________________
આચાર-શાસ્ત્ર
જેનાગમોને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યાં છે ? દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ અને ગણિતાનુયોગ. દ્રવ્યાનુયોગ દ્રવ્યની મીમાંસા છે, ચરણકરણાનુયોગ આચારની મીમાંસા છે, ગણિતાનુયોગ એ બન્ને માટે અનિવાર્ય છે. ધર્મકથાનુયોગમાં રૂપક, કથાનક, દ્રષ્ટાંત વગેરે દ્વારા ધર્મનું સ્વરૂપ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. આચારાંગ સૂત્ર ચરણકરણાનુયોગનું એક અંગ છે. દ્વાદશાંગીનું પ્રથમ અંગ છે આચારાંગ. તેનું નામ છે બ્રહ્મચર્ય – બ્રહ્મની ચર્યા. બ્રહ્મચર્ય અને આચાર બન્ને પર્યાયવાચક શબ્દો છે. આપણે આચારનો વિચાર કરીએ. પ્રશ્ન ઉભવે છે કે આચાર શું છે. આચારનો સંબંધ
ચાર શબ્દો અત્યંત પ્રચલિત છે – અધ્યાત્મ, ધર્મ, આચાર અને નૈતિકતા. આપણે અધ્યાત્મને વ્યાખ્યાબદ્ધ કરીએ. જે ચેતનાપ્રધાન સાધના છે અથવા તો ચેતન્યાનુભૂતિ પ્રધાન સાધના છે, તે છે - અધ્યાત્મ. તેમાં આંતરિક ચેતન્ય ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, બહારના નિયમો-ઉપનિયમો ગૌણ હોય છે. ધર્મ છે સંયમપ્રધાન સાધના. જે નિગ્રહપ્રધાન હોય છે, તે છે ધર્મ. આચારનો સંબંધ ધર્મ અને અધ્યાત્મ બન્ને સાથે છે. અધ્યાત્મની ક્રિયાન્વિતિ પણ આચાર છે અને ધર્મની ક્રિયાવિતિ પણ આચાર છે, પરંતુ આચાર સ્વનિષ્ઠ હોય છે. આચારનો સંબંધ કોઈ બીજા સાથે નથી હોતો. નૈતિક્તા આચારનો જ એક પ્રકાર છે.બીજા તરફ આપણું જે સમ્યક્ આચરણ હોય છે, તેને નૈતિકતા કહેવામાં આવે છે. બીજાઓ સાથે આપણો જે વ્યવહાર હોય છે, તેની સાથે નૈતિકતા જોડાયેલી છે.
જે સમાજાભિમુખી ધર્મની સાધના છે, તે ધર્મનો આચાર કે નૈતિક્તા બની જાય છે. ભેળસેળ ન કરવી તે ધર્મ છે, તે આચાર પણ છે, નૈતિકતા પણ છે. કારણ કે તે સ્વગત આચાર નથી. ભેળસેળ ન કરવી
–– અસ્તિત્વ અને અહિંસા, ૧૮ ––
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org