________________
ગ્રંથિઓથી મુક્તિ થઈ જાય તો જીવનમાં સફળતા જ સફળતા પ્રાપ્ત થાય છે, વ્યક્તિને પોતાના લક્ષ્યથી કોઈ ચળાવી શકતું નથી. સમાધાન છે અનુપ્રેક્ષા
પ્રશ્ન છે કે આ બધી પરિસ્થિતિઓ સાથે શી રીતે મેળ પાડવો ? આ તમામનું એક સમાધાન છે અપેક્ષા. શ્રદ્ધાને નિરંતર એક સમાન બનાવી રાખવા માટે, ધૃતિને કાયમ ટકાવી રાખવા માટે, પરાક્રમને જાગૃત રાખવા માટે, જિજીવીષા અને મૃત્યભયથી મુક્તિ મેળવવા માટે જરૂર છે અનુપ્રેક્ષાની. રાજા ભરત પણ ચક્રવર્તી હતો અને રાજા બ્રહ્મદત્ત પણ ચક્રવર્તી હતો. જેને સાહિત્યનો અભ્યાસ કરનાર વ્યક્તિ જાણે છે કે ભરતનું જીવન કેવું હતું અને બ્રહ્મદત્તનું જીવન કેવું હતું. ભારત અને બ્રહ્મદત્તના જીવનમાં જે તફાવત જોવા મળે છે તેનું એક કારણ અનુપ્રેક્ષા છે. એવી રાજ પરંપરા હતી કે જ્યારે રાજા જાગૃત હોય ત્યારે મંગલપાઠકો મંગળ ધ્વનિ કરતા. જ્યારે શંખ વગાડવામાં આવતો, ત્યારે રાજા જાગૃત થતા. ચક્રવર્તી ભરતે મંગલપાઠકોને એવો નિર્દેશ આપ્યો હતો કે જ્યારે મંગળધ્વનિ કરવામાં આવે ત્યારે આ સૂત્રનું ઉચ્ચારણ પણ કરવામાં આવે – વધતે ભયમ્-ભય વધી રહ્યો છે. ભરત ચક્રવર્તી આ પ્રયોગને કારણે અભય બની ગયા, અનાસક્ત બની ગયા. તેઓ વિશાળ સામ્રાજ્યના અધિનાયક હતા છતાં ભીતરમાં અનાસક્તિ પ્રબળ હતી અને તે અનાસક્તિ એટલી બધી વધી કે તેઓ મહેલમાં બેઠા બેઠા જ કેવલી બની ગયા. અમોઘ સૂત્ર
આ અનુપ્રેક્ષાનો પ્રયોગ જીવનને બદલવાનો શક્તિશાળી પ્રયોગ છે. જો જીવનમાં આ પ્રયોગ આવી જાય તો વિચલનની ભાવના ઉત્પન્ન જ નહિ થઈ શકે. અનુપ્રેક્ષાનો પ્રયોગ ન કરનાર મુનિ જીવનમાં વિચલિત થઈ જાય છે. મહાવીરનું આ વચન મહત્ત્વપૂર્ણ છે- જે મુનિ શ્રદ્ધા, વૃતિ અને પરાક્રમને ટકાવી રાખવાનો પ્રયોગ નથી કરતો, તેનો ગૃહત્યાગ નગૃહત્યાગ જેવો બની રહે છે. જીવનની સફળતા માટે નિરંતર ચાલ્યા કરવું, પ્રયોગના તાપમાં પોતાની જાતને પકાવતાં રહેવું અત્યંત શ્રેયસ્કર છે અને સફળતાનું એ જ અમોઘ સૂત્ર પુરવાર થઈ શકે છે.
——- અસ્તિત્વ અને અહિંસા , ૨૪૬
——
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org