________________
અમુક જીનવાળી વ્યક્તિ જીવનમાં કેવું કેવું આચરણ કરશે ? કેવો બનશે ? એ વાત એક વૈજ્ઞાનિક જીનને જોઈને કહી દેશે, એક કર્મશાસ્ત્રી કર્મના આધારે જીવનની સમગ્ર વ્યાખ્યા કરી બતાવશે. આ છે આજ્ઞા.
એમ કહેવામાં આવ્યું કે આજ્ઞાને નજર સમક્ષ રાખો, અતીન્દ્રિયજ્ઞાનને સમજો, જે આપણી સમક્ષ પ્રત્યક્ષ નથી તેનો સાક્ષાત્ કરવાનું શીખો. આપણી સમક્ષ પ્રત્યક્ષ ખૂબ ઓછું છે. અજ્ઞાતના મહાસમુદ્રમાં એક નાનકડો ટાપુ છે- પ્રત્યક્ષ. અજ્ઞાત અનંત છે તેને જાણવા માટે આજ્ઞા-આગમની જરૂર છે. માણસ ખૂબ ભણેલો ગણેલો થઈ જાય, વિદ્વાન બની જાય તો પણ તેનું જ્ઞાન અત્યંત અલ્પ હોય છે. અનંત અતીત, અનંત ભવિષ્ય અને વર્તમાનનો સમગ્ર પરિપાક એના માટે અજ્ઞાત જ રહે છે. જે જ્ઞાત છે, તે અત્યંત સ્વલ્પ છે. જે અજ્ઞાત છે તે અસીમ છે. અજ્ઞાતને જાણવાનું માધ્યમ છે આગમ-અતીન્દ્રિય અનુભવ. વિધિ-નિષેધઃ આજ્ઞા
પ્રત્યેક વ્યક્તિ એ કામ કરવા ઇચ્છે છે, જેનાથી તેનું હિત થતું હોય, અહિત ન થતું હોય. હિત-સિદ્ધિ અને અહિતથી બચવાનું સૂત્ર છે - આજ્ઞા. આજ્ઞાનો એક અર્થ છે - વિધિ-નિષેધોને જાણો. ધર્મના સંદર્ભમાં એમ કહેવામાં આવ્યું કે પ્રમાદ ન કરો. પ્રમાદ કરવાથી તિ તૂટે છે, અહિત થાય છે. આ નિર્દેશ આજ્ઞા છે. ચિકિત્સાશાસ્ત્ર કે છે હિત ભોજન કરો, અહિત ભોજન ન કરો. મિત ભોજન કરો, વધારે ન ખાવ. આ આયુર્વેદની આજ્ઞા છે. નિમંત્રણઃ આજ્ઞા
આજ્ઞાનો એક અર્થ નિમંત્રણ છે. ન શાસ્ત્ર, ન અતીન્દ્રિય અનુભવ, પરંતુ નિયંતાનો આદેશ- આમ ન કરો, આમ કરો. તે અનુશાસનાત્મક ભાષા આજ્ઞા છે. વ્યાખ્યા આપવામાં આવી કે -ક્રોધાદિભયજનિતેચ્છા આજ્ઞા. ક્રોધ અને ભય પેદા કરનારી ઇચ્છાનું નામ છે આજ્ઞા. ભય બિનુ પ્રીતિ ન હોય. આ અનુભવશૂન્ય વાત નથી. પ્રત્યેક વ્યક્તિ વિવેક અને જ્ઞાનસંપન્ન નથી હોતી. માણસની અનેક કક્ષાઓ હોય છે. એવા લોકો પણ છે કે જેમનું મસ્તિષ્ક વિકસિત નથી. તેમના વિવેકને જગાડવા માટે ભયની જરૂર પડે છે. અનુશાસનાત્મક ભાષા વ્યક્તિમાં એક પ્રકારનો
-— — અસ્તિત્વ અને અહિંસા , ૨૩૧ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org