________________
વિયોગ-બંન્ને સ્વીકૃત બનેલાં હશે ત્યાં સુખ અને દુઃખ કેમ નહિ હોય ? સુખ અને દુઃખથી એ જ વ્યક્તિ બચી શકે છે કે જે સંયોગ અને વિયોગની પકડથી બચે છે.
આ તમામ સંદર્ભમાં ભગવાન મહાવીરે કહ્યું કે સાધક માટે વળી અરતિ શું અને આનંદ શું? સાધકે તેમનો સ્વીકાર ન કરવો જોઈએ. જો વ્યક્તિ અરતિને ગ્રહણ કરશે તો દુઃખ થશે. જો તેનું ગ્રહણ નહિ કરે તો તે આવીને ચાલી જશે. સુખ અને આનંદ આવે તો એને પણ ના પકડો, એને પણ ગ્રહણ ના કરો. જો સુખને પકડીને જીવવા ઇચ્છતા હો તો દુઃખથી વળી ડરવાનું કેવું? જો પકડવાની આદત પડી જશે તો સુખની સાથે સાથે દુખને પણ પકડી લેશો. જેવી રીતે સુખ પકડમાં આવશે, એવી જ રીતે દુઃખ પણ પકડમાં આવશે. આપણે આપણી આદતો ધોબી જેવી બનાવીએ કે જેથી સુખ અને દુઃખને પકડવાની આદત બદલાઈ જાય. ધોબીનું કામ
એક બ્રાહ્મણ કોઈ એક અજાણ્યા ગામમાં પહોંચી ગયો. એણે એક વ્યક્તિને પૂછયું કે આ નગરમાં મોટો માણસ કોણ છે ?
વ્યક્તિએ ઉત્તર આપ્યો – તાડનું વૃક્ષ. બ્રાહ્મણે બીજો પ્રશ્ન પૂછ્યો – દાતા કોણ છે ?
દાતા છે ધોબી. તે સવારે કપડાં લઈ જાય છે અને સાંજે પાછાં આપી જાય છે.
નિપૂણ અને ચતુર કોણ છે ? બીજા લોકોનું ધન પડાવી લેવામાં સૌ કોઈ નિપૂણ અને ચતુર છે. તમે આવા નગરમાં કેમ રહો છો ? લીમડાનો કીડો લીમડાને છોડીને ક્યાં જાય ? આ સાંભળીને બ્રાહ્મણ સ્તબ્ધ બની ગયો. વિપ્રાસ્મિનું નગરે મહાન વસતિ કઃ તાદ્રુમાણાં ગણઃ | કો દાતા રજકો દદાતિ વસનં પ્રાતગૃહીત્વા નિશિ / કો દક્ષઃ પરકીયવિહરણે સર્વેડપિ પૌરાઃ જનાઃ,
– કિં જીવસિ ભો સખે ! કૃમિકુલન્યાયેન જીવામ્યહમ્ // દુઃખનું કારણ છે પકડી
ધોબી સવારે કપડાં લઈ જાય છે અને સાંજે પાછાં આપી જાય છે. --
— અસ્તિત્વ અને અહિંસા ત ૧૩૧ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org