________________
છે. તે ઇન્દ્રિયો દ્વારા અથવા તો શબ્દ, તર્ક અને બુદ્ધિ દ્વારા ગમ્ય નથી. અમૂર્ત પદાર્થને માનવો એટલે અતીન્દ્રિય જ્ઞાનની સ્વીકૃતિ અને તેના પરમ વિકાસ-કેવળજ્ઞાનની સ્વીકૃતિ. અરૂપી પદાર્થને જાણનાર એક જ જ્ઞાન છે અને તે છે કેવળજ્ઞાન. કર્મશાસ્ત્રની ભાષા
| દાર્શનિક દૃષ્ટિએ વિચાર કરીએ. અમૂર્ત સત્તા અને સર્વજ્ઞતા એ બન્નેને અલગ પાડી શકાતાં નથી. સર્વજ્ઞતાનો સિદ્ધાંત માન્ય છે તો અમૂર્ત તત્ત્વ માન્ય છે અને અમૂર્ત તત્ત્વ માન્ય છે તો સર્વજ્ઞતાનો સિદ્ધાંત માન્ય છે. એમ ન હોઈ શકે કે અમૂર્ત તત્ત્વને માન્ય કરીએ અને સર્વજ્ઞતાનો અસ્વીકાર કરીએ. એ બંનેમાં કોઈ એકની સ્વીકૃતિ સંગત બનતી નથી. આત્માની અમૂર્તરૂપે સ્વીકૃતિ એ પોતે જ સર્વજ્ઞતાની સ્વીકૃતિ
છે.
કર્મશાસ્ત્રની ભાષામાં બે જ્ઞાન પ્રતિપાદિત છે – ક્ષાયોપશમિક જ્ઞાન અને ક્ષાયિક જ્ઞાન. ક્ષાયોપથમિક જ્ઞાન દ્વારા માત્ર મૂર્ત પદાર્થોને જાણી શકાય છે. શ્રુતજ્ઞાન દ્વારા વ્યક્તિ મૂર્ત -અમૂર્ત બન્ને પદાર્થોને જાણે છે, પરંતુ તેમનો સાક્ષાત્ કરી શકતી નથી. કેવલજ્ઞાન અને ક્ષાયિક જ્ઞાન જ એવું છે કે જેના દ્વારા વ્યક્તિ અમૂર્ત તત્ત્વને સાક્ષાત્ જાણે છે. અમૂર્ત અસ્તિત્વનો સ્વીકાર કેવલજ્ઞાન દ્વારા માન્ય સિદ્ધાંતનો સ્વીકાર છે. જે કેવલી છે, જેણે અમૂર્ત અસ્તિત્વનો સાક્ષાત્કાર કર્યો છે તે અમૂર્ત સચ્ચાઈને અભિવ્યક્ત કરી શકે છે. સૂકમ જગતના નિયમો જુદા છે
પ્રશ્ન ઉદ્ભવી શકે કે જેનામાં રૂપ નથી, તેનો સાક્ષાત્કાર શી રીતે કરવો? આપણે ઇન્દ્રિયના નિયમને જાણીએ છીએ તેથી એવો ખ્યાલ બની ગયો કે જેમાં શબ્દ, રૂપ, ગંધ અને સ્પર્શ ન હોય તેનો સાક્ષાત્કાર શી રીતે થઈ શકે ? આવી આપણી એક માન્યતા દૃઢ થયેલી છે. આપણે એવા અનેક સ્થળ નિયમોને પકડી રાખ્યા છે. આપણે ઇન્દ્રિય જગતના નિયમોથી એટલા બધા પરિચિત થઈ ગયા છીએ કે અતીન્દ્રિય નિયમો સામે આવે છે ત્યારે આપણે તેમને માનવા માટે તૈયાર થઈ શકતા નથી. આપણે સ્થૂળ નિયમો જાણીએ છીએ, સૂક્ષ્મ નિયમો નથી જાણતા. હકીકતમાં સ્થૂળ જગતના નિયમો સૂક્ષ્મ જગતના નિયમો કરતાં જુદા છે, તેથી તેમને સમજવાનું સહજ નથી હોતું. એમ કહેવામાં આવ્યું કે
– અસ્તિત્વ અને અહિંસા , ૨૧૫ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org