________________
આ વાત પણ પૂર્ણ નથી.
કાલિદાસે કહ્યું કે આ અસાર સંસારમાં સ્ત્રી જ સાર છે, જેની કૂખે રાજા ભોજ જેવો વિદ્વાન પુરુષ પેદા થયો છે- અસારે ખલુ સંસારે, સાર સારંગલોચના /
યસ્યા. કુલ સમુત્પન્નો, ભોજરાજો ભવાદશઃ | સારનું લક્ષણ
સાર અને અસારની ચર્ચા અનેક દૃષ્ટિકોણથી થતી રહી છે. સારના સંદર્ભમાં અનેક મત રજૂ થયા છે. આપણે કયો મત સાચો માનવો ? મહાવીરે કહ્યું કે સત્ય લોકમાં સારભૂત છે. પ્રશ્ન છે કે સત્ય સાર શા માટે છે? સત્ય સાર કઈ રીતે છે? સાર તત્ત્વનું લક્ષણ શું છે? આપણે લક્ષણોના આધારે જ સાર અને અસારનો નિર્ણય કરી શકીએ છીએ. સાર તત્ત્વનાં જે લક્ષણો માની શકાય છે તે આ પ્રમાણે છે
તૃપ્તિદં સ્વાશ્મદે શાશ્વત્, ચેતઃપ્રસત્તિકારકમ્ | શક્તિ શાંતિદ પૂત, સારમિત્યભિધીયતે II
જે શાશ્વત તૃપ્તિ આપનાર છે, આરોગ્ય આપનાર છે, ચિત્તને પ્રસન્ન કરનાર છે, જે શક્તિ અને શાંતિ આપનાર છે, જે પવિત્ર છે તે સારભૂત છે. સત્ય જ સાર છે
શાશ્વત તૃપ્તિ, આરોગ્ય, શક્તિ, પ્રસન્નતા, શાંતિ અને પવિત્રતા જેનામાં આટલાં લક્ષણો એકસાથે હોય તે સાર છે. જગતમાં કેટલાં તત્ત્વો આવાં છે, જેમાં આ તમામ તત્ત્વો એકસાથે હોય? ભોગનું એક લક્ષણ તૃપ્તિ માનવામાં આવ્યું. તે પહેલાં તૃપ્તિ આપે છે પરંતુ પછી અતૃપ્તિથી ભરી દે છે. એનાથી ક્ષણિક તૃપ્તિ મળે છે, શાશ્વત તૃપ્તિ નથી મળતી. સત્ય એક એવું તત્ત્વ છે કે જેમાં આ તમામ લક્ષણો મળી રહે છે. સત્ય માત્ર વાણીનું જ નથી હોતું, તે ભાવ, ભાષા અને મન ત્રણેય સાથે જોડાયેલું છે. કહેણી અને કરણીની સમાનતા પણ સત્ય સાથે જોડાયેલી છે. તે સત્યની સાચી વ્યાખ્યા છે અને એ જ લોકમાં સારભૂત છે. આપણે ગમે ત્યાં જઈએ તો એ જોઈશું કે જેની પાસે આપણે જઈ રહ્યા છીએ તે સાચો છે કે નહિ, ઈમાનદાર છે કે નહિ ? પ્રત્યેક વ્યક્તિ સામેની વ્યક્તિને સત્ય અને ઈમાનદારીની કસોટી ઉપર
-— અસ્તિત્વ અને અહિંસા કે ૨૨૦ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org