________________
આપણે પણ એવી જ આદત કેળવીએ. સુખ અને દુઃખ આવે તો એમને પકડીએ નહિ, ગ્રહણ કરીએ નહિ. એવું કરનાર વ્યક્તિ સુખી થઈ શકે છે પરંતુ જે વ્યક્તિ એમને રાખવાનું જાણે છે, પકડવાનું જાણે છે, જે આવે તેને ભોગવી લે છે તેના માટે દુઃખી થવું અનિવાર્ય છે. મહાવીરે કહ્યું કે દુઃખને પણ ન પકડો, આનંદ અને સુખને પણ ન પકડો. જે સુખ અને શાંતિથી જીવવા ઇચ્છે છે તે સૌને માટે આ ખૂબ કામની વાત છે. માત્ર કામમાં લેવું અને જોવું એ મોટા દુઃખનું કારણ નથી બનતું, પરંતુ જ્યાં બંધન અને પકડ બની જાય છે ત્યાં દુઃખ થાય છે. જે કાંઈ સામે આવે છે તેને વ્યક્તિ પકડી લે છે. તે એમ નથી વિચારતી કે એનું પરિણામ કેવું આવશે ? સમસ્યા એ પણ છે કે તે પકડતો જ રહે છે પરંતુ પોતાની પકડથી અજાણ છે.
માનસિક તનાવનું કારણ
એક સંન્યાસીએ રાજા જનકને કહ્યું મહારાજ ! મારી વાસના છૂટતી નથી.
જનક રાજાએ એક થાંભલો પકડી લીધો અને બૂમો મારવા લાગ્યા કે આ થાંભલાએ મને પકડી લીધો છે. સંન્યાસી હસી પડ્યો. તે બોલ્યો, મહારાજ ! આપ તો આત્મજ્ઞાની છો, આપનું આ કેવું આત્મજ્ઞાન ? શું થાંભલો કદી કોઈને પકડે ખરો ? આપે પોતે જ થાંભલાને પકડ્યો છે ! જનક બોલ્યા માત્ર મારી વાત ઉપર જ હસી રહ્યા છો કે તમારી પોતાની વાત ઉપર પણ હસવાનું શીખ્યા છો ? વાસનાએ તમને પકડ્યા છે કે તમે વાસનાને પકડી છે ? સંન્યાસીને બોધપાઠ મળી ગયો. આ સચ્ચાઈ આપણી આંખોની સામે હોવા છતાં એવો સઘન અંધકાર છવાયેલો છે કે આપણે તેને જોઈ શકતા નથી. જો અગ્રહણની વાત સમજાઈ જાય, પકડને મજબૂત ન બનાવીએ તો સુખનું રહસ્ય પ્રામ થઈ જાય. જેટલો માનસિક તનાવ છે, તે પકડના કારણે છે. માનસિક તનાવ માત્ર આજની બીમારી નથી. પકડવાની આદત તો પ્રાચીન કાળથી ચાલી રહી છે. જો પકડ ન હોય તો ગ્રંથિ ન બને. કોઈપણ વાત હોય, વ્યક્તિ એને પકડી લે છે. વારંવાર એ જ વાત ઉપર ચિંતન કર્યા કરે છે. પરિણામે ગ્રંથિ બની જાય છે. તે એમ વિચારે છે કે અમુક વ્યક્તિએ મને દુષ્ટ અને બેવકૂફ કહ્યો છે, હું એનો બદલો લઈને જ રહીશ. મનમાં એક પ્રબળ ગાંઠ બની જાય છે. એ ગાંઠ ખૂલતી નથી પરંતુ વધુ ને વધુ પ્રબળ
અસ્તિત્વ અને અહિંસા – ૧૩૨
Jain Education International
-
-
For Private & Personal Use Only
www.jainelibrary.org