________________
ભય જગાડે છે અને તે ભય વ્યક્તિને ખરાબ માર્ગે જતી અટકાવવામાં ઉપયોગી બને છે.
ધર્મનો મૂળ આધાર
આજ્ઞાના આ ત્રણ અર્થ- અતીન્દ્રિયજ્ઞાન, માર્ગદર્શન અને નિયંત્રણ, આણાએ મામગં ધર્માં- આ સૂક્તને નવો સંદર્ભ આપે છે. આ સૂક્તનો પરંપરાગત અર્થ છે- મારો ધર્મ મારી આજ્ઞામાં છે. તમે મારા ધર્મને જાણીને મારી આજ્ઞાનું પાલન કરો. જ્યાં સુધી જાણશો નહિ, ત્યાં સુધી મારા ધર્મનું પાલન કઈ રીતે કરશો ? મહાવીરનો સમગ્ર ધર્મ જ્ઞાન ઉપર ટકેલો છે, અંધશ્રદ્ધા ઉપર ટકેલો નથી. મહાવીરે આત્માને જોયો, ત્યારે કહ્યું કે ધર્મ જરૂરી છે. જો આત્માને ન જોયો હોત તો ધર્મની જરૂર ન પડી હોત. એમણે આત્મા અને ધર્મને જોયા પછી એવો ઉપદેશ આપ્યો કે, ‘ધર્મ જરૂરી છે, જો ધર્મ નહિ કરો તો બંધનમાં જકડાતા રહેશો, ગાંઠો મબૂત બનતી જશે., તમે ગાંઠમય બની જશો.’ ધર્મનું આ પ્રતિપાદન અતીન્દ્રિય ચેતનાને આધારે થયું છે.
ધર્મનો મૂળ આધાર છે અતીન્દ્રિય ચેતના. જ્યાં સુધી વ્યક્તિ ઇન્દ્રિય ચેતનાના સ્તરે જીવે છે, ત્યાં સુધી એને ધર્મની જરૂરનો અનુભવ થતો નથી, ત્યાં સુધી એના જીવનમાં ધર્મનો કોઈ વિશેષ અર્થ હોતો નથી. એવી જ રીતે ઇન્દ્રિયોથી પર જવાની વાત સમજાય છે, ધર્મની વાત સમજાવા લાગે છે. શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શ- આ બધાથી આગળ વધી જવું એનું જ નામ છે ધર્મ. આ બધામાં આસક્ત થવું એનું નામ છે અધર્મ. ધર્મને અતીન્દ્રિય સ્તરે જાણી શકાય છે. મારો ધર્મ
આણાએ મામગં ધર્માં આ સૂક્તમાં એક શબ્દ છે ‘મામગં’. આ શબ્દ મૂંઝવનારો છે. પ્રશ્ન ઉદ્ભવી શકે કે ‘મારો ધર્મ’– આ અધિકાર કયાંથી આવ્યો ? હવા, પાણી, સૂર્ય, ચંદ્રમા વગેરે ઉપર કોઈનો પણ અધિકાર નથી હોતો. મહાવીરે ‘મારો ધર્મ’ એવું શી રીતે કહ્યું ? આ કથનમાં પણ એક રહસ્ય છુપાયેલું છે. આપણે સમજી લઈએ કે ધર્મ શું છે. ધર્મનો અર્થ છે- એક કાનૂન, એક વિધિ-વિધાન, જે નિશ્ચિત કરવામાં આવેલાં છે. સત્ય વ્યાપક છે, અનંત અને સાર્વભૌમ છે, પરંતુ એ સત્યને પામવા માટે પોતપોતાની પદ્ધિતિઓ નિર્ધારિત કરવામાં આવી છે. મહાવીરે ‘મામકં’ શબ્દનો પ્રયોગ કર્યો છે એનો અર્થ છે- આત્માને
અસ્તિત્વ અને અહિંસા ૨૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org