________________
આત્મા જ આપણા માટે પરમ શુભ છે. તે આચાર દ્વારા પ્રાપ્ત થાય છે. આચારશાસ્ત્રનો ઉદ્દેશ છે – આત્માને ઉપલબ્ધ થવું, આત્મામાં હોવું, આત્માને પ્રાપ્ત કરવો, પોતાના સ્વરૂપમાં ચાલ્યા જવું.
આત્મા સ્વતઃસાધ્ય છે તેથી આચારાંગના પ્રારંભમાં આત્માની ચર્ચા કરવામાં આવી છે. ભગવાન મહાવીરે કહ્યું કે ઘણા બધા લોકો એ નથી જાણતા કે આત્મા છે. જ્યાં સુધી આપણે આત્માને નહિ જાણીએ, ત્યાં સુધી આપણા આચારનું કોઈ મહત્ત્વ નહિ હોય. આત્મવાદી વ્યક્તિનો આચાર અને કોઈ અનાત્મવાદીનો આચાર તદ્દન અલગ હશે. જાપાનમાં એવી પ્રથા છે કે વ્યક્તિ વૃદ્ધ થઈ જાય ત્યારે સ્વયં તેનો પુત્ર તેને જંગલમાં મૂકી આવે છે કારણ કે તે પરિવાર અને સમાજ માટે ઉપયોગી હોતો નથી. જ્યાં નૈતિકતા સમાજવ્યવસ્થા સાથે જોડાયેલી હશે ત્યાં તેનો આધાર હશે ઉપયોગિતા, પરંતુ જ્યાં નૈતિકતા આત્મા સાથે જોડાયેલી હશે ત્યાં તેનો આધાર ઉપયોગિતા નહિ હોય, તેનો અર્થ બદલાઈ જશે. પરમ શુભ છે આચાર
મહાવીરવાણીના આધારે આચારને વ્યાખ્યાબદ્ધ કરીએ તો તેનો નિષ્કર્ષ છે –. નિઃશસ્ત્રીકરણ એટલે આચાર. શસ્ત્ર-પરિજ્ઞા-શસ્ત્ર ન બનવું એ આચાર છે. પ્રશ્ન એ ઉભવે છે કે શું તલવાર, બોમ્બ, બંદૂક વગેરે શસ્ત્રો છે ? આ બે નંબરનાં શસ્ત્રો છે. શસ્ત્ર પ્રથમ આપણાં ભાવ કે મસ્તિષ્કમાં બને છે. આચારવાન એ છે કે જે મૂઢ ભાવ અને અવિરતિના શસ્ત્રથી દૂર રહે છે.
અશસ્ત્ર કામમાચાર, શસ્ત્ર ભાવો વિમોહિતઃ | શત્રં ચાવિરતિસ્તસ્મા, દૂરમાચારવાનું મતઃ 1.
સુકરાને કહ્યું કે જ્ઞાન પરમ શુભ છે. જો જૈન દૃષ્ટિકોણથી પૂછવામાં આવે કે પરમ શુભ શું છે તો એમ કહેવું પડશે કે આચાર પરમ શુભ છે. આચારના પાંચ પ્રકાર છે : જ્ઞાન આચાર, દર્શન આચાર, ચારિત્ર આચાર, તપ આચાર અને વીર્ય આચાર. જ્ઞાન પણ એક આચાર છે. જ્ઞાન એટલે દૃષ્ટિનો અંતર્બોધ. પરંતુ કોઈપણ જ્ઞાન જ્યાં સુધી આચરણમાં ઊતરતું નથી, ત્યાં સુધી તે જ્ઞાન પોતાનામાં જ પ્રતિષ્ઠિત રહેશે. જ્ઞાન માટે વિનમ્ર વ્યવહાર કરવો પણ જ્ઞાનનો આચાર છે. જ્યાં જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે બહુમાન ન હોય ત્યાં જ્ઞાનનો આચાર નથી હોતો. સમ્યગ્દર્શનનો
– અસ્તિત્વ અને અહિંસા ક ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org