SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ આ તમામ સમસ્યાઓ એટલા માટે પ્રબળ બનેલી છે કે દુઃખના મૂળનો નાશ કરવાની દિશામાં કોઈ જ પ્રયત્ન થતો નથી. જો આ દુઃખચક્રને સમજી લેવામાં આવે તો અનેક સમસ્યાઓ આપોઆપ ઊકલી જાય. આહાર-પાણીની સમસ્યા પણ આ દુઃખચક્રના કારણે જટિલ બનેલી છે. જો લોભની પ્રબળતાનો ઇલાજ કરવામાં આવ્યો હોત, લોભશમનતી દવાઓનું સંશોધન તથા તેના પ્રયોગો થયા હોત તો આહાર-પાણીની સમસ્યા ન રહેત. જગતમાં જેટલાં પશુ-પક્ષીઓ છે તેમાં શું કોઈ ભૂખને કારણે મરે છે ? ભૂખને કારણે મરનારાઓની સંખ્યા કેટલી છે? પૃથ્વી કેટલું બધું પેદા કરે છે ! થોડોક વરસાદ પડે છે અને ચારેતરફ હરિયાળી મહોરી ઊઠે છે. તો પછી ભૂખની સમસ્યા શા માટે છે ? આ સમસ્યા એ લોકોએ પેદા કરી છે કે જેઓ સ્વાર્થી છે, લોભી છે. ક્યાંક ક્યાંક ધન અને અનાજના ઢગલા છે અને ક્યાંક ક્યાંક ખાવા માટે પૂરતું અનાજ પણ મળતું નથી. વાસ્તવમાં આ સમસ્યાનું મૂળ લોભ છે. આપણે મહાવીરના આ વચનને સમજીને જ સમસ્યામુક્ત જીવન જીવી શકીશું. જો વાસ્તવિક દુઃખચક્ર દૂર થઈ જશે તો લૌકિક દુઃખચક્ર આપોઆપ દૂર થઈ જશે. આ સચ્ચાઈના આલોકમાં જ દુઃખમુક્તિનું સ્વપ્ન સાર્થક બની શકશે. - અસ્તિત્વ અને અહિંસા કે ૧૪૨ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy