________________
લોકવિજય : આત્માલોચન પોતાની વૃત્તિઓનું
પોતાની વૃત્તિઓને જોવાની પ્રવૃત્તિ ખૂબ અલ્પ હોય છે. વૃત્તિઓને પોતાનું કામ કરવાની તક ત્યારે જ મળે છે જ્યારે માલિક જાગૃત નથી હોતો. માલિક ઊંઘતો હશે તો ચોરને પણ ચોરી કરવાની ઉત્તમ મળી જશે. વૃત્તિઓની સાથે પણ એમ જ થઈ રહ્યું છે. માલિક વૃત્તિઓને જોતો જ નથી, એ તરફ ધ્યાન આપી શકતો જ નથી. તેથી તે ગમે ત્યારે આવી જાય છે. વ્યક્તિ ક્યારેય એમ નથી પૂછતી કે તમે કોણ છો ? ક્યાંથી આવી છો ? શા માટે આવી છો ? શું કરવા ઇચ્છો છો ? માણસ ક્યારેય તેમની સાથે સંપર્ક કરવા જ નથી ઇચ્છતો. તેણે વૃત્તિઓને ખુલ્લી સ્વતંત્રતા આપી રાખી છે અને વૃત્તિઓ તેનો પૂરો લાભ લઈ રહી છે. આ સમસ્યાનું કારણ છે તેથી એક શબ્દ દ્વારા એવો નિર્દેશ આપવામાં આવ્યો કે લોકનો વિચય કરો. લોક એટલે શરીર. લોક એટલે કષાય. પોતાની ભાષાયિક વૃત્તિઓનો વિચય કરો, તેનું આલોચન કરો, તેમને જૂઓ, તેમની ઉપેક્ષા ન કરો. આલોચના વગર સચ્ચાઈ સમજાશે નહિ. જે આલોચના કરે છે તે દરેક વાત શોધી લે છે. વિચિત્ર વિષય
હમણાં થોડાક દિવસો અગાઉ “ગુજરાત સમાચાર'માં એક લેખ પ્રગટ થયો હતો. એના લેખક હતા સુધીર દેસાઈ. પ્રસંગ આ પ્રમાણે હતો – શંકરાચાર્યની બારમી શતાબ્દી ઉજવાઈ રહી હતી. એ સંદર્ભમાં અમદાવાદમાં એક આયોજન હતું, જેમાં શ્રી દેસાઈને પોતાનો શોધ નિબંધ વાંચવાનો હતો. એનો વિષય ખૂબ વિચિત્ર હતો. આદ્ય શંકરાચાર્ય અને મંડનમિશ્ર વચ્ચે શાસ્ત્રાર્થ થયો. શાસ્ત્રાર્થની મધ્યસ્થતા સંભાળી હતી મંડનમિશ્રની પત્ની ઉભય ભારતીએ. શ્રીમતી મિશ્ન એક ઉપાય શોધ્યો. તેમણે શંકરાચાર્ય અને મંડનમિશ્ર બન્નેના ગળામાં ફૂલોની માળા પહેરાવી દીધી. કસોટી એ હતી કે જેની માળા પ્રથમ કરમાઈ જાય તેને પરાજિત સમજવો. જેની માળા ન કરમાય તેને વિજેતા સમજવો. શાસ્ત્રાર્થ
- — અસ્તિત્વ અને અહિંસા , ૧૧૨ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org