવશ્યક છે. “અહિંસા પરમોધર્મ'ની સાથોસાથ “અપરિગ્રહ પરમોધર્મ'નો બોધ પ્રબળ થવો જરૂરી છે. અહિંસા અને અપરિગ્રહની એક જોડી છે, તેને કાપી નાંખવામાં આવી. તેને ફરીથી જોડીને આપણે સમાધાનની દિશામાં આગળ વધી શકીશું. જે દિવસે “અહિંસા પરમોધર્મની સાથોસાથ “અપરિગ્રહ પરમોધર્મઃ'નો સ્વર બુલંદ બનશે, તે દિવસે આર્થિક સમસ્યાનું એક સમાધાન મળી જશે. અસ્તિત્વ અને અહિંસા, ૮૯ -- ~-- Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧ સંકલિકા ૦ ભોગામેવ અણુસોયંતિ ૦ તઓ સે એગયા રોગ-સમુપાયા સમુપતિ ૦ જણ સિયા તેણ ણો સિયા ૦ એયં પાસ મણી! મહબભયં. (આયારો ૩/૭૯, ૭૫, ૮૮, ૯૯). 0 0 ૦ ચિંતન લોભનું ૦ તનાવ કામનાનો ૦ ભોગવાદી યુગ શા માટે? ૦ અવસ્થા અભોગની ભોગ ઃ ત્રણ ચિંતન - આસક્તિ કેટલી છે? ભોગનું પ્રમાણ કેટલું છે? દૃષ્ટિકોણ કેવો છે? ૦ ઉન્મુક્ત ભોગ : પરિણામ ૦ બીમાર જ બીમાર થાય છે સ્વસ્થ કયારેય બીમાર નથી થતો ૦ બીમારી : કારણ ૦ ભોગ : રોગ અપેક્ષિત છે સસ્તુલન ખતરનાક છે ઉશૃંખલ ભોગવાદ ભોગઃ બે તત્ત્વ - અનાસક્તિનો ભાવ પ્રમાણનો વિવેક. ૦ ૦ – અસ્તિત્વ અને અહિંસા૯૦ ——— Page #92 -------------------------------------------------------------------------- ________________ ભોગવાદી યુગમાં ભોગાતીત ચેતનાનો વિકાસ મનનું કામ છે વિચારવાનું, ચિંતન કરવાનું. તે પોતાનું કામ કરે છે. આપણે આપણો સર્વે (મોજણી) કરવો જોઈએ, પોતાનું આત્માવલોકન કરવું જોઈએ. આપણે આત્મનિરીક્ષણ કરીએ કે ચોવીસ કલાકમાં મન કયા વિષય ઉપર વધુ વિચારે છે ? જાગૃત અવસ્થામાં કયા વિષય ઉપર મન વધુ વિચારે છે ? નિદ્રાની અવસ્થામાં કયા વિષય ઉપર મન વધુ વિચારે છે ? સામાન્ય રીતે એક વ્યક્તિ છ થી સાત કલાક નિદ્રા લે છે. તે સત્તર-અઢાર કલાક જાગૃત અવસ્થામાં રહે છે. આપણે નિદ્રાની વાત જવા પણ દઈએ, જાગૃત અવસ્થાનું સર્વેક્ષણ કરીએ- મન મુખ્યત્વે કયા વિષય ઉપર કેન્દ્રિત રહે છે ? આ પ્રશ્ન પોતાની જાતને જગાડવાનો પ્રશ્ન બની શકે છે. આ પ્રશ્ન વ્યક્તિને એવો બોધ આપી શકે છે કે તે કઈ દિશામાં જઈ રહી છે. ચિંતન : કેન્દ્ર અને પરિઘ - મહાવીરે કહ્યું - માનવી ભોગ વિશે સૌથી વધુ ચિંતન કરે છે. માણસ ઓફિસમાં બેઠો હોય છે. ચા પીવાનો સમય થાય છે. તેનું મન ચામાં અટવાઈ જાય છે. ભોજનનો સમય થાય છે ત્યારે મન ભોજનમાં અટવાઈ જાય છે. કયારેક ટીવી જોવાનો સમય થઈ જાય છે અને કયારેક અખબાર વાંચવાનો સમય થઈ જાય છે. માનવી આ બધામાં પોતાની જાતને અટવાવતો રહે છે. પાંચેય ઇન્દ્રિયોના વિષય તેની સામે ચક્કર મારતા રહે છે. જ્યારે તે ઇન્દ્રિયોની દોડમાં થાકી જાય છે ત્યારે મનની દોડ શરૂ થઈ જાય છે. ‘ભોગામેવ અણુસોયંતિ' આ કેવી અનુભવસભર વાણી છે ! મનોવૈજ્ઞાનિકો કહે છે કે માણસમાં સૌથી વધુ તનાવ કામનાનો હોય છે. એનો સાર પણ એ જ છે કે માણસ સૌથી વધુ ચિંતન ભોગનું કરે છે. તે પૈસા કમાય છે ભોગ માટે. અન્ય પણ જે પ્રવૃત્તિ કરે છે તે ભોગ માટે કરે છે. કેન્દ્રમાં ભોગ છે. કેન્દ્રમાં છે કામ અને કામના. તેના પરિઘમાં અસ્તિત્વ અને અહિંસા . ૯૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ આપણું સઘળું ચિંતન ચાલે છે. એમ લાગે છે કે ભોગ માણસની એક પ્રકૃતિ બની ગયો છે. ભોગ ઃ પ્રાચીન ખ્યાલ આજના યુગને ભોગવાદી યુગ કહેવામાં આવે છે. શું ભૂતકાળ ખૂબ ત્યાગવાદી હતો ? એમ કહેવું મુશ્કેલ છે કે અતીતના યુગમાં ભોગ નહોતો, ભોગ કરનારા નહોતા, માત્ર વૈરાગ્ય હતો, માત્ર ત્યાગ હતો. એમ કહેવાનું શક્ય પણ નથી. એ સાચું છે કે અતીતમાં ભોગ હતો, પ્રબળ ભોગવાદ હતો. તો પછી પ્રશ્ન એ છે કે આજના યુગને જ શા માટે એવો દોષ દેવામાં આવે છે, શા માટે એવું આરોપણ કરવામાં આવે છે કે આજનો યુગ ભોગવાદી યુગ છે? તેનું કારણ શું છે? તેનું પણ એક કારણ છે. શબ્દનો કોઈપણ પ્રયોગ અકારણ નથી થતો. પ્રાચીન યુગમાં પણ ભોગ હતો. જ્યારથી માનવીનું અસ્તિત્વ છે ત્યારથી ભોગ છે. અગાઉ ભોગ હતો પરંતુ યુગ ભોગવાદી નહોતો. તે સમયે પૂરતો અંકુશ હતો, નિયંત્રણ હતું. ખ્યાલો અલગ હતા. સંયમનું વાતાવરણ હતું. છેલ્લી બે શતાબ્દીઓમાં, ખાસ કરીને વર્તમાન શતાબ્દીમાં ભોગ વિશેના ખ્યાલો બદલાઈ ગયા છે. જ્યારે ખ્યાલો બદલાય છે, દૃષ્ટિકોણ બદલાય છે ત્યારે યુગનું નામ પણ બદલાઈ જાય છે, પ્રાચીન યુગ ભોગનો હોવા છતાં ભોગવાદી ન કહેવાયો કારણ કે ભોગને એક વિવશતા માનવામાં આવ્યો, અનાચરણીય માનવામાં આવ્યો. ભોગ : અભોગ ભોગના સંદર્ભમાં એક સ્થિતિ છે અભોગની. કોઈ માણસ તેનો પ્રયોગ જ નથી કરતો. વ્યક્તિએ ઉપવાસ કર્યો, અભોગ થઈ ગયો. ખાધું જ નહિ, ત્યાગ થઈ ગયો ! ભોગના સંદર્ભમાં ત્રણ બાબતો ઉપર અવારનવાર ધ્યાન આપવું જોઈએ. પહેલી વાત છે ભોગની પાછળ આસક્તિનું પ્રમાણ કેટલું છે ? બીજી વાત છે ભોગનું પ્રમાણ કેટલું છે અને ત્રીજી વાત છે માણસ જે ભોગ કરે છે, શરીરની જરૂરિયાતોની પૂર્તિ કરે છે તેની પાછળ ખ્યાલ શો છે ? તેનો દૃષ્ટિકોણ કેવો છે ? આસક્તઃ કિમતી માત્રા, માત્રા ભોગસ્થ કીટશી / દષ્ટિકોણઃ કિંમકારઃ ભોગે ચિજ્યમિદં મુહુઃ // ભોગવાદઃ પરિણામ આજે ભોગની બાબતમાં દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. ભોગની – અસ્તિત્વ અને અહિંસા ન ૯૨ – Page #94 -------------------------------------------------------------------------- ________________ સાથે જે ભોગાતીત ચેતનાનો એક ખ્યાલ હતો, તે આજે નથી રહ્યો. જ્યાં ભોગ છે ત્યાં તેની સાથે ભોગાતીત ચેતના પણ હોવી જોઈએ. આજે આ દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો છે, મૂળ દૃષ્ટિ જ નથી રહી, માત્ર ભોગવાદ ચાલી રહ્યો છે. ઉછુંખલ ભોગવાદ, ઉન્મુક્ત ભોગવાદ સિવાય કશું દેખાતું જ નથી. એનું પરિણામ એ છે કે આજે બીમારીઓ ખૂબ વધી ગઈ છે. જો ભોગની સાથે સાથે ભોગાતીત ચેતનાનો વિકાસ થયો હોત તો આટલી બધી બીમારીઓ વધી ન હોત. આ આજનો વિક્ટ પ્રશ્ન છે. ઘણી વખત ડોક્ટરો પણ કહે છે કે આટલી બધી હોસ્પિટલો વધી રહી છે અને તેમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ક્યાંય કોઈ જગ્યા ખાલી નથી. દવાઓ બનાવનારી આટલી મોટી મોટી કંપનીઓ ઊભી થઈ છતાં ન તો ડોક્ટરને ફરસદ છે કે ન તો દવા આપનારને ફુરસદ છે અને ન તો દવા લેનારને ફુરસદ છે ! ચારે તરફ રોગનું એક ચક્ર ચાલી રહ્યું છે. એનું કારણ શું છે ? મર્યાદાના અતિક્રમણનો અર્થ આપણે મહાવીરવાણી વાંચીએ. મહાવીરે કહ્યું કે ભોગકાળમાં રોગ પેદા થાય છે. સંસ્કૃત કવિએ પણ એ જ કહ્યું – ભોગા રોગફલા -- ભોગનું ફળ રોગ છે. આ વાત ખૂબ ઓછી પકડવામાં આવી – ઇન્દ્રિયોનો ભોગ એક હદ સુધી જ ઉચિત હોઈ શકે છે. મર્યાદાના અતિક્રમણનો અર્થ રોગને મુક્ત આમંત્રણ છે. ઘણા બધા શારીરિક અને માનસિક રોગો આ કારણે જ પેદા થાય છે. જો રાગ અને દ્વેષ મનમાં છુપાયેલા હશે તો બીમારીઓને વિકસવાની તક મળશે. જો રાગ અને દ્વેષ નહિ હોય તો બીમારીઓને વિકસવાની તક સહજ રીતે નહિ મળે. ચાલતાં ચાલતાં પથ્થરની સ વાગે, પગમાં કાંટો વાગે તો એ રોગ નથી, એ કોઈ મુખ્ય બીમારી નથી. વરસાદ પડે અને શરદી થઈ જાય તો એ ખાસ બીમારી નથી. બીમારી તો એ છે કે જે પજવનારી હોય. જે બીમારી ઘર કરી બેસે છે તે ખરી બીમારી છે. હૃદયરોગ, કેન્સર, અલ્સર વગેરે જે બીમારીઓ છે તે આપણા રાગ અને દ્વેષમાંથી ઉત્પન્ન થયેલી બીમારીઓ છે, ભોગને કારણે પેદા થયેલી બીમારીઓ છે. પહેલાં ડોક્ટરો બીમાર વ્યક્તિને જોતાં જ સમજી જતા કે તેને કયો રોગ છે. પરંતુ હવે એમ વિચારવામાં આવે છે કે કઈ વ્યક્તિ કઈ બીમારીને કારણે બીમાર છે. લય ખોરવાઈ જવાથી બીમારી વધે છે. લય જાળવી રાખવાનું ખૂબ – અસ્તિત્વ અને અહિંસા , ૯૩ – Page #95 -------------------------------------------------------------------------- ________________ મુશ્કેલ હોય છે. મોહકર્મની જેટલી પ્રકૃતિઓ છે તે આપણા મસ્તિષ્કના સ્વાભાવિક લયમાં અવરોધ પેદા કરે છે. મનમાં કોઈપણ વિચારનો તરંગ ઉદ્ભવે છે અને મસ્તિક્નો લય ખોરવાઈ જાય છે, તેમાં અવરોધ આવી જાય છે. બીમાર કોણ થાય છે ? આ એક સત્ય છે કે જે બીમાર હોય છે તેને બીમારી થાય છે. એમ પૂછવામાં આવ્યું કે નરકમાં કોણ પેદા થાય છે ઃ માણસ કે તીર્થંચ ? કહેવામાં આવ્યું કે નરકમાં ન તો માણસ પેદા થાય છે કે ન તો તીર્થંચ પેદા થાય છે. નરકમાં માણસ ક્યારેય જતો જ નથી, દેવતા પેદા થતો જ નથી. નરકમાં નૈરેયિક જ પેદા થાય છે. અહીં પ્રશ્ન એ છે કે બીમારી કોને પકડે છે ? જવાબ આપવામાં આવ્યો કે બીમારને જ બીમારી પકડે છે. જે સ્વસ્થ છે તેને બીમારી ક્યારેય પકડતી નથી. આ વાત અત્યંત વૈજ્ઞાનિક છે. આપણે એ દૃષ્ટિએ વિચાર કરીએ. એક જૈવિક રાસાયણિક શ્રૃંખલા હોય છે, રોગપ્રતિરોધક શક્તિ હોય છે તે રોગથી બચાવે છે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે તેને રોગ ઘેરી વળે છે. જે વ્યક્તિ જેટલા પ્રમાણમાં ભોગ કરશે તેની એટલા જ પ્રમાણમાં રોગપ્રતિરોધકતા નબળી પડતી જશે. એવી કઈ બીમારીનાં કીટાણુઓ છે કે જે આપણી અંદર નથી હોતાં ? તમામ બીમારીઓનાં કીટાણુઓ માનવીના શરીરમાં ફરતાં રહે છે, પરંતુ તેની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ હોવાથી તે કીટાણુઓ આક્રમણ કરી શકતાં નથી. રોગપ્રતિકારક શક્તિ એટલી પ્રબળ હોય છે કે તે તમામ કીટાણુઓને સમાપ્ત કરી દે છે. ભોગ અને રોગ - બંધન કોને હોય છે ? જે બંધાયેલો છે તેને બંધન હોય છે. જે મુક્ત થઈ જાય તેને બંધન નથી રહેતું. રોગ પણ એની પાસે જ પહોંચે છે જે રોગી હોય છે. જે અરોગી હશે તેને રોગ નહિ થાય. બન્નેં કર્માણિ બુઘ્નતિ, રોગો ગચ્છતિ રોગિણામ્ । અબદ્ધો ન ભવેદ્ બુદ્ધઃ, વિરાગો નામયાસ્પદમ્ ॥ રોગ પેદા થાય છે કારણ કે ભોગનો રોગ ભીતરમાં બેઠેલો છે. જો ભોગનો રોગ નહિ હોય તો રોગ નહિ થાય. જો વ્યક્તિ ભોગી હોય તો તે રોગી પણ છે. જો વ્યક્તિ ભોગી નથી તો તે રોગી પણ નથી. આપણે એ સ્વીકારી લેવું જોઈએ કે જ્યાં રોગ હશે ત્યાં નિશ્ચિતરૂપે અસ્તિત્વ અને અહિંસા : ૯૪ Page #96 -------------------------------------------------------------------------- ________________ થોડાક પ્રમાણમાં ભોગ પણ યોગદાન આપતો હશે, પોતાની ફરજ નિભાવતો હશે. જો ભોગ ન હોત તો રોગ હોત જ નહિ. રોગી જ વારંવાર રોગી થાય છે. પરંતુ જે રોગી નથી તેને રોગી બનાવી જ નથી શકાતો. પ્રલયનું સૂત્ર ભોગવાદ પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ બદલવો પડશે. આપણા માટે ભોગ અનિવાર્ય છે, આપણે ખુલ્લા મનથી ભોગ કરીએ એવો ખ્યાલ જે દિવસે બંધાઈ જાય છે તે દિવસે રોગને આમંત્રણ મળી જાય છે. આજે ભોગાતીત ચેતનાના વિકાસની જરૂર છે અને તે એટલા માટે કે માણસ સારું જીવન જીવવા ઝંખે છે. હું એમ નથી માનતો કે દુનિયામાંથી ભોગ ખતમ થઈ જશે- ભોગ નહિ રહે, પરંતુ ભોગની સાથે ભોગાતીત ચેતનાનો વિકાસ પણ ચાલે એ અપેક્ષિત છે. એટલે કે ત્યાગની ચેતના, ભોગસંયમની ચેતનાનો વિકાસ પણ થવો જોઈએ. જો માત્ર ભોગ ચાલતો રહેશે તો જોખમ વધી જશે. અણુબોમ્બ કરતાં પણ વધુ પલયકારી આ ઉશૃંખલ ભોગવાદ બની રહેશે. અણુબોમ્બ તો ક્યારે પ્રલય કરશે એની કોઈની ખબર નથી, પરંતુ આ ભોગવાદ આપોઆપ પ્રલયનું સૂત્ર બની રહેશે. આવશ્યક છે અંકુશ આપણે વર્તમાન સ્થિતિનું અવલોકન કરીએ. આજે ભારતની સ્થિતિ સારી નથી. વિદેશોની સ્થિતિ તો એથી પણ વધુ ખરાબ છે. એટલી બધી સમસ્યાઓ, એટલી બધી જટિલતાઓ અને એટલા બધા માનસિક સંતાપો વધી રહ્યાં છે કે વ્યક્તિને ક્યારેય કશું સૂઝતું જ નથી. તેને કોઈ રસ્તો જ નથી મળતો. એનું કારણ ભોગવાદને સર્વસ્વ માની લેવો તે છે. એમ લાગે છે કે સંયમ કરવાની વાત જાણે શીખવાડી જ નથી. આ સંદર્ભમાં આપણે મહાવીરવાણીનું મૂલ્યાંકન કરીએ. સમસ્યાના સમાધાન માટે ભોગનો અતિરેક ન થાય તે આવશ્યક છે. પ્રત્યેક ચીજની મર્યાદા હોવી જોઈએ. તેનો અંકુશ હોવો જોઈએ, તેનું નિયંત્રણ હોવું જોઈએ. જ્યાં જ્યાં અતિરેક થાય છે ત્યાં ઘણુંખરું અનિષ્ટ પેદા થઈ જાય છે. કેટલાક લોકો એવો તર્ક કરે છે કે ત્યાગનો પણ અતિરેક ન થવો જોઈએ. પ્રશ્ન છે કે અતિરેક ક્યાં થાય છે ? ઇન્દ્રિયોનો ભોગ કોણ નથી કરતું? શું કોઈ મુનિ ઇન્દ્રિયોનો ભોગ નથી કરતો? મુનિ ખાય છે પણ અસ્તિત્વ અને અહિંસા ક ૯૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ ખરો, જુએ છે પણ ખરો, સાંભળે છે પણ ખરો, સૂંઘે છે પણ ખરો અને સ્પર્શે છે પણ ખરો. ઇન્દ્રિયોનો ભોગ થાય છે ખરો, પરંતુ તેની પાછળ બે બાબતો જોડાયેલી હોય છેએક છે અનાસક્તિનો ભાવ અને બીજી છે પ્રમાણનો વિવેક, જો ભોગની સાથે આ બે બાબતો જોડાઈ જાય તો ભોગ ખતરનાક નહિ બને. તે પોતાની પ્રકૃતિથી ચાલશે, વ્યક્તિ માટે જોખમ પેદા નહિ કરે.. ત્યાગ કરવાનું પણ શીખીએ આજે ભોગવાદની કોઈ લક્ષ્મણરેખા નથી. તેથી આ યુગને ભોગવાદી યુગ કહેવામાં આવે છે. આજે એવો ખ્યાલ ઓગળી ગયો છે કે ભોગની સાથે ત્યાગની ભાવના પણ હોવી જોઈએ. પાંચ ઇન્દ્રિયોના વિષયોનું સેવન કરીએ તો સાથે સાથે તેમનો ત્યાગ કરવાનું પણ શીખવું જોઈએ. ભાગનો અતિરેક ન થવો જોઈએ. ભોગનો સંયમ કરીએ. ભોગની સાથે સાથે ભોગાતીત ચેતનાનો અનુભવ કરવો આવશ્યક છે. આપણી જે ચેતના છે તે સ્વાભાવિક રીતે ભોગાતીત છે, આપણે તેનો અનુભવ કરીએ, તેને જોઈએ. જો આપણે ભોગચેતના અને ભોગાતીત ચેતના એ બન્ને વચ્ચે સંતુલન જાળવી લઈએ તો જીવનની સ્થિતિ લયબદ્ધ બની જશે, જીવનનો લય ખોરવાઈ નહિ જાય. આ સંતુલન વડે જીવનની સરસતા પણ જળવાઈ રહેશે, જીવન સ્વસ્થ બની રહેશે. આ સંપૂર્ણ દૃષ્ટિકોણને સમગ્રરૂપે સમજવામાં આવે, ભોગ નિયંત્રણ તેમજ ભોગ સંયમની આવશ્યક્તાનો અનુભવ કરવામાં આવે તો સ્વસ્થ સમાજ રચનાનું સ્વપ્ન સાકાર બની જાય. અસ્તિત્વ અને અહિંસા કે ૯૬ – Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧ ). N સંકલિકા ૦ લાભો ત્તિ ણ મજે ૦ અલાભો ત્તિ ણ સોયએ ૦ બહું પિ લખું ણ નિહે. ૦ પરિશ્મષ્ઠાઓ અપાર્ણ અવસક્કે ૦ આપ્યા ણ પાસહ પરિશ્કરેજા (આયારો ૨/૧૧૪-૧૧૮) ૦ વ્યક્તિત્વના ત્રણ વર્ગ ૦ જેવી ઘટના, જેવો ભાવ, જેવો રસ ૦ ચાલવાની પદ્ધતિ ૦ અજ્ઞાની ભોગવે છે. જ્ઞાની જાણે છે ૦ ઉદેશઃ જ્ઞાતા અને ભોક્તાનો 0 જાણો, વો નહિ ભોક્તાભાવ: ધર્મ મનોવિજ્ઞાન : પ્રવૃત્તિનો સ્ત્રોતવંશાનુક્રમ પરિવેશ ધર્મ પ્રવૃત્તિનો સ્ત્રોત - આત્મિક અથવા કાર્મિક યોગ્યતા વંશાનુમ પરિવેશ ૦ દ્રષ્ટા બનો, ભોક્તા નહિ ૦ વ્યવહાર લોકોત્તર બને ૦ નિર્ણયનો આધાર ---- અસ્તિત્વ અને અહિંસા ન ૯૭ –––– Page #99 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટાનો વ્યવહાર ઘટના એક અને અનુભૂતિઓ અનેક. એક જ પ્રકારની ઘટનામાં ભૌતિક દૃષ્ટિએ કોઈ તફાવત નથી હોતો, પરંતુ આંતરિક અને આધ્યવસાયિક દૃષ્ટિએ ઘણો મોટો તફાવત હોય છે. સ્થૂળ દૃષ્ટિવાળી વ્યક્તિ ઘટનાને જુએ છે પરંતુ અધ્યવસાયને નથી જોઈ શકતી. અધ્યવસાય આંતરિક છે તેથી તેની ખબર નથી પડતી. ઘટના સ્થળ હોય છે, તે આપણને દેખાય છે. ઘણા બધા નિર્ણયો ઘટનાને આધારે કરવામાં આવે છે, આંતરિકતાના આધારે નહિ. મનોવૈજ્ઞાનિકોએ વ્યવહારનું ખૂબ વિશ્લેષણ કર્યું, પરંતુ તે મનના સ્તર સુધી જ પહોંચી શક્યા. એનાથી વિશેષ આગળ ન પહોંચી શકયા. મનોવિજ્ઞાનમાં ચિત્તને પણ પકડવામાં આવ્યું છે પરંતુ ચેતનાના ઊંડા સ્તરોની ચર્ચા ધર્મના ક્ષેત્રમાં જ વિશેષ થયેલી છે. ભોક્તા : દ્રષ્ટા મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વના ત્રણ વર્ગ કરવામાં આવે છે - સામાન્ય, અસામાન્ય અને વિશિષ્ટ. અધ્યાત્મમાં એક બીજો વર્ગ પણ છે ભોક્તા અને દ્રયનો. ભોક્તા ઘટનાને ભોગવનારો હોય છે અને દ્રવ ઘટનાને જાણનારો હોય છે. માનવીની સામાન્ય પ્રકૃતિ ઘટનાને ભોગવવાની હોય છે. સામે દયનીય ઘટના ઘટે છે અને કરુણાનો ભાવ જાગી જાય છે. ભયાનક ઘટના ઘટે છે ત્યારે ભય લાગવા માંડે છે. રોદ્ર ઘટના ઘટે છે ત્યારે ધૃણાનો ભાવ જાગી જાય છે. પૌરુષની ઘટના ઘટે છે ત્યારે પરાક્રમનો ભાવ જાગી જાય છે. જેવી ઘટના ઘટે છે એવો જ આપણો ભાવ બની જાય છે અને એવો જ રસ બની જાય છે. આના જ આધારે શૃંગારરસ, વીરરસ, કરુણરસ, હાસ્યરસ વગેરે રસ બન્યા. ભાવોના ઉદ્દીપન વડે તેમની અભિવ્યક્તિ થઈ. દ્રષ્ટનો વ્યવહાર માણસ ઘટનાને જુએ છે અને એમાં વહી જાય છે. આ બધો - — અસ્તિત્વ અને અહિંસા , ૯૮ –––– Page #100 -------------------------------------------------------------------------- ________________ મનનો ખેલ છે. જ્યાં સુધી માણસ મનના સ્તર ઉપર જીવશે ત્યાં સુધી આમ જ થશે. આપણો એક સ્તર છે – મનોતીત, જ્યાં મનના તમામ ખેલ સમાપ્ત થઈ જાય છે. જ્યારે માણસ મનને પાર કરીને ચેતનાની ભૂમિકામાં પહોંચી જાય છે ત્યારે આ તમામ સ્થિતિઓ સમાપ્ત થઈ જાય છે. કોઈને જોઈને વીતરાગને રુદન નથી થતું. પ્રશ્ન થઈ શકે કે શું તેઓ ક્રૂર અને નિષ્કરણ હોય છે ? નાતેમનામાં અહિંસા અને મૈત્રીનો અગાધ પ્રવાહ વહેતો હોય છે, પરંતુ તેમના મનના ખેલ સમાપ્ત થઈ ગયા હોય છે તેથી મનના સ્તર ઉપર ઘટનાનો કોઈ પ્રભાવ નથી પડતો. ભગવાન મહાવીરે આ સચ્ચાઈને એક સૂત્રમાં વ્યક્ત કરી – અહા ણં પાસીં પરિહરેજ્જા- જે પશ્યક છે, દ્રષ્ટા છે તે ભોગ કરશે, તમામ વ્યવહાર કરશે છતાં તેનો વ્યવહાર બીજાઓ કરતાં અલગ પ્રકારનો હશે. ભોક્તાનો વ્યવસ્કાર એક વ્યક્તિ દ્રષ્ય નથી, ભોક્તા છે, તે મનના સ્તર ઉપર જીવશે. તે ચાલી રહી છે. તેને કોઈ ગીત સંભળાય છે. તેનું મન એ ગીતમાં ખોવાઈ જાય છે. ચાલતાં ચાલતાં તે ઠોકર પણ ખાઈ બેસે છે. રસ્તામાં કોઈ દુકાન જોઈને તે ઊભી રહી જશે. જો ક્યાંક ઝઘડો ચાલતો હશે તો તે એને જોવા ઊભી રહી જશે, ઝઘડામાં ભાગ પણ લેશે. જે કોઈ ઘટના તેની સામે આવશે તેની સાથે તેનું મન જોડાઈ જશે કારણ કે તે મનના સ્તરે જીવે છે. પરંતુ જે દ્રષ્ય છે તે એ રીતે નહિ ચાલે. દ્રષ્યની ચાલવાની રીત આ પ્રમાણે હોય છે. ઇન્દ્રિયોના વિષય તથા સ્વાધ્યાયનું વર્જન કરીને ગતિમાં તન્મય હોવો જોઈએ. એને જ મુખ્ય બનાવીને ચાલતો હોવો જોઈએ. તફાવત છે રષ્ટિકોણનો ચાલતી વખતે પાંચેય ઈન્દ્રિયો દ્વારા કામ નથી લેતો. માત્ર રસ્તો જોવા માટે આંખોથી કામ લેશે. તે ચાલતાં ચાલતાં ચિંતન નહિ કરે, સ્મૃતિ નહિ કરે, કલ્પનાનો ઢગલો નહિ કરે. એણે જ્યાં પહોંચવાનું હશે ત્યાં પહોંચશે પરંતુ આખા માર્ગમાં પૂર્ણરૂપે જાગરૂક બની રહેશે. દ્રષ્ય બોલે પણ છે, જુએ પણ છે, ખાય પણ છે, સૂએ પણ છે; પરંતુ તેનાં આ તમામ કાર્યો એવી રીતે નથી કરતો જેવી રીતે મનના ખેલ ખેલનારો કરતો હોય છે. એક સામાન્ય માણસ પણ વસ્ત્રો પહેરે છે અને એક દ્રષ્ટા પણ વસ્ત્રો પહેરે છે, પરંતુ તે બન્નેની દૃષ્ટિમાં તફાવત હોય છે. – અસ્તિત્વ અને અહિંસા ૯૯ -- - Page #101 -------------------------------------------------------------------------- ________________ - એક જાણીતું વાક્ય છે કે અજ્ઞાની માણસ ભોગવે છે, જ્ઞાની માણસ જાણે છે, જુએ છે. અજ્ઞાની માણસ કપડાં એટલા માટે પહેરે છે કે તે સારો લાગે. તે પોતાને સુંદર દેખાડવા માટે, સજાવવા માટે કપડાં પહેરે છે. જ્ઞાની વ્યક્તિનો ઉદ્દેશ એવો નથી હોતો. તે કપડાં પહેરશે લwાનિવારણ માટે, ઠંડી અને ગરમીના નિવારણ માટે. જે વ્યક્તિ થોડીક આગળ વધે છે તે કપડાં ઉપર ખાસ ધ્યાન આપતી નથી. ભોક્તાની સઘળી શક્તિ ભોગની બાબતોને પ્રાપ્ત કરવામાં જ ખપી જાય છે. ચેતનાનો વિકાસ કરવાનો તેને અવકાશ જ નથી મળતો. જે વ્યક્તિ ભોગથી પર રહીને ચેતનામાં પહોંચી જાય છે, મનના ખેલથી પર થઈ જાય છે તેનો દૃષ્ટિકોણ અને તેનો વ્યવહાર બદલાઈ જાય છે. સામાન્ય માણસ એમ વિચારે છે કે હું કેવો દેખાઉં છું? હું કેવો લાગું છું? મને લોકો શું કહેશે ? દ્રષ્ટાની ભૂમિકા ઉપર પહોંચી ગયા પછી આ તમામ બાબતો સમાપ્ત થઈ જાય છે. અધ્યાત્મનું સૂત્ર સામાન્ય રીતે આપણે મનની ખૂબ ચિંતા કરીએ છીએ. તેથી આપણે દ્રષ્ટા બની શક્તા નથી. હકીકતમાં મનની એટલી ચિંતા ન કરવી જોઈએ, જેટલી આપણે કરીએ છીએ. આપણો ઉદ્દેશ દ્રષ્ટા બનવાનો હોવો જોઈએ. કઈ વ્યક્તિ શું કહેશે ? અમુક વ્યક્તિ મારા માટે શું વિચારશે ? જગત શું કહેશે ? વગેરે કલ્પનાઓ દ્રષ્ટાની ભૂમિકા પ્રાપ્ત થયા પછી નબળી પડી જશે. અનેક વ્યક્તિઓ આવા ભયને કારણે સારાં કાર્યો કરતી નથી. તેઓ એમ વિચારે છે કે અમે આ કાર્ય કરીશું તો બીજા લોકો શું કહેશે ? આવી આશંકાને કારણે તેઓ સારા કાર્યની શરૂઆત જ કરી શકતા નથી. ભોક્તા અથવા ભોગવનાર વ્યક્તિ જ આ મનોવૃત્તિથી ગ્રસ્ત હોય છે. અધ્યાત્મ દ્રષ્ટા હોવાનું સૂત્ર છે. અધ્યાત્મનું સૂત્ર છે – ઘટનાઓ, પરિસ્થિતિઓને જાણવી પરંતુ તેના પ્રવાહમાં વહેવું નહિ, તેમને ભોગવવી નહિ. ભોક્તાભાવ જેટલો ઓછો હશે એટલો જ વિશેષ ધર્મ જીવનમાં ઊતરશે. ભોક્તાભાવ જેટલો વિશેષ હશે, જીવનમાં ધર્મ એટલો જ ઓછો ઊતરશે. વ્યવસ્કારનો સ્ત્રોત મનથી પર થવાનું ખૂબ મુશ્કેલ હોય છે. સામાન્ય માણસ મનને વશ બનીને ચાલે છે. તે ધ્યાન કરે છે ત્યારે પણ મનના સ્તરે કરે છે. -~- અસ્તિત્વ અને અહિંસા - ૧૦૦ --- Page #102 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનનો આરંભ મનના સ્તરે થઈ શકે, પરંતુ આખરે તો મનથી મુક્ત જ થવાનું હોય છે. જ્યાં સુધી વ્યક્તિ મનને સાથે લઈને ચાલે ત્યાં સુધી તે પરિસ્થિતિઓને ભોગવતી રહેશે. મનોવિજ્ઞાનના મત અનુસાર આપણાં પ્રવૃત્તિ અને વ્યવહારનો એક સ્ત્રોત છે – વંશાનુક્રમ. જેવો વંશાનુક્રમ હોય છે, તેવી શરીરની રચના થાય છે, માનવીનાં આચરણ અને વ્યવહાર પણ એવાં જ થાય છે. મોટું કારણ છે જીન. જેવા જીન હોય છે, તેવી જ શારીરિક અને મસ્તિષ્કીય રચના થાય છે અને તેવો જ વ્યવહાર થાય છે. વ્યવહારનો બીજો સ્ત્રોત છે પરિવેશ. જેવું વાતાવરણ કે પરિવેશ મળે છે, એવી જ વ્યક્તિ બની જાય છે. મનોવિજ્ઞાનમાં આ બન્ને તત્ત્વોના સંદર્ભમાં જ માનવીના વ્યવહારની વ્યાખ્યા આપવામાં આવી છે. ત્રીજી વાત, જે મુખ્ય હતી, તેને છોડી દેવામાં આવી છે. વંશાનુક્રમ પણ કારણ બને છે, પરિવેશ પણ કારણ બને છે પરંતુ વ્યક્તિના અસ્તિત્વનો તદ્દન નકાર કરી દેવામાં આવ્યો. જો આત્મવાદી દર્શન હોત તો ત્રણ વાતો સામે આવી હોત – આત્માની પોતાની ક્ષમતા, વંશાનુક્રમ અને પરિવેશ. વ્યવઠાર : કારકતત્ત્વ આપણા વ્યવહારનાં આ ત્રણ કારકતત્ત્વ છે : આત્મિક અથવા કાર્મિક, યોગ્યતા, વંશાનુક્રમ અને પરિવેશ. મનોવિજ્ઞાનનો અભ્યાસ કરનાર બે કારણો જાણે છે, પરંતુ ત્રીજા કારણને જાણી શક્તો નથી. એક જ ઘટના કે પરિવેશ ઉપર બે પ્રકારના વ્યવહારની પ્રણાલીઓ જોવા મળે છે. એનું કારણ આંતરિકતા સાથે જોડાયેલું છે. એક માણસ ઘટના ઉપર એક પ્રકારનો વ્યવહાર કરે છે, બીજો માણસ બીજા પ્રકારનો વ્યવહાર કરે છે. એનું કારણ શું છે? કોઈ વ્યક્તિએ ગાળ દીધી. એક માણસ એ ગાળ સાંભળીને ગુસ્સામાં આવી જાય છે, ઉત્તેજિત થઈ જાય છે. બીજો માણસ ગાળ સાંભળીને પણ પોતાની પ્રસન્નતા ટકાવી રાખે છે. પરિવેશ અને ઘટના એક જ હોવા છતાં વ્યવહાર અલગ અલગ જોવા મળે છે. આ આપણી ચેતનાની અલગ અલગ ભૂમિકાઓ છે. એક માણસ અત્યંત ક્ષુલ્લક વાતમાં પણ ઉત્તેજિત થઈ જાય છે, માત્ર દ્રષ્ટા રહી શકતો નથી. તે બીજાને જોઈને ચાલતો હોય છે. જ્યારે વ્યક્તિ દ્રષ્ટા બની જાય છે ત્યારે પર કે પરાયું એવી તમામ વાતો સમાપ્ત થઈ જાય છે. -- અસ્તિત્વ અને અહિંસા - ૧૦૧ --- Page #103 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ ભોજનનો એક સાધુ પણ ખોરાક ખાય છે અને એક ગૃહસ્થ પણ ખોરાક ખાય છે. પારિભાષિક શબ્દાવલીથી દૂર જઈને કહીએ તો એક ભોક્તા પણ ખોરાક ખાય છે અને એક દ્રષ્ટા પણ ખોરાક ખાય છે. ઘટના એક જ છે પરંતુ દ્રષ્ટિકોણ અલગ અલગ છે. દ્રષ્ટા ખાશે જીવનયાપન માટે, પ્રાણ-ધારણ માટે અને સંયમનો નિર્વાહ કરવા માટે. ખાવા પાછળ તેની મનોવૃત્તિ શરીરને પોષણ આપવાની, ગાડીને ઇંધણ આપવાની (જેના થકી ગાડી ચાલી શકે)ની હોય છે. ખાવાનો દૃષ્ટિકોણ બદલાઈ જતાં અધ્યવસાય પણ બદલાઈ જાય છે. ભીતરમાં ખાવાની વૃત્તિ નથી, કંઈક બીજું જ છે. બાહ્ય ઘટના ખાવાની છે જ્યારે ભીતરની ઘટના સંયમની છે. કોઈ સામાન્ય માણસ ખાય છે સ્વાદ માટે, શરીરને હષ્ટ્ર-પુષ્ટ કરવા માટે. ખાવા પાછળનો તેનો દૃષ્ટિકોણ આવો હોય છે : હું સારો દેખાઉં. મારો રંગ ગોરો લાગે. મારું શરીર સારું દેખાય. તે આ બધી વાતોની પરવા કરતો હોય છે. પરંતુ તે એમ નથી વિચારતો કે ખાવાનું પરિણામ કેવું આવશે ? આ ભોજન ઉત્તેજના તો નહિ વધારે ને ? કાર્ટિજોનનું પ્રમાણ તો નહિ વધારી મૂકે ને ? આપણો એક સંબંધ છે-હાઈપોથેલેમસ, પિટ્યુટરી, એડ્રીનલ અને એડ્રીનલ દ્વારા કાર્ટિજોન સાથે-આ એક શૃંખલા છે. કાર્ટિજોનનું પ્રમાણ વધી જાય તો કામવાસના તીવ્ર થઈ જાય છે. તેનું પ્રમાણ ઘટી જાય તો કામ-ઉત્તેજના પણ ઘટી જાય છે. નિર્દેશનો અર્થ મહાવીરે મુનિ માટે એવું વિધાન કર્યું કે વર્ણ (વાન)ને વિશિષ્ટ બનાવવાં તથા સૌંદર્યને વધારવા માટે મુનિએ ભોજન ન લેવું જોઈએ, દવા ન લેવી જોઈએ. બીમારી મટાડવા માટે તે દવા ભલે લે, પરંતુ વર્ણ અને કાંતિ વધારવા માટે નહિ. આ નિર્દેશ મુનિ માટે છે. એનો અર્થ એ છે કે તે દ્રષ્ટા રહે, ભોક્તા ન બને. આ એક લક્ષ્મણરેખા દોરવાનું સૂત્ર છે. મહાવીરે એવું ક્યારેય નથી કહ્યું કે તમે કપડાં ન પહેરો. સાધનામાં જે પ્રમાણે સુવિધા હોય, ઇચ્છો તો કપડાં પહેરો- ન ઇચ્છો તો ન પહેરો. મુનિ ઇચ્છે તો ભોજન કરે અને ઇચ્છે તો ઉપવાસ કરે. અનિવાર્ય છે એક દિવસ ઉપવાસ કરવો, સંવત્સરીના દિવસે ઉપવાસ કરવો. અન્ય કોઈ અનિવાર્યતા નથી, પરંતુ તે જે કરે તે દ્રષ્ટાભાવથી કરે, જાગરૂકતાપૂર્વક કરે. ------- અસ્તિત્વ અને અહિંસા - ૧૦૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ આત્માની ભૂમિકાનો સ્પર્શ કરીએ દ્રષ્ટા હોવું એનો અર્થ છે વ્યવહાર અલૌકિક બની જવો, લોકોત્તર બની જવો. લોકોત્તર વ્યવહાર થશે તો અધ્યવસાય શુદ્ધ બનશે, જાગરૂકતાથી પરિપૂર્ણ બનશે. લૌકિક વ્યવહારની સાથે અધ્યવસાય નહિ જોડાય, માત્ર ઘટના જોડાશે. જ્યાં ઘટના મુખ્ય બની જાય છે, ત્યાં દ્રષ્ટાભાવ નથી રહેતો. મૂળ વાત એ છે કે આપણી દૃષ્ટિ યથાર્થ બને, જ્ઞાતા-દ્રષ્ટાની ચેતના જાગે, આપણે માત્ર ઘટના ઉપર ન અટકી જઈએ. ઘટનાના આધારે નિર્ણય લેવો એ લૌકિક ચેતનાનું કાર્ય છે. આપણે ત્યાંથી આગળ વધીએ, લોકોત્તર ચેતનાને જગાડીએ, જ્યાં સામાન્યઅસામાન્ય અને વિશિષ્ટ-ત્રણેય વ્યક્તિત્વ નીચે રહી જાય છે. જ્ઞાતાદષ્ટાનો વ્યવહાર આત્માની ભૂમિકાએ પહોંચી જાય છે. આ સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ છે- માત્ર વંશાનુક્રમ અથવા તો સામાજિક વાતાવરણના આધારે જ તમામ નિર્ણયો ન કરીએ, તે બન્નેની સાથે આત્માને જોડીએ. આત્માને જાણીને નિર્ણય લઈએ. આત્મા શું કહે છે ? આત્માનો નિર્ણય શો છે ? ભીતરનો અધ્યવસાય શો છે ? આ અધ્યવસાયોની સાથે ચાલીએ તો અધ્યાત્મને એક નવો જ પ્રકાશ મળશે, નવી જ દૃષ્ટિ મળશે. વ્યવહાર બદલાઈ જશે, વ્યવહાર જીવિત બની જશે, વ્યવહારમાં જેટલું અસામંજસ્ય હશે તે સમાપ્ત થઈ જશે. ભોક્તાભાવથી દ્રષ્ટાભાવની દિશામાં પ્રસ્થાન શક્ય બની જશે. અસ્તિત્વ અને અહિંસા ) ૧૦૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : - સંકલિકા V ૧ ૦ સુઠ્ઠી લાલખમાણે સએણ દુખ્ખણ મૂઢે વિષ્પરિયાસમુવેતિ । (આયારો ૨/૧૫૧) O મઝ્ઝત્થો નિજ્જરાપેટ્ટી (આયારો ૮/૮/૫) ૭ સુખ ઃ પરિભાષાઓદુઃખનો અભાવ સુખ છે વાંછનીયતાની અનુભૂતિ સુખ અનુકૂળ વેદનીય સુખ છે અમૂર્છા સુખ છે છે સુખ ઃ ઇન્દ્રિયસંવેદન મૂર્છા છે ભાવાત્મક અવરોધ દુઃખ પામે છે દુઃખી વ્યક્તિ ૦ ભોગ, પદાર્થ અને સુખ નવું બ્રહ્મચર્ય સુખનું સૂત્ર છ અધ્યાત્મની નિષ્પતિ મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ ૦ સુખી કોણ ? ૦ ૭ અર્થ નિર્જરાપેક્ષીનો અનુભૂત સત્ય ૩ અસ્તિત્વ અને અહિંસા . ૧૦૪ Page #106 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છે છે સુખ, જાય છે દુઃખની દિશામાં માનવી જે ઇચ્છે તે મળી જાય એ સંવાદિતા છે, યથાર્થ છે. ઇચ્છે કંઈક અને મળે કંઈક એ વિસંવાદિતા છે, વિપર્યાય છે. પ્રત્યેક પ્રાણી સુખાર્થી છે. તે માત્ર સુખ ઝંખે છે. સુખ ઇચ્છે અને સુખ મળી જાય એમાં સંવાદિતા છે. જેવી ઇચ્છા તેવી પ્રાપ્તિ. પરંતુ સુખ ઇચ્છે અને દુઃખ મળી જાય તો એ વિસંવાદિતા છે, વિપર્યા છે. છતાં એવું થાય છે. પ્રશ્ન એ છે કે એવું કેમ થાય છે ? સુખ અને દુઃખનો પ્રશ્ન શિષ્ય આચાર્યને આ જ પ્રશ્ન પૂછયો – સુખ વાંછતિ સર્વોડપિ, દુઃખ કોડપિ ન વાંછતિ / સુખાર્થ યતતે લોકો, દુઃખ તથાપિ જાયતે // તમામ પ્રાણી સુખ ઇચ્છે છે, દુઃખ કોઈ નથી ઇચ્છતું. માનવી હંમેશાં સુખ માટે પ્રયત્ન કરતો હોય છે, છતાં તેને દુઃખ મળી જાય છે એનું કારણ શું છે ? આચાર્યે કહ્યું – દુ:ખ મૂચ્છ મનુષ્યાણાં, અમૂચ્છ વર્તતે સુખમ્ | મૂઢો દુઃખમાપ્નોતિ, અમૂઢઃ સુખમેધત / મૂચ્છ દુઃખ છે. સુખ અમૂર્છા છે. મૂઢ વ્યક્તિ દુઃખ પામે છે. જે મૂઢ નથી તે સુખ પ્રાપ્ત કરે છે. સુખ અભાવાત્મક વ્યાખ્યા | સુખ અને દુઃખની એક વ્યાખ્યા છે – મૂચ્છ દુઃખ છે, અમૂચ્છ સુખ છે. સુખ-દુઃખની અનેક વ્યાખ્યાઓ કરવામાં આવી. પશ્ચિમના નીતિશાસ્ત્રીઓએ તથા ભારતના અધ્યાત્મવેત્તાઓએ સુખ-દુઃખના સંદર્ભમાં અનેક વ્યાખ્યાઓ આપી છે. એપિક્યરસની એક વ્યાખ્યા છે - દુઃખનો અભાવ એ જ સુખ છે. આ અભાવાત્મક વ્યાખ્યા છે. વ્યક્તિને શારીરિક અને માનસિક પીડા ન હોય ત્યારે એ કહે છે કે હું ------- અસ્તિત્વ અને અહિંસા એ ૧૦૫ --~-- Page #107 -------------------------------------------------------------------------- ________________ મજામાં છું, મને ખૂબ સુખ છે. આ દુઃખના અભાવમાંથી ઉત્પન્ન થયેલી સ્થિતિ, કોઈપણ પ્રકારનું દુઃખ ન હોય એવી સ્થિતિને માણસ સુખ સમજે છે. હકીકતમાં તે સુખની અપૂર્ણ વ્યાખ્યા છે. શું સુખ માત્ર અભાવાત્મક જ છે ? શું દુઃખ ન હોવું એ જ સુખ છે? કોઈ વ્યક્તિએ બગીચામાં સુંદર ફૂલ જોયું અને તેનું મન ઉલ્લાસથી ભરાઈ ગયું. શું ત્યાં દુઃખનો અભાવ જ છે ? ત્યાં વિધાયક છે સુખ. સારું સંગીત સાંભળ્યું અને સુખ મળ્યું એ શું છે? શું તે દુઃખનો અભાવ છે ? દુઃખનો અભાવ એ જ સુખ છે એમાં આંશિક સત્ય હોઈ શકે. સુખ : ભાવાત્મક વ્યાખ્યા નીતિશાસ્ત્રી સિજવિકે દુઃખની વ્યાખ્યા આ પ્રમાણે આપીઇચ્છનીયતાની અનુભૂતિ એટલે સુખ. જે અનુભૂતિ ઇચ્છનીય છે તે સુખ છે. આ ભાવાત્મક વ્યાખ્યા છે. આપણને જે જે ઇચ્છનીય અનુભૂતિઓ થાય છે એમના જ સંદર્ભમાં આપણે ઇચ્છીએ છીએ કે એવું વારંવાર બને. આ આપણો સુખપક્ષ છે. એવી જ વ્યાખ્યા નૈયાયિક અને વૈશેષિક દર્શનમાં પણ ઉપલબ્ધ છે. “અનુકૂલવેદનીય સુખમ, પ્રતિકૂલવેદનીયં દુઃખ” જે અનુકૂળ વેદનીય છે તે સુખ છે. જે પ્રતિકૂળ વેદનીય છે તે દુઃખ છે. હકીકતમાં સુખ-દુઃખની વ્યાખ્યા કરતી વખતે આપણે ચેતનાને અનેક સ્તરે વહેંચી દેવી જોઈએ. આમ કર્યા વગર સુખને સમગ્ર રૂપે વ્યાખ્યાબદ્ધ કરી શકાતું નથી. એક સુખ છે ઇન્દ્રિય-સંવેદનનું. પાંચ ઇન્દ્રિયો છે. તે દરેકને અનુકૂળ વિષય મળે તો સુખનો અનુભવ થાય છે. ઇન્દ્રિય સંવેદનના આધારે-અનુકૂલં વેદનીયં સુખમ-આ વ્યાખ્યા ઘટી શકે છે, પરંતુ માનસિક અને ભાવાત્મક સ્તરે આ વ્યાખ્યા ઘટી શકતી નથી. સુખ-દુઃખની ઘણી બધી વ્યાખ્યાઓ ઇન્દ્રિય અને મનના સ્તરે કરવામાં આવી, ભાવનાત્મક સ્તરે તેની ખૂબ ઓછી વ્યાખ્યાઓ કરવામાં આવી. ઇન્દ્રિય-સંવેદન અને સુખ આપણે ઇન્દ્રિયસ્તરની વાત કરીએ. એક માણસ પોતાના એરકંડીશન મકાનમાં બેઠો છે. તે ભોજન કરી રહ્યો છે. તેની થાળીમાં રુચિકર પદાર્થો પીરસેલા છે. તેની પત્ની સેવામાં ઊભેલી છે. સમગ્ર વાતાવરણ અનુકૂળ છે. ખાતી વખતે અનુકૂળ ઇન્દ્રિય સંવેદન થઈ રહ્યું - -- અસ્તિત્વ અને અહિંસા ૧૦૬ - Page #108 -------------------------------------------------------------------------- ________________ છે. મજાના સુખનો અનુભવ થઈ રહ્યો છે. બરાબર એ જ વખતે એક ફોન આવે છે અને એને જાણવા મળે છે કે એના વ્યવસાયમાં પચાસ લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. હવે શું થશે ? એ જ રુચિકર પદાર્થો થાળીમાં સામે પડેલા છે, સુખ-સુવિધાનાં સાધનો પણ યથાવત્ છે. પરંતુ ઇન્દ્રિય સંવેદનનું સુખ સમાપ્ત થઈ જાય છે. મન ઉપર એક ઊંડો આઘાત લાગ્યો. જે પદાર્થો, જે ભોજન સુખ આપતાં હતાં તે વિષ સમાન લાગવા માંડે છે. આમ કેમ થયું ? - જે સ્તર ઉપર સુખનું સંવેદન હતું, ત્યાં બીજું સ્તર આવી જતાં એ સંવેદન સમાપ્ત થઈ ગયું અને દુઃખનો સ્ત્રોત ફૂટી નીકળ્યો. માણસ પોતાના દુઃખથી મૂઢ બની ગયો. નુકસાન તો બીજે થયું હતું, પરંતુ . પોતાની અંદર તેની મૂર્છા હતી, તેનું દુઃખ હતું. તે પ્રગટ થયું. વ્યક્તિ . પોતાના જ દુઃખથી મૂઢ બની ગઈ, સુખના બદલે દુઃખનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું. મહાવીરની વ્યાખ્યા મહાવીરે કહ્યું કે માણસ ઇચ્છે છે સુખ અને તે જાય છે દુઃખની દિશામાં. તે મૂઢ વ્યક્તિ પોતાના દ્વારા કૃતકર્મોથી વિપર્યાસ પામે છે, સુખનો અર્થી બનીને દુઃખ પ્રાપ્ત કરે છે- સુહઠી લાલમ્પમાણે સએણ દુષ્મણ મૂઢ વિધ્વરિયાસમુતિ / આપણે એ આધારે સુખ અને દુઃખની વ્યાખ્યા કરીએ. મહાવીરની વાણી મુજબ સુખ અને દુઃખની વ્યાખ્યા મુજબ આ પ્રમાણે થશે – મૂચ્છ દુઃખ, અમ્ સુખમ્. મૂચ્છ દુઃખ છે, અમૂચ્છ સુખ છે. જ્યાં મૂચ્છ પ્રબળ બને છે, ત્યાં ઇન્દ્રિયનું અનુકૂળ સંવેદન પણ દુઃખમાં પરિવર્તિત થઈ જાય છે. માનસિક સંવેદન પણ દુઃખમાં પરિવર્તિત થઈ જય છે. મૂચ્છ ભાવાત્મક અવરોધ છે. ક્રોધ, ભય, ઈર્ષ્યા, અહંકાર- આ તમામ મૂચ્છના પ્રકારો છે. જ્યાં જ્યાં મૂચ્છ આવે છે ત્યાં ત્યાં માણસ દુઃખી થઈ જાય છે. મૂચ્છને કારણે માણસ દુઃખનું સંવેદન કરે છે. દુઃખનું સૌથી મોટું કારણ મૂચ્છ છે. સુખનું સૌથી મોટું કારણ અમૂચ્છ છે. મૂચ્છ અને મોહ ટળે તો ક્યારેય વિપર્યાસ થતો નથી. સુખ-દુઃખનું કારણ માણસ ચાલે છે સુખ માટે અને થઈ જાય છે દુઃખી. પ્રશ્ન ઉદ્ભવે છે કે એવું કેમ થાય છે ? સુખ અને દુઃખ વચ્ચે એક સેતુ છે. એ સેતુને -- અસ્તિત્વ અને અહિંસા ૧૦૭ –– Page #109 -------------------------------------------------------------------------- ________________ પકડવામાં નથી આવ્યો. મહાવીરે ખૂબ સરસ સેતુ બતાવી દીધો. એક તરફ વ્યક્તિ સુખાર્થી છે, બીજી તરફ દુઃખ છે. એનું કારણ છે - વ્યક્તિ પોતાના જ દુઃખથી મૂઢ બનેલી છે. અબદ્ધને કોઈ બાંધી નથી શકતું, અદુઃખીને કોઈ દુઃખી કરી નથી શકતું. દુઃખી વ્યક્તિ જ દુઃખ પામે છે. વ્યક્તિ દુઃખી છે તેથી જ દુઃખ પામે છે. વ્યક્તિમાં સુખની લાલસા જાગે છે દુઃખને ટાળવા માટે, પરંતુ ભીતરમાં દુઃખ છલોછલ હોય છે પછી તે સુખની દિશામાં શી રીતે ચાલી શકશે ? આપણે આ સચ્ચાઈને સમજીએ. જ્યાં સુધી મૂચ્છ રહેશે ત્યાં સુધી વ્યક્તિ દુખી જ રહેશે. એક ભાઈએ કહ્યું કે મને ખૂબ ડર લાગે છે. મોટરમાં પ્રવાસ કરતી વખતે, ટ્રેનમાં યાત્રા કરતી વખતે મને સતત એવો ભય રહે છે કે ક્યાંક અકસ્માત ન થઈ જાય. પુલ ઉપરથી હું પસાર થતો હોઉં છું ત્યારે મને એવો ભય લાગે છે કે રખેને પુલ તૂટી ન જાય, હું નીચે દટાઈ ન જાઉં. હકીકતમાં આપણે પોતાના જ ભયથી દુઃખી બનેલા છીએ, મૂઢ બનેલા છીએ. નવું બ્રહ્મચર્ય - જ્યાં સુધી મૂર્છાને દૂર કરવાની વાત કે ઘટાડવાની વાત નહિ વિચારમાં આવે ત્યાં સુધી હજારો હજારો સાધનો ઊભાં કરવા છતાં માણસ દુઃખી ને દુઃખી રહેશે. જો પદાર્થોની ઉપલબ્ધિ અને ભોગ વડે જ માણસ સુખી થતો હોત તો સૌથી વધુ સુખી પશ્ચિમના દેશોના લોકો હોત. અમેરિકા, જાપાન, જર્મની વગેરે દેશોના લોકો ખૂબ સુખી હોત – જ્યાં પદાર્થોની કોઈ ઊણપ નથી, ધનની નદીઓ વહી રહી છે. અમેરિકામાં સેક્સ વિષયક ઘણું સાહિત્ય પ્રગટ કરવામાં આવ્યું. કામ સુખ માટે આંધળો પ્રચાર કરવામાં આવ્યો. પરંતુ તેનું પરિણામ સુખદ નથી આવ્યું. એક પુસ્તક પ્રગટ થયું – “નવું બ્રહ્મચર્ય.' આ પુસ્તકે અમેરિકામાં ચકચાર પેદા કરી. એમાં એમ લખ્યું હતું કે બ્રહ્મચર્ય દ્વારા પ્રસન્નતા જળવાઈ રહે છે, શાંતિ મળે છે. લોકો એ પુસ્તક મેળવવા માટે વ્યાકુળ બની ઊઠ્યા. એમણે માત્ર ઇન્દ્રિય સંવેદનના આધારે જ સુખ માન્યું હતું. ઇન્દ્રિય સંવેદનથી પર પણ સુખ હોય છે એ વાત એમના માટે તદ્દન નવી જ વાત હતી. અમૂર્છાના સ્તરે, વીતરાગતાના સ્તરે, રાગાતીત ચેતનાના સ્તરે જે સુખ મળે છે એના વિશે એમણે ક્યારેય -------- અસ્તિત્વ અને અહિંસા કે ૧૦૮ ------- Page #110 -------------------------------------------------------------------------- ________________ વિચાર કર્યો જ નહોતો. એવી વાત તેમને સાંભળવા મળી અને એમ લાગ્યું કે, અગ્નિની જ્વાળા ઉપર જળનો અભિષેક થઈ રહ્યો હોય ! વ્યાપક વ્યાખ્યા આપણા દાર્શનિકોએ સુખની વ્યાખ્યા અત્યંત હળવા સ્તરે આપી છે- અનુકુલ વેદનીય સુખમ્ આ તે વળી કોઈ સુખ કહેવાય ? અનુકૂળ વેદનની સાથેસાથે પ્રતિકૂળ વેદના તૈયાર રહે છે. મોટેભાગે એવું જોવા મળ્યું છે કે અનુકૂળતા આવે છે ત્યારે સાથે સાથે પ્રતિકૂળતા પણ આવી જાય છે. ઘરમાં ધન ખૂબ હશે, પત્ની હશે, બધું જ બરાબર હશે પરંતુ એક દીકરો એવો પેદા થઈ જશે કે જે તમામ સુખો ઉપર પાણી ફેરવી દેશે. માતા-પિતાનું સુખ ખતમ થઈ જશે. તેઓ ચિંતિત થઈ જશે. તેઓ એમ વિચારશે કે આવો દિકરો પેદા થયો જ ન હોત તો કેવું સારું ! જેમને દીકરો નથી હોતો એ લોકો દીકરા માટે રડે છે અને જેમને દીકરો છે એ લોકો પણ દીકરાને કારણે રડે છે ! સુખ-દુઃખની વ્યાપક વ્યાખ્યા આ જ હોઈ શકે – અમૂર્છા સુખ છે, અમૂચ્છ દુઃખ છે. ઇન્દ્રિય સંવેદન પણ ત્યાં સુધી જ થાય છે, જ્યાં સુધી મૂચ્છ ઊંડી નથી હોતી. જ્યારે મૂચ્છ ઊંડી થાય છે, ત્યારે ઇન્દ્રિય સંવેદન પણ સમાપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ ખાવા માટે વિશેષ લોલુપ હોય છે તેને ક્યારેય ભોજનનો સ્વાદ મળતો નથી. ભોજનનો સ્વાદ એ જ વ્યક્તિને મળે છે કે જે તટસ્થ રહેવાનું જાણે છે. જાગરૂકતા વગર ઇન્દ્રિય સંવેદનનું સુખ પણ નથી થતું, માનસિક સુખ પણ નથી મળતું. સુખનું સૂત્ર સુખનું સૂત્ર છે – પોતે જ અદુઃખી થવું. જો આ વાત સમજાઈ જાય તો આપણે કહી શકીએ કે જે માધ્યસ્થ છે, નિર્જરાપેક્ષી છે તે સુખી છે. નિર્જરાપેક્ષી હોવું એટલે નિષેધાત્મક સંસ્કારો દૂર કરવા, વિધાયક ભાવોનો વિકાસ કરવો. તટસ્થ માનવી જે અનુભૂતિ કરી શકે છે તે કાદવ-કીચડથી ખરડાયેલો માણસ ક્યારેય કરી શકતો નથી. અધ્યાત્મના ગ્રંથોમાં સુખનાં ચાર સૂત્રો બતાવવામાં આવ્યાં છે– મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. સુખના આ ચાર મૂળ સ્ત્રોત છે. એમાંથી આપણે ઇચ્છીએ તેટલું સુખ પામી શકીએ છીએ. એક માણસ શાંત બેઠો છે. તેની સામેથી એક એવી વ્યક્તિ પસાર થાય છે કે જેની સાથે તેને અદાલતમાં -- અસ્તિત્વ અને અહિંસા ક૧૦૯ - Page #111 -------------------------------------------------------------------------- ________________ કેસ ચાલી રહ્યો છે. પેલા માણસની શાંતિ ગાયબ થઈ જશે. એનું કારણ એ છે કે એનામાં મૈત્રીનો વિકાસ થયેલો નથી. જો મૈત્રી અને પ્રમોદનો ભાવ પ્રબળ હોત તો કોઈ પણ વ્યક્તિ તેને દુઃખી ન કરી શકી હોત. વ્યક્તિમાં કરુણા હશે તો તે દુઃખી નહિ થાય, ક્રૂરતા હશે તો તે અવશ્ય દુઃખી થશે. ચોથું તત્ત્વ છે – ઉપેક્ષા–મધ્યસ્થતા. લડાઈ ક્યાંક બીજે ચાલી રહી હોય છતાં વ્યક્તિ તેમાં ફસાઈ જાય તો એ દુઃખી બને છે. આ જગતમાં એવા પણ લોકો છે કે જેઓ મુકદ્દમા ખરીદીને લડે છે ! વ્યક્તિ એમ કહે છે કે તમે મને પચાસ હજાર રૂપિયા આપો, હું તમારો મુકદ્દમો લડીશ. આ પણ એક ધંધો છે, વ્યવસાય છે. બીજાની લડાઈનો બોજ પોતાને માથે લે છે અને પોતાના દુઃખે દુઃખી બની જાય છે. જ્યાં મધ્યસ્થતા હોય છે ત્યાં આ બધી બાબતો હોતી નથી. પરિણામે વ્યક્તિ સુખી બની જાય છે. સાધનાની કસોટી મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા આ ચારેય નિષ્પતિઓ અધ્યાત્મસાધનાની છે. જો જીવનમાં મૈત્રીનો વિકાસ થયેલો ન હોય, પ્રમોદ અને કરુણાનો વિકાસ થયેલો ન હોય, તટસ્થતાનો વિકાસ થયેલો ન હોય તો એમ માનવું જોઈએ કે આપણે અધ્યાત્મને સમજ્યા જ નથી. આ ચાર કસોટીઓ અધ્યાત્મસાધનાની છે અને એ જ છે અમૂચ્છ. જો આત્મવિશ્લેષણની સાથે સમ્યક્ અનુભૂતિ કરીએ, પોતાની જાતને અવલોકીએ તો પોતાના ભીતરમાં આ પ્રમાણે વ્યાખ્યા પ્રસ્ફટિત થશે – જ્યાં જ્યાં મારી મૂર્છા હોય છે ત્યાં ત્યાં મને દુઃખ મળે છે, જ્યાં જ્યાં મૂચ્છમોહ હોય છે ત્યાં ત્યાં મને દુઃખ મળે છે. આ સત્ય પ્રત્યેક વ્યક્તિનું અનુભૂત સત્ય છે. જે માણસ સુખની કામના કરે છે, કામનાઓનો બોજ ઊંચકી લે છે એ જ કામના તેને માટે પીડા બની રહે છે. વ્યથા અને પીડામાંથી મુક્તિ પામવા માટે મૂચ્છને તોડવી અનિવાર્ય છે. જેમ જેમ મૂચ્છ ઘટતી જશે તેમ તેમ દુઃખ ઓછું થતું જશે, વ્યક્તિ સ્વાભાવિક રીતે સુખની દિશા પ્રાપ્ત કરી લેશે. અસ્તિત્વ અને અહિંસા ક ૧૧૦ —– Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧૪. સંકલિકા ૦ પંડિએ પડિલેહાએ I (આયારો ૨/૧૩૧) . છે જે મમાઇયમતિ જાતિ સે જાતિ મમાઈયા (આયારો ૧/૧૫૬) ૦ ણારતિં સહતે વીરે, વીરે ણો સહતે રતિ / જમ્યા અવિમણે વીરે, તષ્ઠા વીરે ણ રતિ (આયારો ૨/૧૬૦) ૦ લોક- એક શબ્દ અનેક અર્થ ૦ શંકરાચાર્ય અને મંડનમિશ્રનો શાસ્ત્રાર્થ ૦ માળા કેમ કરમાઈ ? ૦ અન્વેષણનો નિષ્કર્ષ ૦ સ્વયંને પૂછો - મારે સુખ શા માટે ભોગવવું છે? દુઃખ શા માટે ભોગવવું છે? શું હું ભોગવવા માટે જ જન્મ્યો છું? શું મારે બીજું કંઈ કરવાનું છે? ૦ આલોચના મહત્ત્વપૂર્ણ સૂત્ર 0 સફળતાનું સૂત્ર આત્મનિરીક્ષણ ૦ રેચન કરો, રતિનું પણ – અરતિનું પણ ૦ વિકાસનો આધાર આત્મપ્રતિલેખન ૦ ઉત્થાનનો ઉપાય ૦ બીજાઓ વિશે વિચારવાનું પરિણામ ૦ વિષયની પ્રક્રિયાઃ શરીએક્ષા અને કાયોત્સર્ગ ૦ વ્યક્તિત્વ-વિશ્લેષણની પરંપરા --———- અસ્તિત્વ અને અહિંસા કે ૧૧૧ - Page #113 -------------------------------------------------------------------------- ________________ લોકવિજય : આત્માલોચન પોતાની વૃત્તિઓનું પોતાની વૃત્તિઓને જોવાની પ્રવૃત્તિ ખૂબ અલ્પ હોય છે. વૃત્તિઓને પોતાનું કામ કરવાની તક ત્યારે જ મળે છે જ્યારે માલિક જાગૃત નથી હોતો. માલિક ઊંઘતો હશે તો ચોરને પણ ચોરી કરવાની ઉત્તમ મળી જશે. વૃત્તિઓની સાથે પણ એમ જ થઈ રહ્યું છે. માલિક વૃત્તિઓને જોતો જ નથી, એ તરફ ધ્યાન આપી શકતો જ નથી. તેથી તે ગમે ત્યારે આવી જાય છે. વ્યક્તિ ક્યારેય એમ નથી પૂછતી કે તમે કોણ છો ? ક્યાંથી આવી છો ? શા માટે આવી છો ? શું કરવા ઇચ્છો છો ? માણસ ક્યારેય તેમની સાથે સંપર્ક કરવા જ નથી ઇચ્છતો. તેણે વૃત્તિઓને ખુલ્લી સ્વતંત્રતા આપી રાખી છે અને વૃત્તિઓ તેનો પૂરો લાભ લઈ રહી છે. આ સમસ્યાનું કારણ છે તેથી એક શબ્દ દ્વારા એવો નિર્દેશ આપવામાં આવ્યો કે લોકનો વિચય કરો. લોક એટલે શરીર. લોક એટલે કષાય. પોતાની ભાષાયિક વૃત્તિઓનો વિચય કરો, તેનું આલોચન કરો, તેમને જૂઓ, તેમની ઉપેક્ષા ન કરો. આલોચના વગર સચ્ચાઈ સમજાશે નહિ. જે આલોચના કરે છે તે દરેક વાત શોધી લે છે. વિચિત્ર વિષય હમણાં થોડાક દિવસો અગાઉ “ગુજરાત સમાચાર'માં એક લેખ પ્રગટ થયો હતો. એના લેખક હતા સુધીર દેસાઈ. પ્રસંગ આ પ્રમાણે હતો – શંકરાચાર્યની બારમી શતાબ્દી ઉજવાઈ રહી હતી. એ સંદર્ભમાં અમદાવાદમાં એક આયોજન હતું, જેમાં શ્રી દેસાઈને પોતાનો શોધ નિબંધ વાંચવાનો હતો. એનો વિષય ખૂબ વિચિત્ર હતો. આદ્ય શંકરાચાર્ય અને મંડનમિશ્ર વચ્ચે શાસ્ત્રાર્થ થયો. શાસ્ત્રાર્થની મધ્યસ્થતા સંભાળી હતી મંડનમિશ્રની પત્ની ઉભય ભારતીએ. શ્રીમતી મિશ્ન એક ઉપાય શોધ્યો. તેમણે શંકરાચાર્ય અને મંડનમિશ્ર બન્નેના ગળામાં ફૂલોની માળા પહેરાવી દીધી. કસોટી એ હતી કે જેની માળા પ્રથમ કરમાઈ જાય તેને પરાજિત સમજવો. જેની માળા ન કરમાય તેને વિજેતા સમજવો. શાસ્ત્રાર્થ - — અસ્તિત્વ અને અહિંસા , ૧૧૨ – Page #114 -------------------------------------------------------------------------- ________________ શરૂ થયો. પરિણામ એ આવ્યું કે મંડનમિશ્રની માળા કરમાઈ ગઈ. શંકરાચાર્ય જીતી ગયા, મંડનમિશ્ર પરાજિત થયા. શોધ નિબંધનો વિષય હતો કે “શું આ કોઈ ચમત્કાર છે ?' સામાન્ય માણસ તો કદાચ એમ કહેશે કે શંકરાચાર્ય તાંત્રિક હશે, માંત્રિક હશે, જ્ઞાની હશે. એમણે ચમત્કાર કર્યો તેથી તેમની માળા ન કરમાઈ; પરંતુ જે માણસ નિયમને જાણે છે, જે આલોચક છે તે તથ્યની શોધ કરે છે, તે ક્યારેય ચમત્કારને માનતો નથી. બે પ્રમાણ શ્રી દેસાઈના સંશોધનનો સાર એ હતો કે મંડનમિશ્ર ગભરાઈ ગયા, તેમનો શ્વાસ ટૂંકો થઈ ગયો અને તેમના શરીરની ગરમી વધી ગઈ. શરીરની ગરમી વધી જવાને કારણે માળા કરમાઈ ગઈ. પોતાની એ સ્થાપનાના સમર્થનમાં શ્રી દેસાઈએ બે પ્રમાણ રજૂ કર્યા. પ્રથમ સ્વયં સાથે સંબદ્ધ હતું. એમણે લખ્યું કે મને હાર્ટએટેક આવ્યો હતો. એ વખતે મેં આત્માલોચન કર્યું. મને એવો નિષ્કર્ષ પ્રાપ્ત થયો કે માણસ હાર્ટએટેકથી મરતો નથી. માણસ મરે છે ગભરાટને કારણે. ગભરાટને કારણે તેનો શ્વાસ ટૂંકો થઈ જાય છે અને શરીરમાં ગરમી આવી જાય છે. તેમણે બીજું પ્રમાણ એ આપ્યું કે આ ઘટના પછી મારા મનમાં ભાવના જાગી કે મારે શ્વાસ વિશે સઘળી માહિતી મેળવવી જોઈએ. સંજોગવશાત્ મને પ્રેક્ષાધ્યાનનું કેટલું સાહિત્ય પ્રાપ્ત થઈ ગયું. એમાં એક પુસ્તક હતું શ્વાસપ્રેક્ષા. એ પુસ્તકમાં મને વાંચવા મળ્યું કે શ્વાસની ગતિ વધવાને કારણે શરીરની ગરમી વધી જાય છે. આ કથન થકી મારી સ્થાપનાને નક્કર આધાર મળી ગયો. પોતાનો અનુભવ અને શ્વાસપેક્ષા પુસ્તકમાંથી પ્રાપ્ત અનુભવ આ બન્ને પ્રમાણોના આધારે હું આ સિદ્ધાંતનું સમર્થન કરું છું કે મંડન મિશ્રની માળા કરમાઈ ગઈ એમાં કોઈ ચમત્કાર નહોતો, એ માત્ર ટૂંકા શ્વાસનું જ પરિણામ હતું. શ્રી દેસાઈની આ તર્કસંગત પ્રસ્થાપનાને વિદ્વાનો દ્વારા પણ વ્યાપક ટેકો મળ્યો. મહત્ત્વપૂર્ણ સૂત્ર આનું નામ છે અનુસંધાન અને આલોચન. જે આલોચના કરે છે તે કોઈક નિષ્કર્ષ ઉપર પહોંચે છે. આલોચના તથા અન્વેષણ વગર કોઈ સાચો નિષ્કર્ષ મળતો નથી. જે ઘટના ઘટે છે, વ્યક્તિ તેને ભોગવી લે છે, તેની આલોચના નથી કરતી. પરિણામે તે ઘટનાનાં કારણોથી બેખબર – અસ્તિત્વ અને અહિંસા ક ૧૧૩ – Page #115 -------------------------------------------------------------------------- ________________ રહી જાય છે. સુખ આવે છે ત્યારે સુખ ભોગવી લે છે. દુઃખ આવે છે ત્યારે દુઃખ ભોગવી લે છે. તે માત્ર ભોગવતો જ રહે છે પરંતુ એવી આલોચના નથી કરતો કે મારે સુખ શા માટે ભોગવવાનું ? મારે દુઃખ શા માટે ભોગવવાનું? શું હું ભોગવવા માટે જ પેદા થયો છું? કે બીજું પણ કાંઈ મારે કાંઈ કરવાનું છે ? આત્મલોચન કર્યા વગર, પોતાની વૃત્તિઓની આલોચના કર્યા વગર કોઈપણ વ્યક્તિ સચ્ચાઈ સુધી પહોંચી શકતી નથી. ભગવાન મહાવીરે આલોચનાનું મહત્ત્વપૂર્ણ સૂત્ર આપ્યું – પંડિએ પડિલેહાએ- તમે પ્રતિલેખના કરો, જુઓ. જ્યારે વ્યક્તિ પ્રતિલેખના કરે છે, ત્યારે વૃત્તિઓનું રેચન કરવાનું સ્વાભાવિક બની રહે છે. રેચન કરવાનું શીખીએ મહાવીરે કહ્યું કે જે વીર હોય છે, તે ન તો અરતિને સહન કરે છે કે ન તો રતિને સહન કરે છે મનમાં ક્યારેક અરતિ આવે છે તો ક્યારેક રતિ આવે છે. ક્યારેક મનમાં ઉદ્વેગ, આવેશ અને દુઃખ પેદા થઈ જાય છે તો ક્યારેક રતિ અને સુખ પેદા થઈ જાય છે. અરતિ અને રતિ એ બન્નેની વચ્ચે જીવનની નૌકાને હંકારવામાં આવે છે. પરંતુ જે વીર હોય છે તે અરતિ અને રતિ બન્નેને સહન નથી કરતો, તેનું રેચન કરી દે છે. રેચન કરવું એ મહત્ત્વની વાત છે. જે દુઃખ કે સુખ આવે, તેનું આલોચન કરો અને તરત જ તેનું રેચન પણ કરી દો. મનમાં કોઈ વાત આવે તો તરત તેને બહાર કાઢી દો. મનમાં કોઈક વાત આવી શકે છે કારણ કે તમામ દરવાજા – આંખ, કાન, નાક, વગેરે ખુલ્લાં છે, પરંતુ એ વાતને મનમાં જમાવી દઈએ તો સમસ્યા ઊભી થાય છે. મહેમાને ભોજન કરીને પાછા જવાનું હોય છે. મહેમાન આવે તો ભલે આવે, પરંતુ તેણે લાંબા સમય સુધી રોકાવવાનું નથી હોતું. એ જ રીતે જે વાત આવે તેને મનમાં સ્થિર ન કરો, તેનું રેચન કરતા જાવ. રતિ અને અરતિ બન્નેનું રેચન કરો, આત્માલોચન દ્વારા, આત્મનિરીક્ષણ દ્વારા. વિકાસનું સૂત્ર જે વ્યક્તિ આત્માલોચન અને આત્મનિરીક્ષણ કરવાનું નથી જાણતી તે બૂરાઈઓ માટે પોતાના ઘરના તમામ દરવાજા ખોલી નાંખે છે, પોતાના ઘરને કબાડીખાનું બનાવી મૂકે છે. ખરેખર તો આમ થવું જોઈએ – આપણે સંગ્રહ ન કરીએ, તેને ઉપયોગમાં લઈએ અને તેનું – અસ્તિત્વ અને અહિંસા , ૧૧૪ – Page #116 -------------------------------------------------------------------------- ________________ રેચન કરી દઈએ. આજે સંગ્રહની વૃત્તિ એટલી બધી પ્રબળ બનેલી છે કે માણસ વૃત્તિઓનો સંગ્રહ પણ કેમ ન કરે ? સૌથી સારી વૃત્તિ છે રેચનની વૃત્તિ. લોકોએ પોતાના મનમાં પણ એક કબાડીખાનું બનાવી દીધું છે. દસ વર્ષ પહેલાંની વાતને પણ તે મનમાંથી કાઢી શકતો નથી, તેની ગાંઠ વાળી રાખે છે. માનવીના મનમાં અનેક મનોગ્રંથિઓ બનેલી હોય છે. તે તેને ભૂલી શકતો નથી, તેનું રેચન કરી શકતો નથી. પરિણામે તે દુઃખી થયો છે. આપણે પોતાની આલોચના કરવાનું શીખીએ, પ્રતિલેખના કરવાનું શીખીએ. મારો એક પણ દિવસ એવો નહિ જતો હોય કે જે દિવસે મેં પોતાનું પ્રતિલેખન ન કર્યું હોય. મારા વિકાસમાં જે સુવિધા છે તેને હું આત્મ-પ્રતિલેખનનું પરિણામ માનું છું. વિકાસ માટે આત્માલોચન કરવું અત્યંત અનિવાર્ય છે. જે માણસ આત્માલોચન કરવાનું નથી જાણતો તે માત્ર રૂઢ પરંપરા નિભાવતો રહે છે, નવું કશું જ કરી શકતો નથી. વિકાસનું સૂત્ર છે આત્માલોચનની વૃત્તિનું હોવું. જો આ એક વૃત્તિ આવી જાય તો કદાચ લોકવિચયની વૃત્તિનો વિકાસ થઈ જાય. લોકવિચયની વૃત્તિના વિકાસથી અનેક સમસ્યાઓનું સમાધાન સહજ શક્ય બની રહે છે. ખતરનાક વૃત્તિ સમસ્યા એ છે કે આપણો મોટા ભાગનો સમય બીજાઓ વિશે વિચારવામાં જ પસાર થઈ જાય છે. આપણે પોતાના વિશે વિચારતા જ નથી. મહાવીરે કહ્યું કે જે બીજાઓ વિશે વિચારતો રહે છે તે આતંકને નથી જોતો. આપણે એમ નથી વિચારતા કે માત્ર બીજાઓ વિશે વિચારવાનું પરિણામ શું મળશે ? બીજાઓ વિશે વિચારવું એ પોતાનું અહિત કરવાનો, પોતાની જાતના પતન માટેનો સૌથી સરળ ઉપાય છે. પોતાના વિશે વિચારવું, આત્માલોચન કરવું, તે પોતાના ઉત્કર્ષ માટેનો સૌથી સરળ ઉપાય છે. આ માત્ર અધ્યાત્મની વાત નથી, જીવનની સફળતાનું સૂત્ર છે. જે વ્યક્તિ જીવનમાં સફળ થવા ઇચ્છે છે તેણે આત્મનિરીક્ષણ અને આત્માલોચનનો માર્ગ અપનાવવો જ પડશે. જે આ માર્ગ અપનાવતો નથી, તેની માનસિક ક્ષમતાઓનો વિકાસ થતો નથી, તેના જીવનમાં વારંવાર અવરોધો અને અંતરાયો આવ્યા કરે છે. બીજાઓ અસ્તિત્વ અને અહિંસા ર ૧૧૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ વિશે વિચારવું એ અત્યંત ખતરનાક વૃત્તિ છે. વિકાસ માટે તેનાથી દૂર રહેવું આવશ્યક છે. વિચયની પ્રક્રિયા આચારાંગનું બીજું અધ્યયન છે – લોકરિચય. વિચય શબ્દ અતિ પ્રાચીન છે. આધુનિક શબ્દ છે - સંશોધન, રિસર્ચ, ઇન્વેસ્ટિગેશન, અન્વેષણ. પ્રાચીન શબ્દ છે વિચય. લોકનો વિચય કરો અર્થાત્ શરીરના એક ભાગને જુઓ. શરીએક્ષા અને કાયોત્સર્ગ શું છે? એ બન્ને વિચયની પ્રક્રિયાઓ છે. એવી જ રીતે મનનું વિચય કરો. ભીતરમાં જામી ગયેલા સંસ્કારો જુઓ. કષાયનું વિચય કરો, પોતાના કષાયોને જુઓ. ત્યારપછી જે અંતિમ સચ્ચાઈ છે – ચેતના-આત્મ, ત્યાં સુધી આપણે પહોંચી જઈશું જો આપણે માત્ર ઉપર-ઉપરના સંસ્કારો, કષાયોની સપાટી સુધી જ રહી જઈએ, એ જ વ્યક્તિત્વને પોતાનું વ્યક્તિત્વ માની લઈએ તો મૂળ અને મૌલિક વ્યક્તિત્વ આપણાથી અજ્ઞાત જ રહી જશે. મહત્ત્વપૂર્ણ પરંપરા - લોકવિચય અને વ્યક્તિત્વના વિશ્લેષણની એક પરંપરા જોવા મળે છે. એ ખૂબ મહત્ત્વની પરંપરા છે. એણે વાલ્મીકિનું કલ્યાણ કર્યું, અર્જુન માળીનું કલ્યાણ કર્યું. ધર્મના ક્ષેત્રમાં જે સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓએ વિચયની પદ્ધતિ અપનાવી છે, તેમણે પોતાનું જીવન આલોકથી છલકાવી દીધું છે. વિચય વગર આગળ વધવાનો માર્ગ સ્પષ્ટ નહિ બને. આપણે એ સચ્ચાઈ પણ સમજીએ અને પોતાની વૃત્તિઓ તથા સંસ્કારોની આલોચના કરવાનો સંકલ્પ કરીએ. જે દિવસે આવો સંકલ્પ આકાર લેશે તે દિવસે આપણને જોવાની એક નવી જ દૃષ્ટિ પ્રાપ્ત થશે અને એ દૃષ્ટિ કલ્યાણની એવી સૃષ્ટિ રચશે કે જેના માટે માનવી હરહંમેશ તરસતો રહ્યો છે. અસ્તિત્વ અને અહિંસા - ૧૧૬ - Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૫ સંકલિકા ૦ સુત્તા અમુણિણોસયા મુણિણો સયા જાગરંતિ ૦ લોયંસિ જાણ અહિયાય દૂકM (આયારો ૩/૧-૨). છવિ પમાએ પણતે, તે જ – મજપમાએ, સિદ્ધપમાએ, વિસયામાએ, કસાયપમાએ, જૂતપમાએ, પડિલેહણા--પમાએ (ઠાણ ૬/૪૪) ૦ જાગરણ : અધ્યાત્મની ભાષા ૦ તે સૂતેલો છે – જે નશામાં છે, જે વિષયલોલુપ છે. જે વિકથામાં મગ્ન છે, જેના કષાય પ્રબળ છે. ૦ જાગરણનો અર્થ ૦ મહાસતી સીતાઃ જાગરૂક્તાનું નિદર્શન ૦ નિદ્રા માટે જવાબદાર રસાયણો - સેરોટોનિન, મેલાટોનિન ૦ દ્રવ્ય નિદ્રા – ભાવનિદ્રા ૦ અનિદ્રાનાં કારણો શારીરિક પીડા, માનસિક પીડા આધ્યાત્મિક પીડા ૦ દુઃખવાદનું મહત્વ ૦ દર્શનના બે પ્રવાહ ૦ જાગરણનું સૂત્ર દુઃખની ઉત્પત્તિ/અનુભૂતિ ૦ ચિંતા, વિચધ્યાન ૦ જાગરૂક શા માટે બનવું? — —— અસ્તિત્વ અને અહિંસા ૪ ૧૧૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની રાત્રે જાગે છે જીવનની અનેક ક્રિયાઓના ચક્રમાં એક ચક્ર છે ઊંઘવું અને જાગવું. માણસ રાત્રે ઊંઘી જાય છે અને દિવસે જાગે છે. તે દિવસે પણ ઊંઘે છે અને રાત્રે પણ જાગે છે, પરંતુ સામાન્ય રીતે ઊંઘવાનો સમય રાતનો છે અને જાગવાનો સમય દિવસનો છે. ઊંઘવાની અને જાગવાની અલગ અલગ ભૂમિકામાં અલગ અલગ વ્યાખ્યા બની ગઈ. આંખો બંધ થઈ અને માણસ સૂઈ ગયો, આંખો ખૂલી અને માણસ જાગી ગયો – આ વ્યવહારની વ્યાખ્યા છે. અધ્યાત્મની વ્યાખ્યામાં સૂવું અને જાગવું એક વિશેષ અર્થમાં પ્રયોજાય છે. કોઈ વ્યક્તિ એવી છે કે જે ચોવીસે કલાક સૂએ છે અને કોઈ વ્યક્તિ એવી હોય છે કે જે ચોવીસે કલાક જાગે છે. ભગવાન મહાવીરે કહ્યું કે જે અજ્ઞાની છે તે ચોવીસે કલાક સુએ છે. જે મુનિ છે, જે જ્ઞાની છે તે ચોવીસે કલાક જાગે છે. સુપ્ત (સૂતેલા)ની વ્યાખ્યા અજ્ઞાન એટલે સૂવું. જ્ઞાન એટલે જાગવું. અજ્ઞાની સદાય સુએ છે. દિવસે પણ તેને ખબર નથી પડતી કે પ્રકાશ છે અને સૂરજ છે. સૂઈ જવું એ માટે પરમાર્થની ભાષામાં એમ કહેવાય કે જે પ્રમાદી છે તે સદાય સૂતેલો છે. જે અપ્રમત્ત છે તે સદાય જાગતો છે. ભય, વિષય, કષાય, વિકથા- આ બધા પ્રમાદના પ્રકારો છે. જે વ્યક્તિ એમાં લીન રહે છે તે રાત-દિવસ સૂતેલી રહે છે. શરાબી ક્યારેય જાગે છે ? તે નશામાં ડબેલો રહે છે. મદ્યપાન કરનાર પણ હંમેશાં સૂતેલો જ રહે છે. તેની ચેતના અલગ પ્રકારની બની જાય છે. તેની વિચારવાની રીત પણ અલગ પ્રકારની બની જાય છે. તે એમાં જ પોતાની ચેતના ખોઈ બેસે છે. એ જ રીતે જે માણસ વિષયલોલુપ હોય છે, ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત હોય છે તે સતત સૂતેલો રહે છે. તેને દિવસે પણ ઇન્દ્રિયજગતનાં સ્વપ્નો આવ્યા કરે છે. ઇન્દ્રિયજગતથી અલગ સચ્ચાઈઓ જાણવાની તેને તક નથી મળતી. —— અસ્તિત્વ અને અહિંસા , ૧૧૮ Page #120 -------------------------------------------------------------------------- ________________ કષાયી વ્યક્તિ પણ જાગૃત નથી હોતી. તે ક્યારેક ક્રોધમાં હોય છે, તો ક્યારેક લોભ અને કપટભર્યું જીવન જીવે છે. આવા ભાવોમાં જીવનાર વ્યક્તિને જાગૃત કહી ન શકાય. તેને ક્યારેય સત્યની ખબર જ નથી પડતી. અધ્યાત્મની ભાષા જે માણસ વિકથામાં રહે છે તે પણ જાગેલો નથી. જે ક્યારેક કામકથામાં મગ્ન રહે છે, ક્યારેક ભોજનની કથામાં અને ક્યારેક રાજકારણમાં ડૂબેલો રહે છે તે પણ જાગેલો નથી. એનો અર્થ એ છે કે એ વ્યક્તિ સારની વાત નથી કરતી, જે વાતોનું જીવનનિર્માણમાં કશું જ મહત્ત્વ નથી હોતું તેમાં જ ઓતપ્રોત રહે છે. આવો માણસ ક્યારેય જીવનની સચ્ચાઈ સુધી પહોંચી શકતો નથી. અધ્યાત્મની ભાષામાં એવો અનુભવ કરવામાં આવ્યો કે જે સત્ય નથી પામતો તે સૂતેલો છે. જાગેલો એ છે કે જેણે સત્યને જોયું છે, જાયું છે અને સત્ય સાથે જીવન જીવે છે. એક એ વ્યક્તિ પણ સૂતેલી છે કે જે નિદ્રા લે છે પરંતુ તે રાતદિવસ નિદ્રા નથી લેતી. નિદ્રા અને અનિદ્રા બન્ને સાથેસાથે ચાલે છે. પરંતુ જે વ્યક્તિ વિષય, કષાય વગેરે પ્રવૃત્તિઓવાળું જીવન જીવે છે તે ચોવીસે કલાક સૂતેલી રહે છે. તેથી કહેવામાં આવ્યું કે – “સુત્તા અમુણિણો સયા, મુણિણો સયા જાગરતિ” અજ્ઞાની માણસ જાગતો હોવા છતાં સૂતેલો છે, જ્ઞાની માણસ સૂતેલો હોવા છતાં જાગતો છે. જ્ઞાની માણસની આંતરિક ચેતના સદાય જાગરૂક રહે છે. જાગરૂકતાનું નિદર્શન મુનિ માટે એમ કહેવામાં આવ્યું કે - મુનિ નિદ્રા લે તો એણે જાગરૂક નિદ્રા લેવી જોઈએ. સૂતેલો હોવા છતાં તેણે પૂરેપૂરા જાગરૂક બની રહેવું જોઈએ. જાગરૂક એ હોય છે કે જેને કોઈ ખરાબ સ્વપ્ન આવતું ન હોય, ખરાબ કલ્પનાઓ આવતી ન હોય. જાગરૂક વ્યક્તિનું લક્ષણ એ છે કે સ્વપ્નમાં પણ તેને ખરાબ વિચારો ન આવે. જ્યારે મહાસતી સીતાને અગ્નિપરીક્ષા માટે લાવવામાં આવ્યાં ત્યારે અગ્નિકુંડ પાસે ઊભાં રહીને તેમણે કહ્યું કે – મનસિ વીસિ કાયે જાગરે સ્વપ્નમાર્ગે યદિ મમપતિભાવો રાઘવાદન્યપુસિા –– અસ્તિત્વ અને અહિંસા ૧૧૯ - Page #121 -------------------------------------------------------------------------- ________________ તદિક દહ શરીર પાવકે માકેદ, | વિકૃતસુકતભાજાં યેન સાક્ષી ત્વમેવ છે . હે અગ્નિ! જાગૃત કે સ્વપ્નઅવસ્થામાં મન, વચન અને કાયાથી રામ સિવાય અન્ય કોઈ પ્રત્યે પ્રતિભાવ આવ્યો હોય તો તું મને ભસ્મ કરી દેજે. કારણ કે તું મારા વિકૃત અને સુકૃત આચરણનો સાક્ષી છે. આવી વાત કોણ કહી શકે ? જે હંમેશાં જાગરૂક રહેતો હોય, સૂતેલો હોવા છતાં જાગરૂક રહેતો હોય એ જ આવી વાત કહી શકે. શરીરશાસ્ત્રનો અભિમત જાગરણ માટે આંતરિક ચેતનાને જગાડવી અત્યંત આવશ્યક છે. આજના શરીરશાસ્ત્રીઓ બે રસાયણોના આધારે નિદ્રા અને જાગરણની વ્યાખ્યા આપે છે : એક છે સેરાટોનિન અને બીજું છે મેલાટોનિન. જ્યારે સેરોટોનિન બને છે અને તેમાં કોઈ અવરોધ પેદા થાય છે ત્યારે અનિદ્રાની બીમારી શરૂ થઈ જાય છે. જાગવાનું કારણ બને છે મેલાટોનિન રસાયણ.સામાન્ય રીતે પૂર્વ રાત્રિમાં સેરાટોનિન બને છે અને લગભગ ચાર વાગે મેલાટોનિન બને છે. એ વખતે માણસ જાગવાની સ્થિતિમાં આવે છે. આ બે રસાયણો આપણા શરીરની નિદ્રા માટે જવાબદાર ગણવામાં આવે છે. એવી જ રીતે આપણી આંતરિક ચેતનાના જાગરણ માટે પણ કેટલાંક રસાયણો છે. એક મોહનીય કર્મ પેદા કરે છે, એક તેને ઉત્તેજિત કરે છે, એક તેને ઉપશાંત કરે છે. ઉત્તેજિત કરનાર રસાયણ જ્યારે જ્યારે પ્રબળ બને છે ત્યારે ત્યારે માણસ ભાવનિદ્રામાં ચાલ્યો જાય છે. અધ્યાત્મની ભાષામાં આંખો બંધ કરી દેનારી નિદ્રાને દ્રવ્યનિદ્રા કહેવામાં આવે છે અને ચેતનાને સૂવાડી દેનારી નિદ્રાને ભાવનિદ્રા કહેવામાં આવે છે. આંખ ખુલ્લી હોય છે પરંતુ મૂચ્છની એવી ભીંસ આવે છે કે વ્યક્તિને પોતાનું કશું ભાન નથી રહેતું, કર્તવ્ય અને અકર્તવ્યનું કશું જ્ઞાન નથી રહેતું, સઘળું જ્ઞાન ખતમ થઈ જાય છે. અધ્યાત્મમાં આ ભાવનિદ્રા ઉપર વ્યાપક વિચાર કરવામાં આવ્યો, ચેતનાને જાગરૂક રાખવાની વાતને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું. નિદ્રા ન આવવાનું આધ્યાત્મિક કારણ કોઈકના શરીરમાં દર્દ કે પીડા હોય તો તેને નિદ્રા આવતી નથી. દર્દ અને પીડા અનિદ્રાની સ્થિતિ ઉત્પન્ન કરે છે. માનસિક તનાવની – અસ્તિત્વ અને અહિંસા એ ૧૨૦ – Page #122 -------------------------------------------------------------------------- ________________ પણ આવી જ પરિણતિ હોય છે. તનાવમાં વ્યક્તિને નિદ્રા નથી આવતી. માનસિક ચિંતા હોય ત્યારે પણ નિદ્રા નથી આવતી. એ જાગરણ છે, પરંતુ અનિદ્રાની બીમારીનું પરિણામ છે. પ્રશ્ન એ ઉભવે છે કે શું અધ્યાત્મમાં પણ આવી કોઈ પીડા હોય છે, કે જે માણસને ચોવીસે કલાક જાગૃત રાખી શકે ? જ્યારે મનમાં આવી બેચેની, આવી પીડા પ્રબળ બને છે – આ સંસાર કેવો છે? અહીં માત્ર દુઃખ જ દુઃખ છે. જન્મનું દુઃખ છે, મૃત્યુનું દુઃખ છે, રોગ અને ઘડપણનું દુઃખ છે. આ દુઃખમય સંસારમાં જીવ લેશ પામે છે જન્મ દુઃખ જરા દુઃખ, રોગાય મરણાણિ ય, અહો દુઃખો હુ સંસારો જન્ચ કીસંતિ જજોવો. જ્યારે આ દુઃખની અનુભૂતિ થવા લાગે છે, ત્યારે વ્યક્તિની નિદ્રા ઊડી જાય છે. જ્યાં સુધી આ દુઃખનો અનુભવ નથી થતો, ત્યાં સુધી ચોવીસે કલાક જાગવાની સ્થિતિ બનતી નથી. તેથી અનેક ભારતીય દર્શનોએ દુઃખવાદને મહત્ત્વ આપ્યું. દુઃખવાદ દર્શનના ક્ષેત્રમાં સુખવાદી અને દુઃખવાદી એવા બે પ્રવાહો જોવા મળે છે. - જૈન, બૌદ્ધ અને સાંખ્ય-આ તમામ દુઃખવાદી દર્શન છે. સાંખ્ય દર્શનનું સૂત્ર છે- જ્યારે વ્યક્તિ આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એ ત્રણેય તાપોથી તપ્ત થાય છે ત્યારે તેમાં સમ્યક્દર્શન પ્રગટે છે. જાગવાની સ્થિતિ બેચેનીમાંથી જ પેદા થાય છે. જૈન દર્શનમાં આ જ વાત કહેવામાં આવી – જ્યાં સુધી આ અનુભૂતિ નથી થતી કે આ સંસાર દુઃખબહુલ છે, હું જેને સુખ સમજું છું તે હકીકતમાં દુઃખ છે- ત્યાં સુધી માણસ જાગતો નથી. કદાચ એટલા માટે જ કહેવામાં આવ્યું કે સુખ સાપેક્ષવાદ નથી. જે લોકોમાં જાગવાની ઝંખના પ્રબળ બની, તેમણે દુઃખને નિમંત્રણ પાઠવી દીધું. જાગવા માટે દુઃખ જરૂરી છે. જો કષ્ટ ન હોત તો જગત એવું આંધળું બની ગયું હોત કે તે કોઈની ચિંતા ન કરતું હોત. આજે પણ જે લોકો ધનવાન છે, સત્તાધીશ છે, જો તેમને દુઃખ ન પડતું હોત તો તેઓ કોઈની પરવા ન કરતા હોત, પરંતુ પ્રકૃતિના એ સાર્વભૌમ નિયમનો કોઈ અપવાદ નથી કે પ્રત્યેક દુઃખ સાથે સુખ - અસ્તિત્વ અને અહિંસા ન ૧૨૧ – - - - - - - - - - - - Page #123 -------------------------------------------------------------------------- ________________ જોડાયેલું છે અને પ્રત્યેક સુખ સાથે દુઃખ જોડાયેલું છે. કદાચ આવું એટલા માટે છે કે સંતુલન જળવાઈ રહે. જાગરણનું સૂત્ર સુખ અને દુઃખનું એક દ્વન્દ્ર છે અને તે એક નિયમ સહિત બરાબર ચાલ્યા કરે છે. નિરંતર જાગૃત રહેવા માટે, જ્ઞાની અને જાગરૂક બનવા માટે દુઃખ ઉત્પન્ન થવું, તેની અનુભૂતિ થવી આવશ્યક છે. જાગરણનું એક સૂત્ર છે – જે કોઈ વેદના થઈ રહી છે, તેનો અનુભવ કરતા રહેવું. જાગરણનું બીજું સૂત્ર છે – ચિંતા. અધ્યાત્મની દિશામાં પણ એવી કોઈ ચિંતા હોવી જોઈએ કે જે નિદ્રા ન આવવા દે. અધ્યાત્મ પાસે નિદ્રા ઉડાડવાનું જે સૂત્ર છે, એ છે ચિંતન – વિચય-ધ્યાન. જે માણસ વિચય નથી કરતો, વિચારતો નથી, તે જાગી નથી શકતો. જે જાગવા ઇચ્છે છે, તેણે ચિંતનની મદદ લેવી પડશે. નિદ્રા અને જાગરણની ચર્ચામાં એક પ્રશ્ન પેદા થાય છે – આપણે જાગરૂક શા માટે બનવું ? મહાવીરે કહ્યું કે લોયંસિ જાણ અહિયાય દુઃખ – આ જે નિદ્રા છે, અજ્ઞાન છે તે અહિત માટે છે. જો આપણે હિત પામવું હોય તો જાગવું પડશે, જાગવાનો પ્રયત્ન કરવો પડશે. પોતાનું હિત અને જાગરૂકતા એ બંને પરસ્પર સાથે જોડાયેલાં છે, આ સચ્ચાઈ જાણીને જ આપણે જાગૃતિનું જીવન જીવી શકીશું. - અસ્તિત્વ અને અહિંસા ૧૨૨ – Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧ હાલ સંકલિકા તષ્ઠા તિવિજો પરમંતિ નચ્ચા સમ્મરદંસી ણ કરે પાવું. (આયારો ૩/૨૮). ૦ સફળતાનું સૂત્ર ૦ જીવનની વિસંગતિ ૦ ત્રણ વિદ્યાઓ પૂર્વજન્મનું જ્ઞાન જન્મ-મરણના રહસ્યનું જ્ઞાન ચિત્ત-મળના ક્ષયનું જ્ઞાન ૦ પરમ છે – આત્મા પરમાત્મા પારિણામિક ભાવ ૦ માનવી માને છે અદ્રષ્ટને, ભોગવે છે દ્રષ્ટને ૦ પાપનું કારણ ૦ કલમઃ કદમ ૦ સંયમનું મૂળ રૂપ ૦ જુદી છે જોવાની અને વાંચવાની શક્તિ ૦ દર્શનની સ્થિતિ ૦ સમત્વને જીવ્યા વગર સમત્વનું દર્શન નથી. 0 એકામ્ય સાધીએ ૦માણસ પોપટ નથી ૦ સમત્વનો પાઠ નહિ, તેનું દર્શન કરીએ – અસ્તિત્વ અને અહિંસા ક ૧૨૩ – Page #125 -------------------------------------------------------------------------- ________________ એ પાપ શી રીતે કરશે ? ધર્મનો એક મહાપ્રશ્ન છે, જીવનની સફળતાનું એક મહાન સૂત્ર છે - માનવી પાપ ન કરે, પાપથી દૂર રહે. પાપ શબ્દ શુષ્ક, કડવો અને કાંટાની જેમ ડંખનારો શબ્દ છે. કોઈ માણસ પાપી બનવાનું ઇચ્છતો નથી. પાપ કરનાર પણ પોતાને પાપી કહેવડાવવાનું ઇચ્છતો નથી. ધર્મના ક્ષેત્રમાં આ શબ્દ જેટલો નિંદનીય અને અવાંછનીય છે, એટલો બીજો કોઈ શબ્દ નથી. વિકટ પ્રશ્ન મુશ્કેલી એ છે કે માણસ પાપ નથી ઇચ્છતો, તેનું ફળ નથી ઇચ્છતો છતાં તે પાપ કરે છે. ફલ પાપસ્ય નચ્છન્તિ, પાપ કુર્વત્તિ માનવાઃ | ફલ ઘર્મસ્ય વાચ્છતિ, ન ધર્મ વિહિતાદરાઃ | માણસ પુણ્યનું ફળ ઇચ્છે છે, પરંતુ પુણ્ય નથી કરતો. પાપનું ફળ નથી ઇચ્છતો છતાં પાપ તો કરતો જ રહે છે. એક વિકટ પ્રશ્ન છે કે પાપ કોણ નથી કરતું ? પાપને શી રીતે છોડી શકાય ? આ પ્રશ્નનો ઉત્તર ભગવાન મહાવીરે આપ્યો – જે ત્રિવિદ્યા છે, જે પરમ જ્ઞાની અને પરમ દર્શી છે, જે સમત્વદર્શી છે, તે માણસ પાપ નથી કરતો. આ ત્રણ ગુણોનો વિકાસ થયા પછી માણસ પાપથી બચે છે. ત્રિવિદ્ય કોણ? ત્રિવિદ્ય એ છે કે જે ત્રણે વિદ્યાઓને જાણતો હોય. ત્રણ વિદ્યાઓ આ પ્રમાણે છે – ૦ પૂર્વજન્મનું જ્ઞાન ૦ જન્મ અને મરણના રહસ્યનું જ્ઞાન – અસ્તિત્વ અને અહિંસા - ૧૨૪ – Page #126 -------------------------------------------------------------------------- ________________ ૦ ચિત્તમળના ક્ષયનું જ્ઞાન ચિત્ત ઉપર મળ કેવી રીતે જામે છે અને તેનો ક્ષય કેવી રીતે થાય છે તેનું જ્ઞાન. - જે આ ત્રણ વિદ્યાઓને જાણી લે છે, તે પાપ નથી કરી શકતો. જ્યારે જ્યારે પૂર્વજન્મની સ્મૃતિ થાય છે, ત્યારે ત્યારે માનવીના જીવનનો પ્રવાહ બદલાઈ જાય છે. જૈન આગમ સાહિત્યમાં એવા અનેક પ્રસંગો મળે છે. મેઘકુમારનું જીવન જોઈએ. મૃગાપુત્રનું જીવન વાંચીએ. તેમને પૂર્વજન્મની સ્મૃતિ થઈ અને તેમના જીવનનો પ્રવાહ બદલાઈ ગયો. પાપનું કારણ જે વ્યક્તિ પરમને જુએ છે, જાણે છે તે પાપ નથી કરતી. જ્યાં સુધી વ્યક્તિ અપરમને જુએ છે, નાનાને જુએ છે ત્યાં સુધી તે પાપ કરે છે. જ્યારે પરમનો સાક્ષાત્કાર થાય છે, આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે ત્યારે વ્યક્તિ પાપ નથી કરી શકતી. પરમ છે આત્મા, પરમ છે પરમાત્મા. ગીતામાં કહેવામાં આવ્યું કે પરં દવા નિવર્તતે-વ્યક્તિ પરમને જોઈને પાપથી નિવૃત્ત થઈ જાય છે. પરમનો એક અર્થ છે - પારિામિક ભાવ. જે પારિણામિક ભાવનો અનુભવ કરે છે, તે પાપ નથી કરતો. પાપનું કારણ છે ઔયિકભાવ-મોહ, જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો ઉદય. જ્યારે વ્યક્તિ ઔયિક ભાવાવસ્થામાં જીવે છે, ત્યારે પાપની સ્થિતિ પેદા થાય છે. જ્યારે વ્યક્તિ પારિણામિક સ્થિતિમાં પહોંચી જાય છે, શુદ્ધ આત્માની અનુભૂતિમાં પહોંચી જાય છે ત્યારે પાપની વાત સમાપ્ત થઈ જાય છે. દૃષ્ટ : અદૃષ્ટ આપણી સમક્ષ બે પ્રકારનાં તત્ત્વો છે ઃ દૃષ્ટ અને અદૃષ્ટ. આપણી સમગ્ર શક્તિ દૃષ્ટમાં ઓતપ્રોત છે. આત્મા અદૃષ્ટ છે. માણસ કેવો વિચિત્ર છે ! જે અદૃષ્ટ છે, તેને માનીને ચાલે છે અને જે દૃષ્ટ છે તેને ભોગવે છે. જ્યાં સુધી અટષ્ટ દૃષ્ટ નથી બની જતું, અદૃષ્ટ આત્માનો સાક્ષાત્કાર નથી થઈ જતો, ત્યાં સુધી પાપ પ્રત્યે મનમાં જેટલી ગ્લાનિ થવી જોઈએ એટલી થતી નથી. માનવીનું ધ્યાન બીજી દિશામાં અટવાયેલું રહે છે. માનવી મૂળ વાતને પકડીને પોતાની ભૂલને સુધારી નથી શકતો. જે દિવસે અદૃષ્ટનો સાક્ષાત્કાર થઈ જશે તે દિવસે તમામ ભૂલો એક અસ્તિત્વ અને અહિંસા – ૧૨૫ - Page #127 -------------------------------------------------------------------------- ________________ સાથે દૂર થઈ જશે. ખોટા અને સાચા વચ્ચે ખાસ તફાવત નથી હોતો. એક કોમા, એક બિંદુ, એક માત્રા બદલાઈ જાય છે અને જે ખોટું હોય છે તે સાચું થઈ જાય છે તથા જે સાચું હોય છે તે ખોટું થઈ જાય છે. જ્યાં સુધી વ્યક્તિ અદૃષ્ટને નથી જાણી લેતી ત્યાં સુધી ભૂલો યથાવત્ રહે છે, એની દૃષ્ટિની ભ્રાંતિ દૂર થતી નથી. જે નજર સામે દેખાય છે તેને જ વ્યક્તિ સર્વસ્વ સમજી લે છે, તેમાં જ અટવાયેલી રહે છે. જેવી દિશા બદલાઈ, અદૃષ્ટ દેખાયું કે તરત જ સઘળી પરિસ્થિતિ બદલાઈ જશે, પાપ પ્રત્યે કોઈ સંત નહિ રહે કલમ અને કદમ એક બને ત્રીજી વાત છે સમત્વદર્શન. પાપ કરવાની મોટા ભાગની પ્રવૃત્તિ વિષમતાના કારણે થતી હોય છે. ‘તમામ જીવોને પોતાના આત્મા સમાન સમજો, ષડૂજીવનિકાયને પોતાના સમાન સમજો.” – આપણે આ વાત વાંચતા રહ્યા છીએ, પરંતુ તેને વ્યવહારમાં ઉતારતા નથી.કલમ અને કદમ બન્ને સાથે સાથે ચાલતાં નથી. જો એ બન્ને સાથે સાથે ચાલતાં હોત તો માત્ર દિવસ જ દિવસ હોત, રાતનો પ્રશ્ન જ ન હોત. ભગવાન મહાવીરની વાણીમાં સંયમનું જે મૂળ રૂપ છે, તે યથાખ્યાત ચારિત્ર છે.બાકીના બધા પડાવ છે. સામાયિક ચારિત્ર એક પડાવ છે, છેદોપસ્થાપનીય ચારિત્ર એક પડાવ છે. મૂળ છે યથાખ્યાત ચારિત્ર, જ્યાં કલમ અને કદમ બે અલગ નથી રહેતાં, એક જ બની જાય છે. સમત્વદર્શી બનો તમામ જીવ સમાન છે, એ વાત વારંવાર કહેવામાં આવે છે. ભગવાન મહાવીરે કહ્યું – સમત્વપાઠી નહીં, સમત્વદર્શી બનો. આચારાંગ સૂત્રમાં વાંચવાની વાતને નર્ટી, જોવાની વાતને મહત્ત્વ આપવામાં આવ્યું છે. વાંચવું અને જોવું એ બન્ને અલગ વાત છે, એક નથી. આચારાંગ સૂત્રમાં વારંવાર આવો ઉલ્લેખ મળે છે – પશ્ય ! પશ્ય ! જુઓ ! જુઓ ! આપણી આંખ ખુલ્લી હોવા છતાં દેખાતું નથી. જોવા અને વાંચવાની શક્તિ તદ્દન અલગ અલગ છે. આપણાં મસ્તિષ્કમાં અબજો કોશિકાઓ છે, તે તમામ અલગ અલગ કામ કરે છે તેથી દશક્તિ – જોવાની શક્તિને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું - જોવાનું શીખો, સમત્વદર્શી બનો. - અસ્તિત્વ અને અહિંસા કે ૧૨૬ – Page #128 -------------------------------------------------------------------------- ________________ વિષમતાનું લક્ષણ મહાભારતનો એક શ્લોક છે – યોન્યથા સન્તમાત્માનમન્યથા પ્રતિપદ્યતે | કિં તેન ન કૃતં પાપં, ચોરણાત્માપહારિણા / જે જેવો હોય છે તેવો પોતાને બતાવતો નથી, બીજા જ પ્રકારનો બતાવે છે. એવી જ રીતે પોતાના આત્માનું અપહરણ કરનાર ચોરે કર્યું પાપ નથી કર્યું? આપણે જેવા હોઈએ એવા જ આપણને બતાવવા જોઈએ. જે હોય તે ન બતાવવું અને જે ન હોય તે બતાવવું એ વિષમતાનું લક્ષણ છે. સમતાને ન જોવી અને વિષમતાને જોવી એ સૌથી મોટું પાપ છે. જ્યાં સમત્વદર્શિતા નથી આવતી ત્યાં કેટલાં બધાં પાપ થતાં રહે છે ! જો તમામ જીવો પ્રત્યે સમાનતાની અનુભૂતિ નહિ હોય, બીજાં પ્રાણીઓને કષ્ટ આપતી વખતે પોતાને કષ્ટની અનુભૂતિ ન થતી હોય તો વ્યક્તિ પાપથી બચી શકતી નથી. જ્યારે વ્યક્તિ સમત્વની અનુભૂતિ કરી લે છે ત્યારે તે પાપ વિશે વિચારી પણ નથી શકતી. દર્શનની સ્થિતિ દર્શન એટલે સાક્ષાત્કાર, અનુભૂતિ. જ્યારે એકાગ્રતાનું બિંદુ અત્યંત ગહન બની જાય છે ત્યારે દર્શન, અનુભૂતિ અને સાક્ષાત્કારની વાત બને છે. જ્યાં સુધી મન ચંચળ હશે ત્યાં સુધી દર્શન નહિ થાય. જ્યારે દર્શન અને સાક્ષાત્કાર થાય છે ત્યારે અનુભૂતિમાં તાદામ્ય થઈ જાય છે, દ્વિત રહેતું નથી. અદ્વૈત થવું, તાદાભ્યની અનુભૂતિ થવી એ મહત્ત્વપૂર્ણ ઘટના છે. એવી પરિસ્થિતિમાં સમરસતા પ્રગટ થશે, ધ્યાતા અને ધ્યેય – એ બંન્નેમાં એકાગ્રતા આવશે. આ છે દર્શનની સ્થિતિ. અધૂરા મન વડે કોઈ કામ થતું નથી. એ જ ચિત્રકાર મરઘીનું જીવંત ચિત્ર બનાવી શકે છે કે જેણે મરઘી સાથે એકામ્ય સાધ્યું હોય. મરઘી સાથે તાદામ્ય કેળવ્યા વગર જીવંત મરઘીનું ચિત્ર રચી શકાતું નથી. સમત્વનું જીવન જીવ્યા વગર કોઈ વ્યક્તિ સમત્વદર્શી બની નથી શકતી. સમત્વનો પાઠ (ટણ) નહિ, દર્શન કરીએ સમત્વદર્શી અને સમત્વપાઠી એ બંને શબ્દો મહત્ત્વપૂર્ણ છે. પોપટ – અસ્તિત્વ અને અહિંસાને ૧૨૭ – Page #129 -------------------------------------------------------------------------- ________________ રટણ કરે છે પરંતુ માણસ પોપટ નથી, એણે સમત્વનું રટણ નહિ, સમત્વનું દર્શન કરવું જોઈએ. મહાવીરે કહ્યું કે જે વ્યક્તિ સમત્વનું દર્શન કે અનુભૂતિ કરી લે છે, તે સમત્વનું રટણ કરતી નથી. જ્યારે દર્શન અને અનુભૂતિની ક્ષણ પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે સમગ્ર પરિસ્થિતિ બદલાઈ જાય છે. આપણે ત્રિવિદ્ય, પરમદર્શી અને સમત્વદર્શી એ ત્રણેય તત્ત્વોને સમજવાનો, તેમનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરીએ. આ તત્ત્વોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ પાપકર્મથી બચવાનો પ્રયાસ કરતી રહેશે અને એક દિવસ એવી કક્ષાએ પહોંચી જશે કે જ્યાં પાપ વિશે વિચારવાનો કોઈ અવકાશ પણ નહિ રહે. અસ્તિત્વ અને અહિંસા ન ૧૨૮ - Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : 9. S સંકલિકા ણાતીતમષ્ઠ ણ ય આગમિસ્ય, અä નિયøતિ તાગયા ! વિધૂતકપે એયાણુપસ્સી, સિમ્ફોસઈત્તા ખવગે મહેસી / કા અરઈ? કે આણદે, એન્જપિ અગતે ચરે છે. સવ્વ હાસં પરિચ્ચ%, આલીeગુનો પરિવ્યુએ (આયારો ૩/૬૦-૬૧) અહે વ્હાણે ચઉન્વિટે પણેજે... (ઠાણ ૪/૬૧) ૦ સંયોગ-વિયોગનું ચક્ર 0 સુખ-દુઃખની અસ્વીકૃતિ 0 જે પકડે છે, તે દુઃખી થાય છે 0 આપણે પકડથી અજાણ છીએ 0 માનસિક તનાવનું કારણ છે પકડ ૦ પ્રશ્ન છે આદતનો ૦ સમસ્યા છે ગ્રહણ ૦ અગ્રહણની આદત કેળવીએ ૦ અગ્રહણની સાધનાપદ્ધતિ ગ્રહણ કરીએ, કાઢી દઈએ કલ્પનાનું ભેદન કરીએ વર્તમાનની અનુપશ્યના કરીએ 0 ઉદાહરણની ભાષા શ્વાસ: નિઃશ્વાસ અર્જન: વિસર્જન આહારઃ નીહાર ગ્રહણઃ રેચન ૦ આર્તધ્યાન: માનસિક તનાવ – અસ્તિત્વ અને અહિંસા ૧૨૯ ----- ક, ૨ - - - - Page #131 -------------------------------------------------------------------------- ________________ શું અરતિ ? શું આનંદ ? આ જગત દ્ધાત્મક છે. એકલું કશું જ નથી. સઘળું યુગલમાં છે. એક યુગલ છે સુખ અને દુઃખનું. માણસ સુખ ઝંખે છે, પરંતુ શું એવી કોઈ વ્યક્તિ હશે કે જેને દુઃખ ન મળે ? સમસ્યા એ છે કે જીવવું કઈ રીતે ? ચતુષ્પદી શરીર અને મનને દુઃખ અનુકૂળ નથી લાગતું દુઃખને કોઈ ઇચ્છતું નથી, છતાં તે આવી પડે છે. જ્યાં સંયોગ અને વિયોગનો નિયમ છે ત્યાં તેની સાથે સુખ અને દુઃખનો પણ એક નિયમ છે. સંયોગ અને વિયોગ ન હોય તો સુખ અને દુઃખ પણ ન હોઈ શકે. જે સંયોગાતીત બની જાય તેના માટે પછી સુખ કે દુઃખ કશું રહેતું નથી. જે સંયોગોમાં રમે છે, સંબંધોનું જીવન જીવે છે તેને માટે સુખ અને દુઃખ બંને હોવાં અનિવાર્ય છે. આર્તધ્યાનના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે – પ્રિયનો સંયોગ થવાથી સુખ મળે છે. અપ્રિયનો સંયોગ થવાથી દુઃખ મળે છે. અપ્રિયનો વિયોગ થવાથી સુખ મળે છે. પ્રિયનો વિયોગ થવાથી દુઃખ મળે છે. સમસ્યા છે પકડની આ ચતુષ્પદીમાં આપણી તમામ માનસિકતા સમાયેલી છે. આ એક એવો અનુબંધ છે કે જેના વમળમાં સમગ્ર જગત નિમગ્ન કરે છે. આપણે એવી કલ્પના શી રીતે કરી શકીએ કે દુઃખ ન મળે ? લગ્ન થયાં, એટલે એક સંયોગ બની ગયો. બે-ચાર મહિના વીતી ગયા અને પતિનું અવસાન થયું. સંયોગ વિયોગમાં બદલાઈ ગયો. સંયોગથી સુખ મળ્યું અને વિયોગથી દુઃખ મળ્યું. થોડાક દિવસનું સુખ જીવનભરના દુઃખમાં પરિવર્તિત થઈ ગયું. આવી ઘટનાઓ ઘટતી રહે છે. જ્યાં સંયોગ અને અસ્તિત્વ અને અહિંસા ૧૩૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ વિયોગ-બંન્ને સ્વીકૃત બનેલાં હશે ત્યાં સુખ અને દુઃખ કેમ નહિ હોય ? સુખ અને દુઃખથી એ જ વ્યક્તિ બચી શકે છે કે જે સંયોગ અને વિયોગની પકડથી બચે છે. આ તમામ સંદર્ભમાં ભગવાન મહાવીરે કહ્યું કે સાધક માટે વળી અરતિ શું અને આનંદ શું? સાધકે તેમનો સ્વીકાર ન કરવો જોઈએ. જો વ્યક્તિ અરતિને ગ્રહણ કરશે તો દુઃખ થશે. જો તેનું ગ્રહણ નહિ કરે તો તે આવીને ચાલી જશે. સુખ અને આનંદ આવે તો એને પણ ના પકડો, એને પણ ગ્રહણ ના કરો. જો સુખને પકડીને જીવવા ઇચ્છતા હો તો દુઃખથી વળી ડરવાનું કેવું? જો પકડવાની આદત પડી જશે તો સુખની સાથે સાથે દુખને પણ પકડી લેશો. જેવી રીતે સુખ પકડમાં આવશે, એવી જ રીતે દુઃખ પણ પકડમાં આવશે. આપણે આપણી આદતો ધોબી જેવી બનાવીએ કે જેથી સુખ અને દુઃખને પકડવાની આદત બદલાઈ જાય. ધોબીનું કામ એક બ્રાહ્મણ કોઈ એક અજાણ્યા ગામમાં પહોંચી ગયો. એણે એક વ્યક્તિને પૂછયું કે આ નગરમાં મોટો માણસ કોણ છે ? વ્યક્તિએ ઉત્તર આપ્યો – તાડનું વૃક્ષ. બ્રાહ્મણે બીજો પ્રશ્ન પૂછ્યો – દાતા કોણ છે ? દાતા છે ધોબી. તે સવારે કપડાં લઈ જાય છે અને સાંજે પાછાં આપી જાય છે. નિપૂણ અને ચતુર કોણ છે ? બીજા લોકોનું ધન પડાવી લેવામાં સૌ કોઈ નિપૂણ અને ચતુર છે. તમે આવા નગરમાં કેમ રહો છો ? લીમડાનો કીડો લીમડાને છોડીને ક્યાં જાય ? આ સાંભળીને બ્રાહ્મણ સ્તબ્ધ બની ગયો. વિપ્રાસ્મિનું નગરે મહાન વસતિ કઃ તાદ્રુમાણાં ગણઃ | કો દાતા રજકો દદાતિ વસનં પ્રાતગૃહીત્વા નિશિ / કો દક્ષઃ પરકીયવિહરણે સર્વેડપિ પૌરાઃ જનાઃ, – કિં જીવસિ ભો સખે ! કૃમિકુલન્યાયેન જીવામ્યહમ્ // દુઃખનું કારણ છે પકડી ધોબી સવારે કપડાં લઈ જાય છે અને સાંજે પાછાં આપી જાય છે. -- — અસ્તિત્વ અને અહિંસા ત ૧૩૧ – Page #133 -------------------------------------------------------------------------- ________________ આપણે પણ એવી જ આદત કેળવીએ. સુખ અને દુઃખ આવે તો એમને પકડીએ નહિ, ગ્રહણ કરીએ નહિ. એવું કરનાર વ્યક્તિ સુખી થઈ શકે છે પરંતુ જે વ્યક્તિ એમને રાખવાનું જાણે છે, પકડવાનું જાણે છે, જે આવે તેને ભોગવી લે છે તેના માટે દુઃખી થવું અનિવાર્ય છે. મહાવીરે કહ્યું કે દુઃખને પણ ન પકડો, આનંદ અને સુખને પણ ન પકડો. જે સુખ અને શાંતિથી જીવવા ઇચ્છે છે તે સૌને માટે આ ખૂબ કામની વાત છે. માત્ર કામમાં લેવું અને જોવું એ મોટા દુઃખનું કારણ નથી બનતું, પરંતુ જ્યાં બંધન અને પકડ બની જાય છે ત્યાં દુઃખ થાય છે. જે કાંઈ સામે આવે છે તેને વ્યક્તિ પકડી લે છે. તે એમ નથી વિચારતી કે એનું પરિણામ કેવું આવશે ? સમસ્યા એ પણ છે કે તે પકડતો જ રહે છે પરંતુ પોતાની પકડથી અજાણ છે. માનસિક તનાવનું કારણ એક સંન્યાસીએ રાજા જનકને કહ્યું મહારાજ ! મારી વાસના છૂટતી નથી. જનક રાજાએ એક થાંભલો પકડી લીધો અને બૂમો મારવા લાગ્યા કે આ થાંભલાએ મને પકડી લીધો છે. સંન્યાસી હસી પડ્યો. તે બોલ્યો, મહારાજ ! આપ તો આત્મજ્ઞાની છો, આપનું આ કેવું આત્મજ્ઞાન ? શું થાંભલો કદી કોઈને પકડે ખરો ? આપે પોતે જ થાંભલાને પકડ્યો છે ! જનક બોલ્યા માત્ર મારી વાત ઉપર જ હસી રહ્યા છો કે તમારી પોતાની વાત ઉપર પણ હસવાનું શીખ્યા છો ? વાસનાએ તમને પકડ્યા છે કે તમે વાસનાને પકડી છે ? સંન્યાસીને બોધપાઠ મળી ગયો. આ સચ્ચાઈ આપણી આંખોની સામે હોવા છતાં એવો સઘન અંધકાર છવાયેલો છે કે આપણે તેને જોઈ શકતા નથી. જો અગ્રહણની વાત સમજાઈ જાય, પકડને મજબૂત ન બનાવીએ તો સુખનું રહસ્ય પ્રામ થઈ જાય. જેટલો માનસિક તનાવ છે, તે પકડના કારણે છે. માનસિક તનાવ માત્ર આજની બીમારી નથી. પકડવાની આદત તો પ્રાચીન કાળથી ચાલી રહી છે. જો પકડ ન હોય તો ગ્રંથિ ન બને. કોઈપણ વાત હોય, વ્યક્તિ એને પકડી લે છે. વારંવાર એ જ વાત ઉપર ચિંતન કર્યા કરે છે. પરિણામે ગ્રંથિ બની જાય છે. તે એમ વિચારે છે કે અમુક વ્યક્તિએ મને દુષ્ટ અને બેવકૂફ કહ્યો છે, હું એનો બદલો લઈને જ રહીશ. મનમાં એક પ્રબળ ગાંઠ બની જાય છે. એ ગાંઠ ખૂલતી નથી પરંતુ વધુ ને વધુ પ્રબળ અસ્તિત્વ અને અહિંસા – ૧૩૨ - - Page #134 -------------------------------------------------------------------------- ________________ બનતી જાય છે. દુષ્ટ અને બેવકૂફ કહેનાર વ્યક્તિ મૃત્યુ પામે તો પણ એ ગાંઠ એના મનમાંથી નીકળતી નથી. આ પકડની સમસ્યા છે. અગ્રહી બનો મહાવીરે હ્યું કે અગ્રહી બનો. ગ્રહણશીલ બનવું પણ સારું છે, પરંતુ દરેક બાબતમાં ગ્રહણશીલ બનવું સારું નથી. માણસ એમ વિચારે છે કે દુઃખનું અગ્રહણ કરવું જોઈએ, પરંતુ સુખનું અગ્રહણ શા માટે કરવું ? જો સુખનું ગ્રહણ ન કરીએ તો પછી જગતમાં જીવવાનો અર્થ જ શો રહે ? તે એમ નથી વિચારતો કે જો સુખને પકડવાની આદત પ્રબળ બની જશે તો શું તે એક જ જગાએ કામમાં આવશે ? જે સાધન ઓપરેશન કરવાના કામમાં આવે છે શું તે બીજા કામમાં ન આવી શકે ? બૌદ્ધ ભિક્ષુ બાવળનાં મોટાં મોટાં દાતણ રાખતા હતા. એક દિવસ બે ભિક્ષુઓ વચ્ચે ઝઘડો થઈ ગયો. એમણે એકબીજા ઉપર દાતણનો પ્રયોગ કરી દીધો. એ વાત બુદ્ધ સુધી પહોંચી. બુદ્ધ એક નવું વિધાન બનાવવું પડ્યું – કોઈપણ ભિક્ષુએ એક વેંત કરતાં મોટું દાતણ રાખવું નહિ. દાતણનો નિયમ બનાવી શકાય, પરંતુ હાથ ઉપાડવાનો નિયમ બનાવી નથી શકાતો. હાથ સૌની પાસે હોય છે. તેને નિયમથી શી રીતે બાંધી શકાય ? જ્યારે આપણી આદત ગ્રહણ કરવાની બની જાય છે, ત્યારે ગમે તે ચીજનો ઉપયોગ થઈ શકે છે. આપણે સારી વાતને ગ્રહણ કરીશું તો ખરાબ વાતને પણ રોકી નહિ શકીએ. સુખને ગ્રહણ કરવાની આદત હશે તો દુઃખને ગ્રહણ કરવાની આદત પણ પડી જશે. પ્પણ સાથે જોડાયેલી છે સમસ્યા માનસિક તનાવથી મુક્ત રહેવાનો મહત્ત્વપૂર્ણ ઉપાય છે - અગ્રહણની આદત કેળવવી, અગ્રહણનો અભ્યાસ કરવો. અધ્યાત્મની આ બહુ ઊંચી વાત છે, પરંતુ એનાથી વ્યવહાર નથી ચાલી શકતો. વ્યવહારમાં ગ્રહણ કરવું પડે છે. વ્યક્તિ વિચારે છે કે જે સામે આવે તેને ગ્રહણ ન કરીએ, એવું શી રીતે શક્ય બને ? પરંતુ તે ક્યારેય એ નથી જોતો કે ગ્રહણ કરવામાં કેટલી બધી સમસ્યાઓ છે ! માણસ આંખો વડે જુએ છે અને સામેના પદાર્થને પકડી લે છે. જગતમાં અનેક લોકો છે, સ્ત્રીઓ છે, પદાર્થો છે – જો માણસ એ --––– અસ્તિત્વ અને અહિંસા કે ૧૩૩ – Page #135 -------------------------------------------------------------------------- ________________ બધાંને જોતો જ રહે, પકડતો જ રહે તો આંખોની કેવી હાલત થશે ? મનની કેવી હાલત થશે ? માનવી એ બધું જોતાં જોતાં પાગલ નહિ બની જાય શું? તે જોતાં જોતાં અંદરથી દુઃખી બની જાય છે. એકાદ-બે સાથે જોડાનાર પણ દુઃખ ભોગવે છે તો હજારો સાથે જોડાનાર શું તનાવથી ઘેરાઈ જતો નથી? તે એટલું બધું તનાવયુક્ત જીવન જીવશે કે જીવનમાં કશું જ કરી નહિ શકે. રેચન કરવાનું શીખીએ ગ્રહણ ન કરો – એ મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે, પરંતુ તે સૌ કોઈ માટે શક્ય નથી બનતો. ગ્રહણની મર્યાદા રાખો – એવો સિદ્ધાંત સૌ કોઈ માટે શક્ય બની શકે છે. આપણે અગ્રહણની વાત સુધી પહોંચી શકતા નથી, એના માટે ક્રમશઃ અભ્યાસ કરવો પડે છે. આપણે ગ્રહણ કરવાની આદતને નબળી પાડીએ, નબળી પાડતા જ રહીએ તો એક દિવસ આપણે અગ્રહણની સ્થિતિમાં પહોંચી જઈશું. અભ્યાસનું પ્રથમ સૂત્ર છે - છોડવાની આદત કેળવીએ, રેચન કરવાનું શીખીએ. ગ્રહણ કરીએ અને કાઢી દઈએ. શ્વાસની પ્રક્રિયા એનું એક ઉદાહરણ છે. જો શ્વાસ માત્ર લીધા જ કરવામાં આવ્યો હોત, તેને બહાર કાઢવામાં ન આવતો હોત તો માણસ જીવી જ ન શક્યો હોત. એ નિશ્ચિત નિયમ છે – શ્વાસ લેવાની સાથે તેને છોડવો જરૂરી છે. એ જ નિયમ ભોજનનો પણ છે. માણસ ભોજન કરતો જ રહે, કરતો જ રહે અને તેનો ઉત્સર્ગ ન કરે તો તે ક્યાં સુધી જીવી શકે ? અર્જનની સાથે વિસર્જનનો સંબંધ છે. વ્યક્તિ માત્ર અર્જન કરતી રહે અને વિસર્જન ન કરે, સંગ્રહની મર્યાદા ન રાખે તો એ તનાવથી ઘેરાઈ જશે. આપણી સમક્ષ આ ત્રણ નિયમો છે. શ્વાસ અને નિઃશ્વાસનો, આહાર અને નીહારનો તથા અર્જન અને વિસર્જનનો. એવી જ રીતે ગ્રહણ અને રેચનનો પણ એક નિયમ છે. આપણા ભીતરમાં એવી શક્તિ જાગવી જોઈએ કે દુઃખ આવે તો એનું ગ્રહણ કરીએ અને પછી તેનું રેચન કરી દઈએ. સુખ આવે તો એનું પણ ગ્રહણ કરીએ અને પછી એનું રેચન કરી દઈએ. આપણે કોઈપણ ચીજને પકડી ન રાખીએ. છોડવાની આ પ્રક્રિયા ભગવાન મહાવીરના અગ્રહણ સિદ્ધાંતનું મહત્ત્વપૂર્ણ સૂત્ર બની શકે છે. --——— અસ્તિત્વ અને અહિંસા ક ૧૩૪ - - - - - - - Page #136 -------------------------------------------------------------------------- ________________ સર્વોત્તમ સમાધાન અભ્યાસનું એક સૂત્ર છે – કલ્પનાઓનું ભેદન. આચારાંગનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે – બિધૂતકપે – કલ્પનાનું ભેદન કરો, કલ્પનાઓનું જીવન ન જીવો, વ્યર્થ કલ્પનાઓ ન કરો. દુઃખ અને માનસિક તનાવ કલ્પનાના આધારે પોષાય છે. કલ્પનાથી મુક્ત થવાનું સૂત્ર છે – વર્તમાનની અનુપશ્યના, વર્તમાનનું દર્શન. વર્તમાનને જોનાર વ્યક્તિ અગ્રહણનું જીવન જીવી શકે છે. જો વર્તમાનને છોડીને વ્યક્તિ ભૂતકાળની સ્મૃતિમાં અટવાઈ જાય, ભવિષ્યની કલ્પનાઓમાં ખોવાઈ જાય તો તે સુખ દુઃખના ચક્રથી ક્યારેય મુક્ત ન થઈ શકે. સુખ કે દુઃખની ક્યારેક કોઈ ઘટના ઘટી જાય છે. વ્યક્તિ એ ઘટનાની સ્મૃતિથી દયનીય બની જાય છે, પાગલ બની જાય છે. સ્મૃતિ અને કલ્પનાથી બચનાર વ્યક્તિ જ અગ્રહણની દિશામાં આગેકૂચ કરી શકે છે. - જો આપણે ગ્રહણ ન કરવાનો અભ્યાસ કરીએ, જે ગ્રહણ થઈ જાય તેનું રેચન કરી દઈએ, તેની ગાંઠ ન બનાવીએ તો આપણે દ્રષ્ટા બની શકીએ છીએ, અરતિ અને આનંદ બંન્નેથી પર થઈ શકીએ છીએ, દુઃખ અને તનાવથી બચી શકીએ છીએ. ધર્મનો શબ્દ છે – આર્તધ્યાન અને આધુનિક શબ્દ છે – માનસિક તનાવ. અગ્રહણને સાધવું, ગ્રહણ ન કરવાનો અભ્યાસ અને ગૃહીતનું રેચન કરવાની વૃત્તિનો વિકાસ – આ સમસ્યાનું સર્વોત્તમ સમાધાન છે. આ ઉપાયને ઉપયોગમાં ન લેનાર આર્તધ્યાન તથા માનસિક તનાવથી બચી શકતો નથી, અરતિ અને આનંદથી આગળ વધી શકતો નથી. -- અસ્તિત્વ અને અહિંસા ૧૩૫ – Page #137 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧ ૮ જે કોદંસી સે માણહંસી... જે તિરિયĒસી સે દુઃખ ંસી । (આયારો ૩/૮૩) છ સે મેહાવી અભિનિટ્ટા કો ં ચ, મારૂં ચ, મારું ચ, દોસ ચા, મો ં ચ, ગળ્યું ચ, જમ્મુ ચ, લોહં ચ, પેદ્ન ચ, મારું ચ, નરગં ચ, તિરિયં ચ, દુહ્યં ચ । (આયારો ૭/૮૪) ૭ દુઃખ ઃ ચાર પ્રકાર સહજ- ભૂખ, તરસ વગેરે દ્વારા થતું દુઃખ નૈમિત્તિક - ઠંડી, ગરમી વગેરે દ્વારા થતું દુઃખ - દેહજ – રોગ વગેરે દ્વારા થતું દુઃખ માનસિક સંયોગ-વિયોગ દ્વારા થતું દુઃખ લૌકિક માણસની પહોંચ ૦ પહોંચ આત્મવિદ્ની ૦ દુ:ખનું એક ચક્ર --- જન્મ, રોગ, ઘડપણ અને મૃત્યુ ૭ ચિકિત્સા લક્ષણની નહિ. લક્ષ્યની રોગની નહિ, રોગીની ૦ શરીર-કેન્દ્રિત છે દુઃખની વ્યાખ્યા દુઃખના મૂળ ચક્રને પકડીએ છ આહાર-પાણીની સમસ્યા જટિલ કેમ છે ? સમસ્યાનું મૂળ છે લોભ અસ્તિત્વ અને અહિંસા ૧૩૬ Page #138 -------------------------------------------------------------------------- ________________ દુખનું ચક જગતમાં દુઃખનું એક ચક્ર ચાલે છે. દુઃખનું કોઈ એક રૂપ નથી હોતું. લૌકિક માનવીનું દુઃખ પદાર્થના અભાવ સાથે જોડાયેલું હોય છે. આહાર, પાણી, મકાન, કપડાં, ધન, પરિવાર, જાયદાત વગેરેના અભાવને કારણે અથવા તો એની ઊણપને કારણે માનવી કષ્ટ સમજે છે. શરીરને કોઈ કષ્ટ થાય છે ત્યારે માણસ એમ સમજે છે કે તેને દુઃખ છે. શરીર અને પદાર્થની આસપાસ દુઃખનું એક ચક્ર ચાલી રહ્યું છે. જેઓ આત્મવિદ્ છે, આત્મા અને ધર્મના મર્મને જાણે છે, તેમને શરીરનું દુઃખ લાગતું જ નથી. એને શરીરનું દુઃખ જો દુઃખરૂપ લાગતું હોત તો તપસ્યાની યાદી આટલી મોટી ન બની હોત. ભોજન ન કરવું એ લૌકિક માનવી માટે દુઃખ હોઈ શકે, પરંતુ એક આત્મવિદ્ માટે તેમાં કોઈ દુઃખ નથી. દુઃખના પ્રકાર નયચક્રમાં દુઃખના ચાર પ્રકારો બતાવવામાં આવ્યા છે – સહજું ખુધાઈજાદં, ણમિત્ત સીદવાદમાદીહિં / રોગાદિયા અ દેહજ, અણિöજોએ તુ માણસિયં / સહજદુઃખ – ભૂખ, તરસ વગેરેને કારણે થતું દુઃખ. નૈમિત્તિક દુઃખ – ઠંડી, ગરમી, હવા વગેરેને કારણે થતું દુઃખ. દેહજ દુઃખ – રોગ વગેરેને કારણે થતું દુઃખ. માનસિક દુઃખ – ઇષ્ટ-અનિષ્ટના વિયોગ-સંયોગ વગેરેને કારણે થતું દુ:ખ. લૌકિક માનવીની પહોંચ શારીરિક અને માનસિક દુઃખથી આગળ નથી હોતી. તેની દૃષ્ટિએ શારીરિક દુઃખ જ મુખ્ય હોય છે, પરંતુ આત્મવિદની દૃષ્ટિએ એ દુઃખ જ નથી. એની દૃષ્ટિએ તો મુખ્ય દુઃખ ક્રોધ વગેરે કષાયોના સમુભવનું જ છે. - અસ્તિત્વ અને અહિંસા ૧૩૭ – Page #139 -------------------------------------------------------------------------- ________________ પરિણામે પગમારી આંખ એગીએ અને અમને લોકાનાં દેહજં દુઃખ, પ્રધાન દશ્યતે મતમ્ / દુઃખમાત્મવિદાં મુખ્ય, ક્રોધાદીનાં સમુભવઃ / ઇલાજ કોનો? આજની ઉપચાર પદ્ધતિ પણ શારીરિક અને માનસિક ઉપચાર ઉપર કેન્દ્રિત છે. જે આત્મજ્ઞ છે, તે શારીરિક અને માનસિક દુઃખને દુઃખ નથી માનતો. તેની દૃષ્ટિએ દુઃખનું ચક્ર કાંઈક બીજું જ છે. એક માણસના પગમાં કાંટો વાગ્યો. તે ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે પગનો ઇલાજ કરવાને બદલે તેની આંખોમાં દવા નાંખી. રોગીએ એનું રહસ્ય જાણવા ઇછ્યું. ડોક્ટરે કહ્યું કે તમારી આંખનું તેજ ઓછું છે. તેથી તમને દેખાતું નથી. પરિણામે પગમાં કાંટો વાગ્યો. જો તમારી આંખો બરાબર હશે અને તમે જોઈને ચાલશો તો કાંટો નહિ વાગે. આપણે આ વાત જુદી રીતે સમજીએ. લૌકિક માનવી કાંટાનો ઇલાજ કરશે પરંતુ આંખનો ઇલાજ નહિ કરે. આત્મવિ વ્યક્તિ આંખોનો ઇલાજ કરીને કાંટો વાગવાનું મૂળ કારણ જ દૂર કરી દેશે. જો આંખ બરાબર હશે તો કાંટા ઓછા વાગશે. આંખ બરાબર નહિ હોય તો કાંટા વાગતા જ રહેશે. લક્ષણની નહિ, લક્ષ્યની ચિકિત્સા માણસ ગુસ્સો કરે છે. આત્મવિ વ્યક્તિ એમ વિચાર કરશે કે મને ક્રોધ પેદા થાય છે એનો અર્થ એ છે કે હું બીમાર છું. જેવી રીતે રોગ થવાથી ચિંતા જાગે છે, વ્યક્તિ દવાઓના ઢગલા કરી લે છે એવી જ રીતે ક્રોધ આવે ત્યારે પણ જે વ્યક્તિ ચિંતિત થઈ જાય અને તેનું મન ક્રોધનું શમન કરનારી દવાઓનો પ્રયોગ કરવા લાગે તો એમ માનવું જોઈએ કે એ વ્યક્તિએ ધર્મને સમજ્યો છે, આત્માને સમજ્યો છે. એના માટે ક્રોધ થવો એ દુઃખ છે. એને માટે બાકીનાં બધાં દુઃખો કાંઈ જ નથી. ઠંડી લાગે છે અને કષ્ટ થાય છે. ઠંડીની ઋતુ ચાલી જાય છે અને ઠંડીના કારણે પેદા થતું કષ્ટ સમાપ્ત થઈ જાય છે. આ ઋતુચક્ર દ્વારા ઉત્પન્ન થનારું કષ્ટ છે, પરંતુ દુઃખનું જે શાશ્વત ચક્ર છે તે ક્યારેય બદલાતું નથી. મહાવીરે દુઃખનું એક ચક્ર બતાવ્યું- જન્મ, રોગ, ઘડપણ અને મૃત્યુ. હકીકતમાં આ દુઃખ ચક્રનું મૂળ કેન્દ્ર નથી તેથી એ વાત ઉપર – અસ્તિત્વ અને અહિંસા , ૧૩૮ Page #140 -------------------------------------------------------------------------- ________________ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું કે કાંટા તરફ ધ્યાન ન આપો, કાંટો કેમ વાગ્યો એ બાબત તરફ ધ્યાન આપો. એલોપેથિક ઉપચાર પદ્ધતિની જેમ લક્ષણની ચિકિત્સા ના કરો, લક્ષ્યની ચિકિત્સા કરો. ઘુંટણમાં દર્દ હોય તો ઘૂંટણની ચિકિત્સા ન કરો. જે શરીરમાં એ ઘૂંટણ છે એ શરીરની ચિકિત્સા કરો. આ વાતનો મર્મ એ છે કે રોગની નહિ રોગીની ચિકિત્સા કરો. જો રોગી બરાબર હશે તો રોગ આપોઆપ બરાબર થઈ જશે. જો રોગી બરાબર નહિ હોય તો ચિકિત્સા કરવાથી ઘુંટણનું દર્દ તો સમાપ્ત થઈ શકે છે પરંતુ તેની સાથે સાથે નવું કોઈ દર્દ પણ પેદા થઈ શકે છે. તેથી એમ કહેવામાં આવ્યું કે રોગી ચિકિત્સાનું કેન્દ્રબિંદુ હોવો જોઈએ. દુઃખચક્ર : મૂળ સ્વરૂપ ભગવાન મહાવીરે દુઃખચક્રનું મૂળ સ્વરૂપ આ પ્રમાણે રજૂ કર્યું – જે કોહદંસી સે માણદેસી જે ક્રોધને જુએ છે તે માનને જુએ છે. જે માણદેસી સે માયદેસી જે માનને જુએ છે તે પ્રમાણને જુએ છે. જે માયદેસી સે લોભદેસી જે માયાને જુએ છે તે લોભને જુએ છે. જે લોભદેસી સે વેજદંસી જે લોભને જુએ છે તે પ્રેમને જુએ છે. જે પેજદંસી સે દોસદંસી જે પ્રેમને જુએ છે તે દ્વેષને જુએ છે. જે દોસસી સે મોહાંસી જે દ્વેષને જુએ છે તે મોહને જુએ છે. જે મોહબંસી સે ગર્ભદેસી જે મોહને જુએ છે તે ગર્ભને જુએ છે. જે ગભદેસી સે જમ્મદંસી જે ગર્ભને જુએ છે તે જન્મને જુએ છે. – અસ્તિત્વ અને અહિંસા, ૧૪૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ જે જમ્મદેસી સે મારદેસી જે જન્મને જુએ છે તે મૃત્યુને જુએ છે. જે મારદેસી સે નિરયદેસી જે મૃત્યુને જુએ છે તે નરકને જુએ છે. જે નિરયદેસી સે દુષ્પદંસી જે નરકને જુએ છે તે દુઃખને જુએ છે. અંતહીન ચક્ર દુઃખચક્રનું આદિબિંદુ ક્રોધ છે અને અંતિમબિંદુ દુ:ખ છે. એમ કહેવાય છે કે ચોર્યાસી લાખ જીવયોનિનું એક ચક્ર છે, જેમાં પ્રાણી નિરંતર ફરતું રહે છે. એમાં એક જ દરવાજો છે જેમાંથી નીકળવાનું અત્યંત મુશ્કેલ છે. ક્યારેક ક્યાંક દરવાજો મળી જાય, નસીબ યારી આપે અને વ્યક્તિ આંખો બંધ ન કરે તો તે આ ચક્રથી - આ ભવભ્રમણથી છૂટકારો પામી શકે છે, પરંતુ જ્યારે નસીબ યારી નથી આપતું ત્યારે આ વાત સમજવામાં પણ ભારે મુશ્કેલીનો અનુભવ થાય છે. જ્યાં કંઈક રસ્તો મળવાની ઘટના આવે છે ત્યાં આંખો બંધ કરી લેવાની વાત આવી જાય છે. આપણે આ વાત બીજી રીતે વિચારીએ. ક્રોધ અને દુઃખનું એક અંતહીન ચક્ર છે. એમાંથી નીકળવાનું અતિદુષ્કર છે. અજ્ઞાનનું એક એવું આવરણ છવાયેલું છે કે માનવી આંખો બંધ કરીને ચાલી રહ્યો છે. આંખો ખુલ્લી હોવા છતાં તે આવરણ જોવામાં એક પ્રકારનો અવરોધ બનાવી મૂકે છે. ક્યારેક ક્યારેક માણસ જાણી જોઈને પણ આંખો બંધ કરી લે છે. એ જ કારણે વ્યક્તિ દુઃખના મૂળ તરફ ધ્યાન આપતી નથી. તે દુઃખના સ્થૂળ રૂપને ખતમ કરવામાં જ પોતાની સઘળી શક્તિનું નિયોજન કર્યા કરે છે. ચિંતનનો દૃષ્ટિકોણ શરીરમાં તાવ આવે છે, શરદી થઈ જાય છે. ત્યારે વ્યક્તિ એમ વિચારે છે કે મને દુઃખ પેદા થઈ ગયું છે. તે એનો ઉપચાર કરવાની ચિંતા કરવા લાગે છે. પરિચારક પણ એમ કહે છે કે આનો વહેલી તકે ઉપચાર કરાવવો. માણસને ક્રોધ પણ આવે છે. પરંતુ શું ક્રોધ બાબતે તે એમ વિચારે છે કે ખરો કે મને દુઃખ પેદા થયું છે ? મારે એનો - અસ્તિત્વ અને અહિંસા - ૧૪૦ Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉપચાર કરાવવો જોઈએ? શું આસપાસનાં સ્વજનો એવું વિચારે છે કે ખરાં કે એને ડોક્ટર પાસે લઈ જઈને એનો ક્રોધ મટાડવાનો ઉપચાર કરવો જોઈએ? શું આપણે એવું માનતા જ નથી કે ક્રોધ આવે એ કોઈ દુઃખ છે ? અહંકાર અને લોભ પેદા થવા એ દુઃખ છે ? ક્રોધ તો દેખાય છે પરંતુ અહંકાર અને લોભ છપાયેલા રહે છે. એક પુત્ર સંતોષી છે. તે એના પિતાને કહે છે કે, “પિતાજી ! હું દહેજ નહિ સ્વીકારું, ત્યારે પિતાનો ઉત્તર કંઈક આવો હશે, “જાણે છે જ શું ? ડહાપણ ન કરીશ.” પુત્ર કહેશે, “પિતાજી ! આપણે બેઈમાની નહિ કરીએ.” પિતા એને ધમકાવવા માંડશે, “તને પૈસા કમાવાનો કશો અનુભવ નથી.” શરીરકેન્દ્રિત છે દુઃખની વ્યાખ્યા આ દુઃખની વ્યાખ્યા શરીરની આસપાસ કેન્દ્રિત છે. ક્રોધ, અહંકાર અને લોભ દુઃખ નથી. એવી માન્યતાને કારણે દુઃખની વ્યાખ્યા શરીર સાથે જોડાઈ ગઈ. દુઃખચક્રનું મૂળસ્વરૂપ ઉપેક્ષિત થઈ ગયું. આજે રાજકારણ અને ચૂંટણી તંત્ર પણ શારીરિક દુઃખને પણ દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે. રાજનીતિમાં જે નવા નારા આપવામાં આવે છે, જે આશ્વાસનો આપવામાં આવે છે, તે શરીર સાથે જોડાયેલી સમસ્યાઓના સમાધાન માટે હોય છે. આપણે લૌકિક સમસ્યાઓમાં જ અટવાયેલા છીએ. આપણે એ તથ્ય વિસરી ગયા કે જ્યાં સુધી દુઃખના મૂળ કારણને દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી લૌકિક દુઃખ પણ દૂર નહિ થાય. પ્રજાની ફરિયાદ છે કે લાંચ-રૂશવત વ્યાપક બની ગઈ છે, ક્યાંય ન્યાય નથી મળતો. પ્રશ્ન એ છે કે લાંચ-રુશ્વત શા માટે ચાલી રહી છે ? શું તે રોજી-રોટી માટે ચાલી રહી છે? ના, તે રોજી-રોટી માટે નહિ પરંતુ લોભને કારણે ચાલી રહી છે. અહંકારની બીમારી હોય તો અન્યાય કેમ ન હોય ?જો રાગદ્વેષ પ્રબળ હોય પછી અપરાધ કેમ ન થાય ? સમસ્યાનું મૂળ મહાવીરે એ વાતને વિશેષ મહત્ત્વ આપ્યું કે દુઃખના મૂળચક્રને પકડો. જો ક્રોધ, માન, માયા, લોભ વગેરેનો ઉપચાર કરવામાં આવે તો શું અન્યાય, અપરાધ, અતિક્રમણ, બળાત્કાર અને લૂંટફાટ સમાપ્ત નહિ થઈ જાય ? આ તમામની સમાપ્તિ થયા પછી પણ શું જેલો ભરેલી રહેશે ? શું બળપ્રયોગ અને પોલીસની આવશ્યકતા રહેશે ખરી ? આજે — અસ્તિત્વ અને અહિંસક ૧૪૧ - - - - - - - - Page #143 -------------------------------------------------------------------------- ________________ આ તમામ સમસ્યાઓ એટલા માટે પ્રબળ બનેલી છે કે દુઃખના મૂળનો નાશ કરવાની દિશામાં કોઈ જ પ્રયત્ન થતો નથી. જો આ દુઃખચક્રને સમજી લેવામાં આવે તો અનેક સમસ્યાઓ આપોઆપ ઊકલી જાય. આહાર-પાણીની સમસ્યા પણ આ દુઃખચક્રના કારણે જટિલ બનેલી છે. જો લોભની પ્રબળતાનો ઇલાજ કરવામાં આવ્યો હોત, લોભશમનતી દવાઓનું સંશોધન તથા તેના પ્રયોગો થયા હોત તો આહાર-પાણીની સમસ્યા ન રહેત. જગતમાં જેટલાં પશુ-પક્ષીઓ છે તેમાં શું કોઈ ભૂખને કારણે મરે છે ? ભૂખને કારણે મરનારાઓની સંખ્યા કેટલી છે? પૃથ્વી કેટલું બધું પેદા કરે છે ! થોડોક વરસાદ પડે છે અને ચારેતરફ હરિયાળી મહોરી ઊઠે છે. તો પછી ભૂખની સમસ્યા શા માટે છે ? આ સમસ્યા એ લોકોએ પેદા કરી છે કે જેઓ સ્વાર્થી છે, લોભી છે. ક્યાંક ક્યાંક ધન અને અનાજના ઢગલા છે અને ક્યાંક ક્યાંક ખાવા માટે પૂરતું અનાજ પણ મળતું નથી. વાસ્તવમાં આ સમસ્યાનું મૂળ લોભ છે. આપણે મહાવીરના આ વચનને સમજીને જ સમસ્યામુક્ત જીવન જીવી શકીશું. જો વાસ્તવિક દુઃખચક્ર દૂર થઈ જશે તો લૌકિક દુઃખચક્ર આપોઆપ દૂર થઈ જશે. આ સચ્ચાઈના આલોકમાં જ દુઃખમુક્તિનું સ્વપ્ન સાર્થક બની શકશે. - અસ્તિત્વ અને અહિંસા કે ૧૪૨ – Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧ / ડી સંકલિકા (૦ સીઓસિણચ્ચાઈ સે નિગ્ગથે અરઇરઇસ ફસિયં ણો વેદતિ / (આયારો ૩/૭) સઍસિધિતિ કુહ ! (આયારો ૩/૪૦) ૦ પુરિસા ! તુમમેવ તુમમિત્ત કિં બહિયા મિત્ત મિચ્છસિ | ૦ પુરિસા ! અત્તાણમેવ અભિણિગિજ્જ એવં દુકબા પોકખસિ | (આયારો ૩/૬૨, ૬૪) ૦ આયાણ સિસિદ્ધા સગડબિભ, (આયારો ૩/૮૬) ઉત્સાહસ્ય ઊર્વલોકવસ્તુચિત્તા, પરાક્રમસ્ય અધોલોક-ચિન્તા / ચેષ્ટાયાઃ તિર્યલોકચિત્તમ્ I શક્તઃ તત્વ-પરમતત્વ-ચિન્તા / સામર્થસ્ય સિદ્ધાયતન-સિદ્ધસ્વરૂપ-ચિન્તાલમ્બનમ્ (ધ્યાન-વિચાર પૃ૦ ૩૯) ૦ ઉત્પત્તિવાદ: વિકાસવાદ આનંદનું કેન્દ્રઃ દુઃખનું કેન્દ્ર ૦ શક્તિના સ્ત્રોત સત્યમાં ધીરજ, સ્વયંનો મિત્ર સ્વયં સાથે મિત્રતા આદાનનો નિષેધ ૦ વિક્રમાદિત્યઃ પુરુષાર્થ ઉપર વિશ્વાસ શક્તિ : અનેક રૂપ : ઉત્સાહ – ઊર્ધ્વલોક વસ્તુ ચિંતા પરાક્રમ - અધોલોક ચિંતા ચેષ્ટા – તિર્ય લોક ચિંતા શક્તિ – પરમતત્ત્વ ચિંતા સામર્થ્ય - સિદ્ધસ્થાન અને સિદ્ધસ્વરૂપની ચિંતા – અસ્તિત્વ અને અહિંસા : ૧૪૩ Gya - - - - - Page #145 -------------------------------------------------------------------------- ________________ જે સહન કરે છે, એ જ રહે છે સિદ્ધાંત વિકાસવાદનો આધુનિક યુગને પ્રભાવિત કરનાર બે ચાર મુખ્ય વ્યક્તિઓમાં એક છે – ચાર્લ્સ ડાર્વિન. તેમણે ઇવોલ્યુશનનો સિદ્ધાંત, વિકાસવાદનો સિદ્ધાંત રજૂ કર્યો. પ્રશ્ન છે કે આ જગતનો વિકાસ શી રીતે થયો ? બે સિદ્ધાંત – ઉત્પત્તિવાદ અને વિકાસવાદ. આ જગતની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને તેનો વિકાસ કેવી રીતે થયો ? આ સંદર્ભમાં અનેક ઘર્શનિકોએ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા પરંતુ તે તમામમાં આજે વૈજ્ઞાનિક દૃષ્ટિએ ચાર્લ્સ ડાર્વિનને મુખ્ય સમજવામાં આવે છે. ડાર્વિન વગેરેનો વિકાસવાદનો સિદ્ધાંત છે – જે વિકાસ કરતાં કરતાં અહીં સુધી પહોંચ્યા છીએ અને એ જ જાતિઓ-પ્રજાતિઓ બચી છે કે જે પોતાની જાતને ફીટ કરવામાં સક્ષમ બની છે. જે ફીટ કરવામાં અસક્ષમ બની તે સમાપ્ત થઈ ગઈ. આ જગતમાં એ જ વ્યક્તિ જીવી શકે છે કે જે સક્ષમ અને શક્તિશાળી હોય છે. જે શકિતહીન હોય છે તે સમાપ્ત થઈ જાય છે. આ વિકાસવાદનો મુખ્ય ખ્યાલ છે. પ્રશ્ન છે શક્તિનો શક્તિ વગર કોઈ પણ પ્રાણી જીવિત રહી શકતું નથી. મારનારાઓનો ક્યાંય અંત જ નથી. એક જીવ બીજા જીવને મારી રહ્યો છે. એક પ્રાણી બીજા પ્રાણીને મારી રહ્યું છે. પોતાના ભોજન માટે પણ અને કારણ વગર પણ મારે છે. આક્રમકતા, ક્રૂરતા અને વિનોદના દૃષ્ટિકોણને કારણે પ્રાણીઓને મારવામાં આવી રહ્યાં છે. આવા સંજોગોમાં પોતાના અસ્તિત્વને એ જ ટકાવી રાખી શકે છે કે જેઓ સક્ષમ હોય છે. આ વાત જેવી રીતે સૃષ્ટિના વિષયમાં લાગુ પડે છે તેવી જ રીતે આ નિયમ આધ્યાત્મિક જગતને પણ લાગુ પડે છે. આધ્યાત્મિક જીવનમાં એ જ વ્યક્તિ ટકે છે કે જે સહન કરે છે, જે શક્તિશાળી હોય છે. જેનામાં શક્તિ નહિ હોય તે શું સહન કરશે ? સહન કરવું આપણી – અસ્તિત્વ અને અહિંસા = ૧૪૪ – Page #146 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા છે અને તેની પાછળ જે સૂત્ર છે તે છે શક્તિ. કમજોર માણસ ક્યારેય સહન કરી શકતો નથી. શક્તિ અને સહિષ્ણુતા શક્તિ અને સહિષ્ણુતા પરસ્પર સાથે જોડાયેલાં છે. આપણે એ શોધવું છે કે શક્તિનો સ્ત્રોત ક્યાં છે ? કેટલા છે ? “સહન કરો' – એવો ઉપદેશ ખૂબ સારો છે પરંતુ કહેવા માત્રથી સહન કરવાની શક્તિ પ્રાપ્ત થઈ જતી નથી. જ્યાં સુધી શક્તિના સ્ત્રોત ખૂલતા નથી ત્યાં સુધી સહન કરવાની વાત શક્ય બનતી નથી. આપણે શક્તિસ્ત્રોતોની શોધ કરીએ. આપણા આધ્યાત્મિક આચાર્યોએ અનેક શોધો કરી હતી. એ ચાવીઓ આજે પણ મળે તેમ છે. પરંતુ આપણે ભૂલી ગયા છીએ કે એ ચાવીઓ ક્યાં પડી છે. શક્તિનો સ્ત્રોત ક્યાં છે ?' આજકાલ મસ્તિષ્ક વિશે અનેક સંશોધનો થઈ રહ્યાં છે. વિજ્ઞાનિકો દ્વારા મસ્તિષ્કનાં બે કેન્દ્રો શોધવામાં આવ્યાં છે. એક છે સુખનું કેન્દ્ર અને બીજું છે દુઃખ – વિષાદનું કેન્દ્ર. વાંદરાઓ ઉપર પ્રયોગ કરવામાં આવ્યો. એક વાંદરાના આનંદકેન્દ્ર ઉપર ઇલેક્ટ્રોડ લગાડી દેવામાં આવ્યો. એ વાંદરાને એટલો બધો આનંદ થયો કે તે પોતે વારંવાર આપમેળે ઇલેકટ્રોડ લગાડવા લાગ્યો. એ જ રીતે બીજા વાંદરાના દુઃખકેન્દ્ર ઉપર ઇલેકટ્રોડ લગાડવામાં આવ્યો. તે ઉદાસ અને નિરાશ રહેવા લાગ્યો. વૈજ્ઞાનિકોએ આનંદનું કેન્દ્ર પણ શોધી લીધું અને દુઃખનું કેન્દ્ર પણ શોધી લીધું. શક્તિના કેન્દ્રની શોધ હજી બાકી છે. શક્તિઃ અનેક રૂપ આપણી અંદર શક્તિનાં અનેક કેન્દ્રો છે. કોઈક માણસ શરીરથી અત્યંત સમર્થ હોય છે અને કોઈક માણસ મનોબળથી અત્યંત સમર્થ હોય છે. ધ્યાનવિચારમાં એક સુંદર મીમાંસા કરવામાં આવી છે – ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ, સામર્થ્ય – આ તમામ શક્તિનાં જ સ્વરૂપો છે. શક્તિનાં અનેક રૂપ બને છે. આ તમામ તેના વાચક શબ્દો છે. * ઉત્સાહ-ઊર્ધ્વલોક વસ્તુ ચિંતા આપણી એક શક્તિનું રૂપ છે ઉત્સાહ. જ્યારે ઉપરની વાતોને —— અસ્તિત્વ અને અહિંસા ૧૪૫ – •0 Page #147 -------------------------------------------------------------------------- ________________ જાણવાની હોય છે અને તે માટે શક્તિનો જે પ્રયોગ કરવામાં આવે છે એ શક્તિનું નામ છે ઉત્સાહ. * પરાક્રમ – અધોલોક ચિંતા કોઈ વ્યક્તિ કોઈ જગાએ બેઠેલી હોય અને તેણે આસપાસની ચીજોને જાણવી હોય તો તે માટે શક્તિનો જે પ્રયોગ થાય છે તે છે પરાક્રમ. * ચેષ્ટા – તિર્યક-લોક ચિંતા જ્યારે નીચેની ચીજોને જાણવી હોય ત્યારે શક્તિનું જ સ્વરૂપ હોય છે એ છે ચેષ્ટા. જ્યાં અંધકારમય જગા હોય ત્યાં ચેષ્ટાનો પ્રયોગ થાય છે. * શક્તિ – પરમ તત્ત્વ ચિંતા ઉપરને જાણવું, તિરછી ચીજોને જાણવી એ સરળ છે. પરંતુ પરમ તત્ત્વનું જ્ઞાન મુકેલ છે. એક જ જગાએ બેઠાં બેઠાં પરમ તત્ત્વને જાણવું હોય અને એ માટે જે પ્રયત્ન કરવામાં આવે છે એ છે આપણી શક્તિ. * સામર્થ્ય - સિદ્ધાયતન તથા સિદ્ધસ્વરૂપ ચિંતા ' નિર્ણિત જગાએથી બેઠાં બેઠાં સિદ્ધો સાથે સંપર્ક સ્થાપવો હોય અને તે માટે આપણે જે પ્રયત્ન કરીએ છીએ એ છે આપણું સામર્થ્ય. કોણ હોય છે નિગ્રંથ ? ઘણા લોકો પ્રશ્ન પૂછે છે કે શું મહાવીર અને દેવદ્ધિગણિની સાથે સંપર્ક સ્થાપી શકાય છે ખરો ? કુંદકુંદ સાથે સંપર્ક શક્ય બની શકે ખરો ? કેમ ન બની શકે ? આપણી અંદર પ્રચુર શક્તિ છે. આપણી અંદર વક્રિયની એક શક્તિ છે, આહારકની એક શક્તિ છે. આપણા મનની શક્તિ પણ ઓછી નથી. મનોવર્ગણાના પુગલો સમગ્ર લોકમાં પ્રસરી જાય છે. પરંતુ આપણે આપણી શક્તિને ઓળખતા નથી. શક્તિનું હોવું જેટલું મુક્લ નથી એટલું મુકેલ છે શક્તિને ઓળખવાનું શક્તિના સ્ત્રોતોને જાણવાનું અને શક્તિના સ્ત્રોતોનો ઉપયોગ કરવાનું. એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે નિગ્રંથ કોણ હોય છે ? કહેવામાં આવ્યું કે જે ઠંડી અને ગરમી બન્ને સહન કરે છે તે નિગ્રંથ હોય છે, તે મુનિ હોય છે. ઠંડી એટલે અનુકૂળતા અને ગરમી એટલે પ્રતિકૂળતા. મુનિ —- અસ્તિત્વ અને અહિંસા ત ૧૪૬ - Page #148 -------------------------------------------------------------------------- ________________ એ છે કે જે પ્રતિકૂળ અને અનુકૂળ પરિસ્થિતિઓને સહન કરે છે. સહન કરવા માટે પણ શક્તિ હોવી જોઈએ. પ્રથમ સ્ત્રોત શક્તિશાળી હોય એ જ સહિષ્ણુ બની શકે છે. જે સહિષ્ણુ હોય છે, સહન કરવાનું જાણે છે એ જ પોતાના અસ્તિત્વને ટકાવી રાખી શકે છે. અસ્તિત્વને ટકાવી રાખવા માટે સહન કરવાનું જરૂરી છે અને સહન કરવા માટે શક્તિશાળી હોવું જરૂરી છે. શક્તિશાળી બનવા માટે શક્તિસ્ત્રોત જાણવા અને તેમનો ઉપયોગ કરવો આવશ્યક છે. શક્તિસ્ત્રોતનું રહસ્ય આ સૂત્રોમાં આપણને સહજ રીતે ઉપલબ્ધ થાય છે. સત્યે યસ્ય ધૃતિઃ સિદ્ધા, મિત્રમાત્મા નિજો ધ્રુવમ્ | નિગ્રહઃ સ્વાત્મના સ્વસ્થ, તસ્યાસ્તિત્વ સનાતનમ્ | જેને સત્યમાં ધીરજ સિદ્ધ થઈ ગઈ, જેનો આત્મા જ પોતાનો મિત્ર છે, જે પોતાના દ્વારા પોતાનો નિગ્રહ કરવાનું જાણે છે એનું અસ્તિત્વ શાશ્વત છે. મહાવીરે કહ્યું કે શક્તિનો એક સ્ત્રોત છે – સત્યમાં ધીરજ ધરવી. શક્તિનો સૌથી મોટો સ્ત્રોત સત્યમાં ધીરજ ધરવી એ છે. આપણે નિયમને નથી જાણતા તેથી સત્યમાં વિશ્વાસ નથી બેસતો. સત્ય પ્રત્યે આપણી આસ્થા જ દઢ નથી થતી. જ્યાં સત્યમાં ધીરજ નથી હોતી ત્યાં સહિષ્ણુતાની વાત જ શક્ય નથી બનતી. ક્યારેક ક્યારેક કેટલાંક કાર્યો ભાગ્યના ભરોસે છોડવાં પડે છે. એ પણ શક્તિનો એક સ્ત્રોત છે. જે માણસ માત્ર બુદ્ધિ ઉપર જ ભરોસો કરે છે તે ખોડંગાઈ જાય છે. એક બિંદુ એવું આવે છે કે જ્યાં એમ વિચારવું પડે છે કે ચાલો, જે થવાનું હશે તે થશે. આવા ચિંતનથી વ્યક્તિમાં તાકાત આવી જાય છે. બીજો સ્ત્રોત શક્તિનો બીજો સ્ત્રોત છે – પોતાને પોતાનો મિત્ર માનવો. જે પોતાને પોતાનો મિત્ર નથી માનતો તે માણસ હંમેશાં કમજોર રહે છે. જે માણસ માત્ર બીજાઓને જ મિત્ર કે શત્રુ સમજે છે, તે હંમેશાં કમજોર બની રહે છે. “હું જ મારો મિત્ર છું, અને હું જ મારો શત્રુ છું,’ – આ શક્તિસ્ત્રોતના જાગરણનો સિદ્ધાંત છે. –––– અસ્તિત્વ અને અહિંસા , ૧૪૭ – –– Page #149 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો સ્ત્રોત શક્તિનો ત્રીજો સ્ત્રોત છે – સ્વયંનો નિગ્રહ કરવો. જે માણસ પોતાની ઇન્દ્રિયોનો, આવેશોનો, મનની ચંચળતાનો નિગ્રહ કરવાનું જાણે છે તેનામાં આપોઆપ શક્તિનો સ્ત્રોત પ્રગટી રહે છે. બીજાઓને આદેશ આપવો, બીજાઓને સંકટમાં મૂકવા, બીજાઓને ઠપકો આપવો – આવાં કામ તો કોઈપણ વ્યક્તિ કરી શકે છે. એમાં કોઈ મોટી વાત નથી. મોટું કાર્ય એ કરે છે કે જે પોતાનો વધુમાં વધુ નિગ્રહ કરે છે અને તેના દ્વારા જ બીજાઓનો અનુગ્રહ તથા નિગ્રહ કરે છે. આ મોટી વાત છે. મહત્ત્વપૂર્ણ સૂત્ર આપવામાં આવ્યું કે પ્રથમ પોતાનો નિગ્રહ કરો. એમ કરવાથી એક મોટી તાકાત પેદા થશે, સમસ્યાઓનું સમાધાન થશે. ચોથો સ્ત્રોત શક્તિનો ચોથો સ્ત્રોત છે – આદાનનો નિષેધ. મહત્ત્વપૂર્ણ સૂત્ર છે – પ્રત્યેક વાત એકાએક ન સ્વીકારો. પ્રથમ વિચારો કે આ શું છે ? શું મારે તેનો સ્વીકાર કરવો જોઈએ? શું એનો સ્વીકાર કરવો ઉચિત છે ? હિતકર છે? આ બધું વિચારીને જે અયોગ્ય લાગે તેનો અસ્વીકાર કરી દો. સમ્રાટ વિક્રમાદિત્ય એક વખત અત્યંત દરિદ્ર અવસ્થામાં જીવન જીવી રહ્યા હતા. તેઓ સમસ્યાઓથી ઘેરાયેલા હતા. વિક્રમાદિત્યનો એક મિત્ર હતો ભટ્ટમાત્ર. બન્નેએ નિર્ણય કર્યો કે આપણે દેશાટન કરીએ. ક્યાંકથી શક્તિનો એવો સ્રોત શોધી કાઢીએ કે જેથી નિર્ધનતા દૂર થઈ જાય. તેઓ એક ગામમાં જઈ કુંભારના ઘેર રહ્યા. કુંભારને તેમની ગરીબી ઉપર દયા આવી ગઈ. કુંભારે કહ્યું કે અમારે ત્યાં રોહણાચલ નામનો એક પર્વત છે. ત્યાં જઈને કોઈ વ્યક્તિ માથા ઉપર હાથ મૂકીને, દીન સ્વરમાં એમ કહે કે – “હા દેવ ! હા દેવ !' આમ કહીને એ પર્વત ઉપર કોદાળી વડે પ્રહાર કરે છે તો માલામાલ થઈ જાય છે.' મિત્ર ભટ્ટમાત્ર વિચારમાં પડ્યો કે વિક્રમાદિત્ય આવું કરવા તૈયાર નહિ થાય. તેણે એક યુક્તિ બનાવી. તે વિક્રમાદિત્યથી થોડોક પાછળ રહી ચાલવા લાગ્યો. વિક્રમાદિત્ય જેવો પર્વત પાસે પહોંચ્યો કે તરત જ મિત્ર બોલ્યો, વિક્રમ ! તારી માતાનું અવસાન થયું છે.” શોકગ્રસ્ત વિક્રમાદિત્યે માથા ઉપર હાથ મૂકીને કહ્યું – “હા દેવ ! હા દેવ !' આમ કહીને એમણે – અસ્તિત્વ અને અહિંસા કે ૧૪૮ Page #150 -------------------------------------------------------------------------- ________________ કોદાળી પથ્થર ઉપર ફેંકી દીધી. પથ્થર તૂટી ગયો. પથ્થર તૂટતાંની સાથે જ એમાંથી એક રત્ન નીકળ્યું. વિક્રમાદિત્ય એ જોઈને સ્તબ્ધ બની ગયો. ભટ્ટમાત્ર પાસેથી રત્નપ્રાપ્તિનું રહસ્ય સાંભળીને વિક્રમાદિત્યે તરત જ તે રત્ન જંગલમાં ફેંકી દીધું. જાણે કાંઈ મળ્યું જ નહોતું ! વિક્રમાદિત્યે ભટ્ટમાત્રને કહ્યું કે - વિક્રમ ગરીબ રહી શકે છે, પરંતુ ક્યારેય દીન બની શકતો નથી. સાર્થકતાનો અનુભવ જે વ્યક્તિમાં એવું પરાક્રમ હોય છે તે દરેક વાતને જેમતેમ સ્વીકારી લેતી નથી. આપણે દરવાજા હંમેશાં ખુલ્લા ન રાખવા જોઈએ. સૌ કોઈને પ્રવેશ ન આપીએ તો આપોઆપ શક્તિનો સ્રોત ઉપલબ્ધ થઈ જશે. મહાવીરે માત્ર એમ જ નથી કહ્યું કે ‘નિગ્રંથ એ જ હોય છે કે જે અનુકૂળ અને પ્રતિકૂળ વાતને સહન કરે છે,' પરંતુ સહન કરવા માટે શક્તિનો જે સ્રોત જોઈએ, તેની પ્રાપ્તિનાં સૂત્રો પણ બતાવ્યાં. જ્યારે આત્માની અંદર શક્તિનો સ્રોત જાગી જાય છે, એકાગ્રતા અને સંકલ્પની શક્તિ જાગી જાય છે ત્યારે માણસ ખરેખર પોતાની અનંત શક્તિનો અનુભવ કરવા લાગે છે, તેનામાં સહન કરવાની શક્તિ પ્રસ્ફુટિત થઈ જાય છે. આના જ આધારે જે સહન કરે છે, એ જ રહે છે’ - સૂત્રની સાર્થકતાનો અનુભવ કરી શકાય છે. અસ્તિત્વ અને અહિંસા : ૧૪૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૨૦. શાહરણ સંકલિકા ૦ સે બેમિ- જે અઇયા, જે ય પડuત્રા જે ય આગમિસ્સા અષ્ઠતા ભગવંતો તે સવ્વ એવમાઇકખંતિ, એવું ભાસંતિ, એવં પણતિ, એવં પરૂતિ - સવ્વ પાણા સÒ ભૂતા સલ્વે જીવા સલ્વે સત્તા ણે હંતવ્યા ણ અજાયબ્રા, ણ પરિઘેતવ્યા ણ પરિતાને વ્યા, ણ ઉદવેચવા / ૦ એસ ધમે સુદ્ધ રિઇએ સાસએ સમિચ્ચ લોયં ખેચષ્ણહિં પવેએ / ૦ તઍ ચેચે તણા ચેયં અસ્તિં ચેય પવુચ્ચાઈ (આયારો ૪/૧-૨, ૪). ૦ પ્રશ્ન શાશ્વત અને અશાશ્વતનો ૦ અનુત્તરિત પ્રશ્ન ૦ અહિંસા ધર્મ શાશ્વત છે છે જ્યાં બુદ્ધિ હશે ત્યાં ભેદ ચોક્કસ હશે ૦ જ્યાં અનુભવ હશે ત્યાં ભેદ નહિ હોય ૦ પરોક્ષ છે ઇન્દ્રિયજ્ઞાન ૦ પ્રત્યક્ષ છે અતીન્દ્રિય જ્ઞાન ૦ આત્મસાક્ષાત્કારમાંથી પ્રગટેલો સ્વર ૦ મૂલ્ય નવા અને જૂનાનું ૦ શાશ્વત ધર્મ છે આત્મસાક્ષાત્કાર ૦ ધર્મની સરળ વ્યાખ્યા ૦ ધર્મ છે ત્યાગ ૦ શાશ્વત છે પારિણામિક ભાવ ૦ શાશ્વત છે અસ્તિત્વ ૦ અસ્તિત્વની અનુભૂતિ વ્યાવહારિક તથ્ય — —— અસ્તિત્વ અને અહિંસા ન ૧૫૦ — — Page #152 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત ધર્મ શાશ્વત અને અશાશ્વતનો પ્રશ્ન અત્યંત ચર્ચાસ્પદ રહ્યો છે. ધર્મનું અસ્તિત્વ ક્યારથી છે તે એક પ્રશ્ન છે. કેટલાક લોકો એમ કહે છે કે વૈદિક ધર્મ સૌથી પ્રાચીન છે. કેટલાક લોકો એમ કહે છે કે જૈન ધર્મ ખૂબ પ્રાચીન છે. પ્રત્યેક ધર્મના અનુયાયી પોતાના ધર્મની પ્રાચીનતા પુરવાર કરવાનો પ્રયત્ન કરે છે. ઇતિહાસનો એક વિષય બની ગયો કે કયો ધર્મ પ્રાચીન છે. જયાં ઇતિહાસની વાત સમાપ્ત થાય છે ત્યાં પ્રાગૈતિહાસિક કાળની વાત પ્રસ્તુત બની જાય છે. તે અનંત કાળ પાછળ પહોંચી જાય છે. એનો અર્થ એ છે કે ધર્મ અનાદિ છે. પ્રશ્ન એ જ આવે છે કે કયો ધર્મ અનાદિ છે. જો આપણે કોઈ ધર્મને લાખ કે કરોડ વર્ષ પ્રાચીન માનીએ તો પણ કાળનું આદિબિંદુ પકડાતું નથી. જ્યારથી કાળચક્ર ચાલી રહ્યું છે ત્યારથી ધર્મ ચાલી રહ્યો છે. તેથી કયો ધર્મ પ્રાચીન છે એ પ્રશ્નનો ઉત્તર આપી શકાતો નથી. આપણે જે ધર્મને અધિક પ્રાચીન માનીશું તેની એક સીમા અવશ્ય આવશે. શાશ્વત છે અહિંસા ધર્મ ભગવાન મહાવીરે આ પ્રશ્નનો અત્યંત તર્કસંગત ઉત્તર આપ્યો. તેમણે એમ નથી કહ્યું કે શ્રમણ ધર્મ, અર્થ અને નિગ્રંથ ધર્મ પ્રાચીન છે અથવા વૈદિક ધર્મ પ્રાચીન છે. તેમણે વિલક્ષણ ઉત્તર આપ્યો કે જે ધર્મ તમામ સંપ્રદાયોથી ઉપર હોય, દેશાતીત અને કાલાતીત હોય, જે સાર્વભૌમ હોય, સૌ કોઈને સ્વીકાર્ય હોય એ ધર્મ શાશ્વેત છે. મહાવીરે કહ્યું કે ભૂતકાળમાં જેટલા અત્ થઈ ગયા, જેટલા વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ જે થશે, એ તમામ અહંતોએ એ શાશ્વત ધર્મનું નિરૂપણ કર્યું છે કે કોઈપણ પ્રાણીને મારશો નહિ. આ અહિંસા ધર્મ શુદ્ધ ધર્મ છે, શાશ્વત ધર્મ છે. એમાં કોઈને કશો દોષ જડતો નથી, એમાં કોઈને કોઈ મતભેદ પણ નથી. સમગ્ર જગતને જોયા અને ઓળખ્યા પછી આ ધર્મનું -~-~- અસ્તિત્વ અને અહિંસા , 151 -- -- Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તમામ જીવોના ખેદને જાણીને આ ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જેઓ આત્મજ્ઞ હતા, આત્મતુલાને જાણનારા હતા તેમણે આત્માનો સાક્ષાત્કાર કરીને આ સચ્ચાઈને અભિવ્યક્ત કરી છે. સમાન હોય છે અનુભવ આપણી પાસે જાણવા માટેનાં બે સાધનો છેઃ બુદ્ધિ અને અનુભવ. બુદ્ધિ દ્વારા આપણે ઘણી બધી વાતો જાણતા હોઈએ છીએ, એ વાતોને મહત્ત્વ પણ આપીએ છીએ, પરંતુ જ્યાં બુદ્ધિનો પ્રશ્ન હશે ત્યાં ભેદનું હોવું પણ અનિવાર્ય બની જશે. દસ બુદ્ધિશાળી માણસોને એક જગાએ બેસાડવામાં આવે અને એક જ વિષય ઉપર તેમના વિચારો જાણવામાં આવે તો દસ પ્રકારના વિચારો રજૂ થશે. ભેદ હોવો – તફાવત હોવો એ બુદ્ધિનો ધર્મ છે, બુદ્ધિની પ્રકૃતિ છે. જ્યાં બૌદ્ધિકતા હશે ત્યાં ભેદ થયા વગર નહિ રહે. અનુભવમાં કોઈ તફાવત નથી હોતો. જો હજાર વ્યક્તિઓને અલગ અલગ જગાએ બેસાડવામાં આવે તો પણ અનુભવના ક્ષેત્રમાં તે સૌ સમાન જ રહેશે. એક વ્યક્તિ લાડનૂમાં હોય, એક વ્યક્તિ લંડનમાં હોય, એક મોસ્કોમાં અને એક વોશિંગટનમાં હોય, એક મેરુ પર્વત ઉપર અને એક દેવલોકમાં હોય - સ્થાનભેદ હોવા છતાં તેમના અનુભવમાં કોઈ ભેદ નહિ હોય. અનુભવનું જ્ઞાન સૌનું એકસમાન, એકસરખું હશે. આત્મસાક્ષાત્કારનો સ્વર આપણે બીજો સંદર્ભ લઈએ. જ્ઞાનના બે પ્રકાર હોય છે – પ્રત્યક્ષ અને પરોક્ષ. પરોક્ષ જ્ઞાન અલગ અલગ હોય છે, પરંતુ પ્રત્યક્ષ જ્ઞાન દરેક વ્યક્તિનું એકસમાન હોય છે. જૈન આચાર્યોએ ઇન્દ્રિયોને ઝાઝું મહત્ત્વ ન આપ્યું કારણ કે તે પરોક્ષ છે. આપણે ઇન્દ્રિયો ઉપર વિશેષ ભરોસો કરીએ છીએ. આંખોનો ખૂબ ભરોસો કરીએ છીએ. પરંતુ તે પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે. તેથી ઘણી વખત છેતરાઈ જવાય છે. પરોક્ષ આખરે પરોક્ષ જ છે. તેનો ઝાઝો ભરોસો ન કરી શકાય. પ્રત્યક્ષ છે આત્મજ્ઞાન - અતીન્દ્રિય જ્ઞાન. આ સાર્વભૌમ ધર્મનું પ્રતિપાદન એવી વ્યક્તિઓએ કર્યું છે કે જેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું, જેમની અતીન્દ્રિય ચેતના જાગૃત હતી. તેમણે પોતાના સાક્ષાત્ જ્ઞાન દ્વારા સમગ્ર જગતને – અસ્તિત્વ અને અહિંસા કે ૧૫૨ - Page #154 -------------------------------------------------------------------------- ________________ જાણ્યું, જીવ અને અજીવને જાણ્યા, સૂક્ષ્મ અને સ્થૂળ તમામ પદાર્થોને જાણ્યા. સૌના સ્વભાવનો અનુભવ કર્યો. પોતાના આત્માને જાણ્યો અને આત્મતુલા દ્વારા તમામ પ્રાણીઓને તોલ્યાં. પોતાના અનુભવને અભિવ્યક્ત કરતાં તેમણે કહ્યું – ‘સવ્વે પાણા ણ અંતવ્યા’. આ બુદ્ધિનો સ્વર નથી, આત્મસાક્ષાત્કારમાંથી પ્રગટેલો સ્વર છે કોઈ પ્રાણીને મારશો નહિ. આ શાશ્વત ધર્મ છે, દેશ અને કાળથી પ્રતિબદ્ધ ધર્મ નથી. આત્મા અને ધર્મ સંપ્રદાય દેશ અને કાળથી પ્રતિબદ્ધ હોય છે. પ્રાચીનતા અને નવીનતાનો જે પ્રશ્ન આજે પ્રસ્તુત છે, તે ધર્મની સાથે નહિ પરંતુ સંપ્રદાયની સાથે જોડાયેલો છે. કયો સંપ્રદાય પ્રાચીન છે અને કયો સંપ્રદાય નવો છે ? પ્રશ્ન એ પણ છે કે નવા અને પ્રાચીનનું મહત્ત્વ શું છે ? જે આ શાશ્વત સ્વરનું ઉચ્ચારણ કરે છે તે નવો હોય તો પણ સારો છે અને પ્રાચીન હોય તો પણ સારો છે. આપણે ધર્મ અને સંપ્રદાયની બાબતમાં નવા-પ્રાચીનની ચર્ચા કરીએ છીએ, તે આપણી બહુ મોટી ભૂલ છે. શાશ્વત ધર્મ છે આત્મસાક્ષાત્કાર. આત્મા વગર (સિવાય) ધર્મની વાત થઈ જ ન શકે. આત્મા છે તો ધર્મ છે. આત્મા નથી તો ધર્મ નથી. આત્મા અને ધર્મમાં શાશ્વતવાદિતા છે.ધર્મ છે આત્માનો અનુભવ, શુદ્ધ ચેતનાનો અનુભવ. ધર્મનો અર્થ એટલો જ છે, તે જટિલ નથી પરંતુ સંપ્રદાયોએ તેને જટિલ બનાવી દીધો છે. શાશ્વત છે પારિણામિક ભાવ - એક વિદેશી ભાઈએ પ્રશ્ન કર્યો કે ધર્મ શું છે ? તેની સરળ વ્યાખ્યા શી છે ? મહાવીર વાણીના આધારે આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે હોઈ શકે – ધર્મ એટલે પોતાના સ્વભાવમાં રહેવું. આત્માનો જે સ્વભાવ છે, તે પોતાના એ સ્વભાવમાં રહેવા ઇચ્છે છે. એમાં અવિરત એક આંદોલન ચાલી રહ્યું છે, જેનું નામ છે પારિણામિક ભાવ મારા અસ્તિત્વમાં રહેવું છે, મારે પોતાના ઘરમાં રહેવું છે. આ જ આંદોલનનું નામ છે ધર્મ. તે પોતાના ઘરને ભાડૂઆતો પાસેથી ખાલી કરાવવા માટે સતત સંઘર્ષ કરતો રહે છે. રાગ અને દ્વેષ એ બે એવા મારે અસ્તિત્વ અને અહિંસા ૧૫૩ – Page #155 -------------------------------------------------------------------------- ________________ ભાડૂઆતો છે કે જે જબરદસ્તીપૂર્વક પોતાનો અડ્ડો જમાવીને બેસી ગયા છે. રાગ અને દ્વેષનું રહેવું અધર્મ અને એમનાથી પોતાની જાતને મુક્ત કરવી એ ધર્મ છે. શુદ્ધ અસ્તિત્વનો પ્રશ્ન યોગના આચાર્યોએ વારંવાર એ વાતને મહત્ત્વ આપ્યું કે ઉપાદેય કશું જ નથી, લેવાનું કશું જ નથી, સઘળું છોડવાનું જ છોડવાનું છે. જે વિજાતીય તત્ત્વો ભીતરમાં ભરેલાં પડ્યાં છે તેમને બહાર કાઢો, બહાર કાઢતા જ રહો. બાકી રહેશે માત્ર શુદ્ધ અસ્તિત્વ. આચાર્ય ભિક્ષુએ કહ્યું કે ત્યાગ ધર્મ છે. જેન આચાર્યોએ લેવાની વાતને ધર્મ નથી કહ્યો. એનો અર્થ એ છે કે શાશ્વત આપણી અંદર જ બેઠેલો છે, જીવનો પારિણામિક ભાવ આપણી અંદર જ છે. કર્મ ક્યારેય તેને પ્રભાવિત કરી શકતું નથી. પરિણામિક ભાવ કર્મને આધીન નથી, તે સ્વતંત્ર છે. જો પારિણામિક ભાવ ન હોત તો કર્મના પુદગલો જીવને અજીવ બનાવી મૂકત. આત્મા આત્મા ન રહેત, જીવ જીવ ન રહેત. એ પુદ્ગલોએ આત્મા ઉપર ગમે તેટલું આક્રમણ કર્યું હશે છતાં તેઓ આત્માને ક્યારેય અનાત્મ બનાવી શક્યા નથી. શક્તિશાળી તત્ત્વ એમ કહેવાય છે કે હિન્દુસ્તાન ઉપર આટલાં બધાં આક્રમણો થયાં છતાં હિન્દુ જાતિએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. ઘણા લોકો વિસ્મય વ્યક્ત કરે છે કે આપણી ઉપર અનેક આક્રમણો કરવામાં આવ્યાં પરંતુ આપણા અસ્તિત્વને કોઈ મિટાવી ન શક્યું. એનું કારણ શું ? હિન્દુજાતિનું અસ્તિત્વ સનાતન છે કે નહિ એવો પ્રશ્ન થઈ શકે પરંતુ આત્માનું અસ્તિત્વ શાશ્વત છે એમાં કોઈ શંકા નથી. તેના ઉપર ક્યારથી આક્રમણ ચાલી રહ્યું છે એની કાંઈ જ ખબર પડતી નથી. અનાદિકાળથી આત્મા ઉપર પુલોનાં આક્રમણો ચાલી રહ્યાં છે, પરંતુ તેના અસ્તિત્વને કોઈ આંચ આવી નથી. આત્મા અને પુગલ બન્નેના સંગ્રામમાં અસ્તિત્વનો દીપ હંમેશાં નિષ્પકંપ રહ્યો છે. પારિણામિક ભાવ એવું શક્તિશાળી તત્ત્વ છે કે જે અસ્તિત્વને અકબંધ રાખે છે. ધર્મ છે અસ્તિત્વની અનુભૂતિ અસ્તિત્વ શાશ્વત છે. તેની અનુભૂતિનું નામ ધર્મ છે. ધર્મ પણ -- અસ્તિત્વ અને અહિંસા ૧૫૪ -- Page #156 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત છે. અસ્તિત્વની અનુભૂતિમાંથી એક વ્યાવહારિક વાત મળી જો તમારું અસ્તિત્વ તમને પ્રિય હોય, તમે તમારા અસ્તિત્વને ટકાવી રાખવા ઇચ્છતા હો તો બીજાઓના અસ્તિત્વમાં ક્યારેય ખલેલ ન કરો. આ મહાન ભાવનાને ગૂંથી લઈને એક સ્વર પ્રસ્ફુટિત થયો સત્ત્વે પાણા ણ ખંતવ્યા. આ સ્વરની પાછળ સનાતન અસ્તિત્વની ભાવના છે. એમાં કોઈ સાંપ્રદાયિક સંકીર્ણતા નથી. મહાવીરે કહ્યું કે સંપ્રદાયવાદ સારો નથી, સાંપ્રદાયિક કટ્ટરતા સારી નથી. સંપ્રદાય ખરાબ નથી, ખરાબ છે સાંપ્રદાયિક કટ્ટરતા. મહાવીરે જે ધર્મનું પ્રતિપાદન કર્યું, તેમાં સાંપ્રદાયિક કટ્ટરતાને કોઈ સ્થાન નથી. સાંપ્રદાયિક કટ્ટરતા ન હોવી જોઈએ, એનો આદ્યસ્વર મહાવીર વાણીમાં જોઈ શકાય છે. તેમણે જે શાશ્વત સત્યોનું પ્રતિપાદન કર્યું તે આજે પણ આપણા સૌ માટે અનુકરણીય છે. અસ્તિત્વ અને અહિંસા ૢ ૧૫૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧ wwwwષ્ટ સંકલિકા ૦ અટ્ટા વિ સંતા અદુવા પત્તા ૦ અહા સચ્ચમિણ તિ બેમિ (આયારો ૪/૧૪-૧૫) ૦ કષ્ટ છે અસંતોષ ૦ સુખ છે સંતોષ 0 સંતોષ છે સ્વયં સાથે પ્રીતિ ૦ અસંતોષ છે પદાર્થોમાં વૃદ્ધિની શોધ ૦ સ્ત્રીની એક વિશેષતા છે વિલાસ ૦ સુંદર દેખાવાની પ્રવૃત્તિ શા માટે ૦ વિલાસ પેદા કરે છે અસંતોષ ૦ લક્ષણ ચંચળતાનું ૦ સંતોષ પોતાની જ અંદર છે ૦ અંદરની પીડા છે અસંતોષ આર્તના બે અર્થ – અભાવગ્રસ્ત પીડિત ૦િ ક્રૂરતાની પૃષ્ઠભૂમિ વિલાસ ૦ શોષણની સમસ્યા દૂરતા ૦ આર્ત અને પ્રમત્ત ન બનીએ ૦ સ્વયંને પ્રીતિ કરવાનું શીખીએ અસ્તિત્વ અને અહિંસા , ૧૫૬ ––– Page #158 -------------------------------------------------------------------------- ________________ | વિલાસ અને ક્રૂરતા અસંતોષની મનોવૃત્તિ અસંતોષ સૌથી મોટું કષ્ટ છે. અસંતોષની મનોવૃત્તિ જ અનેક અપરાધો અને સમસ્યાઓને જન્મ આપે છે. માનવીને ગમે તેટલું મળી જાય તો પણ તેને તૃપ્તિ નથી થતી. આજ સુધી કોઈ તૃપ્ત થયું નથી અને હવે પછી પણ કોઈ તૃમ થશે નહિ. મોટા મોટા સમ્રાટો અને ધનવાનો પણ ક્યારેય તૃમ થઈ શક્યા નથી. આજ સુધીનો ઇતિહાસ સાક્ષી છે કે જગતમાં પદાર્થો સાથે જીવનાર એક પણ માણસ તૃપ્ત નથી થયો. આ તથ્યમાં એક પણ વ્યક્તિ અપવાદરૂપે મળતી નથી. અસંતોષ વિલાસની ભાવનાને જગાડે છે. માણસ વિલાસી એટલા માટે છે કે તેની અંદર તૃપ્તિ નથી. સંતોષ એટલે તૃત થવું, પ્રીતિ કરવી. તૃમ થવાનો એક માર્ગ છે – પોતાની જાત સાથે પ્રીતિ કરવી. જેણે પોતાની જાત સાથે પ્રીતિ નથી કરી,તે વ્યક્તિ ક્યારેય સંતુષ્ટ થઈ જ નથી. આગની તૃપ્તિ ક્યારેય નથી થતી કારણ કે તે ઇંધણ ઉપર જીવે છે. તેને હંમેશાં ઇંધણની જરૂર પડે છે. વિલાસનો અર્થ કાવ્યશાસ્ત્રમાં સ્ત્રીની દશ વિશેષતાઓ બતાવવામાં આવી છે. એમાં એક છે વિલાસ. એક વિશેષ પ્રકારની અનુભૂતિ કરવી કે કરાવવી, એક વિશેષ પ્રકારની પ્રવૃત્તિ કરવી તે વિલાસ છે. પ્રત્યેક માનવીમાં એવી ભાવના રહે છે કે તે કંઈક અલગ દેખાય, વિશિષ્ટ દેખાય. એટલા માટે તે સાજ-સજાવટ, પ્રસાધન સામગ્રી વગેરેનો ઉપયોગ કરે છે. મહિલાઓ હોઠ અને નખ રંગે છે, અનેક પ્રકારની પ્રસાધન સામગ્રીનો ઉપયોગ કરે છે. પ્રશ્ન થાય છે કે શા માટે ? આ વિલાસ અને સુંદર દેખાવાની પ્રવૃત્તિ શા માટે છે ? એનું કારણ છે – ભીતરમાં અતૃમિ અધિક છે, અસંતોષ અધિક છે. જે વ્યક્તિ ભીતરથી સંતુષ્ટ હશે તેના મનમાં દેખાવાની વાત – અસ્તિત્વ અને અહિંસા કન૫૭ Page #159 -------------------------------------------------------------------------- ________________ ક્યારેય નહિ આવે. મહાવીરે ક્યારેય એમ નથી વિચાર્યું કે હું કેવો દેખાઉં છું? જો મહાવીર એમ વિચારત તો તેઓ ક્યારેય અચેલ ન બની શક્યા હોત. જે સ્વયં પરિપૂર્ણ બની જાય છે, સમર્થ અને તૃત બની જાય છે તેને બહારની સાજ-સજાવટની જરૂર રહેતી નથી. અતૃપ્તિઃ ઉત્સુકતા વિલાસ અસંતોષ પેદા કરે છે અને અસંતોષને ભડકાવવામાં બહારની વાતો ખૂબ ભાગ ભજવે છે. આપણા જગતમાં એટલો બધો કોલાહલ છે કે તે માણસને વિચલિત કરી મૂકે છે. જે પોતાની જાતને પ્રેમ નથી કરતો, માત્ર બહારના કોલાહલમાં જીવે છે તે ક્યારેય તૃત નથી થતો. કોઈપણ ઘટના ઘટે છે ત્યારે વ્યક્તિનું ધ્યાન એ તરફ દોરાઈ જાય છે. તે ચંચળતાનું એક લક્ષણ છે. વ્યક્તિની અતૃપ્તિ જ ઉત્સુકતા જગાડે છે. બાહ્ય ઘટના અને કોલાહલ તેનું એક કારણ બની જાય છે. જે વ્યક્તિમાં અતૃમિ મટતી નથી, જે વ્યક્તિ કોલાહલ સાંભળતી રહે છે, તે વિલાસ અને પ્રદર્શનથી મુક્તિ પામી શકતી નથી, પોતાની જાતને પ્રેમ કરી શકતી નથી. સંતોષ છે સ્વયં સાથે પ્રીતિ - જો આપણે સુખ મેળવવું હોય, ધર્મનો મર્મ જાણવો હોય તો બે બાબતો સ્વીકારવી પડશે : આપણે પોતાની જાતને પ્રેમ કરવાનું શીખીએ અને બાહ્ય કોલાહલ સાંભળવાનું બંધ કરીએ. આ નિર્ણય પોતાના ભીતરમાંથી પ્રગટ થવો જોઈએ. સંતોષ જો હોય તો તે પોતાના ભીતરમાં જ છે, અન્યત્ર ક્યાંય નથી. જે દિવસે સંતોષ પ્રગટ થાય છે એ દિવસે વિલાસની ભાવના સમાપ્ત થઈ જાય છે. ઘણા લોકો એવી જિજ્ઞાસા વ્યક્ત કરે છે કે સંતોષ શું છે ? સંતોષ કોને કહેવાય ? સંતોષનો અર્થ છે પોતાની જાતને પ્રેમ કરવો. આપણે પોતાને પ્રીતિ કરીએ, સંપૂર્ણ પ્રીતિ કરીએ, સમ્યક્ પ્રીતિ કરીએ, પોતાના જ ઇષ્ટ સાથે પ્રીતિ કરીએ. અહ, મુનિ, આચાર્ય આ તમામ આપણા જ ભીતરમાં છે. તેથી પોતાની જાતને પ્રેમ કરવાનું શીખવું જોઈએ. એ વ્યક્તિ સંતોષી છે કે જે પોતાની જાતને પ્રેમ કરે છે. જે વ્યક્તિ બાહ્ય પદાર્થોથી સંતુષ્ટ થવાના ઉધામા કરે છે તે ક્યારેય સંતુષ્ટ થતી નથી. સંતોષ જ પરમ સુખ છે અને તે --- અસ્તિત્વ અને અહિંસા , ૧૫૮ -- - Page #160 -------------------------------------------------------------------------- ________________ છે પોતાની જાત સાથેની પ્રીતિ. અસંતોષ પરમ દુઃખ છે અને તે છે બાહ્ય પદાર્થોમાં તૃપ્તિની શોધ. અસંતોષઃ બહિકક્ષા, સંતોષઃ પ્રીતિરાત્મનિ / સંતોષઃ પરમં સૌનું, અસંતોષોડસુખં પરમ્ // સંતોષઃ અંતસ્ની પીડા - ભગવાન મહાવીરે કહ્યું કે બે પ્રકારના માણસો ધર્મનું આચરણ કરી શકતા નથી : એક તો એ કે જે આર્ત છે અને બીજો એ કે જે પ્રમત્ત છે. આર્ત એટલે પીડિત. અસંતોષ પોતાના અંતરની પીડા છે, જેનો આપણે અનુભવ નથી કરી રહ્યા. અસંતોષ એક જ્વાળા છે, એક આગ છે જે પોતાની અંદર જ પ્રજળી રહી છે. તે એક વેદના છે, એક વ્યથા છે, જે પોતાની અંદર જ છે. આર્તનો એક અર્થ છે પીડિત. અભાવગ્રસ્ત એ એનો બીજો અર્થ હોઈ શકે છે. ભીતરમાં જેટલી પીડા અધિક હશે એટલો જ અભાવ પણ અધિક હશે. ભીતરમાં જેટલી પીડા ઓછી હશે એટલો જ અભાવ પણ ઓછો હશે. માનવીમાં અભાવનો ઘડો ક્યારેય ભરાતો નથી. કારણ કે તેની ભીતરની પીડા મિટાવવા માટે જગતના તમામ પદાર્થો પણ પર્યાપ્ત નથી. કોણ કરી શકે છે ધર્મ? પ્રમત્ત વ્યક્તિ પણ ધર્મનું આચરણ કરી શકતી નથી. જે વિલાસી છે, પ્રમાદી અને આળસુ છે, નશાખોર છે, માદક વસ્તુઓનું સેવન કરે છે તે વ્યક્તિ ધર્મનું આચરણ કરી શકતી નથી. જો નશાની આદત એક વખત પડી જાય તો એમાંથી છૂટવાનું મુશ્કેલ બની જાય છે. તે સ્નાયવિક વિકૃતિ બની જાય છે. આપણે હેરોઈન જેવા મોટા નશાની વાત જવા દઈએ, પરંતુ જર્દા ખાવાનો નશો પણ છૂટી શકતો નથી. ભીતરમાં એવી માંગ પેદા થાય છે કે માણસ પોતાને રોકી શકતો નથી. મહાવીરે એ સચ્ચાઈ વ્યક્ત કરતાં કહ્યું કે જેઓ ધર્મનું આચરણ કરતા નથી, પીડા ભોગવી રહ્યા છે તેઓ નિશ્ચિત રૂપે આર્ત અને પ્રમત્ત હશે. આ એક તથ્ય છે – જ્યારે જીવનમાં ધર્મ નહિ હોય ત્યારે વિલાસ વધી જશે અને તેની સાથે સાથે ક્રૂરતા પણ વધી જશે. અસ્તિત્વ અને અહિંસા , ૧૫૯ —— Page #161 -------------------------------------------------------------------------- ________________ વિલાસ સાથે જોડાયેલી છે ક્રૂરતા આજે જગતમાં ક્રૂરતાને કારણે અનેક આંદોલનો ચાલી રહ્યાં છે. અનેક દેશોમાં પ્રાણીઓને ક્રૂર રીતે મારવામાં આવે છે. પ્રસાધન સામગ્રી તૈયાર કરવાના હેતુથી પ્રાણીઓનો વ્યાપક સંહાર થાય છે. હિન્દુસ્તાન જેવો ધર્મપ્રધાન દેશ પણ આ સમસ્યાથી મુક્ત નથી. વિલાસની ભાવનાની પૂર્તિની પૃષ્ઠભૂમિમાં કેટકેટલાં પ્રાણીઓની આહ અને તેમના કરુણ ચિત્કાર હોય છે ! જેટલાં ઐશ્વર્ય, વિલાસ અને ભોગ છે તે તમામની સાથે ક્રૂરતા જોડાયેલી છે. વિલાસ, ઐશ્વર્ય અને ભોગની પ્રવૃત્તિએ ક્રૂરતાને ભડકાવી છે. આજે જગતમાં કરૂણાશીલ લોકોની સંખ્યા ઓછી છે અને ક્રૂર લોકોની સંખ્યા વધી રહી છે. તેનું એક મુખ્ય કારણ વિલાસની ભાવના પ્રબળ બની છે તે છે. વધી રહેલા વિલાસનાં સાધનો થકી પણ આ સમસ્યા ઉગ્ર બની છે. શોષણનું કારણ આજકાલ શોષણ વિશે વ્યાપક ચર્ચાઓ સાંભળવા મળે છે. ક્રૂરતા વગર બીજાઓનું શોષણ કરવાનું શક્ય નથી. જ્યારથી સામ્યવાદ અને સમાજવાદનો સિદ્ધાંત પ્રસ્તુત થયો છે ત્યારથી એવો સ્વર અનેક વખત ઉદ્ઘોષિત થતો રહ્યો છે કે ગરીબોનું શોષણ ન કરો. એમ લાગે છે કે આજે પણ એ સ્વર પ્રભાવક બની શક્યો નથી. શોષણનું ચક્ર યથાવત્ ચાલી રહ્યું છે. માણસની ક્રૂરતાને કારણે શોષણની સમસ્યા ગંભીર બની છે. જેનામાં ધર્મના સંસ્કારો નથી, એનામાં એટલો જ અધિક અસંતોષ છે, ક્રૂરતાનો ભાવ છે. આજે પણ ધન મેળવવા માટે એક માણસ બીજા માણસની હત્યા કરી નાંખે છે. માનવી માનવી પ્રત્યે સંવેદનશીલ નથી, કરુણાશીલ નથી. આપણે તેને વિલાસ અને ક્રૂરતા પણ કહી શકીએ, ભીતરની અતૃપ્તિ કે અસંતોષ પણ કહી શકીએ. જ્યાં સુધી ભીતરથી તૃપ્ત થવાની વાત સમજાતી નથી, ત્યાં સુધી વિલાસ અને ક્રૂરતાની સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. વિરાટ સાથે પ્રીતિ વ્યક્તિની અંદર એક અતૃમ ઝંખના સળવળતી રહે છે. તે એમ વિચારે છે કે આજે આ ન થયું, આજે અમુક ચીજ ન મળી, આમ ન – અસ્તિત્વ અને અહિંસા ત ૧૬૦ – Page #162 -------------------------------------------------------------------------- ________________ થયું – તેમ ન થયું. આવી વાતોનો મન ઉપર એક પ્રકારનો બોજ બની જાય છે – તે બોજ ઊતરવો જરૂરી છે. આપણે એવી ચિંતાનો ભાર ન વેઢારવો જોઈએ, પ્રમત્ત અને આર્ત ન બનવું જોઈએ. પોતાની ચેતના અને પોતાના આત્મા સાથે પ્રીતિ કરવાનું શીખવું જોઈએ. જે વ્યક્તિમાં આવી પ્રીતિ જાગી જાય છે, તેના જીવનમાં ધર્મ અવતરે છે. તેનો અસંતોષ સંતોષમાં પરિવર્તિત થઈ જાય છે. તેના વિલાસ અને ક્રૂરતાના ભાવ વિલીન થઈ જાય છે. એ વ્યક્તિ સદાય આનંદનું જીવન જીવે છે. રાજસ્થાનની એક જાણીતી કહેવત છે – “સદા દિવાલી સંતકે, આઠો પર આનંદ. પોતાની જાતને પ્રીતિ કરનાર વ્યક્તિ આઠેય પ્રહર આનંદનું જીવન જીવે છે, તેને કોઈ અપેક્ષા નથી રહેતી. પોતાની જાતને પ્રેમ કરનાર વ્યક્તિ જ પ્રેમને વિરાટ રૂપ આપી શકે છે. પોતાની જાત સાથેની પ્રીતિ જ વિરાટ સાથેની પ્રીતિ છે અને એ જ પોતાના કલ્યાણનો, માનવીમાત્રના કલ્યાણનો માર્ગ છે. ----- -- અસ્તિત્વ અને અહિંસા કે ૧૬૧ - ૧૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨ News સંકલિકા ૦ જા જુણાઈ કઠાઇ, હવ્યવાહો પત્થતિ એવું અત્તસમાહિએ અ૭િ / (આયારો ૪/૩૩) ૦ કેટલાક વણઉકલ્યા પ્રશ્ન ૦ પ્રશ્ન આત્માની શોધનો ૦ ધાર્મિકનું ગંતવ્ય ૦ લાંબી છે યાત્રા ૦ ઉપાય છે નિર્વિકલ્પ સમાધિ ૦ સમાધિઃ વર્તમાન પ્રયોગ ૦ આત્મસમાધિનું સ્વરૂપ 0 શુક્લધ્યાનનું પરિણામ ૦ શુક્લધ્યાની વ્યક્તિની ક્ષમતા ૦ મણવીરની પ્રેરણા ૦ આત્મજ્ઞાન : ભેદવિજ્ઞાન ૦ મૌલિક મનોવૃત્તિઓઃ પરિષ્કારનો માર્ગ 0 સાઈક + લોગસ-સાઈકોલોજી સાઈક-આત્મા લોગસ – વિજ્ઞાન ૦ પદાર્થ-નિરપેક્ષ સુખ ૦ નિર્વિચારતાનું મહત્વ – અસ્તિત્વ અને અહિંસા - ૧૬૨ –– Page #164 -------------------------------------------------------------------------- ________________ સમાધિનું મહત્ત્વ શું સંસ્કારોને ક્ષીણ કરી શકાય ખરા ? શું વૃત્તિઓને ક્ષીણ કરી શકાય ખરી ? શું મૌલિક મનોવૃત્તિઓનો પરિષ્કાર કરી શકાય ખરો ? આવા કેટલાક પ્રશ્નો છે કે જેમનો ઉત્તર મનોવિજ્ઞાન પાસે નથી. મનોવિજ્ઞાને મનનું અધ્યયન કર્યું, પરંતુ મનથી પર જે આત્મા છે તે ક્યારેય તેના અધ્યયનનો વિષય ન બન્યો તેથી કેટલાક પ્રશ્નો તેના માટે વણઉકલ્યા રહી ગયા છે. પ્રાચીન કાળના દાર્શનિકોએ મન અને બુદ્ધિથી પર જઈને આત્માની શોધ કરી, આત્માનું અધ્યયન કર્યું. અરસ્તુ, સુકરાત, પ્લેટો વગેરે યૂનાની દાર્શનિકોએ આત્મા વિશે ગહન અનુશીલન કર્યું. હિન્દુસ્તાનમાં મહાવીર, સાંખ્ય તથા વેદાંતના આચાર્યોએ આત્મા ઉપર ખૂબ કામ કર્યું. મંજિલ છે આત્મા આપણી અંતિમ મંજિલ આત્મા છે. જે ધાર્મિક છે, આત્મવાદી છે તેનું ગંતવ્ય છે આત્માને જાણવો, આત્માને પ્રાપ્ત કરવો. પરંતુ ત્યાં સુધી પહોંચવાની યાત્રા ખૂબ લાંબી છે. પ્રથમ આપણે શરીરને પાર કરીએ, ત્યાર પછી મન અને બુદ્ધિને પાર કરીશું. આટલું થયા પછી ક્યાંક આત્માની વાત સમજાશે. આત્માને સમજ્યા પછી જીવનનું દર્શન બદલાય છે, દૃષ્ટિકોણ બદલાય છે. એ વાત સમજાય છે કે જે જૂના સંસ્કારો છે, વૃત્તિઓ છે તેમનું ઉન્મૂલન કરી શકાય છે. મહાવીરે કહ્યું કે અગ્નિ લાકડાને બાળે છે. લાકડું લીલું (ભીનાશવાળું) હોય તો બળવામાં તેને થોડોક સમય લાગે છે અને લાકડું સુકું હોય તો તે તરત બળી જાય છે. જે વ્યક્તિ આત્મસમાધિ પ્રાપ્ત કરી લે છે તે અનાસક્ત છે, તેને ક્યાંય પણ સ્નેહનો લેપ અવશેષ નથી હોતો. એવી વ્યક્તિ કર્મને બાળી નાંખે છે, સંસ્કારોને સમાપ્ત કરી દે છે. સંસ્કારોને એ જ વ્યક્તિ સમાપ્ત કરી શકે છે કે જે આત્મસમાધિમાં ચાલી જાય છે. અસ્તિત્વ અને અહિંસા - ૧૬૩ Page #165 -------------------------------------------------------------------------- ________________ નિર્વિકલ્પ સમાધિ આદતોને બદલવાનો, મૌલિક મનોવૃત્તિઓના પરિષ્કારનો સૌથી વધુ વિશ્વસનીય અને મહત્ત્વપૂર્ણ ઉપાય છે – નિર્વિકલ્પ સમાધિ. જ્યારે માણસ શુક્લધ્યાનની અવસ્થામાં પહોંચે છે ત્યારે એક સાથે વૃત્તિઓનું બળવાનું શરૂ થઈ જાય છે. શુક્લધ્યાનની અવસ્થા નિર્વિકલ્પ સમાધિની અવસ્થા છે. જ્યાં સુધી ચિંતન અને વિચાર ચાલે છે ત્યાં સુધી સાધનામાં જેટલું તેજ પ્રગટવું જોઈએ તેટલું પ્રગટતું નથી. માનસિક વિચારની ભૂમિકામાં ઘણું બધું પ્રાપ્ત થાય છે પરંતુ ઘણું બધું છૂટી પણ જાય છે. એ અવસ્થામાં કેટલુંક ઉપલબ્ધ થાય છે પરંતુ મૂળ વાત પ્રાપ્ત થતી નથી. માનસિક વિચારની અવસ્થામાં નિર્મૂળ નાશની સ્થિતિ પ્રાપ્ત થતી નથી. નિર્વિચાર અવસ્થામાં જ સંસ્કારોનું મૂળથી ઉમૂલન થાય છે, પછી કોઈ આદત શેષ રહેતી નથી, વૃત્તિઓ સમાપ્ત થઈ જાય છે. આત્મસમાધિ આજકાલ સમાધિના અનેક પ્રયોગો ચાલી રહ્યા છે. યોગી કહેવાતા કેટલાક લોકો સમાધિ લે છે, ભૂમિસમાધિ, જળસમાધિ વગેરેનો સંકલ્પ કરે છે. આ બધું પ્રદર્શન જેવું બની ગયું છે. જો કે એમાં શ્વાસ ઉપર નિયંત્રણ કરવામાં આવે છે. નાડી અને હૃદય ઉપર પણ નિયંત્રણ કરવામાં આવે છે. ડોક્ટરો માટે એ આશ્ચર્યની વાત છે કે સ્વતઃ ચાલિત નાડીતંત્ર ઉપર નિયંત્રણ કેવી રીતે કરવામાં આવે છે, પરંતુ યોગ દ્વારા એવી સમાધિનો પ્રયોગ કરવામાં આવે છે. મહાવીરે જે આત્મસમાધિની ચર્ચા કરી છે તે એક અલગ સમાધિ છે. તે આ તમામ કરતાં આગળની ભૂમિકા છે. આત્મસમાધિમાં વ્યક્તિ આત્મસ્થ બની જાય છે. જે ચેતના બાહ્યમાં રમમાણ હોય છે તેને બહારથી ખસેડીને, તેનો પ્રત્યાહાર કરીને તેને તદ્દન ભીતરમાં લઈ જાય છે. તે ચેતનાને અંદર જ કેન્દ્રિત કરી રાખે છે, બહાર નીકળવા દેતી નથી. આ સાધનાની ઉચ્ચ ભૂમિકાની એક અવસ્થા છે. આ અવસ્થા પ્રાપ્ત થયા પછી સંસ્કારોને બાળવાનું શરૂ થઈ જાય છે. આગને ઉદ્દીપ્ત કરનારું ઇંધણ સમાપ્ત થઈ જાય છે. શુક્લફ્સાન ઃ ક્ષમતાનું નિદર્શન શુક્લધ્યાનની અવસ્થામાં કર્મોને નષ્ટ કરવાની શક્તિ કેટલી વધી જાય છે તેનો ઉલ્લેખ જૈન આગમ સાહિત્યમાં ઉપલબ્ધ છે. ધર્મ ધ્યાનમાં કર્મોનો નાશ થાય છે પરંતુ શુક્લધ્યાન સામે તો તેની કોઈ વિસાત – અસ્તિત્વ અને અહિંસા = ૧૬૪ Page #166 -------------------------------------------------------------------------- ________________ નથી. જેવી રીતે અગ્નિ સૂકા લાકડાને પ્રજાળે છે તેવી જ રીતે શુક્લધ્યાનમાં પહોંચેલો સાધક કર્મોને ભસ્મ કરી મૂકે છે, આદતોને દળી નાંખે છે. શુક્લધ્યાનની ગરમી એટલી બધી તીવ્ર હોય છે કે તેને સહન કરવા માટે ફાયરપ્રૂફ ભઠ્ઠીઓ પણ વ્યર્થ બની જાય છે. આચાર્ય ઉમાસ્વાતિએ લખ્યું છે – શુક્લધ્યાનમાં ચડેલી વ્યક્તિ એવી શક્તિશાળી બની જાય છે કે જો તે ઇચ્છે તો જગતનાં તમામ પ્રાણીઓનાં કર્મોને એકલો જ ખપાવી શકે છે. એવું થતું નથી કારણ કે કોઈ કોઈના કર્મને ક્ષીણ કરી શકતું નથી પરંતુ આ એની ક્ષમતાનું નિદર્શન છે. સંસ્કારોનું દબાણ ભગવાન મહાવીરે મુનિને પ્રેરણા આપી કે તમે આત્મસમાધિમાં જાવ, આત્મામા રહો. આપણે જાણીએ છીએ કે ચૈતન્યમય પદાર્થનું નામ છે આત્મા, પરંતુ મુશ્કેલી એ છે કે આપણે એમાં રહી શકતા નથી. સમાધિતંત્રમાં કહેવામાં આવ્યું કે આપણે એ વાત જાણીએ છીએ કે શરીર અલગ છે અને આત્મા અલગ છે. આપણે એવી ભાવના પણ કરીએ છીએ કે શરીર અને આત્માના ભેદજ્ઞાનની અનુભૂતિ થાય, પરંતુ જૂના સંસ્કારો અત્યંત જટિલ હોય છે. તેમના દબાણથી વ્યક્તિ ભ્રમમાં પડી જાય છે. આત્મસમાધિમાં જવા માટે આ ભ્રાંતિને તોડવી જરૂરી છે. સાઈકોલોજીનો અર્થ પ્રશ્ન છે કે જે જૂના સંસ્કાર છે, જૂની આદતો છે તેમને શી રીતે બદલવાં ? મનોવૈજ્ઞાનિકોએ માનસ ચિકિત્સાનો ક્રમ શરૂ કર્યો, મનની બીમારીઓની ચિકિત્સા કરવાનું શરૂ કર્યું. મનની બીમારીનો ઇલાજ મનોવિજ્ઞાન પાસે છે, પરંતુ એ પ્રશ્નનું સમાધાન મનોવિજ્ઞાન પાસે નથી કે શું મૌલિક મનોવૃત્તિઓ ભૂખ, સંઘર્ષ, કામ (સેક્સ) વગેરેનો પરિષ્કાર કરી શકાય ખરો ? આત્મવિજ્ઞાનની ભૂમિકા ઉપર રહેનારા લોકોએ તેના પરિષ્કારનો માર્ગ શોધ્યો. તેઓ મનની સીમામાં બંધાયેલા નથી. તેમણે મનથી પર બુદ્ધિને સમજવાનો પ્રયત્ન કર્યો, ચિત્તને સમજવાનો પ્રયત્ન કર્યો. તેઓ માઈન્ડ ઉપર જ નથી અટક્યા, સાઈક સુધી પહોંચી ગયા છે. હકીકતમાં સાઈકોલોજીનો અર્થ આત્મવિજ્ઞાન જ થાય છે. એમાં બે શબ્દો પ્રયોજાયેલા છે સાઈક અને લોગસ. સાઈક એટલે આત્મા ચિત્ત. લોગસ એટલે વિજ્ઞાન. જો કે મનોવૈજ્ઞાનિકો અસ્તિત્વ અને અહિંસા ૧૬૫ - — Page #167 -------------------------------------------------------------------------- ________________ મનથી આગળ વધી શકયા નથી, પરંતુ જેઓ આત્મવાદી છે તેમણે મનથી આગળ જવું જોઈએ. પદાર્થ-નિરપેક્ષ સુખ આત્મા સુધી પહોંચવા માટે દરરોજ થોડીક ક્ષણો નિર્વિચાર અવસ્થામાં પસાર થાય તે આવશ્યક છે. એક સુખ એવું હોય છે કે જે પદાર્થ-નિરપેક્ષ હોય છે, તે ભીતરમાંથી ટપકે છે. નિર્વિચારતાનું જીવન જીવનાર વ્યક્તિ આ સુખ સહજ રીતે પ્રાપ્ત કરી લે છે. જ્યાં સુધી આપણે નિર્વિચાર ક્ષણને નહિ જીવીએ ત્યાં સુધી પદાર્થ નિરપેક્ષ સુખનો અર્થ સમજાશે નહિ, આત્મસમાધિની વાત સમજાશે નહિ. નિર્વિચારતાની અનુભૂતિ એવી અનુભૂતિ છે કે જે જગતની તમામ અનુભૂતિઓથી પર છે. કોઈ પદાર્થજન્ય અનુભૂતિ ત્યાં સુધી પહોંચી શકતી નથી. જે દિવસે આપણે એ ભૂમિકા ઉપર પહોંચીશું તે દિવસ આપણા માટે સૌથી મોટા સૌભાગ્યનો દિવસ હશે. અસ્તિત્વ અને અહિંસા ૧૬૬ Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨ assuebesses સંકલિકા ૦ ૦ આવીલએ પવીલએ નિખીલએ જ હિત્તા પુત્વસંજોગં હિરચા વિસમ / (આયારો ૪/૪૦) જસ્ટં ભિખુલ્સ એવં ભવતિ-સે ગિલામિ ચ ખલુ અહં ઇમંતિ સમએ ઇમં શરીરગં અણુપુવૅણ પરિવહિએ, આણપણે... અભિનિવુડચ્ચે (આયારો ૮/૧૦૫) 0 ૦ મુનિ જીવનઃ ત્રણ ભૂમિકાઓ ૦ આપીડન-ચોવીસ વર્ષ પ્રપીડન-બાર વર્ષ, નિષ્પીડન-બાર વર્ષ ૦ આપીડન : અલ્પપીડન ૦ પ્રથમ ભૂમિકા - શ્રુત વધુ તપ ઓછું ૦ બીજી ભૂમિકા - દેશાટન, ધર્મપ્રચાર, અધ્યાપન વગેરે 0 ણમુક્તિનો સમય ૦ ત્રીજી ભૂમિકા તપસ્યા-સાધના મુખ્ય, શ્રત ગૌણ ૦ ભૂમિકાનિર્ધારણનો ઉદેશ જ્ઞાનની સાધના, સંઘની સેવા, પોતાની સાધના, પોતાનું કલ્યાણ ૦ ગૃહસ્થ જીવનની ભૂમિકા ત્રણ ભૂમિકાઓ વિદ્યાર્થી જીવનની ભૂમિકા, ગૃહસ્થજીવનની ભૂમિકા, ગૃહત્યાગની ભૂમિકા ૦: નવી જીવનપદ્ધતિનું દર્શન – અસ્તિત્વ અને અહિંસા - ૧૬૭ – Page #169 -------------------------------------------------------------------------- ________________ સાધનાની ભૂમિકા માનવીનું જીવન અમૂલ્ય છે, દુર્લભ છે અને જીવન જીવવું તે એક કલા છે. પ્રશ્ન છે કે જે અમૂલ્ય છે તેનો ઉપયોગ શી રીતે કરવો? જે દુર્લભ છે તેનું મૂલ્ય શી રીતે ચૂકવવું ? જે કલા છે તેને શી રીતે જીવવી ? આ પ્રશ્નો વિશે ઘણા વખત પહેલાં વિચારવામાં આવ્યું. જીવન જીવવા માટે અનેક અવસ્થાઓ આપવામાં આવી. વૈદિક ધર્મમાં વ્યક્તિને શતાયુ સમજીને જીવનને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું. પચીસ વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, પચીસ વર્ષ ગૃહસ્થ આશ્રમ, પચીસ વર્ષ વાનપ્રસ્થ આશ્રમ અને પચીસ વર્ષ સંન્યાસ આશ્રમ. મુનિ જીવન ઃ ત્રણ ભૂમિકાઓ જેન ધર્મમાં પણ વ્યવસ્થા આપવામાં આવી, જો કે શ્રાવકસમાજમાં એવો ક્રમ ચાલતો નથી. મુનિ માટે પણ અવસ્થાઓનો નિર્દેશ કરવામાં આવ્યો. મુનિ જીવનને ત્રણ ભૂમિકાઓમાં વહેંચવામાં આવ્યું – આપીડન પ્રપીડન નિષ્પીડન. અડતાલીસ વર્ષનું મુનિ જીવન સમજીને આ ભૂમિકાઓનું નિર્માણ કરવામાં આવ્યું. પ્રથમ ભૂમિકાની અવધિ ચોવીસ વર્ષ છે, બીજી ભૂમિકાની અવધિ બાર વર્ષ છે અને ત્રીજી ભૂમિકાની અવધિ પણ બાર વર્ષ છે. પ્રશ્ન છે કે આ ભૂમિકાઓ શા માટે ? એનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું ? કહેવામાં આવ્યું કે શરીરને સાધવું છે, કર્મશરીરનું પીડન કરવું છે. સ્થૂળ શરીરનું પીડન અને કર્મશરીરનું પીડન. તેથી આપીડન શબ્દની પસંદગી કરવામાં આવી. આપીડન છે અલ્પપીડન. જો શરૂથી જ કઠિન સાધના બતાવવામાં આવે તો તે શક્ય બની શકતી નથી. માનવી સહન કરતાં કરતાં સાધનાની ભૂમિકા ઉપર આગળ વધે – અસ્તિત્વ અને અહિંસા ક ૧૬૮ Page #170 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રથમ તે સહન કરવાનું શરૂ કરે છે અને એક દિવસ સહિષ્ણુતાના શિખર ઉપર તે પહોંચી જાય છે. સાધનાનું પ્રથમ ચરણ આપીડન સાધનાનું પ્રથમ ચરણ છે. તેરાપંથની પરંપરા છે કે જે નવી વ્યક્તિ સાધુ બને છે તેને સૂઈ જવાની જગા પ્રથમ મળે છે, આહાર પ્રથમ મળે છે. અન્ય પણ ઘણી સુવિધાઓ તેને પ્રથમ ઉપલબ્ધ થાય છે. તે એટલા માટે કે એ સહન કરવાનું શીખી જાય, સાધુજીવનમાં આવનારાં કષ્ટો સહન કરવાની ભૂમિકા તૈયાર થઈ જાય. આપીડનની ભૂમિકાને સાધવાના બે ઉપાય છે : શ્રુત અને તપ. જે મુનિ બને છે, તે બાર વર્ષ શ્રુતનું અધ્યયન કરે છે. જ્ઞાન કંઠસ્થ કરવું, સ્વાધ્યાય કરવો વગેરે કાર્યોમાં તે પોતાની શક્તિનું નિયોજન કરે છે. ત્યાર પછી બાર વર્ષ સુધી તેને અર્થનું જ્ઞાન આપવામાં આવે છે. અધ્યયનની સાથે સાથે તેને અનુરૂપ તપસ્યાનો ક્રમ પણ ચાલે છે. અધ્યયન માટે જેટલી તપસ્યા આવશ્યક છે એટલી તપસ્યા તે કરતો રહે છે. તપસ્યાને કારણે અધ્યયનમાં અવરોધ ઊભો ન થાય એનું ધ્યાન અવશ્ય રહેવું જોઈએ. પ્રપીડનની ભૂમિકા ચોવીસ વર્ષની પ્રથમ ભૂમિકામાં સાધક નિષ્પન્ન થઈ જાય છે, પરિપકવ બની જાય છે. બાર વર્ષની બીજી ભૂમિકાનું કાર્ય છે – દેશાટન અને દેશભ્રમણ કરવું, ધર્મ પ્રચાર કરવો, શિષ્યોને દીક્ષિત કરવા, અધ્યાપન કરવું, તપશ્ચર્યાનું આચરણ કરવું વગેરે. પ્રશ્ન ઉદ્ભવી શકે કે આ બધું શા માટે ? સંઘની પરંપરાનો વિચ્છેદ ન થાય, સંઘની પરંપરા બરાબર ચાલે એટલા માટે બાર વર્ષ સુધી સંઘની સેવા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો. બાર વર્ષનો સમય સંઘને સેવા આપવા માટેનો હોય છે. એ ઋણમોક્ષનો સમય હોય છે. પ્રત્યેક સાધુ-સાધ્વી ઉપર સંઘનું ઋણ હોય છે. જો તે ઋણ ચૂક્વવામાં ન આવે તો સાધુ-સાધ્વી કરજદાર રહી જાય. જેવી રીતે માતૃઋણ, પિતૃઋણ અને ગુરુઋણ હોય છે તેવી જ રીતે સંઘનું પણ ઋણ હોય છે. અધ્યાપન કાર્ય, લોકોને સમજવા, પ્રચાર કરવો વગેરે માટે બાર વર્ષનો મુક્ત સમય નિશ્ચિત કરવામાં આવ્યો. નિષ્પીડનની ભૂમિકા છત્રીસ વર્ષના સાધના કાળમાં મુનિ બે ભૂમિકાઓ- આપીડનની – અસ્તિત્વ અને અહિંસા - ૧૬૯ --- Page #171 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા અને પ્રપીડનની ભૂમિકા પાર કરી લે છે. ત્રીજી ભૂમિકા નિષ્પીડનની ભૂમિકા છે. નિશીથ-ચૂર્ણિમાં આ ભૂમિકાના સંદર્ભમાં સ્પષ્ટ સંક્ત મળે છે. એમ કહેવામાં આવ્યું કે જો મુનિને એમ લાગે કે આયુષ્ય ધર્ઘ છે તો તેણે વિશિષ્ટ સાધનાનો કોઈ વિકલ્પ સ્વીકારવો જોઈએ. જિનકલ્પની સાધના કરે, એકલવિહારી બને, યથાલંદકની સાધના, પ્રતિમાની ધારણા અથવા પરિહારવિશુદ્ધિ ચાત્રિનો સ્વીકાર કરવો જોઈએ. આમાંથી કોઈ એક વિશિષ્ટ સાધનાને સ્વીકારીને તેના અનુપાલનમાં તેણે સમર્પિત થઈ જવું જોઈએ. જો મુનિને એમ લાગે કે આયુષ્ય વધુ નથી અને શરીર નબળું પડી રહ્યું છે તો તેણે સંલેખનાપૂર્વક મૃત્યુની પસંદગીની તૈયારી કરવી જોઈએ. સંલેખનાનો સમય બાર વર્ષનો હોય છે. લાપૂર્ણ જીવનપદ્ધતિ મુનિ જીવનની આ ત્રણ ભૂમિકાઓને આ સ્વરૂપે પ્રસ્તુત કરી શકાય – આપીડન-શ્રુતનું અધ્યયન અધિક, તપ અલ્પ. પ્રપીડન-કષ્ટ સહન કરવું, પ્રચાર વગેરે અધિક, તપ સ્વલ્પ. નિષ્પીડન-તપસ્યપ્રધાન, સાધનાપ્રધાન. અધ્યયન, અધ્યાપન અને શ્રુત ગૌણ. આ કલાપૂર્ણ મુનિજીવન જીવવાની પદ્ધતિ છે. સાધુસંસ્થામાં લાંબા સમય સુધી આવી પરંપરા ચાલતી રહી. કાળાંતરે એ વ્યવસ્થા વિચ્છિન્ન થઈ ગઈ. એક સુંદર ક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો – પ્રથમ જ્ઞાનની સાધના કરવી, પછી સંઘની સેવા કરવી, સંઘની પરંપરાનો વિચ્છેદ ન થવા દેવો, તેનો આગળ વિકાસ કરવો. પ્રથમ પોતાનું કરો, પછી સંઘનું કરો અને ત્યારબાદ ભગવાનનું કરો, પરમાર્થમાં જોડાઈ જાઓ, સાધનામાં ઓતપ્રોત બની જાઓ. જેના માટે મુનિવ્રત સ્વીકારવામાં આવ્યું, તેના પ્રત્યે પૂર્ણ સમર્પિત બની જાઓ. એનું તાત્પર્ય છે -એકાંતવાસ, મૌન, માત્ર તપસ્યા, સંઘની ચિંતાથી પણ એક રીતે મુક્ત થઈ જવું. સુંદર વ્યવસ્થા આ એક અત્યંત સુંદર વ્યવસ્થા છે. એમાં કોઈપણ વ્યક્તિએ એમ નથી વિચારવું પડતું કે મેં શું કર્યું ? આ જ વ્યવસ્થાને કારણે જ્ઞાનની પરંપરા અવિચ્છિન્ન રહી છે. આજકાલ પુસ્તકો છાપવામાં આવે છે. તે એક માધ્યમ બની ગયું છે જ્ઞાનને અવિચ્છિન્ન રાખવાનું. પરંતુ - અસ્તિત્વ અને અહિંસાને ૧૭૦ - Page #172 -------------------------------------------------------------------------- ________________ હજારો વર્ષો સુધી પુસ્તકો વગર જ્ઞાનનો પ્રવાહ નિરંતર ચાલતો રહ્યો. એનું કારણ આ વ્યવસ્થા જ રહી છે. આજે બહુ મોટો ભય પેદા થઈ ગયો છે. પુસ્તકો છપાવા લાગ્યાં છે, પરંતુ છાપેલાં પુસ્તકોને સંભાળવાનું મુશ્કેલ બની ગયું છે, છાપેલાં પુસ્તકો મળવાં મુશ્કેલ થઈ ગયાં છે. એમ લાગે છે કે ઘણા બધા ગ્રંથો સમાપ્ત થઈ જશે. આજથી સો વર્ષ પહેલાં છપાયેલાં પુસ્તકો આજે પ્રાપ્ત થવાં દુર્લભ છે, જ્યારે પાંચસો વર્ષ પૂર્વે લખાયેલી હસ્તપ્રતો આજે પણ સુરક્ષિત છે. જ્ઞાનની જે પરંપરા રહી છે તે કંઠસ્થ જ્ઞાનના આધારે ચાલી છે. વ્યક્તિને જ કોમ્યુટર માન મળી ગયું પ્રત્યેક વ્યક્તિનું મસ્તિષ્ક એક કોમ્યુટર છે. એવા ખ્યાલથી જ્ઞાનની પરંપરા અવિચ્છિન્ન બની રહી. સહુજ પ્રશ્ન આ મુનિજીવનની ભૂમિકાનું વિશ્લેષણ છે. તેનાથી એક પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉદ્ભવે છે કે શું ગૃહસ્થ જીવન માટે આવી ભૂમિકાઓનું નિર્માણ આવશ્યક નથી ? ગણાધિપતિશ્રીએ ધવલ સમારોહ પ્રસંગે કહ્યું હતું કે એક શ્રાવકે સાઠ વર્ષ પછી ધંધા વ્યવસાય છોડીને, ગૃહકાર્યથી મુક્ત થઈ જવું જોઈએ. આજે એક વ્યક્તિ વીસથી પચીસ વર્ષ સુધી ભણે છે અને ત્યારપછી પાંત્રીસ વર્ષ સુધી ગૃહસ્થ જીવનની જવાબદારી નિભાવે છે. સાઠ વર્ષ પછી ઘરથી મુક્ત થઈને તેણે સ્વાર્થ છોડીને પરાર્થ કે પરમાર્થની ભૂમિકામાં જીવવું જોઈએ, સંઘ અને શાસનની સેવામાં જોડાઈ જવું જોઈએ. એનું તાત્પર્ય એ છે કે તે નાનકડા પરિવારમાંથી સંન્યાસ લઈને પોતાના પરિવારને વિશાળ બનાવી દે. આ એક અલગ પ્રકારનું જીવન છે. ગૃહસ્થ ઃ ત્રણ ભૂમિકાઓ જો આપણે આ દૃષ્ટિએ વિચારીએ તો સ્વાભાવિક રીતે જ ગૃહસ્થની ત્રણ ભૂમિકાઓ નિર્મિત થઈ જાય છે – વિદ્યાર્થી જીવનની ભૂમિકા, ગૃહસ્થ જીવનની ભૂમિકા, ગૃહત્યાગની ભૂમિકા. ત્રીજી ભૂમિકાનો અર્થ છે સ્વાધ્યાય, ધ્યાન, તપસ્યા, શાસનસેવા – વગેરેમાં વ્યક્તિ પોતાનું બાકીનું જીવન નિયોજિત કરે. જીવનનું આવું નિયોજન જ ઉત્તમ હોઈ શકે. જે વ્યક્તિ જીવનને આ સ્વરૂપે નિયોજિત નથી કરી શકતી તેની ગતિ સારી નથી થતી. શાસ્ત્રકારો કહે છે કે મરતી વખતે જેનું મન ઘરમાં અટવાયેલું રહે છે, મોહમાયામાં અટકેલું રહે છે, તે ભૂત બને છે, પ્રેત – અસ્તિત્વ અને અસિા 4 ૧૭૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ બને છે અથવા સાપ, દેડકો વગેરે બને છે. મોહમાં ન રહેવું, લોભ, વાસના અને પરિગ્રહમાં ન રહેવું વગેરે ગૃહત્યાગની ભૂમિકા વગર શક્ય નથી બનતું. આજકાલ ગંભીર બીમારીથી ઘેરાયેલા લોકો પણ હોસ્પિટલમાં પડ્યા રહે છે. તેને સોય- ઇંજેક્શનો લાગતાં રહે છે. આ અવસ્થામાં મૃત્યુ પામવું એ કેવું મોત છે ! જેવી રીતે જીવન જીવવું એ એક કલા છે એવી જ રીતે મૃત્યુ પામવું એ પણ એક ક્લા છે. આ વાત સમજનાર ગૃહસ્થ ત્રીજી ભૂમિકા ઉપર આરોહણની વાત વિચારી શકે છે. આજે પણ આપણી સામે આ પ્રશ્ન છે કે ગૃહસ્થની અને મુનિની આ ભૂમિકાઓનો વિકાસ શી રીતે થાય ? કેવી રીતે જીવન જીવવાની ક્લાપૂર્ણ પદ્ધતિનો વિકાસ થઈ શકે ? આ દિશામાં આપણાં સંકલ્પ અને ગતિ તીવ્ર બને તો એક નવી જીવનપદ્ધતિનું દર્શન આજના યુગમાં શક્ય બની જાય. અસ્તિત્વ અને અહિંસા ૧૭૨ Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન :૨ ૪ પમત્તે બહિયા પાસ, અપ્પમત્તે સયા પરક્કમેÆાસિ ૦ આરંભજું દુખમિણં તિ નચ્ચા એવમાહુ સમ્મત્તદંસિણો ૦ દિòહિં નિવ્વયં ગચ્છજ્જા O ર ૭ તા તિવિજ્રો નો પડિસંજલિÆાસિ (આયારો ૪/૩૯) તેં આઇઇત્તુ ણ અેિ ણ ણિખિવે, જાણિતુ ધમ્મ જહા તહા । (આયારો ૪/૫) સમ્યક્ત્વ : સમત્વ ૦ મૂલ્યાંકનની દૃષ્ટિ દુઃખ સંચયનું કારણ : આરંભ ૭ અદૃષ્ટ છે આત્મા, દૃષ્ટ છે જગત ૦ વૈરાગ્યની ઉપલબ્ધિ : ત્રણ પ્રકાર દુઃખગર્ભ – દુઃખ આવે ત્યારે મોહગર્ભ – પ્રિયનો યોગ, અપ્રિયનો સંયોગ થાય ત્યારે જ્ઞાનગર્ભ- આંતરિક જ્ઞાન પ્રસ્ફુટિત થાય ત્યારે ભીતર એ છે બહાર એ છે . - જે અપ્રમત્ત છે, અવંચક છે, દષ્ટિમાં અનાસક્ત, ઉપશાંત છે, જે દુઃખને આભમૂલક સમજે છે. (આયારો ૪/૧૧) જે પ્રમત્ત છે, વંચક છે, દૃષ્ટમાં આસક્ત છે, પ્રજ્જવલિત કષાયવાળો છે, દુઃખને પરકૃત સમજે છે. અસ્તિત્વ અને અહિંસા (આયારો ૪/૨૯) (આચારો ૪/૬) ૧૭૩ Page #175 -------------------------------------------------------------------------- ________________ કોણ અંદર, કોણ બહાર? શિષ્ય ભગવાનને પૂછ્યું – ભંતે ! બહાર કોણ ? અંદર કોણ? ભગવાને કહ્યું – જે પ્રમત્ત છે તે બહાર છે, જે અપ્રમત્ત છે તે અંદર છે. જ્યારે જ્યારે જીવનમાં પ્રમાદ આવે છે, ત્યારે ત્યારે તે વ્યક્તિને બહાર લઈ જાય છે. જ્યારે જ્યારે અપ્રમાદ આવે છે ત્યારે ત્યારે વ્યક્તિ પોતાના ઘરમાં પાછી ફરે છે. પ્રમત્ત ઃ અપ્રમત્ત એક વ્યક્તિ મુનિ બને છે, દીક્ષા લે છે. આપણે જોઈએ છીએ કે તે વૈરાગી છે, દીક્ષા લેવા માટે મંચ ઉપર ઊભો છે. તેણે સાધુ વેશ પહેર્યો છે. આચાર્ય તેને દીક્ષિત કરી રહ્યા છે. આપણે આ બધી બાબતો નિહાળીએ છીએ, પરંતુ એ સચ્ચાઈ તરફ આપણું ધ્યાન જ નથી જતું કે જ્યાં સુધી વ્યક્તિ સાતમા ગુણસ્થાને નથી પહોંચતી ત્યાં સુધી તેની દીક્ષા પૂર્ણ થતી નથી. દીક્ષાની તમામ ઔપચારિકતાઓ ત્યારેં સાર્થક બને છે કે જ્યારે વ્યક્તિ સાતમા ગુણસ્થાનને પ્રાપ્ત કરી લે છે. એનો અર્થ એ થયો કે વ્યક્તિ ત્યારે જ દીક્ષિત બને છે કે જ્યારે પોતાના ઘરમાં પહોંચી જાય છે, અપ્રમત્ત બને છે. એમ માનવામાં આવે છે કે મુનિ છઠ્ઠા ગુણસ્થાને રહે છે પરંતુ તે છઠ્ઠા ગુણસ્થાનમાં ક્યારેય મુનિ બનતો જ નથી. મુનિ જીવનમાં પ્રવેશ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે વ્યક્તિ પોતાના ઘરમાં રહે, અપ્રમત્ત રહે. છઠ્ઠા ગુણસ્થાનપ્રમત્તગુણસ્થાનમાં. વ્યક્તિ બીજાના ઘરમાં પણ પહોંચી જાય છે. અપ્રમત્ત વ્યક્તિ પોતાના ઘરમાં જ રહે છે. આ એક નિશ્ચિત પરિભાષા છે – જે જે પ્રમત્ત છે તે તે ઘરની બહાર છે, જે જે અપ્રમત્ત છે તે ઘરની અંદર છે. મૂલ્યાંકનની દૃષ્ટિ આચારાંગ સૂત્રનું અધ્યયન છે – સમ્યક્ત્વ અધ્યયન. આ સમગ્ર અધ્યયનમાં સમ્યકત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સમ્યકત્વ અને – અસ્તિત્વ અને અહિંસા કે ૧૭૪ – Page #176 -------------------------------------------------------------------------- ________________ સમત્વ એ બન્ને પર્યાયવાચક શબ્દ છે. બન્નેના તાત્પર્યમાં કોઈ તફાવત નથી. જો સમત્વની દૃષ્ટિ નહિ જાગે તો સભ્ય કયાંથી આવશે ? સમત્વ આવી જાય અને સમ્યક્ દષ્ટિ ન જાગે એ શક્ય નથી. જ્યાં સુધી દૃષ્ટિકોણ સમ્યક નથી બનતો ત્યાં સુધી સમગ્ર વાત સમજાતી નથી. જે બહાર રહે છે તે સમગ્ર વાત સમજી શકતો નથી. સમ્યક્ત્વ આવતાં જ વ્યક્તિ ભીતરમાં પહોંચી જાય છે. જે ભીતરમાં પહોંચી જાય છે તેને સમગ્ર વાત સમજાઈ જાય છે. જ્યાં સુધી દૃષ્ટિકોણ સાચો નથી બનતો ત્યાં સુધી મૂલ્યાંકન પણ સાચું નથી થતું. સમ્યત્વ અધ્યયનમાં મૂલ્યાંકનની દૃષ્ટિઓ ઉપલબ્ધ છે. આપણે સાચું મૂલ્યાંકન કરીએ. મૂલ્યાંકન સાચું હશે તો પોતાના ઘરની અંદર રહેવાનું સૂત્ર આપણને હસ્તગત થઈ જશે. દુઃખનું કારણ અંદર કોણ ? બહાર કોણ ? આ પ્રશ્નને અનેક દૃષ્ટિએ સમજી શકાય તેમ છે. આ એક જ પ્રશ્નના અનેક ઉત્તરો છે. એક ઉત્તર આપવામાં આવ્યો કે જે વ્યક્તિ દુઃખને આરંભમૂલક સમજે છે તે પોતાના ઘરની અંદર છે. જે વ્યક્તિ દુઃખને બીજાઓ દ્વારા આપવામાં આવેલું સમજે છે, પરકૃત સમજે છે તે પોતાના ઘરની બહાર છે. દુઃખનું મૂળ કારણ છે – આરંભ. બીજો માણસ દુઃખ નથી આપતો, પોતે કરેલો આરંભ જ દુઃખ આપે છે. આજકાલ આરંભનો અર્થ આ પ્રમાણે કરવામાં આવે છે – કામ શરૂ કરવું, પ્રવૃત્તિ કરવી. પરંતુ આરંભ એટલે – જેટલાં હિંસામૂલક કામ છે, ઘરેલું કામ છે તે તમામ આરંભ છે. વ્યક્તિ જ્યારે જ્યારે આરંભ કરે છે, ત્યારે ત્યારે દુઃખને બાંધી લે છે, દુઃખના વિપાકને નિમંત્રણ આપી દે છે. દોષથી ઘેરાયેલા છે આરંભ ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે – સર્વોરંભાઃ હિ દોષણ ધૂમેનાઝિરિવાવૃતાર / જેટલા આરંભ છે, તે તમામ આરંભો દોષથી ઘેરાયેલા છે. આગ લાગી, ધૂમાડો પેદા થયો, દોષ શરૂ થઈ ગયો. જો આગ ન લાગી હોત તો ધૂમાડો પેદા થયો ન હોત. જો આરંભ ન હોત તો દુઃખ પણ ન હોત. દુઃખના સંચયનું કારણ આરંભ છે. આ વાત સમજાઈ જાય તો વ્યક્તિ પોતાના ભીતરમાં પહોંચી જાય. જ્યાં સુધી આવો દૃષ્ટિકોણ - અસ્તિત્વ અને અહિંસા = ૧૭૫ - Page #177 -------------------------------------------------------------------------- ________________ નથી બનતો ત્યાં સુધી દુઃખની શોધ બહાર અને બહાર જ ચાલે છે. વ્યક્તિ ભીતરમાં પહોંચી શકતી નથી. બહાર ને બહાર જ ભટકતી રહે છે. જે માત્ર બહાર રહે છે તે બહારમાં જ ફસાતો જાય છે. એક સમાધાન છે – જે વંચના કરે છે, ઠગાઈ કરે છે, તે બહાર ને બહાર રહે છે, ભીતરમાં જઈ શકતો નથી. એ જ વ્યક્તિ ભીતરમાં જઈ શકે છે કે જે અવંચક હોય છે, ઋજુ હોય છે, જે ઠગાઈ અને વંચના નથી કરતી. નિર્વેદ સમાધાનનું એક સૂત્ર છે – જે દૃષ્ટમાં આસક્ત થાય છે તે બહાર રહે છે. જે દૃષ્ટમાં આસક્ત નથી થતો તે અંદર પહોંચી જાય છે. જે અદૃષ્ટની પાસે પહોંચી જાય છે તે અંદર રહે છે. મહત્ત્વપૂર્ણ સૂત્ર છે – દૃષ્ટિથી વૈરાગ્ય કરો. નિર્વેદ છે પદાર્થને કામમાં લેવો પરંતુ પદાર્થ સાથે જોડાવું નહિ. પદાર્થને જાણી લેવો ખરો પરંતુ ભોગવવો નહિ - આ છે નિર્વેદ. જે દૃષ્ટ છે, દેખાઈ રહ્યું છે તેની સાથે સંબંધ ન સ્થાપવો એ નિર્વેદ છે. એનો અર્થ છે – પદાર્થમાં આસક્ત ન બનવું. જે વ્યક્તિ દષ્ટ સાથે નિર્વેદ કરે છે, તે અંદર ચાલી જાય છે. જે વ્યક્તિ દૃષ્ટ સાથે જોડાઈ જાય છે તે બહાર જ બહાર રહે અદષ્ટ પ્રત્યે આસ્થા સમસ્યા એ છે કે અદૃષ્ટ પ્રત્યે વિશ્વાસ નથી જાગતો, આસ્થા નથી લાગતી. ધાર્મિક લોકોની આસ્થા અષ્ટ સાથે જોડાયેલી છે એમ કહેવું મુશ્કેલ છે. એવી વ્યક્તિઓ વિરલ છે કે જેમની અદષ્ટ સાથે આસ્થા જોડાયેલી હોય. જો અદૃષ્ટ સાથે આસ્થા જોડાઈ જાય તો સમગ્ર જીવન બદલાઈ જાય. વ્યક્તિની આસ્થા પદાર્થ સાથે જોડાયેલી છે. અનેક વ્યક્તિઓ એટલા માટે ધર્મ કરે છે કે ધન મળે, પરિવારમાં સુખશાંતિ જળવાય, ભવ મળે, પૂત્ર મળે. ધર્મની ધારણા પણ પદાર્થો સાથે જોડાઈ ગઈ. કોઈ વ્યક્તિને એવી ખબર પડી જાય કે અમુક મુનિ મહારાજ વચનસિદ્ધ છે, તેમનું પ્રત્યેક વચન સત્ય બની રહે છે. તો લોકો તેમની પાછળ ઊમટી પડે છે. તેઓ એમ નથી વિચારતા કે એમનો ધર્મ શો છે ? તત્ત્વ શું છે ? પરંપરા શી છે ? આવી તમામ બાબતો ગૌણ બની જાય છે. જેનાથી કંઈક ભૌતિક આકાંક્ષાની પૂર્તિની સંભાવના - અસ્તિત્વ અને અહિંસા ન ૧૭૬ 2 - - Page #178 -------------------------------------------------------------------------- ________________ જોવા મળે છે, તેના પ્રત્યે શ્રદ્ધા જોડાઈ જાય છે. વ્યક્તિને ધન શું મળી જાય છે જાણે પરમાત્મા મળી જાય છે ! આ એક તથ્ય છે – આત્મા અને પરમાત્મા પ્રત્યે આસ્થા ધરાવનારા લોકો શોધવા છતાં ભાગ્યે જ મળશે પરંતુ ધનને પરમાત્મા સમજીને તેમાં આસ્થા ધરાવનારા લોકોની કોઈ કમી નથી. ક્યારેક ક્યારેક એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે પરમાત્મા ધન છે કે પછી બીજું કાંઈ ? અષ્ટ છે આત્મા અને પરમાત્મા, દૃષ્ટ છે સમગ્ર જગત. જે દેખાઈ રહ્યું છે તે મોટું છે કે જે દેખાતું નથી તે મોટું છે ? અદૃષ્ટ પ્રત્યે આસ્થા કેવી રીતે જાગે એ એક ગંભીર પ્રશ્ન છે. વૈરાગ્ય : ઉપલબ્ધિનું કારણ આ સમસ્યાના સંદર્ભમાં મહાવીરે કહ્યું કે – દિàહિં નિવ્વયં ગચ્છા દૃષ્ટમાં નિર્વેદ કરો. નિર્વેદ કરનાર વ્યક્તિ જ ભીતરમાં પ્રવેશ પામી શકે છે. જ્યાં સુધી દૃષ્ટ પ્રત્યે નિર્વેદ નથી થતો ત્યાં સુધી વ્યક્તિ સમુદ્રના કિનારે બેઠી બેઠી એનાં મોજાં ગણી શકે છે, પરંતુ સમુદ્રના ઊંડાણમાં છુપાયેલાં રત્નોને પામી શકતી નથી. જે દૃષ્ટ સાથે જોડાયેલો છે તે પ્રવંચના કરવાનું પણ જાણે છે, ઠગાઈ કરવાનું પણ જાણે છે. એનું લક્ષ્ય હોય છે – કોઈપણ રીતે પદાર્થોને ભેગા કરવા. તે પોતાની અંદર શી રીતે જઈ શકે ? પોતાના ઘરમાં જવું એટલે નિર્વેદ પામવું, વૈરાગ્ય પામવો. વૈરાગ્ય ત્રણ રીતે ઉપલબ્ધ થાય છે – દુઃખગર્ભ – દુઃખ પેદા થાય ત્યારે. મોહગર્ભ – જેના પ્રત્યે ગહન આસક્તિ હોય તેનો વિયોગ થાય ત્યારે. જ્ઞાનગર્ભ – આંતરિક જ્ઞાનનું પ્રસ્તુટન થાય ત્યારે. દુઃખગર્ભ મોહગર્ભ, જ્ઞાનગર્ભમનુત્તર ! વૈરાગ્ય ત્રિવિધું પ્રોક્ત, જ્ઞાનિભિઃ પરમર્ષિભિઃ // અષાય ભીતરમાં એ છે કે જે ઉપશાન્ત છે. જે વ્યક્તિ કષાયથી પ્રજ્જવલિત છે તે બહાર છે. મહાવીરે કહ્યું કે – જે ત્રિવિદ્યા છે, ત્રણ વિદ્યાઓને જાણનાર છે તે કષાયની અગ્નિથી પ્રજ્જવલિત નથી બનતો. તે એ આગને બુઝાવતો રહે છે, શાન્ત કરતો રહે છે. જે વ્યક્તિ કષાયથી પ્રજ્જવલિત થાય છે તે બહાર ચાલી જાય છે. ગુસ્સામાં આવેલી વ્યક્તિ માટે એમ કહેવાય છે કે તેણે પોતાનો મિજાજ ખોયેલો છે. અત્યારે તેની - અસ્તિત્વ અને અહિંસા ત ૧૭૭ – ૧૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ સાથે વાત ન કરશો. તેને હોશ નથી, પોતાનું કશું ભાન નથી. જ્યારે તે શાંત પડે ત્યારે તેની સાથ વાત કરજો. ભીતર જવું એટલે કષાયનું ઉપશાન્ત થવું. નિષ્કર્ષની ભાષા અંદર-બહારની આ ચર્ચાને આપણે સંક્ષેપમાં આ રીતે વ્યકત કરી શકીએ – પ્રમત્તો વંચકો દષ્ટાસક્તઃ પ્રજ્વલિતાશયઃ । દુઃખ પડ઼ત જાન્ હિસ્તિતિ માનવઃ ।। અપ્રમત્તોવકશ્ય, દષ્ટાસક્તઃ શમં ગતઃ । દુઃખ આરંભજું જાનન્ અંતસ્તિતિ માનવઃ ॥ જે માણસ પ્રમત્ત છે, વંચક છે, દૃષ્ટમાં આસક્ત છે, જેના કષાયો પ્રજ્વલિત છે, જે દુઃખને પકૃત માને છે તે બહાર રહે છે. જે અપ્રમત્ત છે, અવંચક છે, દૃષ્ટમાં આસક્ત નથી, જેના કષાય ઉપશાન્ત છે, જે દુઃખને આરંભમૂલક સમજે છે, તે પોતાની ભીતરમાં રહે છે. અસ્તિત્વ અને અહિંસા ૧૭૮ Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨ પ જે છેએ સે સાગારિયં ણ સેવએ । કટ્ટુ એવં અવિજાણઓ, બિતિયા મંદમ્સ બાલચા ॥ ૦ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ૦ દૃષ્ટાન્તની ભાષા : ૦ મૂર્ખ સમજદાર બંધનમુક્તિ માર્મિક કથન ૦ મસ્તિષ્ક પ્રશિક્ષણનું સૂત્ર ૦ : : ૦ પહેલી મૂર્ખામી : અનાચારનું સેવન બીજી મૂર્ખામી ૦ વ્યક્તિની મનોવૃત્તિ ૦ મૂર્ખામીનું કારણ : બાળપણ બાળપણ ઃ બે કારણ ૭ મૂર્છાની પ્રબળતા સમજદારીનો અભાવ વધુ છે સમજદાર-મૂર્ખ બાળભાવથી મુક્તિ ઃ ચાર ઉપાયસંયમ-ઇન્દ્રિયનિગ્રહનો અભ્યાસ ચિત્તશુદ્ધિ-ચિત્તની પવિત્રતા બંધ પ્રત્યે જાગરૂકતા બંધ-વિપાક પ્રત્યે જાગરૂકતા ૦ પોતાની સ્મૃતિ આત્માની સ્મૃતિ અસ્તિત્વ અને અહિંસા : અનાચારની અસ્વીકૃતિ ૧૭૯ (આયારો ૫/૧૦-૧૧) Page #181 -------------------------------------------------------------------------- ________________ બમણી મૂMીમી આચાર્ય ભિક્ષુને કોઈકે પૂછ્યું, “ગુરુદેવ! માણસ નીચે કેમ જાય છે ? ડૂબે છે કેમ ? ” આચાર્ય ભિક્ષુએ કહ્યું , “તે ભારે હોવાને કારણે નીચે જાય છે, ડૂબે છે.” જે હલકું હોય છે તે ઉપર જાય છે, જે ભારે હોય છે તે નીચે જાય આચાર્ય ભિક્ષુએ ઉદાહરણની ભાષામાં કહ્યું કે પૈસાને પાણીમાં નાંખો તો તે ડૂબી જશે. પૈસાની કટોરી બનાવો અને તેમાં પૈસો નાંખો તો તે તરશે. પૈસાને નવી દિશા મળી, તેની કટોરી બની ગઈ તો એ જ પસો તરવા લાગ્યો. જેમ જેમ ચિત્ત ભારે થાય છે તેમ તેમ તે નીચે જાય છે. ચિત્તને નવી દિશા આપો, તેને હલકું બનાવી દો તો ચિત્ત ઉપર આવી જશે, તે તરવા લાગશે. માત્ર એટલું જ નહિ, તે પોતાની સાથે બીજાઓને પણ તારી દેશે. જરૂર છે પૈસાને દોરીના રૂપમાં બદલવાની, જરૂર છે ચિત્ત અને ચેતનાને નવી દિશા આપવાની. બુદ્ધિ અને આચરણ માનવીના પ્રત્યેક આચરણ પાછળ તેની બુદ્ધિ કામ કરતી હોય છે. જેવી બુદ્ધિ હશે એવું જ એનું આચરણ થશે. સમસ્યા એ છે કે બુદ્ધિ એકસરખી નથી રહેતી. તેથી માણસ ક્યારેક સમજણનું કામ કરે છે તો ક્યારેક મૂર્ખામીનું કામ પણ કરી બેસે છે. એવું પણ કોઈ નથી કે જેને સમજદાર કહી શકાય અને એવું પણ કોઈ નથી કે જેને મૂરખ કહી શકાય. સમજદાર વ્યક્તિ પોતાના જીવનમાં મૂર્ખામીનું અને મૂર્ખ વ્યક્તિ પોતાના જીવનમાં સમજદારીનું કામ કરતી રહે છે. એનું કારણ છે બુદ્ધિ અને મતિનું સતત ચાલતું પરિવર્તન. એક સંસ્કૃત કવિએ લખ્યું છે – પુરાણાન્ત સ્મશાને ચ, મૈથુનાજો ચ યા મતિઃ | સા મતિઃ સર્વદા ચેત્ સ્યાતું, કો ન મુચ્યત બંધનાત્ / – અસ્તિત્વ અને અહિંસા કે ૧૮૦ Page #182 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથા પછી, સ્મશાનમાં અને મૈથુન પછી જે મતિ રહે છે તે જો હંમેશાં ટકી રહે તો કઈ વ્યક્તિ બંધનમુક્ત ન થાય ? માર્મિક વાત | મુક્તિના સંદર્ભમાં કવિએ અત્યંત માર્મિક વાત કહી છે. જ્યારે વ્યક્તિ પ્રવચન સાંભળે છે ત્યારે પ્રવચનને અંતે તેની જે મતિ બને છે, પવિત્ર બુદ્ધિ જાગે છે, એનાથી વ્યક્તિના મનમાં વૈરાગ્ય જાગી જાય છે. તે એમ વિચારે છે કે હવેથી હું કોઈ અકરણીય કામ નહિ કરું. સ્મશાનમાં ગયેલો માણસ એમ વિચારે છે કે વ્યક્તિ આ સંસારમાં, મોહજાળમાં ફસાયેલી છે. જ્યારે મૃત્યુ આવશે તેની કશી ખબર પડતી નથી. એક દિવસ આ સંસારમાંથી સદાયને માટે વિદાય લેવાની છે. એવી મતિનું નિર્માણ થાય છે કે એનું મન વૈરાગ્યથી ભરાઈ જાય છે. મૈથુનને અંતે, કામ-ભોગને અંતે શક્તિનો જે ક્ષય થાય છે તે વખતે પણ વ્યક્તિની મતિ એમ વિચારે છે કે હવે પછી ક્યારેય આવા ભોગ નહિ ભોગવું. આ ત્રણ અવસ્થાઓમાં જે મતિ બને છે તે મતિ જો નિરંતર ટકી રહે તો પ્રત્યેક વ્યક્તિ મુક્ત થઈ જાય. પ્રવચન સાંભળતી વખતે જે મતિ બને છે, પ્રવચન સમાપ્ત થયા પછી ઘેર કે દુકાને જતાં જ એ મતિ નીચે દબાઈ જાય છે. એક પ્રજ્વલિત જ્યોતિ રાખના ઢગલા નીચે દબાઈ જાય છે. સ્મશાનમાં જે વૈરાગ્ય જાગે છે, તે ઘેર આવીને સ્નાન કરવાની સાથે સાથે ધોવાઈ જાય છે. કામ, ભોગ પછી ગ્લાનિનો ભાવ જાગે છે, મનમાં એક વખત વિરક્તિનો ભાવ જાગી જાય છે. વ્યક્તિ કંઈક ખાય-પીએ છે, શક્તિનું અર્જન કરી લે છે, કામ-ભોગ અને મોહના ભાવ પ્રબળ બનવા લાગે છે. તેની નીચે વૈરાગ્યનો ભાવ દબાઈ જાય છે. સ્થાયિત્વનો ઉપાય આપણે ધર્મની દૃષ્ટિએ વિચાર કરીએ તો આ મતિને સ્થાયી બનાવવી જરૂરી છે. મતિને સ્થાયી બનાવવાનો એક ઉપાય છે - અનુપ્રેક્ષા, ચિંતન અને આત્મનિરીક્ષણ. સતત સ્મૃતિની જે વાત કહેવામાં આવી, સ્મૃતિ પ્રસ્થાન અને ભાવક્રિયાની જે વાત કહેવામાં આવી એનો અર્થ છે – એ વાતનું વારંવાર રટણ કરો, નિરંતર એ વાતને ધ્યાનમાં રાખો, જાગરૂકતા અને અપ્રમાદમાં રહો. અપ્રમાદનો એક અર્થ છે સતત સ્મૃતિ. પ્રમાદનો શાબ્દિક અર્થ છે વિસ્મૃતિ. જે વાત સ્મૃતિમાં હતી, તે – અસ્તિત્વ અને અહિંસા ૪ ૧૮૧ – Page #183 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિમાંથી ઊતરી જાય એનું નામ છે પ્રમાદ. પોતાને એક ક્ષણ માટે પણ ન ભૂલો એ છે અપ્રમાદ. જે વાત નિરંતર યાદ રાખીશું તે આત્મસાત્ થઈ જશે. વ્યક્તિની મનોવૃત્તિ માણસ ભૂલ કરવાથી ક્યારેય બચી શકે ખરો ? મહાવીરે કહ્યું કે વ્યક્તિથી ભૂલ થઈ જાય છે. વ્યક્તિ એક વખત ભૂલ કરે તો એ મૂર્ખામી છે. પરંતુ તે તેને છુપાવવા માટે બીજી વખત ભૂલ કરે તો તે બમણી મૂર્ખામી છે. કહેવામાં આવ્યું કે અનાચારનું સેવન ન કરો. વ્યક્તિ અનાચારનું સેવન કરી બેસે છે એ એની પહેલી મૂર્ખામી છે અને એ કોઈ એ વિશે પૂછે છે ત્યારે પોતાની ભૂલનો તે અસ્વીકાર કરે છે એ તેની બીજી મૂર્ખામી છે. આચાર્ય ભિક્ષુએ નવવાડમાં વ્યક્તિની આ મનોવૃત્તિનું સુંદર વર્ણન કર્યું છે કોઈ વ્યક્તિના પેટમાં પીડા થઈ. તેણે વૈદને બોલાવ્યા. વૈદ્યે પૂછ્યું કે શું વધારે પડતું ભોજન કર્યું હતું અથવા તો ભારે ખોરાક વધારે પ્રમાણમાં ખાધો હતો ? એણે કહ્યું - ના, ના ! એવી કોઈ વાત નથી. પેટનું દર્દ વધુ ખાવાને કારણે થયું છે એ સચ્ચાઈનો પેલી વ્યક્તિ સ્વીકાર કરતી નથી. તે પચાસ વિકલ્પો વ્યક્ત કરે છે પરંતુ એટલું નથી સ્વીકારતી કે મેં વધારે પ્રમાણમાં ખાધું છે. આ બમણી મૂર્ખામી છે વધારે ખાવું અને તેનો સ્વીકાર ન કરવો. ખતરનાક છે મૂર્છા વ્યક્તિ પોતાના બાળપણને કારણે બમણી મૂર્ખામી આચરતી રહે છે. જ્યાં સુધી જીવનમાં અસંયમ હશે, ચિત્તશુદ્ધિ પ્રત્યે અજાગરૂકતા હશે ત્યાં સુધી બમણી મૂર્ખામીને ટાળી નહિ શકાય. જે બાળક હોય છે, તેનામાં સમજદારી નથી હોતી. એક બાળપણ હોય છે સમજદારીના અભાવનું અને બીજું બાળપણ હોય છે મૂર્છાનું. બાળક જે નાદાની કરે છે એ જ નાદાની કોઈ માણસ અણસમજ કે મૂર્ખામીને કારણે કરે છે. એક બાળક નાદાની કરે છે તે સમજણની અપરિપક્વતાને કારણે કરે છે. એક મૂર્ખ માણસ નાદાની કરે છે તો તે મૂર્ખામીને કારણે કરે છે. જેનામાં જ્ઞાન નથી હોતું, સમજણ નથી હોતી તે મૂર્ખ છે. કોઈ સમજદાર માણસ નાદાની કરે છે તો તે મૂર્છાને કારણે કરે છે. એક વ્યક્તિમાં સમજણની પરિપક્વતા છે, જ્ઞાન પણ છે છતાં મૂર્છાને કારણે એવું આવરણ આવી જાય છે કે તે બાળક જેવી બની જાય છે, અજ્ઞાની બની અસ્તિત્વ અને અહિંસા ૧૮૨ Page #184 -------------------------------------------------------------------------- ________________ જાય છે. મહાવીરે બાળક શબ્દનો પ્રયોગ જે અર્થમાં કર્યો છે, તેનો સંબંધ વ્યક્તિની મૂચ્છ સાથે છે. એક માણસ બધું જ જાણે છે છતાં તેનામાં એટલો બધો મોહ છે, એટલી બધી મૂર્ખામી છે કે તે જાણવા છતાં બાળચેષ્ટાઓ કરતો રહે છે. આ પરિસ્થિતિ સૌથી ખતરનાક છે. ચાર ઉપાય બાળક હંમેશાં બાળક નથી રહેતું. તે મોટું થાય છે ત્યારે સમજદાર બની જાય છે. અજ્ઞાની પણ ભણીગણીને જ્ઞાની બની જાય છે. સૌથી જટિલ તો છે મૂર્ખામીના બાળપણને ટાળવાનું આજે જગતમાં અજ્ઞાની લોકોની સંખ્યા ઓછી છે, સમજદાર મૂર્ખાઓની સંખ્યા અધિક છે. એમ કહી શકાય કે વીસ ટકા લોકો અજ્ઞાની છે, મૂચ્છમય બાળપણમાં જીવનારા લોકોની સંખ્યા એંશી ટકા છે. મહાવીરે મૂચ્છમય બાળપણને બમણી મૂર્ખામી કહ્યું છે. પ્રશ્ન એ છે કે આ બાળપણ અને બાળભાવને શી રીતે ટાળવા ? સંયમઃ ચિત્તશુદ્ધિ શ્વ, બંધઃ કર્મરણો મતઃ | પ્રથમ બાલભાવે યઃ, ત્યજેસ્ ત્યજતિ સોડપરમ્ / સંયમ, ચિત્તશુદ્ધિ, બંધ અને બંધ-વિપાક પ્રત્યે જાગરૂકતા – બાળભાવથી મુક્ત થવાના આ ચાર ઉપાયો છે. જે પ્રથમ બાળભાવમૂર્ખામીને છોડી દે છે તે બીજી મૂર્ખામીને પણ છોડી દે છે. જરૂરી છે નિગ્રહ - પહેલી વાત છે સંયમ, આત્મનિયંત્રણનો અભ્યાસ, ઇન્દ્રિયનિગ્રહનો અભ્યાસ. જે વ્યક્તિ સંયમ, નિયંત્રણ અને નિગ્રહનો અભ્યાસ નથી કરતી તેની મૂર્ખામી ક્યારેય ટળતી નથી. અત્યંત આવશ્યક છે નિગ્રહ. એમાં હઠયોગ ખાસ ઉપયોગી બને છે. આપણા યોગના આચાર્યોએ યોગને અનેક વિભાગોમાં વહેંચી દીધો – હઠયોગ, રાજયોગ, મંત્રયોગ, લયયોગ, કર્મયોગ વગેરે. કેટલીક વાતોમાં જિદ્દી બનવું પણ જરૂરી હોય છે. જે માણસ થોડોક પણ જિદ્દી નથી હોતો તે ક્યારેય સફળ થતો નથી. આગ્રહનું હોવું પણ જરૂરી છે. આપણે કોઈપણ વાતને એકાંતિક દૃષ્ટિએ ન લેવી જોઈએ. મહાવીર ચરમકોટિના અનાગ્રહી હતા એવી જ રીતે પરમ કોટિના આગ્રહી પણ હતા. અનેકાન્તને આપણે સત્યાગ્રહી કહી શકીએ. જ્યારે આચાર્ય ભિક્ષુએ સત્ય અને સાધના માટે અભિનિષ્ક્રમણ કર્યું ત્યારે અનેક લોકોએ કહ્યું કે, ભીખણજી ! આવું ન – અસ્તિત્વ અને અહિંસા - ૧૮૩ - Page #185 -------------------------------------------------------------------------- ________________ કરશો. આહાર પાણી નહિ મળે, રહેવાની જગા નહિ મળે. આચાર્ય ભિક્ષુએ પોતાનો નિશ્ચય ન બદલ્યો. તેઓ પોતાના આગ્રહને વળગી રહ્યા. જેનામાં સંયમનો, આત્મનિયંત્રણનો આગ્રહ નથી હોતો તે માણસ કોઈ મોટું કામ નથી કરી શકતો. જેને શરીર પ્રત્યે મોહ નથી હોતો, ઇન્દ્રિય પ્રત્યે મોહ નથી હોતો, જે દુઃખથી ડરતો નથી તે માણસ સત્ય અને સંયમનો આગ્રહ રાખી શકે છે. જેનામાં સંયમનો આગ્રહ હોય છે એ જ માણસ સારાં અને નવાં કામ કરી શકે છે. સંયમ એટલે કષ્ટ સહન કરવાનો આગ્રહ. જેનામાં આવી તિતિક્ષા હોય, દંઢોને સહન કરવાની ક્ષમતા હોય તે બાળભાવથી મુક્ત થઈ શકે છે. ચિત્તશુદ્ધિ : બંધ બીજી વાત છે ચિત્તશુદ્ધિની. આપણે ચિત્તને પવિત્ર બનાવવું જોઈએ. કોઈપણ સારું કાર્ય ચિત્તશુદ્ધિ વગર શક્ય નથી. જે વ્યક્તિનું ચિત્ત કલુષિત રહે છે, મલિન રહે છે, તે મોટું કામ કરી શકતી નથી. ત્રીજી વાત છે બંધ. જે માણસ એમ જાણે છે કે હું બંધાઈ રહ્યો છું, મને બેડીઓ પહેરાવાઈ રહી છે તે બાળભાવથી બચી જાય છે. મોહ-માયાની બેડીઓ દરરોજ આપણા હાથમાં પહેરાવાઈ રહી છે. આ બંધન પ્રત્યે આપણે જાગરૂક બનીએ તો મૂર્ખામીની દિશામાં આપણા પગ ક્યારેય વળશે નહિ. ચોથી વાત છે કર્મરસ. બંધનના વિપાક પ્રત્યે જાગરૂક બનવું જોઈએ. દુઃખ આવે, કષ્ટ આવે તો એવું ચિંતન કરવું જોઈએ કે મેં કોઈને દુઃખ આપ્યું હશે, કોઈને સંકટમાં નાંખ્યો હશે જેને કારણે કર્મનો આ વિપાક ભોગવવાનો આવ્યો છે. બંધનને યાદ કરીએ આપણે કર્મ કરતી વખતે સિંહ જેવા હોઈએ છીએ, પરંતુ તેને ભોગવતી વખતે શિયાળ કરતાં પણ નીચી કક્ષાએ પહોંચી જઈએ છીએ. આપણે આપણાં કૃત્યો પર ધ્યાન આપવું જોઈએ. એણે આમ કરી દીધું, તેમ કરી દીધું, આવું થઈ ગયું, એવું થઈ ગયું વગેરે જેવી વાતોને આપણે યાદ કરીએ છીએ. પરંતુ તેની સાથે સાથે એ પણ યાદ કરીએ કે મેં પણ કંઈક કર્યું હશે. મેં પણ કોઈને પજવ્યું હશે, કોઈનું ધન ચોર્યું હશે, કોઈકને પુત્રનો વિયોગ કરાવ્યો હશે. મહાવીરે કેવું સુંદર દર્શન આપ્યું – અસ્તિત્વ અને અહિંસા - ૧૮૪ - Page #186 -------------------------------------------------------------------------- ________________ કર્મવિપાક આવે તો બંધનને યાદ કરો આ બેડીઓ મેં પોતે જ બાંધી છે. - સંયમ, ચિત્તશુદ્ધિ, બંધ અને બંધવિપાક આ ચાર વાતો નિરંતર સામે રહે તો આપણી પહેલી મૂર્ખામી દૂર થઈ જશે અને પહેલી મૂર્ખામી દૂર થઈ જશે તો બીજી મૂર્ખામી આપોઆપ દૂર થઈ જશે. મહાવીરે મહત્ત્વપૂર્ણ સૂત્ર આપ્યું કે આપણે મૂર્ખતાને ટાળવા માટે મૂર્છાથી બચીએ. મૂર્છાને મટાડવા માટે અધિકતમ અપ્રમાદનું જીવન જીવીએ. આપણો આવો સંકલ્પ દૃઢ બનવો જોઈએ કે મારે અપ્રમાદ સતત સ્મૃતિનું જીવન જીવવું છે. જ્યાં પોતાની સ્મૃતિ હોય છે, આત્માની સ્મૃતિ હોય છે ત્યાં મૂર્ખામીનો પ્રવેશ થવો અસંભવ બની જાય છે. અસ્તિત્વ અને અહિંસા ના ૧૮૫ - Page #187 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૮ New સંકલિકા ૦ જે ઇમલ્સ વિષ્ણસ્સ અયં ખPત્તિ મસેસિ ૦ ઉટિએ ણો પમાયએ / (આયારો ૫/૨૧) (આયારો ૫/૨૩) ૦ અવ્યવહાર શશિ : વ્યવહાર રાશિ ૦ વિકાસ-ક્રમ ૦ પ્રકાશનું પ્રથમ કિરણઃ સમ્યગ્દષ્ટિ સંજ્ઞા ૦ સભ્ય દર્શનનો અર્થપોતાની જાતને જાણી લેવી 9 વ્યક્તિ વિચારે છે – હું આત્મા છું, શરીર નથી.” હું આત્મા છું, આશ્રવ નથી.” હું શરીર નથી, પરંતુ શરીરમાં લિસ છું.” “હું નૌકા છું, પરંતુ છિદ્ર નથી.' જે છિદ્રો છે તેમને રોકી શકાય છે જે આશ્રવ છે, તેમનો સંવર કરી શકાય છે.” ૦ ભૂલકણો છે માનવી ૦ સાધનાનું મહત્ત્વપૂર્ણ સૂત્ર શરીરમાં વર્તમાન ક્ષણની પ્રેક્ષા ૦ અપ્રમાદનું સૂત્રઃ શરીપ્રેક્ષા ૦ વિસ્મૃતિ જવાબદાર કોણ? ૦ મહત્ત્વપૂર્ણ છે ક્ષણનું અન્વેષણ ૦ કેટલો બધો આનંદ છે શરીરની અંદર ! ૦ આનંદનો સ્ત્રોત શોધીએ – અસ્તિત્વ અને અર્કિંસા , ૧૮૬ – Page #188 -------------------------------------------------------------------------- ________________ અગાસીની પાળી ઉપર પડેલું ક્રિાણ આપણું જીવ-જગત ખૂબ વિરાટ છે. વર્તમાનમાં આ જગતમાં લગભગ પાંચ અરબ લોકો છે. આ એટલી નાનકડી સંખ્યા છે કે સમુદ્રનું એક બુંદ પણ બનતું નથી. આપણે સમગ્ર પ્રાણીજગતને જોઈએ, વનસ્પતિના જગતને જોઈએ. સૌથી વિશાળ પ્રાણીજગત છે. વિરાટ અને અસીમ એ જગતમાં આજે પણ એવા જીવો છે કે જેમણે પ્રકાશનું કિરણ જોયું જ નથી ! સૂરજ શી ચીજ છે એની એને ખબર જ નથી ! તેઓ સઘન અંધકારમાં પડેલા છે. તેઓ અવ્યવહાર રાશિના જગતથી વ્યવહાર રાશિના જગતમાં આવ્યા જ નથી. તેમણે પ્રકાશમાં આવવા માટે ક્યારેય ઉત્ક્રમણ જ નથી કર્યું. સૂરજને જોવાની તક જ તેમને મળી નથી. તેમને માટે પ્રકાશનું દર્શન હજારો કોસ દૂર છે. સમ્યગદર્શનનો અર્થ કેટલાક જીવો અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળ્યા છે, વ્યવહાર રાશિમાં પ્રવેશ્યા છે. તેમને આભાસ થાય છે કે પ્રકાશ નામનું કોઈ તત્ત્વ છે. તેઓ એકેન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયવાળા જીવ બને છે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયવાળા જીવ બને છે. જ્યારે તે પછી જીવ સમનસ્ક બને છે ત્યારે તે વિચારે છે કે આ જગત છે. પાંચ ઇન્દ્રિયોવાળા જીવો સુધી વિચારવાની જરૂર જ નથી. જ્યારે મનનો યોગ મળે છે, વ્યક્તિ વિચારવાનું શરૂ કરે છે, એકબીજાને જોવાનું શરૂ કરે છે, ત્યારે એક ઝળહળતી રોશનીનો આભાસ શરૂ થાય છે. મન દીર્ઘકાલિક સંજ્ઞા છે. મન પછી એક બીજી સંજ્ઞા જાગે છે - સમ્યગ્દષ્ટિસંજ્ઞા. જ્યારે આ સંજ્ઞા જાગે છે ત્યારે પ્રકાશનું પ્રથમ કિરણ ફૂટે છે. પ્રથમ કિરણ ફૂટતાં જ દુનિયાનો આખો નકશો બદલાઈ જાય છે, દૃષ્ટિકોણ અને ખ્યાલો બદલાઈ જાય છે. “શરીર હું છું” – એવો ખ્યાલ બદલાઈ જાય છે. તે એમ વિચારે છે કે “આ શરીર હું નથી, હું કંઈક બીજું જ છું.” નવો પ્રકાશ, નવી જયોતિ મળી, સચ્ચાઈ ઉપલબ્ધ થઈ ગઈ કે જે શરીરને – અસ્તિત્વ અને અહિંસા: ૧૮૭ -- Page #189 -------------------------------------------------------------------------- ________________ હું પોતાનું સમજી રહ્યો હતો તે મારું નથી. જે દેખાય છે તે હું નથી. હું એ છું કે જે દેખાતો નથી. અસ્તિત્વની અનુભૂતિ થઈ જાય છે. સમ્યગદર્શન એટલે પોતાની જાતને જાણી લેવી. ઊઠો, જાગો પ્રકાશ આગળ વધે છે, વ્યક્તિનું ચિંતન સ્પષ્ટ થતું જાય છે. તે એમ વિચારે છે કે હું શરીર નથી, પરંતુ શરીરમાં લિસ છું. આશ્રવનો સ્ત્રોત વહી રહ્યો છે, શું તેને રોકી શકાશે ? વ્યક્તિને એવી અનુભૂતિ થાય છે કે હું આત્મા છું, આશ્રવ નથી. એવો તફાવત સ્પષ્ટ થઈ જાય છે કે હું નૌકા છું, છિદ્ર નથી. જે છિદ્રો બનેલાં છે તેમને રોકી શકાય છે. જે પાણી આવી રહ્યું છે તેને અટકાવી શકાય છે. પ્રકાશનું કિરણ ફૂટી ગયું એટલે માણસ ઊઠી ગયો. આપણે આ રીતે પણ વિચારી શકીએ કે જ્યારે માણસ નિગોદમાં હતો, અવ્યવહાર રાશિમાં હતો ત્યારે તે સૂતેલો હતો. જ્યારે તે તેમાંથી બહાર નીકળ્યો, માણસ બન્યો ત્યારે તે બેસી ગયો. જ્યારે તે સમ્યગદૃષ્ટિવાળો બન્યો, વતી બન્યો ત્યારે તે ઊભો થઈ ગયો. એવી વ્યક્તિને લક્ષ્યમાં રાખીને મહાવીરે કહ્યું કે તમે કેટકેટલી યાત્રાઓ કરી છે, મોટી-મોટી મુશ્કેલીઓમાંથી આ સ્થિતિમાં આવ્યા છો ! તેથી હવે પ્રમાદ ન કરો. ઉપનિષનું પ્રસિદ્ધ વાક્ય છે – ‘ઉત્તિષ્ઠિત ! જાગ્રત !' ઊઠો ! જાગો ! ભૂલકણો છે માનવી અજ્ઞાન નિગોદથી આપણી સાથે ચાલી રહ્યું છે. આપણે જ્યારે પણ સઘન મિથ્યાત્વ અને સઘન અંધકારમાં હતા ત્યારથી જ અજ્ઞાન અને પ્રમાદ આપણી સાથે સાથે ચાલી રહ્યાં છે. આપણે વિસ્કૃતિ અને અજ્ઞાનથી મુક્ત થઈ શકયા નથી. આપણે અનંતકાળ સુધી નિગોદસૂક્ષ્મ વનસ્પતિકાયમાં રહ્યા, ત્યારબાદ ઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જગતમાં લાંબા સમય સુધી રહ્યા, હવે માનવજીવનમાં આવ્યા, સમ્યગદૃષ્ટિ બન્યા, વ્રતી અને મહાવ્રતી બન્યા. મહાવીરે આવી વ્યક્તિ માટે ઉપદેશ આપ્યો કે તમે ઊઠી ગયા છે, હવે પ્રમાદ ન કરો. જે સૂએ છે તેનું ભાગ્ય પણ સૂઈ જાય છે, જે બેઠેલો છે તેનું ભાગ્ય પણ બેસી જાય છે, જે ઊભેલો છે તેનું ભાગ્ય પણ ઊભું થઈ જાય છે. કોઈપણ મુનિ ક્યારેય બેસતા નથી. તે ઊભા જ રહે છે. મહાવીરે મુનિ બન્યા – અસ્તિત્વ અને અહિંસા , ૧૮૮ - Page #190 -------------------------------------------------------------------------- ________________ પછી મોટેભાગે ઊભેલી મુદ્રામાં જ ધ્યાન કર્યું. સમસ્યા એ છે કે માણસ ઊઠી ગયા પછી પણ ભૂલી જાય છે, વિસ્મૃતિમાં ચાલ્યો જાય છે. માણસ સ્વભાવથી જ ભૂલકણો છે. “હું સાધુ છું', “હું શ્રાવક છું” – એ વાતની પણ સતત સ્મૃતિ રહેતી નથી. તે એ વાતને ભૂલી જાય છે કે હું શ્રમણ છું – “સમણોડહં'પ્રમાદ શા માટે થાય છે ? પ્રશ્ન ઉદ્ભવે છે કે પ્રમાદ શા માટે થાય છે ? માણસ ભૂલે છે કેમ? આપણી અંદર ભૂલાવનારાં તત્ત્વો ઘણાં બેઠેલાં છે. તેથી વારંવાર જાગરૂક રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો. મહાવીરે ગૌતમને કહ્યું કે હે ગૌતમ ! એક પળ માત્રનો પણ પ્રમાદ ન કરશો. સેંકડો હજારો વખત આવો ઉપદેશ આપવામાં આવે છે, તેમ છતાં પ્રમાદ કરનાર વ્યક્તિ પ્રમાદ કરતી જ રહે છે. આવું કેમ થાય છે ? આ મુદ્દા વિશે આપણે વિચારવું પડશે – શું માત્ર ઉપદેશ આપવાથી કામ ચાલશે ખરું? શું એવો કોઈ ઉપાય છે કે જેથી પ્રમાદ ન આવે, જાગરૂક્તા ટકી રહે, સતત અપ્રમાદની સ્થિતિ બની જાય ? જો એવું ન થાય તો પ્રમાદ ન કરો એ વાત પણ વિસરાઈ જશે. આપણે પ્રહાર એના ઉપર કરવો છે કે જે પ્રમાદ પેદા કરે છે. જ્યાં સુધી એ મૂળ કારણ ઉપર પ્રહાર નહિ થાય ત્યાં સુધી “પ્રમાદ ન કરો’ એ વાત પણ યાદ રહેવાની નથી. સમાધાન સૂત્ર મહાવીરે આ સમસ્યાનું અત્યંત સરળ સમાધાન આપ્યું – “આ શરીરની જે ક્ષણ વર્તમાન છે તેને જુઓ. તમે આ શરીરની આ ક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, તમારી પ્રમાદની બીમારી દૂર થઈ જશે.” વર્તમાન ક્ષણમાં શું થઈ રહ્યું છે, તે આપણે જાણીએ. અપ્રમાદ અને જાગરૂક બનવાનો એ જ ઉપાય છે. આપણે અતીત અને ભવિષ્યને પકડીએ છીએ, વર્તમાનને જોતા નથી. પ્રમાદને મિટાવવા માટે વર્તમાન ક્ષણ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. અત્યારની ક્ષણે શું થઈ રહ્યું છે ? કયા કર્મનો વિપાક ઉદયમાં આવી રહ્યો છે તે આપણે જાણીએ. ચોવીસ કલાકમાં કયા સમયે આપણી કઈ પ્રવૃત્તિ ઉદયમાં આવી રહી છે ? અત્યારે કયું રસાયણ બની રહ્યું છે ? કયું રસાયણ પ્રભાવિત કરી રહ્યું છે ? વગેરે પ્રત્યે જાગરૂક બનીએ. જે માણસ આ બધા પ્રત્યે જાગરૂક બને છે તે વિસ્કૃતિ અને પ્રમાદને મિટાવી શકે છે. – અસ્તિત્વ અને અહિંસા = ૧૮૯ – Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદનાં કારણો આજકાલ લોકો ઠંડાં પીણાં ખૂબ પીએ છે, ઠંડા પદાર્થો ખૂબ ખાય છે. જો વધારે ઠંડા પેય પદાર્થો ખાવામાં આવે તો વિસ્મૃતિ જ પેદા થશે. વધારે ઠંડું પીણું પીવાથી કફ વધે છે. કફ સ્મૃતિમાં મંદતા લાવે છે,જડતા લાવે છે. જો વધારે ગરમ પીવામાં આવે તો માણસ ચીડિયો બનીજાય છે, ક્રોધી બની જાય છે. વિસ્મૃતિ માટે જવાબદાર છે ઠંડાં પીણાં. આજના જગતમાં પ્રમાદનાં અનેક કારણો છે. એક વિસ્મૃતિ એ છે કે જેમાં વ્યક્તિ કોઈ વાત યાદ કરે છે અને થોડીક વારમાં જ ભૂલી જાય છે. આવી વિસ્મૃતિ બહુ ખતરનાક નથી. એક વિસ્મૃતિ એ છે કે જેમાં વ્યક્તિ પોતાના અસ્તિત્વને જ ભૂલવા માંડે છે. આ અત્યંત ગંભીર સ્થિતિ છે. હું મુનિ છું, હું શ્રાવક છું – એ તથ્યને વ્યક્તિ ભૂલી જાય છે. મહાવીરે આ વિસ્મૃતિથી બચવાનું મહત્ત્વપૂર્ણ સૂત્ર આપ્યું – શરીએક્ષા, શરીરને જોવું. અન્વેષણ ક્ષણનું પ્રેક્ષાધ્યાનના સંદર્ભમાં અનેક વખત કહેવામાં આવે છે કે જો ઊંઘ ન આવે તો તેની ચિંતા ન કરો. નિદ્રા ન આવે તો સૂઈ જાઓ, સૂતાં સૂતાં અન્વેષણ શરૂ કરી દો, અનુસંધાન શરૂ કરી દો. પગના અંગુઠાથી શરૂ કરીને મસ્તિષ્ક સુધી સમગ્ર શરીરમાં ચિત્તને ફેરવો. ઉપરથી નીચે, નીચેથી ઉપર. સમગ્ર શરીરની પ્રેક્ષા કરતા રહો. પાંચ-દસ મિનિટ પછી એવો અનુભવ થશે કે જાણે સમગ્ર શરીરમાં ઝણઝણાટી થઈ રહી છે. આવી સ્થિતિમાં કાં તો નિદ્રા આવી જશે અથવા તો નિદ્રા થકી જે હળવાશની અનુભૂતિ થાય છે તેવી અનુભૂતિ પ્રાપ્ત થઈ જશે. અંતરની જાગરૂક્તા એટલી બધી વધી જશે કે નિદ્રા ન આવવાનું કોઈ કષ્ટ રહેશે જ નહિ. સમસ્યાના સમાધાનનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે – આ શરીરની આ ક્ષણનું અન્વેષણ. જે વ્યક્તિ વર્તમાન ક્ષણ ઉપર ધ્યાન જોડી દે છે તે ઘણી બધી સમસ્યાઓનું સમાધાન પામી જાય છે. શરીઍક્ષા : આધારસૂત્ર આ શરીરની આ ક્ષણને જુઓ’ – આચારાંગ સૂત્રનું આ વાક્ય શરીએક્ષાનું આધારસૂત્ર છે. આ જે સ્થૂળ શરીર છે, દારિક શરીર છે, એમાં વર્તમાનમાં જે કાંઈ ઘટિત થઈ રહ્યું છે તેને જુઓ. નાડીની ગતિ, હૃદયની ધડકન અને શ્વાસ-પ્રાસ આ ત્રણેયની ખબર પડે છે, – અસ્તિત્વ અને અહિંસા : ૧૯૦ – Page #192 -------------------------------------------------------------------------- ________________ પરંતુ સમગ્ર શરીરમાં શું થઈ રહ્યું છે તેને આપણે શું જાણી શકીએ છીએ ખરા ? સમગ્ર શરીરમાં નાડીઓ ચાલી રહી છે, આપણે ક્યારેય ધ્યાન જ નથી આપ્યું. જે ભાગને જોઈએ છીએ, ત્યાં પ્રાણનો પ્રવાહ અધિક થઈ જાય છે. જ્યાં પ્રાણનો પ્રવાહ અધિક થાય છે ત્યાં રક્તસંચાર પણ અધિક થાય છે. આપણા શરીરમાં કેટલાં બધાં રસાયણો બની રહ્યાં છે, અમૃત ટપકી રહ્યું છે પરંતુ આપણે તેનાથી બેખબર છીએ. જે માણસે ખેચરીમુદ્રા સાધી હશે તે જાણતો હશે કે શરીરની અંદર કેટલા રસ છે, કેટલા આનંદ છે. શરીરમાં કેટલું અને શું ઘટિત થઈ રહ્યું છે. તેને જો આપણે જોવા માંડીએ તો પ્રમાદને દૂર થવામાં વિલંબ ક્યાંથી થશે ? શરીપ્રેક્ષાનું રહસ્ય જ્યાં સુધી આપણે શરીરના આકારને જ જોયા કરીશું ત્યાં સુધી કશું જ નહિ થાય. આપણે જોવાની દૃષ્ટિ બદલવી પડશે. ન તો શરીરને જોવાનું છે, ન તો શરીરના આકારને જોવાનો છે. જોવાનું તો એ છે કે જે થઈ રહ્યું છે, જે યથાર્થ છે. જે વર્તમાન ક્ષણ છે તેને જોવાની છે. વર્તમાન ક્ષણની પ્રેક્ષા, વર્તમાનને જોવો એટલે જ અપ્રમાદ. ન પ્રિયતા અને ન તો અપ્રિયતા. ન રાગ કે ન દ્વેષ. માત્ર જ્ઞેયને જ્ઞાતાની દૃષ્ટિએ જાણવું છે. એ છે શરીપ્રેક્ષાનું રહસ્ય. મહાવીરે આ રહસ્યનો બોધ આપતાં કહ્યું કે પ્રમાદને મિટાવવો હોય તો શરીરની વર્તમાન ક્ષણને જુઓ. જ્યાં સુધી વર્તમાન ક્ષણને જોવાની સ્થિતિ નહિ બને ત્યાં સુધી ‘ઉટ્ટિએ ણો પમાયએ’ આ સૂત્રની જીવનમાં સાર્થકતા નહિ થાય, પ્રકાશનું કિરણ પ્રાપ્ત નહિ થાય. અસ્તિત્વ અને અહિંસા ૧૯૧ Page #193 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : પાક સંકલિકા ૦ ઇમેણ ચેવ શુક્ઝાહિ કિં તે જુક્ઝણ બજઝઓ / ૦ જુદ્ધાષ્ઠિ ખલુ દુધપ્યું ! (૦ જહેલ્થ કુસલેહિં પરિણા-વિવેગે ભાસિએI (આયારો ૫/૪૫-૪૭) ૦ લડાઈનું આહ્વાન આવો, લડીએ ૦ યુદ્ધનું નિમંત્રણ શા માટે? ૦ અસ્તિત્વ : સંઘર્ષ 0 પરાક્રમ, શક્તિ અને લડાઈ ૦ યુદ્ધ : મહાવીરની ભાષા ૦ વર્તમાન જીવનશૈલી ૦ બે મહત્ત્વપૂર્ણ અસ્ત્ર સમાનતા શાંત વૃત્તિ લડવું કોની સાથે ? કામના સાથે લડીએ કલહ સાથે લડીએ ધૃણા સાથે લડીએ વિષમતા સાથે લડીએ ૦ હરિજનો ઇસાઈ કેમ બને છે? 0 ધર્મપરિવર્તનનું કારણ સમાનતાની આસ્થા જાગે ૦ વિજયી થવાનું અસ્ત્ર શસ્ત્ર નહિ, શાંતિ છે લહ નહિ, સમન્વય અને સમાધાન છે અસ્તિત્વ અને અહિંસા કે ૧૯૨ - Page #194 -------------------------------------------------------------------------- ________________ આવો, લડીએ ‘આવો, લડીએ' આ નિમંત્રણની ભાષા છે. ન કશું લાવવાનું છે અને ન કોઈ વાત કરવાની છે, માત્ર લડાઈનું આહ્વાન. નિમંત્રણ આપવું જોઈએ – આવો ! શાંતિ કરીએ, સમાધાન કરીએ. પરંતુ નિમંત્રણ આપવામાં આવ્યું કે – આવો, લડીએ ! આવું નિમંત્રણ કેમ આપવામાં આવ્યું. આ પ્રશ્ન સ્વાભાવિક રીતે પેદા થાય છે. કહેવાય છે કે જે આદત પડી જાય છે તે છૂટતી નથી. આ વાત સંપૂર્ણ અશક્ય નથી. ભગવાન મહાવીર ક્ષત્રિય હતા, યોદ્ધા હતા. તેઓ મુનિ બની ગયા છતાં તેમની લડવાની આદત છૂટી નહિ. મહાવીરે મહત્ત્વપૂર્ણ સૂત્ર આપ્યું કે જીવનમાં ક્યારેક ક્યારેક ભાગ્ય સાથે યુદ્ધ કરવું પડે છે. પ્રશ્ન છે કે લડવું કોની સાથે ? જે શત્રુ આપણી અંદર બેઠેલા છે, તેમની સાથે લડીએ. આળસ શરીરમાં બેઠેલો મહાશત્રુ છે. મહાવીરે જોયું કે મારી આસપાસ શત્રુઓ ઘેરાયેલા છે. તો પછી હું શાંતિથી શી રીતે જીવી શકું ? મહાવીરનો નિશ્ચય હતો કે મારે શાંતિપૂર્ણ જીવન જીવવું છે. જ્યાં સુધી શત્રુ સમાપ્ત નથી થતા ત્યાં સુધી શાંતિથી જીવી શકાતું નથી. તેમણે લડાઈ કરી અને તેઓ વિજયી બની ગયા. વિકાસવાનું સૂત્ર એ સચ્ચાઈ છે કે આ જગતમાં એ જ વ્યક્તિનું અસ્તિત્વ કાયમ રહી શકે છે કે જેનામાં પરાક્રમ હોય છે, શૌર્ય હોય છે, સંઘર્ષ કરવાની શક્તિ હોય છે, જે લડવાનું જાણે છે. વિકાસવાદનું એક સૂત્ર છે ફિસ્ટ. (Fittest) એનું અસ્તિત્વ કાયમ રહે છે જે યોગ્યતમ હોય છે. યોગ્યતમ બનવા માટે નિરંતર સંઘર્ષ ચાલતો રહે છે. જીવન માટે સંઘર્ષને ક્યારેય સમાપ્ત કરી શકાતો નથી. કાયર વ્યક્તિ પોતાના અસ્તિત્વને બચાવી નથી શકતી. એ જાતિઓ પણ સમાપ્ત થઈ ગઈ કે જે કાયર હતી. માત્ર એ જ બચી શક્યા કે જેઓ શક્તિશાળી હતા. ભગવાન મહાવીર પરાક્રમના ઉગાતા હતા. તેમણે પરાક્રમનું —— — અસ્તિત્વ અને અહિંસા ન ૧૯૩ - ૧૩. Page #195 -------------------------------------------------------------------------- ________________ અવદાન કર્યું, પરાક્રમને મહત્ત્વ આપ્યું. ક્યારેક એવો આક્ષેપ કરવામાં આવે છે કે અહિંસક લોકો કાયર હોય છે. આ જૂઠાણા ઉપર ભારે અચરજ થાય છે. મહાવીર અહિંસાના સૌથી પ્રબળ પક્ષધર હતા અને તેઓ સૌથી મોટા પરાક્રમી હતા. તેમને ડરાવનાર કોઈ સામે ન જઈ શક્યું. દેવતા, માનવ, રાક્ષસ, હિંસક પશુઓ કોઈપણ તેમને ડરાવી ન શક્યું. મહાવીરે લડવાનું શીખ્યું હતું. અહિંસાનું એટલું બધું શક્તિશાળી અસ્ત્ર એમની પાસે હતું કે જે કોઈ સામે આવતું તે ટકી ન શકતું. જીવનશૈલી બદલીએ પરાક્રમ, શક્તિ અને લડાઈ એ ત્રણેયનો યોગ છે. લડાઈની રીતો અલગ અલગ છે. લિંકન જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના સલાહકારોએ સલાહ આપી કે તમે તમારા શત્રુઓને કારાવાસમાં પૂરી દો. લિંને જવાબ આપ્યો – ના, હું એવું નહિ કરું. હું મારા સવ્યવહારો દ્વારા તેમનું દિલ જીતવાનો પ્રયત્ન કરીશ. બે-ત્રણ વર્ષ પછી તમે જોજો - મારા શત્રુઓ મારા સારા મિત્રો બની ગયા હશે, શુભચિંતક બની ગયા હશે. લડવાની રીત હિંસક પણ હોય છે અને અહિંસક પણ હોય છે. નિષેધાત્મક ભાવોથી પણ લડવામાં આવે છે અને વિધાયક ભાવોથી પણ આપણે લડી શકીએ છીએ. જે વ્યક્તિ મહાવીરની ભાષામાં લડવા ઇચ્છે, “આવો, લડીએ, નું નિમંત્રણ આપવા ઇચ્છે તેણે પોતાની જીવનશૈલી બદલવી પડશે. લડવાની એક શેલી એ છે કે જેમાં ગાળો આપવામાં આવે છે, પથ્થર અને દંડા વરસાવવામાં આવે છે. લડવાની એક શેલી એવી છે કે જેનો પ્રયોગ સમરાંગણમાં થાય છે, યુદ્ધના મેદાનમાં થાય છે. આજકાલ ચૂંટણી-દંગલોમાં વાક્યુદ્ધ ચાલે છે. એ પણ લડવાની એક શૈલી છે. લડાઈની એક શૈલી મહાવીરની ભાષામાં પ્રાપ્ત થાય છે. લડવાની તે સૌથી શક્તિશાળી રીતે છે. તેની સામે કોઈ રીત ટકી શકતી નથી. એ રીતે છે જીવનની પ્રણાલીને બદલવાની. ઉત્તેજના અને શૈલીની ભાષા મહાવીરે કહ્યું કે તમારી સાથે કોઈ લડવા આવે તો તમે કાયોત્સર્ગની . મુદ્રામાં ઊભા રહી જાવ. તમારી અંદર એટલું બધુ પરાક્રમ આવશે કે લડવા આવેલી વ્યક્તિ તમારી સામે ટકી જ નહિ શકે. આજે જે જીવનશેલી ચાલી રહી છે, એમાં મહત્ત્વપૂર્ણ તત્ત્વ ઉત્તેજનાનું છે. કોઈપણ ~ અસ્તિત્વ અને અહિંસા ૪ ૧૯૪ - Page #196 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિ આવે છે તો ઉત્તેજનાપૂર્ણ વાતાવરણ પેદા થઈ જાય છે. ઉત્તેજનાનો એક સંસ્કાર બની ગયો છે. પ્રત્યાક્રમણ અને ઉત્તેજનાને કારણે સમગ્ર વાતાવરણ ઉત્તેજનામય બની જાય છે. આવું વાતાવરણ કદાચ અગાઉ નહિ હોય. આજે એવો નિયમ શીખવાડવામાં આવે છે કે જો તમારે તમારી વાત મનાવવી હોય, પોતાનું કામ કરાવવું હોય તો ઉત્તેજનાપૂર્ણ વાતાવરણ બનાવો, આક્રમક સ્વરૂપનો પ્રયોગ કરો, તમારું કામ થઈ જશે. આજે સ્થિતિ એવી છે કે પ્રજા ઉત્તેજનાની ભાષા સમજવા લાગી છે અને સરકાર ગોળીની ભાષા સમજાવે છે. ઉત્તેજના અને ગોળીની ભાષા એ પણ લડવાની એક એવી રીત છે કે જેનો ક્યારેય અંત આવતો નથી. મહાવીરની ભાષા છે – ઉત્તેજનાના વિરોધમાં શાંતિનો પ્રયોગ કરો, અહિંસાનો પ્રયોગ કરો. ઉત્તેજનામાં કોઈ કામ સારું નથી થતું. સમસ્યા અંદર છે, બહાર નથી મહાવીરની ભાષામાં લડવાની પ્રથમ રીત છે – સમાનતા, બીજી રીત છે શાંતિપૂર્ણ વ્યવહાર. સમાનતા અને શાંતવૃત્તિ એ બન્ને મહત્ત્વપૂર્ણ અસ્ત્રો છે. તેમનો પ્રયોગ કરનાર વ્યક્તિ મોટામાં મોટા શત્રુઓને પણ સમાપ્ત કરી દે છે. આપણા શરીરની અંદર પણ ઉત્તેજનાનું એક શરીર બેઠેલું છે. હકીકતમાં તે ઉત્તેજનાની સમસ્યા આપણી અંદર જ છે, બહાર નથી. ઉત્તેજનાનું શરીર, જેને સૂક્ષ્મ શરીર અથવા તો કર્મશરીર કહી શકાયતે આવેશોનું શરીર છે. જેટલા આવેગ-આવેશ પેદા થાય છે, તે બહારથી નહિ, સૂક્ષ્મ શરીરમાંથી પેદા થાય છે. સમસ્યા એ છે કે આપણે એને જોઈ નથી શકતા, સમજી નથી શકતા. મહાવીરે એ સૂક્ષ્મ શરીર, કર્મશરીરને જોયું. તેમણે કહ્યું કે જે સમસ્યા અને સંકટ પેદા કરે છે તે તમારા શરીરમાં બેઠેલું શરીર જ પેદા કરે છે. તમે માત્ર બહારના જગત ઉપર આરોપણ કરી રહ્યા છો કે અમુક વ્યક્તિ મારો શત્રુ છે, અમુક વ્યક્તિ મારો વિરોધી છે, પરંતુ જે શત્રુતાનો ભાવ પેદા કરી રહ્યું છે એ કર્મશરીર તરફ તમારું ધ્યાન જ જતું નથી. જ્યાં સુધી જીવનશૈલી નહિ બદલાય, અગાઉથી બંધાયેલા ખ્યાલોમાં પરિવર્તન નહિ આવે ત્યાં સુધી વ્યક્તિ પોતાની અંદર જોઈ નહિ શકે. પૂર્વગ્રહોને કારણે માણસ પ્રવંચનામાં પહોંચી જાય છે. આ મનોવૃત્તિ બદલવી જરૂરી છે. - અસ્તિત્વ અને અહિંસા , ૧૯૫ Page #197 -------------------------------------------------------------------------- ________________ ખ્યાલો બદલીએ એક ખ્યાલ બની ગયો – જે જેવો વ્યવહાર કરે, તેની સાથે એવો જ વ્યવહાર કરવો. “શઠે-શાયં સમાચરે'- જ્યાં સુધી આવો ખ્યાલ નહિ બદલાય ત્યાં સુધી શાંતવૃત્તિનું જીવન નહિ બને. માણસમાં છલના છે, તે પ્રવંચના કરવા ઇચ્છે છે તેથી તેની આંખ ખુલી હોવા છતાં બંધ રહે છે. * વ્યક્તિ પોતાની આ મનોવૃત્તિના કારણે બહાર ને બહાર જુએ છે. તેની જીવનશૈલી બાહ્ય પરિવેશથી પ્રભાવિત છે. અંદરની તરફ જોયા વગર તેને બદલી શકાય તેમ નથી. આપણે આ તથ્યને આ ભાષામાં સમજીએ. ધર્મ અને અધ્યાત્મને સમજ્યા વગર જીવનની વર્તમાન પ્રણાલીને બદલી શકાતી નથી. ભલે ગમે તેટલી રાજનૈતિક પ્રણાલીઓ વિકસે, સામ્યવાદ, સમાજવાદ કે લોકતંત્રની પ્રણાલી આવી જાય, પરંતુ એથી જીવનશૈલીમાં પરિવર્તન નહિ આવે. જીવનને માત્ર ધર્મ અને અધ્યાત્મ જ બદલી શકે છે. એમ માની લેવું જોઈએ કે સમાજની વર્તમાન જીવનપ્રણાલી ધર્મ ઉપર આધારિત નથી. મહાવીરે કહ્યું કે જે જીવનશૈલી બાહ્ય પરિવેશ ઉપર આધારિત છે તેની સાથે લડો, તેને બદલો. સંઘર્ષનું કારણ પ્રશ્ન છે કે કોની સાથે લડવું? આપણે કલહ સામે લડીએ, કામ સામે લડીએ. જો કલહ સામે લડવું હોય તો જીવનપ્રણાલીને સમાનતાના આધારે ચલાવવી પડશે. હમણાં થોડાક દિવસ પૂર્વે મદુરાઈમાં સંઘર્ષનું વાતાવરણ બની ગયું. એનું કારણ હતું કેટલાક હરિજનો ઇસાઈ બની ગયા હતા. આ વાતને કારણે હિંદુઓ અને ઇસાઈઓ વચ્ચે ઝઘડો થઈ ગયો. શું ઇસાઈ બનનાર ધર્મ અને તત્ત્વજ્ઞાનના આધારે ઇસાઈ બન્યા હતા ? તેઓ ઇસાઈ બન્યા હતા અસમાનતાના કારણે, ઘણાને કારણે. એક ઉચ્ચ વર્ગ કહેવાય છે, તે બીજાને નિમ્ન વર્ગના સમજે છે. તે એની સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર કરે છે. ધૃણાનો વ્યવહાર કરે છે. એ ધૃણાની પ્રતિક્રિયા ધર્મ-પરિવર્તન રૂપે થાય છે અને સંઘનું વાતાવરણ બની જાય છે. જ્યારથી હિંદુ અને મુસલમાનનો ઇતિહાસ ચાલ્યો છે ત્યારથી કોણ જાણે કેટલા લોકો ધૃણાથી તિરસ્કૃત થઈને ધર્મ-પરિવર્તન માટે મજબૂર બન્યા હશે અને તેઓ જ સૌથી મોટા શત્રુ બન્યા છે. અસ્તિત્વ અને અહિંસા કે ૧૯૬ – Page #198 -------------------------------------------------------------------------- ________________ સમાનતાની આસ્થા જાગે મહાવીરે કહ્યું કે ધૃણાની આ જે પ્રણાલી ચાલી રહી છે, તેની સાથે લડો. જ્યાં સુધી વિષમતા સાથે લડનારી જીવનપ્રણાલી નહિ બને ત્યાં સુધી માનવીય એકતા ઉપર આધારિત, સમાનતા ઉપર આધારિત જીવનપ્રણાલીનો વિકાસ નહિ થાય. વિષમતામાંથી ધૃણા પેદા થાય છે. આ સમસ્યાઓનો અંત પોલીસ અને સેનાની ફલેગ માર્ચ દ્વારા પણ શક્ય નથી. એનું એક જ સમાધાન છે અને તે છે - સમાનતાની વૃત્તિનો વિકાસ. આપણી આ સમાનતામાં આસ્થા જાગે – તમામ માણસો સમાન છે, માનવજાતિ એક છે. આ આસ્થા જેટલી પ્રબળ બનશે એટલું આપણે વિષમતા સામે લડી શકીશું, વિષમતાને કારણે પેદા થનારી લડાઈઓ અને સંઘષોની સ્થિતિ સામે લડવામાં સફળ થઈશું. શાંતિ અને સમન્વયનું અસ્ત્ર લડવાનું એક અસ્ત્ર છે શાંતવૃત્તિનો વિકાસ. આપણે કોઈપણ નિર્ણય લઈએ, કાર્ય કરીએ, તે ઉત્તેજનાપૂર્ણ સ્થિતિમાં ન કરીએ. જીવવાનો એવો અભ્યાસ કેળવીએ કે આપણે સંઘર્ષની કોઈપણ સ્થિતિની વિરુદ્ધ પોતાની શાંતવૃત્તિ ન ખોઈએ. સંઘર્ષને શાંતિપૂર્વક સહન કરીએ. શાંતિપૂર્વક સમસ્યાનું સમાધાન કરીએ, સમજુતિ અને સંધિ કરીએ. આપણે પહેલાં ઉત્તેજના ફેલાવીએ, લડીએ, પછી શાંતિ અને સમજુતિની વાતો કરીએ. એના કરતાં તો સારું એ છે કે આપણે પહેલેથી જ શાંતિના અસ્ત્ર વડે લડીએ. લડવા માટેનું જે સૌથી સુંદર હથિયાર છે એ શાંતિનું હથિયાર છે. તેને અણુબોંબ પણ હરાવી નથી શકતો. મહાવીરે કહ્યું કે જીવનમાં વિજયી થવાનું કોઈ અસ્ત્ર હોય તો તે શસ્ત્ર નથી, શાંતિ છે, ક્લહ નથી, સમન્વય અને સમાધાન છે. આપણે આ સચ્ચાઈ સમજીએ, શાંતિ અને સમન્વયની ચેતના જગાડીએ. આવી સ્થિતિમાં જ “આવો, લડીએ'. આ નિમંત્રણ સાર્થક બની શકશે. જેના હાથમાં શાંતિ અને સમન્વય એ બે અસ્ત્રો છે, તેને કોઈ હરાવી નથી શકતું. તે હંમેશાં અપરાજેય અને અજાત શત્રુ રહે છે. -~-~-- અસ્તિત્વ અને અહિંસા , ૧૯૭ – Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન:27 લાયકઈ સંકલિકા 0 0 0 ૦ મુણિણા હુ એતં પવેદિત, ઉબ્બાહિ#માણે ગામધમેડિં૦ અવિ સિબ્બલાસએ / ૦ અવિ ઓમોરિયંકુ / ૦ અવિ ઉä ઠાણ ઠાઇક્કા / ૦ અવિ ગામાણુગામ દૂઇશ્વેજો / ૦ અવિ આહારં વોચ્છિદેજા / ૦ અવિ એ ઇન્જીસ મણી (આયારો ૫/૭૮-૮૪) ૦ આયાવયાહી ચય સોઉમાઁ, કામે કમાહિ કમિયં ખ દુખ ઝિંદાહિ દોસ વિણએજ રાગે, એવ સુધી હોહિસિ સંપરાએ » (દશવૈકાલિક ૨/૪). ૦ કામ : અકામ ૦ અર્થ અકામનો 0 રૂસી વૈજ્ઞાનિન્નો મત ૦ સૌથી જરૂરી : સૌથી ઉપેક્ષિત બ્રહ્મચર્ય-સિદ્ધિ પ્રયોગ-કમનિર્બળ આહાર ઊણોદરી-ઓછું ખાવું ઊભા ઊભા કાયોત્સર્ગ કરવો મમત્વનો વિચ્છેદ મનની દિશાનું પરિવર્તન આતાપના લેવી સુકુમાર્યનો ત્યાગ આસન મસ્તિષ્કની પવિત્રતા ——– અસ્તિત્વ અને અહિંસા , ૧૯૮ – Page #200 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યના પ્રયોગો ટઆચારાંગ સૂત્ર ધ્યાનનો ગંભીર ગ્રંથ છે. તેમાં સાધનાનાં રહસ્યોનું રહસ્યપૂર્ણ ભાષામાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આચાર માત્ર ઉપરનો ક્રિયાકાંડ નથી હોતો, તે આત્માની અનુભૂતિથી ઉપજેલો એક વ્યવહાર હોય છે, જેની પૃષ્ઠભૂમિમાં રહે છે – આત્માની અનુભૂતિ અને બહારથી નીકળેલું આચરણ અને વ્યવહાર. આચારાંગમાં અંતરની અનુભૂતિ અને બાહ્ય વ્યવહારનું રહસ્યપૂર્ણ પ્રતિપાદન છે. તેમાં સૌપ્રથમ અહિંસાનું પ્રતિપાદન થયેલું છે. ત્યારપછી અપરિગ્રહ અને અકામ - બ્રહ્મચર્યનું વિવેચન જોવા મળે છે. અર્થ અકામનો કામ વ્યક્તિને એક દિશામાં લઈ જાય છે અને અકામ બીજી દિશામાં લઈ જાય છે. આપણે બ્રહ્મચર્યને કોઈ મર્યાદામાં ન બાંધીએ. પાંચ ઇન્દ્રિયો અને મનની ચંચળતા – આ તમામનો વિષય કામના સાથે જોડાયેલો છે. કામ નાક, આંખ, કાન તમામને પ્રેરે છે. નાકની ગંધનો કામના સાથે ગાઢ સંબંધ છે. આપણું એક આદિમ મસ્તિષ્ક માનવામાં આવે છે જેને એનિમલ બ્રેઈન કહે છે. તે ગંધથી ખૂબ પ્રભાવિત થાય છે તેથી એક સાધક માટે સુગંધિત દ્રવ્યોથી બચવું અત્યંત જરૂરી ગણાય છે. પાંચ ઇન્દ્રિયો અને મન એ તમામ કામના સાથે જોડાયેલાં છે. અકામનો અર્થ છે પાંચ ઇન્દ્રિયોનો નિગ્ર૭, મનનો નિગ્રહ. કામના આત્મા સાથે જોડાયેલા શરીરનું એટલું મોટું તત્ત્વ છે કે તેના ઉપર નિયંત્રણ કે નિગ્રહ કરવો એ સામાન્ય વાત નથી. કામનાના તરંગો પેદા ન થાય એવી સ્થિતિ બની જાય તો તે ખૂબ સૌભાગ્યની વાત છે, પરંતુ એમ થવું અત્યંત મુશ્કેલ છે. અકામ-સિદ્ધિ : પ્રયોગ ભગવાન મહાવીરે અકામ સિદ્ધિનો માત્ર ઉપદેશ જ નથી આપ્યો, ----——– અસ્તિત્વ અને અહિંસા , ૧૯૯ – Page #201 -------------------------------------------------------------------------- ________________ તેના ઉપાયો પણ બતાવ્યા છે. આચારાંગ સૂત્રના પાંચમા અધ્યયનના એક આલાપકમાં અકામ સિદ્ધિના પ્રયોગો બતાવેલા છે. અકામ સિદ્ધિ અને બ્રહ્મચર્યની સિદ્ધિ એ માત્ર કલ્પનાથી શક્ય નથી. એ માટે પ્રયોગોના એક ક્રમમાંથી પસાર થવું પડશે. બ્રહ્મચર્ય સિદ્ધિ અને અકામ સિદ્ધિનો એક ઉપાય છે – નિર્બળ આહાર. શરીરમાં ખૂબ બળ પેદા કરનારો આહાર ન લેવો જોઈએ. રૂસી વૈજ્ઞાનિક પ્રોફેસર આરોન બેલ્કીને કહ્યું કે આપણા મસ્તિષ્કમાં ત્રણસો ‘ન્યૂરો પેપ્ટાઈડ' હાર્મોન્સ પેદા થાય છે. બેન્કોનનો ખ્યાલ છે કે પ્રત્યેક વિચાર સાથે એક “ચૂરો પેપ્ટાઈડ હોર્મોન્સ પેદા થઈ જાય છે. એનો અર્થ છે- જેટલા વિચારો છે એટલા જ ‘ન્યૂરો પેપ્ટાઈડ' હાર્મોન્સ બને છે. બેલ્કીને એમ માની લીધું કે જેવી રીતે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય છે એવી જ રીતે મસ્તિષ્ક એક ખૂબ મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, જે આટલાં બધાં રસાયણો પેદા કરે છે, એ રસાયણો આપણને પ્રભાવિત કરે છે. આહાર અને વ્યવચ્છરનો સંબંધ આજના આહારશાસ્ત્રીઓ જણાવે છે કે જેવો આપણો વ્યવહાર હોય છે એવું જ ન્યૂરો ટ્રાન્સમીટર બને છે અને એ જ ન્યૂરો ટ્રાન્સમીટર આપણા વ્યવહારનું નિર્ધારણ કરે છે. આહારનો સંબંધ મસ્જિકમાં પેદા થનારાં રસાયણો સાથે છે. એ વાત ખૂબ જૂની છે પરંતુ તેની વ્યાખ્યાઓ આજે થઈ રહી છે. આજે દરેક વાત સાથે આહારનો સંબંધ જોડવામાં આવે છે. જો આપણે મનની પ્રસન્નતા, ચિત્તની નિર્મળતા, મસ્તિષ્કનું હળવાપણું અને વિચારોની પવિત્રતા ટકાવી રાખવી હોય તો સૌપ્રથમ આહાર તરફ ધ્યાન આપવું પડશે. જે વ્યક્તિ આ વાત તરફ ધ્યાન નથી આપતી તે કદાચ પોતાના જીવન સાથે રમત કરી રહી છે. એમ માનવું જોઈએ કે જીવનમાં સૌથી વધુ જરૂરી અને સૌથી વધુ ઉપેક્ષિત વિષય છે આહાર. મહાવીરે બ્રહ્મચર્યની સાધનાનો પ્રથમ પ્રયોગ બતાવ્યો – નિર્બળ આહાર કરો, સુપાચ્ય અને હલકો આહાર લો, ભારે પદાર્થો ન ખાવ. ઉણોદી બ્રહ્મચર્યની સિદ્ધિનો એક ઉપાય છે – ઊણોદરી કરવી, ઓછું ખાવું, ઠાંસીઠાંસીને ના ખાવું, જે વ્યક્તિ વધારે ખાશે, વધુ પ્રમાણમાં ખાશે તેનો અપાન વાયુ દૂષિત થશે, તેની મળક્રિયા બગડી જશે. નાભિથી નીચે સુધીનો જે ભાગ છે તે અપાન વાયુનું સ્થાન છે. ત્યાંથી જ તમામ -- અસ્તિત્વ અને અહિંસા કે ૨૦૦ – Page #202 -------------------------------------------------------------------------- ________________ ગરબડો પેદા થાય છે. જે વ્યક્તિને ગેસની મુશ્કેલી હોય છે તેને ખબર હોય છે જ કે, ગેસની બીમારીને કારણે અન્ય કઈ કઈ બીમારીઓ પેદા થાય છે. અપાન વાયુ અશુદ્ધ રહે એનો અર્થ છે – આમાશય, પક્વાશય, મોટા આંતરડાનો સમગ્ર ભાગ વગેરે શુદ્ધ નથી રહ્યાં. જ્યારે અપાન વાયુ અશુદ્ધ થાય છે, ત્યારે ખરાબ વિચારો, ખરાબ સ્વપ્નો, હિંસાના ભાવ, વાસનાની વૃત્તિઓ ઉદ્દીપ્ત થતાં રહે છે. અપાન વાયુની અશુદ્ધિનું મુખ્ય કારણ અતિ ભોજન છે. વધુ ખાવું એનો અર્થ જ છે કબજિયાત થવી. જેટલું ખાવામાં આવે છે, તે બધું પચતું નથી. જમા થતું જ રહે છે. તે ધીમે ધીમે સંડાધ પેદા કરે છે, અશુદ્ધ બની જાય છે. આવા સંજોગોમાં ચિત્ત અને મનની પવિત્રતા પ્રભાવિત થયા વગર રહેતી નથી. બ્રહ્મચર્ય-સિદ્ધિના આ બે ઉપાયો : નિર્બળ આહાર અને અલ્પ આહાર ભોજન સાથે સંબંધ ધરાવે છે. આપણે આહારનો વિવેક કરીએ. આહારનો વિવેક સભ્ય રૂપે સંપાદિત થતો રહેશે. કાયોત્સર્ગ બ્રહ્મચર્યની સિદ્ધિનો અન્ય એક ઉપાય ઊભા ઊભા કાયોત્સર્ગ કરવાનો છે. બ્રહ્મચર્યની સાધનાનો એ મહત્ત્વપૂર્ણ ઉપાય છે. પુરુષોએ બંને હાથ ઊંચા કરીને ધ્યાન કરવું. સ્ત્રીઓ માટે એનો નિષેધ છે. બીદાસરમાં એક શ્રાવક થઈ ગયા, નેમિચંદજી સેનાની. તે બંને હાથ ઊંચા કરીને ઊભા ઊભા સામાયિક કરતા હતા. ઊભા ઊભા ધ્યાન કરવું એ સાધનાની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનું છે. એમાં ઊર્જાનું એક વલય બને છે. ઊર્જા એક જ જગાએ વધુ જમા થઈ જતી નથી. આપણા શરીરની એવી પ્રકૃતિ છે કે ઊર્જા નીચેની તરફ વધારે વહે છે. એ ઊર્જાને ઉપરની તરફ લઈ જવી ખૂબ જરૂરી છે. ઊર્જાને ઉપર લઈ જવા માટે સીધા થવું જરૂરી છે. ભલે સૂઈ જઈને સીધા રહો કે ઊભા ઊભા. આ એક ઉપાય છે ઊર્જાના ઊર્વીકરણનો, બ્રહ્મચર્યની સિદ્ધિનો. મમત્વનો વિચ્છેદ - બ્રહ્મચર્યની સિદ્ધિઓનો અન્ય એક ઉપાય મમત્વના વિચ્છેદનો છે. માણસ સામાજિક પ્રાણી છે. તે સમાજની વચ્ચે જીવે છે તેથી સમાજની સાથે લગાવ થવો અત્યંત પ્રાસાંગિક છે. મહાવીરે બ્રહ્મચારી મુનિ માટે વિધાન કર્યું કે, એક ગામમાં વધુ સમય ના રહો. જો કોઈ મુનિ એક જ ગામમાં લાંબા સમય સુધી રહે તો શક્ય છે કે તેને લગાવ થઈ ---- અસ્તિત્વ અને અહિંસા કે ૨૦૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ જાય, મમત્વ થઈ જાય. ઉગ્ર વિહારની વાત સાધનાની દષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નવ-કલ્પ વિહારનું વિધાન સાધુત્વનો અનિવાર્ય નિયમ નથી. તે સાધનાની દૃષ્ટિએ સંભાવનાના વર્જનનો નિયમ છે. ઘણાં બધાં વિધાનો નિમિત્તોથી બચવા માટે કરવામાં આવે છે. એક સૂત્ર આપવામાં આવ્યું – ગ્રામ-અનુગ્રામ વિહાર કરવો, પરિચય ઓછો કેળવાશે, લગાવ ઓછો થશે. મમત્વની ગાંઠને જામવાની તક ઓછી મળશે. તપસ્યાઃ દિશા-પરિવર્તન - બ્રહ્મચર્યની સાધનાનું આ મહત્ત્વપૂર્ણ સૂત્ર છે – અમમત્વ અને અપ્રતિબદ્ધતા. આટલી સાધના પછી પણ એમ લાગે કે મમત્વની ગાંઠ ખૂલતી નથી તો આહાર તદ્દન છોડી દો, તપસ્યા શરૂ કરો. તપસ્યા થકી મમત્વની ગાંઠ ઉપર એક આઘાત પહોંચે છે, તે તૂટવા માંડે છે. - બ્રહ્મચર્યની સિદ્ધિનો એક ભાવાત્મક ઉપાય બતાવવામાં આવ્યો, મનની સાધના કરો. મનનો લગાવ જે તરફ હોય તે તરફથી મન પાછું વાળી દો. સંકલ્પને બીજી દિશામાં પ્રવાહિત કરો. આસન આ પણ એક ઉપાય છે. એનો અર્થ આ પ્રમાણે છે : જે ઊર્જા બને છે તેને સંતુલિત કરી દેવી. આસનની સાથે કંઈક વિશેષ વાતો પણ જોડાયેલી હોય છે. આસનથી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તથા નાડીતંત્રનું, શરીરના તમામ અવયવોનું સંતુલન બની જાય છે. સર્વાગાસન માત્ર બે પગને ઊંચા કરવાનું જ આસન નથી, માત્ર આરોગ્ય ઉપર પ્રભાવ પાડનારું આસન જ નથી. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને પ્રભાવિત કરનારું મહત્ત્વપૂર્ણ આસન છે. કેટલાંક આસનો એવાં હોય છે જે શારીરિક આરોગ્યના લાભની દૃષ્ટિએ ઉપયોગી હોય છે. કેટલાંક આસનો એવાં છે કે જે સીધાં નાડીતંત્ર અને ગ્રંથિતંત્રને પ્રભાવિત કરે છે. થાઈરોઈડ ગ્રંથિ આપણી શરીરરચનાની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તે ભાવના સાથે પણ જોડાયેલી છે. એમ કહી શકાય કે, જેની થાઈરોઈડ ગ્રંથિમાં ગરબડ થઈ ગઈ તેનું સમગ્ર જીવન એક રીતે ગરબડવાળું થઈ જાય છે. સર્વાગાસનથી થાઈરોઈડ ગ્રંથિ પ્રભાવિત થાય છે. એક આસન છે શશાંકાસન. તે માત્ર પેટને જ પ્રભાવિત નથી કરતું, એડ્રીનલ ગ્લેન્ડને પણ પ્રભાવિત કરે છે. બ્રહ્મચર્યની સાધનામાં આ આસનોનું મહત્ત્વ સ્વયં સ્પષ્ટ છે. ---------- - અસ્તિત્વ અને અહિંસા કે ૨૦૨ –- ----~----- Page #204 -------------------------------------------------------------------------- ________________ સુકુમારતા છોડો સુકુમારતાને છોડવી, એ પણ એક ઉપાય છે. સુકુમારતાના ત્યાગ માટે શ્રમ આવશ્યક છે. શ્રમ ભલે પછી વિહારનો હોય, ગોચરીનો હોય કે આસનનો હોય. મહાવીરે કહ્યું – સૌકુમાર્ય છોડો. જ્યાં વધારે સુકુમારતા આવશે ત્યાં કામને નિમંત્રણ મળશે. કોમળ સેજ, કોમળ ગાદી અને ચાદરસુકુમારતાનાં આવાં જેટલાં ચિહ્નો છે તે સીધાં જ કામને નિમંત્રણ આપનારાં છે. જે વ્યક્તિ આ સૌકુમાર્યમાં ડૂબેલી રહેશે તેનું ના તો જ્ઞાનમાં મન લાગશે અને ના તો ધ્યાન કે સ્વાધ્યાયમાં ચિત્ત ચોંટશે. તેનું મન ઊફરું ઊફરું રહેશે. તે કોઈ કામ નહિ કરી શકે. સુકુમારતાથી સૌથી વધુ પ્રભાવિત થાય છે આપણું મસ્તિષ્ક. મોહનીય કર્મની અઠ્યાવીસ પ્રકતિઓ છે. એમાંથી એક પણ પ્રકૃતિનો તરંગ ઉદ્ભવે છે તો આપણું સમગ્ર મસ્તિષ્ક પ્રભાવિત થઈ જાય છે, તેમાં વિકૃતિ આવી જાય છે. જે વ્યક્તિ પોતાના મનને નિર્મળ રાખવા ઇચ્છે છે, મસ્તિષ્કને પવિત્ર રાખવા ઇચ્છે છે, તેણે અત્યંત સાવધાન રહેવું પડશે; જાગરૂક રહેવું પડશે, વારંવાર આત્મનિરીક્ષણ અને આત્મચિંતન કરવું પડશે. આટલા તીવ્ર પ્રયત્નો કરવાથી જ કામથી અકામ તરફનું પ્રસ્થાન શક્ય બનશે. આપણે એ દિશામાં પ્રયત્ન ના કરીએ તો અકામ-સિદ્ધિ અને બ્રહ્મચર્યસિદ્ધિનું સ્વપ્ન હરગીજ સફળ નહિ થાય. યથાર્થની ભૂમિકા આપણે યથાર્થને આધારે ચાલવું જોઈએ, માત્ર ઉપદેશ કે ભાવનાના આધારે નહિ. એ એક યથાર્થ છે કે જેટલી જાગરૂકતા રહેશે એટલી જ પવિત્રતા અને નિર્મળતા વધશે. જાગરૂકતામાં જેટલી ઊણપ આવશે એટલી જ નિર્મળતા અને પવિત્રતા પ્રભાવિત થશે. મહાવીરે અકામસિદ્ધિ માટે જે પ્રયોગો બતાવ્યા છે તે કામમાં લેવામાં આવે તો, જાગરૂકતાની સમસ્યાનહિ રહે. માણસ ચાલે છે. હવાનું મોજું આવે છે. અવરોધ ઊભો થઈ જાય છે. જો તેનો સંકલ્પ મજબૂત હશે તો અવરોધ ટકી નહિ શકે. જેનો સંલ્પ મજબૂત છે, જેનામાં પ્રયોગ કરવાની પ્રબળ ભાવના છે, તે “કામ” દ્વારા ઉપસ્થિત થનારી મુશ્કેલીઓને ધીમે ધીમે પાર કરતો જશે. એક દિવસ આકામની સ્થિતિ પામી જશે. જો પ્રયોગો નહિ કરવામાં -------- અસ્તિત્વ અને અહિંસા ૨૦૩ Page #205 -------------------------------------------------------------------------- ________________ આવે, આત્મલોચન અને આત્મનિરીક્ષણનો ક્રમ નહિ ચાલે તો મન ઉપર મેલ જામતો જ જશે, અને તે એટલો ગાઢ બની જશે કે તેમાંથી દુર્ગધ આવવા લાગશે. કહેવામાં આવ્યું કે, તીર્થકરોના સ્વાસ કમળની સુગંધ જેવા સુગંધિત હોય છે. માત્ર તીર્થકરોના જ નહિ, એ તમામ વ્યક્તિઓના શ્વાસ પણ સારા અને સુગંધિત હોય છે, જેમના વિચારો સારા અને પવિત્ર હોય છે. ગંધના આધારે પણ માણસના ચારિત્રને જાણી શકાય છે. બ્રહ્મચર્યની સિદ્ધિના જે પ્રયોગો છે તેમને ઉપયોગમાં લઈએ, તો આપણા વિચારો પવિત્ર બનતા જશે. કામનાઓ, વાસનાઓ અને નિષેધાત્મક ભાવો ઉપર નિયંત્રણ સધાતું જશે. આપણે આપણા ઇષ્ટની સિદ્ધિ પ્રાપ્ત કરી લઈશું. – અસ્તિત્વ અને અહિંસક ૨૦૪ Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨ ( સંકલિકા - ૦ તુર્માસિ નામ સચ્ચેવ જે અંતત્રં તિ મન્નસિ | તુર્માસિ નામ સચ્ચેવ જં અાવેલ્વે તિ મનસિ / તુમસિ નામ સચ્ચેવ જં પરિતાdયત્રં તિ મનસિ / તમંસિ નામ સચ્ચેવ જે પરિઘેતત્રં તિ મન્નસિ | તુર્માસિ નામ સચ્ચેવ જે ઉદયવ્યં તિ મનસિ . (આયારો ૫/૧૦૧) ૦ એગે આયા (ઠાણ ૧/૨) ૦ જે આયા સે વિણાયા, જે વિષ્ણઆયા સે આયા ! ૦ જેણ વિજાણતિ સે આયા . (આયારો ૧/૧૦૪). છે જેન પણ અદ્વૈતવાદ, વેદાંત પણ અદ્વૈતવાદી ૦ એકાત્મવાદઃ સમતાવાદ ૦ પુદ્ગલ અને આત્મા વચ્ચે ભેદ ૦ ભેદ ઓછા છે, અભેદ વધુ છે ૦ સંગ્રહન વ્યવહારનય ૦ સંકલ્પશક્તિ અભેદનો પ્રયોગ ૦ અનંતર સંબંધ : પરસ્પર સંબંધ ૦ અભેદ બુદ્ધિ અહિંસા ૦ એક પુસ્તક સાથે જોડાયેલું છે સમગ્ર બ્રહ્માંડ ૦ ભેદરેખાનું પરિણામ ૦ ક્રૂરતાનું કારણ છે ભેદ ૦ અહિંસાની જાગૃતિનું સૂત્ર ——– અસ્તિત્વ અને અહિંસા ૪ ૨૦૫ - ~-~ Page #207 -------------------------------------------------------------------------- ________________ એ તું જ છે. ગણાધિપતિ તુલસી સરદાર શહેરમાં બિરાજતા હતા. કલકત્તાથી એક બંગાળી સંન્યાસી ત્યાં આવ્યા. એ સંન્યાસી વેદાંતને માનનારા હતા. એમણે આવતાંની સાથે જ કહ્યું , આચાર્યશ્રી ! આપ પણ અદ્વૈતવાદી છો અને અમે પણ અદ્વૈતવાદી છીએ. અમારામાં અને આપનામાં તફાવત શો છે ? જૈન પણ અદ્વૈતવાદી અને વેદાંતી પણ અદ્વૈતવાદી. અમે માનીએ છીએ કે આત્મા એક છે, બ્રહ્મ એક છે. આપ પણ કહો છો – એગે આયા. આમાં તફાવત શો છે ? અદ્વૈતવાદ આપને પણ માન્ય છે અને અમને પણ માન્ય છે. ગણાધિપતિશ્રીએ કહ્યું કે એ વાતનો ઇન્કાર કોણ કરે છે ? અમે સંગ્રહનયને માનીએ છીએ અને તે મુજબ સમગ્ર સંસાર એક જ છે – સતોગવિશેષાત્ – કોઈ તફાવત જ નથી. અહંનો સિદ્ધાંત અદ્વૈતવાદનો સિદ્ધાંત જૈન દર્શનને સંગ્રહ નયના આધારે માન્ય છે, સાધનાના આધારે પણ એ સિદ્ધાંત માન્ય છે. ભગવાન મહાવીરનું એક વચન છે - તુર્માસિ નામ સચ્ચેવ જે હંતવૃં તિ મન્નસિ જેને તું મારવા ઇચ્છે છે, એ તું જ છે. આ અતિની વાત છે એકાત્મકતાની વાત છે. અહિંસાના ક્ષેત્રમાં, સાધનાના ક્ષેત્રમાં ભગવાન મહાવીરે અદ્વૈતનું પ્રતિપાદન કર્યું. જૈનદર્શન અનેકાંતવાદી છે. અનેકાંતવાદ માત્ર દર્શનના ક્ષેત્રમાં જ નહિ, સાધનાના ક્ષેત્રમાં પણ લાગુ પડે છે. આ તથ્ય વિશે વિચાર કરવાથી બે વાદ ફલિત થાય છે – એકાત્મવાદ અને સમતાવાદ. એક છે ભેદક તત્વ પ્રત્યેક વસ્તુમાં સામાન્ય અને વિશેષ એવા બે ગુણ હોય છે, ભેદ અને અભેદ એ બન્ને હોય છે. એક તરફ આપણો આત્મા છે, બીજી તરફ એક પુસ્તક છે. બન્ને વચ્ચે શો ફરક છે ? ખૂબ જ અલ્પ અંતર છે. એ અંતર પેદા કરનાર તત્ત્વ એક જ છે, પરંતુ જોડાનારાં --- — અસ્તિત્વ અને અહિંસા ન ૨૦૬ --- Page #208 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વો ઘણાં બધાં છે. ભટ્ટ અકલંકે કહ્યું – ચેતનાની દૃષ્ટિએ આત્મા આત્મા છે, બાકીના ગુણોની દૃષ્ટિએ તે અનાત્મા છે. પ્રમેયત્વાદિભિઃ ધર્મે, અચિદાત્મા ચિદાત્મકઃ | જ્ઞાનદર્શનતસ્તસ્મા, ચેતનાડચેતનાત્મકઃ // પુસ્તકમાં ચેતનાની શક્તિ નથી અને આત્મામાં જ્ઞાનની શક્તિ છે, ચેતનાની શક્તિ છે. આત્મા અને પુદ્ગલ વચ્ચે આટલો જ તફાવત છે. પુગલ મૂર્તિ છે અને આત્મા અમૂર્ત છે. આપણે આકાશની દૃષ્ટિએ જોઈએ. આકાશ પણ અમૂર્ત છે અને આત્મા પણ અમૂર્તિ છે. આકાશ પણ વસ્તુ છે અને આત્મા પણ વસ્તુ છે. તફાવત પેદા કરનાર એક તત્ત્વ છે, એક વિશેષ ગુણ છે – ચેતના. તે આત્મામાં છે, આકાશમાં નથી. આપણે ભેદ કરનારી એક રેખાને આધારે બાકીની વાતોને વિસારી દઈએ છીએ. સમતાવાદ અહિંસાની ચેતનાને જગાડવા માટે આ બન્ને સૂત્રો સમતાવાદ અને એકાત્મવાદે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ભેદનયની દૃષ્ટિએ વિચાર કરીએ તો એમ કહી શકાય કે આત્મા અને પુદ્ગલ વચ્ચે તફાવત છે. ભેદનયની દૃષ્ટિએ એમ પણ કહી શકાય કે પ્રત્યેક વ્યક્તિનો આત્મા સ્વતંત્ર છે. જેટલી વ્યક્તિઓ છે, જેટલાં પ્રાણી છે એટલા જ આત્માઓ છે. પ્રત્યેક આત્માનું અલગ અસ્તિત્વ સ્વીકારીએ તો સમતાવાદ ફલિત થશે. પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે એનો અર્થ એ છે કે જેવો મારો આત્મા છે એવો જ બીજા માણસોનો પણ આત્મા છે, એવો જ પશુઓનો પણ આત્મા છે અને છોડ – વૃક્ષોનો પણ એવો જ આત્મા છે. જેવો એક પ્રાણીનો આત્મા છે એવો જ અન્ય પ્રાણીઓનો આત્મા છે. સૌનો આત્મા સમાન છે આ છે સમતાવાદ એટલે કે આત્મતુલાવાદ. પ્રત્યેક આત્માને પોતાના આત્મા સમાન સમજો, કોઈને પજવશો નહિ, આ અભેદપ્રધાન નયની દષ્ટિએ સમાનતાની વાત પ્રસ્તુત થાય છે. વિચિત્ર પ્રયોગ ભગવાન મહાવીરે કોઈ એક નય વડે જ તત્ત્વનું પ્રતિપાદન નથી કર્યું. જો નૈગમ નયની દૃષ્ટિએ વિચાર કરીએ તો આત્મા સમાન છે, જો સંગ્રહનયની દૃષ્ટિએ વિચાર કરીએ તો ફલિત થશે કે આત્મા એક છે. આ અભેદપ્રધાન દૃષ્ટિ છે. એનો અર્થ એ છે કે તું કોને મારવા ઇચ્છે – અસ્તિત્વ અને અહિંસા ક ૨૦૭ – Page #209 -------------------------------------------------------------------------- ________________ છે? જેને તું મારવા ઇચ્છે છે, એ તું જ છે. આ અભેદનો પ્રયોગ પણ અત્યંત વ્યાવહારિક પ્રયોગ છે. કેટલાક સાધકોએ સંકલ્પશક્તિના આધારે અભેદના વિચિત્ર પ્રયોગ કર્યા છે. એક પાદરી ઈસા મસીહની મૂર્તિ સામે ઊભો રહી જાય છે. તે એવો સંકલ્પ કરે છે કે હું પોતે જ ઈસા છું. મારા હાથ શૂળી પર ચઢાવાઈ રહ્યા છે, મારા હાથમાંથી લોહી વહી રહ્યું છે. એ પાદરી પોતાના સંકલ્પમાં એકાત્મ થઈ જાય છે, અભેદ સધાઈ જાય છે, તેના હાથ લોહીથી ખરડાઈ જાય છે. સંમોહન ઃ અભેદ સંમોહનમાં પણ અભેદનો પ્રયોગ થાય છે. વસ્તુની સાથે અભેદ સ્થાપી દેવામાં આવે છે. કોઈ વ્યક્તિને સંમોહિત કરવામાં આવી. તેના હાથમાં બરફનો એક ટુકડો મૂક્વામાં આવ્યો. પ્રશિક્ષકે સંમોહિત વ્યક્તિને સૂચના આપી કે, જુઓ ! તમારા હાથ ઉપર અંગારો મૂકવામાં આવ્યો છે, હવે ફોડલો પડશે. પ્રશિક્ષક એ વસ્તુની સાથે વ્યક્તિની ચેતનાનો એટલો બધો અભેદ સ્થાપી દે છે કે બરફના ટુકડા વડે તેના હાથમાં ફોડલા પડી જાય છે, વ્યક્તિ તેની પીડા ભોગવવા લાગે છે. પ્રશ્ન એ છે કે આવું કઈ રીતે શક્ય બને ? આ કોઈ ચમત્કાર નથી. દ્રવ્યની સાથે અભેદ થવાથી આવી ઘટનાઓ ઘટી જાય છે. આપણો પ્રત્યેક પદાર્થ સાથે અભેદ સંબંધ છે, પરંતુ જ્યારે આપણે એને વિસારી દઈએ છીએ ત્યારે તમામ વિકલ્પો પેદા થાય છે. જો આપણે અભેદ તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ તો એકાત્મકતાની સ્થિતિ બની શકે છે. સંદર્ભ = પુસ્તક આપણે આ સચ્ચાઈને એક ઉદાહરણ દ્વારા સમજીએ. મારા હાથમાં એક પુસ્તક છે. જો એમ પૂછવામાં આવે કે શું તમે તેને જાણો છો ? તો તમારો ઉત્તર હશે – હા, અમે એને જાણીએ છીએ. તે અમને દેખાય છે. પરંતુ હકીકતમાં આપણે તેને જાણતા નથી. આ પુસ્તક વડે સંસારનો કેટલો અભેદ છે તે આપણે ક્યાં જાણી શકીએ છીએ ? એક તરફ સંપૂર્ણ વિશ્વ, બ્રહ્માંડ અને સમગ્ર લોક છે, બીજી તરફ માત્ર એક પુસ્તક છે. આ પુસ્તક સાથે તમામ જોડાયેલાં છે. આ પુસ્તકમાં જેટલા આકાશપ્રદેશોનું અવગાહન છે, સ્પર્શ છે તેની સાથે જોડાયેલો છે આકાશપ્રદેશ, બીજા પુગલો. આપણે આગળ ને આગળ ચાલીએ, આ -----— અસ્તિત્વ અને અહિંસા ક ૨૦૮ - Page #210 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક સમગ્ર જગત સાથે જોડાયેલી અનુભૂતિ બની રહેશે. આ પુસ્તકનો અનંતર સંબંધ છે. કેટલાક આકાશપ્રદેશો સાથે, પુદ્ગલો સાથે અને તેનો પરસ્પર સંબંધ છે સમગ્ર લોક સાથે. સમગ્ર લોકને જાણ્યા વગર આ પુસ્તકને ક્યારેય જાણી શકાતું નથી. અભેદ બુદ્ધિ : અહિંસા આપણી સૃષ્ટિ સ્થૂળ છે, આપણી આંખોની શક્તિ મર્યાદિત છે. આપણે ભેદને જલદી પકડી લઈએ છીએ, અભેદને પકડી નથી શકતા, તેથી અહંકાર ખૂબ વધે છે. અહંકાર ભેદ કરવાનું ઇચ્છે છે, અલગ કરવાનું ઇચ્છે છે. અલગ કરવાની કે થવાની વૃત્તિ અહંકાર થકી પેદા થાય છે. જો આપણો અહંકાર શાંત હોય, કષાય શાંત હોય તો થોડાક ભેદ સિવાય માણસ અલગતાની વાત વિચારી જ કેમ શકે ? ‘જેને તું મારવા ઇચ્છે છે એ તું જ છે.’- આ વાત ત્યારે જ સમજાય છે કે જ્યારે અહંકારનો વિલય થઈ જાય. જ્યાં સુધી કષાયનો વિલય નથી થતો ત્યાં સુધી આ સૂત્ર સમજાતું નથી. જો આ અભેદની વાત સમજાઈ જાય તો હિંસા ઘટી જાય, માત્ર અનિવાર્ય હિંસા જ રહે. અહિંસામાં કોઈ ભેદ નથી હોતો. ભલે વનસ્પતિનો જીવ હોય, પાણી કે અગ્નિનો જીવ હોય માણસે પ્રથમ એ વિચારવું જોઈએ કે ‘એ હું જ છું’. આ અભેદ બુદ્ધિ જાગ્યા પછી જ અહિંસાની વાત પ્રતિષ્ઠિત થઈ શકશે. હિંસાનું કારણ : ભેદબુદ્ધિ ભેદબુદ્ધિને કારણે અહિંસાના ક્ષેત્રમાં પણ અનેક વિકલ્પો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. અહિંસાના ક્ષેત્રમાં એમ કહેવાયું કે અમુક વ્યક્તિ માટે અમુકને બચાવી શકાય છે. મહાભારતનું પ્રસિદ્ધ સૂક્ત છે માનુષાત્ શ્રેષ્ઠતરં હિ કિશ્ચિંત્ મનુષ્યમાં શ્રેષ્ઠ કશું જ નથી, આ ખ્યાલને આધારે કેટલી બધી હિંસા ચાલી રહી છે ! એક માણસ માટે લાખો દેડકાં, સસલાં અને વાંદરાઓની હિંસા કરવામાં આવે છે, ઘેટાં-બકરાંની હિંસાની તો કોઈ ગણતરી જ થઈ શકે તેમ નથી. આ બધું શા માટે ? માત્ર માણસ માટે ! એમ માનવામાં આવ્યું કે માણસ કરતાં ઉત્તમ કોઈ પ્રાણી નથી, તેથી માણસ માટે જે કાંઈ કરવામાં આવે તે બધું જ ક્ષમ્ય છે. દવાઓના પરીક્ષણ માટે લાખો ઉંદર, દેડકાં, વાંદરા વગેરેને મારવામાં આવે છે. શા માટે ? એટલા માટે કે માણસને બચાવવો છે. એક અસ્તિત્વ અને અહિંસા | ૨૦૯ ૧૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ ભેદરેખા દોરવામાં આવી - માણસ ઊંચો છે અને બાકીનાં બધાં નિમ્ન છે. સંહારની પદ્ધતિ આ તમામ સંદર્ભોમાં આપણે મહાવીરની એ વાણીનું મૂલ્યાંકન કરીએ કે “જેને તું મારવા ઇચ્છે છે, તે તું જ છે'. એક દેડકાને મારતી વખતે એવું પ્રકમ્પન કેમ નથી થતું કે હું મને પોતાને જ મારી રહ્યો છું ! શું એક માણસ માટે આટલાં નિર્દોષ પ્રાણીઓની હત્યા ઉચિત છે ? માણસનું નશ્વર શરીર શું એટલું બધું મહત્ત્વનું છે ? માણસની પોતાના પ્રત્યે આટલી પ્રબળ ઘેલછા કેમ છે ? હું આ વાત સમજી શકતો નથી. આટલી બધી હિંસા, આટલાં બધાં અતિક્રમણ, આટલા બધા નિર્દોષ જીવોનું ઉત્પીડન માત્ર એક માણસને બચાવવા માટે જ ? એને કઈ રીતે વાજબી ગણી શકાય ? લોકો કહે છે કે આતંકવાદ ન વધવો જોઈએ. તે કેમ ન વધે ? જ્યારે માણસની વૃત્તિ હિંસા કરવાની બની જાય અને તે એક ભેદરેખા દોરી દે તો હિંસા તો અવશ્ય વધશે જ. તેને રોકી નહીં શકાય. હું એમ માનું છું કે થોડીઘણી હિંસા વગર જીવન ચાલી ન શકે. જૈનધર્મનું મંતવ્ય પણ એ જ છે કે હિંસાનું અલ્પીકરણ થવું જોઈએ. ચિકિત્સાની એક પદ્ધતિ અહિંસાની દૃષ્ટિએ શોધવામાં આવી. વિચાર કરવામાં આવ્યો કે હિંસા ઘટવી જોઈએ વનસ્પતિ-ચિકિત્સાનું કાર્ય શરૂ થયું. પરંતુ જ્યાં માંસ-ચિકિત્સાની વાત આવી ત્યારે સમગ્ર વાત ડહોળાઈ ગઈ. જેનાચાર્યોએ એને ત્યાજ્ય ગણાવી. એક ગ્રંથ છે - કલ્યાણકારકં. તેમાં માંસ-ચિકિત્સા ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. આજે માણસને બચાવનારી ચિકિત્સા પદ્ધતિ લાખો – કરોડો પ્રાણીઓના સંહારની પદ્ધતિ બની રહી છે. અભેદને નિહાળીએ આપણે હિંસા દ્વારા હિંસાના અલ્પીકરણ તરફ જઈએ, અભેદને જોતાં જઈએ તો અહિંસાનો વિકાસ થશે, ક્રૂરતા ઘટશે. આજે સ્થિતિ એવી છે કે શુદ્ધ દવા મળવી પણ મુશ્કેલ છે. આ સમસ્યાના સંદર્ભમાં આપણે એ સૂત્રને મહત્ત્વ આપીએ કે અભેદ ચેતના જગાડીએ તો સમાધાનનું સૂત્ર આપણા હાથમાં આવી શકશે. જે દિવસે વ્યક્તિના ભીતરમાં આવી ચેતના જાગી જશે એ દિવસે કરુણાનો અવિરત પ્રવાહ – અસ્તિત્વ અને અહિંસા - ૨૧૦ Page #212 -------------------------------------------------------------------------- ________________ વહેવા લાગશે, તમામ ભેદ સમાપ્ત થઈ જશે. આપણે તમામ આત્માઓને સમાન જ નહીં, એકાત્મરૂપમાં જોવા લાગીશું. આવી સ્થિતિમાં હિંસા આપોઆપ સમાપ્ત થઈ જશે. અપેક્ષા એટલી જ છે કે આપણે સંગ્રહનયની દૃષ્ટિએ પ્રતિપાદિત આચારાંગના આ સૂક્તનું મનન કરીએ, આ સૂક્તની અનુભૂતિ કરીએ. જે દિવસે આવી અનુભૂતિ જાગી જશે તે દિવસે કોઈ વ્યક્તિ કોઈને નહીં પજવી શકે, કોઈની સાથે અન્યાય નહીં કરી શકે, કટુ વ્યવહાર નહીં કરી શકે. અહિંસાની ચેતનાને જગાડનાર આ સૂત્ર સામાજિક સમસ્યાઓ, પારસ્પરિક વ્યવહારોમાં પરિવર્તન લાવવાનું એક અમોઘ સૂત્ર બની શકે તેમ છે. -~-~~-~~~ અસ્તિત્વ અને અહિંસા ના ૨૧૧ ---——— Page #213 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનઃ૩). સંકલિકા ૦ સવ્વ સર નિયãતિ / તક્કા તત્થ ન વિજ્જઈ મઈ તત્થ ણ ગારિયા ૦ ઓએ અપ્રતિષ્ઠાણસ્સ બેયણે / ૦ સે ણ દીહે, ણ હસે, ણ વઢે, ણ તંસે, ણ ચરિસે, ણ પરિમંડલે ! ૦ ણ કિહે, ણ નીલે, ણ લોહિએ, ણ હાલિકે, ણ સુક્કિલ્લે ૦ ણ સુંગધે, ણ દુરભિગવે ! ૦ ણ તિd, ણ કડુએ, ણ કસાએ, ણ અંબિલે, ણ મુહરે ! ૦ ણ કબ્બડે, ણ મઉએ, ણ ગરએ, ણ લહુએ, ણ સીએ, ણ કહે, ણ સિદ્ધ, ણ લખે . ૦ ણ કાઊ I ણ I ણ સંગે / ણ ઇન્શી, ણ પુરિસે, ણ અણ / ૦ પરિણે સષ્ણ ! ઉવમા ણ વિજઈ / અરૂવી સતા. અપચસ્સ પર્ય હત્યિ / 0 સે ણ સટ્ટે, ણ રૂવે, ણ ગંધે, ણ રસે, ણ ફાસે, ઇચ્ચેતાવી (આયારો ૫/૧૨૩-૧૪૦) 0 બદ્ધજીવ મુક્તજીવ ૦ મૂર્તઃ અમૂર્ત ૦ અમૂર્ત સત્તા અને સર્વજ્ઞતા અમૂર્ત તત્ત્વ માન્ય હોય તો સર્વજ્ઞતાનો સિદ્ધાંત માન્ય છે. સર્વજ્ઞતાનો સિદ્ધાંત માન્ય હોય તો અમૂર્ત તત્ત્વ માન્ય છે. ૦ શુદ્ધ આત્માનું સ્વરૂપ ૦ નવો પ્રત્યય – કેટલાક પદાર્થો રૂપવાળા છે, કેટલાક રૂપવાળા નથી ૦ ક્ષાયોપથમિક જ્ઞાન : ક્ષાયિક જ્ઞાન ૦ આચારાંગનો નીતિવાદ ૦ આત્માના ધ્યાનનું સૂત્ર અસ્તિત્વ અને અહિંસા ૨૧૨ - Page #214 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સ્વર મન થઈ જાય છે આ જગત ખૂબ વિશાળ પણ છે અને ખૂબ નાનું પણ છે. તે એટલું સૂક્ષ્મ છે કે આપણે ત્યાં સુધી પહોંચી નથી શકતા. મોટાને જાણી શકાય છે પરંતુ નાનાને જાણવાનું મુશ્કેલ હોય છે. સ્થૂળ પકડમાં આવે છે, સૂક્ષ્મને પકડવાનું અત્યંત કઠિન હોય છે. તલવાર લાકડીને કાપી શકે છે પરંતુ તે નાનકડા પરમાણુને નથી કાપી શકતી. એટલા માટે જ કહેવામાં આવ્યું કે સ્થળ ઉપર ઝાઝો ભરોસો ન કરો. સ્થૂળથી ડરવા જેવી વાત પણ મહત્ત્વની નથી. વ્યક્તિ સૂક્ષ્મથી ડરે છે. સૂક્ષ્મ તેજસ્વી હોય છે, સ્થૂળ તેજસ્વી નથી હોતું. સૂક્ષ્મને પકડવાનું સહજ શક્ય નથી. પ્રશ્ન શુદ્ધ આત્માનો સવ્વ સારા નિયëતિ- જ્યાંથી તમામ સ્વર પાછા વળે છે, એ સૂક્ત સૂક્ષ્મ તત્ત્વને રજૂ કરનારું છે. એ સૂક્ષ્મ તત્ત્વ સુધી ન તો બુદ્ધિ પહોંચી શકે છે, ન તો તર્ક પહોંચી શકે છે કે ન તો શબ્દ પહોંચી શકે છે. આપણી પાસે જાણવા માટેનાં જે સાધનો છે, તેમની સૂક્ષ્મ સુધીની પહોચ નથી. મહાવીરે જીવોના બે પ્રકાર બતાવ્યા – સંસારી જીવ અને અસંસારી જીવ. બદ્ધ જીવ અને મુક્ત જીવ. સંસારી જીવ સ્થળ છે, તે દેખાય છે. તેણે વસ્ત્રો પણ પહેરેલાં છે. શુદ્ધાત્મા અને મુક્ત જીવ પાસે કશું જ નથી. તેને ન તો શરીર છે, ન રૂપ છે, ન આવરણ કે ન તો માધ્યમ છે. તેથી તેને જાણવાનું અત્યંત મુક્લ છે. આચારાંગમાં મુક્ત આત્માનું જે વિવેચન કરવામાં આવ્યું છે, તેને આપણે શુદ્ધ આત્મા કે પરમાત્મા કહી શકીએ. તે આત્માનું અત્યંત માર્મિક વિવેચન છે. આત્માનું આવું મહત્ત્વપૂર્ણ વર્ણન અન્યત્ર દુલર્ભ છે. શબ્દાતીત પ્રશ્ન એ થયો કે આપણે આત્માને જાણવો કઈ રીતે? જાણવાનું આપણી પાસે એક સાધન છે શબ્દ, પરંતુ તે સાવ સામાન્ય માધ્યમ છે. – અસ્તિત્વ અને અહિંસા કે ૨૧૩ Page #215 -------------------------------------------------------------------------- ________________ શબ્દ પદાર્થ સુધી પણ પહોંચી શકતો નથી. આપણે તેનો પદાર્થ સાથે જબરદસ્તીથી સંબંધ જોડી દઈએ છીએ. આખરે તો તે એક સંક્ત જ છે. એક શબ્દ ઘડી કાઢ્યો - આત્મા. આ શબ્દ આજે ખૂબ પ્રચલિત છે. પાંચ-દસ હજાર વર્ષ પહેલાં આપણા પૂર્વજોએ શું કહ્યું હતું ? એમની પાસે કયો શબ્દ હતો? એમની પાસે કઈ ભાષા હતી? આપણે તે નથી જાણતા. ભગવાન ઋષભના સમયમાં આત્માને શું કહેવામાં આવતો હતો, તેની આપણને ખબર નથી. શબ્દનું કાર્ય માત્ર સંક્તિ કરવાનું છે. તેથી કહેવામાં આવ્યું કે શબ્દ આત્મા સુધી પહોંચી શકતો નથી. શબ્દ દ્વારા આત્માને બતાવી શકાય તેમ નથી. તર્કતીત બીજી વાત એવી કહેવામાં આવી કે કોઈપણ તર્ક એવો નથી, જે આત્માને સમજાવી શકે. આત્મા તસ્કૃતીત છે. જો કે આત્મવાદી આચાર્યોએ તર્ક દ્વારા આત્માને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હકીકત એ છે કે તર્ક દ્વારા આત્માને સમજાવી શકાતો નથી. તે તર્કથી અગમ્ય છે. સાચા અર્થમાં તે અતીન્દ્રિય ચેતના દ્વારા ગમ્ય છે. જો કે ક્યારેક ક્યારેક કામ ચલાવવા માટે આપણે તર્કની મદદ લઈ લઈએ છીએ, પરંતુ તર્ક વાસ્તવિકતા સુધી આપણો સંગાથ કરતો નથી. બુદ્ધિ પણ ભાવના સુધી પહોંચતી નથી, તે વચ્ચે જ અટકી જાય છે. બુદ્ધિ શબ્દ અને તર્કના સહારે કામ કરે છે. એ બન્ને સાથ ન આપે તો બુદ્ધિ અપંગ બની જાય છે. શબ્દ, તર્ક અને બુદ્ધિ વડે આત્માને જાણી શકાતો નથી. શબ્દ, તર્ક અને બુદ્ધિ મૂર્ત તત્ત્વોને પકડી શકે છે, અમૂર્ત તત્ત્વોને નહીં. અમૂર્ત પદાર્થની સ્વીકૃતિનો અર્થ પદાર્થના બે ભાગ પડી ગયા- મૂર્ત પદાર્થ અને અમૂર્ત પદાર્થ, રૂપી અને અરૂપી. આ તફાવત જે દાર્શનિકે દર્શાવ્યો છે તે ખૂબ મહાન દાર્શનિક હશે. એમ લાગે છે કે મૂર્તિ અને અમૂર્તિનું વર્ગીકરણ સૌપ્રથમ ભગવાન મહાવીરે પ્રસ્તુત કર્યું, જેન આચાર્યોએ પ્રસ્તુત કર્યું. ભગવાને પાંચ અસ્તિકાયોનું પ્રતિપાદન કર્યું, તેમાં ચાર અરૂપી છે, અમૂર્ત છે. તે દેખાતા નથી. એક રૂપી અને મૂર્ત છે પુગલ. તે સૌકોઈ માટે ગમ્ય છે. એક નવો પ્રત્યય, એક નવો કોન્સેપ્ટ (concept) પ્રસ્તુત થઈ ગયો- જગતમાં કેટલાક પદાર્થો એવા છે કે જે રૂપવાન નથી, અરૂપવાન – અસ્તિત્વ અને અહિંસા , ૨૧૪ - Page #216 -------------------------------------------------------------------------- ________________ છે. તે ઇન્દ્રિયો દ્વારા અથવા તો શબ્દ, તર્ક અને બુદ્ધિ દ્વારા ગમ્ય નથી. અમૂર્ત પદાર્થને માનવો એટલે અતીન્દ્રિય જ્ઞાનની સ્વીકૃતિ અને તેના પરમ વિકાસ-કેવળજ્ઞાનની સ્વીકૃતિ. અરૂપી પદાર્થને જાણનાર એક જ જ્ઞાન છે અને તે છે કેવળજ્ઞાન. કર્મશાસ્ત્રની ભાષા | દાર્શનિક દૃષ્ટિએ વિચાર કરીએ. અમૂર્ત સત્તા અને સર્વજ્ઞતા એ બન્નેને અલગ પાડી શકાતાં નથી. સર્વજ્ઞતાનો સિદ્ધાંત માન્ય છે તો અમૂર્ત તત્ત્વ માન્ય છે અને અમૂર્ત તત્ત્વ માન્ય છે તો સર્વજ્ઞતાનો સિદ્ધાંત માન્ય છે. એમ ન હોઈ શકે કે અમૂર્ત તત્ત્વને માન્ય કરીએ અને સર્વજ્ઞતાનો અસ્વીકાર કરીએ. એ બંનેમાં કોઈ એકની સ્વીકૃતિ સંગત બનતી નથી. આત્માની અમૂર્તરૂપે સ્વીકૃતિ એ પોતે જ સર્વજ્ઞતાની સ્વીકૃતિ છે. કર્મશાસ્ત્રની ભાષામાં બે જ્ઞાન પ્રતિપાદિત છે – ક્ષાયોપશમિક જ્ઞાન અને ક્ષાયિક જ્ઞાન. ક્ષાયોપથમિક જ્ઞાન દ્વારા માત્ર મૂર્ત પદાર્થોને જાણી શકાય છે. શ્રુતજ્ઞાન દ્વારા વ્યક્તિ મૂર્ત -અમૂર્ત બન્ને પદાર્થોને જાણે છે, પરંતુ તેમનો સાક્ષાત્ કરી શકતી નથી. કેવલજ્ઞાન અને ક્ષાયિક જ્ઞાન જ એવું છે કે જેના દ્વારા વ્યક્તિ અમૂર્ત તત્ત્વને સાક્ષાત્ જાણે છે. અમૂર્ત અસ્તિત્વનો સ્વીકાર કેવલજ્ઞાન દ્વારા માન્ય સિદ્ધાંતનો સ્વીકાર છે. જે કેવલી છે, જેણે અમૂર્ત અસ્તિત્વનો સાક્ષાત્કાર કર્યો છે તે અમૂર્ત સચ્ચાઈને અભિવ્યક્ત કરી શકે છે. સૂકમ જગતના નિયમો જુદા છે પ્રશ્ન ઉદ્ભવી શકે કે જેનામાં રૂપ નથી, તેનો સાક્ષાત્કાર શી રીતે કરવો? આપણે ઇન્દ્રિયના નિયમને જાણીએ છીએ તેથી એવો ખ્યાલ બની ગયો કે જેમાં શબ્દ, રૂપ, ગંધ અને સ્પર્શ ન હોય તેનો સાક્ષાત્કાર શી રીતે થઈ શકે ? આવી આપણી એક માન્યતા દૃઢ થયેલી છે. આપણે એવા અનેક સ્થળ નિયમોને પકડી રાખ્યા છે. આપણે ઇન્દ્રિય જગતના નિયમોથી એટલા બધા પરિચિત થઈ ગયા છીએ કે અતીન્દ્રિય નિયમો સામે આવે છે ત્યારે આપણે તેમને માનવા માટે તૈયાર થઈ શકતા નથી. આપણે સ્થૂળ નિયમો જાણીએ છીએ, સૂક્ષ્મ નિયમો નથી જાણતા. હકીકતમાં સ્થૂળ જગતના નિયમો સૂક્ષ્મ જગતના નિયમો કરતાં જુદા છે, તેથી તેમને સમજવાનું સહજ નથી હોતું. એમ કહેવામાં આવ્યું કે – અસ્તિત્વ અને અહિંસા , ૨૧૫ - Page #217 -------------------------------------------------------------------------- ________________ જે વાત અહેતુગમ્ય હોય તેને માટે તર્કને વચ્ચે લાવવાનો પ્રયાસ ના કરો. ઘણીબધી વાતો એવી છે કે જે તર્કનો વિષય જ નથી બનતી. ભગવાન મહાવીરે શુદ્ધ આત્માના સંદર્ભમાં જે કહ્યું, તે અતીન્દ્રિય ચેતનાના સ્તરે જ કહેવાનું શક્ય બને છે. નેતિવાદ ઉપનિષદ્ગો નેતિવાદ અત્યંત પ્રચલિત છે. શુદ્ધ આત્માને સમજાવવા માટે મહાવીરે પણ નેતિવાદનો પ્રયોગ કર્યો છે. ઘણાં બધાં તત્ત્વો સકારાત્મક દૃષ્ટિએ સમજાવી શકાતાં નથી. આચારાંગમાં શુદ્ધ આત્માના સંદર્ભમાં નેતિવાદનો પ્રયોગ કરતાં કહેવામાં આવ્યું કે શુદ્ધ આત્મા ન દીધું છે, ન હસ્વ છે, ન વૃત્ત છે, ન ત્રિકોણ છે, ન ચતુષ્કોણ છે, ન પરિમંડલ છે. તે ન કૃષ્ણ છે, ન નીલ છે, ન પીત છે કે ન તો શુક્લ છે. તે ન તો સુગંધ છે, ન તો દુર્ગધ છે. તે ન તિક્ત (તીખો) છે, ન કરુ છે, ન કષાય છે, ન અસ્તુ (ખાટો) છે અને ન તો મધુર છે. તે ન કર્કશ છે, ન મધુર છે, ન ગુરુ છે, ન લઘુ છે, ન શીત છે, ન ઉષ્ણ છે, ન સ્નિગ્ધ છે અને ન તો રુક્ષ છે. તે ન સ્ત્રી છે, ન પુરુષ છે કે ન તો નપુંસક છે. તે શરીરવાન નથી, જન્મધર્મા નથી, લેપયુક્ત નથી. તે શબ્દ દ્વારા પ્રતિપાદ્ય નથી, તર્ક દ્વારા ગમ્ય નથી, મતિ દ્વારા ગ્રાહ્ય નથી. તેનો બોધ કરાવવા માટે કોઈ ઉપમા નથી, કોઈ પદ નથી. બદ્ધ આત્માઃ મુક્ત આત્મા આખરે આત્મા છે શું? આ પ્રશ્નના ઉત્તરમાં કહેવામાં આવ્યું કે તે અરૂપી સત્તા છે. તે એક્લો છે, તેનો કોઈ સાથી નથી. તે જ્ઞાનમયસત્તા છે, સર્વતઃ ચેતન્યમય છે. આત્માનું એક લક્ષણ બની ગયું-રૂપરહિત સત્તા. અસ્તિત્વ છે, પરંતુ અરૂપી છે. જે માત્ર શરીરને આત્મા સમજે છે, શરીરથી ભિન્ન આત્મા નથી માનતા તેમને આ ભેદરેખા બતાવવામાં આવી કે શરીર રૂપી છે અને આત્મા અરૂપી છે. આકાશ પણ અરૂપી છે પરંતુ તે જ્ઞાનમયસત્તા નથી. આત્મા જ્ઞાનમય સત્તા છે. – અસ્તિત્વ અને અહિંસા - ૨૧૬ --- Page #218 -------------------------------------------------------------------------- ________________ આત્માનું આ સ્વરૂપ સામે આવે છે ત્યારે આત્માનું એક પૂર્ણ ચિત્ર તૈયાર થાય છે, સંસારી જીવનું રૂપ તદ્દન બદલાઈ જાય છે. આપણે શરીરધારી છીએ, મુક્ત આત્મા અશરીરી છે. આપણે મૂર્ત છીએ, મુક્ત આત્મા અમૂર્ત. મુક્ત આત્મા માત્ર જ્ઞાનમયસત્તા છે. આપણો આત્મા જ્ઞાનમય છે તો સાથેસાથે અજ્ઞાનમય પણ છે, આવરણયુક્ત પણ છે. તેના આધારે આત્માના બે પ્રકાર પડી ગયા- બદ્ધ આત્મા અને શુદ્ધ આત્મા. આત્માનું ધ્યાન પ્રશ્ન એ છે કે આપણે કયા આત્માનું ધ્યાન કરવું ? આચારાંગ સૂત્રના પાંચમા અધ્યયનમાં આત્માના સંદર્ભમાં જે સૂત્રો છે, તે આત્માના ધ્યાનનાં સૂત્રો છે. જો આ સંપૂર્ણ આલાપકને દરરોજ વીસપચ્ચીસ વખત પણ યાદ કરવામાં આવે તો આત્માની વાત ક્રમશઃ સમજાતી જશે. આત્માના ધ્યાનનો બીજો પ્રકાર છે રાગદ્વેષમુક્ત ક્ષણમાં જીવવાનો અભ્યાસ. આપણે નિર્વિકલ્પ સમાધિમાં રહેવાનો અભ્યાસ કરીએ. અભ્યાસ કરતાં કરતાં આપણે એક દિવસ આત્માનુભૂતિની ક્ષણમાં પહોંચી જઈશું. આપણે આત્માને માત્ર જાણવાનો નથી, આત્માને પામવાનો છે, તમામ વિચારોથી મુક્ત થઈને માત્ર ચૈતન્યમય અનુભૂતિમાં પહોંચી જવાનું છે. જ્યારે આવી ભૂમિકા પ્રાપ્ત થાય છે ત્યારે આત્માનું સ્વરૂપ સમજાઈ જાય છે, આત્માનો સાક્ષાત્કાર થવા લાગે છે. અસ્તિત્વ અને અહિંસા ૨૧૭ Page #219 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨૧. washew સંકલિકા (૦ સચ્ચે લોયમિ સારભૂયં ૦ સારઃ વિભિન્ન મત ૦ સાર છે સત્ય 0 સાર તત્ત્વનું લક્ષણ – જે શાશ્વત તૃપ્તિ, સ્વાથ્ય, ચિત્તની પ્રસન્નતા, શક્તિ, શાંતિ આપનાર છે, જે પવિત્ર છે તે સાર છે. ૦ ભોગનું લક્ષણ 0 સત્યની વ્યાખ્યા ૦ સત્યમેવ જયતે વર્તમાન ખ્યાલ અસત્ય સાર નથી બનતું ભોગ અને ત્યાગની પ્રકૃતિ ભોગ : પહેલાં સરસ, ક્રમશઃ નીરસ ૦ ત્યાગ : પહેલાં રુક્ષ, ક્રમશઃ સરસ ૦ અમાપ્ય ઊંડાણ ૦ અસંયમઃ સારમાં અસારનું આરોપણ ૦ સારનો આભાસઃ સાર 0 સાર છે સંયમ અને ત્યાગ ——————————– અસ્તિત્વ અને અહિંસા ન ૨૧૮ ———————————– Page #220 -------------------------------------------------------------------------- ________________ અસાર સંસારમાં સાર શો છે? વિદ્યાઓનો, શબ્દશાસ્ત્રોનો કોઈ પાર જ નથી. એક માણસ એક જીવનમાં કેટલું કરી શકે ? શું શું વાંચે ? શું શું જાણે ? નિષ્કર્ષની ભાષામાં ઉત્તર આપવામાં આવ્યો કે દરેકની પાછળ ન દોડો. જે સાર છે, તેને પકડી લો. જે અસાર છે તેને છોડી દો. છાલને ન પકડો, એની અંદર રહેલા રસને પકડો. જગતમાં સાર શું છે અને અસાર શું છે તેનો નિર્ણય કરવાનું મુશ્કેલ છે. આચારાંગના પાંચમા અધ્યયનનું નામ છે – લોકસાર. પ્રશ્ન રજૂ થયો કે આ લોકમાં સાર શું છે ? એનો ઉત્તર આપવામાં આવ્યો કે લોકમાં સાર છે સત્ય. ફરીથી પ્રશ્ન ઉદ્ભવ્યો કે ભૂખ લાગે ત્યારે સત્ય શું કરશે ? તરસ લાગે ત્યારે સત્ય શું કરશે ? આ પ્રશ્ન અત્યંત જટિલ છે. એમ લાગે છે કે જ્યારથી માણસ વિચારવા માંડ્યો છે ત્યારથી સાર અને અસારનો પ્રશ્ન પણ તેની સામે રહ્યો છે. સાર શું છે ? રાજા ભોજની સભામાં પણ આ પ્રશ્ન રજૂ થયો હતો- આ જગતમાં સાર શું છે ? એક પંડિતે તેનું સમાધાન આપ્યું હતું કે આ સંસારમાં ત્રણ વાતો સારભૂત છે ઃ કાશીમાં વસવું, સારા વિદ્વાનોની સેવા કરવી અને પ્રભુનું ભજન કરવું કાશ્યાં વાસઃ સતાં સેવા મુરારે સ્મરણં તથા / અસારે ખલુ સંસારે, સારમિત્યભિધીયતે / રાજાએ કહ્યું કે વાત હજી પૂરી નથી થઈ. બીજા પંડિતે કહ્યું કે આ અસાર સંસારમાં સાસરે જઈને રહેવું એ જ સાર છે હરઃ શેતે હિમગિરો, હરિઃ શેતે પાયોનિધો / અસારે ખલુ સંસારે, સારં શ્વસુરમંદિરમ્ // -- — અસ્તિત્વ અને અહિંસા - ૨૧૯ — — Page #221 -------------------------------------------------------------------------- ________________ આ વાત પણ પૂર્ણ નથી. કાલિદાસે કહ્યું કે આ અસાર સંસારમાં સ્ત્રી જ સાર છે, જેની કૂખે રાજા ભોજ જેવો વિદ્વાન પુરુષ પેદા થયો છે- અસારે ખલુ સંસારે, સાર સારંગલોચના / યસ્યા. કુલ સમુત્પન્નો, ભોજરાજો ભવાદશઃ | સારનું લક્ષણ સાર અને અસારની ચર્ચા અનેક દૃષ્ટિકોણથી થતી રહી છે. સારના સંદર્ભમાં અનેક મત રજૂ થયા છે. આપણે કયો મત સાચો માનવો ? મહાવીરે કહ્યું કે સત્ય લોકમાં સારભૂત છે. પ્રશ્ન છે કે સત્ય સાર શા માટે છે? સત્ય સાર કઈ રીતે છે? સાર તત્ત્વનું લક્ષણ શું છે? આપણે લક્ષણોના આધારે જ સાર અને અસારનો નિર્ણય કરી શકીએ છીએ. સાર તત્ત્વનાં જે લક્ષણો માની શકાય છે તે આ પ્રમાણે છે તૃપ્તિદં સ્વાશ્મદે શાશ્વત્, ચેતઃપ્રસત્તિકારકમ્ | શક્તિ શાંતિદ પૂત, સારમિત્યભિધીયતે II જે શાશ્વત તૃપ્તિ આપનાર છે, આરોગ્ય આપનાર છે, ચિત્તને પ્રસન્ન કરનાર છે, જે શક્તિ અને શાંતિ આપનાર છે, જે પવિત્ર છે તે સારભૂત છે. સત્ય જ સાર છે શાશ્વત તૃપ્તિ, આરોગ્ય, શક્તિ, પ્રસન્નતા, શાંતિ અને પવિત્રતા જેનામાં આટલાં લક્ષણો એકસાથે હોય તે સાર છે. જગતમાં કેટલાં તત્ત્વો આવાં છે, જેમાં આ તમામ તત્ત્વો એકસાથે હોય? ભોગનું એક લક્ષણ તૃપ્તિ માનવામાં આવ્યું. તે પહેલાં તૃપ્તિ આપે છે પરંતુ પછી અતૃપ્તિથી ભરી દે છે. એનાથી ક્ષણિક તૃપ્તિ મળે છે, શાશ્વત તૃપ્તિ નથી મળતી. સત્ય એક એવું તત્ત્વ છે કે જેમાં આ તમામ લક્ષણો મળી રહે છે. સત્ય માત્ર વાણીનું જ નથી હોતું, તે ભાવ, ભાષા અને મન ત્રણેય સાથે જોડાયેલું છે. કહેણી અને કરણીની સમાનતા પણ સત્ય સાથે જોડાયેલી છે. તે સત્યની સાચી વ્યાખ્યા છે અને એ જ લોકમાં સારભૂત છે. આપણે ગમે ત્યાં જઈએ તો એ જોઈશું કે જેની પાસે આપણે જઈ રહ્યા છીએ તે સાચો છે કે નહિ, ઈમાનદાર છે કે નહિ ? પ્રત્યેક વ્યક્તિ સામેની વ્યક્તિને સત્ય અને ઈમાનદારીની કસોટી ઉપર -— અસ્તિત્વ અને અહિંસા કે ૨૨૦ - Page #222 -------------------------------------------------------------------------- ________________ કસવા ઇચ્છે છે. જૂઠને કોઈ પસંદ કરતું નથી. તેની દૃષ્ટિમાં મહત્ત્વ સત્યનું હોય છે. સત્ય : નિષ્પત્તિ સારનું લક્ષણ છે – તૃપ્તિ આપવી. જ્યારે વ્યક્તિની સામે સાચી વાત આવે છે, યોગ્ય વાત આવે છે ત્યારે વ્યક્તિ તૃપ્ત થઈ જાય છે. સારનું એક લક્ષણ છે આરોગ્ય આપવાનું . જ્યાં સરળતા હશે ત્યાં આરોગ્ય હશે. જ્યાં કુટિલતા હશે, ત્યાં આરોગ્યને નુકસાન હશે. જ્યાં સત્ય છે, ત્યાં ચિત્ત સદા પ્રસન્ન રહે છે. સત્ય વ્યક્તિને ખૂબ બળ આપે છે. ઘણી વખત લોકો કહે છે કે હું સાચો છું, મને કોઈનો ડર નથી. સત્ય અંદરથી શક્તિ આપે છે. માનસિક શાંતિનું બહુ મોટું સૂત્ર છે -- સત્ય. જે લોકો બે નંબરનું ખાતું રાખતા નથી, તેમના મનની શાંતિનો ક્યારેય ભંગ થતો નથી. સત્ય પવિત્ર હોય છે, એમાં કોઈ કુટિલતા કલુષિતતા ન હોઈ શકે. સારની જે કસોટીઓ છે, તે સત્યમાં ઉપલબ્ધ છે. સત્ય, સંયમ અને ઋજુતા સિવાય આ કસોટીઓ અન્યત્ર કયાંય પ્રાપ્ત થતી નથી, તેથી મહાવીરે કહ્યું કે સત્ય લોકમાં સારભૂત છે. આ વાક્ય ખૂબ સુંદર લાગે છે. એક શબ્દ છે – સત્યમેવ જયતે. આવો ખ્યાલ વ્યવહારમાં બંધબેસતો નથી. વર્તમાન ખ્યાલ કંઈક આવો છે – સફળ એ જ થાય છે કે જે ખોટું બોલવાનું જાણે છે. જ્યાં સારનો પ્રશ્ન છે ત્યાં સત્ય જ સાર છે, તેનો કોઈ વિકલ્પ નથી. એમાં કોઈ સંદેહ નથી. સાર છે તો સત્ય છે. અસત્ય કયારેય સાર બની શકતું નથી. ભોગ અને ત્યાગની પ્રકૃતિ સત્ય એટલે સંયમ. આચાર્યોએ ભોગ અને ત્યાગ બન્નેની મીમાંસા કરી. એ બન્નેની પ્રકૃતિના તફાવતનું વિશ્લેષણ કર્યું. એમણે કહ્યું કે સંયમનું જેમ જેમ સેવન કરશો તેમ તેમ સરળતા વધતી જશે. જેમ જેમ ભોગોનું સેવન કરશો તેમ તેમ વિરસતા વધતી જશે. શેરડી ખૂબ સરસ હોય છે, તેનું સેવન કરો તો તે નીરસ બનતી જશે. એક ક્ષણ એવી આવશે કે તે રસહીન બની જશે. સત્ય પ્રારંભમાં ઓછું સરસ લાગે છે, પરંતુ જેમ જેમ તેનું સેવન કરતાં જઈએ તેમ તેમ આનંદ વધતો જાય છે. સંસ્કૃતનો આ શ્લોક એ જ ભાવનાથી પ્રભાવિત છે – અસ્તિત્વ અને અહિંસા કે ૨૨૧ - Page #223 -------------------------------------------------------------------------- ________________ ઇસુવદ્ વિરસાઃ પ્રાન્ત, સેવિતાઃ સ્યુ પરે રસાઃ / સેવિતસ્તુ રસઃ શાન્તઃ સ્યાત્ પર પરમ્ // નવ અક્ષરોનું ઊંડાણ ભોગની પ્રકૃતિ છે કે તે પહેલાં સારી લાગે છે, પરંતુ પછી નીરસ લાગવા માંડે છે. ત્યાગની પ્રકૃતિ છે કે તે પહેલાં રુક્ષ લાગે છે પરંતુ ધીમે ધીમે સરસ બનતો જાય છે. આ ભોગ અને ત્યાગની કસોટી છે. જે વ્યક્તિએ સત્યની કસોટીને આંકી નથી, તે સચ્ચાઈને સમજી શકતી નથી. તે પોતાને જ નહીં, બીજાઓને પણ દગો કરે છે. સત્ય અને સંયમ વગર પવિત્રતા શકય નથી. “સચ્ચે લોયમિ સારભૂયં” – આ નવ અક્ષરોમાં જે ઊંડાણ છે તે અમાપ્ય છે. જો આપણે આ નવ અક્ષરોનું જગતના તમામ ભોજ્ય પદાર્થોના સંદર્ભમાં મનન કરતાં રહીએ તો આપણે એ ઊંડાણમાં પહોંચીએ છીએ કે જ્યાં જગતનો એક નવો નકશો સામે આવે છે, યથાર્થતા સામે આવે છે. સારઃ સારનો આભાસ આપણે આ સચ્ચાઈનો અનુભવ કરીએ. આ જગતમાં સત્ય, સંયમ અને ત્યાગ સિવાય સાર શું છે ? મોહને કારણે માણસ અસારમાં સારનું આરોપણ કરી રહ્યો છે, અસારને સાર સમજી રહ્યો છે. અસંયમ એક વખત સાર લાગે છે, વ્યક્તિ એમાં સારનું આરોપણ કરે છે, પરંતુ તે સારનો આભાસ છે, સાર નથી. જ્યારે વ્યક્તિ પોતાની મૂળ પ્રકૃતિમાં પાછી ફરે છે, તેનામાં એવી મતિ જાગે છે કે મેં જેને સાર માની લીધો હતો તે હકીકતમાં સારભૂત ન નીકળ્યું. યથાર્થમાં “સત્ય અને સંયમ જ સાર છે', અનુભૂતિ તેની દિશા બદલવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ બને છે. મહાવીરની આ અમૂલ્ય વાણીને જે દિવસે આપણે આત્મસાત્ કરી શકીશું, તે દિવસે આ સૂક્ત આપણા જીવનનું સત્ય બની જશે. – અસ્તિત્વ અને અહિંસા ક ૨૨૨ – Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : સંકલિકા પાસ એગેવસીયમાણે અણત્તપણે । (આયારો ૬/૫) ૭ સે બેમિ- સે જણા વિ કુમ્મે હરએ વિણિવિચિત્તે પચ્છન્નપલાસે ઉમ્મન્ગ સે ણો લહઇ (આયારો ૬/૬) O ઉપર તરફ ચાલો, લક્ષ્ય મોટું રાખો અવસાદ કેમ થાય છે ? લક્ષ્ય છે આત્માની ઉપલબ્ધિ ઘણા છે પડાવ O ૦ સુંદર સંયોગ છ કાચબાની નિરાશા ૦ મુશ્કેલ છે મૂર્ચ્છને ભેદવાનું ૦ પુરુષાર્થ સાપેક્ષ છે ક્ષયોપશમ ૦ બે તંત્ર : ચેતના અને કર્મ ૩૨ ચેતના સક્રિય ઃ કર્મ નિષ્ક્રિય કર્મ સક્રિય ઃ ચેતના નિષ્ક્રિય વ્યક્તિ પોતે જ પોતાની ભાગ્યવિધાતા છે પુરુષાર્થનું દર્શન ઃ કર્મવાદી O O O પ્રજ્ઞા આત્મા સાથે જોડાવી જોઈએ, શરીર સાથે નહીં ૦ આત્માનો પહેલો પડાવ ૦ મહત્ત્વપૂર્ણ કસોટી અસ્તિત્વ અને અહિંસા ના ૨૨૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ કાચબો ફરીથી આકાશ જોઈ ન શક્યો લક્ષ્ય ઊંચું રાખો લક્ષ્ય હંમેશાં ઊંચું રાખો. ઉદ્દેશ ક્યારેય નાનો ન હોવો જોઈએ, યોજના પણ નાની ન હોવી જોઈએ. નાનાં લક્ષ્ય અને નાની યોજનાઓથી ઉત્સાહ જાગતો નથી. તે ક્યારેય પૂર્ણતાને પામતાં નથી. મોટી યોજનાઓ અને મોટાં લક્ષ્યો પૂરાં થાય છે કારણ કે તેમની પાછળ ઉત્સાહ અને પ્રેરણાનું બળ હોય છે. જગતના પ્રખ્યાત ચિંતકોએ એ જ કહ્યું કે ઉપર તરફ ચાલો, લક્ષ્ય મોટું બનાવતાં રહો. જો કોઈ શ્રાવકને પૂછવામાં આવે કે તમારું લક્ષ્ય શું છે ? તો એ ઉત્તર આપશે કે મારું લક્ષ્ય છે સાધુ બનવું, અણુવ્રતીમાંથી મહાવતી બનવું. હકીકતમાં આ લક્ષ્ય નથી, આ એક યાત્રા છે, પડાવ છે. જો એક મુનિ એમ વિચારે કે હું સાધુ બની ગયો, બધું જ થઈ ગયું, તો એ બહુ મોટી ભૂલ કરે છે. જો સાધુ બનાવાનું જ લક્ષ્ય હોય તો સાધુદીક્ષાની સાથે જ તેની પ્રાપ્તિ થઈ જાય છે. સાધના કરવાની કે વીતરાગ બનવાની જરૂર જ નથી. ચક્વર્તી ભરતે મુનિદીક્ષા પણ ન લીધી, તેઓ પોતાના ઘરમાં બેઠાં બેઠાં જ વીતરાગ બની ગયા. વાસ્તવમાં સાધુ બનવું એ તો બહુ જ નાનું લક્ષ્ય છે. સમસ્યા એ છે કે આપણે આજે પણ આ વાત સમજી નથી શક્યા કે આપણું લક્ષ્ય શું છે ? લક્ષ એક જ છે. મહાવીરે કહ્યું કે કેટલાક સાધુ એવા છે કે જે સાધુ થવા છતાં અવસાદ પામે છે, વિષાદ પામે છે. કોઈ મુનિ એમ વિચારે છે કે સાધુજીવન કેવું મુશ્કેલ છે ! વિહાર કરવા, પગે ચાલવું, લોચ કરવો, ઠંડી-ગરમી વેઠવી વગેરે જેવાં કેટકેટલાં કષ્ટો છે ! આવું વિચારનાર મુનિ અવસાદ પામે છે. પ્રશ્ન એ છે કે અવસાદ શા માટે થાય છે? મહાવીરે તેનું કારણ બતાવ્યું કે જે અનાત્મપ્રજ્ઞ છે, જેમણે આત્મપ્રાપ્તિનું લક્ષ્ય રાખ્યું નથી તેમને વિષાદ થાય છે. સાધુનું લક્ષ્ય છે આત્માને પામવાનું. – અસ્તિત્વ અને અહિંસા , ૨૨૪ – Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન થઈ શકે કે શ્રાવકનું લક્ષ્ય શું છે? શ્રાવકનું લક્ષ્ય એ જ છે. સાધુ અને શ્રાવક બન્નેનું લક્ષ્ય એક જ છે અને તે છે આત્મોદય. જ્યાં સુધી આ લક્ષ્ય પૂર્ણ નથી થતું ત્યાં સુધી વિષાદની સ્થિતિઓ આવ્યા જ કરે પડાવ લક્ષ્ય નથી આપણે આ વિષયને ગંભીરતાપૂર્વક લઈએ. સાધુ બનવું, મુમુક્ષુ બનવું કે શ્રાવક બનવું એ લક્ષ્ય નથી. આ બધા પડાવ છે, વિરામ છે. લક્ષ્ય છે આત્માની ઉપલબ્ધિ. એક મુનિ પણ આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે, એક શ્રાવક પણ તેને સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. આપણે પડાવો ઉપર ખૂબ અટકી જઈએ છીએ, પરંતુ પડાવ લક્ષ્ય નથી. શ્રાવકની ભૂમિકા એક પડાવ છે. બારવ્રતી શ્રાવકની ભૂમિકા એક પડાવ છે. તેની આગળનો પડાવ છે મુનિની ભૂમિકા. અપ્રમત્તની ભૂમિકા એક પડાવ છે. વીતરાગની ભૂમિકા એક પડાવ છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાનની વચ્ચે પણ અનેક પડાવ આવી જાય છે. એક વ્યક્તિ સાધુ બને છે, એવિહારી બને છે, જિનકલ્પી બને છે. આ તમામ પડાવ છે, જે મંજિલ તરફ લઈ જાય છે. આપણે આ પડાવોને પાર કરતાં કરતાં આગળ વધીએ છીએ, આગળ વધતાં રહીએ તો મંજિલ ઉપલબ્ધ થાય છે. જો આપણું લક્ષ્ય નાનું હશે તો આપણે મહાન લક્ષ્ય પ્રાપ્ત નહિ કરી શકીએ. દૃષ્ટિ મૂળ લક્ષ્ય પર કેન્દ્રિત રહેવી જોઈએ. જો એમ ન થાય તો લક્ષ્ય હંમેશાં દૂર જ રહેશે. ઉહરણની ભાષા મહાન લક્ષ્ય છે વીતરાગતા. એક જૈન શ્રાવક દરરોજ બોલે છે – ‘ણમો અરહતાણું એનો અર્થ છે – અહંતુ, વીતરાગ અને કેવલી થવું એ આપણું લક્ષ્ય છે. મહાવીરે કહ્યું કે જેની સામે આવી પ્રજ્ઞા નથી હોતી, તે અનાત્મપ્રજ્ઞ બની જાય છે, આત્માની પ્રજ્ઞાને વિસારી દે છે અને તે વિષાદ પામે છે. મહાવીરે ઉદાહરણની ભાષામાં કહ્યું કે એક કાચબો કોઈ એક અવાવર તળાવમાં રહેતો હતો. એ તળાવ ઉપર લીલ છવાઈ ગઈ હતી. લીલને કારણે પાણી ઢંકાઈ જતું હતું. એવું બન્યું કે એક જગાએથી લીલ ખસી ગઈ. કાચબાએ ઉપર જોયું અને જોતો જ રહી ગયો – નીલું આકાશ ! તારા ચમકી રહ્યા હતા. તેણે આ દશ્ય પ્રથમ વખત જ જોયું. તેને ખૂબ સુંદર લાગ્યું, મનોરમ લાગ્યું. કેવી – અસ્તિત્વ અને અહિંસાને ૨૨૫ - ૧૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ વિશાળ દુનિયા છે ! એ આ જોઈને આવાક્ બની ગયો. તેના મનમાં વિકલ્પ જાગ્યો કે હું એકલો જ આ દૃશ્ય જોઈ રહ્યો છું. મારે મારા પરિવારને પણ આ દશ્ય બતાવવું જોઈએ. એ બધાં આશ્ચર્યમાં ડૂબી જશે. કાચબાએ તળાવમાં ડૂબકી મારી. તે પોતાના પરિવારને બોલાવી લાવ્યો. હવે તે સ્તબ્ધ બની ગયો કારણ કે પાણી ઉપર પુનઃ લીલ છવાઈ ગઈ હતી અને આકાશ દેખાતું બંધ થઈ ગયું હતું. આકાશ જોવા માટે જે અનુકૂળતા ઊભી થઈ હતી તે બંધ થઈ ગઈ. કાચબો નિરાશ થઈ ગયો. પોતાના પરિવારને હવે તે શું બતાવે ? કેવી રીતે બતાવે ? કાચબો ફરીથી આકાશ જોઈ ન શક્યો. બીજો સંદર્ભ આપણે આ વાતને બીજા સંદર્ભમાં જોઈએ. એક વ્યક્તિ મોટા લક્ષ્ય સાથે ચાલી. થોડાં આવરણ ખસ્યાં, અનુકૂળતા ઊભી થઈ ગઈ, આત્માની ઝલક જોવા મળી ગઈ. તે આગળ ચાલી નીકળ્યો. પરંતુ કોઈક એવી લીલ છવાઈ ગઈ - મોહ કે મૂર્છાની પ્રબળ લીલ છવાઈ ગઈ. એ પડ તોડવાનું કે તેને ભેદવાનું ખૂબ મુશ્કેલ બની ગયું. કયારેક ક્યારેક એવું બને છે કે એક માણસ વિચારે છે “હું સાધુ બનું, મોહ -માયા છોડી દઉં. તેના મનમાં આવો વિચાર આવે છે અને તે એ દિશામાં ચાલી નીકળે છે, પરંતુ જ્યારે મોહની સઘન સપાટી આડી આવે છે, ત્યારે વ્યક્તિ લક્ષ્યથી ભટકી જાય છે. વ્યક્તિ એ સઘન સપાટી નીચે દબાતી જાય છે. આવી સ્થિતિ એટલા માટે બને છે કે એનો પુરુષાર્થ મંદ બની ગયો હોય છે. પુરુષાર્થ સાપેક્ષ છે – ક્ષયોપશમ આપણા ક્ષયોપશમની સ્થિતિ પુરુષાર્થ સાપેક્ષ છે. સતત પરાક્રમ, પુરુષાર્થ અને વીર્યનો પ્રયોગ ચાલતો રહે, હાથ સતત હાલતા રહે તો માણસ તરી શકે. જ્યાં સુધી હાથ હાલતા રહેશે ત્યાં સુધી ક્ષયોપશમ કામ કરશે. હાથ હલવાના બંધ થશે કે તરત જ ક્ષયોપશમ પણ બંધ થઈ જશે, તે ઉદયમાં બદલાઈ જશે, ઉદય સક્રિય બની જશે. કર્મ અને ચેતના એ બંને તંત્ર છે. એક સક્રિય થાય છે તો બીજું નિષ્ક્રિય બની જાય છે. બીજું સક્રિય થાય છે તો પહેલું નિષ્ક્રિય બની જાય છે. કયારેક કર્મનો પ્રભાવ સક્રિય થઈ જાય છે અને કયારેક ચેતનાનો પ્રભાવ સક્રિય · થઈ જાય છે. ક્ષયોપશમની સક્રિયતા પુરુષાર્થ સાથે જોડાયેલી છે. અસ્તિત્વ અને અહિંસા : ૨૨૬ Page #228 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ પોતે જ ભાગ્યવિધાતા છે મહાવીરે કહ્યું કે વ્યક્તિ પોતે જ પોતાની ભાગ્યવિધાતા છે. વ્યક્તિના ભાગ્યની ડોર વ્યક્તિના પોતાના હાથમાં છે, પરંતુ તે ત્યાં સુધી છે જ્યાં સુધી સાચા અર્થમાં પુષાર્થ સક્રિય રહે. જો પુરુષાર્થ ખોટો થઈ જાય તો પોતાના દુર્ભાગ્યનો વિધાતા પણ માણસ પોતે જ બની જાય છે. જો માણસ પુરુષાર્થ ન કરે તો, આળસુ બની જાય તો, સઘળું ખરાબ થઈ જાય છે. કર્મવાદને માનનારા આ તથ્યને સમજ્યા- ભાગ્યનો ઉદય થવાનો છે. પરંતુ જો તેને અનુરૂપ પુરુષાર્થ કરવામાં ન આવે તો ભાગ્યનો ઉદય પણ અટકી જશે. જો ખોટો પુરુષાર્થ કરી લેવામાં આવશે તો ભાગ્યનો ઉદય અટકી જશે. આપણે એ વાત તરફ ધ્યાન આપીએ કે – આળસ ન આવે, ખોટો પુરુષાર્થ ન થાય, સાચો પુરુષાર્થ સતત ચાલ્યા કરે. હાથ ઉપર હાથ રાખીને બેસી રહેવાથી પેટ ભરાતું નથી. રસોઈ તૈયાર હોય છતાં ભૂખ તો ત્યારે જ મટશે કે જ્યારે આપણે ખાવા માટેનો પુરુષાર્થ કરીશું. જે ભાગ્યવાદી કે ઈશ્વરવાદી લોકો છે તેઓ નિરાશ થઈને બેસી શકે છે, પરંતુ કર્મવાદી માણસ ક્યારેય નિરાશ થઈને બેસતો નથી. તેને પોતાના પુરુષાર્થ પર વિશ્વાસ હોય છે. આત્મા સર્વસ્વ છે. મૂળ વાત છે – પ્રજ્ઞા આત્મા સાથે જોડાયેલી છે કે નહિ? જો આપણે આત્મા સાથે જોડાયેલા હોઈશું તો આપણો પુરુષાર્થ સાચી દિશામાં થશે અને જો આપણે આત્મા સાથે નહીં પરંતુ શરીર સાથે જોડાયેલા હોઈશું તો પુરુષાર્થની દિશા સાચી નહીં રહી શકે. સાધુજીવન હોય કે શ્રાવકજીવન, પુરુષાર્થનું સાચી દિશામાં નિયોજન નહીં થાય તો આપણે આપણા લક્ષ્યમાં સફળ નહીં થઈ શકીએ. આપણે શરીર સાથે જોડાયેલા છીએ તો એનો અર્થ એ છે કે આપણે નિતાંત ભૌતિકવાદી બની ગયા છીએ, નાસ્તિક બની ગયા છીએ. આપણે શરીરને પોષીએ છીએ પરંતુ એને સર્વસ્વ સમજીને નથી ચાલતા. જે ક્ષણે સમ્યક્રર્શનનું પ્રથમ કિરણ ફૂટે છે, તે સચ્ચાઈનું જ્ઞાન થાય છે કે શરીર સર્વસ્વ નથીએ તો માત્ર યાત્રા ચલાવનારું સાધન છે. આત્મા સર્વસ્વ છે. આ દૃષ્ટિકોણ આત્મસાત્ થવો એ જ સમ્યગ્દર્શન છે. સાધનાનો પ્રથમ પડાવ સમ્યક્દર્શન છે. આ સ્થિતિમાં આત્મપ્રજ્ઞા જાગે છે, વ્યક્તિ વિષાદમાંથી મુક્તિ પામે છે. જેટલો વિષાદ હોય છે તે બધો – અસ્તિત્વ અને અહિંસા ક ૨૨૭ – Page #229 -------------------------------------------------------------------------- ________________ અનાત્મપ્રજ્ઞામાં હોય છે. જેની પ્રજ્ઞા આત્મા સાથે જોડાઈ જાય છે તેને કોઈ દુઃખી કરી શકતું નથી. આત્મકશ બનીએ આપણે એક કસોટી આપણી સામે રાખીએ. આપણે કંઈપણ કરીએ ત્યારે એમ વિચારીએ કે મારા આ કાર્યથી મારા આત્માનું કશું બગડ્યું તો નથી ને ? આપણા કાર્યને કોઈ જોતું હોય કે ન જોતું હોય, આપણને કોઈ કાંઈ કહેતું હોય કે ન કહેતું હોય એ એટલું મહત્ત્વનું નથી જેટલું મહત્ત્વનું છે આ કસોટીને સામે રાખવાનું. જે વ્યક્તિ આ કસોટીને સામે રાખે છે તેને કોઈ દુઃખી નથી કરી શકતું. મહાવીરે મહત્ત્વપૂર્ણ સૂત્ર આપ્યું કે આત્મપ્રજ્ઞ બનો. જ્યાં સુધી આત્મપ્રજ્ઞ નહીં બનીએ ત્યાં સુધી વિષાદમાંથી મુક્તિ નહીં મળે. ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરનારે સૌ પ્રથમ આત્માને જાણવો જોઈએ. જે આત્મવાદી છે, પરલોકને માને છે, કર્મ અને કર્મફળને માને છે તેમના માટે આત્મા સાથે જોડાઈ રહેવાનું દર્શન સહજ પ્રાપ્ત છે. - - અસ્તિત્વ અને અહિંસા કે ૨૨૮ - – Page #230 -------------------------------------------------------------------------- ________________ આણાએ મામગં ધર્માં હ પંચઠાણા સુપરિણાતા જીવાણું હિતાએ સુભાએ ખમાએ ણિસ્સેસ્સાએ, અણુગામિયત્તાએ ભવંતિ તું જા - સદ્દા, રૂવા, ગંધા, રસા, ફાસા ૭ આજ્ઞા : અર્થમીમાંસા આજ્ઞા : આગમ આજ્ઞાયન્તે અતીન્દ્રિયાઃ પદાર્થ યેન સ આજ્ઞા આજ્ઞા : વિધિ-નિષેધાત્મક નિર્દેશ હિતાહિતપ્રાપ્તિપરિણારૂપતયા સર્વજ્ઞોપદેશઃ આજ્ઞા આજ્ઞા : નિયંત્રણ ઉલ્લંઘને ક્રોધાદિભયજનિતચ્છા આજ્ઞા ઇદં કુરૂં, ઇદં મા કુરૂ હિત અનુશાસનાત્મિક ભાષા આજ્ઞા ૭ આગમ છે પ્રકાશદીપ ઈ છ પ્રવચન : સંકલિકા ૩૩ O ત્રણ વાતો જરૂરી છે – અતીન્દ્રિય જ્ઞાન, માર્ગદર્શન અને નિયંત્રણ આશા : નિદર્શન આજ્ઞા : પરંપારગત અર્થ ૭ ૭ ધર્મ : મૂળ આધાર મામરું નો પ્રયોગ શા માટે ? O હ આજ્ઞા : મૂળ અર્થ નવતત્ત્વ : ષડૂદ્રવ્ય ૦ આઈન્સ્ટાઈનનું કથન ૦ કર્તવ્ય ચેતનાનું જાગરણ : આજ્ઞાનું જાગરણ અસ્તિત્વ અને અહિંસા – ૨૨૯ (ઠાણં ૫/૧૩) Page #231 -------------------------------------------------------------------------- ________________ આણાએ મામગં ધર્મ સારું જીવન જીવવા માટે ત્રણ વાતો જરૂરી છે- અતીન્દ્રિયજ્ઞાન, માર્ગદર્શન અને નિયંત્રણ. માનવીમાં અજ્ઞાન છે તેથી આગમની જરૂર છે. આગમ છે અતીન્દ્રિયજ્ઞાન. જરૂરી છે અતીન્દ્રિયજ્ઞાન, જેનાથી અજ્ઞાન દૂર થાય, રસ્તો પ્રકાશિત થાય, સ્થિતિ સ્પષ્ટ બને. જરૂર છે માર્ગદર્શનની. માનવીમાં અવિવેક છે તેથી તે એટલું નથી સમજી શકતો કે કયા કાર્યમાં મારું હિત છે, કયા કાર્યમાં મારું અહિત છે. હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગનો વિવેક જાગે એ માટે માર્ગદર્શનની જરૂર છે. ત્રીજી જરૂર છે નિયંત્રણની. માનવીમાં વૃત્તિઓનો આવેગ છે. વ્યક્તિ પોતાના આવેગને રોકી શકે એ માટે નિયંત્રણની જરૂર છે. આજ્ઞા : આગમ મહાવીરે કહ્યું “આણાએ મામગ ધમ્મ મારો ધર્મ આજ્ઞામાં છે. આજ્ઞાનો એક અર્થ છે- આગમ. જેના દ્વારા અતીન્દ્રિય પદાર્થ જાણવામાં આવે છે, પરોક્ષ વસ્તુઓ જાણવામાં આવે છે તે આજ્ઞા છે, આગમ છે. આપણું જીવન પ્રત્યક્ષમાં ઓછું, પરોક્ષમાં વધુ અટવાયેલું છે. જીવનની હજારો ગાંઠોમાંથી બેચાર ગાંઠો જ પ્રત્યક્ષ છે. બાકીની બધી જ ગાંઠો પરોક્ષ છે. તે તમામ ગાંઠો, ગ્રંથિઓને સમજવા માટે કેટલો બધો પ્રકાશ જોઈએ ! આગમ એક પ્રકાશદીપ છે. તે એવો પ્રકાશદીપ છે કે જે આકાશમાં બળે છે, જીવનના અતીત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેયને આલોકિત કરે છે, જેની જ્યોતિમાં સમગ્ર જીવન વાંચી અને સમજી શકાય છે. અસીમ છે અજ્ઞાત આગમ દ્વારા કર્મના સંદર્ભમાં જે પ્રકાશ મળ્યો છે તે જો ન મળ્યો હોત તો માનવી ખૂબ અટવાયેલો રહ્યો હોત. આજે વિજ્ઞાન દ્વારા જીનનો જે સિદ્ધાંત મળ્યો છે, તેનાથી તમામ જીવની વ્યાખ્યા થઈ શકે છે. પ્રયોગશાળામાં બેઠેલો વૈજ્ઞાનિક જીનને જોઈને ઘણું બધું જાણી લે છે. અસ્તિત્વ અને અહિંસાને ૨૩૦ Page #232 -------------------------------------------------------------------------- ________________ અમુક જીનવાળી વ્યક્તિ જીવનમાં કેવું કેવું આચરણ કરશે ? કેવો બનશે ? એ વાત એક વૈજ્ઞાનિક જીનને જોઈને કહી દેશે, એક કર્મશાસ્ત્રી કર્મના આધારે જીવનની સમગ્ર વ્યાખ્યા કરી બતાવશે. આ છે આજ્ઞા. એમ કહેવામાં આવ્યું કે આજ્ઞાને નજર સમક્ષ રાખો, અતીન્દ્રિયજ્ઞાનને સમજો, જે આપણી સમક્ષ પ્રત્યક્ષ નથી તેનો સાક્ષાત્ કરવાનું શીખો. આપણી સમક્ષ પ્રત્યક્ષ ખૂબ ઓછું છે. અજ્ઞાતના મહાસમુદ્રમાં એક નાનકડો ટાપુ છે- પ્રત્યક્ષ. અજ્ઞાત અનંત છે તેને જાણવા માટે આજ્ઞા-આગમની જરૂર છે. માણસ ખૂબ ભણેલો ગણેલો થઈ જાય, વિદ્વાન બની જાય તો પણ તેનું જ્ઞાન અત્યંત અલ્પ હોય છે. અનંત અતીત, અનંત ભવિષ્ય અને વર્તમાનનો સમગ્ર પરિપાક એના માટે અજ્ઞાત જ રહે છે. જે જ્ઞાત છે, તે અત્યંત સ્વલ્પ છે. જે અજ્ઞાત છે તે અસીમ છે. અજ્ઞાતને જાણવાનું માધ્યમ છે આગમ-અતીન્દ્રિય અનુભવ. વિધિ-નિષેધઃ આજ્ઞા પ્રત્યેક વ્યક્તિ એ કામ કરવા ઇચ્છે છે, જેનાથી તેનું હિત થતું હોય, અહિત ન થતું હોય. હિત-સિદ્ધિ અને અહિતથી બચવાનું સૂત્ર છે - આજ્ઞા. આજ્ઞાનો એક અર્થ છે - વિધિ-નિષેધોને જાણો. ધર્મના સંદર્ભમાં એમ કહેવામાં આવ્યું કે પ્રમાદ ન કરો. પ્રમાદ કરવાથી તિ તૂટે છે, અહિત થાય છે. આ નિર્દેશ આજ્ઞા છે. ચિકિત્સાશાસ્ત્ર કે છે હિત ભોજન કરો, અહિત ભોજન ન કરો. મિત ભોજન કરો, વધારે ન ખાવ. આ આયુર્વેદની આજ્ઞા છે. નિમંત્રણઃ આજ્ઞા આજ્ઞાનો એક અર્થ નિમંત્રણ છે. ન શાસ્ત્ર, ન અતીન્દ્રિય અનુભવ, પરંતુ નિયંતાનો આદેશ- આમ ન કરો, આમ કરો. તે અનુશાસનાત્મક ભાષા આજ્ઞા છે. વ્યાખ્યા આપવામાં આવી કે -ક્રોધાદિભયજનિતેચ્છા આજ્ઞા. ક્રોધ અને ભય પેદા કરનારી ઇચ્છાનું નામ છે આજ્ઞા. ભય બિનુ પ્રીતિ ન હોય. આ અનુભવશૂન્ય વાત નથી. પ્રત્યેક વ્યક્તિ વિવેક અને જ્ઞાનસંપન્ન નથી હોતી. માણસની અનેક કક્ષાઓ હોય છે. એવા લોકો પણ છે કે જેમનું મસ્તિષ્ક વિકસિત નથી. તેમના વિવેકને જગાડવા માટે ભયની જરૂર પડે છે. અનુશાસનાત્મક ભાષા વ્યક્તિમાં એક પ્રકારનો -— — અસ્તિત્વ અને અહિંસા , ૨૩૧ – Page #233 -------------------------------------------------------------------------- ________________ ભય જગાડે છે અને તે ભય વ્યક્તિને ખરાબ માર્ગે જતી અટકાવવામાં ઉપયોગી બને છે. ધર્મનો મૂળ આધાર આજ્ઞાના આ ત્રણ અર્થ- અતીન્દ્રિયજ્ઞાન, માર્ગદર્શન અને નિયંત્રણ, આણાએ મામગં ધર્માં- આ સૂક્તને નવો સંદર્ભ આપે છે. આ સૂક્તનો પરંપરાગત અર્થ છે- મારો ધર્મ મારી આજ્ઞામાં છે. તમે મારા ધર્મને જાણીને મારી આજ્ઞાનું પાલન કરો. જ્યાં સુધી જાણશો નહિ, ત્યાં સુધી મારા ધર્મનું પાલન કઈ રીતે કરશો ? મહાવીરનો સમગ્ર ધર્મ જ્ઞાન ઉપર ટકેલો છે, અંધશ્રદ્ધા ઉપર ટકેલો નથી. મહાવીરે આત્માને જોયો, ત્યારે કહ્યું કે ધર્મ જરૂરી છે. જો આત્માને ન જોયો હોત તો ધર્મની જરૂર ન પડી હોત. એમણે આત્મા અને ધર્મને જોયા પછી એવો ઉપદેશ આપ્યો કે, ‘ધર્મ જરૂરી છે, જો ધર્મ નહિ કરો તો બંધનમાં જકડાતા રહેશો, ગાંઠો મબૂત બનતી જશે., તમે ગાંઠમય બની જશો.’ ધર્મનું આ પ્રતિપાદન અતીન્દ્રિય ચેતનાને આધારે થયું છે. ધર્મનો મૂળ આધાર છે અતીન્દ્રિય ચેતના. જ્યાં સુધી વ્યક્તિ ઇન્દ્રિય ચેતનાના સ્તરે જીવે છે, ત્યાં સુધી એને ધર્મની જરૂરનો અનુભવ થતો નથી, ત્યાં સુધી એના જીવનમાં ધર્મનો કોઈ વિશેષ અર્થ હોતો નથી. એવી જ રીતે ઇન્દ્રિયોથી પર જવાની વાત સમજાય છે, ધર્મની વાત સમજાવા લાગે છે. શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શ- આ બધાથી આગળ વધી જવું એનું જ નામ છે ધર્મ. આ બધામાં આસક્ત થવું એનું નામ છે અધર્મ. ધર્મને અતીન્દ્રિય સ્તરે જાણી શકાય છે. મારો ધર્મ આણાએ મામગં ધર્માં આ સૂક્તમાં એક શબ્દ છે ‘મામગં’. આ શબ્દ મૂંઝવનારો છે. પ્રશ્ન ઉદ્ભવી શકે કે ‘મારો ધર્મ’– આ અધિકાર કયાંથી આવ્યો ? હવા, પાણી, સૂર્ય, ચંદ્રમા વગેરે ઉપર કોઈનો પણ અધિકાર નથી હોતો. મહાવીરે ‘મારો ધર્મ’ એવું શી રીતે કહ્યું ? આ કથનમાં પણ એક રહસ્ય છુપાયેલું છે. આપણે સમજી લઈએ કે ધર્મ શું છે. ધર્મનો અર્થ છે- એક કાનૂન, એક વિધિ-વિધાન, જે નિશ્ચિત કરવામાં આવેલાં છે. સત્ય વ્યાપક છે, અનંત અને સાર્વભૌમ છે, પરંતુ એ સત્યને પામવા માટે પોતપોતાની પદ્ધિતિઓ નિર્ધારિત કરવામાં આવી છે. મહાવીરે ‘મામકં’ શબ્દનો પ્રયોગ કર્યો છે એનો અર્થ છે- આત્માને અસ્તિત્વ અને અહિંસા ૨૩૨ Page #234 -------------------------------------------------------------------------- ________________ પામવા માટે મેં જે માર્ગ, જે પદ્ધતિ નિશ્ચિત કરી તે મારી શોધ છે. એનું તાત્પર્ય એ છે કે આત્માને પામવા માટે જે જાગતિક નિયમ મેં શોધ્યો છે, તેને સમજો. મહાવીરે પોતાની સાધના દ્વારા,પોતાના શ્રમ દ્વારા, જે નિયમો શોધ્યા છે, તે મહાવીરનું મૌલિક અવદાન છે. આજ્ઞા : મૂળ ધર્મ આપણે આજ્ઞાને મોટેભાગે નિયામક ભાષામાં જ સમજીએ છીએ. હકીકતમાં આજ્ઞા એટલે જાણવું. આજ્ઞાની વ્યાખ્યા આપવામાં આવીઆ સમત્તાત્ જ્ઞાયત્તે અતીન્દ્રિયાઃ પદાર્થો યેન સા આજ્ઞા જેનાથી અતીન્દ્રિય પદાર્થને જાણી શકાય છે તેનું નામ છે આજ્ઞા. ભગવાન મહાવીર શ્રદ્ધાના નહિ, જ્ઞાનના મહાન સમર્થક હતા. શ્રદ્ધાનો અર્થ છે ઘનીભૂત ઇચ્છા. જ્ઞાન વગર શ્રદ્ધા કયાંથી આવશે ? પ્રથમ જ્ઞાન, પછી શ્રદ્ધા. આપણે વસ્તુને યથાર્થ રૂપમાં જાણીએ. જાણ્યા પછી આચરણનો પ્રશ્ન પ્રસ્તુત થાય છે, અનુશીલન અને અનુપાલનનો પ્રશ્ન પ્રસ્તુત થાય છે. મહાવીરે કહ્યું કે પ્રથમ જાણો-કર્મને જાણો, જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષને જાણો, નવ પદાર્થોને જાણો. નવ પદાર્થને જાણ્યા વગર ધર્મની વાત સમજી શકાતી નથી. આપણે જ દ્રવ્યને જાણીશું તો સમ્યક્રર્શન થઈ જશે, પરંતુ સમ્યક્ આચરણની વાત સમજાશે નહિ. ધર્મને જાણવો હોય તો નવ પદાર્થોને જાણવા જ પડશે. અસ્તિત્વવાદઃ ઉપયોગિતાવાદ નવ પદાર્થ સાધનાનો માર્ગ છે, ષડુ દ્રવ્ય અસ્તિત્વનો માર્ગ છે. દર્શનનાં બે અંગ હોય છે-અસ્તિત્વવાદ અને ઉપયોગિતાવાદ. અસ્તિત્વવાદને જાણવો અર્થાત- જીવ છે, અજીવ છે, આકાશ અને પુદ્ગલ છે એમ જાણી લેવું. જે ઉપયોગિતાવાદી છે એણે જાણવું પડશે કે કયું દ્રવ્ય, કયું તત્ત્વ મારા લાભનું છે ? એનાથી શી રીતે હું લાભ મેળવી શકું તેમ છું. આવી હિતાહિતના વિવેકની પ્રક્રિયા, અનુશીલન અને આસેવનની પ્રક્રિયા ઉપયોગિતાવાદી દૃષ્ટિકોણથી ફલિત થાય છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું, “હું દરરોજ સો વખત મારી જાતને એવી ભાવનાથી ભાવિત કરું છું કે –તું જો ! તારું જીવન કેટલાં બધાં લોકોના શ્રમથી બન્યું છે ! તેથી તું શ્રમ કર, નકામો બેસી ના રહીશ. જો તું શ્રમ નહીં કરે તો તું તે તમામ પ્રત્યે તદન બની રહીશ.” આપણે - અસ્તિત્વ અને અહિંસા ૪ ૨૩૩ Page #235 -------------------------------------------------------------------------- ________________ જાણી લેવું જોઈએ કે કેટકેટલાં જ્ઞાન અને અજ્ઞાત તત્ત્વોના શ્રમ થકી આપણું જીવન બન્યું છે. એમના શ્રમ પ્રત્યે આપણે કૃતદન ન બનવું જોઈએ. ધર્મ છે સંવર આપણે એ સચ્ચાઈને જાણીએ કે આ જીવન શું છે. પોતાના જીવનની વ્યાખ્યા સમજવી એ ગહન દર્શન છે. આપણે પોતાને જાણીએ, પોતાના જીવનને જાણીએ, જીવનની વ્યાખ્યાને જાણીએ, જીવનના ધર્મને જાણીએ. મહાવીરે આ તમામને જાણીને જે ધર્મદર્શન રજૂ કર્યું. તેને એક શબ્દમાં કહીએ તો એ છે સંવર-સંયમ. આત્માનો સંવર કરો, સંયમ કરો, એ જ ધર્મ છે. આ ધર્મને સમજીને આપણે આજ્ઞાનું પાલન કરીએ. એ જ આપણું કર્તવ્ય છે કારણ કે કર્તવ્ય આજ્ઞા વગર ફલિત થતું નથી. જ્યારે કર્તવ્યચેતના જાગે છે, ત્યારે ગુરુનો આદેશ, હિત-અહિતની વાત સમજાઈ જાય છે. કર્તવ્યની ચેતનાને જગાડવાનું સૂત્ર છે- આજ્ઞાનું જાગરણ. આજ્ઞા જાગૃત હશે તો ધર્મ સમજાશે, સંયમ અને સંવરની સાર્થકતા સમજાશે, “આણાએ મામગ ધમ્મ – આ સૂક્તનું રહસ્ય ઉપલબ્ધ થઈ જશે. અસ્તિત્વ અને અહિંસા ન ૨૩૪ ~-- Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન:૩૪ - wwwwwwww સંકલિકી પણ સંકલિકા ૦ એગયરે અણય વિરૂવરૂવે ફાસે અહિયાસેતિ અચેલે. ૦ લાઘવ આગમમાણે ૦ તવે સે અભિસમણાગએ ભવતિ (આયારો ૬/૬૨-૬૪) ૦ આશયપણાણ કિસા બાહા ભવંતિ પયણુએ માંસસોણિએ. (આયારો ૬/૬૭) ૦ લઘુતાનો ઉપદેશ ૦ બહારની પ્રભુતા પ્રતિક્રિયા ૦ આંતરિક પ્રભુતા : પ્રસન્નતા ૦ સાક્ષી છે ઇતિહાસ ૦ ચરબી (શરીનું જાડાપણું) – આંતરિક તત્ત્વો છે – મમત્વચેતના બાહ્ય તત્ત્વ છે- પદાર્થ ચેતના ૦ લાઘવઃ બે પ્રયોગ શરીર લાઘવ ઉપકરણ લાઘવ ૦ પ્રજ્ઞાવાન મુનિનું ચિહ્ન ૦ મહાવીર : લાઘવની સાધના ૦ વર્તમાન સમસ્યા ૦ જેટલી સુવિધા એટલો તનાવ જેટલું કષ્ટ : એટલો આનંદ ૦ સંદર્ભ યોગનો – બહાર સુખ – અંદર દુઃખ અંદર સુખ – બહાર દુઃખ ૦ સચ્ચાઈનું અનુશીલન કરીએ – અસ્તિત્વ અને અહિંસા ક ૨૩૫ – Page #237 -------------------------------------------------------------------------- ________________ લધુતાથી પ્રભુતા મળે બીમારી છે ચરબીની વર્તમાન યુગની એક મોટી બીમારી ચરબી (જાડાપણા)ની છે. આજે ઠેર ઠેર ચરબી ઘટાડવા માટેનાં ક્લિનિકો જોવા મળે છે. ચરબી ઘટાડવા માટે યોગિક ઉપચારો પણ ચાલી રહ્યા છે. પ્રત્યેક ડૉક્ટર કહે છે કે ચરબી ઘટાડો. ચરબીમાં સતત થતી વૃદ્ધિ અનેક મોટી બીમારીઓને આમંત્રણ આપે છે. હૃદયની બીમારી, ખાંડ અને બ્લડપ્રેશરની બીમારીનું મુખ્ય કારણ બને છે-ચરબી. ડૉક્ટરો સલાહ આપે છે કે - વજન ઘટાડો, વધવા ન દો. ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષ પૂર્વે લઘુતાનો (શરીરમાં મેદની મર્યાદાનો) ઉપદેશ આપ્યો હતો. મહાવીરે કહ્યું – લાઘવ આગમમાણે – લઘુતા કરો, ચરબી ઘટાડો, હલકા બનો. જેટલા હળવા બનશો, એટલી જ પ્રભુતા તમારી પાસે આવશે. જેટલા ભારે બનશો એટલી જ પ્રભુતા તમારાથી દૂર થતી જશે. જ્યાં લઘુતા હશે ત્યાં પ્રભુતા આવી જશે. જ્યાં પ્રભુતા માનવામાં આવે છે ત્યાં તેની સાથે પ્રતિક્રિયા પણ આવે છે. પ્રભુતાઃ પ્રતિક્રિયા આપણે આજસુધીનો ઇતિહાસ અવલોકીએ. એ લોકોની સમક્ષ સમ્રાટ જેવી વ્યક્તિઓનાં શીશ ઝૂકેલાં છે, જેઓ હળવા હતા, અશ્ચિન અને ત્યાગી હતા. સમ્રાટો પાસે બધું જ હતું પરંતુ તેમને મારવા અને ગાદી ઉપરથી નીચે ઉતારી દેવા માટે અનેક ષડયંત્રો રચવામાં આવ્યાં. લોકો તેમની સામે પ્રશંસા કરતા હતા પરંતુ તેમની પાછળ ગાળો દેતા હતા. જ્યાં પ્રભુતા હોય છે, ધનની ચરબી હોય છે, મોટાઈનો નશો હોય છે ત્યાં પ્રતિક્રિયા જાગવી સહજ શક્ય છે. જ્યાં હળવાપણું હોય છે, મમત્વનો ભાવ નથી હોતો, ત્યાં ઘણી બધી સમસ્યાઓ પેદા જ નથી થતી. હકીકતમાં જેટલી પણ પ્રતિક્રિયાઓ છે, જેટલી હિંસા છે એ - અસ્તિત્વ અને અહિંસા , ૨૩૬ - Page #238 -------------------------------------------------------------------------- ________________ તમામનું મુખ્ય કારણ મોટાઈ છે. કેટલાક લોકો પોતાના માટે ભારે દમામદાર પરિગ્રહ કરતા રહે છે, એને કારણે બીજાઓના મનમાં પ્રતિક્યિા પેદા થાય છે. તેઓ તેને પછાડવાની કોશિશમાં જોડાઈ જાય છે. ઇતિહાસ સાક્ષી છે કે રાજાઓ અને સમ્રાટો એકબીજાને પછાડવા, હરાવવા, પોતાને આધીન બનાવવાના પ્રયત્નો કરતા રહ્યા છે. કોઈ રાજાના મંત્રીએ પયંત્ર રચ્યું તો કોઈ રાજાના પુત્ર કે રાજાના ભાઈએ ગાદી પચાવી પાડવાનો પ્રયત્ન કર્યો. આ તમામ ઘટનાઓ એટલા માટે ઘટી કે તે લોકો બીજાઓને સહન ન કરી શક્યા. સૌ એમ ઇચ્છતા હતા કે બધા સમાન બની રહે, હળવા બની રહે. શરીર-લાઘવ મોટાપો બે કારણે થાય છે. બાહ્ય વસ્તુઓ વ્યક્તિને મોટી બનાવે છે, અંદરનાં તત્ત્વો પણ તેને મોટી બનાવે છે. આપણી અંદરની ચેતના છે મમત્વચેતના. જેટલો મમત્વનો ભાર હોય છે એટલો જ માણસ નીચે દબાતો જાય છે. મહાવીરે હળવા બનવાના કેટલાક પ્રયોગો બતાવ્યા છે. પ્રથમ પ્રયોગ છે શરીરની લઘુતાનો. મહાવીરે કહ્યું કે જે પ્રજ્ઞાવાન બની ચૂક્યો છે, તેની ભૂજાઓ કૃશ હશે, તેનાં માંસ-લોહી પ્રતનુ હશે. શરીરનું કૃશ હોવું એ પ્રજ્ઞાવાન પુરુષનું ચિહ્ન છે. કોઈ સાધક વ્યક્તિ કે જે મમત્વને ઘટાડી રહી છે, મોહને ઘટાડી રહી છે, એનામાં માંસ અને લોહીનો અતિશય ઉપચય ન થવો જોઈએ. એમ માનવામાં આવ્યું કે માંસ અને લોહીનો વધારાનો ઉપચય મોહ-મૂચ્છ વધારનાર હોય છે. આ એક મહત્ત્વનું સૂત્ર છે- વધુ માંસ અને વધુ લોહી હોવું એ ધ્યાન અને આરોગ્ય બંને માટે અહિતકર છે. પ્રજ્ઞાવાન પુરુષમાં શરીર લાઘવ હોય છે. ભુજાઓ સુદૃઢ બનવી કોઈ મલ્લ માટે આવશ્યક હોઈ શકે, પરંતુ એક સાધક માટે તે બરાબર નથી. જે સુખ અને શાંતિનું જીવન જીવે છે, એના માટે શરીર-લાઘવનું સૂત્ર મહત્ત્વપૂર્ણ છે. ઉપકરણ-લાઘવ બીજું તત્ત્વ છે- ઉપકરણ-લાઘવ. પદાર્થ-લાઘવની વાત વર્તમાન સંદર્ભમાં અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આજે સામાજિક વિગ્રહ અને સામાજિક સંઘર્ષનું કારણ પદાર્થોની મોટાઈ બની રહી છે. પદાર્થના સંગ્રહને કારણે – અસ્તિત્વ અને અહિંસા, ૨૩૭ – Page #239 -------------------------------------------------------------------------- ________________ માણસ પોતાનો મોટાપો ખૂબ વધારી મૂકે છે. પદાર્થનું કામ મોહ જગાડવાનું છે. તથ્ય તો એ છે કે એક અણુ માત્ર પગલ પણ આપણી અંદર મોહ પેદા કરે છે. કયારેક કયારેક પદાર્થ એટલો બધો ભયંકર અનર્થ પેદા કરે છે કે જેની કલ્પના પણ કરી શકાતી નથી. મમત્વની ચેતના અને પદાર્થની ચેતના એ બન્નેનો ભાર શરીર અને મનને મોટાં બનાવી રહ્યો છે, વ્યક્તિ માટે આવો મોટાપો ખતરનાક બની રહ્યો છે. લઘુતાઃ પ્રભુતા મહાવીરે લઘુતાના અનુભવને વિશેષ મહત્ત્વ આપ્યું. જે દિવસે લધુતાનો અનુભવ થાય છે, એ દિવસે વ્યક્તિના ભીતરમાંથી આપોઆપ પ્રભુતા પ્રગટે છે. બહારની પ્રભુતા પ્રતિક્રિયા પેદા કરે છે પરંતુ ભીતરની પ્રભુતા પ્રતિક્રિયા નહિ, પ્રસન્નતાને જન્મ આપે છે. તે પોતાના માટે પણ આનંદદાયક હોય છે અને બીજાઓ માટે પણ આનંદદાયક હોય છે. એક મુનિ માટે વિધાન કરવામાં આવ્યું કે તેણે ત્રણ પછેડી કરતાં વધારે ઉપકરણો ન રાખવાં જોઈએ. મહાવીરે કહ્યું કે તમે લઘુતાનો પ્રયોગ કરો, તમારાં તપ-તેજ વધતાં જશે. આપણે સમાજની દૃષ્ટિએ વિચાર કરીએ તો અચેલ રહેવું સમાજને માન્ય નથી, પરંતુ એના કારણે થનારી લઘુતાને નકારી શકાય તેમ નથી. મહત્ત્વપૂર્ણ સચ્ચાઈ મહાવીરે સ્વયં લાઘવનો પ્રયોગ કર્યો . ન વસ્ત્રનો પ્રયોગ કે ન પાત્રનો પ્રયોગ. જે કાંઈ મળતું તે હાથમાં જ ખાઈ લેતા. ન ઠંડીની ચિંતા, ન ગરમીની ચિંતા, ન ભૂખની ચિંતા, ન તરસની ચિંતા, ન વસ્ત્રની ચિંતા, ન પાત્રની ચિંતા. કોઈ ચિંતા નહિ, કોઈ ભાર નહિ. મહાવીર ભીતરથી હળવા હતા, બહારથી પણ હળવા હતા. અત્યંત મુલ છે આટલા હળવા બનવું. મહાવીરે જેટલાં કષ્ટો વેઠ્યાં, એટલો જ અંદરથી આનંદનો સ્ત્રોત વહી નીકળ્યો. આ વિચિત્ર દુનિયા છે. માણસ જેટલો સુવિધામાં જીવે છે એટલો જ કંટાળતો જાય છે, માનસિક તનાવથી ભરાતો જાય છે અને જેટલું કષ્ટપૂર્ણ જીવન જીવે છે, એટલો જ આંતરિક આનંદ પ્રગટ થતો જાય છે. આ એક મહત્ત્વપૂર્ણ સચ્ચાઈ છે. –– – અસ્તિત્વ અને અહિંસા , ૨૩૮ — —– Page #240 -------------------------------------------------------------------------- ________________ અંદરની દરિદ્રતા વધી ઓ છે આપણે આજની સમસ્યા જોઈએ. જાપાન, અમેરિકા જેવા સંપન્ન દેશો ધનની દૃષ્ટિએ સમૃદ્ધ બની રહ્યા છે, પદાર્થ અને વૈભવની દૃષ્ટિએ સમૃદ્ધ બની રહ્યા છે. તેઓ કૃત્રિમ સાધનોના નિર્માણમાં નવાનવા પ્રયોગો કરી રહ્યા છે. આજે જ એક સમાચારપત્રમાં મેં વાચ્યું કે એક એવા માનવીનું નિર્માણ થશે જેનું અડધું શરીર જન્મનું હશે અને અડધું શરીર યાંત્રિક હશે. માત્ર નાડીયંત્ર અને મસ્તિષ્ક મૂળ રહેશે, બાકીનું સમગ્ર શરીર કૃત્રિમ હશે. બહાર માટે આટલું બધું કરવામાં આવી રહ્યું છે, પરંતુ અંદરની દૃષ્ટિએ વ્યક્તિ દરિદ્ર બની રહી છે. માણસ દુઃખી બની રહ્યો છે, અશાંતિ અને તનાવનું જીવન જીવી રહ્યો છે એનું કારણ એ છે કે વ્યક્તિ બહાર સુવિધાઓનો ઢગલો કરી રહી છે અને એ ઢગલો જ આંતરિક મૂર્ખામી કે અંશાતિને વધારી રહ્યો છે. જો તે બહારની મુક્લીઓ સહન કરવાનું શીખી જાય, તો આનંદનું સૂત્ર હસ્તગત થઈ જાય. અંદર : બહાર યોગના સંદર્ભમાં એમ કહેવામાં આવ્યું કે જ્યારે યોગની સાધના શરૂ થાય છે ત્યારે અંતરમાં દુઃખ થાય છે, બહારમાં સુખ થાય છે. જ્યારે યોગ સાધના સિદ્ધ થઈ જાય છે ત્યારે અંતરમાં સુખ જ સુખ થાય છે, બહારમાં કષ્ટ જોવા મળે છે. કંઈક એવું જ છે- જેમ જેમ પદાર્થોનો ઢગલો મોટો થતો જાય છે, સુવિધાઓ વધતી જાય છે તેમ તેમ બહાર માત્ર સુખ જ સુખ દેખાય છે, પરંતુ ભીતરમાં દુઃખોની હારમાળા બની જાય છે. જેમ જેમ આ મોટાપો, આ ગુરુતા ઘટતી જાય છે તેમતેમ ભીતરનું સુખ વધતું જાય છે, બહાર મુશ્કેલીઓનો અનુભવ થાય છે. જો મહાવીરને ભીતરમાં કષ્ટ હોત તો તેઓ બાર વર્ષ સુધી સાધનાનું કઠોર જીવન જીવ્યા ન હોત. જ્યારે આંતરિક આનંદનું રહસ્ય . જડી જાય છે ત્યારે કષ્ટની અનુભૂતિ ક્ષીણ થઈ જાય છે. લોકોને એમ - લાગે છે કે કેટલું બધું કષ્ટ છે ! જ્યારે વ્યક્તિ એમ વિચારે છે કેટલો બધો આનંદ છે ! હળવા બનો આપણે આ રહસ્યને સમજી લઈએ. આ પદાર્થ અને ધનની – અસ્તિત્વ અને અહિંસા , ૨૩૯ Page #241 -------------------------------------------------------------------------- ________________ મોટાઈ, સત્તા અને શરીરની મોટાઈ જ્યાં સુધી રહેશે, ત્યાં સુધી અશાંતિ અને તનાવથી મુક્તિ નહિ મળી શકે. કોઈ સાધુ પણ આ સમસ્યાથી બચી શકતો નથી. પદાર્થની પ્રકૃતિ જ એવી છે કે તે સંઘર્ષનું કારણ બની જાય છે. જો પદાર્થની સાથે મમત્વ જોડાઈ જાય તો તે અધિક ખતરનાક બની જાય છે. આપણે એ સચ્ચાઈનું અનુશીલન કરીએ કે પદાર્થે કઈ વ્યક્તિને મૂચ્છમાં ધકેલી નથી ? એ જ વ્યક્તિ મૂર્છાથી બચી શકે છે કે જે લઘુ બનતી રહે છે. તેથી મહાવીરે કહ્યું કે હળવા બનો, મોટા ન બનો. જીવનના કલ્યાણનું આ મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. જે વ્યક્તિએ હળવાપણાનો અનુભવ કર્યો છે, લઘુતાની દિશામાં પ્રસ્થાન કર્યું છે, ખરેખર તે દુઃખો પાર કરી ગઈ છે, એણે કષ્ટોમાંથી મુક્તિનો માર્ગ પસંદ કરી લીધો છે. - અસ્તિત્વ અને અહિંસા , ૨૪૦ – Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન :૨૫. Awasome સંકલિકા ૦ પુઠા વેગે ણિયટુંતિ જીવિયસ્સવ કારણા. ણિકબંત પિ તેસિં દુનિકનંત ભવતિ (આયારો ૬/૮૪, ૮૫) ૦ જીવિર્ય નાભિકંખે, મરણં ણો પત્થએ, હતો વિ ણ સજેજ્જા, જીવિતે મરણે તા. A (આયારો ૮/૮/૪) ૦ જાએ સદ્ધાએ શિખંતો, તમેવ અણુપાલિયા, વિજહિતુ વિસોનિયં. (આયારો ૧/૩૬) ૦ જાએ સદ્ધાએ નિકમંતો, પરિચાયઠાણમુત્તમ, તમેવ અશુપાલેજ ગુણે આયરિયસમએ. 0 નિષ્ક્રમણ સફળતાનાં સૂત્રો શ્રદ્ધાનું સાતત્ય ધૃતિ અપ્રમાદ જિજીવિષા અને મૃત્યુ-ભયનો પરિત્યાગ ૦ મહાવીરૂં સંબોધ-સૂત્ર ૦ તર્કશાસ્ત્રનું સૂત્ર ૦ આચાર્ય ભિક્ષુનું પરાક્રમ ૦ નિષ્ક્રમણનું લક્ષ્ય ૦ ભરત અને બ્રહ્મદત્તઃ આટલો તફાવત શા માટે? —— અસ્તિત્વ અને અહિંસા , ૨૪૧ —– ૧૦ Page #243 -------------------------------------------------------------------------- ________________ જ્યારે નિષ્કમાણ પોતાનો અર્થ ખોઈ બેસે છે પ્રશ્ન છે શ્રદ્ધાનો જીવન એક પ્રવાહ છે. એની ધારા હંમેશાં એકસમાન નથી વહેતી. જીવન આદિથી અંત સુધી એકરૂપ બની રહે એની ધારા અવિચલ વહેતી રહે એમ થવું ખૂબ મુશ્કેલ છે. જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે, સઘનતા- વિરલતા પણ આવતી રહે છે. વ્યક્તિ કોઈ કાર્ય શરૂ કરે છે અને વચ્ચે અવરોધ આવતાં એ કાર્ય અટકી પડે છે. મનનો વેગ પ્રબળ બને છે અને વ્યક્તિ કોઈ કાર્ય શરૂ કરી દે છે. મનનો વેગ શિથિલ પડે છે અને કાર્ય અટકી પડે છે. જે શ્રદ્ધાપૂર્વક કાર્યનો આરંભ થાય છે શું એ જ શ્રદ્ધાપૂર્વક નિર્વાહ થાય છે ખરો? એક વ્યક્તિ મુનિ બને છે, શ્રાવક બને છે. એક વ્યક્તિ ત્યાગ-પ્રત્યાખ્યાન લે છે, ૫ અને ધ્યાનનો પ્રયોગ શરૂ કરે છે. માણસ જે સંલ્પ અને શ્રદ્ધાપૂર્વક કાર્યનો આરંભ કરે છે, એ જ સંકલ્પ અને શ્રદ્ધાપૂર્વક કાર્યને સંપાદિત કરે તો તે સફળ થઈ જાય. જો તે શ્રદ્ધા અને સંકલ્પ એકરૂપ ન રહે તો સફળતા સંદિગ્ધ બની જાય છે. શ્રદ્ધાનું સાતત્ય અત્યંત મુશ્કેલ છે. આપણે જીવનના પ્રત્યેક કાર્યની મીમાંસા કરીએ તો ખબર પડશે કે જે શ્રદ્ધા સાથે કાર્યનો આરંભ થાય છે, એમાં ક્ષીણતા આવવા લાગે છે, શિથિલતા આવી જાય છે. જરૂરી છે શ્રદ્ધાનું સાતત્ય સફળતા માટે શ્રદ્ધાનું સાતત્ય જરૂરી છે. મુશ્કેલી એ છે કે જે ભાવનાથી કામ શરૂ કરીએ છીએ એ ભાવનામાં પાંચ દિવસ પછી ઊણપ આવી જાય છે. દસ દિવસ કે મહિના પછી તો એ ભાવના અત્યંત કમજોર બની જાય છે. કોઈપણ કાર્યની સફળતામાં આ સૌથી મોટો અવરોધ છે. સફળતાનું સૂત્ર છે – જે શ્રદ્ધાસહિત કાર્ય શરૂ કરવામાં આવ્યું હોય, એમાં શિથિલતા ન આવે, શ્રદ્ધાનો વેગ નિરંતર એકસમાન બની રહે. મહાવીરે મુનિને સંબોધ આપતાં કહ્યું કે તમે અભિનિષ્ક્રમણ અસ્તિત્વ અને અહિંસા એ ૨૪૨ - Page #244 -------------------------------------------------------------------------- ________________ કર્યું છે, ઘર છોડીને મુનિત્વ સ્વીકાર્યું છે. જો તમારી શ્રદ્ધા કમજોર થઈ જશે તો તમારું નિષ્ક્રમણ દુઃનિષ્ક્રમણ બની રહેશે. જો શ્રદ્ધામાં શિથિલતા આવી જશે તો મુનિ બનવાનો કોઈ સાર નહિ મળે. આપણે દશવૈકાલિક સૂત્ર જોઈએ, આચારાંગ જોઈએ, મુનિને વારંવાર એવો સંબોધ આપવામાં આવ્યો છે કે જે શ્રદ્ધાસહિત તમે અભિનિષ્ક્રમણ કર્યું છે, સંયમનો પંથ સ્વીકાર્યો છે એ જ શ્રદ્ધાથી તમે આચારનું સમ્યક્ અનુપાલન કરો. સંકલ્પ, લક્ષ્ય અને શ્રદ્ધા સફળતાનું સૂત્ર છે શ્રદ્ધાની નિરંતરતા. જે વ્યક્તિ શ્રદ્ધાને નિરંતર વધારતી રહે છે, તે પોતાના લક્ષ્યમાં અવશ્ય સફળ થઈ જાય છે. શ્રદ્ધાની નિરંતરતામાં બહુ મોટો અવરોધ છે મનની ચંચળતા. શ્રદ્ધાની સઘનતા જળવાઈ રહે, જે વિષયને પકડીએ, તેને નિરંતર તન્મયતાપૂર્વક પકડી રાખીએ, તેને છોડીએ નહિ. સફળતા શીઘ્ર મળી જશે. વ્યક્તિએ ધ્યાનનો આજે એક પ્રયોગ કર્યો, કાલે બીજો પ્રયોગ કર્યો, થોડાક દિવસ પછી ત્રીજો પ્રયોગ શરૂ કરી દીધો. આ રીતે પચાસ પ્રયોગો કરનાર વ્યક્તિ કોઈપણ પ્રયોગમાં સફળ નહીં થઈ શકે. જો એક વ્યક્તિ એક જ પ્રયોગ કરે, દીર્ઘ શ્વાસ પ્રેક્ષાનો પ્રયોગ કરે અને એને સાધતી રહે તો એ એક પ્રયોગ તેને તેના લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે, પચાસ પ્રયોગો પહોંચાડી શકતા નથી. શ્રદ્ધાનું નિયોજન, એકાગ્રતા અને એક લક્ષ્ય બની રહે એ આવશ્યક છે. લક્ષ્યમાં અવઢવ ન થાય, માણસ એના ઉપર ટકી રહે તો તે જીવનમાં સફળ થઈ શકે છે. કોઈ વ્યક્તિ પ્રવાસ માટે પ્રસ્થાન કરે છે પરંતુ તે ત્યારે જ પોતાના ગંતવ્ય ઉપર પહોંચી શકશે કે જ્યારે તે સતત ચાલતો રહે, સાચી દિશામાં ચાલતો રહે. સંકલ્પ, લક્ષ્ય અને શ્રદ્ધા બદલાતાં રહે તો માણસ કયાંય નહિ પહોંચી શકે. જીવનની લગામ સફળતાનું બીજું સૂત્ર છે ધૃતિ. ધૃત્તિ પ્રબળ હોવી જોઈએ. ધૃતિમાં દુર્બળતા આવી જાય તો પગ અટકી પડે છે. એ વ્યક્તિનું નિષ્ક્રમણ સારું નથી બનતું જેની ધૃતિ નબળી પડી જાય છે. ચાણક્ય અનેક યુદ્ધ હારી ગયો, તેનું સૈન્ય વેરવિખર થઈ ગયું, અનેક ગામ-નગર તેના હાથમાંથી છિનવાઈ ગયાં, છતાં તે નિરાશ ન થયો. સઘળું ચાલ્યા જવા અસ્તિત્વ અને અહિંસા : ૨૪૩ Page #245 -------------------------------------------------------------------------- ________________ છતાં તેની ધીરજ ટકી રહી. એનું પરિણામ આવ્યું કે એક દિવસ ચાણક્ય નંદના મહાન સામ્રાજ્યને નષ્ટ કરી નાખ્યું . સફળતાની શક્તિ ધૃતિ છે. જો સંકલ્પશક્તિ કામમાં લેનાર વ્યક્તિ એવી ભાવના કરે કે મારી ધૃતિ મારી પાસે ટકી રહેશે તો એ વ્યક્તિ જીવનમાં કયારેય અસફળ નહિ થાય. એ ધૃતિ બની રહે તો તમામ અવરોધો પાર થઈ જાય છે, નિયમન કરનારી શક્તિ ઉપલબ્ધ થઈ જાય છે. પોતાના આત્માની લગામ જેના હાથમાં રહે છે, તે ક્યારેય છેતરાતો નથી. જેના હાથમાં ધૃતિ છે, તેના હાથમાં જીવનની લગામ છે. એના ભરોસે માણસ પોતાના જીવનને યોગ્ય રીતે ચલાવી શકે છે. નિષ્ક્રમણ પણ એ જ વ્યક્તિનું સફળ થાય છે કે જેના હાથમાં ધૃતિ હોય છે. અપ્રમાદ સફળતાનું ત્રીજું સૂત્ર છે અપ્રમાદ, આળસ અને પ્રમાદે કોણ જાણે કેટકેટલી વ્યક્તિઓની જીવનનૌકાઓ ડૂબાડી દીધી હશે ! મહાવીર નિરંતર ચાલતા રહ્યા, ચાલતા જ રહ્યા. એમનો પુરુષાર્થ કયારેય સૂઈ ન ગયો તેથી તેમનું નિષ્ક્રમણ સફળ થઈ ગયું. પરાક્રમની જ્યોતિ એટલો બધો પ્રકાશ આપે છે કે માણસ કયારેય બુઝાતો જ નથી. જ્યાં સુસ્તી આવે છે, શિથિલતા આવે છે, ત્યાં સફળ થનારું કામ પણ નિષ્ફળ થઈ જાય છે. પુરુષાર્થ વગર કશું જ સાધી શકાતું નથી. આપણે ઇતિહાસનું અવલોકન કરીએ. જે વ્યક્તિઓએ પુરુષાર્થ અને પરાક્રમનું જીવન જીવ્યું છે, તેઓ પોતાના જીવનમાં ખૂબ સફળ બની છે. આપણે મહાવીરને વાંચીએ, આચાર્ય ભિક્ષુને વાંચીએ, આચાર્ય તુલસીને વાંચીએ. આ તમામની સફળતાનું રહસ્ય પુરુષાર્થ છે. આચાર્ય ભિક્ષુ વિશે જે સાહિત્ય લખવામાં આવ્યું, એમાં એ વાત અત્યંત મુખ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવી કે આચાર્ય ભિક્ષુ અતુલ પરાક્રમી હતા. એમ કહેવાય છે કે સિત્યોતેર વર્ષની અવસ્થા સુધી તેમનો પુરુષાર્થ નિરંતર ચાલતો રહ્યો. આચાર્ય ભિક્ષુનો અંતિમ ચાતુર્માસ સિરિયારીમાં હતો. જીવનના સંધ્યાકાળે પણ તેઓ પંચમી દૂર જતા હતા, ગોચરી પણ કરતા હતા, પ્રતિક્રમણ પણ ઊભા ઊભા કરતા હતા. એમનો એ પુરુષાર્થ તેરાપંથના વિકાસનો આધાર બની ગયો. અપ્રમાદઃ વીતરાગતા પુરુષાર્થ જાગે છે તો અંતરાત્મા જાગી ઊઠે છે. પુરુષાર્થ સૂતો હોય – અસ્તિત્વ અને અહિંસા - ૨૪૪ - Page #246 -------------------------------------------------------------------------- ________________ છે તો અંતરાત્મા પણ સૂઈ જાય છે. આ સૂઈ જવાનું, આરામ કરવાનું ભારે ખતરનાક હોય છે. આ અવસ્થામાં સાતમા ગુણસ્થાન-અપ્રમત ગુણસ્થાન સુધી પહોંચવાનું મુશ્કેલ બની જાય છે. નિષ્ક્રમણનું લક્ષ્ય વીતરાગ બનવાનું છે. શું અપ્રમાદ વીતરાગતા નથી ? અપ્રમાદ અને વીતરાગતા વચ્ચે શો તફાવત છે ? સાતમા ગુણસ્થાનને પામવું મુનિના હાથમાં છે. તે જ્યારે ઇચ્છે ત્યારે સાતમા ગુણસ્થાને જઈ શકે છે. માનવીની આંખ કમજોર છે. ચશ્મા લગાવ્યા અને વાંચવાની સ્થિતિ થઈ ગઈ. એ જ વાત અપ્રમાદની છે. અપ્રમાદની ઉપલબ્ધિ વ્યક્તિના હાથમાં છે. અવરોધ છે જિજીવિષા કેટલાક લોકો આગળ વધી જાય છે પરંતુ થોડાંક કષ્ટનો અનુભવ થતાં જ તેઓ પાછા વળી જાય છે. કદાચ આ જીવનનો મોહ, જિજીવીષા સાધનામાં બહુ મોટો અવરોધ છે. માણસમાં જીવનનો એવો પ્રબળ મોહ હોય છે કે તે મરવાની વાત વિચારી જ નથી શકતો. શક્ય એ છે કે જે વ્યક્તિ મરવાની તૈયારીને પોતાની સામે નથી રાખતી, તેનું નિષ્ક્રમણ સારું નથી થતું. સફળ ધાર્મિક અને સફળ મુનિ એ જ બની શકે કે જે હંમેશાં મરવાની તૈયારી રાખતો હોય, જે મૃત્યુથી ડરતો ન હોય એનો સંકલ્પ જ દૃઢ રહી શકે છે. મૃત્યુથી ડરનાર વ્યક્તિનો સંકલ્પ ડગમગી જાય છે. જીવનની આ આંકાક્ષા સૌથી મોટો અવરોધ છે. માણસ વિચારતો રહે છે કે આવું સુખ-સુવિધામય જીવન ચાલ્યા જ કરે, કયારેય દુઃખ ન આવી જાય, મૃત્યુ ન આવી જાય. ‘માનવી મૃત્યુધર્મા છે’ તે આ સચ્ચાઈને જાણવા છતાં નથી જાણતો, અજાણ બની રહે છે. બે ગ્રંથિઓ જે જન્મે છે તે મરે છે, પરંતુ જેટલો ડર મૃત્યુનો છે એટલો ડર અન્ય કોઈનો નથી. મૃત્યુના અવિચળ નિયમને સૌ કોઈ જાણે છે છતાં જેટલો મોહ જીવનનો છે અને જેટલો ભય મૃત્યુનો છે એટલો કોઈ અન્ય ચીજનો હશે કે કેમ, તે એક પ્રશ્ન છે. જીવનની આશંસાની ગ્રંથિ અને મૃત્યુના ભયની ગ્રંથિ- આ બંને ગ્રંથિઓ ભયાનક છે અને તે આપણી પાછળ પડેલી છે. એ બંને ગ્રંથિઓ માણસને પજવતી રહે છે છતાં માણસ તેમને છોડવા નથી માગતો. જીવન છૂટી જવું એમાં માણસની વિવશતા છે, ઇચ્છા નથી. જો બન્ને અસ્તિત્વ અને અહિંસા ૧૨૪૫ Page #247 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથિઓથી મુક્તિ થઈ જાય તો જીવનમાં સફળતા જ સફળતા પ્રાપ્ત થાય છે, વ્યક્તિને પોતાના લક્ષ્યથી કોઈ ચળાવી શકતું નથી. સમાધાન છે અનુપ્રેક્ષા પ્રશ્ન છે કે આ બધી પરિસ્થિતિઓ સાથે શી રીતે મેળ પાડવો ? આ તમામનું એક સમાધાન છે અપેક્ષા. શ્રદ્ધાને નિરંતર એક સમાન બનાવી રાખવા માટે, ધૃતિને કાયમ ટકાવી રાખવા માટે, પરાક્રમને જાગૃત રાખવા માટે, જિજીવીષા અને મૃત્યભયથી મુક્તિ મેળવવા માટે જરૂર છે અનુપ્રેક્ષાની. રાજા ભરત પણ ચક્રવર્તી હતો અને રાજા બ્રહ્મદત્ત પણ ચક્રવર્તી હતો. જેને સાહિત્યનો અભ્યાસ કરનાર વ્યક્તિ જાણે છે કે ભરતનું જીવન કેવું હતું અને બ્રહ્મદત્તનું જીવન કેવું હતું. ભારત અને બ્રહ્મદત્તના જીવનમાં જે તફાવત જોવા મળે છે તેનું એક કારણ અનુપ્રેક્ષા છે. એવી રાજ પરંપરા હતી કે જ્યારે રાજા જાગૃત હોય ત્યારે મંગલપાઠકો મંગળ ધ્વનિ કરતા. જ્યારે શંખ વગાડવામાં આવતો, ત્યારે રાજા જાગૃત થતા. ચક્રવર્તી ભરતે મંગલપાઠકોને એવો નિર્દેશ આપ્યો હતો કે જ્યારે મંગળધ્વનિ કરવામાં આવે ત્યારે આ સૂત્રનું ઉચ્ચારણ પણ કરવામાં આવે – વધતે ભયમ્-ભય વધી રહ્યો છે. ભરત ચક્રવર્તી આ પ્રયોગને કારણે અભય બની ગયા, અનાસક્ત બની ગયા. તેઓ વિશાળ સામ્રાજ્યના અધિનાયક હતા છતાં ભીતરમાં અનાસક્તિ પ્રબળ હતી અને તે અનાસક્તિ એટલી બધી વધી કે તેઓ મહેલમાં બેઠા બેઠા જ કેવલી બની ગયા. અમોઘ સૂત્ર આ અનુપ્રેક્ષાનો પ્રયોગ જીવનને બદલવાનો શક્તિશાળી પ્રયોગ છે. જો જીવનમાં આ પ્રયોગ આવી જાય તો વિચલનની ભાવના ઉત્પન્ન જ નહિ થઈ શકે. અનુપ્રેક્ષાનો પ્રયોગ ન કરનાર મુનિ જીવનમાં વિચલિત થઈ જાય છે. મહાવીરનું આ વચન મહત્ત્વપૂર્ણ છે- જે મુનિ શ્રદ્ધા, વૃતિ અને પરાક્રમને ટકાવી રાખવાનો પ્રયોગ નથી કરતો, તેનો ગૃહત્યાગ નગૃહત્યાગ જેવો બની રહે છે. જીવનની સફળતા માટે નિરંતર ચાલ્યા કરવું, પ્રયોગના તાપમાં પોતાની જાતને પકાવતાં રહેવું અત્યંત શ્રેયસ્કર છે અને સફળતાનું એ જ અમોઘ સૂત્ર પુરવાર થઈ શકે છે. ——- અસ્તિત્વ અને અહિંસા , ૨૪૬ —— Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨ પણ સંકલિકા ૦ સે કિટ્ટુતિ તેસિં સમુઠિયાણ શિબિરૂદંડાણં સમાવિયાણ પષ્ણાણમંતાણં ૭ મુનિમગ્ન . (આયારો ૬/૩) ૮ એયં ખુ મુણી આયાણ સયા સુઅકખાય ઘમ્મ વિધૂતક ણિગ્લોસઇત્તા. (આયારો ૬/૫૬) ૦ પણયા વીરા મહાવીહિં. (આયારો ૧/૩૭) ૦ આયાણ ભો ! સુસૂસ ભો ! ઘૂયવાદ પવેદઇસ્લામિ. (આયારો ૬/૨૪) 0 વિસેણિ કટુ પરિણાએ. (આયારો ૬/૬૮) ૦ મહત્ત્વપૂર્ણ શબ્દ બૌદ્ધતંત્ર- લલના, રસના અને અવધૂતિ શૈવતંત્ર-ઇડા, પિંગલા અને સુષુમ્મા 0 સર્વાર્થસિદ્ધના દેવતા અને એક વર્ષના દીક્ષિત મુનિ ૦ મહાપથ : મહાવીથિ 0 અવધૂતમાંથી બન્યો છે ધડ શબ્દ ૦ અવધૂતની વ્યાખ્યા ૦ અવધૂત દર્શનનું હાર્દ ૦ અવધૂત બનવાની પ્રક્રિયા ૦ પ્રેક્ષાધ્યાનના પ્રયોગ : અવધૂતદર્શન ૦ ધુતવાદના પ્રયોગ કુંડલિની શક્તિનું જાગરણ ૦ અવધૂત દર્શનનો નિષ્કર્ષ --- ----- અસ્તિત્વ અને અહિંસા , ૨૪૭ ----- Page #249 -------------------------------------------------------------------------- ________________ અવધૂત દર્શન અવધૂતોનું જગત એક નવું જગત કે જેનાથી આપણે પરિચિત નથી, એ છે અવધૂતોનું જગત. લોકો ભૂતોથી પિરિચત છે પરંતુ અવધૂતોથી પરિચિત નથી. અવધૂત વિચિત્ર પ્રકારના માણસો હોય છે. આચારાંગમાં કહેવામાં આવ્યું કે ખણ જાણાહિ પંડિએ- ક્ષણને જાણો. આ વાક્યને આપણે જાણીએ છીએ, પરંતુ તેની પાછળ સાધનાની જે એક સમગ્ર પદ્ધતિ રહેલી છે તે આપણે નથી જાણતા. એમ લાગે છે કે શબ્દોની સાથે જે ગુરુ પંરપરા જોડાયેલી હતી, તે છૂટી ગઈ. ક્ષણ શબ્દ સામાન્ય નથી. બૌદ્ધતંત્રોમાં એનું વ્યાપક વર્ણન મળે છે. ક્ષણ વિચિત્રવિમર્શ, વિમર્શ વગેરે પદ્ધતિઓ દ્વારા તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આજે સ્થિતિ એવી છે કે નૈષ્કર્મ્સની પદ્ધતિ છૂટી ગઈ એટલે કે અવધૂતની સાધના વિસરાઈ ગઈ. કાપાલિકોમાં ઔધડ સંપ્રદાય ચાલે છે. આ ઔધડ શબ્દ અવધૂતમાંથી બનેલો છે. ઔધડ એ છે કે જેની પ્રજ્ઞા જાગી જાય છે. માત્ર પ્રજ્ઞાનું જ નહિ, સમતાનું પૂર્ણ દર્શન અવધૂત શબ્દમાં સમાયેલું છે. પ્રશ્ન સુખનો બૌદ્ધતંત્રમાં ત્રણ શબ્દો મળે છે-લલના, રસના અને અવધૂતિ. શૈવતંત્રમાં ત્રણ શબ્દો પ્રયોજાયેલા છે-ઇડા, પિંગલા અને સુષુમ્ગ્રા. આ હાર્દ સૌ કોઈએ પકડ્યું- જ્યાં સુધી ચેતના ઉપર તરફ નહિ જાય, ચેતનાનું ઊર્ધ્વરોહણ નહિ થાય ત્યાં સુધી સુખનો અનુભવ નહિ થાય. ચેતના નીચે જવાનો અર્થ સુખના દરવાજા બંધ થવા એ છે. જૈન આગમમાં કહેવામાં આવ્યું કે એક વર્ષનો દીક્ષિત મુનિ સર્વાર્થ સિદ્ધના દેવતાઓનાં સુખોને પણ પાર કરી જાય છે. એક વર્ષના દીક્ષિત મુનિને જેટલું સુખ પ્રાપ્ત થાય છે, એટલું સુખ સર્વાર્થ સિદ્ધના દેવાતાઓને પણ ઉપલબ્ધ થતું નથી. સર્વાર્થ સિદ્ધના દેવતાઓને વિરાટ સુખ ઉપલબ્ધ અસ્તિત્વ અને અહિંસા ૨૪૮ Page #250 -------------------------------------------------------------------------- ________________ છે. સામાન્ય માણસને તેનો એક કરોડમો ભાગ પણ પ્રાપ્ત નથી. એટલા બધા સુખ કરતાં પણ વધારે સુખ એક વર્ષના દીક્ષિત મુનિને મળે છે ! મહાપથ : મહાવીથિ પ્રશ્ન થાય છે કે આ સુખ ક્યાંથી આવ્યું ? દેવતાઓને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત છે, વિશાળ વૈભવ અને સમૃદ્ધિ પ્રાપ્ત છે. પરંતુ એક મુનિ પાસે શું હોય છે ? એની પાસે ન મકાન હોય છે, ન કપડાં હોય છે, ન ખાવાની વ્યવસ્થા હોય છે, ન રહેવાની વ્યવસ્થા હોય છે એમ છતાં આટલું બધું સુખ કયાંથી આવે છે ? પોતાની અંદર એટલું બધું સુખ છે કે દેવતાઓની પાસે પણ નથી. આપણે આગમની આ વાતને, જે અનુભવની વાત છે-કાલ્પનિક માની શકીશું નહિ. એનું વર્ણન મહાવીથિમાંથી મળે છે. શૈવતંત્રનો શબ્દ છે મહાપથ અને આચારાંગનો શબ્દ છે મહાવીથિ. આ મહાવીથિ શું છે ? એનું રહસ્ય શું છે ? અવધૂત, મહાવીથિ વગેરે શબ્દોની પાછળ જે રહસ્ય હતું, તે છૂટી ગયું. માત્ર શબ્દો રહી ગયા, અર્થની ભાવના વિસરાઈ ગઈ. અવધૂત હતા આચાર્ય ભિક્ષુ અવધૂતનું દર્શન સમતાનું દર્શન છે, કુંડલિની શક્તિના જાગરણનું દર્શન છે, સુષુમ્હાના ઉદ્ઘાટનનું દર્શન છે, ચેતનાના ઊર્ધવારોહણનું દર્શન છે. જ્યારે ચેતના ઉપર પહોંચી જાય છે ત્યારે સઘળી પરિસ્થિતિઓ બદલાઈ જાય છે. આ જગતમાં અનેક વિલક્ષણ સંતો થઈ ગયા છે. પ્રશ્ન છે કે સંતોમાં વિલક્ષણતા કેવી રીતે આવે છે ? વિલક્ષણતાનું રહસ્ય શું છે ? એ વિલક્ષણતા આવે છે ક્ષણદર્શનથી, અવધૂત બનવાથી, સંતોનું જીવન ઊલટું હોય છે. આપણે આચાર્ય ભિક્ષુનું જીવન વાંચીએ, એકનાથ અને નામદેવનું જીવન વાંચીએ, કબીરનું જીવન વાંચીએ. એમના જીવનની વાતો અસામાન્ય જ મળે છે. એક વ્યક્તિએ આચાર્ય ભિક્ષુને કહ્યું કે આપનું મુખ જોનાર નરકમાં જાય છે. આચાર્ય ભિક્ષુ આવું સાંભળીને પણ શાંત રહ્યા. તેમણે પૂછ્યું કે તમારું મુખ જોનાર કયાં જાય છે ? પેલી વ્યક્તિએ જવાબ આપ્યો સ્વર્ગમાં. આચાર્ય ભિક્ષુ બોલ્યા- મારા અસ્તિત્વ અને અહિંસા : ૨૪૯ Page #251 -------------------------------------------------------------------------- ________________ માટે આ વાત ખૂબ સારી છે. આવી વાત એવી જ વ્યક્તિ કહી શકે કે જેનું જીવન અવધૂત બની ગયું હોય. અવધૂત હતા ગણાધિપતિ તુલસી કેટલીક વ્યક્તિ એવી હોય છે કે જે સાધના કરીને આવે છે અને કેટલીક વ્યક્તિ એવી હોય છે કે કે જે વર્તમાનમાં સાધના કરીને અવધૂત બને છે. અવધૂતોનું દર્શન પોતે જ ભારે વિચિત્ર હોય છે. ભિવાની ગામમાં કેટલીક વ્યક્તિઓ ગણાધિપતિ પાસે ગઈ. તેમણે કહ્યું કે અમે આપની સાથે શાસ્ત્રાર્થ કરવા ઇચ્છીએ છીએ. ગણાધિપતિશ્રીએ કહ્યું - આજનો જમાનો શાસ્ત્રાર્થનો નથી. તમે શાસ્ત્રાર્થ કરવાનું કેમ ઇચ્છો છો ? અમારું ખાસ પ્રયોજન છે. ગણાધિપતિશ્રીએ પૂછ્યું – તમે શું ઇચ્છો છો ? પેલી વ્યક્તિઓ આર્ય સમાજ સાથે સંબંધિત હતી, ભલા માણસો હતા. તેમણે સાચી વાત વ્યક્ત કરતાં કહ્યું કે અમે આપને પરાજિત કરવા ઇચ્છીએ છીએ. ગણાધિપતિશ્રીએ કહ્યું કે બસ આટલી નાનકડી વાત માટે તમે શાસ્ત્રાર્થ કરવા માગો છો ? તમે એમ માની લો કે હું હારી ગયો અને તમે જીતી ગયા. તમે બજારમાં જઈને મારા તરફથી એવી જાહેરાત કરી શકો છો કે ગણાધિપતિ તુલસી હારી ગયા અને અમે જીતી ગયા. આવો જવાબ સાંભળીને આગંતુક વ્યક્તિઓ સ્તબ્ધ બની ગઈ. ‘હું હારી ગયો’ આવી વાત કોઈ અવધૂત વ્યક્તિ જ કરી શકે, સામાન્ય વ્યક્તિ ન કરી શકે. નવું દ્વાર ખૂલે આપણા સામાન્ય જગતથી અલગ છે અવધૂતોનું જગત. અવધૂત એટલે શરીરને એવી રીતે પ્રકંપિત કરવું કે જેનાથી જમા થયેલો મળ નીકળી જાય, થોડાંક નવાં દ્વાર ખૂલી જાય. પ્રેક્ષાધ્યાનનો એક પ્રયોગ છે અંતર્યાત્રા. એ ચેતનાના ઊર્ધ્વરોહણનો પ્રયોગ છે. ચેતનાને ઉપર શી રીતે લઈ જવી- આ વાત જાણવી જરૂરી છે. જ્યાં સુધી ચેતનાના અસ્તિત્વ અને અહિંસા ૨૫૦ Page #252 -------------------------------------------------------------------------- ________________ ઊર્ધ્વરોહણના માર્ગનું જ્ઞાન નથી થતું ત્યાં સુધી ઊર્ધ્વરોહણનો પ્રયોગ સફળ નથી થતો. જ્યાં સુધી ઇડા અને પિંગલામાં ચેતનાનો પ્રવાહ રહે છે ત્યાં સુધી ગ્રાહ્ય અને ગ્રાહક્નો ભાવ જળવાઈ રહે છે. જ્યારે ચેતનાનો પ્રવાહ સુષુમ્હામાં થાય છે, ત્યારે ગ્રાહ્ય-ગ્રાહકનો ભાવ સમાપ્ત થઈ જાય છે. એક નવો દરવાજો ખૂલે છે એ અવસ્થામાં સમતાની ચેતના જાગે છે, મધ્યસ્થતાની ચેતના જાગે છે. અવધૂત બનવાની પ્રક્રિયા આચારાંગમાં કહેવામાં આવ્યું કે જે નિર્જરાપેક્ષી છે એણે મધ્યસ્થ થવું પડશે. જો જમણી કે ડાબી બાજુ ચેતનાનો પ્રવાહ રહેશે તો આપણે કયારેક આ તરફ ઝૂકી જઈશું કે કયારેક બીજી તરફ ઝૂકી જઈશું. જે મધ્યસ્થ છે, તેની ચેતનાનો પ્રવાહ સુષુમ્હામાં હશે. આ મેરુદંડનું સ્થાન, કરોડરજ્જુનું સ્થાન, માત્ર આરોગ્ય માટે જ મહત્ત્વનું નથી, પરંતુ ચેતનાને ઉપર લઈ જવાનું, અંતર્મુખી બનવાનું સૌથી સુંદર સાધન છે. આ અંતર્યાત્રાનો પ્રયોગ અવધૂત બનવાની પ્રક્રિયા છે. જ્યારે વ્યક્તિ આ ભૂમિકા ઉપર આરોહણ કરે છે, અવધૂત બને છે ત્યારે તેની અંદર સમતાની ચેતના જાગી જાય છે. પ્રજ્ઞા : સમતા આચારાંગ સૂત્રમાં અવધૂત માટે બે શબ્દો પ્રયોજાયેલા છે સમાહિયાણં પણ્ણાણમંતાણં – અવધૂત એ છે કે જે સમાહિત છે, પ્રજ્ઞાવાન છે. જે બુદ્ધિમાન નથી પરંતુ પ્રજ્ઞાવાન છે. બુદ્ધિની સાથે તર્ક જોડાયેલો છે. આપણે તર્કોની જાળ બિછાવી રાખી છે. એમ લાગે છે કે આપણે પ્રજ્ઞાનો દરવાજો ખોલવા જ નથી માંગતા. પ્રજ્ઞાવાન એ છે કે જે સમાહિત છે, બુદ્ધિથી પરની ચેતનામાં જીવે છે. પ્રજ્ઞા અને સમતા એ બન્ને અલગ નથી. પ્રજ્ઞા અને સમાધિ પણ અલગ નથી. સમતા : આત્મદર્શન બૌદ્ધ તંત્રમાં લલનાને પ્રજ્ઞા-સ્વભાવા માનવામાં આવી છે. એનો અર્થ છે-ઇડા પ્રજ્ઞા સ્વભાવવાળી છે. જ્યારે પ્રજ્ઞા જાગે છે ત્યારે સમતાની ચેતનાનું જાગરણ થાય છે. આપણે સામાયિક અને સમતાની વાતો ઘણી કરીએ છીએ, પરંતુ જ્યાં સુધી આપણને અવધૂત દૃષ્ટિ મળતી અસ્તિત્વ અને અહિંસા ઃ ૨૫૧ ww Page #253 -------------------------------------------------------------------------- ________________ નથી, સંસ્કારોને પ્રકંપિત કરનારી નિર્જરાની દૃષ્ટિ મળતી નથી ત્યાં સુધી સમતાની ચેતના જાગતી નથી, વિષમતાના જે ઊંડા સંસ્કારો જામેલા છે તે છૂટતા નથી. ઈગો અને અહંકાર વ્યક્તિને પજવતા રહે છે. ફ્રોઈડ ઈગો સુધી પહોંચ્યા. ચૂંગ ઈગોથી પર ગયા, આત્માની નજીક પહોંચી ગયા. આત્માની નજીક પહોંચ્યા વગર સમતાની વાત આવતી નથી. તે આત્મદર્શનની સાથે જ આવે છે. ધૂતવાદઃ અનેક પ્રયોગો આ અવધૂતનું ર્શન એક નવું જીવન દર્શન છે, પ્રજ્ઞા અને સમતાના જાગરણનું દર્શન છે. જીવનમાં જ્યારે અવધૂતનું દર્શન પ્રગટ થાય છે ત્યારે સાચા અર્થમાં ધૂત થાય છે. વસ્ત્રનું ધૂત, પરિવારનું ધૂત, ઠંડીગરમીનું ધૂત આ બધા કુંડલિની શક્તિને જગાડવાના મોટા પ્રયોગો છે. વસ્ત્ર રાખવું કે ન રાખવું તે અલગ વાત છે, પરંતુ એ વાત ઉપર ધ્યાન આપવું જોઈએ કે વસ્ત્ર રાખવાથી પ્રકૃતિ સાથે સંપર્કમાં જે એક અવરોધ પેદા થાય છે, તે વસ્ત્ર ન રાખવાથી દૂર ખસી જાય છે. અચેલ અવસ્થામાં પ્રકૃતિની સાથે જે સીધો સંપર્ક થાય છે, ચેતનાના જાગરણનો જે અવસર ઉપલબ્ધ થાય છે, તે સવસ્ત્ર અવસ્થામાં નથી થતો. સ્મશાનનું પણ ધૂત હોય છે. સ્મશાનમાં જઈને ધ્યાન કરવું એ સાધનાનો એક વિશિષ્ટ પ્રયોગ છે. જૈન આગમ સાહિત્યમાં સ્મશાન-પ્રતિમાનો ઉલ્લેખ છે. એક રાત્રિની સ્મશાન પ્રતિમાને સહન કરવી મુશ્કેલ છે. એ ભયંકર સાધના છે. એ અનિવાર્ય છે કે સ્મશાન પ્રતિમામાં કોઈ ને કોઈ વિદન અચૂક આવશે. જે વ્યક્તિ તેને સહન કરી લે છે, તેને વિશેષ સિદ્ધિ મળી જાય છે અને જે વિચલિત થઈ જાય છે, તે પાગલ બની જાય છે. અવધૂત દર્શનઃ નિષ્કર્ષ અવધૂતનું દર્શન છે – ચેતનાનું ઊર્ધ્વરોહણ થાય, પ્રજ્ઞા અને સમાધિ જાગે, સમતાની ચેતના જાગે. અવધૂત દર્શનનો નિષ્કર્ષ છેઆત્મા સુધી પહોંચવું હોય તો ચેતનાને ઉપર લઈ જવી પડશે. આપણી ચેતના નાભિથી જેટલી ઉપર રહેશે એટલું જ સહજ સુખ, એટલો સહજ આનંદ અને એટલી સહજ શક્તિનું જાગરણ થશે. આપણી ચેતના નાભિની આસપાસ અથવા તેની નીચે કેન્દ્રિત રહેશે તો સ્વાભાવિક સુખ ——- અસ્તિત્વ અને અહિંસા , ૨પર –– – Page #254 -------------------------------------------------------------------------- ________________ અને આનંદ સમાપ્ત થઈ જશે. જે લોકોએ આનંદ કેન્દ્ર, દર્શનકેન્દ્ર અને જ્યોતિકેન્દ્ર ઉપર લાંબા સમય સુધી ધ્યાનનો પ્રયોગ કર્યો છે, તેઓ જાણે છે કે ભીતરમાં કેટલું બધું સુખ છે ! તે સુખ પામવા માટે જરૂર છે-ચેતનાના ઊર્ધ્વરોહણની, અવધૂતની પ્રક્રિયાને જીવવાની, આચારાંગમાં અવધૂત દર્શનનું વિસ્તૃત વિવેચન ઉપલબ્ધ છે. જો આપણે તેનું સમ્યક્ મનન કરીએ, અનુશીલન કરીએ તો એક નવો અનુભવ થશે, એક નવા જગતનો સાક્ષાત્કાર થશે. અસ્તિત્વ અને અહિંસા ૨૫૩ Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનઃ 3. N સંકલિકા ૦ ગામેવા અદુવા રણે ? Pવ ગામે બેવ રણે ધમ્મમાયાણ-પવેદિત માહeણ મઈમયા / ૦ જામા તિણિ ઉદાહિયા, જેસુ અમે આરિયા સંબઝમાણા સમુઠિયા / (આયારો ૮/૧૪, ૧૫) 0 અનેકાન્તની ઉપયોગિતા મહત્ત્વપૂર્ણ પ્રશ્નસાધના ક્યાં કરવી – ગામમાં કે જંગલમાં? બે અભિમત – સાધના ગુફામાં કે એકાંત જગાએ જ શક્ય છે? એકાન્ત સાધના નપિલાયન છે. ૦ જ્યાં આત્મદર્શન છે, ત્યાં સાધના છે. જ્યાં આત્મદર્શન નથી, ત્યાં સાધના નથી. ૦ આત્મદર્શી વ્યક્તિનું ચિંતન ૦ સાધનાનું રહસ્યઃ એક્લાપણાની અનુભૂતિ ૦ સાધનાની પવિત્ર ભૂમિકા ૦ દેશ અને કાળનો પ્રશ્ન ૦ મુખ્ય પ્રશ્નઃ ગૌણ પ્રશ્ન અસ્તિત્વ અને અહિંસા , ૨૫૪ – Page #256 -------------------------------------------------------------------------- ________________ સાધના ક્યાં અને ક્યારે ? આપણી સમક્ષ જેટલા પદાર્થો છે, જેટલી વ્યક્તિઓ અને જેટલી ઘટનાઓ છે, જેટલી સમસ્યાઓ અને જેટલી પરિસ્થિતિઓ છે, જો તે તમામની વ્યાખ્યા કરીએ તો બે સ્થિતિઓ પ્રસ્તુત થશે કાં તો આપણે બિલકુલ અસત્યમાં ચાલ્યા જઈશું કાં તો આપણે સત્યની ખૂબ નજીક પહોંચી જઈશું, સત્યની ભૂમિકા સુધી પહોંચી જઈશું. જો આપણે નિરપેક્ષ એકાંતવાદની મદદ લઈશું તો આપણે ચોક્કસ રૂપે અસત્યની ભૂમિકામાં ચાલ્યા જઈશું. જો આપણે થોડીક અનાગ્રહ દૃષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણે સત્યના પરિઘમાં પહોંચી જઈશું. જો આપણે સાપેક્ષ દૃષ્ટિનો પ્રયોગ કરીશું તો આપણે સત્યની અંદર પ્રવેશ પામી જઈશું. સાપેક્ષવાદ ભગવાન મહાવીરે સાપેક્ષવાદનું સૂત્ર રજૂ કર્યું, અનેકાન્તવાદ, વિભજ્યવાદ અને સ્યાદ્વાદનું દર્શન આપ્યું. મહાવીરે કહ્યું કે જો આપણે સાપેક્ષવાદનો પ્રયોગ નહિ કરીએ,માત્ર નિરપેક્ષ દૃષ્ટિથી ચાલીશું તો સત્યના મંદિરમાં આપણો પ્રવેશ નહિ થાય. આપણે પ્રત્યેક વાતમાં સાપેક્ષ દૃષ્ટિનો પ્રયોગ કરવો જોઈએ. ભલે તે સાધના કે આરાધનાનો પ્રશ્ન હોય, દુકાન કે ઓફિસનો પ્રશ્ન હોય. રસોડામાં પણ અનેકાન્તનો પ્રયોગ આવશ્યક છે, દુકાન અને ઓફિસમાં અનેકાન્તનો પ્રયોગ આવશ્યક છે, કોઈ મિલ કે ફેક્ટરીને ચલાવવા માટે પણ અનેકાન્તનો પ્રયોગ આવશ્યક છે. જો અનેકાન્તનો પ્રયોગ થશે તો સમન્વય સધાશે, મૈત્રી સધાશે, પરસ્પરતા સધાશે. જો એકાંતનો પ્રયોગ થશે તો સંઘર્ષ વધશે, લડાઈઓ વધશે. અનેકાન્તષ્ટિ એક એવું તત્ત્વ છે કે જેના સહારે આપણે વ્યવહારની સમસ્યાઓને પણ ઉકેલી શકીએ છીએ, પારમાર્થિક સમસ્યાઓનું સમાધાન પણ પામી શકીએ છીએ. સાધના ક્યાં કરવી ? એક પ્રશ્ન છે કે સાધના ક્યારે કરવી ? ક્યાં કરવી ? આ પરમાર્થનો અસ્તિત્વ અને અહિંસા ૨૫૫ Page #257 -------------------------------------------------------------------------- ________________ એક પ્રશ્ન છે, જે ખૂબ ગુંચવાયેલો છે. કેટલાક લોકો એમ કહે છે કે હિમાલયની ગુફાઓમાં જ સાધના સારી રીતે થઈ શકે છે, એકાંત અને નિર્જન જગ્યાએ જ ધર્મની આરાધના સભ્ય બની શકે છે. આ જગતના કોલાહલ વચ્ચે રહીને સાધના કેવી રીતે શક્ય બને ? જ્યાં પ્રદૂષણ હોય, વાતાવરણ શુદ્ધ ન હોય, હવા પણ શુદ્ધ ન હોય, ત્યાં સાધના ક્વી રીતે થાય ? આ મત એવી વ્યક્તિનો છે કે જેઓ એકાંત સાધનાનો આગ્રહ રાખે છે, હિમાલયની ગુફાઓમાં સાધનાનું સમર્થન કરે છે. કેટલાક લોકોનો ખ્યાલ એવો છે કે એ સાધના જ નથી, પલાયન છે. હિમાલયમાં ચાલ્યા જવું એ પલાયન કરવા જેવું છે. પલાયન કરવાથી શું થશે ? આ પલાયનવાદી મનોવૃત્તિ સારી નથી. એક સાધકે જગતથી પલાયન ન કરવું જોઈએ, પરંતુ લોકોની વચ્ચે રહીને સાધના કરવી જોઈએ. સાધના છે આત્મદર્શન ભગવાન મહાવીરની સામે પણ આવો જ પ્રશ્ન આવ્યો હતો – સાધના ક્યાં થઈ શકે ? ધર્મની આરાધના ક્યાં જઈને કરવી ? સાધના ગામમાં કરવી કે વનમાં ? પહાડોમાં કરવી કે ગુફાઓમાં ? સાધના માટે કયું સ્થળ ઉપયુક્ત છે ? મહાવીરે આ પ્રશ્નનો વિચિત્ર ઉત્તર આપ્યો – સાધના ન તો ગામમાં થઈ શકે છે કે ન તો વનમાં થઈ શકે છે. હકીકતમાં આ પ્રશ્ન એ લોકોના મનમાં ઉદ્ભવે છે કે જેઓ અનાત્મદર્શી છે, જેમણે આત્માને જોયો નથી, જાણ્યો નથી. અનાત્મદર્શી વ્યક્તિ જ આવી વાત કરશે કે સાધના જંગલમાં સારી થાય, કે ગુફામાં સારી થાય. જે વ્યક્તિએ પોતાની જાતને જોઈ છે, પોતાના આત્માનો સાક્ષાત્કાર કર્યો છે, તેની સમક્ષ ગામ કે જંગલનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તેની સામે માત્ર સાધનાનો પ્રશ્ન જ રહે છે. જ્યાં આત્મદર્શન છે ત્યાં જ સાધના છે. આત્મદર્શન કરનાર વ્યક્તિ દસ હજારની ભીડમાં બેઠી હશે કે પછી કોલાહલની વચ્ચે બેઠી હશે, ભલે તે એકાંતમાં હિમાલયની ગુફામાં બેઠી હશે - તેની શાંતિ અને સાધનામાં કોઈ ફરક નહિ પડે. આત્મદર્શી વ્યક્તિની મનઃસ્થિતિ એક અનાત્મદર્શી વ્યક્તિએ કંઈક લખવું હશે તો તે પ્રથમ એકાંત સ્થળની શોધ કરશે. જો એકાંત સ્થળ હશે તો તે કંઈક લખી લેશે. થોડોક પણ કોલાહલ થશે તો તેનું ધ્યાન વેરવિખેર થઈ જશે, તેનું મન ઉદ્વિગ્ન - અસ્તિત્વ અને અહિંસાના ૨૫૬ Page #258 -------------------------------------------------------------------------- ________________ થઈ જશે. તે એમ વિચારે છે કે વાતાવરણ બરાબર નથી તેથી વિચારો જ નથી આવતા, ડિસ્ટર્બન્સ ખૂબ છે. તેનું ધ્યાન લેખનમાંથી છટકી જાય છે. તે ચાહવા છતાં લખી શક્તો નથી. જો આ રીતે ધ્યાનભંગ થતું રહે તો આ જગતમાં એકાંત મળશે ક્યાં ? એ વાત સમજી શકાય છે કે જે વ્યક્તિ નવી નવી હોય તેના માટે નિમિત્તો ઉપર ધ્યાન આપવું જરૂરી છે, પરંતુ હંમેશું એકાંત જ એકાંતનો પ્રશ્ન આવતો રહે તો સાધનાની નિષ્પત્તિ જ શી રહી ? જે વ્યક્તિ એમ જ વિચાર્યા કરે છે કે મારે એકાંતમાં બેસવું છે, એકાંતમાં ધ્યાન કરવું છે, તેણે કદાચ મહાવીરની સાધનાનો મર્મ સમજ્યો જ નથી. સાધના દર્શન મહાવીરનું સાધનાદર્શન આ પ્રમાણે છે – માણસે પોતાની અંદર જવાનો વધુમાં વધુ અભ્યાસ કરવો જોઈએ, પોતાના આત્માને જોવાનો વધુમાં વધુ અભ્યાસ કરવો જોઈએ. જે વ્યક્તિ આત્માને જોવાનો પ્રયાસ કરે છે, તેની સમક્ષ ગામ કે જંગલનો પ્રશ્ન ગૌણ બની જાય છે. જે વ્યક્તિની સમક્ષ આત્માને જોવાનો પ્રશ્ન નથી હોતો તેને માટે ગામ કે જંગલનો પ્રશ્ન માત્ર એક જન્મ પૂરતો જ નહિ, અનેક જન્મો માટે બની રહે છે. આપણે આત્માને જોવાની દિશામાં પ્રસ્થાન કરીએ. માત્ર આત્માને જોઈએ, એકાંત આત્માને જોઈએ. જેણે એત્ત્વ અનુપ્રેક્ષાને બરાબર સમજી હશે, એકત્વ અનુપ્રેક્ષાને જીવવાનો અભ્યાસ કર્યો હશે, પોતાના એકલાપણાની અનુભૂતિ કરી હશે એણે સાધનાનાં રહસ્યો જાણ્યાં છે. ગંતવ્ય છે એકત્વની અનુભૂતિ ભેદવિજ્ઞાન, એકત્વઅનુપ્રેક્ષા, અન્યત્વ અનુપ્રેક્ષા સાધનાનું સૌથી મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. શ્વાસપેક્ષા, શરીઝેક્ષા વગેરે સાધનો છે, પરંતુ ગંતવ્ય તો છે એકત્વની અનુભૂતિ. “હું એકલો છું એવી અનુભૂતિ સુધી પહોંચ્યા વગર લક્ષ્ય સુધી પહોંચી શકાતું નથી. ભલે આપણે હજાર વખત શ્વાસપ્રેક્ષા કરી લઈએ, શરીએક્ષા કે ચેતન્યકેન્દ્રપ્રેક્ષા કરી લઈએ. પરંતુ જ્યાં સુધી એકત્વની અનુભૂતિ નહિ થાય, ભેદવિજ્ઞાનની સિદ્ધિ નહિ મળે, ત્યાં સુધી સમાધાન નહિ થાય. એકત્વની અનુભૂતિ જ સમાધાન આપી શકે છે. જ્યારે વ્યક્તિ એકલાપણાની અનુભૂતિમાં પહોંચી જાય છે ત્યારે સમગ્ર સ્થિતિ બદલાઈ જાય છે. - અસ્તિત્વ અને અહિંસા ક ૨૫૭ Page #259 -------------------------------------------------------------------------- ________________ સંબંધ ચેતનાઃ સંબંધાતીત ચેતના - વ્યવહારનું જગત સંબંધોનું જગત છે. વ્યવહારમાં રહેનાર વ્યક્તિએ સંબંધો નિભાવવા પડે છે. એકલાપણાની અનુભૂતિથી સંબંધચેતનાની સાથોસાથ સંબંધાતીત ચેતનાનો વિકાસ થાય છે. સંબંધાતીત ચેતનાનો વિકાસ કરનાર વ્યક્તિ વ્યવહાર જગતમાં રહેવા છતાં, સંબંધોનું જીવન જીવતી હોવા છતાં પોતાની અંદર રહે છે, પોતાનામાં જ રહે છે. આવી સ્થિતિનું નિર્માણ કરવું એ સાધનાની પવિત્રતમ ભૂમિકા છે. વ્યવહારમાં શ્વાસ લેવો અને પોતાની અંદર રહેવું. બહારના જગતમાં જીવવું અને ભીતરમાં રહેવું – એવી સ્થિતિનું નિર્માણ સાધના દ્વારા જ શક્ય છે. માત્ર એ વાતની જ જરૂર છે કે આપણે એત્ત્વની અનુભૂતિ પ્રત્યે જાગરૂક બની રહીએ. સોની (સુવર્ણકાર) વૃત્તિ સાધનાના ક્ષેત્રમાં સોની (સુવર્ણકાર) વૃત્તિ હોવી જોઈએ. એક સંત શ્લોકમાં સુવર્ણકાર વૃત્તિની વ્યાખ્યા આપતાં કહેવામાં આવ્યું છે કે – નિત્ય જુહોતિ વ્યાણિ, ચૌર્યકારી દિને દિને, શકું મિત્ર ન જાનાતિ, તસ્યાવહ કુલબાલિકા. સંસ્કૃત વિદ્વાને એક કન્યાને પૂછ્યું કે તું કોણ છે ? તું કયા કુળની બાળકી છે ? " તે સુવર્ણકારની કન્યા હતી. એણે રૂપકની ભાષામાં જવાબ આપ્યો કે, જે દરરોજ હોમ કરે છે અને દરરોજ ચોરી કરે છે, કોઈ ભેદભાવ કરતો નથી, શત્રુ અને મિત્ર બન્ને જેના માટે સમાન છે તેની હું કન્યા છું. સોની એવી વ્યક્તિ છે કે જે દરરોજ હોમ કરે છે અને દરરોજ સોનાની ચોરી કરે છે. ભલે રાજાનું કામ હોય, મિત્ર કે ભાઈનું કામ હોય પણ સોની થોડું ઘણું સોનું અવશ્ય ચોરી લેતો હોય છે. સાધક સોની જેવો બનવો જોઈએ. ધ્યાન કરનાર, સાધના કરનાર સાધકે સોની જેવા બનવું જોઈએ. જે સાધક છે તેણે દરરોજ પોતાની વૃત્તિઓનો હોમ કરવો જોઈએ. જે કોઈ વાત ગ્રહણ કરવા યોગ્ય હોય એ વાતને ગ્રહણ કરતા રહેવું જોઈએ. ભલે તે વાત કોઈપણ વ્યક્તિ દ્વારા થઈ હોય. વાત કરનાર શત્રુ હોય કે મિત્ર સાધકે એવો કોઈ ભેદભાવ – અસ્તિત્વ અને અહિંસા , ૨૫૮ – Page #260 -------------------------------------------------------------------------- ________________ કર્યા વગર ગ્રહણીય તત્ત્વોને દરરોજ ગ્રહણ કરતા રહેવું જોઈએ. આવી વૃત્તિ જે વ્યક્તિમાં જાગી જાય છે તે સાધક સાધનાના ક્ષેત્રમાં વિકાસ કરી શકે છે. જો સાધક એકત્વની અનુભૂતિના સૂત્રને પકડી લે, દરરોજ તેની અનુભૂતિ માટે પોતાને સમર્પિત કરતો રહે તો તેની સમક્ષ સાધના ક્યાં કરવી જોઈએ એવો પ્રશ્ન ગૌણ બની જાય છે. આપણે આત્મદર્શી બનીએ. જેને આત્મદર્શનની થોડીક પણ ઝલક મળી જાય છે, જેનાં કદમ આત્મદર્શનની દિશામાં આગળ વધવા માંડ છે, તે એક દિવસ ગામ અને જંગલના પ્રશ્નને સમાપ્ત કરી દે છે. જ્યાં સુધી આત્મદર્શનની ઝલક મળતી નથી ત્યાં સુધી દેશ અને કાળના પ્રશ્ન વિશે વિચાર કરવો પડે છે. આવા સંજોગોમાં એકાંતમાં બેસવું પણ જરૂરી છે, જંગલમાં જઈને સાધના કરવાનું પણ આવશ્યક હોઈ શકે છે. જ્યાં સુધી સાધના પરિપક્વ નથી થતી ત્યાં સુધી દેશ અને કાળના પ્રશ્ન વિશે પણ ચિંતન કરવું પડે છે. મહત્ત્વપૂર્ણ છે સાધનાનો સંકલ્પ પ્રાતઃકાળે ચાર વાગ્યાથી શરૂ કરીને સૂર્યોદય સુધીનો જે સમય છે તે સાધના માટે ઉત્તમ હોય છે. જો એ વખતે દર્શન કેન્દ્ર ઉપર ધ્યાન કરવામાં આવે અથવા તો કોઈ અન્ય કેન્દ્ર ઉપર એકાગ્ર થઈ જવામાં આવે તો આપણને તેનો અનુભવ થવા લાગશે. આ એક એવી અનુભૂત સચ્ચાઈ છે કે જેનો અનુભવ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. આપણે સાધના કરવાનો સંકલ્પ કરીએ. ક્યાં અને ક્યારે સાધના કરવી એ પ્રશ્ન ગૌણ બની જવો જોઈએ. અહીં અને અત્યારે જ કરીએ એવો સંકલ્પ મુખ્ય બની રહેવો જોઈએ. ક્ષેત્ર અને કાળની ઉપયોગિતા હોઈ શકે છે, પરંતુ એથી પણ અધિક મહત્ત્વપૂર્ણ બાબત છે સાધનાનો સંકલ્પ. જે દિવસે આવો દૃષ્ટિકોણ જાગી જશે, સાધનાને વ્યાપક બનાવવાની દિશા મળી જશે એ દિવસે ગામ અને જંગલનો પ્રશ્ન સાધનામાં બાધક નહિ બની શકે. • અસ્તિત્વ અને અહિંસા ૨૫૯ – Page #261 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૩૮ પણ સંકલિકા ૦ અદુવા ગુતી વગોયરલ્સ (આયારો ૮/૨૭). ૦ સલૅસિં પાણાણ સલૅસિં ભૂયાણ સલૅસિં જીવાણું સલૅસિં સત્તાણું અણુવી ભિકબૂ મમાઇકખેજા / અણુવીઇ ભિજ્જુ ધમ્મમાઇકખમાણે-ણો અત્તાણ આસાએwા ણો પર આસાએwા ણો અણાઈ પાણાઇ જીવાઈ સત્તાઈ આસાએા / , (આયારો ૬/૧૦૩-૧૦૪) ૦ અવિ એ હણે અણાદિયમાણે ૦ એચૅપિ જાણ સેયંતિ રસ્થિ ! ૦ કેયં પુરિસે? કે ચણએ? (આયારો ૨/૧૭૫-૧૭૭) ૦ તહેવ ફસા ભાસા, ગુરભૂઓવાણી | ૦ સચ્ચા વિ સા ન વત્તાવ્યા, જઓ પાવક્સ આગમો / ' (દસવેઆલિયે ૭/૧૧) ૦ પ્રશ્ન છે વિવેકનો ૦ મુનિનું લક્ષ્ય ૦ ભાષાવિવેક અહિંસા અને સત્યના સંદર્ભમાં ૦ અનાગ્રવૃત્તિનો વિકાસ ૦ લાહમુક્ત વાતાવરણ ખેચરી મુદ્રા ૦ શાંત સહવાસનું રહસ્યસૂત્ર ૦ ક્યારે કરવો મૌનનો પ્રયોગ? ૦ મૌન સમય-સાપેક્ષ કે પ્રસંગસાપેક્ષ? - -- અસ્તિત્વ અને અહિંસા ક ૨૬૦ - -- Page #262 -------------------------------------------------------------------------- ________________ ત્યારે મૌન થઈ જવું પ્રવૃત્તિ અને નિવૃત્તિનું એક દ્વંદ્ર છે. માત્ર પ્રવૃત્તિ કરવી એ ખતરનાક છે. માત્ર નિવૃત્તિ શક્ય નથી. તેથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેનો યથાવકાશ અને યથાસમય ઉપયોગ કરવો એ આપણી વિવેકચેતનાનો મહત્ત્વપૂર્ણ પ્રયોગ છે. ક્યારે ચાલવું અને ક્યારે આરામ કરવો, ક્યારે સૂવું અને ક્યારે જાગવું, ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું આ તમામનો વિવેક હોવો જોઈએ. સતત બોલવું સારું નથી, અને સતત મૌન રહેવું શક્ય નથી. ઉચિત સમયે બોલવું અને યોગ્ય સમયે મૌન થઈ જવું એ જ ઉત્તમ ગણાય છે. વિવેકની કસોટી મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે ઃ મૌન ક્યાં રહેવું ? જ્યાં કોઈ સાંભળનાર ના હોય ત્યાં મૌન ખૂબ મીઠું લાગે છે. મૌન ખૂબ આવશ્યક પણ છે. જો માણસ યોગ્ય સમયે મૌન ધારણ કરવાનું ન જાણે તો વિગ્રહના પ્રસંગો ઊભા થઈ જાય. મૌન ક્યાં ધારણ કરવું એ પ્રશ્નમાં માનવીના વિવેકની કસોટી છે. ભગવાન મહાવીરે કહ્યું કે, મુનિ લોકોને સમજાવે, વાતચીત કરે, ઉપદેશ આપે અને તેને એવો અનુભવ થાય કે અત્યારે સમજાવવાનો યોગ્ય સમય નથી, જેને મારે સમજાવવો છે તે અત્યારે સમજે તેમ નથી અથવા તો અત્યારે મારી સમજાવવાની શક્તિ નથી ત્યારે તેણે મૌન બની જવું જોઈએ. મુનિએ પોતાની શક્તિ અને સામેની વ્યક્તિની શક્તિનું સંકલન કરીને વાણીના પ્રયોગ અથવા અપ્રયોગનો વિવેક કરવો જોઈએ. કોઈ મુનિ સમક્ષ એવો શ્રોતાસમૂહ હોય કે જે આગ્રહોથી છલોછલ હોય, આવેશથી ભરેલો હોય અને એવા સંજોગોમાં ઉપદેશ આપવામાં આવે તો કદાચ તે સાપને દૂધ પીવડાવવા જેવું જ બને ! તે વખતે સૌથી સારો ઉપાય છે મૌન. જો એવી સ્થિતિમાં માણસ સાંભળતો જ રહે, માત્ર સાંભળતો જ રહે તો વિષ આપમેળે જ ધોવાઈ જશે, સમગ્ર પરિસ્થિતિ સમ્યક્ બની જશે. અસ્તિત્વ અને અહિંસા ૨૬૧ Page #263 -------------------------------------------------------------------------- ________________ શક્તિનું કારણ છે મૌન એ વ્યક્તિ મહાન છે કે જે આવેશના વાતાવરણમાં પણ મૌન રહેવાનું શીખી લે છે. ઇતિહાસમાં એવી અનેક ઘટનાઓ મળે છે જેથી આ વાત સ્પષ્ટ અને સત્ય પુરવાર થાય છે. તેરાપંથના ઇતિહાસમાં પણ એવી અનેક ઘટનાઓ ઉપલબ્ધ છે. જ્યારે માણસ આવેશથી ભરાયેલો રહેતો ત્યારે ગણાધિપતિ મૌન રહેતા. જ્યારે માણસના મનનો ઊભરો ઠલવાઈ જતો, તેના ભીતરમાં એકત્ર થયેલો આક્રોશ વહી જતો ત્યારે ગણાધિપતિ સંબોધ દ્વારા સાચા માર્ગે વાળી દેતા. ગણાધિપતિ તુલસીના જીવનમાં પણ એવી અનેક ઘટનાઓ ઘટી. મેં જોયું કે, તેઓ અનેક ઉત્તેજનાપૂર્ણ સંજોગોમાં મૌન ધારણ કરી લેતા. જો તેઓ મોન ના રહ્યા હોત તો પરિસ્થિતિ સુધરવાને બદલે વિશેષ વિકટ બની જાત. મૌન વિગ્રહની સ્થિતિમાં શાંતિનું કારણ બની જાય છે. અનાગ્રહનો દષ્ટિકોણ - ભગવાન મહાવીરે જે વિવેક આપ્યો, એનું તાત્પર્ય એ છે કે મુનિ બોલતા હોય કે મૌન હોય છતાં તેનું લક્ષ્ય તો સત્યની સુરક્ષાનું જ હોવું જોઈએ. મહાવીરે એવાં સત્ય વચનોનો પણ નિષેધ કર્યો, જે પ્રાણીને ઉપઘાત પહોંચાડનારાં હોય. તેમણે અહિંસા અને સત્યના સંદર્ભમાં ભાષાવિવેકનું દર્શન આપ્યું. ન્યાયદર્શનનો સિદ્ધાંત હતો કે, વાણીનો ભલે ગમે તેવો પ્રયોગ કરો, પ્રપંચ કે કપટ ભલે કરો પરંતુ વાદીને જીતી લો. ભગવાન મહાવીરે આ સિદ્ધાંત સ્વીકાર્યો નહિ. મહાવીરે કહ્યું કે, તમારી સમક્ષ કોઈ પ્રશ્ન ઉદ્ભવે, તમને તેના ઉત્તરની ખબર હોય અથવા તો તમે એ પ્રશ્નનો ઉત્તર આપવામાં સક્ષમ હો તો જ ઉત્તર આપો, નહિતર ચૂપ રહી જાવ. અથવા એમ કહી દો કે, હું જાણતો નથી. આપ મારા ગુરુ પાસેથી એનું સમાધાન મેળવી લો. પરંતુ ગમેતેમ કરીને જીતવાનો કે સમાધાન આપવાનો પ્રયત્ન કરવો એ ઠીક વાત નથી. મહત્ત્વપૂર્ણ સૂત્રઃ ' મહાવીરે અનાગ્રહ વૃત્તિ સહિત આ વાત સમજાવી. એ કેવો અનાગ્રહનો દૃષ્ટિકોણ છે કે હું આ વિષયમાં જાણતો નથી, આપ અન્ય કોઈની સાથે પરામર્શ કરો !” આપણે કોઈ પણ બાબતે વિવાદ ન કરવો જોઈએ. પોતાની જ વાતનો આગ્રહ ના રાખવો જોઈએ. પોતાની વાત – અસ્તિત્વ અને અહિંસા ક ૨૬૨ Page #264 -------------------------------------------------------------------------- ________________ બીજાઓ ઉપર લાદવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. આપણે સામેની વ્યક્તિની મનઃસ્થિતિને જોઈએ, વિવાદ અને વિગ્રહની સ્થિતિ જણાય તો મૌન થઈ જવું એ કલહથી બચવાનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. હકીકતમાં ચર્ચા કરવી, પ્રશ્નોત્તરી કરવી, શાસ્ત્રાર્થ કરવો એ કોઈ સામાન્ય વાત નથી. તે માટે પૂરી તૈયારી હોવી જોઈએ. એ એક શુદ્ધ નીતિની વાત છે કે જે વિષયની પૂર્ણ તૈયારી હોય, પૂર્ણ જાણકારી હોય એ જ વિષય ઉપર આપણે સાધિકાર ચર્ચા કરવી જોઈએ. જે વિષયની જાણકારી ના હોય, જે વિષયની ચર્ચા કરવામાં આપણે સક્ષમ ના હોઈએ, તે વિષય ઉપર આપણે કોઈ વિવાદમાં પડવું ના જોઈએ; ચર્ચા-પરિચર્ચામાં અટવાવું ના જોઈએ. લહમુક્તિનો પ્રયોગ ભગવાન મહાવીરે આ તમામ સંદર્ભમાં કહ્યું કે જેનામાં સમજાવવાની ક્ષમતા હોય, જે સમજાવી શકે, જેને સમજાવવાનો છે. તેનામાં સમજવાની યોગ્યતા હોય, સમજવાની આબોહવા હોય, આ તમામ બાબતો હોય ત્યારે જ મુનિએ પોતાની વાત સમજાવવી જોઈએ. નહિતર તેણે મૌન રહેવું જોઈએ. મહાવીરે કહ્યું કે તમે એ જુઓ કે, જેને હું સમજાવી રહ્યો છું તે કોણ છે ? કયા દર્શનનો અનુયાયી છે? તમારે એ જાણ્યા પછી જ ધર્મચર્ચા કરવી જોઈએ. કોઈ અન્ય ધર્મના સિદ્ધાંતો કે ઇષ્ટ વ્યક્તિનો અનાદર કરવાથી કોઈક વ્યક્તિ ગુસ્સે થઈ શકે છે. કલહની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. એવી જગ્યાએ મૌન રહેવું હિતાવહ છે.જ્યાં મૌનનો પ્રસંગ આવે ત્યાં મૌન કરી લો તો વિગ્રહની સમગ્ર સંભાવના જ સમાપ્ત થઈ જાય. કલહનું નિવારણ કોનાથી થાય ? કલહ નિવારણનો સર્વોતમ ઉપાય મૌન છે. મેં અનેક વ્યક્તિઓને એવી સલાહ આપી કે જ્યારે કલહનો પ્રસંગ આવે ત્યારે તમારે મૌન થઈ જવું. આ પ્રયોગ ખૂબ સફળ પુરવાર થયો. એ પ્રયોગ પણ ખૂબ સાર્થક થઈ શકે કે જ્યારે પણ કોઈ કલહનો પ્રસંગ આવે, ઘરમાં કલહની સ્થિતિ પેદા થાય તો પાંચ-દસ મિનિટ ખેચરી મુદ્રા સહિત દીર્ધ શ્વાસપેક્ષાનો પ્રયોગ કરો. જો વ્યક્તિ ખેચરી મુદ્રાનો પ્રયોગ કરે તો બોલી નહિ શકે. પાંચ મિનિટ નહિ બોલવાનું પરિણામ હંમેશાં કલહની સમાપ્તિ જ આવશે. પાંચ મિનિટનું મૌન કલહના પ્રસંગને જ દૂર કરી દે છે ! - અસ્તિત્વ અને અહિંસા - ૨૬૩ - Page #265 -------------------------------------------------------------------------- ________________ મૌનઃ વિભિન્ન સંદર્ભ આપણે આપણા સમગ્ર જીવનનું અવલોકન કરીએ તો એમ લાગશે કે આપણા જીવનમાં મૌનના અનેક સંદર્ભો છે, અનેક પ્રસંગો અને અનેક પરિપ્રેક્ષ્ય છે. સંસ્કૃત સાહિત્યમાં મૌનના અનેક સંદર્ભો પ્રાપ્ત થાય છે. એમ કહેવામાં આવ્યું કે, ‘મૌન સર્વાર્થ સાધનમ્' મૌન પ્રયોજનની સિદ્ધિ કરનાર છે.કોઈક વ્યક્તિની વાત સાંભળીને આપણે મૌન થઈ જઈએ છીએ તો એમાં આપણી સ્વીકૃતિ હોવાનું મનાય છે. ‘મૌનું સમ્મતિ લક્ષણમ્' મૌન એટલે સહમત હોવું. મૌન ક્યાં રહેવું જોઈએ એ સંદર્ભમાં એક સંસ્કૃત વિદ્વાને કહ્યું છે, ‘ઠુરાઃ યત્ર વક્તારઃ તત્ર મૌનં હિ શોભનમ્' આ રૂપકની ભાષા છે. જ્યારે દેડકા બોલતા હોય, ત્યારે મૌન જ શોભાસ્પદ ગણાય. એનું તાત્પર્ય એ છે કે, જ્યાં મૂર્ખાઓ બોલતા હોય ત્યાં મૌન થઈ જવું. જ્યાં જ્ઞાની લોકોની સભા હોય છે ત્યાં અજ્ઞાની લોકોનું મૌન થઈ જવું સારું છે. જ્યાં અજ્ઞાની લોકો હોય ત્યાં જ્ઞાની લોકો મૌન થઈ જાય છે. - જ્ઞાનિનાં પર્ષદિ પ્રાયો, મૌનમજ્ઞાનિનો વરમ્ | અજ્ઞાનિનાં સમક્ષે તુ, જ્ઞાની ભવિત મૌનભામ્ । જ્યાં વ્યક્તિનું પોતાનું અજ્ઞાન હોય ત્યાં એના માટે મૌન જ શ્રેયસ્કર છે. જ્યાં વિવાદ વધતો હોય ત્યાં મૌન અત્યંત શોભી ઊઠે છે. અજ્ઞા સ્વસ્ય યત્રાસ્તિ, તત્ર મૌનં હિ શોભનમ્ । વિવાદો વર્ધત યંત્ર, મૌનું તત્રાતિશોભનમ્ ।। સંકલ્પની દિશા : ક્યારે બોલવું અને ક્યારે મૌન થઈ જવું એનો વિવેક હોવો જરૂરી છે. મહાવીરે સોનેરી સૂત્ર આપ્યું કે, દરેક જગાએ બોલવાનો પ્રયત્ન ના કરો, મૌન રહો, મૌન રહેતાં શીખો. આજકાલ કેટલાક લોકો એવું મૌન પણ ધારણ કરી લે છે, જેની કોઈ ખાસ વિશેષ સાર્થકતા નથી હોતી. અનેક લોકો એવો સંકલ્પ કરે છે કે, હું એક કલાક મૌન પાળીશ.પરંતુ તેઓ આ સંકલ્પને ત્યારે જ પૂરો કરી શકે છે કે જ્યારે તેમણે સૂઈ જવાનું હોય છે. વ્યક્તિ સૂતી વખતે મૌનનો સંકલ્પ કરે છે. મૌન પણ થઈ જાય છે અને નિદ્રા પણ લઈ લે છે ! આ કાંઈ ખરાબ વાત નથી. અસ્તિત્વ અને અહિંસા ૨૬૪ Page #266 -------------------------------------------------------------------------- ________________ સ્વાભાવિક વાત છે. પરંતુ તેના સંકલ્પની સાર્થકતા પ્રમાણિત થતી નથી. હકીકતમાં મૌનની સાર્થકતા ત્યાં છે કે જ્યાં વિગ્રહનો પ્રસંગ હોય, કલહ વધવાનો પ્રસંગ હોય, લડાઈ-ઝઘડાનો પ્રસંગ હોય, ક્રોધઆવેશ કે ઉત્તેજનાનો પ્રસંગ હોય. આવા પ્રસંગોએ મૌન રહેવાથી જ મૌનનો અભિપ્રાય સિદ્ધ થાય છે. મહાવીરે મૌનનું જે સૂત્ર આપ્યું, તેનો સંદર્ભ આ જ છે. જો આપણે ઉત્તેજનાત્મક પ્રસંગોએ મૌન રહેવાનું શીખી લઈએ તો વાતાવરણ શાંત થઈ જશે, તેમાં મીઠાશ હશે, સ્નિગ્ધતા અને સરળતા હશે. પ્રસ્ત ? મૌનની સાર્થકતાનો મન થઈ જવું – આપણે આ મહાવીરવાણીનું હાર્દ પડીએ. આપણે મન ત્યારે ધારણ કરવું કે જ્યારે આવેશની સ્થિતિ હોય. આપણે મૌનને સમયની સાથે નહિ, પ્રસંગની સાથે જોડીએ. જો આપણે આ તથ્ય ઉપર ધ્યાન આપીએ તો મૌનની સાર્થકતા આપોઆપ પ્રમાણિત થઈ જાય. આપણે એમ વિચારવું જોઈએ કે કલહનો પ્રસંગ ક્યારે આવે છે ? ભોજનનો સમય એક ઉદાહરણ બની શકે છે. ભોજનનો સમય ઘણે ભાગે કલહનો સમય હોય છે. જો ભોજનમાં જરા પણ તફાવત પડી જાય, તેના સ્વાદમાં ફરક આવી જાય, થોડુંક કાચું રહી જાય કે થોંડું બળી-દાઝી જાય ત્યારે માણસ આવેશથી ભરાઈ જાય છે. એવા પ્રસંગે મૌન ધારણ કરવામાં આવે તો આવેશને અભિવ્યક્ત થવાની તક જ નથી મળતી. વાતાવરણમાં ઉત્તેજના નથી આવતી. પરસ્પર કલહની સંભાવના ક્ષીણ થઈ જાય છે. એવા અનેક પ્રસંગો આપણા જીવનમાં આવતા રહેતા હોય છે. જો આપણે તે પ્રસંગોમાં મૌન રહેવાનો સંકલ્પ કરીએ, મૌન રહી જઈએ તો શાંતિપૂર્ણ જીવન જીવવાનું સૂત્ર આપણા હાથમાં આવી શકે છે. - — અસ્તિત્વ અને અહિંસા , ૨૬૫ – Page #267 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨ સંકલિકા ૦ અદ્વૈતનો ર્તવ્યસભર ગ્રંથ ૦ તવાદઃ અહિંસાનો પ્રયોગ ૦ વર્તમાન સમસ્યા ૦ દર્શન પ્રાયોગિક બનવું જોઈએ ૦ અદ્વૈત ચૂળથી સૂક્ષ્મ તરફ પ્રસ્થાન ૦ વિજ્ઞાનની ભાષા 0 જગતનું મૂળ કારણ ૦ જડ અદ્વૈતવાદ - જગત જડમાંથી પેદા થયું છે. 0 ચૈતન્ય અદ્વૈતવાદ - જગતનું કારણ છે ચૈતન્ય 0 ત અને અદ્વૈતનો મૂળ અર્થ – કારણની શોધ 0 પ્રમાણ ચતુષ્ટથી – પ્રમાતા, પ્રમેય, પ્રમાણ, પ્રમિતિ ૦ યોગચતુષ્ટયી – ધ્યાતા, ધ્યેય, ધ્યાન, ધ્યાનફળ ૦ આયારોઃ અધ્યાત્મપરક ગ્રંથ ૦ આયારચૂલા: મર્યાદાપક ગ્રંથ ૦ અદ્વૈત દ્રવ્ય અને પર્યાય ૦ અધ્યાત્મનું હાર્દ — —— અસ્તિત્વ અને અહિંસા - ૨૬૬ —— Page #268 -------------------------------------------------------------------------- ________________ આચારાંગનું સમગ્ર અનુશીલના અધ્યાત્મનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે આચારાંગ. ઈંગ્લેન્ડના એક ભાઈએ લખ્યું કે, “મેં આયારો વાંચ્યા અને વાંચ્યા પછી મારો દૃષ્ટિકોણ બદલાઈ ગયો.” એ પત્રની ભાષા વાંચીને મને લાગ્યું કે તે ભાઈ દિગંબર જૈન પરંપરા સાથે જોડાયેલા હતા. તેમણે લખ્યું હતું કે, “શ્વેતાંબર પરંપરામાં આટલાં બધાં મહત્ત્વપૂર્ણ તથ્યો છે, તેની મને આજપર્યત ખબર જ નહોતી. હું જૈન વિશ્વભારતીમાં ત્રણ મહિના સુધી રહીને જૈન દર્શનનું અધ્યયન કરવા ઇચ્છું છું.” આયારોના અંગ્રેજી અનુવાદ અનેક વિદેશી વિદ્વાનોએ વાંચ્યા છે. આ સંદર્ભમાં તેમની પ્રતિક્રિયાઓ પણ અત્યંત મહત્ત્વપૂર્ણ રહી છે. અહિંસાનો મહાન પ્રયોગ આચારાંગ અદ્વૈતનો કર્તવ્યસભર ગ્રંથ છે. આચારાંગમાં માત્ર એટલું જ નથી કહ્યું કે, કોઈપણ જીવને ના મારો; પરંતુ તેમાં એવો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે કે, પ્રત્યેક પ્રાણી સાથે અદ્વૈત સાધો. પ્રત્યેક પ્રાણી સાથે અદ્વૈતની અનુભૂતિ એ અહિંસાનો મહાન પ્રયોગ છે. જ્યાં સુધી આવી અનુભૂતિ નથી થતી. ત્યાં સુધી કોઈ અહિંસક બની શકતું નથી, જ્યાં સુધી પ્રત્યેક પ્રાણી સાથે એકાત્મકતાની અનુભૂતિ નથી જાગતી ત્યાં સુધી હિંસાના સંસ્કારો તૂટતા નથી. વર્તમાન સમસ્યા એ છે કે, આજે આપણા દર્શનના વિદ્વાનો અદ્વિતની ચર્ચાઓમાં અટવાયેલા છે. અને તેને જીવન સાથે ખાસ કોઈ લેવાદેવા નથી. ચર્ચાથી પર થઈને જ્યાં સુધી દર્શન પ્રાયોગિક ન બને, ત્યાં સુધી દર્શનનો પૂર્ણ વિકાસ થઈ શકે નહિ. અદ્વૈત જ અદ્વૈત ગણાધિપતિશ્રીનો જોધપુરમાં ચાતુર્માસ હતો. હું “જૈનદર્શન : મનન ઔર મીમાંસા' પુસ્તક લખી રહ્યો હતો. લેખન દરમ્યાન જ્યારે અદ્વૈતનો અધ્યાય લખવાનો શરૂ કર્યો ત્યારે મને એમ લાગ્યું કે, હું તદ્દન અદ્વૈતવાદી – અસ્તિત્વ અને અહિંસા - ૨૬૭ Page #269 -------------------------------------------------------------------------- ________________ બની ગયો છું. હું અદ્વિતની અનુભૂતિમાં ચાલ્યો ગયો અને એવી અનુભૂતિ થવા લાગી કે ક્યાંક મારો દૃષ્ટિકોણ તો નથી બદલાઈ રહ્યો ને ! હકીક્તમાં જ્યારે આપણે સ્થૂળથી સૂક્ષ્મ તરફ જઈએ ત્યારે આપણી સમક્ષ અતિ જ અદ્વૈત આવે છે. અદ્વૈતનો અર્થ માત્ર સંગ્રહ કરવાનો નથી. એ સ્થૂળ વાત છે. જેમ જેમ સ્થૂળથી સૂક્ષ્મ તરફ આપણું પ્રયાણ આગળ વધશે, તેમ તેમ દ્વત સમાપ્ત થતું રહેશે. અદ્વૈત પ્રત્યક્ષ આવતું રહેશે. આધુનિક યુગમાં વૈજ્ઞાનિકોએ એટમ ઉપર જે પ્રયોગો કર્યા છે, જે સૂક્ષ્મતામાં આજના વૈજ્ઞાનિકો ગયા છે તે જોતાં એમ લાગે છે કે, સર્વત્ર ચેતના જ ચેતના છે. તેઓ આ રીતે કહે છે કે અદ્વૈત મોટું સત્ય છે. સર્વત્ર આત્મા જ આત્મા છે. અદ્વિતની મૂળ શોધ એટલા માટે થઈ હતી કે, વિશ્વનું, સૃષ્ટિનું મૂળ કારણ શું છે? એ જ મૂળ કારણની શોધનું નામ છે અદ્વૈતવાદ, સૃષ્ટિ : મૂળ કારણ કેટલાક દાર્શનિકોનો નિષ્કર્મ એવો રહ્યો કે, સૃષ્ટિનું મૂળ કારણ ચેતન્ય છે. ચૈતન્યને કારણે સમગ્ર વિશ્વ પેદા થયું છે. આ ચૈતન્ય અદ્વૈતવાદ છે. વિશ્વના મૂળ કારણના સંદર્ભમાં અન્ય પણ અનેક સંશોધનો થયાં છે. કેટલાક દાર્શનિકોનો મત એવો હતો કે – સમગ્ર જગત મૂળમાંથી નીકળેલું છે. આ જડ અદ્વૈતવાદ છે. અદ્વૈત અને દૈતનો મૂળ અર્થ છે – કારણની શોધ. જગતનું કારણ શું છે ? વિશ્વનો આ જે વિસ્તાર થયો છે, તેનું મૂળ કારણ શું છે ? આચાર્ય હેમચંદ્ર મહાવીરની સ્તુતિમાં લખ્યું કે અપર્યય વસ્તુ સમસ્યાનમદ્રવ્યમતસ્ય વિવિથ્યમાનમ્ | આદેશભેદોદિતસપ્તભંગમદીદશરૂં બુધરૂપવેદ્યમ્ // જ્યારે આપણે વસ્તુની અભેદરૂપે મીમાંસા કરીએ છીએ, ત્યારે તે દ્રવ્ય બની જાય છે, પર્યાય નથી રહેતી. જ્યારે આપણે તેના ભેદાત્મક સ્વરૂપનું વિશ્લેષણ કરીએ છીએ ત્યારે એના પર્યાયો જ સામે આવે છે, મૂળ દ્રવ્ય નહિ. સપ્તભંગી દ્વારા વસ્તુની વિવક્ષાના જે દૃષ્ટિકોણ બતાવેલા છે, તે વિદ્વાનો માટે પણ જ્ઞાતવ્ય છે. અતિ માત્ર દર્શન જ નથી : - અદ્વૈત માત્ર દર્શન જ નથી, સાધનાનો બહુ મોટો પ્રયોગ પણ છે. પ્રમાણશાસ્ત્રની એક ચતુષ્ટયી છે – પ્રમાતા, પ્રમેય, પ્રમિતિ અને પ્રમાણ. – અસ્તિત્વ અને અહિંસા ૨૬૮ Page #270 -------------------------------------------------------------------------- ________________ યોગસાધનામાં ધ્યાનશાસ્ત્રની પણ એક ચતુષ્ટયી છે – ધ્યાતા, ધ્યેય, ધ્યાન અને ધ્યાનફળ. એક હોય છે ધ્યાતા - ધ્યાન કરનાર. એક છે ધ્યાન. એક છે ધ્યેય અને એક છે ધ્યાનનું ફળ. જ્યાં સુધી આ તફાવત ટકી રહે છે ત્યાં સુધી વ્યક્તિ સારો ધ્યાની બની શકતી નથી. જ્યારે અતિ સધાઈ જાય છે ત્યારે ધ્યાતા અને ધ્યેય એક થઈ જાય છે. જ્યારે આ અદ્વૈત સધાઈ જાય છે ત્યારે સમાધિની અવસ્થા પ્રાપ્ત થાય છે. અદ્વૈતને સાધ્યા વગર ધ્યાતા અને ધ્યેયનું અંતર ઘટતું નથી, કયારેય દૂર થતું નથી. શબ્દ અને તર્કજાળમાં અટવાયું છે દર્શન મુશ્કેલી એ થઈ કે મધ્યકાળમાં હજાર-પંદર સો વર્ષોનો સમય એવો પસાર થયો કે પ્રાયોગિક દર્શન, ધ્યાન સાધનાની વાતો છૂટી ગઈ. દર્શન માત્ર શબ્દોમાં જ અટવાઈ ગયું. દાર્શનિકો શબ્દ અને તર્કમાં અટવાઈ ગયા. મૂળ વાતને છોડી દેવામાં આવી. આજે આવશ્યકતા છે - દર્શનની સાથે પ્રાયોગિક દર્શનને જોડવાની. હમણાં એક નવી સોસાયટી બનાવવામાં આવી છે, ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઇન્ડિયન ફિલોસોફી. તેની સાથે આંતર્ રાષ્ટ્રીય જગતના મોટા મોટા વિદ્વાનો જોડાયેલા છે. અમે સૂચન કર્યું કે, જો દર્શન માત્ર ચર્ચાના સ્તરે જ રહેશે તો તે ખાસ લાભકારક બને એમ લાગતું નથી. દર્શનની સાથે જીવનની સમસ્યાઓને કેવી રીતે પ્રાયોગિક રૂપે જોડવામાં આવે ? જો આ ક્ષેત્રમાં કંઈક કામ કરવામાં આવે તો દર્શનનું નવું રૂપ મળી શકે છે. તે.જનતાનું દર્શન બની શકે છે. દર્શનની માત્ર ચર્ચાથી કોઈપણ લાભની સંભાવના થઈ શકતી નથી. માત્ર શાબ્દિક ચર્ચાનું પરિણામ ક્યારેય ખાસ સાર્થક બનતું નથી. માર્મિક પ્રસંગ નાનકડા ગામમાં એક મુનિ પધાર્યા. લોકોએ મુનિનું પ્રવચન સાંભળ્યું. મુનિએ અદ્વૈતવાદની વ્યાખ્યા સૌને સમજાવી. લોકો ખૂબ પ્રભાવિત થયા. મુનિ પાસે આવીને એક ભાઈએ માળા ફેરવવાની બાધા (પ્રતિજ્ઞા) લીધી. મુનિએ ક્યું, “સોડહં સોડ'નો જાપ કરો. ભાઈએ સોડાંનો જાપ કરવાનું શરૂ કર્યું. થોડાક દિવસો પસાર થયા. બીજા સંપ્રદાયના એક મુનિ પધાર્યા. તેઓ ભક્તિ સંપ્રદાયના સાધુ હતા. તે ભાઈએ મુનિની સાથે ધર્મની ચર્ચા કરી. મુનિએ પૂછ્યું કે, “માળા ફેરવો છો ?' હા, સોડાંનો જાપ કરું છું.” અસ્તિત્વ અને અહિંસા, ૨૬૯ - Page #271 -------------------------------------------------------------------------- ________________ મુનિએ કહ્યું, ‘એ ખોટી વાત છે. તમે તેની પાછળ એક ‘‘દા’” જોડી દો. હવેથી દાસોડė, દાસો ંનો જાપ કરજો.’ ભાઈએ મુનિની વાત સ્વીકારી લીધી. તે હવે ‘દાસોઽહં’નો જાપ કરવા લાગ્યો. થોડાક મહિના પસાર થયા. પેલા અદ્વૈતવાદી સંત ફરીથી તે ગામમાં પધાર્યા. તે ભાઈ મુનિનાં દર્શન કરવા ગયા. મુનિએ પૂછ્યું કે, ‘જાપ કેવો ચાલે છે ?’ ભાઈએ કહ્યું, ‘હા, મહારાજ ! જાપ તો સારો ચાલી રહ્યો છે, પરંતુ એક સંન્યાસીએ એમાં થોડો સુધારો કર્યો છે. પહેલાં હું સો ં સોડė-નો જાપ કરતો હતો, અત્યારે હું દાસોઽહં દાસો ં-નો જાપ કરું છું.' ‘અરે, તમે તો અનર્થ કરી નાખ્યો ! આપણે વળી કોના દાસ છીએ ? આપણે તો સ્વયં પ્રભુ છીએ. ખેર, હવે તમે આ ભૂલને સુધારી લો. એ સંતની વાત પણ માની લઈએ છીએ. હવે તમે તેની આગળ એક ‘સ’ વધારે જોડી દો. ‘‘સદા સો ં’’ ‘સદા સોડė’’ એવો જાપ કરજો.’ ભાઈએ મુનિનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. થોડાક દિવસો વીત્યા. ભક્તિ સંપ્રદાયના પેલા સાધુ ફરીથી એ ગામમાં પધાર્યા. તે ભાઈને મુનિએ જાપ વિશે પ્રશ્ન કર્યો. ભાઈ પાસેથી ‘સદા સો ં’ની જાપ કરવાની વાત સાંભળ્યા પછી મુનિ બોલ્યા, ‘તમે ફરીથી ખોટા જાપ કરવા માંડ્યા છો. તેને સાચો કરવા માટે એક ‘દા' વધુ જોડી દો. ‘‘દાસદાસોઽહં’’ નો જાપ કરો. તે ભાઈ આ સાંભળીને દંગ થઈ ગયા. તેમણે વિચાર્યું કે આ તે વળી હું કેવા ચક્કરમાં ફસાઈ ગયો છું ! આ તો ભારે ઝંઝટ છે ! અને તેણે જાપ કરવાનું જ છોડી દીધું. દર્શનના ક્ષેત્રમાં દ્વૈતવાદ અને અદ્વૈતવાદના નામે આવી ખેંચતાણ શરૂ થઈ. જીવનનો રસ સુકાઈ ગયો. માત્ર શબ્દોની ઝંઝટ જ બાકી રહી. અદ્વૈત સાર્થકતા આપણે અદ્વૈતવાદને સમજીએ. દ્વૈતવાદની સાથે અદ્વૈતવાદ સમજવો ખૂબ જરૂરી છે. પરંતુ અદ્વૈતને સમજવા માટે સ્થૂળથી સૂક્ષ્મની દિશામાં આગળ વધવાનો પ્રયત્ન કરવો પડશે. સ્થૂળ જગતમાં જીવનાર વ્યક્તિ કયારેય અદ્વૈતની વાત ના સમજી શકે. અસ્તિત્વ અને અહિંસા – ૨૦૦ Page #272 -------------------------------------------------------------------------- ________________ આપણી સમક્ષ બે જગત છે. દ્રવ્યનું જગત અને પર્યાયનું જગત. જ્યારે આપણે પર્યાયના જગતમાં જીવીશું ત્યારે આપણા માટે અદ્વૈતનું કોઈ જ મહત્ત્વ નહિ રહે. જો આપણે ધૂળથી સૂક્ષ્મ તરફ જોઈએ, સૂક્ષ્મની સાથે જીવનને જોડીએ તો આપણા માટે અદ્વૈતવાદ અત્યંત સાર્થક બની રહેશે. હું માનું છું કે, આ દૃષ્ટિએ આચારાંગનું સમગ્ર અનુશીલન કરવામાં આવે તો, દૃષ્ટિ જ બદલાઈ જાય ! આચારો - આચારચૂલા આચારાંગને સમજવા માટે ઘણી વ્યાખ્યાઓ આપવામાં આવી . છે. આચારાંગનું ભાષ્ય પણ લખવામાં આવ્યું છે. પરંતુ આજે પણ એમ લાગે છે કે આચારોની ગંભીરતાનો પૂર્ણ સ્પર્શ હજી થઈ શક્યો નથી. આ ગંભીર સૂત્રના સંદર્ભમાં આચારાંગના બીજા ભાગ –“આચારચૂલાને જોઈએ છીએ તો એવો ખ્યાલ બંધાય છે કે, મહાવીરની આચારવ્યવસ્થા અધ્યાત્મપરક બની ગઈ. મહાવીરે ધ્યાન આપ્યું અધ્યાત્મના સ્તરે અને પછીના સમયમાં ધ્યાન કેન્દ્રિત બન્યું નિયમના સ્તરે. અધ્યાત્મથી અનુપ્રાણિત આચારનો ગ્રંથ છે આયારો અને નિયમથી વ્યવસ્થિત આચારનો ગ્રંથ છે –આચારચૂલા. જો આપણે આયારો અને આચારચૂલાનું સૂક્ષ્મ અધ્યયન કરીએ તો આ તફાવત સ્પષ્ટ થતો જશે. આચારાંગનું હાર્દ આપણે આચારાંગનું ઊંડાણથી અધ્યયન કરીએ. એમાં જે અધ્યાત્મ સૂત્રો ગૂંથેલાં છે, તેમને પ્રયોગના સ્તરે સ્વીકારીએ. આમ કરીને જ આપણે આચારાંગના ઊંડાણામાં પહોંચી શકીશું; અધ્યાત્મના ઊંડાણમાં પહોંચી શકીશું. જે સાધક આયારોના ઊંડાણમાં પહોંચવામાં સફળ થઈ જાય છે તે અધ્યાત્મના ઊંડાણમાં પહોંચવામાં સફળ થઈ જાય છે. અધ્યાત્મના ઊંડાણમાં જવા માટે આચારાંગનું સમગ્ર અનુશીલન આવશ્યક છે. આ આવશ્યકતાની અનુભૂતિ કરનાર વ્યક્તિ આચારાંગના મર્મને પકડી લે છે, અધ્યાત્મના હાર્દને પકડી લે છે. – અસ્તિત્વ અને અહિંસા , ૨૭૧ – Page #273 -------------------------------------------------------------------------- ________________ Page #274 -------------------------------------------------------------------------- ________________ ભગવતીની ભવિષ્યવાણી જૈન કાળગણના અનુસાર અત્યારે પાંચમો આરો ચાલી રહ્યો છે. ' જયારે પાંચમો આરો (કાળખંડ) સમાપ્ત થવાનો હશે, છઠ્ઠો આરો શરૂ થશે ત્યારે આ જગતમાં વિચિત્ર સ્થિતિઓ | પેદા થશે. એ સમયની સ્થિતિનું વર્ણન રોમાંચક છે. સૌ પ્રથમ સમવર્તક વાયુ વહેશે. તે એવો પ્રલયકારી હશે કે પહાડ પણ પ્રકંપિત થઈ ઊઠશે. તીવ્ર આંધીઓ ધસી આવશે. જેથી સમગ્ર આકાશ અને સમગ્ર ધરતી ધૂળથી છવાઈ જશે. ચંદ્રમા એટલો બધો ઠંડો પડી જશે કે રાત્રે કોઈ માણસ બહાર નીકળી પણ નહિ શકે. સૂર્ય એટલો બધો ગરમ થઈ જશે, એટલો બધો તપ્ત થઈ જશે કે માણસ બફાઈ જશે. ભયંકર ઠંડી અને ભયંકર ગરમી ! વરસાદ પણ પડશે - | પરંતુ પાણીનો નહિ અનિનો વરસાદ પડશે, અંગારા વરસશે ! આજે એમ કહેવાય છે કે જયારે પરમાણુ વિસ્ફોટ થશે, નાભિકીયા યુદ્ધ થશે ત્યારે આકાશ અગ્નિની જવાળાઓમાં ભરખાઈ જશે. જીવજગત પ્રાયઃ સમાપ્ત થઈ જશે. જે બચશે તેઓ આંધળા, બહેરા અને રોગી બની જશે. . ભગવતીસૂત્રનું આ વર્ણન શું પરમાણુ યુદ્ધ દ્વારા પેદા થનારી સ્થિતિનું વર્ણન તો નથી ને ? તેમણે અગાઉથી એ શી રીતે જોયું કે આવું કશુંક બનવાનું છે ? આજે જે ચાલી રહ્યું છે તે જોતાં એમા લાગે છે કે માનવી બરાબર એ જ દિશામાં આગળ વધી રહ્યો છે. આજના વૈજ્ઞાનિકો અને રાજનેતાઓ હિસાની દિશામાં જઈ રહ્યા છે. એનો અર્થ એ જ છે કે તેઓ મોતની દિશામાં જઈ રહ્યા છે અને જાણી જોઈને આંખમીંચામણાં કરી રહ્યા છે, પોતાની જાત સાથે પ્રપંચ આચરી રહ્યા છે. અનેકાન્ત ભારતી પ્રકાશન