________________
કસવા ઇચ્છે છે. જૂઠને કોઈ પસંદ કરતું નથી. તેની દૃષ્ટિમાં મહત્ત્વ સત્યનું હોય છે. સત્ય : નિષ્પત્તિ
સારનું લક્ષણ છે – તૃપ્તિ આપવી. જ્યારે વ્યક્તિની સામે સાચી વાત આવે છે, યોગ્ય વાત આવે છે ત્યારે વ્યક્તિ તૃપ્ત થઈ જાય છે. સારનું એક લક્ષણ છે આરોગ્ય આપવાનું . જ્યાં સરળતા હશે ત્યાં આરોગ્ય હશે. જ્યાં કુટિલતા હશે, ત્યાં આરોગ્યને નુકસાન હશે. જ્યાં સત્ય છે, ત્યાં ચિત્ત સદા પ્રસન્ન રહે છે. સત્ય વ્યક્તિને ખૂબ બળ આપે છે. ઘણી વખત લોકો કહે છે કે હું સાચો છું, મને કોઈનો ડર નથી. સત્ય અંદરથી શક્તિ આપે છે. માનસિક શાંતિનું બહુ મોટું સૂત્ર છે -- સત્ય. જે લોકો બે નંબરનું ખાતું રાખતા નથી, તેમના મનની શાંતિનો ક્યારેય ભંગ થતો નથી. સત્ય પવિત્ર હોય છે, એમાં કોઈ કુટિલતા કલુષિતતા ન હોઈ શકે.
સારની જે કસોટીઓ છે, તે સત્યમાં ઉપલબ્ધ છે. સત્ય, સંયમ અને ઋજુતા સિવાય આ કસોટીઓ અન્યત્ર કયાંય પ્રાપ્ત થતી નથી, તેથી મહાવીરે કહ્યું કે સત્ય લોકમાં સારભૂત છે. આ વાક્ય ખૂબ સુંદર લાગે છે. એક શબ્દ છે – સત્યમેવ જયતે. આવો ખ્યાલ વ્યવહારમાં બંધબેસતો નથી. વર્તમાન ખ્યાલ કંઈક આવો છે – સફળ એ જ થાય છે કે જે ખોટું બોલવાનું જાણે છે. જ્યાં સારનો પ્રશ્ન છે ત્યાં સત્ય જ સાર છે, તેનો કોઈ વિકલ્પ નથી. એમાં કોઈ સંદેહ નથી. સાર છે તો સત્ય છે. અસત્ય કયારેય સાર બની શકતું નથી. ભોગ અને ત્યાગની પ્રકૃતિ
સત્ય એટલે સંયમ. આચાર્યોએ ભોગ અને ત્યાગ બન્નેની મીમાંસા કરી. એ બન્નેની પ્રકૃતિના તફાવતનું વિશ્લેષણ કર્યું. એમણે કહ્યું કે સંયમનું જેમ જેમ સેવન કરશો તેમ તેમ સરળતા વધતી જશે. જેમ જેમ ભોગોનું સેવન કરશો તેમ તેમ વિરસતા વધતી જશે. શેરડી ખૂબ સરસ હોય છે, તેનું સેવન કરો તો તે નીરસ બનતી જશે. એક ક્ષણ એવી આવશે કે તે રસહીન બની જશે. સત્ય પ્રારંભમાં ઓછું સરસ લાગે છે, પરંતુ જેમ જેમ તેનું સેવન કરતાં જઈએ તેમ તેમ આનંદ વધતો જાય છે. સંસ્કૃતનો આ શ્લોક એ જ ભાવનાથી પ્રભાવિત છે
– અસ્તિત્વ અને અહિંસા કે ૨૨૧
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org