________________
માણસ પોતાનો મોટાપો ખૂબ વધારી મૂકે છે. પદાર્થનું કામ મોહ જગાડવાનું છે. તથ્ય તો એ છે કે એક અણુ માત્ર પગલ પણ આપણી અંદર મોહ પેદા કરે છે. કયારેક કયારેક પદાર્થ એટલો બધો ભયંકર અનર્થ પેદા કરે છે કે જેની કલ્પના પણ કરી શકાતી નથી. મમત્વની ચેતના અને પદાર્થની ચેતના એ બન્નેનો ભાર શરીર અને મનને મોટાં બનાવી રહ્યો છે, વ્યક્તિ માટે આવો મોટાપો ખતરનાક બની રહ્યો છે. લઘુતાઃ પ્રભુતા
મહાવીરે લઘુતાના અનુભવને વિશેષ મહત્ત્વ આપ્યું. જે દિવસે લધુતાનો અનુભવ થાય છે, એ દિવસે વ્યક્તિના ભીતરમાંથી આપોઆપ પ્રભુતા પ્રગટે છે. બહારની પ્રભુતા પ્રતિક્રિયા પેદા કરે છે પરંતુ ભીતરની પ્રભુતા પ્રતિક્રિયા નહિ, પ્રસન્નતાને જન્મ આપે છે. તે પોતાના માટે પણ આનંદદાયક હોય છે અને બીજાઓ માટે પણ આનંદદાયક હોય છે. એક મુનિ માટે વિધાન કરવામાં આવ્યું કે તેણે ત્રણ પછેડી કરતાં વધારે ઉપકરણો ન રાખવાં જોઈએ. મહાવીરે કહ્યું કે તમે લઘુતાનો પ્રયોગ કરો, તમારાં તપ-તેજ વધતાં જશે. આપણે સમાજની દૃષ્ટિએ વિચાર કરીએ તો અચેલ રહેવું સમાજને માન્ય નથી, પરંતુ એના કારણે થનારી લઘુતાને નકારી શકાય તેમ નથી. મહત્ત્વપૂર્ણ સચ્ચાઈ
મહાવીરે સ્વયં લાઘવનો પ્રયોગ કર્યો . ન વસ્ત્રનો પ્રયોગ કે ન પાત્રનો પ્રયોગ. જે કાંઈ મળતું તે હાથમાં જ ખાઈ લેતા. ન ઠંડીની ચિંતા, ન ગરમીની ચિંતા, ન ભૂખની ચિંતા, ન તરસની ચિંતા, ન વસ્ત્રની ચિંતા, ન પાત્રની ચિંતા. કોઈ ચિંતા નહિ, કોઈ ભાર નહિ. મહાવીર ભીતરથી હળવા હતા, બહારથી પણ હળવા હતા. અત્યંત મુલ છે આટલા હળવા બનવું. મહાવીરે જેટલાં કષ્ટો વેઠ્યાં, એટલો જ અંદરથી આનંદનો સ્ત્રોત વહી નીકળ્યો. આ વિચિત્ર દુનિયા છે. માણસ જેટલો સુવિધામાં જીવે છે એટલો જ કંટાળતો જાય છે, માનસિક તનાવથી ભરાતો જાય છે અને જેટલું કષ્ટપૂર્ણ જીવન જીવે છે, એટલો જ આંતરિક આનંદ પ્રગટ થતો જાય છે. આ એક મહત્ત્વપૂર્ણ સચ્ચાઈ છે.
–– – અસ્તિત્વ અને અહિંસા , ૨૩૮ — —–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org