SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ અસાર સંસારમાં સાર શો છે? વિદ્યાઓનો, શબ્દશાસ્ત્રોનો કોઈ પાર જ નથી. એક માણસ એક જીવનમાં કેટલું કરી શકે ? શું શું વાંચે ? શું શું જાણે ? નિષ્કર્ષની ભાષામાં ઉત્તર આપવામાં આવ્યો કે દરેકની પાછળ ન દોડો. જે સાર છે, તેને પકડી લો. જે અસાર છે તેને છોડી દો. છાલને ન પકડો, એની અંદર રહેલા રસને પકડો. જગતમાં સાર શું છે અને અસાર શું છે તેનો નિર્ણય કરવાનું મુશ્કેલ છે. આચારાંગના પાંચમા અધ્યયનનું નામ છે – લોકસાર. પ્રશ્ન રજૂ થયો કે આ લોકમાં સાર શું છે ? એનો ઉત્તર આપવામાં આવ્યો કે લોકમાં સાર છે સત્ય. ફરીથી પ્રશ્ન ઉદ્ભવ્યો કે ભૂખ લાગે ત્યારે સત્ય શું કરશે ? તરસ લાગે ત્યારે સત્ય શું કરશે ? આ પ્રશ્ન અત્યંત જટિલ છે. એમ લાગે છે કે જ્યારથી માણસ વિચારવા માંડ્યો છે ત્યારથી સાર અને અસારનો પ્રશ્ન પણ તેની સામે રહ્યો છે. સાર શું છે ? રાજા ભોજની સભામાં પણ આ પ્રશ્ન રજૂ થયો હતો- આ જગતમાં સાર શું છે ? એક પંડિતે તેનું સમાધાન આપ્યું હતું કે આ સંસારમાં ત્રણ વાતો સારભૂત છે ઃ કાશીમાં વસવું, સારા વિદ્વાનોની સેવા કરવી અને પ્રભુનું ભજન કરવું કાશ્યાં વાસઃ સતાં સેવા મુરારે સ્મરણં તથા / અસારે ખલુ સંસારે, સારમિત્યભિધીયતે / રાજાએ કહ્યું કે વાત હજી પૂરી નથી થઈ. બીજા પંડિતે કહ્યું કે આ અસાર સંસારમાં સાસરે જઈને રહેવું એ જ સાર છે હરઃ શેતે હિમગિરો, હરિઃ શેતે પાયોનિધો / અસારે ખલુ સંસારે, સારં શ્વસુરમંદિરમ્ // -- — અસ્તિત્વ અને અહિંસા - ૨૧૯ — — Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy