________________
જ્ઞાની રાત્રે જાગે છે
જીવનની અનેક ક્રિયાઓના ચક્રમાં એક ચક્ર છે ઊંઘવું અને જાગવું. માણસ રાત્રે ઊંઘી જાય છે અને દિવસે જાગે છે. તે દિવસે પણ ઊંઘે છે અને રાત્રે પણ જાગે છે, પરંતુ સામાન્ય રીતે ઊંઘવાનો સમય રાતનો છે અને જાગવાનો સમય દિવસનો છે. ઊંઘવાની અને જાગવાની અલગ અલગ ભૂમિકામાં અલગ અલગ વ્યાખ્યા બની ગઈ. આંખો બંધ થઈ અને માણસ સૂઈ ગયો, આંખો ખૂલી અને માણસ જાગી ગયો – આ વ્યવહારની વ્યાખ્યા છે. અધ્યાત્મની વ્યાખ્યામાં સૂવું અને જાગવું એક વિશેષ અર્થમાં પ્રયોજાય છે. કોઈ વ્યક્તિ એવી છે કે જે ચોવીસે કલાક સૂએ છે અને કોઈ વ્યક્તિ એવી હોય છે કે જે ચોવીસે કલાક જાગે છે. ભગવાન મહાવીરે કહ્યું કે જે અજ્ઞાની છે તે ચોવીસે કલાક સુએ છે. જે મુનિ છે, જે જ્ઞાની છે તે ચોવીસે કલાક જાગે છે. સુપ્ત (સૂતેલા)ની વ્યાખ્યા
અજ્ઞાન એટલે સૂવું. જ્ઞાન એટલે જાગવું. અજ્ઞાની સદાય સુએ છે. દિવસે પણ તેને ખબર નથી પડતી કે પ્રકાશ છે અને સૂરજ છે. સૂઈ જવું એ માટે પરમાર્થની ભાષામાં એમ કહેવાય કે જે પ્રમાદી છે તે સદાય સૂતેલો છે. જે અપ્રમત્ત છે તે સદાય જાગતો છે. ભય, વિષય, કષાય, વિકથા- આ બધા પ્રમાદના પ્રકારો છે. જે વ્યક્તિ એમાં લીન રહે છે તે રાત-દિવસ સૂતેલી રહે છે.
શરાબી ક્યારેય જાગે છે ? તે નશામાં ડબેલો રહે છે. મદ્યપાન કરનાર પણ હંમેશાં સૂતેલો જ રહે છે. તેની ચેતના અલગ પ્રકારની બની જાય છે. તેની વિચારવાની રીત પણ અલગ પ્રકારની બની જાય છે. તે એમાં જ પોતાની ચેતના ખોઈ બેસે છે. એ જ રીતે જે માણસ વિષયલોલુપ હોય છે, ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત હોય છે તે સતત સૂતેલો રહે છે. તેને દિવસે પણ ઇન્દ્રિયજગતનાં સ્વપ્નો આવ્યા કરે છે. ઇન્દ્રિયજગતથી અલગ સચ્ચાઈઓ જાણવાની તેને તક નથી મળતી.
—— અસ્તિત્વ અને અહિંસા , ૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org