________________
રહી જાય છે. સુખ આવે છે ત્યારે સુખ ભોગવી લે છે. દુઃખ આવે છે ત્યારે દુઃખ ભોગવી લે છે. તે માત્ર ભોગવતો જ રહે છે પરંતુ એવી આલોચના નથી કરતો કે મારે સુખ શા માટે ભોગવવાનું ? મારે દુઃખ શા માટે ભોગવવાનું? શું હું ભોગવવા માટે જ પેદા થયો છું? કે બીજું પણ કાંઈ મારે કાંઈ કરવાનું છે ? આત્મલોચન કર્યા વગર, પોતાની વૃત્તિઓની આલોચના કર્યા વગર કોઈપણ વ્યક્તિ સચ્ચાઈ સુધી પહોંચી શકતી નથી. ભગવાન મહાવીરે આલોચનાનું મહત્ત્વપૂર્ણ સૂત્ર આપ્યું – પંડિએ પડિલેહાએ- તમે પ્રતિલેખના કરો, જુઓ. જ્યારે વ્યક્તિ પ્રતિલેખના કરે છે, ત્યારે વૃત્તિઓનું રેચન કરવાનું સ્વાભાવિક બની રહે છે. રેચન કરવાનું શીખીએ
મહાવીરે કહ્યું કે જે વીર હોય છે, તે ન તો અરતિને સહન કરે છે કે ન તો રતિને સહન કરે છે મનમાં ક્યારેક અરતિ આવે છે તો ક્યારેક રતિ આવે છે. ક્યારેક મનમાં ઉદ્વેગ, આવેશ અને દુઃખ પેદા થઈ જાય છે તો ક્યારેક રતિ અને સુખ પેદા થઈ જાય છે. અરતિ અને રતિ એ બન્નેની વચ્ચે જીવનની નૌકાને હંકારવામાં આવે છે. પરંતુ જે વીર હોય છે તે અરતિ અને રતિ બન્નેને સહન નથી કરતો, તેનું રેચન કરી દે છે. રેચન કરવું એ મહત્ત્વની વાત છે. જે દુઃખ કે સુખ આવે, તેનું આલોચન કરો અને તરત જ તેનું રેચન પણ કરી દો. મનમાં કોઈ વાત આવે તો તરત તેને બહાર કાઢી દો. મનમાં કોઈક વાત આવી શકે છે કારણ કે તમામ દરવાજા – આંખ, કાન, નાક, વગેરે ખુલ્લાં છે, પરંતુ એ વાતને મનમાં જમાવી દઈએ તો સમસ્યા ઊભી થાય છે. મહેમાને ભોજન કરીને પાછા જવાનું હોય છે. મહેમાન આવે તો ભલે આવે, પરંતુ તેણે લાંબા સમય સુધી રોકાવવાનું નથી હોતું. એ જ રીતે જે વાત આવે તેને મનમાં સ્થિર ન કરો, તેનું રેચન કરતા જાવ. રતિ અને અરતિ બન્નેનું રેચન કરો, આત્માલોચન દ્વારા, આત્મનિરીક્ષણ દ્વારા. વિકાસનું સૂત્ર
જે વ્યક્તિ આત્માલોચન અને આત્મનિરીક્ષણ કરવાનું નથી જાણતી તે બૂરાઈઓ માટે પોતાના ઘરના તમામ દરવાજા ખોલી નાંખે છે, પોતાના ઘરને કબાડીખાનું બનાવી મૂકે છે. ખરેખર તો આમ થવું જોઈએ – આપણે સંગ્રહ ન કરીએ, તેને ઉપયોગમાં લઈએ અને તેનું
– અસ્તિત્વ અને અહિંસા , ૧૧૪ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org