________________
ગરબડો પેદા થાય છે. જે વ્યક્તિને ગેસની મુશ્કેલી હોય છે તેને ખબર હોય છે જ કે, ગેસની બીમારીને કારણે અન્ય કઈ કઈ બીમારીઓ પેદા થાય છે. અપાન વાયુ અશુદ્ધ રહે એનો અર્થ છે – આમાશય, પક્વાશય, મોટા આંતરડાનો સમગ્ર ભાગ વગેરે શુદ્ધ નથી રહ્યાં. જ્યારે અપાન વાયુ અશુદ્ધ થાય છે, ત્યારે ખરાબ વિચારો, ખરાબ સ્વપ્નો, હિંસાના ભાવ, વાસનાની વૃત્તિઓ ઉદ્દીપ્ત થતાં રહે છે. અપાન વાયુની અશુદ્ધિનું મુખ્ય કારણ અતિ ભોજન છે. વધુ ખાવું એનો અર્થ જ છે કબજિયાત થવી. જેટલું ખાવામાં આવે છે, તે બધું પચતું નથી. જમા થતું જ રહે છે. તે ધીમે ધીમે સંડાધ પેદા કરે છે, અશુદ્ધ બની જાય છે. આવા સંજોગોમાં ચિત્ત અને મનની પવિત્રતા પ્રભાવિત થયા વગર રહેતી નથી.
બ્રહ્મચર્ય-સિદ્ધિના આ બે ઉપાયો : નિર્બળ આહાર અને અલ્પ આહાર ભોજન સાથે સંબંધ ધરાવે છે. આપણે આહારનો વિવેક કરીએ. આહારનો વિવેક સભ્ય રૂપે સંપાદિત થતો રહેશે. કાયોત્સર્ગ
બ્રહ્મચર્યની સિદ્ધિનો અન્ય એક ઉપાય ઊભા ઊભા કાયોત્સર્ગ કરવાનો છે. બ્રહ્મચર્યની સાધનાનો એ મહત્ત્વપૂર્ણ ઉપાય છે. પુરુષોએ બંને હાથ ઊંચા કરીને ધ્યાન કરવું. સ્ત્રીઓ માટે એનો નિષેધ છે. બીદાસરમાં એક શ્રાવક થઈ ગયા, નેમિચંદજી સેનાની. તે બંને હાથ ઊંચા કરીને ઊભા ઊભા સામાયિક કરતા હતા. ઊભા ઊભા ધ્યાન કરવું એ સાધનાની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનું છે. એમાં ઊર્જાનું એક વલય બને છે. ઊર્જા એક જ જગાએ વધુ જમા થઈ જતી નથી. આપણા શરીરની એવી પ્રકૃતિ છે કે ઊર્જા નીચેની તરફ વધારે વહે છે. એ ઊર્જાને ઉપરની તરફ લઈ જવી ખૂબ જરૂરી છે. ઊર્જાને ઉપર લઈ જવા માટે સીધા થવું જરૂરી છે. ભલે સૂઈ જઈને સીધા રહો કે ઊભા ઊભા. આ એક ઉપાય છે ઊર્જાના ઊર્વીકરણનો, બ્રહ્મચર્યની સિદ્ધિનો. મમત્વનો વિચ્છેદ
- બ્રહ્મચર્યની સિદ્ધિઓનો અન્ય એક ઉપાય મમત્વના વિચ્છેદનો છે. માણસ સામાજિક પ્રાણી છે. તે સમાજની વચ્ચે જીવે છે તેથી સમાજની સાથે લગાવ થવો અત્યંત પ્રાસાંગિક છે. મહાવીરે બ્રહ્મચારી મુનિ માટે વિધાન કર્યું કે, એક ગામમાં વધુ સમય ના રહો. જો કોઈ મુનિ એક જ ગામમાં લાંબા સમય સુધી રહે તો શક્ય છે કે તેને લગાવ થઈ
---- અસ્તિત્વ અને અહિંસા કે ૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org