________________
તેમાં સામાજિક સંદર્ભ પણ જોડાયેલો છે. ટુવચન ન બોલવું તે પોતાનો સંયમ છે, પોતાનો ધર્મ છે પરંતુ તે નૈતિક્તા પણ છે. પોતાની ઈન્દ્રિયોનો સંયમ કરવો સ્વનિષ્ઠ છે. તેમાં બીજાનો કોઈ સંબંધ નથી. એક વ્યક્તિ મીઠાઈ નથી ખાતી તો તે તેનો પોતાનો સંચમ છે, કોઈ બીજાનો નહિ. પોતાનો નિગ્રહ અને પોતાની સાધના એ પોતાના આચાર છે. કોઈના પ્રત્યે સંબંધનો જે પ્રશ્ન છે તે નૈતિકતા સાથે જોડાયેલો છે. આચાર
સ્વગત, સ્વનિષ્ઠ હોય છે. ચિત્રકારનું કૌશલ
એક રાજાએ કલ્પના કરી કે મારે એવી ચિત્રશાળા તૈયાર કરવી છે જેવી આજ સુધી કોઈએ ન કરી હોય. રાજા સમર્થ હતો. તેણે મંત્રીને આદેશ આપ્યો – ચિત્રકારોને હાજર કરો. દેશભરના ચિત્રકારોને એકઠા કરવામાં આવ્યા. તેમની પરીક્ષા લેવામાં આવી. તેમાંથી દશ શ્રેષ્ઠ ચિત્રકારોને પસંદ કરવામાં આવ્યા. તેમને સૂચના આપવામાં આવી કે છ માસનો સમય છે એટલા સમયમાં ચિત્રશાળા તૈયાર કરવાની છે.
ચિત્રકારોએ કહ્યું, હે રાજા ! આવું વિશાળ કાર્ય આટલા અલ્પ સમયમાં શી રીતે શક્ય બને ?
રાજાએ કહ્યું, આ બધું કરી શકતા હો તો કરો, નહિતર ચાલ્યા જાવ. મુદત આનાથી વધારે નહિ મળે. આખરે બે ચિત્રકારો તૈયાર થયા. તેમણે કહ્યું, મહારાજ ! અમને બન્નેને અડધોઅડધો રૂમ વહેંચી આપો.
રાજાએ એ પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો. તેણે બન્ને ચિત્રકારો વચ્ચે પાઠશાળા અડધી અડધી વહેંચી દીધી. વચ્ચે એક પરદો લગાવી દેવામાં આવ્યો. બન્નેમાંથી કોઈ પણ એકબીજાને ન જોઈ શકે એવી વ્યવસ્થા થઈ ગઈ. ચિત્રકારોએ પોતપોતાનું કાર્ય શરૂ કરી દીધું. છ મહિના વીતી ગયા. રાજાને જાણ કરવામાં આવી કે ચિત્રશાળા તૈયાર છે. રાજાએ સભાસદો અગ્રણી વ્યક્તિઓને ચિત્રશાળા જોવા માટે આમંત્રણ આપ્યું. બીજા દિવસે પ્રાતઃ કાળે રાજા સભાસદો સહિત નવનિર્મિત ચિત્રશાળા જોવા પહોંચ્યા. ચિત્રશાળાનો એક દરવાજો ખોલ્યો. રાજા એ જોઈને આશ્ચર્યચકિત થઈ ઊઠ્યો. સુંદર, ભવ્ય, આકર્ષક અને મનોહર ચિત્રો જોઈને રાજા મુગ્ધ થઈ ગયો. એક એક ચિત્રને વિસ્ફારિત આંખે જોવા લાગ્યો. રાજાએ ચિત્રકારને ખૂબખૂબ અભિનંદન આપ્યા. રાજાનો રોષ અડધો રૂપ પૂરેપૂરો જોયા પછી બીજા વિભાગમાં જવાનો વારો
- અસ્તિત્વ અને અહિંસા ૧૯ –
-
- -
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org