________________
જાય, મમત્વ થઈ જાય. ઉગ્ર વિહારની વાત સાધનાની દષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નવ-કલ્પ વિહારનું વિધાન સાધુત્વનો અનિવાર્ય નિયમ નથી. તે સાધનાની દૃષ્ટિએ સંભાવનાના વર્જનનો નિયમ છે. ઘણાં બધાં વિધાનો નિમિત્તોથી બચવા માટે કરવામાં આવે છે. એક સૂત્ર આપવામાં આવ્યું – ગ્રામ-અનુગ્રામ વિહાર કરવો, પરિચય ઓછો કેળવાશે, લગાવ ઓછો થશે. મમત્વની ગાંઠને જામવાની તક ઓછી મળશે. તપસ્યાઃ દિશા-પરિવર્તન
- બ્રહ્મચર્યની સાધનાનું આ મહત્ત્વપૂર્ણ સૂત્ર છે – અમમત્વ અને અપ્રતિબદ્ધતા. આટલી સાધના પછી પણ એમ લાગે કે મમત્વની ગાંઠ ખૂલતી નથી તો આહાર તદ્દન છોડી દો, તપસ્યા શરૂ કરો. તપસ્યા થકી મમત્વની ગાંઠ ઉપર એક આઘાત પહોંચે છે, તે તૂટવા માંડે છે.
- બ્રહ્મચર્યની સિદ્ધિનો એક ભાવાત્મક ઉપાય બતાવવામાં આવ્યો, મનની સાધના કરો. મનનો લગાવ જે તરફ હોય તે તરફથી મન પાછું વાળી દો. સંકલ્પને બીજી દિશામાં પ્રવાહિત કરો. આસન
આ પણ એક ઉપાય છે. એનો અર્થ આ પ્રમાણે છે : જે ઊર્જા બને છે તેને સંતુલિત કરી દેવી. આસનની સાથે કંઈક વિશેષ વાતો પણ જોડાયેલી હોય છે. આસનથી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તથા નાડીતંત્રનું, શરીરના તમામ અવયવોનું સંતુલન બની જાય છે. સર્વાગાસન માત્ર બે પગને ઊંચા કરવાનું જ આસન નથી, માત્ર આરોગ્ય ઉપર પ્રભાવ પાડનારું આસન જ નથી. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને પ્રભાવિત કરનારું મહત્ત્વપૂર્ણ આસન છે. કેટલાંક આસનો એવાં હોય છે જે શારીરિક આરોગ્યના લાભની દૃષ્ટિએ ઉપયોગી હોય છે. કેટલાંક આસનો એવાં છે કે જે સીધાં નાડીતંત્ર અને ગ્રંથિતંત્રને પ્રભાવિત કરે છે. થાઈરોઈડ ગ્રંથિ આપણી શરીરરચનાની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તે ભાવના સાથે પણ જોડાયેલી છે. એમ કહી શકાય કે, જેની થાઈરોઈડ ગ્રંથિમાં ગરબડ થઈ ગઈ તેનું સમગ્ર જીવન એક રીતે ગરબડવાળું થઈ જાય છે. સર્વાગાસનથી થાઈરોઈડ ગ્રંથિ પ્રભાવિત થાય છે. એક આસન છે શશાંકાસન. તે માત્ર પેટને જ પ્રભાવિત નથી કરતું, એડ્રીનલ ગ્લેન્ડને પણ પ્રભાવિત કરે છે. બ્રહ્મચર્યની સાધનામાં આ આસનોનું મહત્ત્વ
સ્વયં સ્પષ્ટ છે. ----------
- અસ્તિત્વ અને અહિંસા કે ૨૦૨ –- ----~-----
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org