________________
રેચન કરી દઈએ. આજે સંગ્રહની વૃત્તિ એટલી બધી પ્રબળ બનેલી છે કે માણસ વૃત્તિઓનો સંગ્રહ પણ કેમ ન કરે ? સૌથી સારી વૃત્તિ છે રેચનની વૃત્તિ. લોકોએ પોતાના મનમાં પણ એક કબાડીખાનું બનાવી દીધું છે. દસ વર્ષ પહેલાંની વાતને પણ તે મનમાંથી કાઢી શકતો નથી, તેની ગાંઠ વાળી રાખે છે. માનવીના મનમાં અનેક મનોગ્રંથિઓ બનેલી હોય છે. તે તેને ભૂલી શકતો નથી, તેનું રેચન કરી શકતો નથી. પરિણામે તે દુઃખી થયો છે.
આપણે પોતાની આલોચના કરવાનું શીખીએ, પ્રતિલેખના કરવાનું શીખીએ. મારો એક પણ દિવસ એવો નહિ જતો હોય કે જે દિવસે મેં પોતાનું પ્રતિલેખન ન કર્યું હોય. મારા વિકાસમાં જે સુવિધા છે તેને હું આત્મ-પ્રતિલેખનનું પરિણામ માનું છું. વિકાસ માટે આત્માલોચન કરવું અત્યંત અનિવાર્ય છે. જે માણસ આત્માલોચન કરવાનું નથી જાણતો તે માત્ર રૂઢ પરંપરા નિભાવતો રહે છે, નવું કશું જ કરી શકતો નથી. વિકાસનું સૂત્ર છે આત્માલોચનની વૃત્તિનું હોવું. જો આ એક વૃત્તિ આવી જાય તો કદાચ લોકવિચયની વૃત્તિનો વિકાસ થઈ જાય. લોકવિચયની વૃત્તિના વિકાસથી અનેક સમસ્યાઓનું સમાધાન સહજ શક્ય બની રહે છે.
ખતરનાક વૃત્તિ
સમસ્યા એ છે કે આપણો મોટા ભાગનો સમય બીજાઓ વિશે વિચારવામાં જ પસાર થઈ જાય છે. આપણે પોતાના વિશે વિચારતા જ નથી. મહાવીરે કહ્યું કે જે બીજાઓ વિશે વિચારતો રહે છે તે આતંકને નથી જોતો. આપણે એમ નથી વિચારતા કે માત્ર બીજાઓ વિશે વિચારવાનું પરિણામ શું મળશે ? બીજાઓ વિશે વિચારવું એ પોતાનું અહિત કરવાનો, પોતાની જાતના પતન માટેનો સૌથી સરળ ઉપાય છે. પોતાના વિશે વિચારવું, આત્માલોચન કરવું, તે પોતાના ઉત્કર્ષ માટેનો સૌથી સરળ ઉપાય છે. આ માત્ર અધ્યાત્મની વાત નથી, જીવનની સફળતાનું સૂત્ર છે. જે વ્યક્તિ જીવનમાં સફળ થવા ઇચ્છે છે તેણે આત્મનિરીક્ષણ અને આત્માલોચનનો માર્ગ અપનાવવો જ પડશે. જે આ માર્ગ અપનાવતો નથી, તેની માનસિક ક્ષમતાઓનો વિકાસ થતો નથી, તેના જીવનમાં વારંવાર અવરોધો અને અંતરાયો આવ્યા કરે છે. બીજાઓ
અસ્તિત્વ અને અહિંસા ર ૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org