SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ તમામનું મુખ્ય કારણ મોટાઈ છે. કેટલાક લોકો પોતાના માટે ભારે દમામદાર પરિગ્રહ કરતા રહે છે, એને કારણે બીજાઓના મનમાં પ્રતિક્યિા પેદા થાય છે. તેઓ તેને પછાડવાની કોશિશમાં જોડાઈ જાય છે. ઇતિહાસ સાક્ષી છે કે રાજાઓ અને સમ્રાટો એકબીજાને પછાડવા, હરાવવા, પોતાને આધીન બનાવવાના પ્રયત્નો કરતા રહ્યા છે. કોઈ રાજાના મંત્રીએ પયંત્ર રચ્યું તો કોઈ રાજાના પુત્ર કે રાજાના ભાઈએ ગાદી પચાવી પાડવાનો પ્રયત્ન કર્યો. આ તમામ ઘટનાઓ એટલા માટે ઘટી કે તે લોકો બીજાઓને સહન ન કરી શક્યા. સૌ એમ ઇચ્છતા હતા કે બધા સમાન બની રહે, હળવા બની રહે. શરીર-લાઘવ મોટાપો બે કારણે થાય છે. બાહ્ય વસ્તુઓ વ્યક્તિને મોટી બનાવે છે, અંદરનાં તત્ત્વો પણ તેને મોટી બનાવે છે. આપણી અંદરની ચેતના છે મમત્વચેતના. જેટલો મમત્વનો ભાર હોય છે એટલો જ માણસ નીચે દબાતો જાય છે. મહાવીરે હળવા બનવાના કેટલાક પ્રયોગો બતાવ્યા છે. પ્રથમ પ્રયોગ છે શરીરની લઘુતાનો. મહાવીરે કહ્યું કે જે પ્રજ્ઞાવાન બની ચૂક્યો છે, તેની ભૂજાઓ કૃશ હશે, તેનાં માંસ-લોહી પ્રતનુ હશે. શરીરનું કૃશ હોવું એ પ્રજ્ઞાવાન પુરુષનું ચિહ્ન છે. કોઈ સાધક વ્યક્તિ કે જે મમત્વને ઘટાડી રહી છે, મોહને ઘટાડી રહી છે, એનામાં માંસ અને લોહીનો અતિશય ઉપચય ન થવો જોઈએ. એમ માનવામાં આવ્યું કે માંસ અને લોહીનો વધારાનો ઉપચય મોહ-મૂચ્છ વધારનાર હોય છે. આ એક મહત્ત્વનું સૂત્ર છે- વધુ માંસ અને વધુ લોહી હોવું એ ધ્યાન અને આરોગ્ય બંને માટે અહિતકર છે. પ્રજ્ઞાવાન પુરુષમાં શરીર લાઘવ હોય છે. ભુજાઓ સુદૃઢ બનવી કોઈ મલ્લ માટે આવશ્યક હોઈ શકે, પરંતુ એક સાધક માટે તે બરાબર નથી. જે સુખ અને શાંતિનું જીવન જીવે છે, એના માટે શરીર-લાઘવનું સૂત્ર મહત્ત્વપૂર્ણ છે. ઉપકરણ-લાઘવ બીજું તત્ત્વ છે- ઉપકરણ-લાઘવ. પદાર્થ-લાઘવની વાત વર્તમાન સંદર્ભમાં અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આજે સામાજિક વિગ્રહ અને સામાજિક સંઘર્ષનું કારણ પદાર્થોની મોટાઈ બની રહી છે. પદાર્થના સંગ્રહને કારણે – અસ્તિત્વ અને અહિંસા, ૨૩૭ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy