________________
ઊર્ધ્વરોહણના માર્ગનું જ્ઞાન નથી થતું ત્યાં સુધી ઊર્ધ્વરોહણનો પ્રયોગ સફળ નથી થતો. જ્યાં સુધી ઇડા અને પિંગલામાં ચેતનાનો પ્રવાહ રહે છે ત્યાં સુધી ગ્રાહ્ય અને ગ્રાહક્નો ભાવ જળવાઈ રહે છે. જ્યારે ચેતનાનો પ્રવાહ સુષુમ્હામાં થાય છે, ત્યારે ગ્રાહ્ય-ગ્રાહકનો ભાવ સમાપ્ત થઈ જાય છે. એક નવો દરવાજો ખૂલે છે એ અવસ્થામાં સમતાની ચેતના જાગે છે, મધ્યસ્થતાની ચેતના જાગે છે.
અવધૂત બનવાની પ્રક્રિયા
આચારાંગમાં કહેવામાં આવ્યું કે જે નિર્જરાપેક્ષી છે એણે મધ્યસ્થ થવું પડશે. જો જમણી કે ડાબી બાજુ ચેતનાનો પ્રવાહ રહેશે તો આપણે કયારેક આ તરફ ઝૂકી જઈશું કે કયારેક બીજી તરફ ઝૂકી જઈશું. જે મધ્યસ્થ છે, તેની ચેતનાનો પ્રવાહ સુષુમ્હામાં હશે. આ મેરુદંડનું સ્થાન, કરોડરજ્જુનું સ્થાન, માત્ર આરોગ્ય માટે જ મહત્ત્વનું નથી, પરંતુ ચેતનાને ઉપર લઈ જવાનું, અંતર્મુખી બનવાનું સૌથી સુંદર સાધન છે. આ અંતર્યાત્રાનો પ્રયોગ અવધૂત બનવાની પ્રક્રિયા છે. જ્યારે વ્યક્તિ આ ભૂમિકા ઉપર આરોહણ કરે છે, અવધૂત બને છે ત્યારે તેની અંદર સમતાની ચેતના જાગી જાય છે.
પ્રજ્ઞા : સમતા
આચારાંગ સૂત્રમાં અવધૂત માટે બે શબ્દો પ્રયોજાયેલા છે સમાહિયાણં પણ્ણાણમંતાણં – અવધૂત એ છે કે જે સમાહિત છે, પ્રજ્ઞાવાન છે. જે બુદ્ધિમાન નથી પરંતુ પ્રજ્ઞાવાન છે. બુદ્ધિની સાથે તર્ક જોડાયેલો છે. આપણે તર્કોની જાળ બિછાવી રાખી છે. એમ લાગે છે કે આપણે પ્રજ્ઞાનો દરવાજો ખોલવા જ નથી માંગતા. પ્રજ્ઞાવાન એ છે કે જે સમાહિત છે, બુદ્ધિથી પરની ચેતનામાં જીવે છે. પ્રજ્ઞા અને સમતા એ બન્ને અલગ નથી. પ્રજ્ઞા અને સમાધિ પણ અલગ નથી.
સમતા : આત્મદર્શન
બૌદ્ધ તંત્રમાં લલનાને પ્રજ્ઞા-સ્વભાવા માનવામાં આવી છે. એનો અર્થ છે-ઇડા પ્રજ્ઞા સ્વભાવવાળી છે. જ્યારે પ્રજ્ઞા જાગે છે ત્યારે સમતાની ચેતનાનું જાગરણ થાય છે. આપણે સામાયિક અને સમતાની વાતો ઘણી કરીએ છીએ, પરંતુ જ્યાં સુધી આપણને અવધૂત દૃષ્ટિ મળતી
અસ્તિત્વ અને અહિંસા ઃ ૨૫૧
Jain Education International
ww
For Private & Personal Use Only
www.jainelibrary.org