________________
ધર્મકથા પછી, સ્મશાનમાં અને મૈથુન પછી જે મતિ રહે છે તે જો હંમેશાં ટકી રહે તો કઈ વ્યક્તિ બંધનમુક્ત ન થાય ? માર્મિક વાત | મુક્તિના સંદર્ભમાં કવિએ અત્યંત માર્મિક વાત કહી છે. જ્યારે
વ્યક્તિ પ્રવચન સાંભળે છે ત્યારે પ્રવચનને અંતે તેની જે મતિ બને છે, પવિત્ર બુદ્ધિ જાગે છે, એનાથી વ્યક્તિના મનમાં વૈરાગ્ય જાગી જાય છે. તે એમ વિચારે છે કે હવેથી હું કોઈ અકરણીય કામ નહિ કરું. સ્મશાનમાં ગયેલો માણસ એમ વિચારે છે કે વ્યક્તિ આ સંસારમાં, મોહજાળમાં ફસાયેલી છે. જ્યારે મૃત્યુ આવશે તેની કશી ખબર પડતી નથી. એક દિવસ આ સંસારમાંથી સદાયને માટે વિદાય લેવાની છે. એવી મતિનું નિર્માણ થાય છે કે એનું મન વૈરાગ્યથી ભરાઈ જાય છે. મૈથુનને અંતે, કામ-ભોગને અંતે શક્તિનો જે ક્ષય થાય છે તે વખતે પણ વ્યક્તિની મતિ એમ વિચારે છે કે હવે પછી ક્યારેય આવા ભોગ નહિ ભોગવું. આ ત્રણ અવસ્થાઓમાં જે મતિ બને છે તે મતિ જો નિરંતર ટકી રહે તો પ્રત્યેક વ્યક્તિ મુક્ત થઈ જાય.
પ્રવચન સાંભળતી વખતે જે મતિ બને છે, પ્રવચન સમાપ્ત થયા પછી ઘેર કે દુકાને જતાં જ એ મતિ નીચે દબાઈ જાય છે. એક પ્રજ્વલિત જ્યોતિ રાખના ઢગલા નીચે દબાઈ જાય છે. સ્મશાનમાં જે વૈરાગ્ય જાગે છે, તે ઘેર આવીને સ્નાન કરવાની સાથે સાથે ધોવાઈ જાય છે. કામ, ભોગ પછી ગ્લાનિનો ભાવ જાગે છે, મનમાં એક વખત વિરક્તિનો ભાવ જાગી જાય છે. વ્યક્તિ કંઈક ખાય-પીએ છે, શક્તિનું અર્જન કરી લે છે, કામ-ભોગ અને મોહના ભાવ પ્રબળ બનવા લાગે છે. તેની નીચે વૈરાગ્યનો ભાવ દબાઈ જાય છે. સ્થાયિત્વનો ઉપાય
આપણે ધર્મની દૃષ્ટિએ વિચાર કરીએ તો આ મતિને સ્થાયી બનાવવી જરૂરી છે. મતિને સ્થાયી બનાવવાનો એક ઉપાય છે - અનુપ્રેક્ષા, ચિંતન અને આત્મનિરીક્ષણ. સતત સ્મૃતિની જે વાત કહેવામાં આવી, સ્મૃતિ પ્રસ્થાન અને ભાવક્રિયાની જે વાત કહેવામાં આવી એનો અર્થ છે – એ વાતનું વારંવાર રટણ કરો, નિરંતર એ વાતને ધ્યાનમાં રાખો, જાગરૂકતા અને અપ્રમાદમાં રહો. અપ્રમાદનો એક અર્થ છે સતત સ્મૃતિ. પ્રમાદનો શાબ્દિક અર્થ છે વિસ્મૃતિ. જે વાત સ્મૃતિમાં હતી, તે
– અસ્તિત્વ અને અહિંસા ૪ ૧૮૧ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org