________________
ખરો, જુએ છે પણ ખરો, સાંભળે છે પણ ખરો, સૂંઘે છે પણ ખરો અને સ્પર્શે છે પણ ખરો. ઇન્દ્રિયોનો ભોગ થાય છે ખરો, પરંતુ તેની પાછળ બે બાબતો જોડાયેલી હોય છેએક છે અનાસક્તિનો ભાવ અને બીજી છે પ્રમાણનો વિવેક, જો ભોગની સાથે આ બે બાબતો જોડાઈ જાય તો ભોગ ખતરનાક નહિ બને. તે પોતાની પ્રકૃતિથી ચાલશે, વ્યક્તિ માટે જોખમ પેદા નહિ કરે.. ત્યાગ કરવાનું પણ શીખીએ
આજે ભોગવાદની કોઈ લક્ષ્મણરેખા નથી. તેથી આ યુગને ભોગવાદી યુગ કહેવામાં આવે છે. આજે એવો ખ્યાલ ઓગળી ગયો છે કે ભોગની સાથે ત્યાગની ભાવના પણ હોવી જોઈએ. પાંચ ઇન્દ્રિયોના વિષયોનું સેવન કરીએ તો સાથે સાથે તેમનો ત્યાગ કરવાનું પણ શીખવું જોઈએ. ભાગનો અતિરેક ન થવો જોઈએ. ભોગનો સંયમ કરીએ. ભોગની સાથે સાથે ભોગાતીત ચેતનાનો અનુભવ કરવો આવશ્યક છે. આપણી જે ચેતના છે તે સ્વાભાવિક રીતે ભોગાતીત છે, આપણે તેનો અનુભવ કરીએ, તેને જોઈએ. જો આપણે ભોગચેતના અને ભોગાતીત ચેતના એ બન્ને વચ્ચે સંતુલન જાળવી લઈએ તો જીવનની સ્થિતિ લયબદ્ધ બની જશે, જીવનનો લય ખોરવાઈ નહિ જાય. આ સંતુલન વડે જીવનની સરસતા પણ જળવાઈ રહેશે, જીવન સ્વસ્થ બની રહેશે. આ સંપૂર્ણ દૃષ્ટિકોણને સમગ્રરૂપે સમજવામાં આવે, ભોગ નિયંત્રણ તેમજ ભોગ સંયમની આવશ્યક્તાનો અનુભવ કરવામાં આવે તો સ્વસ્થ સમાજ રચનાનું સ્વપ્ન સાકાર બની જાય.
અસ્તિત્વ અને અહિંસા કે ૯૬
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org