________________
જ્યાં સ્વર મન થઈ જાય છે
આ જગત ખૂબ વિશાળ પણ છે અને ખૂબ નાનું પણ છે. તે એટલું સૂક્ષ્મ છે કે આપણે ત્યાં સુધી પહોંચી નથી શકતા. મોટાને જાણી શકાય છે પરંતુ નાનાને જાણવાનું મુશ્કેલ હોય છે. સ્થૂળ પકડમાં આવે છે, સૂક્ષ્મને પકડવાનું અત્યંત કઠિન હોય છે. તલવાર લાકડીને કાપી શકે છે પરંતુ તે નાનકડા પરમાણુને નથી કાપી શકતી. એટલા માટે જ કહેવામાં આવ્યું કે સ્થળ ઉપર ઝાઝો ભરોસો ન કરો. સ્થૂળથી ડરવા જેવી વાત પણ મહત્ત્વની નથી. વ્યક્તિ સૂક્ષ્મથી ડરે છે. સૂક્ષ્મ તેજસ્વી હોય છે, સ્થૂળ તેજસ્વી નથી હોતું. સૂક્ષ્મને પકડવાનું સહજ શક્ય નથી. પ્રશ્ન શુદ્ધ આત્માનો
સવ્વ સારા નિયëતિ- જ્યાંથી તમામ સ્વર પાછા વળે છે, એ સૂક્ત સૂક્ષ્મ તત્ત્વને રજૂ કરનારું છે. એ સૂક્ષ્મ તત્ત્વ સુધી ન તો બુદ્ધિ પહોંચી શકે છે, ન તો તર્ક પહોંચી શકે છે કે ન તો શબ્દ પહોંચી શકે છે. આપણી પાસે જાણવા માટેનાં જે સાધનો છે, તેમની સૂક્ષ્મ સુધીની પહોચ નથી.
મહાવીરે જીવોના બે પ્રકાર બતાવ્યા – સંસારી જીવ અને અસંસારી જીવ. બદ્ધ જીવ અને મુક્ત જીવ. સંસારી જીવ સ્થળ છે, તે દેખાય છે. તેણે વસ્ત્રો પણ પહેરેલાં છે. શુદ્ધાત્મા અને મુક્ત જીવ પાસે કશું જ નથી. તેને ન તો શરીર છે, ન રૂપ છે, ન આવરણ કે ન તો માધ્યમ છે. તેથી તેને જાણવાનું અત્યંત મુક્લ છે. આચારાંગમાં મુક્ત આત્માનું જે વિવેચન કરવામાં આવ્યું છે, તેને આપણે શુદ્ધ આત્મા કે પરમાત્મા કહી શકીએ. તે આત્માનું અત્યંત માર્મિક વિવેચન છે. આત્માનું આવું મહત્ત્વપૂર્ણ વર્ણન અન્યત્ર દુલર્ભ છે. શબ્દાતીત
પ્રશ્ન એ થયો કે આપણે આત્માને જાણવો કઈ રીતે? જાણવાનું આપણી પાસે એક સાધન છે શબ્દ, પરંતુ તે સાવ સામાન્ય માધ્યમ છે.
– અસ્તિત્વ અને અહિંસા કે ૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org