________________
વ્યક્તિ પોતે જ ભાગ્યવિધાતા છે
મહાવીરે કહ્યું કે વ્યક્તિ પોતે જ પોતાની ભાગ્યવિધાતા છે. વ્યક્તિના ભાગ્યની ડોર વ્યક્તિના પોતાના હાથમાં છે, પરંતુ તે ત્યાં સુધી છે જ્યાં સુધી સાચા અર્થમાં પુષાર્થ સક્રિય રહે. જો પુરુષાર્થ ખોટો થઈ જાય તો પોતાના દુર્ભાગ્યનો વિધાતા પણ માણસ પોતે જ બની જાય છે. જો માણસ પુરુષાર્થ ન કરે તો, આળસુ બની જાય તો, સઘળું ખરાબ થઈ જાય છે. કર્મવાદને માનનારા આ તથ્યને સમજ્યા- ભાગ્યનો ઉદય થવાનો છે. પરંતુ જો તેને અનુરૂપ પુરુષાર્થ કરવામાં ન આવે તો ભાગ્યનો ઉદય પણ અટકી જશે. જો ખોટો પુરુષાર્થ કરી લેવામાં આવશે તો ભાગ્યનો ઉદય અટકી જશે. આપણે એ વાત તરફ ધ્યાન આપીએ કે – આળસ ન આવે, ખોટો પુરુષાર્થ ન થાય, સાચો પુરુષાર્થ સતત ચાલ્યા કરે. હાથ ઉપર હાથ રાખીને બેસી રહેવાથી પેટ ભરાતું નથી. રસોઈ તૈયાર હોય છતાં ભૂખ તો ત્યારે જ મટશે કે જ્યારે આપણે ખાવા માટેનો પુરુષાર્થ કરીશું. જે ભાગ્યવાદી કે ઈશ્વરવાદી લોકો છે તેઓ નિરાશ થઈને બેસી શકે છે, પરંતુ કર્મવાદી માણસ ક્યારેય નિરાશ થઈને બેસતો નથી. તેને પોતાના પુરુષાર્થ પર વિશ્વાસ હોય છે. આત્મા સર્વસ્વ છે.
મૂળ વાત છે – પ્રજ્ઞા આત્મા સાથે જોડાયેલી છે કે નહિ? જો આપણે આત્મા સાથે જોડાયેલા હોઈશું તો આપણો પુરુષાર્થ સાચી દિશામાં થશે અને જો આપણે આત્મા સાથે નહીં પરંતુ શરીર સાથે જોડાયેલા હોઈશું તો પુરુષાર્થની દિશા સાચી નહીં રહી શકે. સાધુજીવન હોય કે શ્રાવકજીવન, પુરુષાર્થનું સાચી દિશામાં નિયોજન નહીં થાય તો આપણે આપણા લક્ષ્યમાં સફળ નહીં થઈ શકીએ. આપણે શરીર સાથે જોડાયેલા છીએ તો એનો અર્થ એ છે કે આપણે નિતાંત ભૌતિકવાદી બની ગયા છીએ, નાસ્તિક બની ગયા છીએ. આપણે શરીરને પોષીએ છીએ પરંતુ એને સર્વસ્વ સમજીને નથી ચાલતા. જે ક્ષણે સમ્યક્રર્શનનું પ્રથમ કિરણ ફૂટે છે, તે સચ્ચાઈનું જ્ઞાન થાય છે કે શરીર સર્વસ્વ નથીએ તો માત્ર યાત્રા ચલાવનારું સાધન છે. આત્મા સર્વસ્વ છે. આ દૃષ્ટિકોણ આત્મસાત્ થવો એ જ સમ્યગ્દર્શન છે. સાધનાનો પ્રથમ પડાવ સમ્યક્દર્શન છે. આ સ્થિતિમાં આત્મપ્રજ્ઞા જાગે છે, વ્યક્તિ વિષાદમાંથી મુક્તિ પામે છે. જેટલો વિષાદ હોય છે તે બધો
– અસ્તિત્વ અને અહિંસા ક ૨૨૭ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org