________________
મજામાં છું, મને ખૂબ સુખ છે. આ દુઃખના અભાવમાંથી ઉત્પન્ન થયેલી સ્થિતિ, કોઈપણ પ્રકારનું દુઃખ ન હોય એવી સ્થિતિને માણસ સુખ સમજે છે. હકીકતમાં તે સુખની અપૂર્ણ વ્યાખ્યા છે. શું સુખ માત્ર અભાવાત્મક જ છે ? શું દુઃખ ન હોવું એ જ સુખ છે? કોઈ વ્યક્તિએ બગીચામાં સુંદર ફૂલ જોયું અને તેનું મન ઉલ્લાસથી ભરાઈ ગયું. શું ત્યાં દુઃખનો અભાવ જ છે ? ત્યાં વિધાયક છે સુખ. સારું સંગીત સાંભળ્યું અને સુખ મળ્યું એ શું છે? શું તે દુઃખનો અભાવ છે ? દુઃખનો અભાવ એ જ સુખ છે એમાં આંશિક સત્ય હોઈ શકે. સુખ : ભાવાત્મક વ્યાખ્યા
નીતિશાસ્ત્રી સિજવિકે દુઃખની વ્યાખ્યા આ પ્રમાણે આપીઇચ્છનીયતાની અનુભૂતિ એટલે સુખ. જે અનુભૂતિ ઇચ્છનીય છે તે સુખ છે. આ ભાવાત્મક વ્યાખ્યા છે. આપણને જે જે ઇચ્છનીય અનુભૂતિઓ થાય છે એમના જ સંદર્ભમાં આપણે ઇચ્છીએ છીએ કે એવું વારંવાર બને. આ આપણો સુખપક્ષ છે. એવી જ વ્યાખ્યા નૈયાયિક અને વૈશેષિક દર્શનમાં પણ ઉપલબ્ધ છે. “અનુકૂલવેદનીય સુખમ, પ્રતિકૂલવેદનીયં દુઃખ” જે અનુકૂળ વેદનીય છે તે સુખ છે. જે પ્રતિકૂળ વેદનીય છે તે દુઃખ છે.
હકીકતમાં સુખ-દુઃખની વ્યાખ્યા કરતી વખતે આપણે ચેતનાને અનેક સ્તરે વહેંચી દેવી જોઈએ. આમ કર્યા વગર સુખને સમગ્ર રૂપે વ્યાખ્યાબદ્ધ કરી શકાતું નથી. એક સુખ છે ઇન્દ્રિય-સંવેદનનું. પાંચ ઇન્દ્રિયો છે. તે દરેકને અનુકૂળ વિષય મળે તો સુખનો અનુભવ થાય છે. ઇન્દ્રિય સંવેદનના આધારે-અનુકૂલં વેદનીયં સુખમ-આ વ્યાખ્યા ઘટી શકે છે, પરંતુ માનસિક અને ભાવાત્મક સ્તરે આ વ્યાખ્યા ઘટી શકતી નથી. સુખ-દુઃખની ઘણી બધી વ્યાખ્યાઓ ઇન્દ્રિય અને મનના સ્તરે કરવામાં આવી, ભાવનાત્મક સ્તરે તેની ખૂબ ઓછી વ્યાખ્યાઓ કરવામાં આવી. ઇન્દ્રિય-સંવેદન અને સુખ
આપણે ઇન્દ્રિયસ્તરની વાત કરીએ. એક માણસ પોતાના એરકંડીશન મકાનમાં બેઠો છે. તે ભોજન કરી રહ્યો છે. તેની થાળીમાં રુચિકર પદાર્થો પીરસેલા છે. તેની પત્ની સેવામાં ઊભેલી છે. સમગ્ર વાતાવરણ અનુકૂળ છે. ખાતી વખતે અનુકૂળ ઇન્દ્રિય સંવેદન થઈ રહ્યું
- -- અસ્તિત્વ અને અહિંસા ૧૦૬ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org