________________
જે જમ્મદેસી સે મારદેસી જે જન્મને જુએ છે તે મૃત્યુને જુએ છે. જે મારદેસી સે નિરયદેસી જે મૃત્યુને જુએ છે તે નરકને જુએ છે. જે નિરયદેસી સે દુષ્પદંસી
જે નરકને જુએ છે તે દુઃખને જુએ છે. અંતહીન ચક્ર
દુઃખચક્રનું આદિબિંદુ ક્રોધ છે અને અંતિમબિંદુ દુ:ખ છે. એમ કહેવાય છે કે ચોર્યાસી લાખ જીવયોનિનું એક ચક્ર છે, જેમાં પ્રાણી નિરંતર ફરતું રહે છે. એમાં એક જ દરવાજો છે જેમાંથી નીકળવાનું અત્યંત મુશ્કેલ છે. ક્યારેક ક્યાંક દરવાજો મળી જાય, નસીબ યારી આપે અને વ્યક્તિ આંખો બંધ ન કરે તો તે આ ચક્રથી - આ ભવભ્રમણથી છૂટકારો પામી શકે છે, પરંતુ જ્યારે નસીબ યારી નથી આપતું ત્યારે આ વાત સમજવામાં પણ ભારે મુશ્કેલીનો અનુભવ થાય છે. જ્યાં કંઈક રસ્તો મળવાની ઘટના આવે છે ત્યાં આંખો બંધ કરી લેવાની વાત આવી જાય છે. આપણે આ વાત બીજી રીતે વિચારીએ. ક્રોધ અને દુઃખનું એક અંતહીન ચક્ર છે. એમાંથી નીકળવાનું અતિદુષ્કર છે. અજ્ઞાનનું એક એવું આવરણ છવાયેલું છે કે માનવી આંખો બંધ કરીને ચાલી રહ્યો છે. આંખો ખુલ્લી હોવા છતાં તે આવરણ જોવામાં એક પ્રકારનો અવરોધ બનાવી મૂકે છે. ક્યારેક ક્યારેક માણસ જાણી જોઈને પણ આંખો બંધ કરી લે છે. એ જ કારણે વ્યક્તિ દુઃખના મૂળ તરફ ધ્યાન આપતી નથી. તે દુઃખના સ્થૂળ રૂપને ખતમ કરવામાં જ પોતાની સઘળી શક્તિનું નિયોજન કર્યા કરે છે. ચિંતનનો દૃષ્ટિકોણ
શરીરમાં તાવ આવે છે, શરદી થઈ જાય છે. ત્યારે વ્યક્તિ એમ વિચારે છે કે મને દુઃખ પેદા થઈ ગયું છે. તે એનો ઉપચાર કરવાની ચિંતા કરવા લાગે છે. પરિચારક પણ એમ કહે છે કે આનો વહેલી તકે ઉપચાર કરાવવો. માણસને ક્રોધ પણ આવે છે. પરંતુ શું ક્રોધ બાબતે તે એમ વિચારે છે કે ખરો કે મને દુઃખ પેદા થયું છે ? મારે એનો
- અસ્તિત્વ અને અહિંસા - ૧૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org